Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 22
________________ પ્રથમ વક જે નાડી વહેતી હોય તે તરફનો (ડાબો કે જમણે) પગ ભૂમિ ઉપર પ્રથમ મૂક. ૧૫ . (તે કલ્યાણકારી છે ) વિશેષાર્થ-નાકના નસકોરાં બે છે. જમણું અને ડાબું. સ્વદય ગાન ગ્રંથમાં કહેલ છે કે-ડાબા નસકોરામાંથી પવન (શ્વાસોશ્વાસ) ચાલે તેને ચંદ્ર અને જમણામાંથી ચાલે તેને સૂર્યનાડી કહે છે. વળી તેનાં બીજાં પણ નામે ઇંગલાપિંગલા છે અને બંનેમાંથી સાથે શ્વાસ ચાલે તેને સુષુમ્સ કહે છે એ ત્રણે નાડી છે. સ્વરોદયજ્ઞાન નામના ગ્રંથમાં કે જેમાં જ્યોતિષ, અને મનુષ્યનું ભાવિ વિગેરે એ સ્વરાનથી જોઈ શકાય છે એમ કહેવામાં આવેલ છે. मुक्त्वा शयनवस्त्राणि परिघायापराणि च । स्थित्वा सुस्थानके धीमान् ध्यायेत्पंचनमास्कियाम् ॥१६॥ ભાવાર્થ–રાત્રિના (શયનના) કપડા કાઢી નાંખી બીજા સ્વચ્છ કપડા પહેરી, શુદ્ધ જગ્યામાં રહીને બુદ્ધિમાન મનુષ્ય પંચપરમેષ્ઠી નમસ્કાર મંત્રનું ધ્યાન ધરવું. છે ૧૬ . વિશેષાઈ–શ્રાવકને રાત્રિના શયનના કપડા હમેશાં જુદા રાખવા કહેલ છે. उपविश्य च पूर्वाशाभिमुखो वाप्युदङ्मुखः । पवित्रांगः शुचिस्थाने जपेन्मत्रं समाहितः ॥१७॥ ભાવાર્થ–પવિત્ર અંગ કરી પૂર્વ કે ઉત્તર દિશા સન્મુખ પવિત્ર સ્થાને બેસી એકચિત્તે નમસ્કારમંત્રનો જાપ કરો. મે ૧૭ છે अपवित्रः पवित्रो वा सुस्थितो दुःस्थितोऽपि वा । ध्यायन्पंचनमस्कारं सर्वपापैः प्रमुच्यते ॥१८॥ ભાવાર્થ–સ્નાન કર્યું હોય કે ન કર્યું હોય ! એટલે શરીર પવિત્ર હોય કે અપવિત્ર હોય ! સુખમાં હોય કે કોઈપણ દુ:ખમાં હોય છતાં પણ નમસ્કારમંત્રનું ધ્યાન કરતો છતો મનુષ્ય સર્વ પાપથી મુક્ત થાય છે.. વિશેષાર્થ– કોઈપણ સ્થિતિમાં નવકારમંત્ર ગણવામાં બાદ નથી એમ પણ પૂર્વાચાર્યોએ કોઈ સ્થળે જણાવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82