Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 73
________________ શ્રીકાચાપદેશ. ભાવાર્થ-જેમ મુક્તિ ઉપરાંત કેઈ ઉચું (પરમ) પદ નથી, શત્રુંજય તીર્થ સમાન અન્ય ઉંચું તીર્થ નથી અને સમ્યકત્વ કરતાં બીજું પરમ તત્વ નથી, તેમ કલ્પસૂત્ર કરતાં બીજું પરમ (અધિક . સૂત્ર નથી. ૨૯ છે अमावास्याप्रतिपदोर्दीपोत्सवदिनस्थयोः।। प्राप्तनिर्वाणसद्ज्ञानौ स्मरेच्छीवीरगौतमौ ॥ ३०॥ ભાવાર્થ–દીવાળીની અમાવાસ્યા અને પ્રતિપદા (પડવા) ના દિવસે, અનુક્રમે નિર્વાણ અને કેવળજ્ઞાન પામેલા શ્રી વીર અને શ્રી ગૌતમનું સ્મરણ કરવું. | ૩૦ | उपवासद्वयं कृत्वा गौतमं दीपपर्वणि । यः स्मरेत्स लभेन्नूनमिहामुत्र महोदयम् ॥ ३१ ॥ ભાવાર્થ–દીવાળીના પર્વમાં જે શ્રાવક છઠ્ઠ કરીને શ્રી ગેમ સ્વામીનું સ્મરણ–ધ્યાન કરે, તે આ લોક અને પરલોકમાં અવશ્ય મહોદયને પામે છે. તે ૩૧ છે स्वगृहे ग्रामचैत्ये च विधिनार्चा जिनेशितुः । कृत्वा मंगलदीपं चाश्नीयात्साई स्वबंधुभिः ॥ ३२॥ ભાવાર્થ–પોતાના ઘર દેરાસરમાં અને ગામના જિનમંદિરે વિધિપૂર્વક શ્રી જિનેશ્વરની પૂજા-ભક્તિ કરી અને મંગલદીપ ઉતારીને સુજ્ઞ શ્રાવક પિતાના બંધુઓ સાથે ભજન કરે. એ ૩૨ છે कल्याणकं जिनानां हि स्थापयन्परमं दिनम् । निजशच्या सदर्थिभ्यो दद्यादानं यथोचितम् ॥ ३३ ॥ ભાવાર્થ–ભગવંતના પાંચ કલ્યાણકના પરમ દિવસોને મોટા ગણી શ્રાવકે પિતાની શક્તિ પ્રમાણે સારા અથી જનોને યાચિત દાન આપવું. ૫ ૩૩ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82