Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 66
________________ ચતુર્થ વર્ગ. એવા શ્રી નેમિનાથ ભગવાનનું મનમાં સ્મરણ કરતાં મનુષ્યને નિદ્રાકાળે દુષ્ટ સ્વપનો આવતાં નથી. ૨૪ अश्वसेनावनीपालवामादेवीतनूरुहम् । श्रीपार्श्व संस्मरन् नित्यं दुःस्वप्नं नैष पश्यति ॥२५॥ ભાવાર્થ–અશ્વસેન રાજા અને વામદેવના પુત્ર શ્રીપાર્શ્વનાથ પ્રભુનું સદા સ્મરણ કરતાં માણસને દુ:સ્વપન કદિ જોવામાં આવતું નથી. ૨૫ श्रीलक्ष्मणांगसंभूतं महसेननृपांगजम् ।। चंद्रप्रभ स्मरंश्चित्ते सुखनिद्रां लभेदसौ ॥ २६ ॥ શ્રી લક્ષ્મણદેવી અને મહસેન ભૂપતિના પુત્ર શ્રી ચ - પ્રભુનું મનમાં સ્મરણ કરતાં પુરૂષ સુખે નિદ્રા પામી શકે છે. ૨૬ सर्वविघ्नाहिगरुडं सर्वसिद्धिकरं परम् ।। ध्यायन् शांतिजिनं नैति चौरादिभ्यो भयं नरः ॥ २७ ॥ ભાવાર્થ–સર્વ વિઘરૂપ સપનો નાશ કરવામાં ગરૂડ સમાન તથા સર્વ સિદ્ધિને કરવાવાળા એવા શ્રી શાંતિનાથનું ધ્યાન કરતાં પુરૂષ ચારાદિકથી કદિ ભય પામતો નથી. ર૭ इत्यवेत्य दिनकृत्यमशेष श्राद्धवर्गजनितोत्तमतोषम् । यच्चरनिह परत्र च लोके श्लोकमेति पुरुषो धुतदोषम् ॥२८॥ ભાવાર્થ–એ પ્રમાણે સમજી શ્રાવકવર્ગને ઉત્તમ સંતોષ પમાડનાર સમસ્ત દિનકૃત્ય આચરતો પુરૂષ નિર્દોષ બનીને, આ લેક તથા પરલોકમાં કીર્તિનું ભાજન થાય છે. અર્થાત્ આ લોકમાં યશ અને પરલોકમાં સદ્ગતિને પામે છે. ૨૮ એ રીતે શ્રી રત્નસિંહરિના શિષ્ય શ્રી ચારિત્રસુંદર ગણિએ રચેલ આચારપદેશને ચેાથે વર્ગ સમાપ્ત થયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82