________________
આત્મનિષ્ઠ ધુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
અંબાલાલ તથા મુનીશ્રી લલ્લુજી” આમ કૃપાળુદેવે જ જેને “સ્વસ્વરૂપ” પામ્યાની છાપ આપેલી તેવા સ્તંભતીર્થવાસી શ્રી અંબાલાલભાઈ પરમકૃપાળુદેવના ‘ધ્રુવતારા’ સમાન ઉત્તમોઉત્તમ સેવક-આશ્રિત હતા અને કૃપાળુદેવથી ‘બોધબીજ’ પામેલ આત્માર્થી સતપુરુષ હતા !
પરમકૃપાળુદેવને સર્વસંગ પરિત્યાગ કરીને વીતરાગ મહાવીરનો મૂળમાર્ગ જે રીતે પ્રકાશનો હતો તેમાં અંબાલાલભાઈ અગ્રેસર હતા. પરમકૃપાળુદેવે કાવીઠામાં મહૂડીના કૂવે બપોરે ૨ વાગે પૂ. શ્રી અંબાલાલભાઈને લઈ જઈને ભલામણ કરેલી કે, ક્યારે વનવાસ લઈએ તે કહી શકાય નહીં માટે તારે ભેઠ બાંધીને તૈયાર રહેવું અને બધા મુમુક્ષુઓને કહેવું કે આનંદઘનજીની જેમ અવધૂતપણે આ પુરુષ ચાલી નીકળે ત્યારે બધાયે ઘર છોડી ચાલી નીકળવું.”
| વિ.સં. ૧૯૫૪માં ૫.પૂ. ભાઈશ્રી પોપટલાલ (વડવા આશ્રમના સ્થાપક) પૂ. અંબાલાલભાઈના સત્સંગાથે ખંભાત તેમના ઘરે પધારેલ હતા. તેઓ સાથે શ્રી ચિંતામણી પાર્થપ્રભુના દેરાસરમાં દર્શનાર્થે ગયેલા. ત્યાં ભોંયરામાં પ્રભુ સન્મુખ બેસીને પૂ. અંબાલાલભાઈ “હે પ્રભુ, હે પ્રભુ, શું કહું, દિનાનાથ દયાળ” એ વીસ દોહરા ખૂબ જ આર્તતાથી બોલતા હતા. પ્રભુની પ્રતિમાજીમાં સાક્ષાત્ પ્રભુનાં દર્શન કરતાં હોય તેવી જિનભક્તિમાં અતિશુધ્ધભાવે લીનતા થયેલી જોઈ, તેની પૂ. ભાઈશ્રીના દયમાં છાપ પડી કે તે વખતે ક્ષાયિક જેવી અંબાલાલભાઈની દશા હતી.” ધન્ય છે આવી જિન ભક્તિને, ધન્ય છે આવી દશાને ! ‘ભજીને ભગવંત ભવઅંત લો.’
“રઘુકુળ રીત સદા ચલી આયી, પ્રાણ જાયે અરુ વચન ન જાયે.” આ વચન પૂ. અંબાલાલભાઈએ જીવી બતાવ્યું હતું. વિ.સં. ૧૯૬૩માં સત્સંગમંડળમાં ખંભાત મુકામે એક દિવસ ફેણાવના શ્રી છોટાભાઈ આવેલા. તેઓએ સ્વાધ્યાય પછી પૂ. શ્રી અંબાલાલભાઈ પાસેથી વચન માંગી લીધું કે મને અવશ્ય સમાધિમરણ કરાવશો. મુમુક્ષુઓ પ્રત્યેના વાત્સલ્યભાવથી પ્રેરાઈને તેઓશ્રીએ છોટાભાઈને વચન આપ્યું. થોડા વખતમાં છોટાભાઈને પ્લેગનો રોગ લાગુ પડ્યો અને પૂ. અંબાલાલભાઈને જાણ થઈ એટલે દેહની પણ દરકાર કર્યા વગર તેમને સમાધિમરણ કરાવવા તુર્ત જ ફેણાવ પહોંચી ગયા. તેમજ પોતે રોગનો ભય રાખ્યા વગર તેમની ખૂબજ સેવા-ચાકરી કરી પરિણામે છોટાભાઈનું સમાધિમરણ થયું. કૃપાળુદેવ કહેતા કે “મુમુક્ષુએ મુમુક્ષુને અર્થે આ દેહ જતો કરવો પડે તો અડચણ ગણવી નહીં.” ખંભાત ઘરે આવ્યા પછી પૂ. અંબાલાલભાઈને પણ પ્લેગના રોગનો ચેપ લાગુ પડ્યો. ચાર-પાંચ દિવસ તીવ્ર અશાતા વેદનીય કર્મ રહ્યું પણ પોતે તેને અદ્ભુત સમતાથી અને અખંડ આત્મજાગૃતિથી સહન કર્યું.
તેઓશ્રીના હૃયમાં સતત પરમકૃપાળુદેવનું ધ્યાન હતું અને મુખમાં “મહાદિવ્યા કુક્ષિરત્નમ્” એ પદનું સતત સ્મરણ હતું. છેલ્લા શ્વાસે તેઓશ્રીએ “સહજાત્મ સ્વરૂપ”, “હે પ્રભુ” નામનું ઉચ્ચારણ કરતાં કરતાં રાત્રે ૯-૩૦ કલાકે વિ.સં. ૧૯૬૩ના ચૈત્ર વદ બારસે ખંભાત મુકામે માત્ર ૩૭ વર્ષની મધ્ય યુવા વયે સમાધિમરણ કર્યું. અંબાલાલભાઈનો એ અત્યંત પવિત્ર આત્મા સમાધિપણે રાજ પ્રભુની શરણમાં સમાઈ ગયો, અલ્પ આયુષ્યમાં પણ જ્ઞાનીના અનુગ્રહથી આત્મસિધ્ધિ પામી ગયો. નમન હો આસન્ન ભવ્ય એવા નિકટ મોક્ષગામી પવિત્ર, દિવ્ય આત્માને ! સમાધિમરણ સમયની તેઓશ્રીની સમતા
30