________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
કે વાણીયાની રીતે ? પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ કહ્યું કે ભરવાડણી અખંડ સૌભાગ્યવતી રહે છે – તેમ કરીશું. પછી “શ્રી પરમકૃત પ્રભાવક મંડળ” – એવું નામ આપ્યું. તેના સંબંધી ઘણું ખરું લખાણ શ્રી અંબાલાલભાઈને લખાવતા હતા. સંવત્સરીનો ઉપવાસ કરવાની સર્વે મુમુક્ષુને આજ્ઞા ફરમાવેલ હતી. પૂજય અંબાલાલભાઈને સ્વહસ્તે સં. ૧૯૫૬ની સાલના બે ચિત્રપટ શ્રી પ્રભુએ આપેલા જે હાલ ખંભાત સુબોધક પુસ્તકશાળામાં છે.
- વઢવાણમાં પૂ. અંબાલાલભાઈ એક વખત દાક્તર પાસે દવા લેવા ગયા હતા. એક દિવસ દાક્તરે કહ્યું કે – સાહેબજીને ઘર ભેગા કરો, તેમની દેહ રહેશે નહીં. એવું સાંભળી આવ્યા પછી અંબાલાલભાઈને તેની અસર થઈ મુખ પડી ગયું - રડવા લાગ્યા. તેથી વવાણિયેથી દેવામાતા અને રવજીભાઈ તથા મુંબઈથી રેવાશંકરભાઈ અને મનસુખભાઈ રવજીને તાર કરીને તેડાવ્યા – માતુશ્રી વિગેરે તુર્ત જ આવી ગયા. અંબાલાલભાઈને કૃપાળુદેવે પૂછ્યું કે – તને ડૉક્ટરે શું કહ્યું? શું વાતચીત થઈ ? જવાબમાં અંબાલાલભાઈએ જણાવ્યું કે દાક્તર ઠાકોરદાસ કહે છે કે – “ક્ષય છે.” ત્યારે કૃપાળુદેવે કહ્યું – “ના, તેમ નથી.” – “શરીર ક્ષીણ છે એમ કહ્યું છે.” બાદ ડૉક્ટરને બોલાવી પૂછતાં - શરીર ક્ષીણ છે એમ તેની પાસે ખાત્રી કરાવી, હા કહેવરાવી. (તેવા ભાવનું પોતે જ લખ્યું છે.) “કંઈ રોગ હોય એમ જણાતું નથી. બધા ડૉક્ટરોનો પણ એ જ અભિપ્રાય છે. નિર્બળતા ઘણી છે. તે ઘટે તેવા કારણોની જરૂર છે.” - વ. ૯૫૫
અંબાલાલભાઈને શ્રી પરમકૃપાળુદેવે કહ્યું - “આ સોનાનું પાંજરૂ છે તેમાં સિંહ છે, ને તેનું બારણું ઉઘડી ગયું છે. તે સિંહને નીકળી જતાં વાર નથી. આ તારે સમજવાનું છે.”
ઘણા દિવસથી કૃપાળુદેવ ખોરાક લેતા ન હતા. એક દિવસ એવો બનાવ બન્યો કે – પ્રભુશ્રીજી અને દેવકરણજીને એમ થયું કે હવે કૃપાળુદેવ ખોરાક લે તો ઠીક તેવા અભિપ્રાયનો કૃપાળુદેવને પત્ર લખ્યો. તે જ દિવસે શ્રી પરમકૃપાળુદેવે દ્રાક્ષ મંગાવીને ખોરાક લીધો અને પૂજય અંબાલાલભાઈને કહ્યું કે - “મુનિને પત્ર લખો, આજે અમોએ ખોરાક લીધો છે.”
સુરેન્દ્રનગરમાં એક પ્રસંગે પૂજ્ય અંબાલાલભાઈ તથા શ્રી ત્રિભોવનભાઈને શ્રીમુખે કહ્યું કે “વઢવાણ કેમ્પના શાસ્ત્રભંડારમાં હજારો વર્ષ પહેલાંનો એક તાડપત્રીનો ગ્રંથ છે, તેમાં અમુક પાને અમારે વિષે “યુગ પ્રધાન”નું નામ લખેલ છે, એમાં ભવિષ્યમાં થનાર - ૨00૪ “યુગપ્રધાન” પુરૂષની નામાવલી છે. તેમાં ૬૩મું નામ દર્શાવ્યું છે કે - “વિક્રમ સંવત ૧૯૨૪ના કારતક પૂર્ણિમાએ “શ્રીમદ્ રાજચંદ્ર” નામના યુગ પ્રધાન પુરૂષનો જન્મ થશે.” તેઓશ્રી કહેતા કે – “અમારે નવી મા નથી કરવી.” વળી એક વખત જણાવ્યું કે – “આ વચનો જગતનું કલ્યાણ કરશે, તમારૂં તો અવશ્ય કરશે. જે જીવો અમારી સમીપ આવેલા છે અને આવશે તેની અવશ્ય સિદ્ધિ થશે.”
પરમશ્રુત પ્રભાવક મંડળ, વઢવાણ સંવત-૧૯૫૬ ઉપદેશ નોંધ ૧૫ અને ૪૨માં શ્રી પરમકૃપાળુદેવને વઢવાણમાં પૂજય મનસુખભાઈ કીરતચંદભાઈએ પૂછ્યું છે. તેના
93