________________
આત્મનિષ્ઠ ધુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
ઉત્પન્ન થાય છે.” તેથી તેના મન વિશરામી શ્રી રાજના પરમાનંદસ્વરૂપમાં વૃત્તિનો પ્રવાહ નિરાબાધપણે વહ્યા કરે છે, અને ચોપાસના પ્રતિકૂળ નિમિત્તોમાં પણ અંતરંગમાં તો અકલેશ સમાધિ ભોગવી શકે છે. પ્રભુના ભક્તો મારા માથા ઉપર હો – હું તેની ચરણ રજ કે દાસાનુદાસ છું એવો દાસત્વભાવ એના વર્તનમાં દેખાતો. કોઈ એને પગે લાગે તો એ નમ્રતાની મૂર્તિ સામે હાથ જોડતા નમી પડતા અને કહેતા - ‘આ તમારું ઋણ હું ક્યારે ચૂકવીશ?' એ ભક્ત આટલું જ્ઞાન છતાં એક અંશ ગુરૂભાવ ન વેદતા. સમતા, ધીરજ, સહનતા આદિ ગુણ પ્રગટ્યા છતાં કાંઈ વિશેષ શક્તિ પ્રગટી એમ માનવા કદી તૈયાર ન હતા.
૮) આઠમી ભક્તિ - સંતોષ ને સ્વદોષ દર્શન :
પરમકૃપાળુદેવના બોધની અસરથી સૌપ્રથમ સંતોષરૂપ કલ્પવૃક્ષનો તેમણે આશ્રય કર્યો હતો. લક્ષ્મીને માટે મન ઝાંવા નાંખતું ન હતું. વડીલોપાર્જિત મૂડી - ખેતર – વાડી વિગેરે દાનમાં આપી દીધું. એટલે હિંસાના વ્યાપારથી નિવૃત્ત થયા. પોતાના ભાઈઓને પણ સંતોષ્યા અને તેમને પ્રેમના અમૃત પાયા - જીવનમાં કદી કડવાશ કરી નથી. તેમને સત્સંગમાં સાથ આપ્યો. પિતાજી મગનદાદા તથા ભાઈ નગીન અને મોહનભાઈને જ્ઞાનધનનો વારસો આપ્યો. (બધા કુટુંબીઓ અંબાલાલભાઈની પ્રેરણાથી કૃપાળુદેવના સત્સંગમાં આવ્યા ત્યારથી જ શ્રદ્ધાવાળા થયાં. તેમને સન્માર્ગે વાળવા કથા – વાર્તા પણ કરી છે.) એ રીતે પિતાનું ઋણ અદા કર્યું.
જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિષે સંતોષમાં રહેવું,” એ પ્રભુનો બોધ ઘટમાં ઉતર્યો હોવાથી સુખ-દુ:ખમાં, માન-અપમાન, લાભ-અલાભ સમ ગણી આત્મામાં વિષમ ભાવ ન થવા દેવાની સાધનાનો ઉપયોગ રાખતા. “દુઃખનું કારણ માત્ર વિષમાત્મા છે, તે જો સમ છે તો સર્વ સુખ જ છે.” પ્રભુ અર્પિત એ વૃત્તિને ધારણ કરી હતી. આશા, તૃષ્ણા, વાસનાનાં બીજને મૂળમાંથી દૂર કરવા કોશિશ કરતા હતા.
“શીલ રતન કો પારખો, મીઠા બોલે વેણ, સબ જગ સે ઊંચો રહે, નીચાં ઢાળે નેણ.”
“જીવનું મૂઢપણું ફરી ફરી, ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે વિચારવામાં જો સચેતપણું ન રાખવામાં આવ્યું તો આવો જોગ બન્યો તે પણ વૃથા છે.” - વ. ૪૭૯
“વાણીનું સંયમન શ્રેયરૂપ છે.” એ આજ્ઞા સમજી અંતર વિચારમાં રહી, સ્વદોષ દર્શન
કરતા.
૯) નવમી ભક્તિ - શરણાગતિ :
માયિક સુખની વાંછા છોડવા માટે શ્રી સદ્ગુરૂ પ્રત્યે તન, મન, ધન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી.” - વ. ૧૬૬ - તેમના પ્રત્યે જ કૃપાળુદેવે ઉપદેશ્ય છે કે - “વિદ્યમાન પુરુષની પ્રાપ્તિ અને તેના પ્રત્યે પરમ પ્રેમાર્પણ.” અનંતકાળે એ જ માર્ગ છે. - વ. ૨૫૪ - આ અમૂલ્ય વચનોને