________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
કૃપાળુનાથ આણંદ કોરેનટાઈનમાં રહ્યા છે એવું જાણી કૃપાળુનાથને ગઈકાલે આણંદ તાર કરેલો પણ કાંઈ જુવાબ નોતો.
CC
એ જ લિ. વનમાળી ૧૯૫૫ વૈશાખ સુદ ૧૪ મંગળ
૯) શ્રી અંબાલાલભાઈની સેવામાં વિનંતી
જે આપનો કૃપાપાત્ર બીલકુલ નથી. શ્રીમદ્ પરમગુરૂ દેવાધિદેવશ્રી ગયા શનિવારે રાત્રે લીંબડી પધારી બીજે દિવસ બપોર સુધી રહી સાડાત્રણ બજે ઈડર તરફ પધારવાને અમદાવાદ પધાર્યા છે. કૃપાળુદેવશ્રીએ જે ગ્રંથ તમોને સુધારવાને સારૂં મોકલ્યો છે તેની નકલ લેવાને મને આજ્ઞા કરી છે કે જે મોક્ષમાર્ગ પ્રકાશ ગ્રંથ અમદાવાદમાં પોપટલાલ ભાઈ પાસે હતો, તે જો આપ સુધારી રહ્યા હોય તો અત્રે મોકલવાની કૃપા કરશો.
લિ. સે. કે.ના નમસ્કાર
૧૦) સુજ્ઞ દેવગુરૂ ભક્તિકા૨ક ભાઈશ્રી અંબાલાલ વિગેરે વિગેરે. સંવત ૧૯૫૬ વૈશાખ સુદ ૨ ભોમવાર ધરમપુરથી
આપનું પત્તું આજે પહોંચ્યું છે. પૂજ્યશ્રીની પ્રકૃતિ અત્રે વિશેષ બગડી હતી. આપણા પૂર્વ પુન્યથી દર્શન થયાં છે. તેઓને હાલ જો કે તાવ નથી પણ ખોરાક ખવાતો નથી, અશક્તિ ઘણી જ છે, અત્રેથી પાંચમને શુક્રવારે પેસેન્જર અથવા મેલ ટ્રેઈનમાં નીકળી આપને ત્યાં આણંદ છઠ્ઠને શનિવારે આવવું થશે. આપ સમયસાર તથા કાર્તિકેયાનુપ્રેક્ષા આદિના પુસ્તકો સાથે રાખી આણંદ સ્ટેશન ઉપર વૈશાખ સુદ ૬ની શનિવારે સવારે હાજર રહેજો. પોતાનો વિચાર અમદાવાદ કીવા વિરમગામ છઠ્ઠના સાંજના સુધી રોકાવાનો છે. રાતના ચાલી વઢવાણ જવા વિચાર છે. ગરમી સહન થઈ શકે નહીં માટે આમ વ્યવસ્થા રાખી છે. આપ બને તો સાથે જવાની તૈયારી કરી આવજો. ત્યાં વિનંતી કરજો પછી થાય તે ખરૂં.
લિ. માણેકલાલ ઘેલાભાઈના સવિનયપૂર્વક નમસ્કાર સં. ૧૯૫૬ ૧૧) શ્રી મહેરબાન મુરબ્બી ભાઈશ્રી અંબાલાલભાઈ જોગ લી. ધર્મસ્નેહીભાઈ ખીમચંદ દેવચંદના પ્રણામ વાંચશોજી.
ગઈકાલે અત્રે ભાઈ દામજી કેશવજી પૂજ્ય સાહેબજીના ચરણ ઉપાસના કરવા પધારેલ તે આવ્યા. તેમણે પૂજ્યશ્રીની તબિયત વિષે સારી ખબર દીધી છે તે સાંભળી બહુ જ આનંદ થયો છે. હંમેશા પૂજ્ય સાહેબની સારી સ્થિતિના ખબર દેવા કૃપા કરશોજી.
બહુ પુન્યના પ્રભાવથી આપ સાહેબજીના ચરણરજની સેવા કરો છો તેથી તમને તથા તમારા સંજોગને ધન્યવાદ છે. મારી એવા પ્રસંગાદિમાં આપ ભાઈઓના દર્શનનો તથા પૂજ્ય સાહેબજીના દર્શનનો તથા પૂજ્ય સાહેબજીની નબળી સ્થિતિમાં કશો લાભ લઈ શકતો નથી. મન