________________
આત્મનિષ્ઠ ધુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
ઘણા મુદત થયા આકાંક્ષા રાખી આકર્ષણ કરે છે, પણ કેટલાક સંજોગની ખામીને લીધે મારાથી કશું બની શક્યું નથી. સંસારીક નિયમનો તથા બીજા સંજોગો કેટલાક તો વિઘ્ન કરતા સન્મુખ રહે છે કે જેનું કહેવું પણ શું ? તેમ વળી તે મુર્માની પણ ખામી છે, જેથી વિશેષ બળ સ્ફરતું નથી, જેના કારણથી ધારેલું કામ પાર પાડી શકાતું નથી તો પણ મનમાં એવા વિચાર ઉપર આવું છું કે મહાત્માઓની કીરપાથી સર્વ હિત જ થશે. પૂજ્ય સાહેબજીને શાતા પૂછી પુનઃ પુનઃ પ્રદક્ષિણા દઈ દંડવત્ પ્રણામ કરશોજી અને સેવકના અનેક દોષની નિવૃત્તિરૂપ આધાર સદા જયવંત વર્તો એમ ઈચ્છે છે. મારી સામાન્ય મતિથી જે કાલુ ઘેલુ લખ્યું તે યોગ્ય જાણી સ્વીકારશોજી. વિશેષ લખવું એ છે કે શ્રીજી સાહેબની પ્રતિમા સં. ૧૯૪૮ની સાલની તથા હાલની કાયોત્સર્ગ મુદ્રા તથા જિનમુદ્રા મોકલવાની કૃપા કરશો એટલે મહેરબાની. તે માટે જે ખર્ચ થાય તે લખી વાળશો એટલી મહેરબાની. વળતો પત્ર અમારે દવાખાને કરશોજી. સર્વે મુમુક્ષુને પ્રણામ કહેશોજી.
૧૨) પૂજ્ય અંબાલાલભાઈ – આપ મુરબ્બી સાયલે પધાર્યા અને વળતી વખતે લીંબડીયે પધાર્યાનું કર્યું નહીં તેથી પૂરો ખેદ થયો છે તો આપ કૃપાળુના દર્શનની તેટલી અંતરાય, તો હવે હાલમાં કૃપા કરી પત્ર દ્વારે દર્શનનો લાભ આપશો. આપશ્રી મુરબ્બી પૂજય શ્રી સૌભાગ્યચંદ્રભાઈ સમાધિવત થયા તેમના દર્શનનો લાભ લીધો તો આપ પુરણ ભાગ્યવાન અને મારા જેવા પાપીને નજીક છતાં દર્શનનો લાભ લેવાનો નહીં એ હવે પશ્ચાતાપ થાય છે. તેમના ગુણો સદ્દગુરૂ પ્રત્યે એક નિષ્ઠા, અને સહજાત્મ સ્વરૂપનું સ્મરણ, તેવી દશાની ખબર આપે જણાવી તો તેમને મારા વતી ત્રિકાળ નમસ્કાર હો ! નમસ્કાર હો !
૧૩) શ્રીમદ્ સદ્દગુરૂદેવને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર
પૂજય કૃપાળુભાઈશ્રી અંબાલાલભાઈની પવિત્ર સેવામાં. આપનું અહીં ઉતર્યા સિવાય ખંભાત જવું થયું તેથી ખેદ થયો. હજુ સત્સંગનો જોગ વધારે મળે એવો પુન્યોદય મારો નથી. કૃપાળુ શ્રી સોભાગચંદ્રભાઈનું જીવન વૃતાંત મુમુક્ષુને અવધારવા લાયક છે. એ મહાત્મા શ્રેય સાધક વર્ગના છત્રરૂપ હતા, તેમ સર્વે બંધુને તેમના વિયોગથી ખેદ થયેલ છે. એક કૃપાળુશ્રીને વારંવાર નમસ્કાર હો ! તેમનો અમર આત્મા શીવપુરીમાં શાંતિથી બિરાજો. આ સાથે કૃપાનાથનું પત્તું મારા પર આવેલ મોકલ્યું છે.
અલ્પજ્ઞ છોરૂ સુખલાલના સાષ્ટાંગ દંડવત્ પ્રણામ. ૧૪) પૂજ્ય અંબાલાલભાઈની સેવામાં
આપના પત્તા વિષે વિશેષ વિચાર થતાં કૃપાળુશ્રીનું શરીર અતિ ક્ષીણતાને પામ્યું જણાય છે અને તે મનને ભયંકર લાગે છે, માટે કૃપા કરી આપ તેઓશ્રીની પ્રકૃતિના ખબર તુરત આપજો. હરસની પીડા કેવી છે ? અનાજ કેટલું લેવાય છે ? શરીરનું વલણ સુધારા પર છે કે કેમ ? જરૂર આટલી કૃપા કરશો. પરમ વીતરાગી અવ્યક્ત શુદ્ધ ચૈતન્યને ભજતા તે પરમયોગી શ્રી સદ્દગુરૂના ચરણમાં આ બાળના નમસ્કાર પુનઃ પુનઃ પ્રાપ્ત થાય. સર્વ આધિ, વ્યાધિ ને ઉપાધિમાં દ્રષ્ટારૂપ તે
-