Book Title: Aatmnishtha Dhruv Taro Ambalalbhai
Author(s): Bhavprabhashreeji
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 104
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ. શ્રી અંબાલાલભાઈ | ખત્તા ખાય છે માટે હવે તો તે બંધુઓ ! આ ચૈતન્ય જે સત્તાએ સિદ્ધ સમાન છે તેને પોતાના ઘરમાં જ આનંદ મનાવવા પ્રયત્ની થવું એ જ આપણો સર્વ સમ્મત ધર્મ છે. લી. તથાસ્તુ સ. ૧૯૪૬ પો. શુ. પૂનમ ૨૨) પૂજ્ય અંબાલાલભાઈ પ્રત્યે : હું આટલા દિવસથી એમ જાણતો હતો કે જૈન રહસ્યના જાણનાર મારી નજરે આવતા નથી પણ આજે આપના પત્રથી ઘણો જ આનંદ પામ્યો છું. વસ્તુ છે એમ ખાત્રી થાય છે. હું બાળ અને મંદમતિ છું. પણ ઘણા દિવસથી ખોજ પૂરી થઈ એમ લાગે છે. તો હવે જણાવવાનું કે આજે અનંતાનુબંધીનું સ્વરૂપ જોતાં (વાંચતા) કાંઈક આગળ વિચાર પર આવવું થયું તો તે સ્વરૂપ આપ જે કંઈ જાણતા હો તે વિગતથી જણાવવા વિચાર કરશો. હું આટલા દિવસ ચોતરફ અગ્નિ સળગતો દેખતો હતો, પણ આપના બે કાગળથી ઘણો જ સંતોષવાન થયો છું માટે હાલ કાગળ લખવા કૃપા કરશો. લિ. મુમુક્ષુનો દાસ પોપટના નમસ્કાર રૂપક' - વિદેહક્ષેત્રના યાત્રીઓને પાસપોર્ટ પૂજ્ય બેનશ્રી જવલબેન તરફથી આપ સૌ પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુઓ પ્રત્યે કંઈક જણાવવા આજ્ઞા લઉં છું. - પૂજ્ય મુનિશ્રી ભદ્રમુનિ આ તીર્થક્ષેત્રે પધારતા ત્યારે અહીં વસતાં સૌને માટે એમ કહી શક્યા કે તેઓ સૌ આ સંસારમાંથી નીકળી જવા શ્રી વિદેહક્ષેત્રના પરમાત્માનું સાનિધ્ય મેળવવા યોગ્ય પાસપોર્ટ લેવાની ઇચ્છાવાળા છે, તો તે સંબંધી થોડી વિગત સમજી લેવી ઉચિત છે. અમો અહીં પડ્યા છીએ તે પાસપોર્ટની જિજ્ઞાસાથી એ તો પ્રભુ જાણે પણ આપ સહુ પાસપોર્ટના જિજ્ઞાસુઓનો આવડો મોટો સમુદાય જરૂર અમને જાગૃત કરશે, અને શ્રી પ્રભુને ભેટવા, શરણે રહેવા તિવ્રતા કરાવશે, એ રીતે અમો અત્રે પધારેલ સૌ જિજ્ઞાસુઓનો આભાર માનીએ છીએ. હવે આપણી યોગ્યતાનો વિચાર કરીએ. પાસપોર્ટમાં પ્રથમ નામ લખાવવું પડે છે અને પછી જે ઠેકાણે ઊતરીયે ત્યાં પૂછે કે તમારું નામ શું ? ત્યાં બીજુ નામ બોલે તો ખાત્રી થાય કે નામ બનાવટી છે. હવે ત્યાં જવા માટે જે નામની જરૂર છે, તેને અહીં પાકકુ કરવાનું છે કે જેથી પૂછે ત્યારે અનાદિભ્રમ ઊભો ન થાય. તે નામ શું? તે ભગવાને જ જણાવ્યું છે, તે નામનો ઉચ્ચાર હું કરાવું છું તે મુજબ પ્રયોગ આપણે કરીએ. આપ સહુ શાંતિ અને ધીમાશયી વાક્ય ઉચ્ચારવામાં સાથ આપશો. કૃપાળુ ભગવાન પોતાનું ઓળખાણ અને નિશ્ચય કરાવે છે. “હું અસંગ શુદ્ધ ચેતન્ય છું. વચનાતિત નિર્વિકલ્પ એકાંત શુદ્ધ અનુભવ સ્વરૂપ છું. હું પરમ શુદ્ધ, અખંડ ચિદ્ ધાતુ છું.” ૧03

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110