Book Title: Aatmnishtha Dhruv Taro Ambalalbhai
Author(s): Bhavprabhashreeji
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 108
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ. શ્રી અંબાલાલભાઈ અહો આપનો અપ્રમત્તભાવ ! અહો આપની પરમ જાગૃતિ ! અહો આપનો વીતરાગ સ્વભાવ ! 1 અહો આપનું નિરાવરણ જ્ઞાન ! અહો આપના યોગની શાંતિ ! અહો આપના વચનાદિ યોગનો ઉદય ! તેનું રહસ્ય અને તેની આશય ગંભીરતા ! 1 અહો ! અહો ! વારંવાર અહો !'' - શ્રી રા.વ. હાથ નોંધ ૨/૧૧ - પૂજ્ય શ્રી અમૃતભાઈ પરીખ અંતિમ સ્તુતિ - મંગલ શ્રી પરમકૃપાળુ, પરમજ્ઞાની, પરમ વીતરાગી, અધોગતિમાંથી બચાવનાર, સહજાત્મ સ્વરૂપ શ્રી રાજચંદ્ર પ્રભુના પરમ ઉપકારને વારંવાર નમસ્કાર હો ! નમસ્કાર હો ! હે પ્રભુ ! આ કાળે તારો યોગ ન મળ્યો હોત, વર્તમાનમાં આ દેહે કરી ઓથે પણ તમને ન ઓળખ્યા હોત તો આ પાપી આત્માની શી દશા થાત ? તારું નામ માત્ર સ્મરણ કરવાથી આ સંસારના ગમે તેવા ઉતાપ મૂંઝવણ કે પ્રતિકૂળતામાં શાંતિ આપે છે, જે ઘણા પ્રયત્ન પણ અંતર શાંતિ ન થાય તે તારા નામ સ્મરણમાં જયારે આટલું યોગબળ અને મહત્વ રહ્યું છે તો હે પ્રભુ ! જ્યારે તારા વચન પ્રત્યે, તારી આજ્ઞા પ્રત્યે વિશ્વાસ આવશે, તેના તો સુખની શી વાત ! હે પ્રભુ ! તારા સ્મરણ સિવાય જેટલું વિચારવામાં આવે છે, જેટલું ચિંતવન કરવામાં આવે છે, તેટલું અત્યંત દુઃખ આપનારું થાય છે. તારા સ્મરણ સિવાય જે સમય જાય છે તેમાં એકલો ભય, ખેદ, ચિંતા, ક્લેશ, સંકલ્પ વિકલ્પ, આકુળતા, વ્યાકુળતા, આદી દુ:ખો અનુભવ્યા કરું છું. તારા વચનામૃતનું સ્મરણ આવતાં પરમ શાંતિ અને પરમ ધીરજ આપે છે, આવું વખતોવખત અનુભવમાં આવે તો જ્યારે તારું રાત-દિવસ સ્મરણ રહે ત્યારે તો શાંતિ અને આનંદનો પાર જ ક્યાં ? હે પ્રભુ ! તારા સ્મરણ સિવાય એક અંશમાત્ર શાતાનું કારણ નથી. હું ગમે તેટલું પ્રભુ આપને વિસરી ગયો પણ તમો આ બાળની સંભાળ લેવામાં ચૂક્યા નહીં. હે પ્રભુ ! તારી પાસે એટલું જ માગું છું કે રાત-દિવસ મારા અંતઃકરણમાં તારું રટણ રહ્યા કરો. તા. ૧-૧૨-૧૯ ૐ શાંતિ 1 - પૂજ્ય બાપુજી શેઠ પ્રભુ રાજચંદ્ર નામાવળી મહિમા (રાગ - બહુ પૂન્ય કેરા પુંજથી) નિજ આત્મભાવ પ્રગટ થાવા, ગુરૂરાજની નામાવલી, શોભે મુમુક્ષુ કંઠમાં, પ્રભુ નામની માળા ભલી; પ્રભુ નામરૂપી નાવ, ભવજળ પાર જાવાને મળી, પ્રભુ નામરૂપી અમૃતે તૃષા મુમુક્ષુની ટળી ....૧ પ્રભુ સ્મરણ સૂર્ય પ્રકાશથી મિથ્યાત્વની રાત્રિ ટળી, ૧૦૭

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110