Book Title: Aatmnishtha Dhruv Taro Ambalalbhai
Author(s): Bhavprabhashreeji
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 107
________________ આત્મનિષ્ઠ ધુવ તારો પૂ. શ્રી અંબાલાલભાઈ અને તે દશાની નિઃશંકતાનું યથાર્થ દર્શન કરાવ્યું છે કે જેથી તેનું મનન થતાં આત્મત્વની દઢતા તદાશ્રિત જીવને થાય. તે સાચા જીવનદાતા કૃપાળુદેવના વચનો આ પ્રમાણે છે. સૌ સાથે બોલો. - “જીવના અસ્તિત્વપણાનો તો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવના નિત્યપણાનો ત્રિકાળ હોવાપણાનો તો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવના ચૈતન્યપણાનો ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય.” આ પ્રમાણે નામનો પાસપોર્ટ મનમાં ધારી લઈએ. એ નામ સહિત પાસપોર્ટ સોંપીએ, સોંપ્યા બાદ ખાત્રી કરવા નામ પૂછે, તમારું નામ શું ? ત્યારે જો દઢ થયું ના હોય તો પ્રબળ દેહાધ્યાસથી બોલાઈ જવાય - મારું નામ મગનભાઈ, ફરી પૂછે તમે કેમ આવ્યા ? અને ક્યાંથી આવ્યા ? મગનભાઈ કહે ભાઈ સાબ, પરાણે આવ્યો છું, હજી છોકરાના છોકરાને પરણાવવાના છે અને બીજું કેટલુંયે કામ છે. કેવી અવિવેકતા અને મૂઢતા ! આને ભગવાનનો સંગ ગમતો નથી, ભલે ત્યારે, તને પાછો મોકલીયે, એમ પાસપોર્ટ લેનારાને કહ્યું ત્યારે મગનભાઈ – હા ભાઈ સાબ એમ કરો ! આવા જવાબનું પરીણામ શું તે આપણે જ વિચારી શકીયે છીએ. આને બદલે આપણે કહીયે - સ્પષ્ટ જવાબ દઈયે કે ‘હેરાન હેરાન થઈ ગયો છું.” કોઈએ બાપ કહ્યો, કોઈએ કાકા કહ્યો, કોઈએ મામો કહ્યો, વળી કોઈએ મહાત્મા, પંડિત અને ડાહ્યો કહ્યો તેમાં ગૂંચાઈ ગયો તેથી દુઃખી દુઃખી થઈ ગયો.” કોઈ હરિના જનનો ભેટો થયો તેણે મને સાનમાં સમજાવ્યું - આ દેહ અને બધું અહીં પડ્યું રહેશે. તું જીવ છો. જા ભગવાનના ચરણમાં સંતને શરણ જા ! ત્યાં તને શાંતિ મળશે. સ્થિરતા અને શાશ્વતતા જડશે અને ખરા સુખનો, સ્વરૂપાનંદનો અનુભવ થશે. અરે ! તું જ પરમાત્મા છે. તેનું ભાન એ પરમકૃપાળુ ભગવાન કરાવશે. પણ આ નામ ભૂલીશ નહીં. – ‘શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું.” મારે પરમકૃપાળુ ભગવાનનું દાસત્વ કરવું છે, એટલા માટે જ આવ્યો છું. “હરિનો અંશ છું, તેનું પરમ દાસત્વ કરવાને યોગ્ય છું.” | હે કરૂણાસિંધુ ભગવાન ! મને આપના ચરણનું પરમ દાસત્વ આપો ‘બોલ મા, બોલ મા, બોલ મા રે, ગુરૂરાજ વિના બીજું બોલ મા. શીવમ્ - પૂજ્ય શ્રી અમૃતભાઈ પરીખ શ્રી પરમકૃપાળુ શ્રીએ સંભારેલ જ્ઞાનીના સર્વોચ્ચ અપૂર્વ અદ્ભુત મુખ્ય ગુણનો સ્વાત્મદશાદર્શક - તે જ અપૂર્વ વાણીનો આધાર લઈ આપણે શ્રીમાન્ પરમકૃપાળુદેવની એવા અહોભાવપૂર્વક ગુણ સ્તવના રાખી આપણી મોહનિદ્રિત ચેતનાને જાગૃત કરીએ. અખંડ સમાધિ સ્થિત, સ્વરૂપ સ્થિત, સહજાત્મ સ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વામી - શ્રી પરમકૃપાળુ ભગવંત, શ્રીમાન્ રાજચંદ્ર દેવ ! “અહો આપનું સામર્થ્ય ! અહો આપની અંતર ગવેષણા ! અહો આપનું ધ્યાન ! અહો આપની સમાધિ ! અહો આપનો સંયમ ! ૧09

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110