Page #1
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
પ્રકાશક શ્રી સુબોધક પુસ્તકાલય ખંભાત
Page #2
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
છે.
પૂ. શ્રી અંબાલાલભા
પૂ. શ્રી અંબાલાલભાઈ
આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ.શ્રી અંબાલાલભાઈ સમાધિ-શતાબ્દી ગ્રંથ
લેખન અને સંપાદન : પ.પૂ. ભાવપ્રભાશ્રીજી મ.સાહેબ
પ્રકાશક : શ્રી સુબોધક પુસ્તકશાળા લોકાપરી, ખંભાત.
૧
3
Page #3
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
૨
પ્રકાશક અને પ્રાપ્તિ સ્થાન : શ્રી સુબોધક પુસ્તકશાળા લોંકાપરી
ખંભાત - ૩૮૮૬૨૦.
પ્રકાશન :
પ્રથમ આવૃત્તિ
પ્રત : ૭૫૦
કિંમત : રૂા. ૫૦/
પ્રકાશન વર્ષ :
સંવત ૨૦૬૩ પૂ.શ્રી અંબાલાલભાઈ સમાધિ શતાબ્દી વર્ષ
મુદ્રક : અમૃત પ્રિન્ટર્સ
અમદાવાદ.
ફોન : ૨૨૧૬૯૮૫૨
પૂ.શ્રી અંબાલાલભાઈ
જ્ઞાનની આશાતના ન થાય તે
માટે પુસ્તકને જયણાથી વાપરવું જેથી જ્ઞાનાવરણીય કર્મ ન બંધાય.
Page #4
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
(0
પશ્રી અંબાલાલભાઈ
પૂ.શ્રી અંબાલાલભાઈ
શ્રીમદ્ રાજચંદ્ર વર્ષ ૨૪મું
વિ.સં. ૧૯૪૭ યુગપ્રધાન શ્રી રાજચંદ્રપ્રભુ, મોક્ષાર્થી શિરતાજ રે; શાસન વીરતણું શોભાવી, સાયં ભવિજન કાજ રે.
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
11 30 44: 11 પ્રકાશકીય નિવેદન
પૂ.શ્રી અંબાલાલભાઈ
અમો આ સુબોધક પુસ્તકાલયના ટ્રસ્ટી મંડળને તેમજ પૂજ્ય શ્રી અંબાલાલભાઈના કુટુંબી વર્ગને પૂ.શ્રી અંબાલાલભાઈના દેહવિલયની પુણ્યતિથિને સો વર્ષ થયાં હોવાથી ઉપકાર સ્મૃતિરૂપે એ મહાભાગ્યગણના નાયક સમા પૂજ્ય પુરૂષની પુણ્યતિથિ નિમિત્તે સમાધિ શતાબ્ધિ ઊજવવાની ભાવના ઉત્પન્ન થઈ અને તેમાં શ્રી ખંભાતના મુમુક્ષુ ભાઈ-બહેનોનો સારો સહકાર મળ્યો તેથી આ પુણ્ય પ્રસંગ ઊજવવા અમો ભાગ્યશાળી બન્યા છીએ. આ શુભ પ્રસંગે તેઓશ્રીના ગુણાનુવાદ ગાતી પુસ્તિકા ગ્રંથરૂપે તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું. “આત્મનિષ્ઠ ધ્રુવ તારો” એ નામ સાર્થક જણાતાં આ પુસ્તિકા પૂજ્ય શ્રી અંબાલાલભાઈના ચરણમાં ભક્તિ-ભેટણારૂપે અર્પી તેઓશ્રીના ચરણકમળમાં વિનયભાવે નમસ્કાર કરીએ છીએ.
અસીમ ઉપકારી પૂજ્ય શ્રી અંબાલાલભાઈની મુમુક્ષુતા, પ્રગટ પરમાત્માને પૂર્ણરૂપે ઓળખી લેવાની પૂર્વ સંસ્કારિતા, વિશાળપ્રજ્ઞા, વૈરાગ્યપૂર્વક આજ્ઞાધિનતા, શ્રી વીતરાગ પુરૂષ પ્રત્યેનો શુદ્ધ ભક્તિપૂર્વકનો પરમ સ્નેહ, ભવભીરૂપણું, અલ્પ સંસારીપણું, ઊંચી શ્રેણીમાં લક્ષ, શ્રી પરમકૃપાળુદેવને માર્ગ પ્રભાવનામાં ગણનાયક સરીખા અનુસરનારા, સત્સંગમાં એક નિષ્ઠા, દરેક કાર્યમાં નિયમિતતા, પ્રમાદ રહિતપણું, સર્વે મુમુક્ષુ પ્રતિ વાત્સલ્યપૂર્ણ આદરભાવ, તત્વજ્ઞાનની વિશાળતા, આત્મ ઉપયોગની જાગૃતતા, શ્રી સદ્ગુરૂચરણ સેવામાં તન્મયતા, પોતાના ઈષ્ટદેવ પ્રત્યે અભિન્ન ભાવે પ્રેમાર્પણ વગેરે અદ્ભુત ગુણના ધારક હતા.
ઘણી બધી બાહ્યશક્તિ ખીલેલી હતી, જેમ કે સ્મરણ શક્તિ, કવિત્વ શક્તિ, અલંકાર વિદ્યાથી પ્રબંધ રચનાશક્તિ, સંસ્કૃત, પ્રાકૃત, ઈંગ્લીશ, હિન્દી, મરાઠી આદિ ભાષાજ્ઞાન, લેખનશક્તિ, વાણીનું ચિત્તાકર્ષણપણું, બીજાને દોરવાની પ્રેરકશક્તિ, સમજાવવાની કળા, તીવ્રવેદનામાં સહનશીલતા અદ્ભુત પ્રકારે હતી. સંસારના પ્રતિકૂળ સંજોગોમાં સમતા, ધીરજ, હૃદયની વિશાળતા, પરોપકારબુદ્ધિ “પરોપકારાય સતાં વિભૂતયઃ” એ પંક્તિ તેમને હસ્તગત હતી. પરગુણ ગ્રહણતા, નિજદોષ નિરીક્ષણમાં જાગૃતતા, લઘુતા, મતમતાંતર સહિષ્ણુતા આદિ ઉત્તમોત્તમ ગુણોને શું વર્ણવી શકીએ. એમણે અલ્પ સમયમાં જે મહાન કાર્ય કર્યું છે એવા પ્રભાવશાળી, શ્રી રાજકૃપાની પ્રસાદી જેને મળી છે તેજ કરી શકે. અમારા જેવા અલ્પજ્ઞાનીની કલ્પનામાં પણ ન આવી શકે. અધિક શું લખીએ ? આ પુસ્તિકામાં પૂજ્ય શ્રી અંબાલાલભાઈને સંવત ૧૯૪૬થી પરમ પ્રભુનો સત્સંગ થયો અને સંવત ૧૯૫૭ સુધી બાર વર્ષ સુધી સત્ લાભ, સદ્ગુરૂસેવા, બોધ શ્રવણ વિ. પ્રસંગોનું જે વર્ણન છે તેનું આછું રેખાંકન આ પુસ્તકમાં કર્યું છે. તેમાં દસ સ્થળે પોતે રસોઈઆ બન્યા હતા તે સ્થળો રાળજ - વડવા - કાવિઠા - આણંદ - વસો - નડીયાદ - ઉંદેલ - હડમતીયા - ઉત્તરસંડા - ખેડાની વિગત, વળી સત્સંગ પ્રસંગની સાથે શ્રી પરમકૃપાળુદેવે તેમના પ્રત્યે પાઠવેલા બોધક પત્રો, મોક્ષમાર્ગની દોરવણી સાથે આજ્ઞારૂપ હિતવચનો તેની અંદર ક્રમસર આવરી લીધેલ છે. આ પુસ્તિકા વાંચી -
-
૫
Page #7
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
વિચારી એવા ગુણો અને પ્રભુબોધને અનુસરવાની શક્તિ - ભક્તિ અને આકાંક્ષા આપણને રહો, એ જ પ્રભુના યોગબળ પાસે પ્રાર્થના.
- પૂજ્ય શ્રી અંબાલાલભાઈના પ્રેમલક્ષણારૂપ ભક્તિના પ્રસંગો, જીવનચર્યાનું ચિંતન એ ભક્તિ માર્ગના પ્રવાસીને એક દીવાદાંડીરૂપ બની શકે, એ ભાવનાથી આ સંકલન થયું છે, જે સ્વપરા હિતકારી થાઓ, એ જ પરમકૃપાળુની કૃપાદ્રષ્ટિ કે આશિષ માંગીએ છીએ.
પૂ. શ્રી અંબાલાલભાઈને પરમકૃપાળુદેવમાં પરમાત્મપણાના દર્શન થયાં અને પત્રવ્યવહાર શરૂ કર્યો ત્યારે તેઓશ્રી પોતાની સત્સંગ વિરહવ્યાકુળતા અને તૃષા-યાચના જ તેમાં દર્શાવતા. એમાં પોતાના સ્કૂલનો, પોતાની આધ્યાત્મિક પ્રગતિની મંદતા, અનુગ્રહ યાચના, સ્વદોષ કથન વગેરે એટલા નિખાલસતાથી જણાવતા કે પરમકૃપાળુદેવની કરુણા તેમના પ્રતિ ઊભરાયા વિના રહે જ નહીં. પત્રોના ઉત્તર મળતાં તેમના પ્રત્યે કેવો નિર્મળ કરુણાસભર પ્રેમ વ્યક્ત થતો તે આ સંસ્થા દ્વારા અગાઉ પ્રકાશન કરવામાં આવેલ ‘સત્સંગ સંજીવની' પુસ્તકમાંથી વાંચવા મળશે.
- તેઓશ્રીના ભક્ત જીવનમાંથી ઘણું સમજવાનું અને આલેખવાનું બાકી રહી જાય છે. યોગ્યતા એવી નહીં હોવાથી બુદ્ધિગમ્ય થયું તેટલું પરિચય પ્રસંગોનાં આધારે સ્થૂળરૂપે ગુણ સ્મૃતિ કરી છે.
અમારી મતિની મંદતાથી ઘણી ક્ષતિ આવવા યોગ્ય છે, જેથી વાચક વર્ગ ક્ષમા કરે એવી વિનંતી છે.
આ નાનકડી છતાં પ્રેરણારૂપ પુસ્તિકાનું શુભનામ પૂજ્ય શ્રી મહારાજ સાહેબે ‘આત્મનિષ્ઠ ધ્રુવ તારો” આપેલ છે તે ખૂબ જ યથાર્થ છે. પૂજય શ્રી અંબાલાલભાઈએ એકનિષ્ઠ ધ્રુવ તારાની માફક પ્રેરણારૂપ બની જિજ્ઞાસુ મુમુક્ષુ જીવોને આત્માની શુદ્ધિ અર્થે યોગ્ય માર્ગદર્શન આપેલ છે. ભગવાન પરમકૃપાળુદેવશ્રીની પરમકૃપાથી જેઓને સમ્યક્દર્શનની પ્રાપ્તિ થયેલ, તે પવિત્ર આત્માને - મોક્ષગામી આત્માને નમસ્કાર હો ! નમસ્કાર હો !
આવા પવિત્ર આત્માના જીવન-કવન સંબંધી અગાઉ “શ્રી રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ?” નામનો શુભ ગ્રંથ આ સંસ્થા દ્વારા પ્રકાશિત થયેલ છે, તેમાં ઘણી વિગતો પ્રેરણા લેવા લાયક પૂ. શ્રી અંબાલાલભાઈનાં જીવન સંબંધી આલેખવામાં આવી ગયેલ છે, જેને શ્રી મુમુક્ષુઓ તરફથી સારો આવકાર મળ્યો છે. હવે તે સિવાય બાકીના નવા પ્રસંગો પૂજય શ્રી અંબાલાલભાઈના જીવનના આ પુસ્તિકામાં સમાવેશ કરેલ છે, જે મુમુક્ષુઓને માર્ગદર્શક પ્રેરણારૂપ થાઓ તેવી શુભાભિલાષા સાથે પ્રભુ પ્રાર્થના.
આ તમામ સાહિત્યનું સંકલન-સંશોધન કરવામાં પૂ. શ્રી ભાવપ્રભાશ્રીજી મહારાજ સાહેબનો અત્યંત શ્રમ સમાયેલો છે. નાદુરસ્ત તબિયત હોવા છતાં માનસિક શારીરિક પરિશ્રમ લઈ મુમુક્ષુઓનાં આત્મકલ્યાણને અર્થે અને પૂ. શ્રી અંબાલાલભાઈના જે પારમાર્થિક ઉપકારો છે તેને સંભારી જે જે પ્રસંગો તે તે વખતે અસ્તિત્વમાં આવેલ છે તે પ્રસંગો જીવના આત્મોપકાર અર્થે આ પુસ્તિકામાં પૂ. શ્રી એ આવરી લીધેલ છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
પૂ. શ્રી ભાવપ્રભાશ્રીજી મહારાજ સાહેબ શ્રી વચનામૃતજીના ખૂબ જ અભ્યાસી છે. પરમકૃપાળુદેવશ્રી પ્રત્યે, વીતરાગ માર્ગ પ્રત્યે અત્યંત શ્રધ્ધા ભક્તિ ધરાવે છે અને શ્રી વચનામૃતજીમાંથી ભગવાનના ગંભીર આશયો સમજાવે છે તેથી ૫.કુ. પ્રત્યે તથા વીતરાગ ભગવંત પ્રત્યે શ્રધ્ધા ભક્તિ દઢ થાય છે. મુમુક્ષુઓને પરમકૃપાળુદેવશ્રી પ્રત્યે તથા વીતરાગ માર્ગ પ્રત્યે શ્રધ્ધા વધારવામાં અમોને સાચા સહાયકરૂપ છે. અત્યારે તેઓશ્રીની શ્રી સુબોધક પુસ્તકાલયમાં સ્થિરતા છે, સાથે પૂ. શ્રી ચંદ્રપ્રભાશ્રીજી મહારાજ સાહેબ, તથા પૂ. શ્રી રાજપ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબ બિરાજમાન છે. તેઓશ્રી મુમુક્ષુઓને ભગવાન પ્રત્યે શ્રધ્ધા ભક્તિભાવ વધારવામાં સહાયક થયાં છે.
અમારા સમાજના ભાઈ-બહેનો તેઓશ્રીના ઉપકારી ગુણોને યાદ કરી તેઓશ્રીને નમસ્કાર પાઠવે છે.
ખંભાત સુબોધક પુસ્તકાલય – જ્ઞાન ભંડાર ૧) શ્રી ખંભાત તીર્થક્ષેત્ર સ્થિત સુબોધક પુસ્તકાલયના જ્ઞાન ભંડારમાં શ્રી પરમકૃપાળુદેવના સ્વહસ્તે
લિખિત વચનામૃતોની ફોટોકોપીના બાવીસ આલ્બમ છે. ૨) પૂ. અંબાલાલભાઈએ ઉતારેલ હસ્તાક્ષરની આત્મસિધ્ધિજી શાસ્ત્રની બુક ગુજરાતી તથા બાળબોધ
લીપીમાં ૧૧૦ વર્ષ જૂની છે, તથા પૂ. અંબાલાલભાઈના હાથના ઉતારાની શ્રી વચનામૃતજીની છ (૬) નોટબુકો લેમિનેશન કરાવેલ હાલ વિદ્યમાન છે જે જોતાં આશ્ચર્ય ઉપજે તેમ છે. તે સિવાય પરમકૃપાળુદેવે સ્વહસ્તે આપેલ સંવત ૧૯૫૬ની સાલના મૂળ ચિત્રપટો (૧) કાઉસગ્ગ મુદ્રા અને (૨) પદ્માસન મુદ્રા સુરક્ષિત છે. જે (૧૦૫) એકસો પાંચ વર્ષે પણ આજે દર્શનાર્થે
વ્યવસ્થિત સચવાયેલ છે. ૩) શ્રી પરમકૃપાળુદેવે ખંભાત સુબોધક પુસ્તકાલયને શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્ર ભેટ આપેલ છે. ૪) પૂ. અંબાલાલભાઈને આજ્ઞા કરેલ શ્રી સમયસાર ગ્રંથ તથા શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા વિગેરે શાસ્ત્રની
પ્રતો તથા બીજા દીગમ્બર તેમજ શ્વેતાંબર શાસ્ત્રો વસાવ્યાં છે. તેમજ નીતિ, વૈરાગ્ય અને કથાઓના જૈન જૈનેતર પુસ્તકો હજારેકની સંખ્યામાં છે. યોગવાસિષ્ઠ, વિદુરનીતિ, મણિરત્ન માળા, કસ્તુરી પ્રકરણ, પ્રકરણ રત્નાકર, આદિ કેટલાંક પુસ્તકો મુમુક્ષુઓએ શ્રી શાળાને ભેટ આપેલ છે. શ્રી ભગવતી સૂત્ર, શ્રી આચારાંગાદિ આગમો પ્રતાકાર છે, તેની પોથીઓ બાંધેલા છે. શ્રી રણછોડભાઈ મોદીએ તથા શ્રી પદમશીભાઈએ નીચેના પુસ્તકો ખરીદી આપ્યાં હતાં તેના નામ અત્રે દર્શાવેલ છે. ૧) શ્રી પ્રકરણ રત્નાકર ભાગ-૪ ૨) શ્રીપાળ રાસ ૩) શ્રી યોગશાસ્ત્ર ૪) શ્રી અધ્યાત્મસાર
૫) શ્રી કર્મગ્રંથ ૬) શ્રી તત્ત્વાર્થ સૂત્ર ૭) શ્રી વીસ સ્થાનકનો રાસ ( ૮) શ્રી પુનર્જન્મ ૯) શ્રી દ્વાદશાનુપ્રેક્ષા ૧૦) શ્રી ધર્મ સર્વસ્વ અધિકાર ૧૧) શ્રી આચાર્ય હરિભદ્રાષ્ટક
તેમાંના કેટલાંક પુસ્તકો અમદાવાદ ભીમસિંહ માણેકને ત્યાંથી ખરીદેલા. જૈનેતર પુસ્તકો
Page #9
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાંથી લાવેલા અને પૂ. શ્રી અંબાલાલભાઈ ભાવનગરથી આત્માનંદ સભાના મેમ્બર બનેલા એટલે શ્રી ત્રિષષ્ઠી શલાકાપુરૂષ ચરિત્ર, જૈન કથા રત્નકોષ, ભાવનગર સભાએ મોકલાવેલ છે. જ્ઞાન પિપાસુઓને વીતરાગના શ્રુતજ્ઞાનનો લાભ લેવા, શ્રવણ મનન કરવા, એ સુબોધને અનુસરવા, ઉમંગી થવા આ સુબોધક પુસ્તકાલયની શ્રુતજ્ઞાનની પરબ શ્રી પરમકૃપાળુદેવે માંડી છે. તે સત્કૃતના પરિચયથી, અભ્યાસથી, સંસારતાપથી બચી જીવ શીતળ થાય એવા હેતુએ આ શાળાનો જ્ઞાનભંડાર એકત્રિત થયેલ છે. જેમાં પ્રભુની કૃપા અને પ્રેરણા
આશિર્વાદરૂપ છે. ૫) વિશેષમાં શ્રી પરમકૃપાળુદેવના ઓરીજીનલ પગલાં જે પૂ. શ્રી રણછોડભાઈને ઘરે દીધેલાં તે
પગલાંની ચાંદીમાં બનાવેલ પ્રતિકૃતિ અત્રે દર્શનાર્થે રાખવામાં આવેલ છે. ૬) સંવત ૧૯૬૧ના શ્રી પરમશ્રત પ્રભાવક મંડળ તરફથી પ્રથમ પ્રગટ થયેલ શ્રી વચનામૃતજી ગ્રંથ
ચાંદીના પૂંઠા સહિત સુશોભિત છે. ૭) પૂજ્ય શ્રી અંબાલાલભાઈની ભક્તિથી મેળવેલા પરમકૃપાળુદેવના થોડાંક મૂળ ઓરીજીનલ
પોસ્ટકાર્ડ તે સમયના સંભાળપૂર્વક સન્માનથી સાચવી રાખેલા છે. ૮) શ્રી પરમકૃપાળુદેવ પૂ. શ્રી છોટાભાઈને ત્યાં (હાલમાં જે ‘રાજછાયા'ના નામે ઓળખાય છે)
પધારેલા, અહીં ૧૮ દિવસ સ્થિરતા કરી હતી તે વખતે ઉપયોગમાં લીધેલ સ્મૃતિ ચિન્હરૂપ પલંગ શાળામાં મૂકેલ છે. આ શાળાની મૌલિકતા એ છે કે જેના દર્શનથી શ્રી પરમકૃપાળુ સગુરૂદેવની જીવંત છાયાનો અને પરમાણુના સ્પર્શનો અનુભવ થાય છે.
પરમકૃપાળુદેવમાં નિષ્ઠા ધરાવનાર અને શ્રોતાગણને પ.કૃ. દેવમાં શ્રધ્ધા-ભક્તિની દઢતા કરાવનાર આજીવન બ્રહ્મચર્યવ્રતધારીપણે પવિત્ર જીવન ગાળનાર પૂ. શ્રી પ્રકાશભાઈ ડી. શાહે પોતાની આત્મહિત સાધનામાંથી અવકાશ મેળવી તેમજ સ્વપર હિતકારી સત્સંગ-સ્વાધ્યાય આદિ ધર્મકાર્યોમાં સહભાગી બની ઉત્સાહ આપનાર પૂ. શ્રી પ્રકાશભાઈએ પોતાનો અમૂલ્ય સમય ફાળવી આ લઘુ પુસ્તિકામાં ટૂંકી પણ શ્રદ્ધાપૂરક પ્રસ્તાવના અમારી વિનંતીથી લખી આપી અમોને જે સહકાર આપ્યો છે અને જે ઉપકૃતિ સ્વભાવનું દર્શન કરાવ્યું છે તે માટે અમો ટ્રસ્ટીગણ તેઓશ્રીના ઋણી છીએ અને તેઓશ્રીનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.
આ ગ્રંથનું પ્રિન્ટીંગ કામ કરનાર અમૃત પ્રિન્ટર્સનો પણ અમો આભાર માનીએ છીએ. બાકી જે કોઈ મુમુક્ષુ ભાઈ-બહેનોએ આ પુસ્તક તૈયાર કરવામાં જે કાંઈ સાથ-સહકાર આપ્યો છે તે બદલ તે સહુનો પણ આભાર માની વિરમીએ છીએ.
શ્રી સુબોધક પુસ્તકશાળા ટ્રસ્ટ મંડળ અમૃતલાલ જે. શાહ પ્રમુખ હરિભાઈ પી. ભાવસાર સેક્રેટરી ચંદ્રકાન્ત એસ. ઝવેરી ઉપપ્રમુખ મહેશભાઈ એમ. ભાવસાર સહસેક્રેટરીના નવિનચંદ્ર બી. શાહ નાણામંત્રી
જય સદ્ગુરૂવંદન
Page #10
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પ્રસ્તાવના
“મહાદિવ્યા કુક્ષિરત્નમ્ શજિતવરાત્મજમ્ શ્રી રાજચંદ્ર મહં વંદે તત્વલોચનદાયકમ્ ॥'
પૂ.શ્રી અંબાલાલભાઈ
પૂ. શ્રી અંબાલાલભાઈ રચિત
જે ‘જ્ઞાનાવતાર’ પુરુષનું દર્શન ચતુર્થકાળમાં પણ દુર્લભ હતું, તેવા પરમ પુરુષનું પંચમકાળમાં જન્મવું તે એક આશ્ચર્યકારક ઘટના છે ! વિકરાળ દુઃષમકાળમાં તીર્થંકર પરમાત્માના સન્માર્ગનો પુનરોધ્ધાર કરવા અને આપણા જેવા જિજ્ઞાસુ જીવોના શ્રેયાર્થે જ યુગ-યુગના યોગી પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનું અત્રે આ કાળમાં અવતરવું થયું હોય, એમ ભાસે છે. આવા અવતારી પુરુષના આશ્રયે સેવા-ભક્તિ-પ્રેમાર્પણ દ્વારા આત્મકલ્યાણ સાધનારા ઉત્તમ આત્માર્થી પુરુષ છે ખંભાતવાસી પૂ. શ્રી અંબાલાલભાઈ.
વર્તમાનમાં પરમકૃપાળુદેવ પ્રણીત ‘શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત' ગ્રંથની અમૃત પ્રસાદી જે આપણને સંપ્રાપ્ત થઈ છે, તેનું મહત્ શ્રેય આપણા ઉપકારી (ચરિત્રનાયક) પૂ. શ્રી અંબાલાલભાઈના ફાળે જાય છે, જે સર્વવિદિત છે.
આ અવની પરનું અમૃત એવી અલૌકિક “આત્મસિધ્ધિ’ના અવતરણના નડિયાદ મુકામે એકમાત્ર ‘મૂક સાક્ષી' રાજસેવક પૂ. શ્રી અંબાલાલભાઈ હતા. ધન્ય ભાગ્ય છે એવા વીર મૂક સેવકને ! એકનિષ્ઠપણે સતત દોઢ કલાક સુધી ખડેપગે હાથમાં ફાનસ પકડીને, કૃપાળુદેવના પરમ પવિત્ર મુખારવિંદને પૂજ્યભાવે-વિનયભાવે નિરખતાં વૈરાગ્ય ચિત્ત અંબાલાલભાઈની “આત્મસિધ્ધિ’ જેવી અમરકૃતિને અવતરતી જોવાની સુભાગ્યશાળી ‘આત્મચેષ્ટા’ને અનંતવાર વંદન હો !
પૂ. શ્રી અંબાલાલભાઈ જેવા વિનયી-વિવેકી-વૈરાગ્યવાન-સમર્પિત સેવક જોવા-જાણવામળવા અતિ દુર્લભ છે. તેમણે જે પ્રકારે પરમકૃપાળુદેવની તન-મન-ધન અને આત્મનિષ્ઠાથી સેવા કરી છે, તેવી નિઃસ્પૃહ, નિષ્કામ, નિષ્કપટ સેવા-ભક્તિ-સાધના વિરલ છે. કૃપાળુદેવની દિવસ-રાત ખડેપગે આવી સેવાનો લાભ લેનાર સદ્ભાગી શ્રી અંબાલાલભાઈને કોટિ-કોટિ પ્રણામ !
કે
શ્રી સદ્ગુરૂ પ્રત્યેનો સેવાભાવ તથા આજ્ઞાધીનવૃત્તિ તેમનામાં અજોડ હતાં. તેઓ દરેક કાર્યમાં પ્રભુની અનુમતિ માંગતા અને આજ્ઞા અનુસાર વર્તતા. એક વખત અંબાલાલભાઈને કૃપાળુદેવે પૂછ્યું કે “આ તળાવમાં પાણી કેટલું ઊંડુ છે ?” એમ પૂછ્યું કે તરત જ અંબાલાલભાઈએ એકદમ કૂદીને તળાવમાં પડવા માંડ્યું કે તરત જ કૃપાળુદેવે હાથ ઝાલ્યો અને તેમને પકડી રાખ્યા. કેવી અદ્ભૂત આજ્ઞાવશ વૃત્તિ અને કેવું સમર્પણ ! ધન્ય છે અંબાલાલભાઈની આજ્ઞાધીન દશાને અને સર્વાંગ સમર્પણ ભાવને ! આપણે તેવા ક્યારે થઈશું ?
પરમકૃપાળુદેવના દેહાવસાનના આગળના દિવસે (ચૈત્ર વદ ચોથ, વિ.સં. ૧૯૫૭) રાજકોટ મુકામે પરમકૃપાળુદેવે સ્વમુખે મોરબી સ્ટેટના ન્યાયાધિશ ધારશીભાઈને જણાવેલ કે “ધારશીભાઈ કહેવાનું ઘણું છે. અવસર નથી. અમારા સમાગમે ત્રણ પુરુષો સ્વરૂપને પામ્યા છે. સોભાગભાઈ,
Page #11
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
અંબાલાલ તથા મુનીશ્રી લલ્લુજી” આમ કૃપાળુદેવે જ જેને “સ્વસ્વરૂપ” પામ્યાની છાપ આપેલી તેવા સ્તંભતીર્થવાસી શ્રી અંબાલાલભાઈ પરમકૃપાળુદેવના ‘ધ્રુવતારા’ સમાન ઉત્તમોઉત્તમ સેવક-આશ્રિત હતા અને કૃપાળુદેવથી ‘બોધબીજ’ પામેલ આત્માર્થી સતપુરુષ હતા !
પરમકૃપાળુદેવને સર્વસંગ પરિત્યાગ કરીને વીતરાગ મહાવીરનો મૂળમાર્ગ જે રીતે પ્રકાશનો હતો તેમાં અંબાલાલભાઈ અગ્રેસર હતા. પરમકૃપાળુદેવે કાવીઠામાં મહૂડીના કૂવે બપોરે ૨ વાગે પૂ. શ્રી અંબાલાલભાઈને લઈ જઈને ભલામણ કરેલી કે, ક્યારે વનવાસ લઈએ તે કહી શકાય નહીં માટે તારે ભેઠ બાંધીને તૈયાર રહેવું અને બધા મુમુક્ષુઓને કહેવું કે આનંદઘનજીની જેમ અવધૂતપણે આ પુરુષ ચાલી નીકળે ત્યારે બધાયે ઘર છોડી ચાલી નીકળવું.”
| વિ.સં. ૧૯૫૪માં ૫.પૂ. ભાઈશ્રી પોપટલાલ (વડવા આશ્રમના સ્થાપક) પૂ. અંબાલાલભાઈના સત્સંગાથે ખંભાત તેમના ઘરે પધારેલ હતા. તેઓ સાથે શ્રી ચિંતામણી પાર્થપ્રભુના દેરાસરમાં દર્શનાર્થે ગયેલા. ત્યાં ભોંયરામાં પ્રભુ સન્મુખ બેસીને પૂ. અંબાલાલભાઈ “હે પ્રભુ, હે પ્રભુ, શું કહું, દિનાનાથ દયાળ” એ વીસ દોહરા ખૂબ જ આર્તતાથી બોલતા હતા. પ્રભુની પ્રતિમાજીમાં સાક્ષાત્ પ્રભુનાં દર્શન કરતાં હોય તેવી જિનભક્તિમાં અતિશુધ્ધભાવે લીનતા થયેલી જોઈ, તેની પૂ. ભાઈશ્રીના દયમાં છાપ પડી કે તે વખતે ક્ષાયિક જેવી અંબાલાલભાઈની દશા હતી.” ધન્ય છે આવી જિન ભક્તિને, ધન્ય છે આવી દશાને ! ‘ભજીને ભગવંત ભવઅંત લો.’
“રઘુકુળ રીત સદા ચલી આયી, પ્રાણ જાયે અરુ વચન ન જાયે.” આ વચન પૂ. અંબાલાલભાઈએ જીવી બતાવ્યું હતું. વિ.સં. ૧૯૬૩માં સત્સંગમંડળમાં ખંભાત મુકામે એક દિવસ ફેણાવના શ્રી છોટાભાઈ આવેલા. તેઓએ સ્વાધ્યાય પછી પૂ. શ્રી અંબાલાલભાઈ પાસેથી વચન માંગી લીધું કે મને અવશ્ય સમાધિમરણ કરાવશો. મુમુક્ષુઓ પ્રત્યેના વાત્સલ્યભાવથી પ્રેરાઈને તેઓશ્રીએ છોટાભાઈને વચન આપ્યું. થોડા વખતમાં છોટાભાઈને પ્લેગનો રોગ લાગુ પડ્યો અને પૂ. અંબાલાલભાઈને જાણ થઈ એટલે દેહની પણ દરકાર કર્યા વગર તેમને સમાધિમરણ કરાવવા તુર્ત જ ફેણાવ પહોંચી ગયા. તેમજ પોતે રોગનો ભય રાખ્યા વગર તેમની ખૂબજ સેવા-ચાકરી કરી પરિણામે છોટાભાઈનું સમાધિમરણ થયું. કૃપાળુદેવ કહેતા કે “મુમુક્ષુએ મુમુક્ષુને અર્થે આ દેહ જતો કરવો પડે તો અડચણ ગણવી નહીં.” ખંભાત ઘરે આવ્યા પછી પૂ. અંબાલાલભાઈને પણ પ્લેગના રોગનો ચેપ લાગુ પડ્યો. ચાર-પાંચ દિવસ તીવ્ર અશાતા વેદનીય કર્મ રહ્યું પણ પોતે તેને અદ્ભુત સમતાથી અને અખંડ આત્મજાગૃતિથી સહન કર્યું.
તેઓશ્રીના હૃયમાં સતત પરમકૃપાળુદેવનું ધ્યાન હતું અને મુખમાં “મહાદિવ્યા કુક્ષિરત્નમ્” એ પદનું સતત સ્મરણ હતું. છેલ્લા શ્વાસે તેઓશ્રીએ “સહજાત્મ સ્વરૂપ”, “હે પ્રભુ” નામનું ઉચ્ચારણ કરતાં કરતાં રાત્રે ૯-૩૦ કલાકે વિ.સં. ૧૯૬૩ના ચૈત્ર વદ બારસે ખંભાત મુકામે માત્ર ૩૭ વર્ષની મધ્ય યુવા વયે સમાધિમરણ કર્યું. અંબાલાલભાઈનો એ અત્યંત પવિત્ર આત્મા સમાધિપણે રાજ પ્રભુની શરણમાં સમાઈ ગયો, અલ્પ આયુષ્યમાં પણ જ્ઞાનીના અનુગ્રહથી આત્મસિધ્ધિ પામી ગયો. નમન હો આસન્ન ભવ્ય એવા નિકટ મોક્ષગામી પવિત્ર, દિવ્ય આત્માને ! સમાધિમરણ સમયની તેઓશ્રીની સમતા
30
Page #12
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ શુધ્ધ શ્રધ્ધા-ધી૨જ-આત્મસ્મરણ-આત્મસમાધિ સર્વે સાધક-મુમુક્ષુ જીવોએ નિરંતર સંભારવા યોગ્ય છે. પૂ. અંબાલાલભાઈનો પત્રામૃત્ર બોધ :
(૧) “જે ચિત્ત અનાદિના અભ્યાસમાં જોડાયેલું રહે છે તે ચિત્તને પરમાત્માના નામસ્મરણમાં જોડેલું રાખવાથી તે ચિત્ત અપરાધ કરતાં અટકે છે, પાપ અને કષાયનું ચિંતન કરતાં અટકે છે. સર્વ સુખનો પરમોત્કૃષ્ટ ઉપાય એ જ સહેલામાં સહેલો છે. જે ચિત્ત નકામી માથાકુટ કર્યા કરે છે, લૌકિક ભાવોમાં પડી રહે છે, તે ચિત્તને શુધ્ધ કરવામાં - પાપનો નાશ કરવામાં, પરમાત્માનું નામસ્મરણ એ કેવો મજેનો ઉપાય છે !’’
(૨) “મહત્ પુણ્યનો યોગ થાય ત્યારે સત્પુરુષ મળે અને “હું” પણું ભેગું ભેળવી દે એટલે હું તો આત્મા છું અને સત્પુરુષ તે રૂપ છે એટલે હું તો જગતમાં છું જ નહીં, એક સત્પુરુષ જ છે. એમ કરવાથી જે ભૂલ પોતાની છે તે મટે છે. એટલે એ સત્પુરુષ સિવાય બીજું કંઈ છે જ નહીં. એ મારાપણાનું અભિમાન ભૂલી જવું અને એ સત્પુરુષને મુખ્ય ગણવા. તેને લઈને જ આ બધું છે, તેના સિવાય બીજું કંઈ છે જ નહીં.'
(૩) “સત્પુરુષના વચન પર વિશ્વાસ રાખવો અને તે વિશ્વાસનું બળ રાખી મંદવીર્ય થવા દેવું નહીં. તેની સાથે પોતાના દોષ જોવાનો લક્ષ ચૂકવો નહીં. કોઈ પૂછે તો જવાબ ઢીલો આપવો નહીં. મજબૂત જવાબ આપ્યો હશે તો ફરી કોઈ વખત આપણી ભૂલ થાય તો શરમાઈને પાછું વળવાનું થશે, કારણ કે આગળ વિશ્વાસ મજબુત કર્યો છે તેને લઈને સુધરવાનું બનશે.”
કેવો ઉત્તમ અને ગહન-ગંભીર બોધ પૂ. શ્રી અંબાલાલભાઈએ આપણને આપ્યો છે ! ‘કર વિચાર તો પામ.’
પરમ કૃપાળુદેવના માર્ગમાં જીવન અર્પણ કરનાર પૂજ્ય સાધ્વીજી ભાવપ્રભાજીએ આ ગ્રન્થના સંકલન-સંપાદનમાં અનન્ય ભાવે ઘણી મહેનત કરી છે. થોડાં વર્ષો પૂર્વે પણ તેઓશ્રીના પ્રેમ-પ્રરિશ્રમથી “સત્સંગ સંજીવની’’ તેમજ ‘વડવાનો પ્રાણ’ આ બે ગ્રંથો પ્રકાશિત થયેલ, જે મુમુક્ષુઓને ખૂબજ ઉપકારી સિધ્ધ થયેલ. આ લઘુગ્રંથ પણ મુમુક્ષુ જીવોને આત્મહિતમાં અવશ્ય સહાયક થશે, એમ આ લેખકનું માનવું છે. કૃપાળુદેવના અને પૂ. અંબાલાલભાઈના જીવનના કેટલાક પ્રસંગો તેમાંથી જ્ઞાત થશે. પૂજ્ય સાધ્વીજી મહારાજના હસ્તે આવા સુંદર ગ્રંથો પ્રકાશિત થતાં રહે તેવી પરમકૃપાળુદેવના યોગબળ આગળ પ્રયાચના ! સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
‘હે પરમકૃપાળુદેવ ! તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ હો.' આવી અંતઃસ્તલની પ્રાર્થના સાથે આ લેખનીને વિરામ આપું છું, કેમકે મહાપુરુષોના ગુણોને-જીવનને-વચનને પૂર્ણપણે લખી શકવા માટે આપણે અસમર્થ છીએ. વીતરાગ પુરુષોની ચરણરજ નિરંતર મસ્તકે રહો ! સંતચરણરજ, આત્માર્થી પ્રકાશ ડી. શાહ, અમદાવાદના
જયપ્રભુ, શુદ્ધાત્મ વંદન.
११
Page #13
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
૦
S.
૦
0
6
K
A
2
૨૪
૨૫
૩૦
ક્રમ વિષય
પાન નંબર પ્રકાશકીય નિવેદન - ટ્રસ્ટીગણ | પ્રસ્તાવના મંગળ સ્તુતિ ગુણાનુવાદ – સ્મરણાંજલી – પૂ. ભાવપ્રભાશ્રીજી
શ્રી રાજમુદ્રા ૬ શ્રી સદ્ગુરુ પ્રાર્થના ૭ પૂ. જૂઠાભાઈ અને પૂ. અંબાલાલભાઈનો મેળાપ ૮ હરિમિલન વિ.સં.૧૯૪૬ ૯ વિ.સં.૧૯૪૭ રતલામથી મુંબઈ – રાળજા ૧૦ વિ.સં.૧૯૪૮ આણંદ ૧૧ વિ.સં.૧૯૪૯ ખંભાત - શ્રી રાજછાયા ૧૨ ૐ સદ્ગુરુ દયાળ ૧૩ વિ.સં.૧૯૪૯ - પૂ. કિલાભાઈનો પરિચય ૧૪ શ્રી રાજછાયાવાળા છોટાભાઈના સુપુત્ર મણિલાલ ઉર્ફે બાપુજી શેઠનો પરિચય ४४ ૧૫ વિ.સં.૧૯૫૧ – કઠોર
૪૫ ૧૬ વિ.સં.૧૯૫૧ - વવાણિયા
४७ ૧૭ વિ.સં.૧૯૫૧ - શ્રી હડમતિયા ૧૮ વિ.સં.૧૯૫૧ ધર્મજ - વીરસદ ૧૯ વિ.સં.૧૯૫ર – અપ્રગટ પત્ર – કાવિઠા ૨૦ વિ.સં.૧૯૫૨ - રાળજ ૨૧ વિ.સં.૧૯૫૨ – શ્રી વડવા ૨૨ વિ.સં.૧૯૫ર - આણંદ - ઉ.છાયા ૨૩ વિ.સં. ૧૯૫૨ – નડિયાદ – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ૨૪ વિ.સં.૧૯૫૨ - ગુરુગમ ૨૫ વિ.સં.૧૯૫૩ – પ્રભુ – પ્રતિપત્ર ૨૬ પૂ. શ્રી સોભાગભાઈનું સમાધિ મરણનું દર્શન ૨૭ વિ.સં.૧૯૫૪ - કાવિઠા - વસો ૨૮ વિ.સં.૧૯૫૪ – ઉત્તરસંડા - ખેડા ૨૯ વિ.સં. ૧૯૫૫ - મુંબઈ ૩૦ વિ.સં.૧૯૫૬ – ધરમપુર ૩૧ વિ.સં.૧૯૫૬ – પરમકૃત પ્રભાવક મંડળની સ્થાપના – વઢવાણ
૫O
પર
પ૩ ૫૬
- A * * u o ~ b = USO
* * * )
૧૨
Page #14
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
૩૨ વિ.સં.૧૯૫૭ - શ્રી સુબોધક પુસ્તકશાળાનું નામાભિધાન - ખંભાત વિ.સં.૧૯૫૭ આગાખાનના બંગલે ખંભાત - શાળાના પુસ્તકો
૩૩
૩૪
૩૫
વિ.સં.૧૯૫૭ - રાજકોટ - નિર્વાણ સંતનો સંગ - સત્સંગ - નવધાભક્તિ
૩૬
39
વિ.સં.૧૯૫૭ થી ૧૯૬૩
૩૮
૩૯
४०
૪૧
૪૨
૪૩
૪૪
સમાધિ સાધના
પૂ. અંબાલાલભાઈએ શ્રી મનસુખભાઈ ઉપર લખેલ પત્રો - બે મુમુક્ષુના પૂ. અંબાલાલભાઈ પ્રત્યે પત્રો
‘રૂપક:’ વિદેહ ક્ષેત્રના યાત્રીઓને પાસપોર્ટ - પૂ. અમૃતભાઈ પરીખ અંતિમ સ્તુતિ - મંગલ - પૂ. બાપુજી શેઠ
પ્રભુ રાજચંદ્ર નામાવળી મહિમા - પૂ. બાપુજી શેઠ
શ્રી સદ્ગુરુ આરતિ - પૂ. બાપુજી શેઠ
ெ
પૂ.શ્રી અંબાલાલભાઈ
૭૫
৩৩
૮૧
૮૧
૮૨
८८
૯૦
૯૪
૯૫
૧૦૩
૧૦૭
૧૦૮
૧૦૮
૧૩
Page #15
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ઘુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
મંગળ સ્તુતિ
ૐ સર્વજ્ઞાય નમઃ “નમો દુર્વાર રવિ, વૈરિવાર નિવારિને |
હૃતિ યોનિનાથાય, મહાવીરાય તથિને '' “અપાર મહામોહજળને અનંત અંતરાય છતાં ધીર રહી જે પુરૂષ તર્યા તે
શ્રી પુરૂષ ભગવાનને નમસ્કાર.” અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગદર્શનને નમસ્કાર.”
- શ્રીમદ્ રાજચંદ્ર વ. ૮૩૯
“મહાદિવ્યાઃ કુક્ષિરત્ન, શબ્દજીત વરાત્મજં; શ્રી રાજચંદ્ર મહું વંદે, તત્ત્વલોચન દાયકં.”
- પ.પૂ. શ્રી અંબાલાલભાઈ પ્રથમ નમું ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન; જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ અભિમાન.”
“જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.”
૧૪
Page #16
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ દુવ તારો
. .
પૂ. શ્રી અંબાલાલભાઇ
જનમ :
| દેહોત્સર્ગ : વિ.સં. ૧૯૨૪
ચૈત્ર વદ ૧૨ વિ.સં. ૧@3 અદ્ભુત ધારણાશક્તિના ધા૨ક અને પૂ. શ્રી પરમકૃપાળુદેવના પવિત્ર બોધને આત્મસ્થ ક૨ના૨
પૂ. શ્રી અંબાલાલભાઈ લાલચંદ – ખંભાત એ વિશ્રામો અધવચ મલ્યો, પુણ્ય કેરા પ્રભાવે; જે સત્સંગે નિત નિત વધ્યો, આજ એ યાદ આવે.
૧૫
Page #17
--------------------------------------------------------------------------
Page #18
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
પૂજ્ય શ્રી અંબાલાલભાઈને -: ગુણાનુવાદરૂપ સ્મરણાંજલિ :
શ્રી જિનેશ્વરની સ્તુતિ હે જગદાનંદ ! મોક્ષ માર્ગ વિધાયક ! તમને નમસ્કાર કરું છું. હે વચનાતિત ત્રણ લોકના સ્વામી ! તમને નમસ્કાર કરું છું. હે પ્રભુ ! અનંત પરમાનંદ પૂર્ણ ધામમાં રહેવા આપશ્રીને, ભવ્યો પ્રેમ ભક્તિથી અહીં જ સાક્ષાત્ જુએ છે. આપની મૂર્તિમાં મને તો આપનો જ સાક્ષાત્કાર જણાય છે.
- શ્રી સિધ્ધર્ષિગણિ | વર્ષ ઉપર વર્ષ વીતતાં પૂજય અંબાલાલભાઈના સ્વર્ગવાસને આ સાલ સો વર્ષ પૂરાં થયાં. વિનાશીક દેહ વડે અવિનાશી વસ્તુ તત્વ જેમણે પ્રાપ્ત કરી લીધું હતું, તેઓ અલૌકિક વસ્તુજ્ઞાનનો અમર વારસો સાથે લઈ ગયા.
તેઓશ્રીએ ભક્તિની પૂર્ણ પ્રસન્નતામાં જીવનલીલા સંકેલી લીધી. આયુષ્યની અવધિ જાણતા જ હતા, તેનો વાત વાતમાં ઇસારો કરી દીધો હતો, છતાં કંઈ મૃત્યુનો ભય ન હતો, કારણ અમરત્વની સિદ્ધિ વરી હતી. ઉંમર નાની છતાં દિલ મોટું હતું. વ્યાપાર, વહીવટ, સ્ત્રી, પુત્રાદિ અને સગા-સ્નેહીઓની હાજરી નજર સામે હતી, છતાં જાણે પોતાનું કંઈ નથી, એક સહજાત્મસ્વરૂપ જ પ્રિય છે, એવી રીતે સર્વ મમતાને મૂકી, કોઈ સ્વજનો પ્રત્યે દૃષ્ટિ સરખી માંડી નહીં. કુટુંબીઓની ભાળ-ભલામણનો ભાવ પણ આવા પુરુષોને ક્યાંથી હોય ?
ટૂંકા આયુષ્યમાં સ્વપર હિતનું અદ્ભુત કામ કર્યું. શ્રી વચનામૃતના મૂળપત્રો ઉપરથી ૧૯૪૬ની સાલથી જ ઉતારા કરવા શરૂ કર્યા. પ્રથમ તો પૂજય શ્રી જૂઠાભાઈ પાસેથી મળેલા તેમના પરના પત્રો, નિત્ય સ્મૃતિ, શ્રી સજ્જનતા વિષે, સંયતિ ધર્મ વ.૨૧ના ૧૨૬ વાક્યો, પ્રશ્નોત્તર વિગેરે શરૂઆતનું લખાણ (બુક નં.૧ પાના ૬00) હાલ સુબોધક પુસ્તકશાળામાં છે. પૂજય પ્રભુશ્રી પરના પત્રો પણ મેળવીને ઉતારેલ છે. તેમાં મરોડદાર, છાપેલા જેવા સુંદર અક્ષરો છે. બુકમાં ક્યાંય અક્ષરની અશુદ્ધિ નથી. શબ્દની છેકછૂકી કરી નથી. કેવી એકાગ્રતા હશે ! વચનો પ્રત્યે કેવી તલ્લીનતા હશે ! આટલું લખાણ કરતાં સમય કેટલો ગયો હશે ! નં. ૨ની બુકની સાઇઝ મોટી છે. તેમાં પણ ૬૦૦ પાના હાથથી લખેલા છે. જેમાં પૂજ્ય શ્રી સોભાગભાઈના ૬૦ થી ૭૦ પત્રો છે. નં.૩ની બુકમાં હજાર પાના લખેલા છે. બીજી ત્રણ નાની બુકમાં પાના અઢીસો છે. કુલ છ બુકો પૂ. અંબાલાલભાઈના હાથના ઉતારાની છે, તેમાં લગભગ વચનામૃત આખું શમાવી દીધું છે. શ્રી વચનામૃત ગ્રંથ પ્રથમ છપાયો તે આ પૂજય શ્રી અંબાલાલભાઈના સ્વહસ્તે લખાયેલ બુકો અત્રેથી (ખંભાતથી) લઈ જઈ શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળે સં. ૧૯૬૧માં બહાર પાડ્યો.
આ લેખન પ્રવૃત્તિ ઉપરાંત મુમુક્ષુ ઉપર પત્રો લખવા, પ્રભુ સેવા, સત્સંગ, મુમુક્ષુ સાથે
१७
Page #19
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
નિત્યનો ખંભાતમાં સ્વાધ્યાયક્રમ, સંસ્કૃત અભ્યાસ, નિવૃત્તિક્ષેત્રમાં નિવૃત્તિ નિવાસ, અધ્યયન, ધ્યાન, નિત્ય નિયમ ઈં. આત્મહિત કાર્યમાં રત રહેતા. શરીરના અધ્યાસ ખાન, પાન, નિદ્રા, આરામ ઈત્યાદિ ક્યારે કર્યાં હશે ? તે બધાંનો વિચાર થતાં તેમના પુરૂષાર્થની ગુણ સ્મૃતિ થઈ આશ્ચર્યથી મસ્તક નમી જ જાય છે. આ જીવે ક્ષણ ક્ષણ જાગૃતિ રાખી આ અપૂર્વ, અત્યંત દુર્લભ પરમાત્માનો ચરણ યોગ સાધી જીવનની કૃતાર્થતા મેળવવા આત્મબળ સ્ફુરાવી દૃઢ ભક્તિ પ્રાપ્ત કરવી તે આ ગુણાનુવાદનું સમ્યક્ ફળ છે.
શ્રી પરમકૃપાળુ દેવનો અદ્ભુત નિધિ જ્ઞાન ખજાનો જે પોતાને મળ્યો તેમાં અનેકને ભાગ્યશાળી બનાવવા તેમણે શ્રમ લઈ આપણા પર અથાગ ઉપકાર કર્યો છે. એ હસ્તલિખિત હાથના ઉતારાની કૃતિઓ સો વર્ષ થયા છતાં જાણે હજુ કાલ સવારની વાત હોય એ રીતે આપણી પાસે મોજુદ છે. ગહુલી પ્રબંધ, ધનુષ પ્રબંધ, કંપાસ અને ઘડી પ્રબંધ દ્વારા વચનામૃતમાં પ્રેમભાવના રંગ પૂર્યા છે. ૧૬૬ના વચનામૃતજીનું એક અમૂલ્ય વાક્ય હૃદયમાં કોતરી રાખવા જેવું – “બે અક્ષરમાં માર્ગ રહ્યો છે.” તેને આઠ પ્રકારે ગૂંથી - ગોઠવણ કરી કોઈ અનેરો ઓપ આપ્યો છે. તેનું વર્ણન આપણે કયા શબ્દોમાં કરીશું ? તેનું ગુણ દર્શન કરી, અનુમોદન કરી, આત્માને ઉજ્જવળ કરીએ, આત્મસિદ્ધિ સાધીએ એ જ અભ્યર્થના.
१८
-
પૂજ્ય અંબાલાલભાઈએ કૃપાળુદેવની આજ્ઞાથી મુમુક્ષુભાઈઓ પાસેથી પત્રો મંગાવી નોટબુકમાં સ્વહસ્તે ઉતારા કર્યા. તદ્ઉપરાંત નાની વયનું લખાણ, જળહળ જ્યોતિ, પુષ્પમાળા, અવધાન કાવ્યો, ઇ. તથા આત્મસિદ્ધિ મૂળ વિવેચન સહિત, હાથનોંધ ૧, સઘળું લખાણ શ્રી પરમકૃપાળુ દેવની વિદ્યમાનતામાં પૂર્ણ કર્યું હતું. એટલે જ આપણે આ ભગવાનની વાણીનો લાભ લેવા મહભાગી બન્યા છીએ, નહીં તો આપણને આ અદ્ભુતિનિધ મળવો મુશ્કેલ હતો. આ નિધિમાં પરમકૃપાળુદેવે જ્ઞાનીઓનું હ્રદય અને અનંતજ્ઞાનીની સાક્ષી આપી છે એ કોઈ નાનીસૂની વાત નથી. કેવો નિર્મળ જ્ઞાન પ્રભાવ અને આત્મ સામર્થ્ય તેની અંદર સમાયેલું દ્રષ્ટિગોચર થાય છે !
શ્રી પરમકૃપાળુ દેવના નિર્વાણ બાદ પૂજ્ય મનસુખભાઈ રવજીભાઈ તથા શ્રી રેવાશંકરભાઈએ તુર્ત જ નિર્ણય લીધો કેઃ- પૂજ્ય અંબાલાલભાઈએ વચનામૃતજીનું લખાણ કર્યું છે તે પુસ્તક પરમકૃપાળુ દેવ પોતે તપાસી ગયા છે અને પોતાના સ્વહસ્તે તેમાં કેટલાક સુધારાવધારા કર્યા છે. તે જ સાહિત્ય હાલ બહાર પાડીએ. બીજા શાસ્ત્રોની મૂળ પ્રતો ઉપરથી શુદ્ધ લખાણ કરવું, શાસ્ત્રોનો શોધ કરી સંગ્રહ કરવો, વિ. કાર્યને ઘણીવાર લાગે તેવું છે અને ગ્રાહકોની ઉતાવળ છે, માટે મુમુક્ષુઓની સમ્મતિ લીધી. જે જે મુમુક્ષુઓએ પ૨મશ્રુત ખાતામાં જ્ઞાનદાન કર્યું હતું તે સર્વેએ હર્ષપૂર્વક ‘હા’ જણાવી. જેના ફળ સ્વરૂપે આજે આપણે આ શ્રી વચનામૃતજી - શ્રી પરમકૃપાળુ દેવના અનુભવજ્ઞાનનો રસાસ્વાદ માણવા ભાગ્યશાળી થયા છીએ.
શ્રી પરમકૃપાળુ દેવના સર્વે મુમુક્ષુઓમાં તેઓ અત્યંત પ્રિય હતા. ગુણાનુરાગથી તેમના પ્રત્યે પૂજ્યભાવ ધરાવતા હતા. પૂજ્ય શ્રી ત્રિભોવનભાઈ, પૂજ્ય શ્રી છોટાભાઈ, પૂજ્ય શ્રી કીલાભાઈ,
Page #20
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
પૂજ્ય ભાઈશ્રી પોપટલાલભાઈ, પૂજય સુખલાલભાઈ, પૂજય કુંવરજીભાઈ વિગેરેને તેમના વિયોગથી ઘણું જ દુઃખ લાગ્યું હતું અને તેમની સત્સંગ સહાયતાને સંભારી ખેદ કરતા હતા કે, અરે ! પ્રભુના પંથને અજવાળતો એ ધ્રુવ તારો શું અસ્ત થયો ! બસ ! તેણે વિદાય લઈ લીધી ! ખરે, આપણાથી દૂર જતો રહ્યો? કઈ ધરતીને પ્રકાશવા ચાલ્યો ? હે બંધુ ! શું અમારો સાથ તમને ન ગમ્યો? જેથી અલ્પવયે ઉતાવળ કરી ! શું અમારા ભાગ્યની ખામી થઈ પડી ? હવે અમને કૃપાનાથની મહાભ્ય કથા કોણ કરશે ? સત્સંગમાં મીઠી વાણીથી હૃદયને ઠંડક કોણ આપશે ? ખંભાતવાસી અમો સર્વેને તમે પરમાત્મા સાથે અનુસંધાન કરી આપ્યું. માર્ગ ચિંધવા અમારી પડખે ઊભા રહ્યા. તમે તો અખંડવૃત્તિથી પ્રભુસેવામાં જિંદગી અર્પણ કરી. વળી ભવે ભવે એનું જ દાસત્વ કરવાનું ભીખવ્રત પાળવા નક્કી કર્યું લાગે છે, એટલે અમને કલ્પનામાંય ન હતું, અથવા એવું સ્વપ્ન પણ જાણ્યું ન હતું કે આમ સાવ અજાણ રાખી ફક્ત ચાર જ દિવસની માંદગીમાં ઓચિંતા ચાલ્યા જશો. ચાર-પાંચ દિવસ અગાઉ તો રાતના સ્વાધ્યાયમાં શ્રી રાજવાણીની ભક્તિ કરતાં-કરાવતાં હૃદયમાં પ્રેમાનંદ ઉપજાવતા હતા - તે હાથતાળી દઈને ચાલ્યા ગયા એ શું યોગ્ય કર્યું છે ? ભલે, તમે તો છોડી ગયા પણ અમે તો તમારા અનેક ઉપકારોને સંભારતાં તમારી સાથે જ રહીશું. સાથે જ ભક્તિ કરીશું. તમારા સાથ સહકારથી મળેલ અમૂલ્ય ભેટ – શ્રી વચનામૃતો - શ્રી આત્મસિદ્ધિજી, ઉપદેશ છાયા, વિગેરેના અવલંબને જીવીશું.'
‘પંચમકાળના પ્રભાવે અમને તમારી ખોટ પડી. તમે અમને અમૂલ્ય વસ્તુ - રત્નત્રય આપી ગયા છો. આવા વિરલ, ચોથા કાળે મોંઘા, પરમ મુમુક્ષુ, સખા, દીનના બેલી એવા અમને મોટાભાગ્યથી મળ્યા, તે પરમાત્માની કૃપા. અમે તમારા ઉપકારને નમસ્કાર કરીએ છીએ. તમે જયાં હો – “સુખ ધામ”માં ત્યાંથી અમારા તરફ કૃપા કિરણો ફેંકતા રહેશો એવી આશા રાખીએ છીએ અને આ ગુણાનુવાદરૂપ સ્મરણાંજલી આપના સમીપમાં બે હાથ જોડી અર્પીએ છીએ.”
આવા ગણનાયક ભક્તનો મુમુક્ષુ પ્રત્યેનો ઉપકાર તે કંઈ લૌકિક નથી. વ્યવહારમાં માબાપનો મોટો ઉપકાર ગણાય તે દેહને લઈને, જ્યારે શ્રી સદ્દગુરૂના સત્ શિષ્ય કે આશ્રિતનો ઉપકાર લોકોત્તર છે, આત્મહિતાર્થે છે, જે ભવાંતરે પણ ભૂલાતો નથી. સ્મરણ થતાં અહોભાવ વેદાય છે. એ ભક્તજન નજરમાં હાજર હોય ત્યારે પરમાત્માની સ્મૃતિ અખંડ રખાવે છે અને વિયોગમાં પણ સંભાળ લઈ માયાની સંગતિથી બચાવે છે. ભગવાન પ્રત્યેની પ્રીતિ તાજી રખાવે છે. એવો વિશેષ ઉપકાર કરતા હોવાથી અપેક્ષાએ તેનો બદલો વાળી શકાતો નથી એટલે આપણે તેમના અદ્ભુત ગુણોને સંભારી, પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી માંગીએ -
‘સહજાત્મ સ્વરૂપ સુણો વિનંતી રે, હું તો વિનવું વિનયે દિનરાત મારા નાથ, મને દીજે અખંડ ઉપાસના રે, સદ્ગુરુ સત્સંગનો સાથ મારા નાથ, વળી રત્નત્રયની દીજે ઐક્યતા રે, હું તો માંગુ ચરણ ધરી માથે મારા નાથ.'
- સંત ચરણરજ ભાવપ્રભાશ્રી |
૧૯
Page #21
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
શ્રી રાજમુદ્રા કૃપાળુની મુદ્રા રે મારા ચિત્તમાં વસી રહી; એથી જગતની સર્વ આકૃતિઓ તુચ્છ તે નાસી ગઈ ...કૃપાળુની અનુપમ શાંતિ મળે પ્રભુ જોતાં, સ્થિરતા તે ભાવે થઈ; એ પરમાત્માને ઓળખી ભજતાં, ભવની ભાવટ ગઈ ..કૃપાળુની આસન સિદ્ધ અવિચળ જેનું, દીઠે સુબુદ્ધિ થઈ સાર ગ્રહણ કરે ભક્તિ પ્રભાવે, ભ્રાંતિ બધી મટી ગઈ ...કૃપાળુની શાંતપણું પરિપૂર્ણ છે જેમાં, ઉપશમ રસ છલકાય, દૃષ્ટિ સુધારસ ક્યારી નિરખતાં, આનંદ અંગ ન માય ...કૃપાળુની પરમ કૃપાનિધિ સદ્ગુરૂ સાચા, શ્રીમદ્ સદ્ગુરૂ દેવ; રાજચંદ્ર પ્રભુ કૃપા કરી મને, આપો ચરણની સેવ ...કૃપાળુની આ સંસાર દાવાનળ સળગે, દુઃખમય અપરંપાર; તેને બૂઝાવે સમ્યકદર્શન, તારું પ્રભુ સુખકાર ...કૃપાળુની નામ તારું લેતાં કામ કલ્યાણનું, સત્વર સહેજે થાય; હૃદયનું દર્શન હૃદયથી થાતાં, ભાવ અપૂર્વ પમાય ...કૃપાળુની શ્રી સહજાત્મ સ્વરૂપ તમારું, મુદ્રાએ ઓળખાય; સુખ સ્વભાવ સ્થિરતા સ્થિતિનું, પ્રેમે પરખી લેવાય ...કૃપાળુની
ઉપયોગે સમજી લેવાય ...કૃપાળુની અનુપમ દૃષ્ટિ પ્રકાશ પ્રભુજી, તેજ અનંત કરનાર; દાસની દૃષ્ટિ સુધારી સુખી કરો, સાદી અનંત પ્રકાર ...કૃપાળુની જય જય સદ્ગુરૂ રાજચંદ્ર પ્રભુ, પુષ્ટાલંબન દેવ; આ સેવક કર જોડીને વિનવે, ઘો શુદ્ધ ચરણની સેવ ..કૃપાળુની
- પૂ. ગિરધરબાપા કૃત.
૨)
Page #22
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
પ્રભુ કૃપાના પરમ પાત્ર પૂજ્ય શ્રી અંબાલાલભાઈ રચિત શ્રી સદ્ગુરૂ તરણ તારણ કૃપાનાથ પ્રત્યેની પ્રેમરૂપા ભક્તિ પદ :
श्री सद्गुरु चरणाय नमः
श्री प्रार्थना
| છંદ - હરિગીત જય રાજ્યચંદ્ર કૃપાળુ ગુરૂ જય, યોગી જનમન રંજન; અગણિત ગુણ મણિ કોષ, ભવિ ઉર દોષ સકળ વિમોચન; જય સ્વાનુભૂતિ રતિ રમણ, અદ્યતમ હરણ કરણ નિશા હરં; જય ભૂષણ દૂષણ નિયુક્ત માયા, મુક્ત જય કલિમલ હર. ૧ મંજુલ મંગળ મોદ કરણી, પિયુષ ઝરણી વાણી છે; ભવમોહ રજની દલન હંસ, પ્રકાશ પરમ પ્રમાણી છે; એ નાથ કરૂણા કંદ, પદ પંકજ તણું શરણું ગ્રહું; નિર્મળ મતિથી સતત રહેવા, આપ ચરણે હું ચહું. ૨ મનથી ન જેને ફરક જીવન, મરણ યોગ વિયોગમાં; નહીં લેશ હર્ષ વિષાદ લાભ અલાભ સુખ-દુઃખ ભોગમાં; યોગી અભય અનુભવ રસી, ઉપયોગ સ્વ પર તણો સજ્યો; એ રાજચંદ્ર કૃપાળુ ગુરૂ, પદકુંજ શરણ સદા હજો. ૩ હે નાથ ! તવ શરણે પડ્યો, સાધન વિષે સમજું નહીં, છો સર્વ જ્ઞાતા તાત, વાત અધિક આ સ્થળે શું કહું ? હોડી તમારે હાથ નાથ, ઉતારજો કરૂણા કરી; કરવા ન શક્તિમાન છું, કંઈ આત્મબળથી હું જરી. ૪ નિર્બળ અને મતિ અલ્પ, મોહ વિકલ્પ વિધ વિધના નડે; બંધન થયું ચોપાસ, આશા એક નહીં નજરે પડે; નિજનો ગણીને નાથ, સાથે રાખજો હાથે ગ્રહી; નહીં તો ન રહેશે લાજ, પ્રભુ એ સત્ય કથન કર્યું સહી. ૫
R
Page #23
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
૨૨
અમદાવાદમાં પૂ. શ્રી અંબાલાલભાઈનું પૂ. શ્રી જુઠાભાઈ સાથે પ્રથમ મિલન સં. ૧૯૪૬
પૂ.શ્રી અંબાલાલભાઈ
ખંભાતથી પૂ. શ્રી અંબાલાલભાઇ અને પૂ. શ્રી ત્રિભોવનભાઈ ૫૨મકૃપાળુદેવને આણંદ લેવા જઇ રહ્યાા છે. – સં. ૧૯૪૬
Page #24
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
રમા સંદ
રેલ્વે સ્ટેરમ
આણંદ સ્ટેશને પરમકૃપાળુદેવ ટ્રેઈનમાં ઉતર્યા ત્યારે પૂ. શ્રી અંબાલાલભાઈ પરમકૃપાળુદેવને નમસ્કાર કરે છે. – સં. ૧૯૪૬
શ્રી પરમકૃપાળુદેવ પૂ. શ્રી અંબાલાલભાઈના ઘરે પધારે છે, ત્યારે . શ્રી અંબાલાલભાઈ અહોભાવથી તેઓશ્રીનું સ્વાગત કરે છે. – સં. ૧૯૪૬
૨૩
Page #25
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
પૂજ્ય શ્રી જૂઠાભાઈ અને પૂ. શ્રી અંબાલાલભાઈનો મેળાપ પૂજ્ય શ્રી અંબાલાલભાઈ સ્થાનકવાસી કુળમાં જન્મ પામ્યા હતા, પણ જન્મથી અધ્યાત્મ જીવનના શોધક હતા તેથી મતભેદથી પર રહ્યા હતા. ભવથી નિર્વેદ પામેલા, તત્ત્વના અભિલાષી હતા. તેમની દૃષ્ટિ સત્યને ઝંખતી હતી. તેવો સમય પાકતાં એ તક સાંપડી ગઈ. એકવેળા પૂજય શ્રી અંબાલાલભાઈ સં. ૧૯૪૬ના મહામાસમાં તેમના મિત્રછગનલાલભાઈના ઘેર લગ્ન પ્રસંગે અમદાવાદ ગયા હતા. ત્યાં પૂજય શ્રી જૂઠાભાઈને મળવાની આકાંક્ષા રહેતી હોવાથી જૂઠાભાઈને ઘેર છીપાપોળના મકાને ગયા અને લગ્નમાં આવવા સંબંધી પૂછયું. જૂઠાભાઈએ ઉદાસીનમણે કહ્યું, “એવો હું ક્યાં પ્રતિબંધ કરૂં?” જૂઠાભાઈની તબીયત તે વખતે નરમ રહ્યા કરતી હતી છતાં તેમનામાં વિનયગુણ તથા સરળતા અભુત હતાં, તેથી પૂજય અંબાલાલભાઈનું ચિત્ત આકર્ષાયું. થોડી વાતચીત થયા પછી સાંજે ફરી મળવાની રજા લઈને ગયા. હજુ યુવાવય છતાં લગ્ન જેવા પ્રકારમાં ચિત્ત ચોંટ્યું નહીં ને જૂઠાભાઈ તરફ મન આતુર રહ્યું એટલે છગનભાઈને ત્યાં લગ્ન પ્રસંગ પતાવી વ્હેલા વ્હેલા નવકાર મંત્રનું સ્મરણ કરતાં મનમેળાપિ શ્રી જૂઠાભાઈ સમીપે આવી પહોંચ્યા. તેમણે પ્રીતિપૂર્વક બોલાવ્યા ને જૂઠાભાઈના મુખમાંથી ઉદ્ગાર નીકળ્યા કે, ‘તમારી સાથે મારો પૂર્વનો સંબંધ હોવો જોઈએ એમ ભાસે છે.’ પરમકૃપાળુદેવના પરિચયથી જૂઠાભાઈના અંતરનો ઘણો ઉઘાડ-પ્રકાશ થયેલ હતો તેથી ગુપ્ત વાતો જાણી શકતા હતા. તેમણે પૂજય અંબાલાલભાઈની તૃષાતુરતા જોઈ લીધી ને વચનામૃતનું રસપાન કરાવ્યું. પરમકૃપાળુદેવના મહિમાની, જ્ઞાનની વાતો કરીને ઓળખાણ આપી, પ્રભુના અપૂર્વ પત્રો વંચાવ્યા. તેમાંના કેટલાક ઉતારા કરવા આપ્યા. વ.૨૧માંથી સોનેરી સૂત્રો કંપાસના આકારમાં ગોઠવ્યા હતા એવો (ગુટકો) પુસ્તક આપ્યું. આવો અદ્ભુત - અક્ષય ખજાનો મારા નાથનો જૂઠાભાઈ તરફથી ભેટ મલ્યો એટલે તો પૂ. અંબાલાલભાઈના હૃદયમાં અપૂર્વ પ્રેમ ઊર્મિની ભરતી આવી. મોક્ષમાર્ગની સાધનાનો અણસાર મળી ગયો. ‘સ'નું સિંચન થયું. આ રીતે જૂઠાભાઈ દ્વારા પ્રથમ ઉપકાર થયો. બંનેની ધર્મ-પ્રીતિ અતૂટ બંધાણી. પરમાત્માના યોગનો જુગ જૂનો સંકેત મળી ગયો. | શ્રી જૂઠાભાઈના પરિચય બાદ પૂ. અંબાલાલભાઈ પરમકૃપાળુદેવને મુંબઈ પત્રવ્યવહાર કરે છે અને પરમકૃપાળુદેવ પૂ. અંબાલાલભાઈની પત્ર-તૃષા જાણી સંતોષ દર્શાવે છે તે પ્રથમ પત્ર નીચે મુજબ છે.
મુંબઈ, ફાગણ સુદ-૮, ૧૯૪૬. સુજ્ઞ ભાઈશ્રી,
“તમારૂં પત્ર અને પતું બંને મળ્યાં હતાં. પત્રને માટે તમે તૃષા દર્શાવી તે વખત મેળવી લખી શકીશ..... ત્રિભોવન અહીંથી સોમવારે રવાના થવાના હતા. તેમને મળવા આવી શક્યા હશે. તમે, તેઓ અને બીજા તમને લગતા માંડલિકો ધર્મને ઇચ્છો છો. તે જો સર્વનું અંતરાત્માથી ઇચ્છવું હશે તો પરમ કલ્યાણરૂપ છે. મને તમારી ધર્મ જિજ્ઞાસાનું રૂડાપણું જોઈ સંતોષ પામવાનું કારણ છે.”
- વ. ૧૦૬
Page #26
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
“યથાર્થ ઉપદેશ જેમણે કર્યો છે, એવા વીતરાગના ઉપદેશમાં પરાયણ રહો, એ મારી વિનયપૂર્વક તમને બન્ને ભાઈઓને અને બીજાઓને ભલામણ છે.”
- વ. ૧૧૫ વીતરાગનો એ પરમ રાગી – એના સત્સંગે પૂજય અંબાલાલભાઈને પરમ પ્રભુના સાક્ષાત દર્શનની ઝંખના લાગી – ખંભાત આવી પરમગુરૂને મુંબઈ પત્ર લખ્યો, દર્શનાકાંક્ષા જણાવી. પરમાત્માએ - હીરાપારખુ ઝવેરીએ - રતન પારખી લીધું, જવાબમાં જણાવ્યું.
તમે મારા મેળાપને ઇચ્છો છો” . મારી પાસેથી આત્મિક લાભ ઇચ્છો છો તે તે લાભ પામો એ મારી અંતઃકરણથી ઇચ્છા જ છે. “જાગ્યા ત્યાંથી પ્રભાત”, આમ સપુરુષની કૃપાદૃષ્ટિ થઈ. ભક્તનો હાથ ઝાલ્યો, વિશ્વાસ આપ્યો કે - “આ માર્ગ આપવાની સમર્થતાવાળો પુરૂષ તમારે બીજો શોધવો નહીં પડે. - અમે આ કળિયુગમાં જ્ઞાનાવતાર છીએ એ નિઃસંદેહ શ્રદ્ધા જ તમને ઇષ્ટ છે, કલ્યાણરૂપ છે.”
પરમકૃપાળુદેવશ્રીએ ખંભાત પધાર્યા પહેલાં પૂજ્ય અંબાલાલભાઈ વિગેરે પ્રત્યે સંવત્સરી ક્ષમાપનાના ગહન ભાવો પ્રકાશ્યો છે. અનંત ભવની ક્ષમાપના જાણે કરાવે છે. પૂર્વે ક્યારેય સાંભળ્યા ન હોય – ચિંતવ્યા ન હોય, તેવા ગંભીર વૈરાગ્ય ભાવો પ્રકાશ્યા છે, આશ્ચર્યકારક વાત તો એ લખે છે કે – “હવે પરિભ્રમણના પ્રત્યાખ્યાન લઈએ તો? લઈ શકાય.” અહો ! પોતાની સાથે રાખી ફરીથી જન્મ ન લેવાની પ્રતિજ્ઞા લેવડાવતા હોય એવો મર્મબોધ આપી દીધો છે, એમાં પોતાની અંતરંગ અપૂર્વ વીતરાગ દશાનું દર્શન પણ આપણને થાય છે.
- પૂજ્ય અંબાલાલભાઈની કેવી ઉત્તમોત્તમ પાત્રતા જોઈ હશે એટલે એની આગળ હૃદય ખોલ્યું છે – પરના પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી તો?” - વ. ૧૩૪
હરિમિલન
વિ. સં. ૧૯૪૬ આમ છ – સાત મહીનાના ગાળામાં પ્રભુને ખંભાત પધારવા વિનંતી પત્રો વારંવાર લખ્યા અને પરોક્ષ સત્સંગથી વીતરાગ પુરૂષના સમાગમનું આરાધન જાગી ગયું. ભવાંતરનો નિકટનો ઘનિષ્ટ સંબંધ નવપલ્લવીત થયો. અંતર એનું પોકારી રહ્યું.
પૂજય દેવચંદ્રજી મહારાજ “નિષ્કામી હો નિઃકષાયી નાથ કે સાથ હોજો નિત્ય તમ તણો; તો પણ મુજને હો શિવપુર સાધતાં, હોજો સદા સુસહાય.” એ ભક્તની ભાવભીની અરજી, કૃપાળુ પરમાત્માને પહોંચી ગઈ અને પરમકૃપાળુ નાથના આગમનનો – મેઘવર્ષાનો સંદેશ પત્ર આવ્યો. મેઘ જોઈ મયુર નાચે, તેમ પ્રિયતમના ચાહકનું દિલડું ડોલી ઊઠ્યું. જીવને શિવના મિલનની અણમોલ ઘડી આવી ઊભી.
૨૫
Page #27
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
સં. ૧૯૪૬ આસો વદી ૭ - સોમ. (સાયલા) શ્રી ત્રિભોવન માણેકચંદ, ખંભાત. બંન્ને ભાઈઓ
હું અહીં ચોક્કસ હિતકારીના આગ્રહથી આવ્યો છું. હાલમાં તમારું પત્ર પતું મળ્યું નથી. અહીંથી ગુરૂવારની સવારે રવાના થઈ તે જ દિવસે મૂળી સ્ટેશનથી બેસી દિવસના - પોણાબાર વાગે વઢવાણ કેમ્પ આવવા ઇચ્છા છે, ત્યાંથી તે જ દિવસના મેલમાં ઊતરવા ઇચ્છા રાખું છું. કદાપિ તમે જણાવ્યા પ્રમાણે ટ્રેઈનની યોજના ઠીક થશે તો શુક્રની મિક્સમાં આણંદ ઉતરીશ.
- લિ. રાયચંદ્ર - પ્રભુનો કૃપાપાત્ર વાંચી પૂજય અંબાલાલભાઈ સીગરામ લઈ આણંદ પ્રભુને લેવા ગયા. તે વખતે ખંભાત સુધી ટ્રેઈન આવતી ન હતી. પરમકૃપાળુ દેવ તથા મણીલાલ (પૂ.શ્રી સોભાગભાઈના ચિરંજીવી) સાયલાથી આવતી બપોરની ગાડીમાં ૧૨ વાગે આણંદ ઊતર્યા. દર્શન થતાં જ નમસ્કાર કર્યા. પ્રભુ સાથે પૂજય અંબાલાલભાઈ ફણાવ આવ્યા. શ્રી ત્રિભોવનભાઈ, સુંદરભાઈ તથા પૂજ્ય બાપુજી શેઠના નગીનભાઈ જણસણ - ફેણાવ રાહ જોતા ઊભા હતા. ફેણાવથી સીગરામમાં બેસી તેઓ બધા ખંભાત આવ્યા. મંગલમૂર્તિ પ્રભુએ લાભ ચોઘડીયે સાંજે ૫ વાગે અંબાલાલભાઈના ઘેર તારક પગલાં મૂક્યા. સંત દર્શન અમોઘ હોવાથી દર્શન થતાં જ અનંતભવના પાપોને - દોષોને બાળે છે, ભગવતની અમી દૃષ્ટિ જ્યાં જીવ ઉપર પડે છે, ત્યાં જ તેની મતિ પલટાઈ સન્મતિ થઈ રહે છે. એ ભગવાન વણબોલ્યા રહે તો પણ સદ્બોધ એ દષ્ટિથી મળે છે. કારણ કે “જેની પ્રત્યક્ષ દશા જ બોધરૂપ છે. એના અંગમાં ત્યાગ છે કે સંગ કરનારને રંગ લાગે.” એ ધન્ય પળે પ્રભુ મિલનનો મેળ - સુભાગ્ય સુમેળ સંધાઈ ગયો. એમાં ઇશ્વરનો અદશ્ય હાથ હતો. પ્રભુ પગલાંથી અંધારી રાત મટી ઊજળી બની ગઈ. સર્વ સત્કૃત્યો – પુણ્યો આજે ફળ્યાં.
પ્રભુ મેળાપથી તેનું હૈયું હેલે ચડ્યું . મન સ્નેહભીનું બની રહ્યું. પૂજ્ય દેવચંદ્રજીના સ્તવનના શબ્દોમાં કહીએ તો –
‘દીઠો દરિશણ શ્રી પ્રભુજીનો, સાચે રાગે મનશું ભીનો, હું તો પ્રભુ વારિ છું તુમ મુખની, હું તો જિન બલિહારિ તુમ મુખની, મનમોહન તુમ સન્મુખ નિરખત, આંખ ન તૃપ્તિ અમચી.” “આજ મને ઉછરંગ અનુપમ,
જન્મ કૃતારથ જોગ જણાયો.” – પરમકૃપાળુદેવ.
અંતર-પરિણામ જનમ જનમનું દુ:ખ ગયું, અંતર આનંદની લહરી છૂટી. શુદ્ધ ચૈતન્ય મૂરતિ, નિરંજન નાથની અમી દૃષ્ટિથી, જીવતર સફળ થયું.
૨૬
Page #28
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
પૂ. શ્રી અંબાલાલભાઈના ઘરે શ્રી પ૨મકૃપાળુદેવ હિંડોળા ઉપ૨ શાંત મુદ્રામાં બિરાજમાન છે. – સં. ૧૯૪૭
ખંભાત સ્થાનકવાસીના ઉપાશ્રયે પૂ. શ્રી લઘુરાજસ્વામી પાસે પૂ. શ્રી અંબાલાલભાઈ શ્રી પરમકૃપાળુદેવને લઈ ગયા છે. – સં. ૧૯૪૭
૨9
Page #29
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
નયને – નયન મલ્યાં – મનભ્રાંતિ ભાંગી ગઈ. પ્રભુ ચરણમાં બધુ સોંપી, વિનય ભાવે ઢળી પડ્યા. એના સંત સ્નેહીમાં એનો આતમ ઠરી ગયો.
શાંતસ્વરૂપી સ્વામી પરમકૃપાળુદેવ ડેલામાં વચલા હોલમાં બહાર ગાદી પર બિરાજ્યા હતા.
અબ હમ અમર ભયે ન મરેંગે.' ‘કમઠ દલન જિન બંદત બનારસી,’ એ પદો ઉચ્ચારતા હતા.
સાંજના ઘોડાગાડીમાં પરમકૃપાળુદેવ અને પૂજ્ય અંબાલાલભાઈ દરિયા તરફ ફરવા સારૂ પધાર્યા હતા. રસ્તામાં આવતાં સ્થળો વિષે પરમકૃપાળુદેવ પૂછતા હતા. (પૂર્વની સ્મૃતિ પ્રમાણે) રાતના ફરીને આવ્યા. અંબાલાલભાઈના ઘરે અંદરની ઓરડીમાં બિછાનું પાથર્યું હતું ત્યાં પધાર્યા.
સવારે શ્રી લાલચંદભાઈને જયોતિષ જાણવાની ઇચ્છાથી કૃપાળુએ કહ્યું કે ‘તમારો જન્મ શ્રાવણ વદમાં ફલાણી તિથિએ થયેલ છે ?” લાલચંદભાઈએ કહ્યું - ‘હા, જી, આપે કહ્યું તે ખરૂં છે.”
બીજે દિવસે ઉપદેશ ચાલ્યો હતો. સત્સંગનું મહાભ્ય પૂર્વભવે વેડ્યું હતું તે જ કર્તવ્યરૂપ છે એમ પ્રેરણા આપતા હતા કે – “સત્સંગ શોધો. સપુરૂષની શ્રદ્ધા વિના છૂટકો નથી.” સાંભળીને લોકો આશ્ચર્યચકિત થતાં. ૧૨ વાગ્યા પછી પૂજ્ય અંબાલાલભાઈના આગ્રહથી સ્થાનકવાસીના ઉપાશ્રયે પ્રભુશ્રીજીની જિજ્ઞાસાથી ગયેલા ને ત્યાં હરખચંદજી મહારાજ સમક્ષ સિદ્ધાંતોના અનુપમ અર્થ અને ૮ અવધાન કર્યા તેથી બધા મુનિઓ વિગેરે અહોભાવ પામ્યા.
ત્રીજે દિવસે ગામ બહાર નારેશ્વર બાગમાં ફરવા ગયા હતા. ત્યાં બોધ ચાલ્યો હતો. કૃપાળુદેવની અમૃત સરખી વાણી સાંભળી સર્વેએ અત્યાનંદ અનુભવ્યો હતો.
વ. ૧૩૯માં ભગવાને લખ્યું હતું કે - “અમારી પૂર્ણ કસોટી કરજો..... તેમાં તમને યોગ્યતાનું કારણ છે.” જેની પાસેથી જે વસ્તુ લેવા જઈએ તે, સોનું વિગેરે ચોકખું છે કે નહીં તેની તપાસ કરીએ છીએ ને ? તેમ જેની પાસેથી ધર્મ લેવા જઈએ તેની પાસે ધર્મ છે કે મત? તેવા સમદર્શી ગુરૂ છે? તેની પરીક્ષા કરવાનું શાસ્ત્રકારો કહે છે. કસ, તાપ અને ભેદ એ ત્રણ પ્રકાર કસોટીના છે. કૃપાળુદેવ તો સાચા પુરૂષ છે તેની ખાત્રી પૂજય અંબાલાલભાઈને હતી જ.
- હવે જે મુમુક્ષુ ભગવાનને આશરે આવ્યો તેને પોતાની સંપત્તિ એ ક્યારે આપે ? કસોટી કરીને. પૂજ્ય અંબાલાલભાઈની કસોટી તે દયાળુએ કરવા ધાર્યું - એક વખત પૂજ્ય અંબાલાલભાઈને આજ્ઞા કરી કે - “અંબાલાલ, બહારથી ફળિયું સ્વચ્છ કર.” તે વખતે પૂજય અંબાલાલભાઈના ઘરા આગળ નોકર સાફસૂફીનું કામ કરતો હતો. અંબાલાલભાઈ પ્રભુનો આશય ન સમજી શક્યા તેથી કેશવને કહ્યું કે - તું બધું જ બહારનું પણ ફળિયું વિ. સાથે સાથે સ્વચ્છ કરી નાંખજે, કચરો ઘણો છે તે ન શોભે.
૨૮
Page #30
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
ખંભાત ઉપાશ્રયેથી શ્રી પરમકૃપાળુદેવ તથા શ્રી અંબાલાલભાઈ ઘર તરફ જઈ ૨હ્યા છે.
- ૨સ્તામાં વાત કરે છે કે ‘મુનિ પાત્ર જીવ છે' – સં. ૧૯૪૭
શ્રી પરમકૃપાળુદેવ પૂ. શ્રી અંબાલાલભાઈના ઘ૨ના રૂમમાં ધ્યાનમાં બેસતા તે મ. – સં. ૧૯૪૭
૨૯
Page #31
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
તે સાંભળી પ્રભુએ કરૂણા કટાક્ષ નાંખ્યો - “અંબાલાલ! અમને નોકર રાખતાં આવડે છે.” એ શબ્દો શ્રવણ કરી પૂજ્ય અંબાલાલભાઈ સમજી ગયા, ચેતી ગયા ને આજ્ઞાધીન થઈ - ફળિયું જાતે જ સાફ કર્યું.
પ્રથમવાર ૬ દિવસની સ્થિરતા પરમકૃપાળુદેવ ભગવાનની ખંભાતમાં થઈ. કારતક સુદ ૨ના ખંભાતથી વિહાર કરી મુંબઈ પધાર્યા. અંબાલાલભાઈ આણંદ મૂકવા સાથે ગયા.
મુંબઈ
| વિ.સં. ૧૯૪૭ અંબાલાલભાઈ વ્યાપાર પ્રસંગે રતલામ જવાના હતા, ત્યાંથી વળતા મુંબઈ શ્રી પ્રભુના સત્સંગ અર્થે જવા ભાવના પ્રબળ હતી તેથી પ્રભુને પત્ર લખી આજ્ઞા મંગાવી. તેના જવાબમાં કૃપાળુદેવ સમ્મતિ દર્શાવતો પત્ર નીચે મુજબ લખે છે.
“તમારૂં કુશળ પત્ર સંપ્રાપ્ત થયું. રતલામથી વળતાં તમે અહીં આવવા ઇચ્છો છો તે ઇચ્છામાં મારી સમ્મતિ છે.” આ પત્ર વારંવાર મનન કરવા પ્રેરણા કરી છે. આગળ રેવાશંકરભાઈ અને ખીમજીથી પરમાર્થ વિષય ચર્ચિત કરવામાં ૮ પ્રશ્નોના નિર્ણય વિચારવા જણાવે છે. ભાગીદારને તેમની નિર્મોહી દશા - નિઃસ્પૃહદશાનું ઓળખાણ થાય તેમ આત્મહિતનો લાભ લેવા પ્રેરે છે. સાથે જણાવે છે – “ભાઈ ત્રિભોવનદાસની અત્ર આવવાની ઇચ્છા રહે છે; તો તે ઇચ્છામાં હું સમ્મત છું. તેમને તમે રતલામથી પત્ર લખો તો તમારી મુંબઈમાં જ્યારે સ્થિતિ હોય, ત્યારે તેમને આવવાની અનુકૂળતા હોય તો આવવામાં મારી સમ્મતિ છે. ”
- વ. ૨૩૬ રાળજ
વિ. સં. ૧૯૪૭ કૃપાળુદેવ ખંભાત પધાર્યા પછી જ્યારે જ્યારે નિવૃત્તિ લેવા માટે નીકળતા ત્યારે પૂજ્ય અંબાલાલભાઈને એકાંત સ્થળની તપાસ કરવા જણાવતા હતા. તે મુજબ ૧૯૪૭માં પર્યુષણ પર્વ માટે યોગ્ય સ્થળની તજવીજ કરવા જણાવે છે કે – “તમારા ગામથી (ખંભાતથી) પાંચ-સાત ગાઉ પર એવું ગામ છે કે જ્યાં અજાણપણે રહેવું હોય તો અનુકૂળ આવે ?... તેવું સ્થળ જો ધ્યાનમાં હોય તો લખશો. માત્ર નિર્વિકારપણે (પ્રવૃત્તિરહિત) જ્યાં રહેવાય, અને એકાદ બે મનુષ્યો ત્યાં ખપ પૂરતા હોય એટલે ઘણુંય છે. ક્રમપૂર્વક તમારો જે કાંઈ સમાગમ રાખવો ઘટશે તે રાખશું. અધિક જંજાળ જોઈતી નથી. ઉપરની બાબત માટે સાધારણ તજવીજ કરવી. વધારે જાણમાં આવે એવું ન થવું જોઈએ.”
- વ. ૨૬૧
30
Page #32
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
એ સૂચનાને અનુકૂળ રહી પૂજ્ય અંબાલાલભાઈએ તપાસ કરીને ખંભાતથી પાંચ કિલોમીટર દૂર રાળજ ગામ બહાર, રોડ ઉપર પારસીનો બંગલો ભાડે મેળવી લીધો. તે ભાઈ પરદેશ હોવાથી મકાન ખાલી હતું. જગ્યા વિશાળ હતી. ત્યાં હવા પાણી વિગેરેની સગવડ સારી હતી. પાંચ-પંદર મુમુક્ષુ રહી શકે એવા ઓરડા હતા, તેથી તે જગ્યા પસંદ કરીને પ્રભુને લખી જણાવ્યું. સમ્મતિ મળતાં તે બંગલામાં અંબાલાલભાઈએ ગાદલા વિગેરે અને રસોઈ વિગેરેનો સામાન બધું જ ગોઠવી દીધું.
પ્રભુ શ્રાવણ વદ બીજના મુંબઈથી નિવૃત્ત થઈ રાળજ પધાર્યા. જોડે પૂજ્ય શ્રી સોભાગભાઈ - મુમુક્ષુના પરમ ઉપકારી – પધાર્યા હતા. દર્શન થતાં નમસ્કાર કર્યા. પૂજય અંબાલાલભાઈ, સુંદરલાલભાઈ, નગીનભાઈ વિગેરે સવારના ૮ વાગ્યે રાળજ પહોંચ્યા. શ્રા.વ. બીજથી ભાદરવા સુદ ૮ સુધી પ્રભુની રાળજ સ્થિરતા થઈ હતી. તે અરસામાં શ્રી પરમકૃપાળુદેવશ્રી શ્રીમદ્ ભાગવત વાંચતા હતા, અને શ્રી કૃષ્ણ ભગવાનની લીલાના પદો શ્રી મુખેથી વારંવાર બોલતા હતા - ઉચ્ચસ્વરે આ પદો ઉચ્ચારતા.
વલવલે વૈકુંઠ નાથ, ગોપી, મને જાવા દે એણીવાર, ગોપી મને જાવા દે એણીવાર, મને મારશે મારી માત, ગોપી તારો બહુ માનીશ ઉપકાર, ગોપી. એમ સ્મિત કરી આનંદ મુખ કરતા હતા. વળી બીજો બોધ ઘણો થતો. રાતના વખતમાં નીચેનું પદ પણ ઉચ્ચારતા “જગી હે જોગ કી ધુની, બરસત બુંદ સે દુની.”
(રાળજ) પરમકૃપાળુ રાતના ઓરડામાં પલંગ પર સૂતા. પૂજ્ય અંબાલાલભાઈ અંતર્યામીના ચરણ તળાસતા, બધા પ્રકારે સેવામાં રહેતા, બાદ પાંગથે સૂઈ રહેતા.
પૂજય અંબાલાલભાઈ રસોડાનું કામ કરતા અને સિધુ સામાન લેવા - મૂકવામાં ભાઈ નગીનની મદદ લેતા. પરમકૃપાળુ માટેની રસોઈ આજ્ઞા મુજબ પૂજ્ય અંબાલાલભાઈ કરતા. પ્રભુ અલ્પ આહાર લેતા. કોઈવાર ફક્ત એકવાર આહાર ગ્રહણ કરતા. વિદેહી પ્રભુને નિદ્રા - દર્શનાવરણીય - કર્મ ન હતું. પૂજ્ય શ્રી સોભાગભાઈને કહેલું કે કોઈ વિકથા કરે તો નિદ્રા આવે, નહીંતર નહીં. ઉદાસીનતા મુખ પર અલૌકિક તરવરતી દેખાતી. વ. ૨૫૫માં લેખિત થયેલી અંતર ઉદાસીનતા પરમાત્મા સ્વરૂપ રહેલાની છાયાનો ભાસ કરાવે છે. દર્શનથી અને બોધ પ્રભાવથી મુમુક્ષુના હૃદયમાંથી જગતના પદાર્થની આસક્તિ – પ્રીતિ ઉપશમી જતી – એવી વૈરાગ્યની અસર પડતી. તે પ્રભુનું કેટલોક સમય સુધી સ્મરણ સતત રહેતું.
પ્રભુ કરૂણાસાગર હૃદયમાં જગતના કલ્યાણનું ચિંતન કરતા. મુમુક્ષુને માટે પ્રભુએ ભક્તિના સાધનરૂપ – “હે પ્રભુ ! હે પ્રભુ !” ના વીસ દોહરા વિગેરે ચાર પદોની સહજ રચના કરી. પૂજ્ય અંબાલાલભાઈને તેની ત્રણ કોપી કરવા જણાવ્યું. તેની એક પ્રત પૂજ્ય પ્રભુશ્રીને મોકલી આપવા
3
Page #33
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
આજ્ઞા થઈ હતી. રાળજ રહ્યા ત્યાં સુધી પૂજ્ય અંબાલાલભાઈ રાત-દિવસ દાસ્યભક્તિ ઉપાસતા દાદરમાં બેસી રહેતા. રાળજથી ભાદરવા સુદ ૯ના નીકળી પૂજ્ય શ્રી સોભાગભાઈ સાથે કલોલ શ્રી કુંવરજીભાઈને ત્યાં પધાર્યા હતા.
૩૨
આણંદ
વિ. સં. ૧૯૪૮
શ્રી વવાણિયાથી વિદાય થવા માટે કારતક સુદ આઠમના દિવસે પૂજ્ય અંબાલાલભાઈને વિહારક્રમ જણાવે છે. “બે દિવસ પહેલાં (તમારૂં) પત્ર પ્રાપ્ત થયું છે. મગનલાલ, કીલાભાઈ, ખુશાલભાઈ વિગેરેની આણંદ આવવાની ઇચ્છા છે તો તેમ કરવામાં કંઈ અડચણ નથી; તથાપિ બીજા મનુષ્યોમાં એ વાતથી અમારૂં પ્રગટપણું જણાય છે. તેવું પ્રગટપણું હાલ અમને પ્રતિબંધરૂપ થાય છે. કીલાભાઈને જણાવશો કે.... કંઈ પૃચ્છા કરવા ઇચ્છા હોય તો તેમણે આણંદ હર્ષપૂર્વક કરવી.’
- વ. ૩૦૦
પૂજ્ય અંબાલાલભાઈ તો નિવૃત્તિ સ્થળે સેવામાં પ્રભુ સાથે હોય છે. બીજા માટે પ્રસિદ્ધિમાં ન અવાય તેવી ઈશ્વરેચ્છા પ્રભુ ત્યાં જણાવે છે. આ અપ્રસિદ્ધિની ભાવના વીતરાગ માર્ગની આશય ગંભીરતા દર્શાવે છે.
વ.
અંબાલાલભાઈને આણંદ સત્સમાગમ અર્થે આવવા સંમતિ આપે છે. “અત્રેથી વદી - ૩ના નીકળવાનો વિચાર છે.... આણંદ સમાગમની ઇચ્છા રાખજો. મોરબીની નિવૃત્ત કરશો.” ૩૦૩. મોરબીથી અંબાલાલભાઈને લખે છે. “શ્રી સુભાગ્ય પ્રેમસમાધિ વિષે વર્તે છે. ૐ બ્રહ્મસમાધિ’’ - વ.૩૦૬. શ્રી મગનલાલ (અંબાલાલભાઈના પિતાશ્રી) કીલાભાઈ, ખુશાલદાસ વિગેરે દસેક મુમુક્ષુભાઈઓ આણંદ જાય છે. આણંદ ધર્મશાળામાં ભોજનની વ્યવસ્થા પૂજ્ય અંબાલાલભાઈ કરે છે.
-
શ્રી પરમકૃપાળુદેવ રાતના ૯ વાગતાં ટ્રેઈનમાંથી ઉતર્યા તે વખતે સફેદ ફેંટો બાંધેલ હતો; પુસ્તકની પેટી તેમજ કપડાં વિગેરે સામાન લીધા વિના સીધા ચાલતા થયા. શ્રી અંબાલાલભાઈ એમની વીતરાગ ચર્યા – મુનિદશા (અંતરંગની) જાણતા હતા. તેઓ તમામ સરસામાન ગાડીમાંથી લઈ આવ્યા. શ્રી પરમકૃપાળુદેવ શાહ પ્રેમચંદ રાયચંદની ધર્મશાળામાં બે ઓરડી રાખી હતી ત્યાં પૂજ્ય અંબાલાલભાઈએ બિછાનું પાથરેલ હતું તે પર બિરાજ્યા અને ૧ કલાક સુધી શાંત ચિત્તથી મૌનપણે બેસી રહ્યા. એવી આત્મરૂપ મુનિદશાની સ્થિતિ જોઈ - મોક્ષ મારગનો સથવારો મળ્યાનો આનંદ વેદાયો. રાતના ૧૧ વાગતાં કોઈ કોઈને નિદ્રા આવતી જોઈ પ.કૃ.દેવ બીજી ઓરડીમાં પથારી કરી હતી ત્યાં પધાર્યા અને જીવોની પ્રમાદવાળી સ્થિતિમાં બોધ ન કર્યો. બીજે દિવસે સવારે ૮ વાગતાંના સુમારે પરમકૃપાળુદેવ બહાર કૂવા પાસે ધર્મશાળાની ઓરડીના ઓટલા પર બિરાજ્યા અને કેટલીકવાર પછી સહેજે બોધ શરૂ થયો. તેમાં જેની જે શંકાઓ હતી તે બધાનું વગર પૂછ્ય સમાધાન થઈ ગયું. તેથી સૌ આશ્ચર્ય સાથે સંતોષ પામ્યા અને પરમાત્માની વત્સલતા જોઈ અંતરમાં
Page #34
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
મુંબઇની પેઢી ઉ૫૨ પૂ. ત્રિભોવનભાઇ તથા પૂ. શ્રી અંબાલાલભાઈ શ્રી પરમકૃપાળુદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
O
33
Page #35
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
પ્રેમ જાગ્યો. આણંદમાં બે-ત્રણ દિવસનો સત્સંગ, હરિરસ માણ્યો. પૂજ્ય શ્રી સોભાગભાઈ આણંદ આવ્યા નથી તેથી હૃદયસખાને યાદ કરીને લખે છે. “(એવું જે) પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ.” - વ. ૩૦૭
“જે સત્યનું ધ્યાન કરે છે તે સત્ય હોય છે.” આ પત્ર પૂજય અંબાલાલભાઈને વાંચવા ને બીડવા આપે છે. વળી આણંદ મુમુક્ષુઓ પર કૃપા કરી મુંબઈ કર્મક્ષયાર્થે પધાર્યા. પોતે શ્રીમુખે પ્રકાશ્ય છે. “મહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે, પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે; જીવોના કલ્યાણને અર્થે.” - વ. ૩૭૩
- ૧) જગ પાવન કરતાં કરતાં પ્રભુ આણંદથી મુંબઈ પધારે છે. ત્યાંથી પૂજ્ય અંબાલાલભાઈને અંતરંગ વર્તતી અપૂર્વ સંયમ શ્રેણીનું દિગ્દર્શન કરાવે છે. જે પત્ર લખે છે – “ક્ષાયિક ચારિત્રને સંભારીએ છીએ.” - વ. ૩૧૨. જે દશાનું ધ્યાન કરતાં આત્મા સ્વરૂપાનંદની શ્રેણિએ ચડતો જાય - આવા (અનુપમ) અચિંત્ય સ્વરૂપનું પૂજ્ય અંબાલાલભાઈને વ. ૩૧૨માં કેવું અદ્ભુત દર્શન કરાવે છે કે જેથી અંબાલાલભાઈની ચિત્તવૃત્તિમાં તે દશા સ્મૃતિરૂપ રહે, જેથી સહેજે આત્મબોધ થાય, એ તેમની ઉત્તમોત્તમ પાત્રતા હતી.
૨) પરમાત્માની છાયામાં વસવાથી જેમ જેમ અંબાલાલભાઈની મુમુક્ષુ દશા, જિજ્ઞાસા બળ, વિચાર બળ વધતાં જાય છે તેમ તેમ પ્રભુ પાત્રમાં તત્ત્વ રસાયણ રેડે છે અને – “હીરા પારખુ ઝવેરી મળતાં માલ બધોય બતલાવે.” તેમ પરમાત્મા વ. ૩પ૬માં પોતાનો અંતરંગ વૈભવ – (ઝવેરાત) તેમને બતાવે છે અને ગ્રાહક થવાની સીધી પ્રેરણા કરે છે. “આત્મસમાધિપૂર્વક યોગઉપાધિ રહ્યા કરે છે, જે પ્રતિબંધને લીધે હાલ તો કંઈ ઇચ્છિત કરી શકાતું નથી. આવા જ હેતુએ કરીને શ્રી ઋષભાદિ જ્ઞાનીઓએ શરીરાદિ પ્રવર્તનાના ભાનનો પણ ત્યાગ કર્યો હતો.” “સમય માત્ર પણ અપ્રમત્ત ધારાને નહીં વિસ્મરણ કરતું એવું જ આત્માકાર મન તે વર્તમાન સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે; ...તે ઉદયને વિષે પ્રીતિ પણ નથી, અને અપ્રીતિ પણ નથી. સમતા છે, કરવા યોગ્ય પણ એમ જ છે.” - વ. ૩૫૩ ( ૩) પૂર્વે બાંધેલા શુભાશુભ કર્મને અબંધ પરિણામ ભોગવી સર્વથા છૂટી જવાની પરમકૃપાળુ દેવે સ્વચર્યાથી આ એક ચાવી આપી કે તમે પણ તેમાં ગમે તેટલા થોડા અંશે પ્રવર્તાય તોપણ તેમ પ્રવર્તવાનો અભ્યાસ રાખજો. પ્રીતિ - અપ્રીતિ જેમ ઉત્પન્ન ન થાય તેમ તેવા પ્રસંગમાં સવિચારથી વર્તો.
૪) શાસ્ત્રવાંચનની અંબાલાલભાઈ પૃચ્છા કરી આજ્ઞા માંગે છે ત્યાં નિષ્પક્ષપાત દૃષ્ટિ આપે છે. “વિચારસાગર અનુક્રમે (પ્રારંભથી છેવટ સુધી) વિચારવાનો હાલ પરિચય રાખવાનું બને તો કરવા યોગ્ય છે. માત્ર જે જણાવીએ છીએ, તે તમ સર્વને ઉપદેશ લેવા અર્થે જણાવીએ છીએ.”
- વ. ૩૫૮
38
Page #36
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
ખંભાત શ્રી રાજછાયા'ના મકાનમાં શ્રી પરમકૃપાળુદેવ બોધ આપી રહ્યા છે.
તે સાંભળવા માનવમહેરામણ દોિચર થાય છે.
ખંભાત નારેશ્વ૨ બાણમાં સાંજના સમયે શ્રી પરમકૃપાળુદેવ સાથે
પૂ. શ્રી અંબાલાલભાઈ ફરવા જઈ ૨હ્યા છે.
૩૫
Page #37
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
શ્રી રાજછાયા, ખંભાત
વિ. સં. ૧૯૪૯ સં. ૧૯૪૯ની સાલમાં પર્યુષણ બાદ પ્રભુ પેટલાદ થઈ નિવૃત્તિ અર્થે ખંભાત પાસે કંસારી ગામે પધાર્યા. ત્યાં કીડીયોનો ઉપદ્રવ હોવાથી દીનાનાથ ખંભાત પધાર્યા. ખંભાતથી લખેલ પત્ર છે. શ્રી છોટાભાઈના મકાનમાં ૧૮ દિવસની સ્થિરતા થઈ હતી. તે મકાનની અગાશીમાં શ્રી યશોવિજયજી કૃત - સાડી ત્રણસો ગાથામાંથી કેટલીક ઢાળો બોલ્યા હતા. એક દિવસ સાયંકાળે દરિયા પર ફરવા પધાર્યા ત્યારે પૂજય અંબાલાલભાઈ વિગેરે બીજા ભાઈઓ સાથે હતા. આવતી ફેરા પ્રભુએ શ્રી ડુંગરશીભાઈને કહ્યું - ગામમાં ક્યાંથી જવાશે ? તેઓ રસ્તા જાણતા ન હતા છતાં જ્ઞાનીપણું માની લીધેલું તેથી કીધું કે ચાલો મારી સાથે. કૃપાળુદેવ જાણતા હતા કે આ રસ્તો ગામમાં જતો નથી. છતાં તેની સાથે અંબાલાલભાઈ વિગેરે ગયા, પછી આગળ જતાં ડુંગરશીભાઈ રસ્તો ભૂલ્યા એટલે પ્રભુએ દયા કરી કડક ભાષામાં ઠપકો દીધો કે – આવી રીતે જે રસ્તો નથી જાણતા તે મોક્ષમાર્ગ બતાવી શકે નહીં.” તે ઉપર વિસ્તારથી સમજાવી વ્યાખ્યા કરી હતી. ત્યારથી ડુંગરશીભાઈનું અભિમાન જ્ઞાન પામ્યાનું ગળી ગયું હતું. પછી બોધમાં કહ્યું કે – એક સપુરુષ પ્રત્યે - પ્રત્યક્ષ ભગવાન પ્રત્યે જેનો ઓઘે પણ રાગ હોય તે પણ કલ્યાણ પામે આ વાત “સુમતિ' ગ્રંથમાં કહી છે. માટે તમો અમારી પૂર્ણ શ્રદ્ધા રાખજો.” આમ રોજ રાજછાયામાં સત્સંગ વર્ષા ચાલતી હતી અને પૂ. અંબાલાલભાઈ, શ્રી છોટાભાઈ વિગેરે અમૃત પાન કરી અભય થતા હતા.
એક દિવસ – પ.પૂ. કુંદકુંદાચાર્યકૃત “સમયસાર’ - નામનો ગ્રંથ વાંચતા હતા તે વેળા જાણે એકલો આત્મા જ બોલે છે એવો ભાસ – અનુભવ થતો, પ્રતીતિ આવતી. ભ્રાંતિથી પોતામાં જ્ઞાન માન્યું હોય તેનો સંશય દૂર થાય એવું દૃષ્ટાંત આપી સમજાવતા કે – “આત્મજ્ઞાન તેને કહેવાય છે કે ખોળામાં આવીને સિંહ બેસે, સર્પ બેસે પણ કિંચિત્ માત્ર રૂંવાડામાંય ભય થાય નહીં.”
- શ્રી રાજછાયામાં નિવાસ દરમ્યાન એક દિવસ પ્રભુ પૂજ્ય અંબાલાલભાઈને ઘેર પધાર્યા. તે વખતે સત્સંગ અર્થે ઉગરીબેન પણ અંબાલાલભાઈના ઘેર આવ્યા હતા. શ્રી લાલચંદભાઈને ઢંઢીયાના શ્રાવકોએ કૃપાળુદેવની વિરૂદ્ધ ઉશ્કેર્યા હતાં એટલે વ્યાખ્યાનમાંથી ઊઠી બધા અંબાલાલભાઈના ઘેર આવ્યા એટલે લાલચંદભાઈ કૃપાળુદેવ પ્રત્યે ઘણા જ આક્રોશ વચનથી બોલ્યા કે - તમે મારા ઘરમાંથી નવકારનું નામ કાઢી નાખ્યું. અંબાલાલ કંઈક બીજું સ્મરણ કરે છે. ઇત્યાદિ ઘણાં જ કઠણ વચનો કહ્યાં. પરમાત્મા તો શાંત રહ્યા. અંબાલાલભાઈ પણ જોઈ રહ્યા. તે બોલતા બંધ થયા ત્યારે પરમકૃપાળુદેવે લાલચંદભાઈને પૂછ્યું કે - “તમે ૬૦ વર્ષથી ધરમનો અભ્યાસ કરો છો - વ્યાખ્યાન સાંભળો છો તો કહો જીવનું સ્વરૂપ શું છે?” લાલચંદભાઈ ગૂંચાયા – જવાબ ન દઈ શક્યા, એટલે ઢુંઢીયાના શ્રાવકો ભણી જોયું ને કીધું કે - આ લોકો જવાબ દેશે. લાલચંદભાઈના કહેવાથી કૃપાળુદેવે તેઓને પૂછ્યું તે પણ કંઈ જવાબ દઈ ન શક્યા ને ક્ષોભ પામ્યા અને બધા શ્રાવકો ઊઠી ચાલ્યા ગયા.
એક વખત કૃપાળુદેવ પધાર્યા ત્યારે પૂ. શ્રી અંબાલાલભાઈ, શ્રી કલાભાઈ, શ્રી ગાંડાભાઈ
૩
Page #38
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
વિગેરે સમીપમાં બેઠા હતા. ઘણા વખત સુધી પોતે મૌન રહ્યા. સફેદ અંગરખુ પહેરેલ હતું અને જાણે પરમ યોગી દેખાતા હતા. થોડીવાર પછી બોલ્યા કે – “જ્ઞાની પુરૂષ ૫૦ કે તેથી વધુ માણસ બેઠા હોય તે વખતે એમ જાણતા હોય કે આમાંથી આટલા જીવ જરૂર આટલા ભવે બોધ પામશે, જ્ઞાન પામશે તથા અમુક અમુક જીવોની ભવિષ્યમાં આમ ગતિ થશે. ઇત્યાદિ વ્યાખ્યા કરી હતી.’ એક વખત કૃપાળુદેવે કહ્યું કે - “અંબાલાલને વિનય ભક્તિથી લબ્ધિ પ્રાપ્ત થઈ છે, અને તે તમો બધા કરતાં ચડિયાતા છે.’’
શ્રી અંબાલાલભાઈમાં ઉદારતાનો ગુણ સારો હતો અને શ્રી કૃપાનાથના સમાગમથી તેમની દશા અદ્ભૂત વર્તતી હતી. પરમકૃપાળુદેવની ભક્તિ તેમણે અનન્ય કરી હતી. જેમ પતિવ્રતા સ્ત્રી ભક્તિ કરે એવી અખંડ પ્રેમ - વિનયથી ભક્તિ કરતા હતા. નિદ્રા લે નહીં - પાંગથે રાતના બેસતા હતા અને પગ તળાંસતા હતા. ત્યાંના ત્યાં જ સૂઈ રહેતા હતા. તેમનામાં વિનય ગુણ અનન્ય હતો. પ્રભુ પ્રત્યેનું પરમ દૈન્યત્વ - દાસીભાવને વરેલ હતા એટલે રસોઈ પણ પોતે જ કરતા હતા. તેમનામાં રસોઈની આવડત હતી - વિશેષ પ્રકારે સારી આવડત હતી. પૂજ્ય અંબાલાલભાઈ એકાંતવાસમાં હંમેશ - અસંગ ભાવે ઊઠતા-બેસતા હતા. અને રાત-દિવસ “મહાદિવ્યા કુક્ષિરત્ન” એ શ્લોકનું રટણ કરતા હતા.
તેમનો વિનય જોઈને મુમુક્ષુઓમાં માંહો માંહે વાત થતી કે જગતમાં બીજે સ્થળે જોવા ન મળે તેવો ભક્તિભાવ તેમનામાં છે. ઘણા પ્રેમથી મુમુક્ષુ એકબીજાને ચાહતા હતા. પૂજ્ય અંબાલાલભાઈના પ્રતાપથી મુમુક્ષુઓમાં વિનય ગુણના બીજ રોપાયેલ છે.
પૂ. અંબાલાલભાઈની મોક્ષમાર્ગની અધિકારીતા જાણી મુખ્ય ઉપાય સ્પષ્ટ દર્શાવે છે. “આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈપણ મુખ્ય ઉપાય હોય તો આત્મારામ એવા જ્ઞાનીપુરૂષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિયોગરૂપ સંગ છે.’’ - વ. ૪૩૨. જે માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિ કાળથી પરિભ્રમણ કર્યુ છે તે પ્રત્યે પ્રભુએ અંગુલીનિર્દેશ કર્યો છે કે - “વારંવાર તે પુરૂષરૂપ ભગવાનને પરમપ્રેમે ભજવા યોગ્ય છે.’’
ધર્મનો મૂળ પાયો શ્રી વીરે શ્રદ્ધાને કહ્યો છે. તે શ્રદ્ધા - નિષ્ઠા સબળ કરવા ૫.કૃ.દેવ ભલામણ કરે છે. જે નીચે જણાવેલ વચનામૃતથી પ્રતીત થવા યોગ્ય છે.
“સત્ શ્રદ્ધા પામીને જે કોઈ તમને ધર્મ નિમિત્તે ઇચ્છે તેનો સંગ રાખો.’’ - વ. ૧૭૧. “સત્પુરૂષની શ્રદ્ધા વિના છૂટકો નથી. સત્સંગની વૃદ્ધિ કરશો.” - વ. ૧૭૪
“પરમ સમાધિ છે. તમારા બધાનો જિજ્ઞાસુ ભાવ વધો એ નિરંતરની ઇચ્છા છે.” - વ.
૧૭૫
“તમારાં પ્રશ્ન મળ્યાં. યોગ્ય વખતે ઉત્તર લખીશ. આધાર નિમિત્તમાત્ર છું. તમે નિષ્ઠા સબળ કરવાનું પ્રયત્ન કરો એ ભલામણ છે.’ - વ. ૧૮૪
39
Page #39
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
“અત્ર આનંદવૃત્તિ છે. જેમ માર્ગાનુસારી થવાય તેમ પ્રયત્ન કરવું એ ભલામણ છે.” - વ. ૧૮૬
આજે તમારું પત્ર - ૧ મળ્યું. “કરના ફકીરી કન્યા દિલગીરી, સદા મગન મન રહેના જી.” એ વૃત્તિ મુમુક્ષુઓને અધિકાધિક વર્ધમાન કરવા જેવી છે. પરમાર્થ ચિંતા હોય એ વિષય જુદો છે. વ્યવહારચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું એ એક માર્ગ પામવાનું સાધન છે અમારી વૃત્તિ જે કરવા ઇચ્છે છે, તે નિષ્કારણ પરમાર્થ છે; એ વિષે વારંવાર જાણી શક્યા છો... તમે જેઓ સમજ્યા છો, તેઓ માર્ગને સાધ્ય કરવા નિરંતર સપુરૂષનાં ચરિત્રનું મનન રાખજો. તે વિષય પ્રસંગે અમને પૂછજો. સન્શાસ્ત્રને અને સત્કથાને તેમ જ સદ્ગતને સેવજો.” - વ. ૧૯૨.
પૂ. અંબાલાલભાઈ કૃપાળુની અંતરવૃત્તિ જાણે છે કે આ દિવ્ય પુરૂષ અનેક જીવોને કલ્યાણ માર્ગે દોરી શકે એમ છે એટલે સપુરૂષની અત્યંતર દશાનું મનન કરવા સૂચવ્યું છે.
મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિ કાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી તે વિચારો.”
- વ. ૧૬૬ સર્વેએ એટલું જ હાલ તો કરવાનું છે કે જૂનું મૂક્યા વિના તો છૂટકો જ નથી, અને એ મૂકવા યોગ્ય જ છે એમ દેઢ કરવું... અમે તો સર્વના દાસ છીએ. ત્રિભોવનને જરૂર બોલાવજો.' - વ. ૨૧૦. પ્રત્યક્ષ ભગવાનરૂપ પુરૂષ મળ્યા પછી શાસ્ત્રીય અભિનિવેશ ટાળે છે. શાસ્ત્રો સપુરૂષના મુખમાં રહ્યાં છે. જે બાર અંગના સારરૂપ અને છ દર્શનનું સર્વોત્તમ તત્ત્વ, જ્ઞાનીના બોધનું બીજા સંક્ષેપમાં કહી દે છે.... “માટે જેની ‘સત્’ પ્રાપ્ત કરવાની દેઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દૃઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી “સ”ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય..... એ તમને અને કોઈપણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે.” - વ. ૨૧૧. આ ગુપ્ત મંત્ર ખરા મુમુક્ષુને માટે આપી દીધો એ એનો પરમ ઉપકાર છે.
વચનામૃતમાં દુષમકાળનું સ્વરૂપ જણાવી પૂ. અંબાલાલભાઈને પ્રત્યક્ષ સત્પરૂષના જોગે વગર સમજાવ્ય સ્વરૂપસ્થિતિનું કારણ જણાવી નિશ્ચયમાં પ્રેરે છે. તેવી જિજ્ઞાસા ઉત્પન્ન કરાવે છે. કારણ.... “પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પરૂષ છે.” - વ. ૨૪૯
પદાર્થનો નિર્ણય એટલે સમ્યગદર્શન પામવા માટે નિઃશંકતાદિ આઠ અંગ કહ્યા છે તે મેળવવાના ક્રમ રૂપે ગૂઢ શાસ્ત્રાર્થ પ્રતિપાદન કર્યો છે. તે નિઃશંકતા શામાં કરવાની ? પ્રથમ – “મહાત્મામાં જેનો દૃઢ નિશ્ચય થાય છે, તેને મોહાસક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે. તેથી નિઃશંકતા આવે છે. જેથી જીવ સર્વ પ્રકારનાં દુઃખથી નિર્ભય હોય છે, અને તેથી જ નિઃસંગતા ઉત્પન્ન હોય છે, અને એમ યોગ્ય છે.” - વ. ૨૫૪. આદિપુરૂષ ભક્ત પાસે પોતાના અંતરની બાજી ખુલી કરી દે છે.
પરમકૃપાળુદેવ ચોથા કાળમાં દુર્લભ યોગનું આ અપૂર્વ ફળ કાંડ ઝાલી આપવા ઇચ્છે છે.
30
Page #40
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
“આત્મા બ્રહ્મ સમાધિમાં છે. મન વનમાં છે. એક બીજાના આભાસે અનુક્રમે દેહ કંઈ ક્રિયા કરે છે, ત્યાં સવિગત અને સંતોષરૂપ એવાં તમારા બંનેનાં પત્રનો ઉત્તર શાથી લખવો તે તમે કહો.... મગનલાલ અને ત્રિભુવનના પિતાજી કેવી પ્રવૃત્તિમાં છે તે લખવું... એક સમય પણ વિરહ નહીં, એવી રીતે સત્સંગમાં જ રહેવાનું ઇચ્છીએ છીએ. પણ તે તો હરિઇચ્છાવશ છે.” - વ. ૨૯૧
આવી અંતરગમ્ય (ખાનગી) વાત ભગવાન અને ભક્ત વચ્ચેની આજે આપણને સાંભળવા મળે છે. તેમાંથી આપણને કલ્યાણનો માર્ગ મળી જાય છે. આ આપણું મહદ્ ભાગ્ય છે. વળી એક પ્રસંગે પૂજય અંબાલાલભાઈ પ્રભુને વિનંતી કરે છે કે આ માયાના કર્મનો પ્રપંચ ક્ષણે ક્ષણે આત્માને બધા પમાડી રહ્યો છે. તેમાં આત્માને સમપરિણતી રહેતી નથી. પરિણામ ચંચળ થાય છે. એમાં આપ જેવા નિર્મોહ પુરૂષ જ રહી શકે, માટે તમે સંસારમાંથી અમને ખેંચી લ્યો. કષાયના નિમિત્તોમાં કષાય અને હર્ષ શોક થઈ જાય છે. માથે ટોકનાર – નજર રાખનાર ન હોય ત્યારે નિરાલંબ બોધ અંતરે સ્થિર રહેવો કઠણ પડે છે, માટે આપનો આશ્રય આપો.
એ ચરણ યોગની નિઃશંકતાનો માર્ગ બતાવે છે.
“પ્રત્યક્ષ આશ્રયનું સ્વરૂપ લખ્યું તે પત્ર અત્રે પ્રાપ્ત થયું છે. મુમુક્ષુ જીવે પરમ ભક્તિ સહિત તે સ્વરૂપ ઉપાસવા યોગ્ય છે. યોગબળ સહિત, એટલે જેમનો ઉપદેશ ઘણા જીવોને થોડા પ્રયાસ મોક્ષસાધનરૂપ થઈ શકે એવા અતિશય સહિત જે સત્પરૂષ હોય તે જ્યારે યથાપ્રારબ્ધ ઉપદેશવ્યવહારનો ઉદય પ્રાપ્ત થાય ત્યારે મુખ્યપણે ઘણું કરીને તે ભક્તિરૂપ પ્રત્યક્ષ આશ્રયમાર્ગ પ્રકાશે છે. પણ તેવા ઉદયયોગ વિના ઘણું કરી પ્રકાશતા નથી.... તે તેમનું કરૂણા સ્વભાવપણું છે.” - વ. ૫૨ ૧.
પહેલાં ગુણઠાણાથી આગળ કેવી રીતે વધવું, તેના શા ઉપાય છે ? ક્યાંથી શરૂઆત કરવી ? તેનું ઘડતર - શિક્ષણ, ગુરૂ કારીગર જેવા – ઘડી રહ્યા છે. જેને વિષે સસ્વરૂપ વર્તે છે, એવા જે જ્ઞાની તેને વિષે લોક-સ્પૃહાદિનો ત્યાગ કરી, ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે, તે નિકટપણે કલ્યાણને પામે છે એમ જાણીએ છીએ.” - વ. ૩૭૬.
અહો પ્રભુની દયા ! જ્ઞાનીની ગત તો જ્ઞાની જાણે.
જ્ઞાની પુરૂષ જીવના ભીતરના પડ - ગ્રંથી – પરિગ્રહાદિ કામનાના ગંજ – ઊંડા ગયેલા છે તેને છેદી – ભેદી નાંખે છે.
સદાચરણ ટેક સહિત સેવવાં, મરણ આવ્યું પણ પાછા હઠવું નહીં. આરંભ, પરિગ્રહથી જ્ઞાનીનાં વચનો શ્રવણ થતાં નથી, મનન થતાં નથી; નહીં તો દશા બદલાયા વિના કેમ રહે ?... જ્ઞાનીઓએ કહ્યું છે તેથી જીવ અવળો ચાલે છે; એટલે પુરૂષની વાણી ક્યાંથી પરિણામ પામે ? લોકલાજ પરિગ્રહાદિ શલ્ય છે. એ શલ્યને લઈને જીવનું પાણી ભભકતું નથી. તે શલ્યને સંપુરૂષનાં વચનરૂપી ટાંકણે કરી તડ પડે તો પાણી ભભકી ઊઠે. જીવના શલ્ય, દોષો હજારો દિવસના પ્રયત્ન પણ જાતે ન ટળે, પણ સત્સંગનો યોગ એક મહિના સુધી થાય, તો ટળે; ને રસ્તે જીવ ચાલ્યો જાય.”
- ઉ. છાયા. પાન. નં. ૭૨૬
૩૯
Page #41
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
“અમને એમ આવી જાય છે કે અમે, જે અપ્રતિબધ્ધપણે રહી શકીએ એમ છીએ, છતાં સંસારના બાહ્ય પ્રસંગને, કુટુંબાદિ સ્નેહને ભજવા ઇચ્છતા નથી, તો તમ જેવા માર્ગેચ્છાવાનને તે ભજવાને અત્યંત ત્રાસ અહોરાત્ર કેમ નથી છૂટતો ? કે જેને પ્રતિબધ્ધપણારૂપ ભયંકર યમનું સહચારીપણું વર્તે છે.” - વ. ૪૧૪
“અગમ અગોચર નિર્વાણમાર્ગ છે એમ શ્રી વીતરાગે કહ્યું છે.” એ જ કારણથી કૃપાળુદેવ અગમચેતી આપે છે કે શુદ્ધ આત્મસ્વરૂપને પામવામાં અપાર અંતરાયો જ્ઞાનીએ જોયાં છે, અને તે જીવને માર્ગથી પાડે તેવો ભય હોય છે એટલે રસ્તો બતાવે છે કે – “જો મહતુ પુણ્યથી (પરમાત્માનો) સત્સંગનો અપૂર્વ લાભ રહ્યા કરે તો નિર્વિદનપણે કૈવલ્ય પર્યંતની ભૂમિકાએ પહોંચી જાય છે.”
“..તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપયોગે આ જીવ પોતાને, પોતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે; અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે, અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે, અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સપુરુષાદિ સાધન કહ્યાં છે; અને તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે.” - વ. ૫૩૭
આવા સૂક્ષ્મ બોધભરિત વચનામૃતો શ્રી મુખેથી પ્રવાહરૂપે નીકળ્યાં છે. જેમાં માર્ગની શરૂઆતથી અંતઃપર્વતની સંલના ગર્ભિત છે, તે વડે આપણને ઢંઢોળે છે, જીવને ક્રમે ક્રમે સ્વરૂપ શ્રેણીએ ચઢવા પ્રથમ માન અને મતાગઇ આડા થંભરૂપ છે, અને અસત્સંગની વાસનાએ જન્મ પામેલું એવું નિજેચ્છાપણું, સ્વછંદ એ મહામોટો દોષ છે, જે અનાદિની ઘર કરીને રહેલી મિથ્યાધર્મની વાસના, તેમજ માયિક સુખની વાંચ્છા તેને ટાળે છે. મોક્ષમાર્ગ આરાધનામાં અવરોધ કરનારા કદાગ્રહ, મતમતાંતર, વિશ્વાસઘાત અને અસતવચનનો તિરસ્કાર કરી હૃદયના પાત્રને નિર્મળ સસંસ્કારથી વાસિત બનાવે છે, “હે પ્રભુના પદમાં તરવાના ત્રણ ઉપાય દર્શાવ્યા, તેમાં નિજદોષ જોવાનો દઢ લક્ષ, મોહનીય કર્મનો ક્ષય થતાં સુધી અપ્રમત્તપણે રાખવો, એક એ સુગમ ઉપાય પ્રરૂપ્યો છે. હું પામી ગયો છું, હું ઠીક સમજું છું, હવે મારામાં ગુણ પ્રગટ્યો એ માન્યતા જીવને પતિત ભાવ પમાડે છે.
આપણે વિષે કોઈ ગુણ પ્રગટ્યો હોય, અને તે માટે જો કોઈ માણસ આપણી સ્તુતિ કરે, અને જો તેથી આપણો આત્મા અહંકાર લાવે તો તે પાછો હઠે. પોતાના આત્માને નિંદે નહીં, અત્યંતર દોષ વિચારે નહીં, તો જીવ લૌકિકભાવમાં ચાલ્યો જાય પણ જો પોતાના દોષ જુએ, પોતાના આત્માને નિંદ, અહંભાવ રહિતપણું વિચારે, તો સપુરુષના આશ્રયથી આત્મલક્ષ થાય.” - ઉ. છાયા. પાન નં. ૭00
આ એક લાલબત્તી જેવું છે.
“પોતાનું ક્ષયોપશમ બળ ઓછું જાણીને અહંમમતાદિનો પરાભવ થવાને નિત્ય પોતાનું ન્યૂનપણું દેખવું.” - વ. ૬૫ર
Y0
Page #42
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
“સજીવનમૂર્તિ પ્રાપ્ત થયે જ સત્ પ્રાપ્ત થાય છે, સત્ સમજાય છે, સતુનો માર્ગ મળે છે, સતુ પર લક્ષ આવે છે. સજીવનમૂર્તિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે; આ અમારું હૃદય છે.” - વ. ૧૯૮. આ પરમાત્મા પોતાનું અંતરંગ હૃદય ખુલ્લું કરે છે. કેવી કરુણા !
પૂજ્ય અંબાલાલભાઈ પૂર્વે કૃપાળુદેવની સાથે ઋણ બાંધીને આવ્યા છે જેથી તેમને મહતું મહતુ પુન્ય યોગ, સજીવનમૂર્તિના ચરણ સમીપનો નિવાસ મળ્યો છે. આ પૂર્ણ પુન્યોદય દીનબંધુની કૃપાથી તેની સાથે આપણને પણ અંશે મળ્યો. આવા ઉચ્ચગામી મુમુક્ષુ પ્રગટ કરી આપણને ચોથા કાળના ભગવાન, ચોથા કાળના મુનિ, ચોથા આરાના મુમુક્ષુ દેખાડ્યા, ચોથા કાળની જિનવાણી પ્રત્યક્ષ કરી, એ આશ્ચર્યકારી દેન છે.
પૂજ્ય યશોવિજયજી મહારાજ “અચરીજવાળે અચરજ કીધું, ભક્ત સેવક કારજ સિધ્યું.”
આ એનો દિવ્ય સંદેશ - અમૂલ્ય વચનામૃતોનો પરમ આધાર આપી કૃપાળુદેવે શ્રી અંબાલાલભાઈ પર અને આપણા ઉપર કરૂણાનો ધોધ વરસાવ્યો છે. અતૂટ અમૃતધારારૂપે મન મૂકીને બોધ વૃષ્ટિએ વરસ્યા છે. અનાદિના મોટા રોગ એથી ખસ્યા છે. સુજાણ ધવંતરી વૈદ અને ગંભીર દર્દી જેવી વાત બની ગઈ છે. સમ્યગુ દર્શનથી લઈ ઠેઠ પૂર્ણ દશા સુધી પહોંચાડી અગમ – ઘરની ઝાંખી કરાવી દેવા તત્પર થયા દેખાય છે. એ મધુર અને નિર્મળ વાણી આપણા અંતરમાં પ્રસરો અને સૌના કલ્યાણરૂપ થાઓ.
ૐ સગુરૂ દયાળ
सर्वस्य आप्तस्य दयार्द हृदयंस्ति અર્થ :- સર્વનું હિત ઇચ્છનાર અને દયાથી પીગળેલું હૈયું છે જેનું; અને એક સરખી રીતે જગતમાં સંપૂર્ણત્વ યશ ફેલાયેલો છે જેનો, તે કોણ ? મારા શ્રી સદગુરૂ – રાજચંદ્રજી એવા નામે છે. હે ગુરૂ ! બે હાથ જોડી હું મો મજાવંત આપને નમસ્કાર કરું છું. “નિરાધાર કેમ મૂકી, શ્યામ મને નિરાધાર કેમ મૂકી, જન્મારો કેમ જાશી.” આમ છેક નિરાધાર મૂકવાથી આ પામરના દિવસ કેમ જશે ? સહજ પણ અમૃત તુલ્ય પ્રસાદી મળવાની ઇચ્છા રાખ્યા કરૂં છું.
- લિ. અંબાલાલના પુનઃ પુનઃ નમસ્કાર જવાબ વ. ૫૧૫. “જેમ આત્મબળ અપ્રમાદી થાય તેમ સત્સંગ, સત્વાંચનાનો પ્રસંગ નિત્ય પ્રત્યે કરવા યોગ્ય છે.” ઉપરના પત્રમાં પૂજ્ય અંબાલાલભાઈની પ્રભુના ચરણ સહવાસ પ્રતિની પ્રબળ ઝંખના જોતાં હૃદય ઢીલું કરે છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
પૂજ્ય શ્રી કીલાભાઈનો પરિચય
| વિ. સંવત ૧૯૪૯ પૂ. શ્રી કીલાભાઈ જણાવે છે કે સંવત ૧૯૪૮માં અમો આણંદ સ્ટેશન ઉપર પ.કૃ.દેવને લેવા ગયા હતા. ટ્રેઈન આવી કે તુરત કૃપાળુદેવ ડબ્બામાંથી ઊતરી પેટી વિગેરેની કાંઈપણ લેવાની ભલામણ કર્યા વગર સાપ જેમ કાંચળી છોડી ચાલ્યો જાય તેમ ચાલતા થયા. અમો બધાએ દંડવતુ નમસ્કાર કર્યા. કૃપાળુદેવે સામું પણ જોયું નહીં. તેથી તેમની નિરાગી દશા વિષે બહુ ચમત્કાર લાગ્યો, ત્યારથી હું સદ્દગુરૂ તરીકે કૃપાળુદેવને માનવા લાગ્યો. એકવખત કૃપાળુદેવે મુંબઈથી પત્ર લખ્યો કે આણંદ સ્ટેશને એક બે મુમુક્ષુઓને આવવામાં આજ્ઞાનો અતિક્રમ નથી. તે વખતમાં પર્યુષણ બેસનારા હતા, જેથી કૂળરૂઢીથી પર્યુષણમાં બહાર જવામાં કેટલાક મુમુક્ષુઓ સંકોચાવા લાગ્યા. પૂજય અંબાલાલભાઈના કહેવાથી હું તથા કરસનદાસ બન્ને જણા આણંદ ગયા. ત્યાં કૃપાળુદેવનો હસ્તલિખિત એક કાગળ પોપટલાલે મને આપ્યો, તેમાં જણાવેલું હતું કે તમારે વડોદરા આવવું હોય તો ઝવેરી માણેકલાલને ત્યાં આવવું. હું એકલો વડોદરા ગયો. ત્યાં શ્રી કૃપાળુદેવ બનારસીદાસના સવૈયાની ધૂન લગાવી રહેલા હતા. ત્યાં ડુંગરશીભાઈ, શ્રી સોભાગભાઈ તથા ખીમજીભાઈ સાથે હતા. એક વખત શહેર બહાર ફરવા પધાર્યા હતા, સાથે ડુંગરશીભાઈ, સોભાગભાઈ તથા હું સાથે હતા. ડુંગરશીભાઈ બોલ્યા કે ‘સાહેબજી ! આખા જગતમાં અંધકાર વ્યાપિ રહ્યો છે, તેમાં અમારા ટુંઢિયામાં તો બહુ અંધકાર વ્યાપ્યો છે. આપ ધર્મનો ઉદ્યોત ક્યારે કરશો ?' તે સાંભળીને કૃપાળુદેવ હસમુખે બોલ્યા કે ‘ડુંગરશીભાઈ ! તમો સ્થાનકવાસી કૂળમાં જન્મ્યા તેથી તેની તમોને વધારે દયા આવે છે પણ વખત આવ્યે સ્થાનકવાસીનું તો શું આખા જગતનું કલ્યાણ થશે.” એક વખત સાંજે શહેર બહાર કૃપાળુદેવ એક કૂવાના થાળા પર બેઠેલા હતા. પૂજ્ય શ્રી સોભાગભાઈ લઘુશંકા કરવા એક વાડ તરફ જતા હતા. કૃપાળુદેવે તેમને રોક્યા ને કહ્યું કે એ તરફ સાપ પડેલો છે તેથી બીજી તરફ જાવ. તેથી આશ્ચર્ય પામી હું ત્યાં જોવા ગયો, ત્યાં દૂર વાડને ઓથે સાપ પડેલો જોયો, આથી મારા મનમાં કૃપાળુદેવને અદ્ભુત જ્ઞાન છે એમ ભાસ્યું. - એક વખત ગાયકવાડ સરકારનું ઝવેરાત દેખાડવા શેઠ ફકીરભાઈ આવ્યા હતા, તેમાં એક નવ લાખનો હીરો પણ હતો. તે કૃપાળુદેવને બતાવ્યો. કૃપાળુદેવ બોલ્યા કે અચિંત્ય જેનું મહાભ્ય છે એવા આત્માનું જીવને મહાભ્ય કે ચમત્કાર કંઈ ભાસતું નથી અને આવા ચોખ્ખા પથરાનું મહાભ્ય આવે છે. આવું સાંભળી મને લાગ્યું કે આ પુરૂષ બહુ નિસ્પૃહ જણાય છે. મેં ઢુંઢિયાકૂળના આગ્રહ વિષે પ્રશ્નો પૂછવા નક્કી કરેલા હતા ત્યારે સવારના આઠ-નવ વાગે જે ઉપદેશ ચાલતો હતો તેમાં તેના ખુલાસા મારા પૂછ્યા વગર કરી નાખ્યા. એક વખત કૃપાળુદેવે મને પૂછ્યું કે તમો શું સમજીને અહીં આવ્યા છો ? મેં જવાબ દીધો કે મારા કલ્યાણ અર્થે આવ્યો છું ત્યારે કૃપાળુદેવ બોલ્યા કે અમારાથી તમારું કલ્યાણ થશે એની શી ખાત્રી ? મેં જવાબ આપ્યો કે આપના દર્શન તેમજ વચનામૃતોથી ખાત્રી થઈ છે કે આપથી જ મારું કલ્યાણ થશે. કૃપાળુદેવ - તમને અમારા પ્રત્યે
૪૨
Page #44
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
વિશ્વાસ આવશે ? અમો કહીયે તેમ કરશો ? મેં જવાબ દીધો કે હા જી. કૃપાળુ કહે કે “અમે તમને સન્યાસીનો વેષ પહેરાવશું તો પહેરશો ?” મેં કહ્યું હા જી સાહેબ. કૃપાળુદેવ - ‘તમને તે ગમશે?” ત્યારે મેં કહ્યું “મારા કલ્યાણ માટે આપ જે બતાવો તે યોગ્ય જ હશે.” કૃપાળુદેવ - “અનંતકાળ થયા જીવે નકામા જન્મો ખોયા છે માટે આ ભવ તમે અમને સોંપી દો.” મેં કહ્યું કે “આ દેહ આપને સોંપ્યો છે.' બીજે દિવસે કૃપાળુદેવ મુંબઈ પધાર્યા હતા. સ્ટેશન ઉપર દંડવત્ નમસ્કાર કર્યા પણ બીલકુલ સામું જોયું ન હતું. તીવ્ર વૈરાગ્યવાન મુખમુદ્રા રહેતી હતી. ત્યાં એક ડબ્બામાં મોટા અધિકારીઓ અને સ્ત્રીઓ સેકંડ ક્લાસમાં બેઠેલા હતા. મેં બારણું ઉઘાડવા માંડ્યું તો તેઓ ન બેસવા દેવા તકરાર કરવા લાગ્યા એટલામાં કૃપાળુદેવ ત્યાં પધાર્યા ને તેમની સામું જોઈ બોલ્યા કે “કારણ શું?’ એટલો એક શબ્દ બોલતાં જ તેઓ ચૂપ થઈ ગયા અને કૃપાળુદેવ તે ડબ્બામાં પધાર્યા. મને લાગ્યું કે અહો ! પ્રભુના યોગબળનો પ્રતાપ કેવો છે? ત્યારબાદ કૃપાળુદેવ મુંબઈ પધાર્યા. મને કૃપાળુદેવના વિરહથી આંખમાં આંસુ આવવા લાગ્યા. સર્વ દિશાઓ શૂન્ય જેવી લાગવા માંડી. જ્યાં જોઉં ત્યાં, જે ઓરડીમાં કૃપાળુદેવ બિરાજયા હતા તે ઓરડી અને કૃપાળુદેવ જ દેખાય. પછી તે વસ્તુ દેખાતી એમ મને પાંચ દિવસ સુધી રહ્યું હતું. ત્યારપછી તે - ઓછું દેખાતું એમ કરતાં પંદર દિવસે તે દેખાવું બંધ થઈ ગયું હતું. આ પ્રકારના આશ્ચર્યને લઈને મારા અંતઃકરણમાં કોઈ ઓર જ છાપ પડી ગઈ કે આ કોઈ દૈવી પુરૂષ છે. બીજો સમાગમ સંવત ૧૯૫૧માં કૃપાળુદેવ ઉંદેલ પધાર્યા હતા ત્યારે થયો હતો. એક વખત ભાગોળે બેઠા હતા, સાથે પચાસ મુમુક્ષુભાઈઓ હતા તથા બાજુમાં એક ગાંડો માણસ બેઠો હતો તે પોતાના હાથ-પગની ચેષ્ટા કરતો હતો. તે વખતે ઉપદેશધારાનો અમૃત વરસાદ વરસતો હતો. પેલા ગાંડા માણસની ચેષ્ટાથી કેટલાકને હસવું આવ્યું. તે જોઈ કૃપાળુદેવે તેઓને ઠપકો આપ્યો કે “એનામાં વધારે મીઠું પડ્યું છે ને તમારામાં થોડું મીઠું પડ્યું છે પણ કંઈ તમો સાવ ચોખ્ખા છો એમ માનવાનું નથી.’ આ રીતે એ ગાંડો માણસ સંકલ્પ વિકલ્પ બહાર કાઢે છે ને તમો તેને દબાવી રાખો છો પણ અંદરથી ગાંડાપણું બંનેને સરખું છે.
- કૃપાળુદેવે એક વખત એવો બોધ કર્યો હતો કે જીવ જ્યારે જ્ઞાની પાસે આવી કલ્યાણની ઇચ્છા બતાવે છે ત્યારે જ્ઞાની કહે છે કે – “વિષયોને રોકવા” તેથી જીવ ગભરાય છે ને મારાથી તે નહીં બને એમ કહી ત્યાંથી ચાલ્યા જાય છે. વળી અનેક જન્મોનું ચક્કર ફરી, પાછો જ્ઞાની પાસે કોઈ વખત આવી ચઢે ત્યારે પણ કલ્યાણ માટે જ્ઞાની કહે છે કે વિષય કષાયને છોડવા અને પોતે કરતો હોય તેનાથી બીજું સાધન કરવા જ્ઞાની આજ્ઞા કરે તો જીવ કહે કે હું કરું છું તે ઠીક છે, બીજું મારાથી નહીં બને, એમ ફરી ફરી પાછો ચાલ્યો જાય છે. આમ જીવ અનાદિકાળથી રખડ્યો છે. વળી ત્યાં બીડી નહીં પીવા માટે ઘણો ઠપકો દેતા હતા. આ જીવ સાડાત્રણ મણનું આ નો-કર્મ એટલે શરીર પામ્યો છે ને વળી તે ઉપરાંત તે તેજોવેશ્યાનો ધુમાડો કાઢે છે એ થોડું શરમાવા જેવું છે? એક પાઈની ચાર બીડી તે આત્માને આકર્ષે છે. એક પાઈના ચાર આત્મા થયા. આમ બળવાન ઉપદેશ કર્યો હતો. હું પણ રોજ પચાસ બીડી પીતો હતો ત્યારથી છોડી દીધી તે ફરીથી પીવાની ઇચ્છા થઈ ન હતી. એક વખત રતનચંદ નામનો એક શુષ્ક અધ્યાત્મી વાણિયો ત્યાં આવ્યો હતો. કૃપાળુદેવ રતનચંદ
૪3
Page #45
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
સામું જોઈ તેની પ્રકૃતિ સ્વભાવને જોઈ ખાનગીમાં શ્રી અંબાલાલભાઈને કહ્યું કે આને લાડુ ખવડાવજો . આજ્ઞાથી અંબાલાલભાઈએ તેને લાડુ જમાડ્યા હતા. તે માણસને લાડુ જમવા મળે તો ખુશ રહેતો. આમ થવાથી કૃપાળુદેવના તેમજ તેમના જ્ઞાનના ઘણા જ ગુણગ્રામ કરવા લાગ્યો. કૃપાળુદેવ ઉંદેલમાં અખંડ રાત્રિ દિવસ નવી નવી ગાથાઓની ધૂન લગાવ્યા કરતા હતા. કોઈ મુમુક્ષુ કંઈ વસ્તુ લેતાં દેતાં આ મારી વસ્તુ છે એમ બોલી જાય તો તેને ઉપયોગ આપતા હતા, આ જડ પદાર્થ તમારો કેવી રીતે ? એમ પ્રસંગે પ્રસંગે જડ-ચૈતન્યના જુદાપણાનો બોધ આપી વાણી બોલતા “આ મારી છે” એમ બોલવું અટકાવીને વસ્તુ સ્વરૂપ તરફ વાળતા હતા. એક વખત ડુંગરશીભાઈ બોલ્યા, ‘મારાં પગરખાં લાવો,' ત્યારે કૃપાળુદેવે કહ્યું કે ફરીથી બોલો, આ પગરખાં તે તમારાં છે કે ચામડાંનાં છે ? તેવી રીતે દરેક કાર્ય કાર્યો ભૂલ થતાં આત્મ જાગૃતિ કરાવતા. ત્યાં પંડિતો આવતા હતા, તેઓ પ્રશ્ન પૂછતા, કૃપાળુદેવના ખુલાસાથી તેઓ સંતોષ પામી ઘેર જતા. એક વખત એક જ્યોતિષશાસ્ત્રી કૃપાળુ પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે મને જ્યોતિષ શાસ્ત્રો સાચા નથી લાગતા, બાકી કાશી દેશમાં
જ્યોતિષનો ગ્રંથ ભૃગુ સંહિતાનું નામ કૃપાળુએ આપ્યું હતું તે ગ્રંથ બરાબર સાચો છે તે જોવાથી તમને ખાત્રી થશે, પછી કૃપાળુદેવે જયોતિષના દાખલા આપી સમજાવ્યું કે આમ હોય તો પુત્ર જન્મ્યો છે એમ માલુમ પડે, તેથી તે જયોતિષશાસ્ત્રી ઘણો જ આનંદ પામી કૃપાળુને નમસ્કાર કરી ત્યાંથી ચાલ્યો ગયો હતો.
એક વખત ડુંગરશીભાઈ બોલ્યા કે ઝવેરી માણેકલાલ ક્યારે મારગ પામશે ? તથા ભરૂચવાળા અનુપચંદભાઈ ક્યારે મારગ પામશે ? ત્યારે કૃપાળુદેવ બોલ્યા કે “માણેકલાલભાઈને ત્રણ વરસની વાર છે અને અનુપચંદભાઈને હજુ વાર છે.”
શ્રાવણ વદી અમાસની રાત્રે અગિયાર વાગે મુમુક્ષુભાઈ શ્રી કીલાભાઈને શ્રી કૃપાળુદેવ પાસેથી સમ્યત્વ પ્રાપ્ત થયું હતું. શ્રી રાજછાયા’વાળા છોટાભાઈના સુપુત્ર મણીલાલ ઉર્ફે બાપુજી શેઠનો પરિચય
ૐ નમઃ શ્રી પરમકૃપાળુ પરમ દયાળુ પ્રભુ શ્રી રાજચંદ્રદેવને નમસ્કાર હો !
સં. ૧૯૪૯ની સાલમાં શ્રી પરમકૃપાળુદેવ કંસારી પધારેલા ત્યારે મને પૂજ્ય કાકા સુંદરભાઈએ કહ્યું કે આપણા ઘરે ભગવાન પધારવાના છે તે જાણી ચિત્ત અતિ ઉલ્લાસમાં આવ્યું કે ભગવાન કેવા હશે? તે જોવાની ઇચ્છા રહ્યા કરે. જ્યારે પ્રભુ માંડવીની પોળના મકાને પધાર્યા ત્યારે તેમની સમીપમાં તેમના સામું ને સામું દષ્ટિ કરી જોવાનું મન રહ્યા કરે, બીજું કાંઈ પણ સમજતો ન હતો, કારણ ૮ વરસની ઉંમર, પણ કોઈ સંસ્કારના બળે તેમની પાસેથી - કૃપાળુદેવની પાસેથી ખસવું ગમતું નહીં. અંતરમાં કોઈ અપૂર્વભાવ રહ્યા કરે, એમ સ્વાભાવિક થતું. સંવત ૧૯૫૧માં બેન જીજીબાનો લગ્ન પ્રસંગ હતો
ત્યાં પણ પૂ. અંબાલાલભાઈ તથા નગીનભાઈ સાથે જવું થયું હતું. તે બાળવયમાં હેજે બીજાઓનો સંગ કે બોલવું ચાલવું ઓછું ગમતું. સમજ્યા વિના પણ ઓધે પરમકૃપાળુનું સ્મરણ ચિત્તમાં રહેતું. જે ઘણા
४४
Page #46
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
પ્રયત્ન પણ સંસાર ભૂલાય નહીં તે સમયમાં સ્ટેજે કાંઈ સાંભરતું નહીં અને ચિત્ત વૈરાગ્યવાળું રહેતું. વવાણીયે પરમકૃપાળુદેવ સવારમાં બહાર દિશાએ જતા ત્યાં સાથે બધા ભાઈઓ જતા. આગળ પરમકૃપાળુદેવ અને પાછળ બધા ભાઈઓ ચાલે, તે વખતે મને પૂજય અંબાલાલભાઈએ સૂચન કર્યું કે તું વખતોવખત કહેતો કે મોક્ષ આપો તો હવે પરમકૃપાળુદેવ પાસે માંગ ત્યારે મેં આગળ ચાલી પરમકૃપાળુ દેવનું ધોતિયું પકડીને જણાવ્યું કે મને મોક્ષ આપો ત્યારે પરમકૃપાળુદેવે મોઢું મલકાવી હાથ હલાવ્યો. પછી અંબાલાલભાઈ કહે, હવે તું ધોતિયું છોડી દે એટલે મેં છોડી દીધું.
તે પછી ઉંદેલમાં સમાગમ થયો અને ત્યારપછી સંવત ૧૯૫૪માં કાવિઠા, વસો અને ખેડામાં એક મહિનો લગભગ સમાગમ રહ્યો અને ત્યાં પ્રભુની સામું ને સામું જોયા કરવાનું ચિત્ત રહે. તે વખતે મુનિ શ્રી લઘુરાજ સ્વામી જણાવતા કે બાપુ તો કૃપાળુદેવની સામું મોરલીની માફક જોયા કરે છે. પરમકૃપાળુદેવનો યોગ મોટા ચક્રવર્તી રાજા કરતાં પણ ઘણો વધી જાય તેવો યોગબળ તેની મુદ્રામાં અને વાણીમાં હતો. બાળપણમાં તે પ્રભુના યોગબળે શું કામ કર્યું. એક વખત વસોમાં સાંજના વખતે પૂજ્ય શ્રી ડુંગરશીભાઈ સાથે બહાર ફરવા જતા તે વખતે પૂજ્ય અંબાલાલભાઈ વિગેરે ઘણા ભાઈઓ તેમની પાછળ જતા. પછી પરમકૃપાળુ હાથથી ઇશારો કરે જે કોઈએ પાછળ આવવું નહીં એટલે કોઈપણ ભાઈ પાછળ જતા નહીં. અંબાલાલભાઈ કહે તું બહુ નાની ઉંમરનો એટલે તારે જવામાં વાંધો નહીં. પરમકૃપાળુદેવ ક્યાં જાય છે ? અને ક્યાં બેસે છે ? તે તું પાછળ જઈને જોઈ આવ, એટલે અંબાલાલભાઈના કહેવાથી હું ગયો. પરમકૃપાળુદેવ આગળ અને હું પાછળ પાછળ તેઓશ્રી ન દેખે તેમ જઉં. પરમકૃપાળુદેવ એક વાવની ઉપર તેઓશ્રી તથા ડુંગરશીભાઈ બેઠા અને હું ત્યાં ગયો. મને જોતાંની સાથે પરમકૃપાળુદેવે એટલું જ કહ્યું. અહીં કેમ આવ્યો? આટલું કહેતાંની સાથે હું પોકે પોકે રડવા મંડી પડ્યો અને રોતો રોતો અંબાલાલભાઈ પાસે ગયો. અંબાલાલભાઈએ પૂછ્યું કે કેમ આટલું બધું રોવે છે ? પણ હું કાંઈ જવાબ દઈ શક્યો નહીં. પછી થોડીવારે કહ્યું જે પ્રભુએ મને કહ્યું કે અહીં કેમ આવ્યો ? એટલે મને રોવું આવી ગયું, પછી અંબાલાલભાઈને પણ બહુ પસ્તાવો થયો, કે તેમની આજ્ઞા નહીં છતાં તને મોકલ્યો એ ખોટું થયું. બીજે દિવસે સવારે કૃપાળુ પાસે ગયો ત્યારે મને કહ્યું કે કાલે તને કહ્યું તેથી બહુ રોવું આવી ગયું ? હવે આવજે. જેના એક વચનમાં એટલું બધું યોગબળ હતું તે અત્યારે યાદ આવે છે.
-
કઠોર
વિ. સં. ૧૯૫૧ પૂજ્ય પ્રભુશ્રીજીની વારંવાર સત્સંગની માગણી - વિનંતીથી – કઠોર ૨ – ૩ દિવસ પધારી સ્થિરતા કરી હતી અને ત્યાં પૂજ્ય અંબાલાલભાઈને આવવા આજ્ઞા કરી હતી તેથી “ઘણું કરીને શ્રી અંબાલાલ તે વખતમાં કઠોર આવી શકે તે માટે તેમને જણાવીશ... અમારે માટે બીજી વિશેષ તજવીજ કરવાનું પણ કારણ નથી.... અને કદાપિ વાહનનું કે કંઈ કારણ હશે તો શ્રી અંબાલાલ તે વિષે તજવીજ કરી શકશે.” - વ. ૫૫૩
પ
Page #47
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
YG
ww
O
પૂ.શ્રી અંબાલાલભાઈ
શ્રી વવાણિયા જીજીબહેનના લગ્ન પ્રસંગે પૂ. અંબાલાલભાઈ તથા પૂ. સોભાગ્યભાઇ જાય છે ત્યારે શ્રી ૫૨મકૃપાળુદેવ ડેલીમાં ઊભા બંને મહાનુભાવોને આવકારી રહ્યા છે.
હડમતાલામાં શ્રી ૫૨મકૃપાળુદેવની સેવામાં રાતના સમયે શ્રી મણીલાલ બોટાવાળા તથા પૂ. અંબાલાલભાઇ પગચંપી ક૨ી ૨હ્યાા છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
વવાણિયા પરમકૃપાળુ વચનામૃત ૫૪૦માં જીજીબેનના લગ્ન પ્રસંગે જવા વિષે લખે છે. સંવત ૧૯૫૧ મહા સુદ ૮ પછી પ્રભુજી શ્રી વવાણિયા પધારે છે. પ્રભુએ મુમુક્ષુઓ પર નિષ્કામ વાત્સલ્ય ધરીને આમંત્રણ આપ્યું છે. મુમુક્ષુઓ તો સાચાં સગાં છે.
તેથી પરમાત્માના દર્શન - સત્સંગ લાભની આકાંક્ષા સર્વેને હોય તો આવો લાભ કોણ જતો કરે ? જાણે પ્રભુની પવિત્ર સાનિધ્યતાનો અપૂર્વ અવસર આવ્યો જાણી કેટલાક મુમુક્ષુઓ હર્ષભેર વવાણિયા ગયા છે. પૂજય સોભાગભાઈ, પૂજય અંબાલાલભાઈ, પૂજ્ય બાપુજી શેઠ, પૂજ્ય છગનકાકા, મનસુખ દેવશી, કેશવલાલભાઈ વિગેરે હતા. તે બેન જીજીબાના વિવાહમાં તેડાવવાથી ગયા હતા. ઘેર પહોંચ્યા તે વેળા સાહેબજી બેઠા હતા, ત્યાંથી ઊભા થઈ હાથ મેળવીને અંદર લઈ ગયા. સાહેબજી ટ્રેઈનના ટાઈમે રાહ જોઈ ડેલીમાં ઊભા હતા. કૃપાળુદેવને છગનકાકા સામસામે બાથ ભીડીને મળ્યા પછી અંબાલાલભાઈ વિગેરેએ સાષ્ટાંગ નમસ્કાર કર્યા પછી મેં પૂછ્યું - કે - “કેવળજ્ઞાન છે એમ કહીએ તો કેમ ?” ત્યારે કૃપાનાથે કહ્યું કે – “કેવળજ્ઞાન નથી, મન:પર્યવ નથી, અવધિજ્ઞાન આ કાળમાં નથી. છતાં તે વિષે વાત કરવી તે કેમ ? એટલે એ વાત ન કરવી. વળી તે લોક વિરૂદ્ધ છે.” એમ જવાબ દીધો.
પરમકૃપાળુદેવને ખંભાતના ભાઈઓ પૂ. શ્રી અંબાલાલભાઈ વિગેરે નમસ્કાર કરતા હતા તે જોઈને આ જીવને સમજાયું કે શ્રી સદ્ગુરૂ ભગવાનને મારે આ રીતે નમસ્કાર કરવાનું સૂઝયું. વિવાહમાં જાનના માણસોને - રવજી અદા, શ્રી મનસુખભાઈ વિગેરે કુટુંબીઓ જમવાના સમયે જમાડે ને પરમકૃપાળુ તો તે વિષેમાં કાંઈ પિરસતાં દૂધપાકનું કમંડળ ઢોળાઈ જાય તો પણ કાંઈ બોલતા નહીં. નવલચંદભાઈ સાથે કે કોઈ મુમુક્ષુ સાથે પરમાર્થ વાત કરતા અને પોતાને ખબર પડે કે આ માણસ આવશે તે સંસારની વાત કરશે તો પોતે સોડ તાણીને સૂઈ જાય. એ તેમના ગયા પછી કોઈ મુમુક્ષુ ધરમની વાત કરવા આવે તે વેળા તોડ કાઢી નાંખે તે વિષે નજરે જોવામાં આવતું. આ અમોહસ્વરૂપ હૃદય ત્યાગીની દશા છે. વ.માં પૂ. સોભાગભાઈને લખે છે કે – “એવાં કાર્યોમાં મારું ચિત્ત અપ્રવેશક હોવાથી. તેમ તેવાં કાર્યનું માહાભ્ય કંઈ છે નહીં, એમ ધ્યાન કર્યું હોવાથી મારું અગાઉથી આવવું કંઈ તેવું ઉપયોગી નથી.” - વ. ૫૪૦
શ્રી હડમતિયા - રાણપુર
વિ. સં. ૧૯૫૧ સં. ૧૯૫૧ના પર્યુષણ – સંવત્સરી પત્રમાં કૃપાળુદેવ શ્રી અંબાલાલભાઈને ક્ષમાપના સાથે નિવૃત્તિ ક્ષેત્ર વિષે શ્રી વવાણિયાથી લખે છે.
“અત્રેથી ઘણું કરી રવિવારે નિવર્તવાનું થશે એમ લાગે છે. મોરબી સુદ ૧૫ સુધી સ્થિતિ થવા સંભવ છે. ત્યાર પછી કોઈ નિવૃત્તિક્ષેત્રે પંદર દિવસની લગભગ સ્થિતિ થાય તો કરવા વિષે ચિત્તની સહજ વૃત્તિ રહે છે. કોઈ નિવૃત્તિ ક્ષેત્ર લક્ષમાં હોય તો લખશો.” - વ. ૬૩૫
Page #49
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
પ્રભુની આજ્ઞા મુજબ રાણપુર (હડમતિયા)માં મહાદેવની ધર્મશાળામાં ઓરડી રાખી લીધી. રસોઈ – સામાન વિગેરે બધી વ્યવસ્થા સેવા માટે કરી લીધી. વ. ૬૩૮માં લખ્યા મુજબ ભાદરવા વદ ૧૨ના દિવસે પ્રભુ પૂજય સોભાગભાઈની સાથે હડમતિયા પધાર્યા, તે વિષે શ્રી ધારશીભાઈને જણાવ્યું છે કે - “બે પત્ર મળ્યાં હતાં. ગઈ કાલે અત્રે એટલે રાણપુરની સમીપના ગામમાં આવવું થયું છે.”
હડમતાલામાં શ્રી મણીલાલ રાયચંદ પરિચયમાં પ્રથમવાર જ આવ્યા હતા. તેમના મનના સમાધાન માટે કૃપાળુદેવ બોધ આપ્યા બાદ ગામ બહાર જવાને ચાલ્યા. પ્રભુએ કંઈ પણ હજુ વાપર્યું ન હતું, તેથી પૂજય અંબાલાલભાઈએ દૂધનો પ્યાલો ધરી પીવા માટે વિનંતી કરી, ત્યારે કૃપાળુદેવે પીવાનો વખત નથી, જમવાનો સમય થવા આવ્યો છે અને આ મણીલાલે બોટાદથી રવાના થતાં દઢ સંકલ્પ કર્યો છે કે – મારા મનનો ખુલાસો મારા વગર કહ્યું કરી આપે તો જ અનાજ ખપે, નહીં તો એ જમવા બેસે નહીં, ત્યાં સુધી આપણાથી કેવી રીતે બેસી શકાય ?
આત્મજ્ઞાન (સમકિત) પ્રાપ્ત થવાની જેને તૈયારી હોય - સમકિતની તાલાવેલી લાગી હોય તો તેની પૂર્વભૂમિકા કેવી હોય - હૃદયભૂમિ કેવી સ્વચ્છ હોય – ઉખર ભૂમિમાં બીજ કદી ન ઊગે, ફળ ન આપે - તેમ સત્પરૂષ આપણા ચિત્તને સાફ કરવા માટે વ.માં જણાવે છે કે – “મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. .. વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લોક દુઃખે કરી આર્ત છે, ભયાકુળ છે, રાગદ્વેષના પ્રાપ્ત ફળથી બળતો છે, એવો વિચાર નિશ્ચયરૂપ જ વર્તે છે.” - વ. ૫૩૭
- “સત્સમાગમ અને સશાસ્ત્રના લાભને ઇચ્છતા એવા મુમુક્ષુઓને આરંભ, પરિગ્રહ અને રસ સ્વાદાદિ પ્રતિબંધ સંક્ષેપ કરવા યોગ્ય છે, એમ શ્રી જિનાદિ મહાપુરુષોએ કહ્યું છે.”
નિવૃત્તિ ક્ષેત્રે રોકાવા સંબંધી વિચાર વધારે સ્પષ્ટતાથી જણાવવાનું બનશે તો કરીશ.” શ્રી હડમતિયા પાંચ દિવસ રહી પ્રભુ રાણપુર પધાર્યા છે તે વ. ૬૩૯માંથી ખાત્રી થાય એવું છે. રાણપુરથી પ્રભુએ ધર્મજ જતાં કહ્યું કે – સોભાગભાઈ, ગોસળીયા તથા હું બધા ધર્મજ જઈને રહેવું થશે, ત્યારબાદ સુદ છઠ્ઠ બધા ભાઈઓ ધર્મજ અંબારામને ત્યાં આવ્યા અને અંબારામ પોતે પોતાને પ્રભુ તરીકે માનતા, પોતાને જ્ઞાન પ્રાપ્તિ છે તેમ માનતા, તેથી કૃપાળુદેવે તેમને કરૂણા કરીને અગાધ જ્ઞાનનો બોધ કર્યો, પછી અંબારામ કૃપાળુદેવને પ્રભુ માનતા.
- રાણપુરથી પેટલાદ થઈ ૧૯૫૧ના આસો માસમાં કૃપાળુદેવ ધર્મજ પધાર્યા હતા. અગાઉ પૂજય અંબાલાલભાઈને ધર્મના મહંત શ્રી કબીરપંથી અંબારામજી પાસે મોકલ્યા હતા. તેમને પૂર્વભવની ઓળખાણ આપી જાગૃત થવા સૂચવ્યું હતું અને જ્ઞાનમાં જાણી કહેવરાવ્યું હતું કે... “ઇશ્વરેચ્છા હશે તો આપને થોડા વખતમાં તેમનો સમાગમ થશે.” તે મુજબ તે મહંતને આસોમાં ધર્મજના આશ્રમમાં મળવા ગયા હતા. સાથે પૂજ્ય અંબાલાલભાઈ, પૂજ્ય સોભાગભાઈ તથા શ્રી કીલાભાઈ વિગેરે હતા. સમાગમથી કૃપાળુદેવ પ્રત્યે તેમને થોડી ઘણી માહાભ્યપણાની પ્રતીતિ આવી હતી તેવા ઉદ્ગાર તેમના મુખમાંથી નીકળ્યા પણ હતા.
Page #50
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
કૃપાળુદેવ ત્યાં થોડા કલાક રહ્યા હતા. તેના આત્મલાભ અર્થે શ્રી કૃપાળુદેવે પોતાનો ખેસ આપ્યો હતો, એમ પૂજ્ય અંબાલાલભાઈએ પછીથી વાત કરી હતી.
ચરણન્યાસ વડે પૃથ્વીને પાવન કરતાં ધર્મજથી કૃપાળુદેવ વીરસદ પધાર્યા હતા.
સાંજના બધા વીરસદની ધર્મશાળામાં રહ્યા હતા. ત્યાંથી બીજા દિવસે ખંભાતથી ત્રણ ગાઉ દૂર ઉદેલ ગામે પધાર્યા હતા. પ્રભુની સાથે ઝવેરી માણેકલાલ ઘેલાભાઈ પણ હતા. ત્યાં પૂજ્ય અંબાલાલભાઈ રસોઈ બનાવતા. ઉંદેલ આઠ દિવસ રહ્યા હતા.
રાતનાં ત્યાં જ્ઞાન-દર્શનાદિ વિષે ઘણોજ બોધ કર્યો હતો. બીજે દિવસે વૈરાગ્યનો અથાગ બોધ ચાલ્યો હતો. બીડીનું જે વ્યસન ત્યાગવા સંબંધી જોસભેર બળ આપ્યું હતું. બીડી જેવા તુચ્છ વ્યસનને માટે ચર્ચા ચાલી હતી. જેથી ઘણા મુમુક્ષુઓએ તેની પ્રભુ સમક્ષ પ્રતિજ્ઞા કરી હતી. બીજા નિયમો પણ ત્યાં જીવદયાના ગ્રહણ કર્યા હતા.
પૂજ્ય અંબાલાલભાઈના પ્રશ્નના ઉત્તરમાં સમજાવ્યું કે
“ક્રમે જેમ વય વધે છે, તેમ તેમ ઇન્દ્રિયબળ વધે છે, તેમ તે બળને વિકારના હેતુ એવાં નિમિત્તો મળે છે; અને પૂર્વ ભવના તેવા વિકારના સંસ્કાર રહ્યા છે, તેથી તે નિમિત્તાદિ યોગ પામી વિશેષ પરિણામ પામે છે. (દા.ત. બીજ જેમ વૃક્ષાકારે પરિણમે છે તેમ) પૂર્વના બીજભૂત સંસ્કારો ક્રમે કરી વિશેષાકારે પરિણમે છે.'' - - વ. ૬૩૨
“અનાદિથી વિપરીત અભ્યાસ છે, તેથી વૈરાગ્ય ઉપશમાદિ ભાવોની પરિણતિ એકદમ ન થઈ શકે - - - તથાપિ નિરંતર તે ભાવો પ્રત્યે લક્ષ રાખ્યે અવશ્ય સિદ્ધિ થાય છે. - - - સૌ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે, તો અનંતકાળથી અનભ્યસ્ત એવી મુમુક્ષુતા માટે તેમ હોય એમાં કંઈ આશ્ચર્ય નથી.” - વ. ૬૪૪ ત્યાંથી આસો સુદ ૧૦ના નીકળી શ્રી મુંબઈ પધાર્યા છે. વ. ૬૪૦માં પૂજ્ય સોભાગભાઈને વિદિત કરે છે. - “આજે સવારે અત્રે કુશળતાથી આવવું થયું છે.’
સં. ૧૯૫૨
વ. ૬૮૫ મુંબઈથી પરમકૃપાળુદેવ અંબાલાલભાઈને શ્રી કુંવરજીભાઈ તથા શ્રી સુખલાલભાઈને સમ્યગ્ દર્શનાદિ લક્ષણાદિવાળા પત્રો - ઉપદેશ વચનો લખી મોકલવા લખે છે. તે પત્રો વિચારવાથી વૃત્તિ ઉત્કર્ષ પામે, સદ્વિચારનું બળ વર્ધમાન થાય, ક્ષયોપશમની વિશેષ શુદ્ધિ થઈ શકવા યોગ્ય – પરમ લાભ સમાયા છે. આ લાભ વચનામૃતથી આપણે લેવા યોગ્ય છે. ભવિષ્યમાં મુમુક્ષુઓને “અવલંબનરૂપ” છે. એમ શ્રીમુખે પ્રકાશ્યું હતું.
વ. ૬૯૭ - માં અંબાલાલભાઈને
મુંબઈથી પ્રારબ્ધ પ્રતિબંધનું વેદન જણાવી પત્રની પહોંચ પણ લખવાનું કર્યું નથી, - તેથી એ કૃપાળુનું હૃદય દયાદ્રે થયું છે.
૪૯
Page #51
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
૫૦
અપ્રગટ પત્ર
પૂ.શ્રી અંબાલાલભાઈ
સુજ્ઞ ભાઈ અંબાલાલ
“અત્રેથી શ્રાવણ વદ ૫ ની રાત્રીના મેલમાં વિદાય થવા ઇચ્છું છું. કયા ગામમાં રહેવું એ નહીં સૂઝવાથી આણંદ સ્ટેશને હાલ તો ઉતરવાનું ધારું છું. ત્યાં તમને મળ્યા પછી સ્થળ સંબંધી વિગત તમારા મુખેથી જાણી લઈ યોગ્ય કરીશું. શ્રી સોભાગભાઈ અમારા સમાગમને ઇચ્છે છે, જેથી તેઓને આણંદ સ્ટેશને ઉતરવા માટે આજે લખું છું અને તેઓ પણ બનતા સુધી શ્રાવણ વદ ૫ ની પ્રભાતે મોરબીથી રવાના થઈ શકે તો તેમ કરે એવી સૂચના કરૂં છું.
અમારું સ્વરૂપ જેને જાણવામાં છે તે ભાઈઓ આ વાત જાણે તો કાંઈ બાધ નથી પણ તે જાણેલું તેઓએ સૌ સૌએ પોતાના હૃદયમાં હાલ તો રાખવું યોગ્ય છે. કારણ કે હરિ ઇચ્છા તેવી છે.’’ કાવિઠા સં. ૧૯૫૨
સં. ૧૯૫૨માં કૃપાળુદેવ પેટલાદ સ્ટેશને ઊતર્યા. ત્યાં અંબાલાલભાઈ લેવા આવેલા. પ્રભુએ કહ્યું - કાવિઠા જવાનું છે એટલે શ્રાવણ વદ ૧ ના સાંજે ૪ વાગે કૃપાળુદેવ કાવિઠા પધાર્યા હતા. સાથે પૂજ્ય શ્રી સોભાગભાઈ તથા પૂજ્ય શ્રી ડુંગરભાઈ, ઝવેર શેઠના ઘેર પધારેલા, તે વખતે
દશ દિવસની સ્થિરતા થયેલ અને કૃપાળુદેવ માટે સંયમી જીવન - જેવા આહારને માટે રસોઈ પૂજ્ય અંબાલાલભાઈ કરતા અને ઝવેર બાપાના ઘર આગળ મેડીએ - બે વાર જમવા પધારતા. એકવાર બાસુદીનું જમણ કરેલું. બધા મુમુક્ષુભાઈઓએ જમી લીધું પણ – બપોર સુધી અંબાલાલભાઈ જમ્યા નહીં. ઝવેર શેઠે પછીથી પ્રભુને કહ્યું કે અંબાલાલભાઈને જમવા આજ્ઞા આપો, તે વિના નહીં જમે. ત્યારે પ્રભુએ પૂછ્યું કોના કહેવાથી બાસુદી બનાવી હતી ? અંબાલાલે બાસુદી નહીં ખાવી. આવી કડક આજ્ઞા આપી તે પાળી હતી. યોગવાસિષ્ટ, સુંદર વિલાસ વિગેરે વૈરાગ્ય પોષક ગ્રંથો ત્યાં વાંચવાની આજ્ઞા કરી હતી. કાવિઠે સવાર - બપોર - સાંજ બોધ ધારા વહેતી. શ્રી આનંદઘનજી કૃત શ્રી શાંતિનાથ પ્રભુનું સ્તવન - “શાંતિ જિન એક મુજ વિનતી'' એ સ્તવન વખતો વખત કહેવરાવતા અને ત્યાગ - વૈરાગ્યની વિશેષ વ્યાખ્યા ચાલતી. કંદમૂળનો સર્વથા ત્યાગ, પાંચ તિથિ લીલોતરી ત્યાગ વિ. પચ્ચખાણ ઘણા મુમુક્ષુએ કર્યા હતાં. કૃપાળુદેવ વનમાં ગામ બહાર મહુડીના કૂવા તરફ પધારતા. એક વખત બપોરના ૨ વાગે શ્રી પરમકૃપાળુદેવ અંબાલાલભાઈને લઈ મહુડીના કૂવા આગળ બેઠા હતા, અને અંબાલાલભાઈને ઘણી ઘણી પ્રેરણા - શિખામણ આપી હતી કે – બધા મુમુક્ષુને તારે કહેવું કે આ પુરૂષ આનંદઘનજીની જેમ ગમે ત્યારે ઓચિંતા ઉદય પૂર્ણ થયે વનમાં જવા નીકળી જશે માટે તમારે સઘળાએ ગૃહત્યાગ કરવા તૈયાર રહેવું. સંસારનું કોઈ કામ બાકી ન રાખવું “જ્ઞાની મળ્યા ત્યારથી ભેઠ બાંધી તૈયાર થઈ રહેવું અને આજ્ઞા થયે ચાલી નીકળવું.”
- વ. ૩૩૬
Page #52
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
___
કાવિઠામાં પૂ. અંબાલાલભાઈ પોતે રસોઈ કરી શ્રી ૫૨મકૃપાળુદેવને જમાડી અહોભાવ વેદી રહ્યા છે.
પૂ.શ્રી અંબાલાલભાઈ
ખંભાતથી ૫.પૂ. પ્રભુશ્રીજી શ્રી પ૨મકૃપાળુદેવના દર્શન ક૨વા ૨ાળજ ગયા છે ત્યારે પૂ. શ્રી અંબાલાલભાઈ પાસે દર્શન-વંદન માટે ૨જા મંગાવે છે.
૫૧
Page #53
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
કુંવરજીભાઈને કૃપાળુદેવ ખંભાત પત્ર પ્રસંગ રાખવા જણાવે છે. બે-ચાર કે આઠ દિવસને આંતરે તમારે પત્રાદિ લખવાનો પરિચય રાખવો અને પોતાની વૃત્તિ જણાવતા રહેવું. તેમ સવૃત્તિ વર્ધમાન થાય એવો લક્ષ રાખવો. જેમ બને તેમ સંસાર વધવાની જે પ્રવર્તના તેને જતી કરવી અને સવૃત્તિ, સદ્વિચાર અને સશાસ્ત્રને અંગીકાર કરવા અને આ ત્રાસરૂપ સંસારમાં કોઈ પદાર્થ ઉપર વિશેષ પ્રીતિ થવા ન દેવી. સાહેબજીની અંબાલાલભાઈ સ્નાન વિગેરે સેવાનો ઉપયોગ રાખતા. ડેલા પર ૧૧ વાગ્યા સુધી ઉપદેશ ધ્વનિ ચાલતો પછી સર્વે શ્રવણ કરેલ બોધની વાતચીત ચલાવતા. પ્રભુ કસોવાળી પાસાબંધી પહેરતા. કીરમજી રંગનો ફેંટો પહેરતા. એક વખતે પૂજય અંબાલાલભાઈને એક વેપારીએ પૂછેલ કે શ્રી રેવાશંકર જગજીવનની ક. શાહુકારી રીતે જો અમારું કામ કરે તો અમે તેની આડત કરીએ, તે વખતે શ્રી પરમકૃપાળુદેવે ઉત્તરમાં જણાવેલ કે તેમાં અમોને શું પૂછવું, તેનો ઉત્તર તો તમારે પરભારો આપવો જોઈતો હતો. “સપુરુષ અન્યાય કરે નહીં, સપુરુષ અન્યાય કરશે તો વરસાદ કોના માટે વરસશે? વાયુ કોના માટે વાશે ? સૂર્ય કોના માટે ઉગશે?” એક દિવસ કૃપાળુદેવે શ્રી અંબાલાલભાઈને જણાવ્યું કે - “અમોને તો સર્વે મુમુક્ષુભાઈઓ સાથે બેસીને જમવાની ઇચ્છા છે પરંતુ અમારાથી તેમ બની શકે નહીં. એ માર્મિક હેતુઓ સહિત જણાવ્યું હતું. અમને સમાનતા જ ગમે, કોઈથી ભિન્નભાવ અમને નથી.
છતાં જ્ઞાનીપુરુષની અભિન્ન ભાવના, જ્ઞાનીની ગંભીરતા, અલૌકિક દૃષ્ટિ જીવ ન સમજી શકે એટલે સામાન્ય મનુષ્યની જેવા જ છે એમ ગણે. માહાસ્ય ન રહે. વળી જ્ઞાનીનું અનુકરણ પણ કરી બેસે. વ. ૩૮૫ - માં જ્ઞાનીનું આત્મપણું, પરિતોષપણું અને મુક્તપણું જીવને જાણ્યામાં ન આવે એટલે તે પ્રસંગમાં પોતાની જેવી દશા થાય તેવી જ્ઞાનીમાં કહ્યું. એથી સામા જીવને આવરણ આવે એવી પ્રભુને અનુકંપા વર્તે છે.”
શ્રી રાળજ
વિ. સં. ૧૯૫૨ કાવિઠાથી પજુસણનો વખત થવાથી એકાંત અર્થે પ્રભુ શ્રાવણ વદ ૧૧ના રોજ સીંગરામમાં રાળજ પધાર્યા હતા. પૂજ્ય ઝવેર શેઠનો ડમણીયો - અરજ કરીને ત્યાં રાખ્યો હતો. પર્યુષણ ત્યાં કર્યા. - વ. ૭૦૧
- પૂજ્ય અંબાલાલભાઈ રસોઈ બનાવતા, બંગલાની નીચે જમવા પધારતા. ઉતારો ખરશેદજી શેઠના મકાનમાં હતો. ૧૯પરમાં બીજીવાર પધાર્યા હતા અને ૨૮ દિવસની સ્થિરતા થઈ હતી. ત્યાં શ્રી ઠાણાંગસૂત્ર તથા શ્રી ભગવતીજીમાંથી થોડા પાઠો સમજાવતા, ત્યાં એક વખત આહાર લેવાની મુમુક્ષુઓને આજ્ઞા હતી. પ્રભુએ સમ્યગદર્શનની અદ્ભુત વ્યાખ્યા જણાવી, તે વિચારવા માટે દરેકને જુદા જુદા બેસવા આજ્ઞા કરતા હતા.
કૃપાળુદેવ મેડા ઉપર વચલા હોલમાં છત્રપલંગ પર શયન થયા હતા, અને ગાથાઓની ધૂનના વારંવાર ઉદ્ગારો થતા હતા. એક દિવસ ખંભાતથી શ્રી ગાંડાભાઈ, વિગેરે આવીને મેડા
પ૨
Page #54
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
પરના દાદર પાસે જઈને ઊભા રહ્યા, તે સીડીના પગથિયામાં પૂજય ભાઈ શ્રી અંબાલાલભાઈ બેઠા હતા. અમોએ દર્શન જવા આજ્ઞા માંગી ત્યારે પૂજ્ય અંબાલાલભાઈએ પ્રભુ સન્મુખે જઈ બે હાથ જોડી વિનયપૂર્વક પૂછ્યું કે - આપશ્રીના દર્શનાર્થે ખંભાતથી ત્રણ જણ આવ્યા છે અને અત્રે આપશ્રી પાસે દર્શને આવવા ધારે છે માટે આજ્ઞા મેળવવા હું આપની પાસે આવ્યો છું. ત્યારે પ્રભુએ જણાવ્યું કે ભલે આવવા દો. પૂ. અંબાલાલભાઈએ હોલમાંથી બહાર આવી જણાવ્યું કે સાહેબજી પાસે જવાની આજ્ઞા મેળવી આવ્યો છું, હવે તમારે જવું હોય તો ખુશીથી જાઓ.
- પર્યુષણમાં ભાદરવા સુદ પને દિવસે સંવત્સરીનો ઉપવાસ આજ્ઞા વિના કેટલાક મુમુક્ષુએ કરેલ. છઠ્ઠના પારણા સમયે સવારના - ચા, રાબડીની ઇચ્છા રહે. ત્યારે પૂજ્ય સોભાગભાઈએ કહ્યું કે બધાને ઉપવાસના પારણા છે. કૃપાળુદેવે કહ્યું કોને પૂછીને કર્યા? કૃપાળુદેવે એવો એકધારા અખંડ બોધ કર્યો કે આ જીવે જે કાંઈ કર્યું છે તે સ્વચ્છેદથી ને અભિમાન સહિત કર્યું છે, અને પૂર્વાનુપૂર્વની ફુરણા થાય છે. એ સંબંધી જે કૃપાનાથે બોધ કર્યો તે એક ધારા અખંડ ત્રણ કલાક સુધી દેશના દીધી જેથી ઉપવાસ કર્યાનું અભિમાન હતું તે ગળી ગયું ને સમજાયું કે આ જીવે કાંઈ કર્યું નથી.
રાળજ પ્રભુ સાથે પૂજ્ય સોભાગભાઈ, પૂજય મનસુખ દેવશી તથા કુંવરજીભાઈ વિ. ઘણા જ મુમુક્ષુઓ આવ્યા હતા. શ્રી પરમકૃપાળુદેવનું યોગમુદ્રાનું ચિત્રપટ ૨૪ વર્ષનું નડીયાદવાળાએ તે સ્થળે પાડ્યું હતું તે પૂજ્ય અંબાલાલભાઈને આપ્યું હતું.
| શ્રી વડવા
વિ. સં. ૧૯૫૨ શ્રી પરમકૃપાળુદેવ રાળજથી ભાદરવા સુદ ૧૦ના રોજ વડવા પધાર્યા હતા. મકાનના ઉપરના ઓરડાની બારીમાંથી પૂજય અંબાલાલભાઈને કૃપાળુદેવે જણાવ્યું કે - આ સુવર્ણ ભૂમિ છે. અહીં ચંદ્રપ્રભુ સ્વામીની સ્થાપના થશે.
ખંભાતથી તે વખતે આશરે એક હજાર માણસ આવેલ હતું. વડ નીચે બોધ ચાલતો. પરમકૃપાળુ પર તડકો આવતો હતો તેથી પૂજય અંબાલાલભાઈએ આડા-ઊભા રહી છાંયડો કર્યો હતો. વડ નીચે જાજમ ઉપર બિરાજ્યા અને સૌ કુંડાળુવાળી બેઠા તે સમોસરણ જેવી રચના અમને આબેહૂબ લાગતી. ‘શ્રી ભરતેશ્વર મન હી મેં વૈરાગી' – એ સજ્જાય કહેવા આજ્ઞા કરી ને પછી પોતે પણ ઉચ્ચ સ્વરે જોસભેર આ ગાથાઓ વારંવાર ઉચ્ચારતા હતા. વૈરાગ્ય - ભક્તિનો રંગ તેથી મુમુક્ષુને લાગતો –
ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમભાવે”
એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે” આ સાલ – ૧૯૫૨માં તેમને ત્રણેક માસ સળંગ સમાગમ રહ્યો. કાવિઠા-વડવા-આણંદ
પ3
Page #55
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
૫૪
પૂ.શ્રી અંબાલાલભાઈ
શ્રી વડવા તીર્થની સામે આવેલ વાવની બાજુમાં મેડી ઉ૫૨ શ્રી ૫૨મકૃપાળુદેવ બિ૨ાજમાન હતા ત્યારે મેડીના દાદર વચ્ચે પૂ. અંબાલાલભાઈ સેવકપણું બજાવવા બેઠા છે.
mata
શ્રી વડવા તીર્થક્ષેત્રની સામે આવેલ વાવની બાજુની મેડી ઉ૫૨ શ્રી પરમકૃપાળુદેવ બિરાજમાન હતા ત્યારે તે મેડીની બારીમાંથી આંગળી ચીંધી જણાવ્યું હતું કે ‘સામેની ટેક૨ી છે તે સુવર્ણભૂમિ છે, ત્યાં ચંદ્રપ્રભુની સ્થાપના થશે.' જુઓ જ્ઞાનીપુરુષના જ્ઞાનનો જ્ઞાનાતિશય.
Page #56
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
શ્રી વડવા તીર્થક્ષેત્રની પાછળ આવેલ ખંભાતના દરિયાકિનારે શ્રી પરમકૃપાળુદેવ પૂ. અંબાલાલભાઈ સાથે ફરવા જઈ રહ્યા છે ત્યારે શ્રી ગોરચંદ વિષે જણાવે છે કે ‘તમે તેના પ્રત્યે અભાવ કરશો નહિ. અંત૨માં અમારા પ્રત્યે તેમને પ્રેમ હતો.'
પપ
Page #57
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
દરેક સ્થળે બોધ લખ્યો, જે આપણને તે કાળ અને સમયના સત્સંગની સ્મૃતિ કરાવી અનુપમ સુખ આપે છે. સાથે નડીયાદ તીર્થની આત્મસિદ્ધિ, તેની ચાર પ્રત જીવંતતાની નિશાની છે. એક મહિનામાં તો તેમણે બીજી આઠ કોપી તૈયારી કરી, કેટલી ઝડપથી !
સાહેબજીના મુખારવિંદમાંહેથી જ્યારે ઉપદેશ ધ્વનિ ચાલતો હતો તે સમયે ભાઈશ્રી અંબાલાલભાઈ ઉતારો કરતા હતા. ત્યારબાદ સાહેબજી પાસે બંગલીમાં બેઠકની ગાદી પર ઉતારાના કાગળો મૂકીને ચાલ્યા આવતા. સાહેબજી જ્યારે તે સ્થાને પધારે ત્યારે તે દષ્ટિગોચર કરી લેતા. તે ઉતારામાં ભૂલ થઈ જાય તે સ્થળે સાહેબજી પોતે સ્વહસ્ત વડે સુધારો કરતા હતા. જે હાલમાં થોડા વખત પર તેઓશ્રીના મુકામે ગયેલ ત્યારે હાથ ઉતારાના ગ્રંથો જોવામાં આવ્યા હતા. ભાઈશ્રી અંબાલાલભાઈનો એવો તો તિક્ષ્ણ ઉપયોગ વર્તતો હોય કે ઉતારો કરવામાં બનતા સુધી કાંઈપણ ભૂલ થતી ન હતી.
આણંદ - ઉ. છાયા
વિ. સં. ૧૯૫૨ વડવાથી સં. ૧૯૫રના આસો માસમાં કૃપાળુદેવ આણંદ પધાર્યા હતા. ત્યાં છોટાલાલ વર્ધમાન પ્રભુજીના દર્શને આવ્યા હતા, ત્યારે શ્રી ઝવેરબાપા તરફથી જમણ હતું. રાત્રે ૧૨ વાગતા સુધી બોધ ચાલ્યો હતો.
પરમકૃપાળુદેવ આણંદ પધાર્યા ત્યારે પોપટભાઈ ગુલાબચંદ ત્યાં દર્શને હાજર હતા. એ સમયમાં આણંદમાં મરકીનો રોગ ચાલુ થયો હતો. એક માણસને રોગ લાગુ થવાથી તે મુંબઈની ગાડીયેથી ઉતરેલ, તેને સ્ટેશન ઉપરના માણસે કાઢી મૂકી સ્ટેશન પરની ધર્મશાળાની નજીકમાં નાંખી મુકેલ હતો. પરમકૃપાળુદેવ ત્યાંથી જતા હતા અને તે માણસ નજરે પડ્યો, જેથી અંબાલાલભાઈને જણાવ્યું કે આ માણસને ધર્મશાળામાં લઈ જાવ અને તેની સારવાર કરો, - દવા વિ. લાવો, તેથી અંબાલાલભાઈએ ડૉક્ટરને બોલાવી દવા સેવાબદાસ્ત સારી કરી હતી, પરંતુ તે માણસ બીજે દિવસે ગુજરી ગયો હતો. આ પૂજ્ય અંબાલાલભાઈની આજ્ઞાધીનતા. એ દેહને રોગ થવાનો ભય પણ ન લાગ્યો. જે આપણને વિચારમાં મૂકી દે છે.
નડીયાદ - શ્રી આત્મસિદ્ધિજી
| વિ. સં. ૧૯૫૨ આણંદથી આસો માસમાં પરમકૃપાળુદેવ નડીયાદ પધાર્યા હતા. સાંજના પરમકૃપાળુદેવ નડીયાદના તળાવ તરફ ફરવા સારૂ પધાર્યા હતા. સાથે પૂજ્ય સોભાગભાઈ, નગીનદાસ, પૂજ્ય અંબાલાલભાઈ વિગેરે ચાલતા હતા. રસ્તામાં વડના ઝાડ નીચે પ્રભુ ઉભા રહ્યા. આ વડનું બીજ કેવડું હશે? પૂજ્ય સોભાગભાઈએ કહ્યું ઘણું જ બારીક - ઝીણું હોય છે. કૃપાળુદેવે કહ્યું – “જે આ બીજમાંથી આવડું મોટું વૃક્ષ થયું, તેમ અસ્તિત્વ ભાસે તો આત્માની પ્રતીતિ થાય છે, મોક્ષ છે એ નિશ્ચય થાય છે. અસ્તિત્વ ભાસવાથી દૃષ્ટિની માફક નજરાય છે, અને નજરાયાથી આત્મા ત્યાંથી
પ૬
Page #58
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
ખસી શકતો નથી.’’ વ્યા. ૧ - ૨૨૦ કલમ પ્રભુનો ઉપદેશ શાંત રીતે સાંભળી - કૃપાળુદેવ પ્રત્યે વીતરાગતાનો ભાસ તાદશ થતો હતો.
એક વખત પરમકૃપાળુદેવે પૂજ્ય અંબાલાલભાઈને પૂછ્યું કે – “નડીયાદ તળાવમાં પાણી કેટલું ઊંડું છે ?’’ તરત જ અંબાલાલભાઈએ આજ્ઞાધીનવૃત્તિથી એકદમ કુદીને તળાવમાં પડવા માંડ્યું એટલે તરત જ કૃપાળુદેવે હાથ ઝાલીને ખેંચી લીધા. કેવી આજ્ઞાવશવૃત્તિ ! આપણા તેમને શતઃ શતઃ નમસ્કાર હો !
હું કીલાભાઈ – નડીયાદ ગયો હતો. પરમકૃપાળુદેવશ્રી તથા મનસુખભાઈ દેવશી તથા પૂ. અંબાલાલભાઈ ફરવા જતા હતા ત્યાં તળાવ આગળ પૂજ્ય અંબાલાલભાઈએ પરમકૃપાળુદેવને પ્રશ્ન કર્યુ કે - તળાવમાં જે લીલફૂલ છે તેમાં અનંતકાય જીવ છે કે કેમ ? ઉત્તર - ઠપકો આપીને કૃપાળુદેવે જણાવ્યું – “તેં વિનય સહિત પૂછ્યું નથી, સાડ ત્રણ હાથ છેટે રહીને પૂછ્યું નથી, નમસ્કાર વિગેરે કરીને પૂછ્યું નથી.” વિગેરે વિનયના ૧૭ - પ્રકાર જણાવ્યા ને ચાલતાં ચાલતાં પૂછ્યું છે તેથી ઠપકો આપીને વિનય માર્ગ બતાવ્યો. ઉપયોગ ન રહ્યો તેથી ૧૭ પ્રકાર વિનયના - શ્રી ઉત્તરાધ્યયન અધ્યયનના જણાવ્યા હતા.
-
પોતાના ઉપકારી પુરૂષના કપડાં આદિ દુરસ્ત કરવા, સાંધવા - ધોવા ઇત્યાદિ દરેક કામમાં ધ્યાન દેવું જોઈએ.
પૂજ્ય શ્રી અંબાલાલભાઈની જીવનચર્યાનું વિહંગાવલોકન કરીએ તો પૂર્વભવથી લઈ આવેલ શ્રી સદ્ગુરૂ સાથ અને ભક્તિની ઉપાસના મુખ્ય તરવરે છે. જન્માંતરમાં પરમકૃપાળુદેવના આશ્રિત હોઈ નામ સાંભળતાંની સાથે અનુસંધાન થઈ ગયું. કદી એ પ્રભુનો વિયોગ ન થાય એવો જનમ જનમનો સંગાથી ધણી ધાર્યો. એ ભક્તિના પ્રતાપે પુન્યોદય જાગ્યો. શ્રી આત્મસિદ્ધિજીના અવતરણને નિહાળવાનો સુઅવસર આવ્યો. અનેક મુમુક્ષુઓના પણ મહાભાગ્ય ઉદય થતાં, એક સોનેરી પળે - અમૃત ચોઘડીયે શ્રી સદ્ગુરૂ ભગવાનના હૃદયમાંથી અમૃત પ્રવહતું હતું, તે અમૃત સ્વરૂપે અક્ષર દેહધારણ કરી પ્રગટપણાને પામ્યું. ચૌદ પૂર્વના સારરૂપ, સકળ આગમનું નવનીત, જ્ઞાનીનાં હૃદયરૂપ, મુમુક્ષુને અભય આપનાર, મોક્ષનો મહામાર્ગ બતાવનાર, બોધબીજદાયક, અચિંત્ય ચિંતામણી સ્વરૂપ શ્રી આત્મસિદ્ધિજીનું શ્રી સ્વરૂપની લેખિની દ્વારા ગંગાવતરણ થયું. એ ‘ગંગાવહી’ ઘટમાં અને પૂજ્ય અંબાલાલભાઈની પ્રેમભક્તિની સરિતા એ શ્રુતસાગરમાં શમાઈ ગઈ. ચોથા કાળમાં જે દુર્લભ - અનંતગુણ ગંભીર જ્ઞાનાવતાર - ગુણાતિશયથી ભરેલા એવા પ્રભુની કલમથી મોતીબિંદુઓ જેવી આત્મસિદ્ધિજીને પોતે અનિમેષ નયનથી નિહાળી રહ્યા. સ્થિરપણે ઊભા રહી, મન તન્મય બની, દેહભાન ક્ષણભર વિસરાઈ ગયું હોય એવી લીનતાથી દીવી ધરીને પ્રભુના જ્ઞાન પ્રકાશભુવનનું, પ્રભુની પ્રભુતાનું દર્શન કર્યું. તે ક્ષણે એ ભક્તની પ્રસન્નતા - ધન્યતા - અહોભાવ કેવા અલૌકિક અકલ્પ્ય હશે ! એણે વિસ્ફારીત નેત્રથી અમૃત રસ આસ્વાદ્યો. એક કલાક અડગ ઊભા રહેવાથી થાક ન લાગ્યો. ઊલ્ટો પ્રભુ સાનિધ્યમાં અંતરનો વિશ્રામ મળ્યો. જે કેવળ નેત્ર વડે જગત
૫૭
Page #59
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
૫૮
2065
શ્રી સંબાલાલભાઈ
દહીમદ રાજચંદ્રજી
કરી અંગામા
નડીયાદ તલાવ કિનારે ફરવા ગયા ત્યારે શ્રી ૫૨મકૃપાળુદેવ પૂ. અંબાલાલભાઈને કહે છે ‘આ તલાવ કેટલું ઊંડું છે ?' જવાબમાં ભૂસકો મારવાની તૈયારી કરે છે.
stella reure sat
LO
રાજજી
પૂ.શ્રી અંબાલાલભાઈ
આણંદમાં શ્રી ૫૨મકૃપાળુદેવ પૂ. અંબાલાલભાઈને પ્લેગના ર્દીની સેવા કરવા જણાવે છે. કેવી કરુણા !
Page #60
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
આખાને જોઈ રહ્યા છે તે પરમાત્માને પ્રકાશની ક્યાં જરૂર હતી. એ તો લોક વ્યાપક અંધકારને વિષે સ્વએ કરી પ્રકાશિત છે તે જગતના નાથે અંબાલાલભાઈની અંતર ઓરડીયે અંધારૂ દૂર કરવા ફાનસ ધરી રાખવા આજ્ઞા કરી હોય જાણે ! – એ રીતે તલ્લીનતા થતાં અંબાલાલભાઈના ઘણા આવરણો - કર્મ પડળોનો નાશ કર્યો. તેનો ચેતનરામ અંતરભૂમિમાં ઉજ્જવળતા પ્રગટાવી ગુણમણીથી દીપી ઊઠ્યો.
પછી પ્રભુની કલમ અટકી અને અંબાલાલભાઈને જગાડ્યા, સાદ કર્યો – અંબાલાલ, “લે આ આત્મસિદ્ધિજી, તેની ચાર કોપી કરી લાવ” પરમકૃપાળુના હસ્તકમળમાંથી શ્રી આત્મસિદ્ધિજી અંબાલાલભાઈના હસ્તકમળમાં આવી ચડી – સ્વરૂપસિદ્ધિ જેવી, પૂર્ણ જ્ઞાનરિદ્ધિ જેવી, ખરા રતનની ખાણ જેવી, જીવનસિદ્ધિને હૃદય દેશમાં સ્થાપિત કરી લીધી. પરમ હર્ષથી પોતાના માથે ચડાવી નમસ્કાર કર્યા. “અહો ! અહો ! શ્રી સદ્ગુરૂ, કરૂણાસિંધુ અપાર,” ઉચ્ચારી પુનઃ પુનઃ નમસ્કાર કર્યા, સત્કાર કર્યો, સન્માન કર્યું, જય જય વધામણી કરી.
ચાર પ્રત તેની ઉતારી તે પ્રથમ પૂજ્ય સોભાગભાઈને મોકલી આપી.
ત્યાં નગીનદાસ ગુલાબચંદ, પૂજ્ય મનસુખભાઈ દેવશીભાઈ વિગેરે દર્શનાર્થે આવેલા. ત્યાં પરમકૃપાળુદેવે શ્રી આત્મસિદ્ધિજી શાસ્ત્રના અર્થ પૂરવા માટે શ્રી અંબાલાલભાઈને ફરમાવ્યું હતું. તે અર્થે પૂજ્ય અંબાલાલભાઈ નગીનને પાસે રાખી વંચાવતા હતા. આણંદનું સરકારી મકાન છોડી પરમકૃપાળુદેવ નડીયાદ પધારેલ હતા, અને તિહાં નાના માતુશ્રી મુંબઈથી આવેલા હતાં. ત્યાં ૧ માસની સ્થિરતા હતી. તિહાં એકવાર અંબાલાલભાઈ એક મોટા થાળમાં પાણીનો લોટો - દૂધનો લોટો - તેમાં એક લોટની કણીકની કોડીયું - ૪ ભાગમાં – દીવેટ રહે ને આરતિ ઉતરે તેવું બનાવી - આરતિ - પૂજા – કરવાની તૈયારી કરતા હતા, તે જોઈ પરમકૃપાળુદેવે કહ્યું – “શું ઢોંગ કરો છો.” એટલે તુરત બધો સામાન એક તરફ મૂકી દીધો. ત્યારપછી – શ્રી સૂયગડાંગ સૂત્રમાંથી બોધ જે અઠ્ઠાણું પુત્રોને શ્રી ઋષભદેવજી ભગવાને આપ્યો તેવો બોધ આપ્યો હતો. તે શ્રવણ થતાં પૂજ્ય અંબાલાલભાઈ, પૂજ્ય શ્રી ઝવેરબાપા વિગેરેને આંસુની ધારા છૂટેલ – સંસારથી છૂટવાનો ભણકાર થવા લાગ્યો. એવી પરાપશ્યતિ વાણી હતી. આત્માના પ્રદેશમાંથી લુછાઈને પ્રવહતી હતી. એની ખુમારી જેને ચઢી હોય તે જાણે. શ્રીમાન યશોવિજયજી મહારાજ - “તુજ વચન રાગ સુખ સાગરે ઝીલતો.” શ્રી સદગુરૂની આજ્ઞાએ શાસ્ત્રવાંચન કરવામાં આવે તો તે જીવને સંશય - વિકલ્પનું સમાધાન કરી દે. ગમ પાડી દે કે જો આનો આશય આમ છે, એટલે સદ્દગુરૂને પૂછવાથી – આજ્ઞાથી શાસ્ત્ર ઉપકારના હેતુ થાય, એટલે પૂજય અંબાલાલભાઈના પૂછવાથી પરમકૃપાળુદેવ જણાવે છે કે - “કર્મગ્રંથ વિચારતાં કષાયાદિનું સ્વરૂપ, કેટલુંક યથાર્થ સમજાતું નથી, તે વિશેષ અનુપ્રેક્ષાથી ત્યાગવૃત્તિના બળે, સમાગમે સમજાવા યોગ્ય છે.
જ્ઞાનનું ફળ વિરતી છે.' વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. .......વિચારવૃત્તિ સાથે (વિભાવ - કાર્યોની) ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ
પ૯
Page #61
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
છે, એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે.” - વ. ૭૪૯
| શ્રી સદ્ગુરૂ આશ્રય વિના સ્વચ્છેદે વર્તવાથી શુષ્કજ્ઞાની થવાનો વખત આવે અને તપ - ત્યાગાદિમાં પણ વૃત્તિઓ શાંત થતી નથી – ઉન્મત્ત થાય છે, જેથી જીવ માર્ગથી પડી જાય છે.
પૂજય અંબાલાલભાઈને કૃપાળુદેવનો સમાગમ લાભ નથી મળતો, તેથી જંગદું વ્યવહાર સવૃત્તિ ચૂકવી દે એવામાં રહેવું પડે છે તેથી મૂંઝાય છે ને નિરાશ થઈ પ્રભુને પોકારે છે કે મારી સંભાળ લ્યો, મને આમાંથી પ્રભુ બચાવો, મારી વ્હારે આવો, તેવા ખેદમાં પ્રભુ તેમને હિંમત આપી - ઉત્સાહ – શૂરવીરતા આપે છે. - તે જ એના સત્સંગની બલિહારી છે. “મુમુક્ષુપણું જેમ દેઢ થાય તેમ કરો; હારવાનો અથવા નિરાશ થવાનો કંઈ હેતુ નથી. દુર્લભ યોગ જીવને પ્રાપ્ત થયો તો પછી થોડોક પ્રમાદ છોડી દેવામાં જીવે મૂંઝાવા જેવું અથવા નિરાશ થવા જેવું કંઈ જ નથી.” - વ. ૮૨૯
| “ઉપરની ભૂમિકાઓમાં પણ અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વાસનાનું સંક્રમણ થઈ આવે છે, અને આત્માને વારંવાર આકુળ વ્યાકુળ કરી દે છે. -- - ધર્યથી સર્વિચાર પંથે જવાનો ઉદ્યમ કરતાં જય થઈ - - - અવિક્ષેપપણું પ્રાપ્ત થાય છે.” - વ. ૮૧૩
ગુરુ ગમ”
વિ. સં. ૧૯૫૨ “તે શ્રીમાન પુરુષોત્તમ, સત્ - ચિત્ - આનંદરૂપે સર્વત્ર ભરપૂર છે. મૂર્તિમાન ! (ગુરુગમ) સ્વરૂપ અક્ષરધામમાં બિરાજે છે. અમે તે મૂર્તિમાન સ્વરૂપને શું વર્ણવીએ? એ સ્વરૂપ વિચારતાં, સંભારતાં અમને તો પરમ સમાધિ આવે છે.” - વ. ૧૫૭
પરમાત્માનું સ્વરૂપ કે, શુદ્ધાત્માનું સ્વરૂપ વચનાતિત છે, બુદ્ધિથી પર છે, અગમ અગોચર વસ્તુ છે, તેને બુદ્ધિગમ્યથી કે વચનથી સમજી ન શકાય, તે માત્ર અનુભવગમ્ય છે. આનંદઘનજી મહારાજ કહે છે “નય નિક્ષેપે રે જેહ ન જાણીએ, નવિ જીહાં પ્રસરે પ્રમાણ, જેહ અગોચર માનસ વચનને, તેહ અતિન્દ્રીયરૂપ, અનુભવ મિત્તેરે વ્યક્તિ શક્તિશું, ભાખ્યું તાસ સ્વરૂપ”
- “ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, .... એક “તુંહિ તુંહિ” એ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઈએ છે, .... લખ્યું લખાય તેમ નથી; કહ્યું કથાય તેમ નથી. જ્ઞાને માત્ર ગમ્ય છે.” - વ. ૧૪૪
એટલે કૃપાળુદેવ કહે છે – “વહ બાત રહી સુગુરુ ગમકી” ગુરુ શાન કરે એમાં જ પાત્ર શિષ્યને સમજાઈ જાય છે. છપદની સિદ્ધિથી આત્મસ્વરૂપ સમજાવા અર્થે એ ગુરુગમરૂપ શ્રી આત્મસિદ્ધિજીની રચના ગુરુ શિષ્યના સંવાદરૂપે કરી છે. શિષ્યને આત્માની, પુનર્જન્મની, કર્મની, મોક્ષની, આસ્થા છે, પણ તે અંતરમાં ઊંડી શંકાસહિતની ઓઘ આસ્થા છે તે સદ્દગુરુ ભગવાન જાણે છે, એટલે “એ અંતર શંકાતણો સમજાવો સદુપાય.” એમ પ્રથમ પદની શંકા મૂકી છે. આત્મા નામનો પદાર્થ જુદા જુદા દર્શનો અને મતો, જુદે જુદે સ્વરૂપે કહે છે. તેના બંધ મોક્ષની વ્યાખ્યા જુદે
Page #62
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
જુદે સ્વરૂપે કહે છે, તેનો શાસ્ત્રથી નિર્ણય શી રીતે થાય ? પરમકૃપાળુદેવ કહે છે. “અમે તે આત્મા એવો જાણ્યો છે; જોયો છે; સ્પષ્ટ અનુભવ્યો છે, પ્રગટ તે જ આત્મા છીએ.'' આપણને તેની પ્રતીતિ કરી સ્વરૂપસ્થ થવા માટે અવિરૂદ્ધ ઉપાય શું ? શાશ્વત સુગમ માર્ગ શું ? ત્યાં શિષ્યનું એ સમાધાન કરે છે કે :
“સેવે સદ્ગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ,
પામે તે પરમાર્થને નિજપદનો લે લક્ષ.’
""
જે વસ્તુ ગુરુગમ સ્વરૂપ છે, તેને આપણે ક્ષયોપશમથી, અભ્યાસથી, નિશ્ચયથી, અધ્યાત્મ ચિંતનથી પ્રાપ્ત કરવા મથીએ તે કેમ સંભવિત થાય ? વ્યવહારિક શિક્ષણ વકીલ કે ડૉક્ટર થવા માટે શિક્ષકના હાથ નીચે રહેવું જરૂરી છે તેમ આત્મસિદ્ધિ માટે શ્રી જિન વીતરાગ પરમગુરૂ આપ્ત પુરૂષના ચરણ સમીપ સ્વચ્છંદ છોડીને રહેવું જરૂરી છે એ સાવ સમજી શકાય એવો પ્રકાર છે. કૃપાળુદેવ આ શિક્ષાને સિદ્ધાંતરૂપ અને સર્વશાસ્ત્રના બોધના લક્ષરૂપ કહે છે. “જે પદનો વિશેષ અર્થ લખ્યો છે, તે સ્મરણમાં લાવી સિદ્ઘાંતરૂપ એવા ઉપરના પદને વિષે સંધિભૂત કરવું યોગ્ય છે.’’ “મન મહિલાનું વહાલા ઉપરે.’
“ભક્તિ પ્રધાન દશાએ વર્તવાથી જીવના સ્વચ્છંદાદિ દોષ સુગમપણે વિલય થાય છે, એવો પ્રધાન આશય જ્ઞાની પુરુષોનો છે.” - વ. ૩૯૪ કૃપાળુદેવ આપણને કેવો નિશ્ચય કરાવે છે - “માનાદિક શત્રુ મહા, નિજછંદે ન મરાય; જાતાં સદ્ગુરૂ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.’’
સદ્ગુરૂ ચરણસમીપનો નિવાસ જીવને ઘણા હિતનું કારણ છે. ઉ. છાયામાં કૃપાળુદેવે કલ્યાણની ચાવીઓ બતાવી છે, જે અત્ર વિદીત છે.
“જ્ઞાની કહે છે તે કૂંચીરૂપી જ્ઞાન વિચારે, તો અજ્ઞાનરૂપી તાળું ઊઘડી જાય, કેટલાંય તાળાં ઊઘડી જાય.’’ ....કલ્યાણ શું હશે ? એવો જીવને ભામો છે. તે કંઈ હાથી ઘોડો નથી. જીવની આવી ભ્રાંતિને લીધે કલ્યાણની કૂંચીઓ સમજાતી નથી. સમજાય તો તો સુગમ છે. .....કષાય ઘટે તે કલ્યાણ-જીવના રાગ, દ્વેષ, અજ્ઞાન જાય તેને કલ્યાણ કહેવાય. .....આત્મા અજ્ઞાનરૂપી પથ્થરે કરી દબાઈ ગયો છે. જ્ઞાન (તીર્થંકર) જ આત્માને ઊંચો લાવશે. આત્મા દબાઈ ગયો છે, એટલે કલ્યાણ સૂઝતું નથી. જ્ઞાની સદ્વિચારોરૂપી સહેલી કૂંચીઓ બતાવે તે કૂંચીઓ હજારો તાળાંને લાગે છે. .....કદાગ્રહ મૂકીને જીવ વિચારે, તો માર્ગ તો જુદો છે. .....સત્પુરૂષનાં (ભગવાનના) વચનોનું આસ્થાસહિત શ્રવણ મનન કરે તો સમ્યક્ત્વ આવે. જ્ઞાન તો માંહીથી ગાંઠ મટે ત્યારે જ કહેવાય. દયા, સત્ય, અદત્ત ન લેવું. એ આદિ (સદ્ગુણો) સત્પુરુષની સમીપ આવવાનાં સાધન છે. વૃદ્ધ, જુવાન, બાળ, એ સર્વે સંસારમાં ડૂબ્યાં છે. કાળના મુખમાં છે, એમ ભય રાખવો. તે ભય રાખીને
५१
Page #63
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
સંસારમાં ઉદાસીન રહેવું. આત્મામાં રાગદ્વેષ ગયે જ્ઞાન પ્રગટે. ગમે ત્યાં બેઠા ને ગમે તે સ્થિતિમાં મોક્ષ થાય; પણ રાગદ્વેષ જાય તો. પોતાના દોષો ટળે એવા પ્રશ્ન કર્યો તો દોષ ટળવાનું કારણ થાય. જીવના દોષ ઘટે તો મોક્ષ થાય. આ કાળમાં ઘણા જીવ વિરાધક હોય છે, ને નહીં જેવો જ સંસ્કાર થાય છે. કેશીસ્વામી મોટા હતા અને પાર્શ્વનાથના શિષ્ય હતા તો પણ પાંચ મહાવ્રત અંગીકાર કર્યાં હતા. કેશીસ્વામીએ એમ ન કહ્યું કે હું દિક્ષાએ મોટો છું માટે તમે મારી પાસે ચારિત્ર લ્યો. વિચારવાન અને સરળજીવ જેને તરત કલ્યાણયુક્ત થઈ જવું છે તેને આવી વાતનો આગ્રહ હોય નહીં.
૨
“વાણિયો, બ્રાહ્મણ, પશુ, પુરુષ, સ્ત્રી આદિ કલ્પનાએ કરી ‘હું વાણિયો, બ્રાહ્મણ, પુરુષ, સ્ત્રી, પશુ છું એમ માને છે; પણ વિચાર કરે તો પોતે તેમાંનો કોઈ નથી.’ ‘મારું’ સ્વરૂપ તેથી જુદું જ છે.’’
“સદ્ગુરૂની આજ્ઞામાં બધાં સાધન સમાઈ ગયાં, જે જીવો તરવાના કામી હોય છે તેની બધી વાસનાનો નાશ થાય છે.”
“જો પૂર્વના સંસ્કારથી જ્ઞાનીના વચનો અંતરપરિણામ પામે તો દિન-પ્રતિદિન ઉલ્લાસ પરિણામ વધતા જાય ને સ્વરૂપ જાગૃતમાન થાય.”
વિ. સં. ૧૯૫૩
પૂજ્ય સોભાગભાઈ અને પૂજ્ય અંબાલાલભાઈને પરમાત્માનો એક જ સાલમાં ભેટો થયો. ત્યારથી કૃપાળુદેવના પત્રની પ્રસાદી અંબાલાલભાઈને મોકલે છે અને લખે છે કે સાહેબજીના ૬૦ પત્રો હાથ આવ્યા તે તમને મોકલ્યા છે, તમે અમારા અંગરૂપ જાણી અંગત - પત્રો - વેવારીક પણ મોકલ્યા છે તે જુદી ચોપડીમાં છાપજો. એમાં રહસ્ય મરમ ભરા છે. આ રીતની ભલામણ કરે છે.
કૃપાળુદેવે પણ પૂજ્ય અંબાલાલભાઈને વ. ૨૪૦માં સોભાગ સાથે પત્ર વ્યવહાર લખવા પ્રેરણા આપી – સત્પુરૂષરૂપે સોભાગભાઈને શ્રી પ્રભુએ બિરદાવ્યા છે.
“ગઈકાલે પત્ર અને ૫. પૂજ્ય શ્રી સોભાગભાઈનું પત્તું સાથે મળ્યું. વિનયભર્યો કાગળ સહર્ષ તેમને તમે લખજો. વિલંબ થયાનું કારણ સાથે જણાવજો. સાથે જણાવજો કે રાયચંદે આ વિષે બહુ પ્રસન્નતા દર્શાવી છે. હાલ મને મુમુક્ષુઓનો પ્રતિબંધ પણ જોઈતો નહોતો. કારણ કે મારી તમને પોષણ આપવાની હાલ અશક્યતા વર્તે છે. - માટે સોભાગભાઈ જેવા સત્પુરુષ પ્રત્યેનો પત્ર વ્યવહાર તમને પોષણરૂપ થશે. એ મને મોટો સંતોષનો માર્ગ મળ્યો છે. તેમને પત્ર લખશો. (સોભાગભાઈને) જ્ઞાન કથા લખશો તો હું વિશેષ પ્રસન્ન છું.’’ - વ. ૨૪૦
શ્રી વડવા પ્રભુ પધાર્યા છે ત્યારે પૂ. શ્રી સોભાગભાઈને પોતાને ઘેર જમવા માટે પૂજ્ય અંબાલાલભાઈ લઈ જાય છે. પૂજ્ય સોભાગભાઈના હૃદયમાં બિરાજમાન શ્રી આદિપુરુષનું દર્શન કરી વિનયભક્તિ ઉપાસે છે.
પૂ. અંબાલાલભાઈએ આત્મસિદ્ધિશાસ્ત્રના ટૂંકા અર્થ પૂર્યા તે લખી મોકલ્યા તેનો જવાબ કૃપાળુદેવ વ. ૭૩૦માં લખે છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી સોભાગભાઇના સમાધિમ૨ણ વખતે વિશાઘેર્યા પૂ. અંબાલાલભાઈની હાજરી.
પૂ.શ્રી અંબાલાલભાઈ
શ્રી ૫૨મકૃપાળુદેવ કાવિઠામાં ગોમેટના વડ નીચે બોધપાન કરાવી રહ્યા છે, જે ‘ઉપદેશ છાયા’માં છપાયેલ છે.
93
Page #65
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
GY
પૂ.શ્રી અંબાલાલભાઈ
“આત્મસિદ્ધિની’ ટીકાનાં પાનાં મળ્યાં છે.''
“જો સફળતાનો માર્ગ સમજાય તો આ મનુષ્યદેહનો એક સમય પણ સર્વોત્કૃષ્ટ ચિંતામણી
છે. એમાં સંશય નથી.”
“શ્રી સુભાગ્યાદિ પ્રત્યે લખાયેલા પત્રોમાંથી જે પરમાર્થ સંબંધી પત્રો હોય તેની હાલ બને તો એક જુદી પ્રત લખશો.’’ - વ. ૭૩૪
“આત્મસિદ્ધિ વિચારતાં આત્મા સંબંધી કંઈપણ અનુપ્રેક્ષા વર્તે છે કે કેમ ?’’ તે લખવાનું થાય તો લખશો. “કોઈ પુરુષ પોતે વિશેષ સદાચારમાં તથા સંયમમાં પ્રવર્તે છે તેના સમાગમમાં આવવા ઇચ્છતા જીવોને તે પદ્ધતિના અવલોકનથી જેવો સદાચાર તથા સંયમનો લાભ થાય છે, તેવો લાભ વિસ્તારવાળા ઉપદેશથી પણ ઘણું કરીને થતો નથી, તે લક્ષ રાખવા યોગ્ય છે.’’ - વ. ૭૪૦ પૂ. શ્રી સોભાગભાઈનું સમાધિમરણ
પરમ કૃપાળુદેવ પોતાના આશ્રિતનું કેવું ઘડતર કરે છે. આત્માની ખરેખરી સંભાળ રાખે છે. જીવનો પ્રમાદ - સુસ્તિ ઊડે તેવી રીતે ખબરઅંતર પૂછે છે. આ બધું આપણને પણ જીવન ઉપયોગી છે. આ સંયમ અને સદાચારમાં પ્રવર્તવાની શિખામણ - પરમાર્થ માર્ગ પ્રાપ્ત કરવામાં ઘણી જરૂરની છે એમ આપણને સમજાવે છે.
સંસ્કૃતનો પરિચય ન હોય તો કરશો. જે પ્રકારે બીજા મુમુક્ષુ જીવોનાં ચિત્તમાં તથા અંગમાં નિર્મળતા ભાવની વૃદ્ધિ થાય, તે તે પ્રકારે પ્રવર્તવું કર્તવ્ય છે. નિયમિત શ્રવણ કરાવાય તથા આરંભ પરિગ્રહનાં સ્વરૂપ સમ્યક્ પ્રકારે જોતાં નિવૃત્તિને અને નિર્મળતાને કેટલા પ્રતિબંધક છે તે વાત ચિત્તમાં દૃઢ થાય તેમ અરસપરસ જ્ઞાનકથા થાય તેમ કર્તવ્ય છે. - વ. ૭૪૨
પૂજ્ય અંબાલાલભાઈ નિરાશ થાય છે ત્યાં પત્ર આવે છે. “બે કાગળ મળ્યા છે. અત્રે ઘણું કરીને મંગળવાર પર્યંત સ્થિતિ થશે. બુધવારે સાંજે અમદાવાદથી મેલગાડીમાં મુંબઈ તરફ જવા માટે બેસવાનું થશે. .....કેવળ નિરાશા પામવાથી જીવને સત્સમાગમનો પ્રાપ્ત લાભ પણ શિથિલ થઈ જાય છે.
સત્સમાગમના અભાવનો ખેદ રાખતાં છતાં પણ સત્ઝમાગમ થયો છે એ પરમ પુન્યયોગ બન્યો છે.’’-વ. ૭૭૮
મુંબઈથી કૃપાળુદેવે ખંભાતના પોપટલાલ ગુલાબચંદને એક પત્ર લખી આપ્યો હતો. જેમાં અંબાલાલભાઈને સાયલા મુકામે સોભાગભાઈ પાસે જવાની આજ્ઞા ફરમાવેલ હતી.
ત્યારબાદ મનસુખભાઈ રવજીભાઈ પાસે અંબાલાલભાઈ પર પત્ર લખાવ્યો હતો કે તમને સોભાગભાઈ ઈચ્છે છે તો સાયલા તાકીદે જજો.
એ પ્રમાણે અંબાલાલભાઈ ત્રણ દિવસ અગાઉ પૂજ્ય સોભાગભાઈની સમીપે પહોંચી જાય છે અને સમાધિમરણ વખતે હાજર ઊભા છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
તે સમયની પૂજ્ય સોભાગભાઈની આત્મદશાનું માહાત્મ્ય અને પોતાને થયેલ લાભનું વર્ણન પરમકૃપાળુદેવને પત્રથી મુંબઈ જણાવે છે.
લિ. અલ્પજ્ઞ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર.
જેઠ વદી ૮ ભોમ સં. ૧૯૫૩ના સાંજે છ વાગ્યે સાયલે જઈ પૂજ્ય સોભાગભાઈના પવિત્ર દર્શનનો કલ્યાણકારી લાભ મેળવ્યો હતો. એ પવિત્રાત્માની એક નિષ્ઠા અને આત્માની શુદ્ધ જાગૃતતા જોઈ વારંવાર આશ્ચર્યવંત થાઉં છું. ધન્ય છે એવા ધર્માત્માને. મારા પ્રત્યેની તે પુરૂષની દયા અને અનુકંપા જોઈ હું બહુ જ આનંદ પામું છું, પણ ચાર દિવસ અગાઉ જવાનો જોગ બન્યો હોત તો બહુ જ આનંદ થાત એટલું જરા ખેદ રહે છે. એક જ સદ્ગુરૂનું સ્મરણ - ચિંતવન - ધ્યાન એ તો એક
જ આત્મામાં પ્રકાશ્યું હતું. ૧૦ ને ૪૮ મિનિટે મેં સ્મરણ આપ્યું તે વખતે ઈન્દ્રિયો સાવ મંદ પડી ગઈ હતી અને જાણે આત્મા જ બોલતો હોય તે રીતે ભાષણ કર્યું. “હા. સહજાત્મ સ્વરૂપ. મારો એ જ ઉપયોગ છે. હું સમાધિમાં છું. તું સમાધિમાં રહેજે. હવે મને કંઈ કહીશ નહીં. કારણ તું જે બોલે છે તેમાં મારે ઉપયોગ દેવો પડે છે, તેથી ખેદ રહે છે. વધુ શું લખું. ખચિત મારે પૂજવા યોગ્ય – સ્મરણ કરવા યોગ્ય એવા ધર્માત્માનો વિયોગ થવાથી અને તેમના ઉત્તમોત્તમ ગુણો સાંભરી આવવાથી હૃદય ભરાઈ જાય છે. લિ. અલ્પજ્ઞ.
છેલ્લે સોભાગભાઈ કૃપાળુદેવને લખે છે કે મને આત્મસિદ્ધિ ટીકા - અર્થની ચોપડી અને અંબાલાલ પાસે આપના ઉપદેશ પત્રોની પ્રત છે તે મોકલવા કૃપા કરશો. અને - ૪ દિવસ અંબાલાલ વેલા આવે તો આત્મસિદ્ધિજીના આપના શ્રી મુખે તેણે ધારેલા અર્થ પણ મારે તેની પાસેથી સાંભળવા છે, કાને થોડું સંભળાય છે ત્યાં સુધી ધારી શકું, કેટલાક ખુલાસા થઈ શકે.
જુઓ ! પ્રભુના હૃદય સખા, વયોવૃદ્ધ, જ્ઞાન વૃદ્ધની કેવી જ્ઞાન પિપાસા અને સરળતા - નમ્રતા. આપણે સર્વેએ સંભારી આત્મગુણ ક૨વા યોગ્ય છે. વળી અંબાલાલભાઈને પોતાના આત્મિય જન માને છે તેથી કૃપાળુદેવની પાસેથી લાભ અપાવવા જાણે વકીલાત કરતા હોય તેમ લખે છે કે અંબાલાલ શિષ્ય પરખવા જેવો રહ્યો નથી તો આપે તેને બોધબીજ આપ્યું હશે, નહીં તો આંહી આવે ત્યારે હું કરાવું.
આવા હરિના પ્રેમીજનની જોડ અખંડ રહો.
પૂજ્ય સોભાગભાઈના દેહવિલયના ખબર મુંબઈ પૂજ્ય અંબાલાલભાઈએ તારથી આપ્યા
હતા.
કાવિઠા
વિ. સં. ૧૯૫૪
પૂજ્ય અંબાલાલભાઈ નિવૃત્તિમાં પ્રભુ સાથે રહે અને પ્રભુ મુંબઈમાં બિરાજતા હોય ત્યારે પ્રેમ સંબંધ પત્ર દ્વારા અવિહડ રાખે છે. મોક્ષમાળા વિગેરે ગ્રંથોનો પ્રચાર લોકહિત માટે થાય તેમ વિનંતી કરે છે તેના જવાબમાં પ્રભુ દર્શાવે છે કે -
પ
Page #67
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
“અમુક સગ્રંથો લોકહિતાર્થે પ્રચાર પામે તેમ કરવાની વૃત્તિ જણાવી તે લક્ષમાં છે.......કેવળ અંતર્મુખ થવાનો સત્પરષોનો માર્ગ સર્વ દુઃખક્ષયનો ઉપાય છે. પણ તે કોઈક જીવને સમજાય છે. .....હે આર્ય ! અંતર્મુખ થવાનો અભ્યાસ કરો.” શ્રી પરમકૃપાળુદેવ શ્રી પર્યુષણ નિવૃત્તિ અર્થે મુંબઈથી નીકળી શ્રી કાવિઠા પધારે છે તે વિષે વવાણિયા લખે છે. શ્રાવણ વદ - ૯ - ૧૯૫૪ બુધવારની રાત્રિએ મુંબઈથી નિવૃત્ત થઈ ગુરૂવારે સવારે આણંદ આવવાનું બન્યું હતું, અને તે જ દિવસે રાત્રિના આશરે ૧૧ વાગ્યે અત્રે આવવું થયું. અહીં ૧૦ થી ૧૫ દિવસ પર્યત સ્થિતિ થવાનો સંભવ છે. - વ. ૮૪૨ આ સમયે પૂ. અંબાલાલભાઈ ત્યાં હાજર રહે છે.
વસો
વિ. સં. ૧૯૫૪ કાવિઠાથી પ્રભુશ્રી પર શુભ સમાચાર આવ્યા કે શ્રી પરમકૃપાળુદેવ - કાવિઠા ક્ષેત્રથી નડીયાદ ઊતરી વસો પધારશે. બાદ પરમકૃપાળુ તથા અંબાલાલભાઈ શ્રી નડીયાદ સ્ટેશને ઊતરી વસોના વાહનની રાહ જોયા વગર બેલગાડીમાં બેસી વસો તરફ વિદાય થયા, તેને રથ સામો મળતાં પૂજ્ય અંબાલાલભાઈએ પૂછ્યું કે આ રથ ક્યાં જાય છે? અત્રે પરમકૃપાળુદેવ પધાર્યા છે તેમને લેવા. બાદ રથમાં બિરાજી ગામમાં પધાર્યા. કાવિઠામાં પર્યુષણ પર્વ કરી શ્રી વસો મુકામે ભાદરવામાં પધાર્યા હતા. ત્યાં શ્રી નવલખાના ડેલામાં ઊતર્યા હતા. પ્રભુશ્રીજીનું ચાતુર્માસ ત્યાં જ હતું. તેમની ખાસ વિનંતીથી એક માસની સ્થિરતા કરી હતી. ત્યાં પરમકૃપાળુદેવના મુખથી અપૂર્વ બોધ થતો હતો. ત્યાં દરેકને વ્રત - નિયમો લેવા માટે પરમકૃપાળુદેવ આજ્ઞા કરતા હતા અને પચ્ચકખાણ કરાવવા માટે પૂજ્ય મુનિશ્રી પાસે સઘળાઓને મોકલતા હતા. સાત વ્યસનો સંબંધી ઘણો જ બોધ કરતા હતા. દરેકને તેનો ત્યાગ કરાવ્યો હતો. વસોમાં નગીનદાસ ગુલાબચંદ, પૂજ્ય પોપટલાલભાઈ, પૂજય અંબાલાલભાઈ, પૂજ્ય સુખલાલભાઈ, પૂજ્ય વનમાળીભાઈ વિગેરે પચાસ ભાઈઓ બહારગામથી આવ્યા હતા. સમાગમમાં આવેલા મુમુક્ષુ ભાઈઓ તેમજ પરમકૃપાળુદેવ પોતે એક વખત આહાર કરતા. અમે મુનિઓ બે વખત આહાર લેતા, તેથી લજ્જા આવી અને એક ટંક આહાર લેવાનો વિચાર કર્યો. આ વખતે પૂ. અંબાલાલભાઈનું સ્વાભાવિક ઉપાશ્રયે આગમન થયું, તેમને વાત જણાવી ત્યારે પૂ. અંબાલાલભાઈએ કહ્યું - પરમકૃપાળુદેવ અત્રેથી પધાર્યા પછી એક વખત આહાર ગ્રહણ કરજો . હાલ આહાર-પાણી કરીને તુર્ત જ પરમકૃપાળુદેવના સમાગમમાં આવવાનું થાય છે તેથી પ્રમાદ ન થાય તેમ સૂક્ષ્મ આહારનું રાખવું. બપોરના કૃપાળુદેવ પાસે જતાં પ્રભુએ આજ્ઞા કરી કે – “હાલ અમે કહીયે તેમ કરો - હવેથી એક જ ટંક આહાર લેશો.” એક રાત્રિએ બધા મુમુક્ષુઓને પ્રભુએ અંબાલાલભાઈ અને ભાઈશ્રી સર્વેને સમી સાંજથી ઊભા રહેવાની આજ્ઞા કરી, તે બધા હાથ જોડી સામે ઊભા રહ્યા. આખી રાત નવથી પરોઢીયે પાંચ વાગ્યા સુધી બોધ ચાલ્યો હતો. બીજે દિવસે જમવાનું આમંત્રણ થતાં બોધમાં રસના ઈન્દ્રિય પર વિવેચન ચાલ્યું કે “રસલોલુપી ન થવું.”
ઉ9
Page #68
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
ઉત્ત૨સંડા વનક્ષેત્ર ૧૯૫૪, શ્રી પરમકૃપાળુદેવની સેવામાં ૨સોઈ માટેની સામગ્રી કોથળામાં લઈને રહેવા માટે જઈ રહ્યા છે.
શ્રી પ૨મૃપાળુદેવે શ્રી વસોમાં નવલખાના ડહેલા ઉપ૨ સાંજના સમયે સાત વાગ્યાથી બધા જ મુમુક્ષુઓને ઊભા ૨હેવાની આજ્ઞા આપી, સવા૨ના ચાર વાગ્યા સુધી એકધારા બોધ આપ્યો.
ઉ૭
Page #69
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
એક દિવસ પૂજ્ય ભાઈશ્રીને વૃત્તિ થઈ કે પ્રભુ સાથે બહાર ફરવા જવાની રજા આપે તો સારૂં. પરમકૃપાળુદેવે તે વિચાર જાણી લઈ પૂજ્ય અંબાલાલભાઈને કહ્યું કે - પોપટભાઈને કહો કે તમો સાથે ચાલો - પ્રભુની આજ્ઞા મળી છે. એક દિવસ વસો ગામ બહાર રાયણના વૃક્ષ તળે શ્રી મલ્લિજિન સ્તવન – ‘સેવક કિમ અવગણીએ’ - તેના વિશેષાર્થ પોતે અલૌકિક રીતે કર્યા પછી ત્યાંથી આનંદની ધૂનમાં ગાથા બોલતા ગામ તરફ સીધાવ્યા, “રાગીશું રાગી સહુ રે, નિરાગીશો રાગ,” અને મનહર પદમાંથી - “જેનો કાળ તે કિંકર થઈ રહ્યો,” એ પદ આકર્ષક અવાજથી મોટા સૂરથી બોલતા હતા અને પ્રેમાવેશમાં બીજાના હૃદયમાં પણ દિવ્યાનંદનો સંચાર થાય અને હૃદય પ્રેમથી છલોછલ ઊભરાઈ જાય એવા આનંદ સહિત ગામમાં પધાર્યા. તેઓશ્રીની પાછળ મુનિઓ ને તેની પાછળ મુમુક્ષુ ભાઈઓએ ઉતારે પ્રવેશ કર્યો, ત્યાં એક માસ પૂર્ણ રહ્યા. પરમગુરૂના યોગબળથી વૈરાગ્ય-ભક્તિના કાવ્યો તેઓશ્રીની સમક્ષ ગવાતા ત્યારે ચોપાસ શાંત-વૈરાગ્યમય વાતાવરણ થતું. પૂજ્ય અંબાલાલભાઈના કર્ણમાં તે સૂર ગૂંજ્યા કરતા, ત્યાંથી ખસવું ન ગમતું.
ઉત્તરસંડા
SC
નડીયાદ અને ઉત્તરસંડાની વચમાં નિવૃત્તિ માટે યોગ્ય સ્થળની ગોઠવણી થઈ એટલે પૂજ્ય અંબાલાલ, શ્રી લહેરાભાઈ અને મોતિલાલ એ ત્રણની સાથે કૃપાળુદેવ ઉત્તરસંડાને બંગલે ‘વનક્ષેત્ર’ પધાર્યા. પંદર દિવસ સુધી શ્રી અંબાલાલભાઈ સેવામાં રહ્યા અને રસોઈ વિગેરેની બધી વ્યવસ્થા પોતે કરી. પરંતુ પ્રભુને તદ્દન એકાંત નિવૃત્તિમાં શ્રી જિનકલ્પની સાધના કરવાની હતી. પૂજ્ય અંબાલાલભાઈ રસોઈનો સામાન, ગાદલા-વાસણ વિગેરે ખંભાતથી લાવ્યા હતા તે બધું જ પરત લઈ જવાની આજ્ઞા કરી, એક મોતિલાલને સેવામાં રાખ્યા. પૂજ્ય અંબાલાલભાઈ બંગલો ખાલી કરી બધો સામાન ગાડામાં ભરાવી લઈ નડીયાદ ગયા. શ્રી મોતિલાલભાઈને સૂચના આપતા ગયા હતા કે રાત્રે બે-ત્રણ વખત પ્રભુની તપાસ રાખતા રહેજો. પછી મોતિલાલે પૂછ્યું. પ્રભુ ! ખાવા-પીવા માટે કેમ છે ? પરમકૃપાળુએ કહ્યું - “તમે નડીયાદ જાઓ. તમારાં બાઈને નવરાવીને રોટલી તથા શાક કરાવજો. વાસણ લોખંડનું વાપરે નહીં અને શાક વિગેરેમાં પાણી તથા તેલ નાંખે નહીં.” આમ જિનકલ્પીવત્ ધ્યાન મુદ્રામાં રહેતા. મચ્છર કરડતા તો પણ અડોલ રહેતા. આ વનક્ષેત્રે બે રૂપિયા ભાર રોટલી તથા થોડું દૂધ વાપરતા. આ વનક્ષેત્રે વર્તતા મહાત્મા અદ્ભુત યોગિન્દ્ર પરમ શાંતશીતળ બિરાજે છે એવી નિઃસંગદા વર્ણવતા હતા.
ખેડા
શ્રી પરમકૃપાળુદેવના સમાગમમાં શ્રી છોટાભાઈ, નગીનભાઈ, ગાંડાભાઈ, પૂજ્ય ભાઈશ્રી વિગેરે ખેડા ગયેલા. પૂજ્ય અંબાલાલભાઈ કૃપાળુદેવની સાથે જ આવ્યા હતા. લલ્લુભાઈ ત્યાંથી વિદાય થતી વેળા પ્રભુ પાસે રજા મેળવવા ગયા હતા. તે વખતે મનમાં એમ થયું કે પરમાત્માના દર્શન માટે ચિત્રપટ મળી શકે તો સારૂં એટલે પ્રભુ પાસે જઈ નમસ્કાર કરી ઊભા રહ્યા એટલે પરમકૃપાળુદેવે જણાવ્યું કે ‘કેમ ચિત્રપટ જોઈએ છે ?’ લલ્લુભાઈએ - હા, જી કહ્યું - કૃપાળુદેવે જણાવ્યું કે જાવ,
Page #70
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
ભાઈ અંબાલાલ આપશે. અને અમારા પર અખંડ વિશ્વાસ રાખજો.” પૂજય દેવકીર્ણજી મહારાજની વિનંતીથી ખેડે પધાર્યા હતાં. ત્યાં મુનિ શ્રી દેવકીર્ણજી મહારાજ કૃપાળુદેવને પૂછતા હતા, “સાહેબ ! આપ દશા શ્રીમાળી કે વીશા શ્રીમાળી ?” પરમકૃપાળુશ્રીએ સામે પૂછ્યું કે, “તમારે શું કામ છે ?” મુનિશ્રીએ કહ્યું કે, “વીશાનો હું વિશ્વાસ કરતો નથી.” ત્યારે પરમકૃપાળુશ્રીએ જણાવ્યું કે, “વીશા શ્રીમાળીમાં એક ગુણ છે કે લીધું મૂકે નહીં.” આ પ્રકારે પૂજ્ય ભાઈશ્રી ખેડાના સત્સંગમાં પોતે સાંભળેલ વાત જણાવે છે. ખેડામાં દસ દિવસ સ્થિતિ હતી. “હે જીવ! આ ક્લેશરૂપ સંસારથી નિવૃત્ત થા, નિવૃત્ત થા.” આ વીતરાગ પ્રવચન છે. શ્રી ખેડાથી પરમગુરૂ મહેમદાવાદ થઈ મુંબઈ પધાર્યા.
મુંબઈ
વિ. સં. ૧૯૫૫ પૂ. અંબાલાલભાઈને પોતાની પૂર્વભવની યોગભૂમિકામાં નિવાસ માટે વિહારક્રમ જણાવે છે. “ઘણું કરીને આવતી કાલે રાત્રિના મેલમાં અહીથી ઉપરામતા (નિવૃત્તિ) થશે. થોડા દિવસ પર્યત ઘણું કરીને ઇડરક્ષેત્રે સ્થિતિ થશે.” - વ. ૮૫ર પૂજય અંબાલાલભાઈને અપૂર્વ અવસરની નિવૃત્તિ સમાગમની પ્રબળ ઇચ્છા હતી, પણ પ્રભુ એકાંત ઇચ્છતા હતા તેથી રજા ન મળી.
‘પદ્મનંદી શાસ્ત્ર' આદિનું નિદિધ્યાસન કરવા સમ્યગુદર્શન દેઢ કરાવવા માટે લખે છે. “ત્રણ યોગની અલ્પ પ્રવૃત્તિ, તે પણ સમ્યક પ્રવૃત્તિ હોય ત્યારે મહતુ પુરૂષના વચનામૃતનું મનન પરમ શ્રેયનું મૂળ દેઢિભૂત કરે છે; ક્રમે કરીને પરમપદ સંપ્રાપ્ત કરે છે.” - વ. ૮૮૬
- ઇડરથી સં. ૧૯૫૫માં શ્રી પરમકૃપાળુદેવ પૂજય ભાઈશ્રીની વિનંતીથી તેમના ઘેર ઘાંચીની પોળે પધાર્યા હતા અને પૂજ્ય અંબાલાલભાઈ પણ ત્યાં પધાર્યા હતા. પૂજ્ય ભાઈશ્રીએ ઘર આગળ અટલસના તાકા પથરાવ્યા ને પોતાના પ્રભુ પ્રત્યે પ્રેમભક્તિ પ્રગટ કરી ઉપાસના કરી. - એક વખત પૂજ્ય અંબાલાલભાઈ ઘાંચીની પોળે રાત્રે અગિયાર વાગે આવ્યા હતા. તેઓશ્રીએ જણાવ્યું કે શ્રી પરમકૃપાળુદેવે મને જણાવ્યું છે કે – “તું પોપટને મળીને જજે - તેના મનનું સમાધાન કરીને જજે.” પછી અમો બંને રાત્રે બે વાગ્યા સુધી બેઠા અને જ્ઞાનવાર્તા કરી ત્યારપછી રાત્રે બે વાગે મુનિશ્રી પાસે સરસપુર ગયા હતા. | સંવત ૧૯૫૫ના ભાદરવામાં શ્રી પરમકૃપાળુદેવ મુંબઈ બિરાજમાન છે. પૂજય અંબાલાલભાઈ રતલામથી વળતાં પ્રભુ સમાગમ અર્થે ત્યાં પહોંચે છે. ત્યાં આગળ દુકાને શ્રી નાનચંદભાઈ પૂનાવાળા તથા શ્રી દામજીભાઈ પધારતા હતા. સાંજના સાત વાગ્યા પછી અદ્ભુત ઉપદેશ થતો. કદી ન સાંભળ્યા હોય એવા અપૂર્વ અર્થનું નિરૂપણ કૃપાનાથ કરતા.
એકવાર પૂજય અંબાલાલભાઈ સત્સંગમાં વાત કરતા હતા કે શ્રી પરમકૃપાળુદેવ પૂર્વભવે તિબેટના રાજકુમાર હતા. આ વાતનો ઈશારો વ. ૨૧૨માં થયેલ જણાય છે. તે વખતે દિગંબર મુનિદશા બહુ પાળી હતી, વળી જણાવ્યું હતું કે “મહાવીર સ્વામીના યોગબળે તેઓના અતિશયના પ્રભાવથી હજુ પણ ધર્મ વિદ્યમાન છે, ધર્મ અચિંત્ય ચિંતામણી છે, તેને આરાધતાં ફળ માટે ચિંતવન
SC
Page #71
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
કરવા જેટલોય પરિશ્રમ નથી.” એમ પરમકૃપાળુદેવે પ્રકાણ્યું હતું.
ધરમપુર
વિ. સં. ૧૯૫૬ સંવત ૧૯૫૬માં રેવાશંકર જગજીવનની કંપની સાથે નગીનદાસને ચોખાનો વેપાર ચાલતો હતો. વ્યવહાર કામ માટે ત્યાં રોકાયા હતા તે વખતમાં પૂજ્ય અંબાલાલભાઈ પણ ત્યાં જ પ્રભુની ચરણસેવામાં એક મહીનો રોકાયા હતા - ત્યાં પરમ લાભ પામ્યા.
- શ્રી રણછોડભાઈની વિનંતીથી પરમકૃપાળુદેવ ધરમપુર પધારે છે, ત્યાંથી પ.કૃ.દેવ શ્રી અંબાલાલભાઈને ધરમપુર આવવા અનુમતિ આપે છે. ‘સમયસાર’ અને ‘કાર્તિકેયાનુપ્રેક્ષા' વિગેરેની પ્રત કરવા આજ્ઞા આપે છે. - જુઓ વ. ૯૦૯
સર્વ સાવધ આરંભની નિવૃત્તિપૂર્વક બે ઘડી અર્ધ પ્રહર પર્યત “સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા’ આદિ ગ્રંથની પ્રત કરવાનો નિત્યનિયમ યોગ્ય છે.” (ચાર માસ પર્યત) - વ. ૮૯૯
શુદ્ધ ગુર્જર ભાષામાં સમયસાર’ની પ્રત કરી શકાય તો તેમ કરતાં વધારે ઉપકાર થવા યોગ્ય છે. જો તેમ ન બની શકે તો વર્તમાન પ્રત પ્રમાણે બીજી પ્રત લખવામાં અપ્રતિબંધ છે.” - વ. ૯૦૭
“જો “સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા’ અને ‘સમયસાર'ની પ્રતો લખાઈ રહી હોય તો અત્રે મૂળ પ્રતો સાથે મોકલાવશો. અથવા મૂળ પ્રતો મુંબઈ મોકલાવશો અને ઉતારેલી પ્રતો અત્રે મોકલાવશો. પ્રતો ઉતારતાં હજુ અધૂરી હોય તો ક્યારે પૂર્ણ થવાનો સંભવ છે તે જણાવશો.” - વ. ૯૦૯
શ્રી ‘સમયસાર” અને “કાર્તિકેયાનુપ્રેક્ષા’ મોકલવા વિષેનું પત્ર મળ્યું હશે. આ પત્ર સંપ્રાપ્ત થતાં અત્ર (ધરમપુર) આવવાની વૃત્તિ અને અનુકૂળતા હોય તો આજ્ઞાનો અતિક્રમ નથી.” - વ. ૯૧૦
“ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મ-મરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો ! જેમણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમપદનો જય કર્યો.” - વ. ૯૩૫
“તે માટે ઊભા કરજોડી, જિનવર આગળ કહીયે રે, સમયચરણ સેવા શુધ્ધ દેજો, જેમ આનંદઘન લહીએ રે.”
- શ્રીમાનું આનંદઘનજી
Page #72
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
શ્રી ખંભાત ચિંતામણિ પાર્શ્વનાથજીના દહેરાસ૨માં નેમનાથ પ્રભુની સન્મુખ ‘હે પ્રભુ! હે પ્રભુ!'ના દોહરા હૃધ્યના ભાવ સાથે આંસુ સારતા ઉચારી ૨હી છે.
સાથે પૂ. ભાઈશ્રી તે ભાવોમાં ખોવાયેલા જણાય છે.
ખંભાત શ્રી ચિંતામણિ પાર્શ્વનાથપ્રભુના દહેરાસરજીમાં પૂ. અંબાલાલભાઈ તથા પૂ. ભાઈશ્રી દર્શન કરી પરત ફરી રહ્યા છે.
૭૧
Page #73
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
“પત્રો સંપ્રાપ્ત થયાં, શરીર પ્રકૃતિ સ્વસ્થાસ્વસ્થ રહે છે - - - કવચિત્ અશાતા મુખ્ય રહે છે.” - વ. ૯૩૮
“પ્રમત્ત-પ્રમત્ત એવા વર્તમાન જીવો છે, અને પરમ પુરુષોએ અપ્રમત્તમાં સહજ આત્મશુદ્ધિ કહી છે, માટે તે વિરોધ શાંત થવા પરમપુરુષનો સમાગમ, ચરણનો યોગ જ પરમ હિતકારી છે.” ૐ શાંતિઃ - સ્વ. ૯૧૯
- પૂજ્ય શ્રી અંબાલાલભાઈની દઢ ઇચ્છા તો પ્રભુ ચરણમાં શ્રી પર્યુષણ મહાપર્વ આરાધના કરવાની હોવાથી શ્રી પરમકૃપાળુદેવને પૂછાવે છે કે, “હે નાથ ! મારે ક્યાં રહેવું ? શું કરવું ?” જવાબમાં નબળી શરીરસ્થિતિમાં પણ સ્વહસ્તે લખે છે :
કદાપિ જો નિવૃત્તિમુખ્ય સ્થળની સ્થિતિના ઉદયનો અંતરાય પ્રાપ્ત થયો તો હે આર્ય! સદા સવિનય એવી પરમ નિવૃત્તિ, તે તમે શ્રાવણ વદ અગિયારસથી ભાદરવા સુદ પૂર્ણિમા પર્યત એવી રીતે સેવજો કે સમાગમવાસી મુમુક્ષુઓને તમે વિશેષ ઉપકારક થાઓ અને તે સૌ નિવૃત્તિભૂત સનિયમોને સેવતાં સલ્ફાસ્ત્ર અધ્યયનાદિમાં એકાગ્ર થાય, યથાશક્તિ વ્રત, નિયમ, ગુણના ગ્રહણકર્તા થાય.”
શરીરપ્રકૃતિમાં સબળ અશાતાના ઉદયથી જો નિવૃત્તિમુખ્ય સ્થળનો અંતરાય જણાશે તો અત્રેથી યોગશાસ્ત્ર' નું પુસ્તક તમારા અધ્યયન મનનાદિ અર્થે ઘણું કરી મોકલવાનું થશે.”
“હે આર્ય! અલ્પાયુષી દુષમકાળમાં પ્રમાદ કર્તવ્ય નથી; આત્મબલાધીનતાથી પત્ર લખાયું છે.” - વ. ૯૪૨
સ્વાત્મવીર્ય ગોપવ્યા સિવાય બને તેટલો નિવૃત્તિ સેવવા યોગ્ય અવસર પ્રાપ્ત કરી આત્માને અપ્રમત્ત કરવો એમ આજ્ઞા છે.
“પ્રમત્તભાવે આ જીવનું ભૂંડું કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નથી, તથાપિ આ જીવને નિજહિતનો ઉપયોગ નથી એ જ અતિશય ખેદકારક છે. અત્રથી સ્થિતિનો ફેરફાર થશે અને અંબાલાલને જણાવવા યોગ બનશે તો આવતીકાલ સુધીમાં બનવા યોગ્ય છે.”
પૂજ્ય અંબાલાલભાઈની કેવી સંભાળ (આત્માની) લે છે. તે જ દિવસે શ્રી ધર્મપર્વની આરાધનાનો ક્રમ લખી મોકલ્યો છે તે આપણને ઉપયોગી છે.
ત્યારપછી સં. ૧૯૫૬ના શ્રાવણ વદ ૧૧થી કારતક વદ ૫ સુધી વઢવાણ કેમ્પમાં લીમડી ઉતારે શ્રી પરમકૃપાળુદેવનું રહેવું થયું હતું. તે વખતે વનમાળીભાઈનો દેહ છૂટ્યો - તેની શાંતિ માટે શ્રી પ્રભુએ ચાર લોગસ્સનો કાઉસગ્ન કરવા આજ્ઞા કરી હતી. શ્રી પરમકૃપાળુ બિછાનામાં સૂતા હતા, ત્યાં પાંચ-સાત ભાઈઓ સાથે પૂ. શ્રી અંબાલાલભાઈ વિગેરેને બોલાવ્યા અને ટીપ કરી, તમને વિકલ્પ નથી થતો ? એમ પૂછ્યું.
શ્રી સુરેન્દ્રનગરમાં શ્રી પરમશ્રુત ખાતાની ટીપ કરી પ્રભુએ પૂછ્યું કે ભરવાડવાળું કરીએ
૭૨
Page #74
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
કે વાણીયાની રીતે ? પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ કહ્યું કે ભરવાડણી અખંડ સૌભાગ્યવતી રહે છે – તેમ કરીશું. પછી “શ્રી પરમકૃત પ્રભાવક મંડળ” – એવું નામ આપ્યું. તેના સંબંધી ઘણું ખરું લખાણ શ્રી અંબાલાલભાઈને લખાવતા હતા. સંવત્સરીનો ઉપવાસ કરવાની સર્વે મુમુક્ષુને આજ્ઞા ફરમાવેલ હતી. પૂજય અંબાલાલભાઈને સ્વહસ્તે સં. ૧૯૫૬ની સાલના બે ચિત્રપટ શ્રી પ્રભુએ આપેલા જે હાલ ખંભાત સુબોધક પુસ્તકશાળામાં છે.
- વઢવાણમાં પૂ. અંબાલાલભાઈ એક વખત દાક્તર પાસે દવા લેવા ગયા હતા. એક દિવસ દાક્તરે કહ્યું કે – સાહેબજીને ઘર ભેગા કરો, તેમની દેહ રહેશે નહીં. એવું સાંભળી આવ્યા પછી અંબાલાલભાઈને તેની અસર થઈ મુખ પડી ગયું - રડવા લાગ્યા. તેથી વવાણિયેથી દેવામાતા અને રવજીભાઈ તથા મુંબઈથી રેવાશંકરભાઈ અને મનસુખભાઈ રવજીને તાર કરીને તેડાવ્યા – માતુશ્રી વિગેરે તુર્ત જ આવી ગયા. અંબાલાલભાઈને કૃપાળુદેવે પૂછ્યું કે – તને ડૉક્ટરે શું કહ્યું? શું વાતચીત થઈ ? જવાબમાં અંબાલાલભાઈએ જણાવ્યું કે દાક્તર ઠાકોરદાસ કહે છે કે – “ક્ષય છે.” ત્યારે કૃપાળુદેવે કહ્યું – “ના, તેમ નથી.” – “શરીર ક્ષીણ છે એમ કહ્યું છે.” બાદ ડૉક્ટરને બોલાવી પૂછતાં - શરીર ક્ષીણ છે એમ તેની પાસે ખાત્રી કરાવી, હા કહેવરાવી. (તેવા ભાવનું પોતે જ લખ્યું છે.) “કંઈ રોગ હોય એમ જણાતું નથી. બધા ડૉક્ટરોનો પણ એ જ અભિપ્રાય છે. નિર્બળતા ઘણી છે. તે ઘટે તેવા કારણોની જરૂર છે.” - વ. ૯૫૫
અંબાલાલભાઈને શ્રી પરમકૃપાળુદેવે કહ્યું - “આ સોનાનું પાંજરૂ છે તેમાં સિંહ છે, ને તેનું બારણું ઉઘડી ગયું છે. તે સિંહને નીકળી જતાં વાર નથી. આ તારે સમજવાનું છે.”
ઘણા દિવસથી કૃપાળુદેવ ખોરાક લેતા ન હતા. એક દિવસ એવો બનાવ બન્યો કે – પ્રભુશ્રીજી અને દેવકરણજીને એમ થયું કે હવે કૃપાળુદેવ ખોરાક લે તો ઠીક તેવા અભિપ્રાયનો કૃપાળુદેવને પત્ર લખ્યો. તે જ દિવસે શ્રી પરમકૃપાળુદેવે દ્રાક્ષ મંગાવીને ખોરાક લીધો અને પૂજય અંબાલાલભાઈને કહ્યું કે - “મુનિને પત્ર લખો, આજે અમોએ ખોરાક લીધો છે.”
સુરેન્દ્રનગરમાં એક પ્રસંગે પૂજ્ય અંબાલાલભાઈ તથા શ્રી ત્રિભોવનભાઈને શ્રીમુખે કહ્યું કે “વઢવાણ કેમ્પના શાસ્ત્રભંડારમાં હજારો વર્ષ પહેલાંનો એક તાડપત્રીનો ગ્રંથ છે, તેમાં અમુક પાને અમારે વિષે “યુગ પ્રધાન”નું નામ લખેલ છે, એમાં ભવિષ્યમાં થનાર - ૨00૪ “યુગપ્રધાન” પુરૂષની નામાવલી છે. તેમાં ૬૩મું નામ દર્શાવ્યું છે કે - “વિક્રમ સંવત ૧૯૨૪ના કારતક પૂર્ણિમાએ “શ્રીમદ્ રાજચંદ્ર” નામના યુગ પ્રધાન પુરૂષનો જન્મ થશે.” તેઓશ્રી કહેતા કે – “અમારે નવી મા નથી કરવી.” વળી એક વખત જણાવ્યું કે – “આ વચનો જગતનું કલ્યાણ કરશે, તમારૂં તો અવશ્ય કરશે. જે જીવો અમારી સમીપ આવેલા છે અને આવશે તેની અવશ્ય સિદ્ધિ થશે.”
પરમશ્રુત પ્રભાવક મંડળ, વઢવાણ સંવત-૧૯૫૬ ઉપદેશ નોંધ ૧૫ અને ૪૨માં શ્રી પરમકૃપાળુદેવને વઢવાણમાં પૂજય મનસુખભાઈ કીરતચંદભાઈએ પૂછ્યું છે. તેના
93
Page #75
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
=
-
જવાબમાં કહ્યું હતું કે – “પરમ સશ્રુતના પ્રચારરૂપ એક યોજના ધારી છે, તે પ્રચાર થઈ પરમાર્થમાર્ગ પ્રકાશ પામે તેમ થશે.’’ સશ્રુતનું લીસ્ટ વચનામૃતમાં છાપ્યું છે તે સંબંધી કેટલાક મુમુક્ષુ એમ માને છે - કહે છે કે - કૃપાળુદેવે ફક્ત દિગમ્બર શાસ્ત્રોને જ સદ્ભુત કહ્યાં છે, શ્વેતાંબર આગમને નહીં, તે માન્યતા યથાતથ્ય નથી લાગતી. એ માન્યતા મતભેદ દૃષ્ટિથી કલ્પી હોય એમ બીજાં વચનામૃતો વિચારતાં સમજાય છે. વ. ૩૭૫માં કૃપાળુદેવ લખે છે કે – “તે ‘સૂત્રકૃતાંગ’ની રચના જે પુરુષોએ કરી છે, તે આત્મસ્વરૂપ પુરુષ હતા, એવો અમારો નિશ્ચય છે.” કૃપાળુદેવ જેને માટે દાવાનની છાપ આપે છે તો તેને કેમ ઉત્થાપાય ? કેમ કે “આત્મસ્વરૂપ પુરુષ આત્મસ્વરૂપાર્થે અત્યંત પ્રતીતિ યોગ્ય છે.’’ વળી ‘મોક્ષમાર્ગ પ્રકાશ' વાંચતાં પૂજ્ય દેવકરણજી મહારાજને શંકા થાય છે, તેના સમાધાનમાં વ. ૮૦૭ - માં પ્રકાશે છે. - “દિગંબર અને શ્વેતાંબરપણું દેશ, કાળ, અધિકારીયોગે ઉપકારનો હેતુ છે.” “મોક્ષમાર્ગ પ્રકાશ” માં વર્તમાન જિનાગમ કે જે શ્વેતાંબર સંપ્રદાયને માન્ય છે તેનો નિષેધ કર્યો છે, તે નિષેધ કર્તવ્ય નથી.’’ બીજી એક વાત વિચારવા જેવી છે - કૃપાળુદેવે મુમુક્ષુ પોપટભાઈ ગુલાબચંદને (ખંભાતના) શ્રી સુબોધક પુસ્તકશાળા માટે પુસ્તકો ખરીદવાનું કહ્યું છે, તેનાં નામ પણ આપ્યાં છે તો તે શું અસત્ શાસ્ત્ર કહી શકાય ? બાકી તો આત્મસિદ્ધિજી ગાથા ૯માં જોઈશું તો શાસ્ત્ર પણ સદ્ગુરૂ આજ્ઞાએ ઉપકારી કહ્યાં છે.
७४
“ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે.” વચનામૃતજીમાં તો ઠામ ઠામ એ આગમ વિષે, સૂત્રકૃતાંગ આદિ શ્વેતાંબર આગમના આદર સહિતનો ઉલ્લેખ છે. - વ. ૧૨૮. “શ્રી મહાવીરદેવને ગૌતમાદિ મુનિજન એમ પૂછતા હતા કે હે પૂજ્ય ! ‘માહણ’, ‘શ્રમણ’, ‘ભિક્ષુ’ અને ‘નિગ્રંથ’ એ ચાર શબ્દનો અર્થ શો છે, તે અમને કહો. તે અર્થ ત્યારપછી શ્રી તીર્થંકર વિસ્તારથી કહેતા હતા.’’
- ૧. ૪૪૮
પૂજ્ય અંબાલાલભાઈ ભગવતીજીના પાઠ માટે પૂછાવે છે ત્યાં કહે છે – “પાઠમાં બોધ ઘણો સુંદર છે.” કૃપાળુદેવ તો આત્મસ્વરૂપપુરુષ છે. હું કોઈ ગચ્છમાં નથી એમ સ્પષ્ટભાન આપ્યું છે, તે કેમ ભગવાનના મૂળમાર્ગમાં મતભેદ ઊભા કરે ? કારણ “ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે કે હૃદયને વિષે મૃત્યુથી અધિક વેદના થાય છે. સ્થિતિ કાં તમે જાણો છો કાં સ્થિતિ વીતી ગઈ છે તે જાણે છે, અને હિર જાણે છે.” - વ. ૨૭૭ - દિગંબર કે શ્વેતામ્બર બંને આગમ સત્શાસ્ત્ર જ છે. જિનના જ પ્રરૂપેલા છે. વ. ૭૫૫માં “તે દ્વાદશાંગના મૂળ ઉપદેષ્ટા સર્વજ્ઞ વીતરાગ છે.’’ એટલે તેનો આશય પ્રતીત કરવા યોગ્ય, સેવનીય જિનવાણી છે એમ સમજવું. ઉપદેશ છાયા બેમાં “– સિદ્ધાંતના બાંધા વિષે એમ સમજવું કે આપણી બુદ્ધિ ન પહોંચે તેથી તે વચનો અસત્ છે એમ ન કહેવું; કારણ કે જેને તમે અસત્ કહો છો તે શાસ્ત્રથી જ પ્રથમ તો તમે જીવ, અજીવ એવું કહેતાં શીખ્યા છો; અર્થાત્ તે જ શાસ્ત્રોને આધારે જ તમે જે કાંઈ જાણો છો તે જાણ્યું છે; તો પછી તેને અસત્ કહેવાં તે ઉપકારને બદલે દોષ કરવા બરાબર ગણાય.” “વળી શાસ્ત્રના લખનારાઓ પણ વિચારવાન હતા; તેથી તે સિદ્ધાંત વિષે જાણતા હતા. મહાવીરસ્વામી પછી ઘણે વર્ષે લખાણાં છે માટે અસત્ કહેવાં તે દોષ ગણાય.”
..
Page #76
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
વ. ૪૯૧માં તો સ્પષ્ટ લખ્યું છે કે, “તીર્થકર વારંવાર નીચે કહ્યો છે, તે ઉપદેશ કરતા હતા.” વાક્યની રચના ખૂબી ભરેલી છે કે - તીર્થકરે ઉપદેશ કર્યો હતો એમ ન કહ્યું પણ - ઉપદેશ કરતા તે અમે સાંભળતા હતા. તે વખત પોતે હાજર હતા એમ ભાવ નીકળે છે. આ સ્વાનુભવની વાત જીવની ભ્રમણા – શંકાઓ ટાળવા કહી દીધી. કૃપાળુદેવના વચનને પ્રામાણિકપણે આત્મહિતની દૃષ્ટિથી સમજી ઉપકારી કરી લઈએ એ જ ઈચ્છવા યોગ્ય છે. એક વચનને માન્ય કરીએ અને બીજાં વચનને અમાન્ય ગણીએ – (તેમાં ભૂલ જોઈએ) તો તેને અન્યાય કર્યો ગણાય. વીતરાગ વાણી તો અનંતનય ગર્ભિત છે, તેને એક નયથી વિચારીએ તો વિરોધ આવે, દોષ લાગે.
જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે; અને અનુભવસહિતપણું હોવાથી આત્માને સતતુ જાગૃત કરનાર હોય છે.” - વ. ૬૭૯
માર્ગ જેને નથી પ્રાપ્ત થયો એવાં મનુષ્યો નયનો આગ્રહ કરે છે; અને તેથી વિષમફળ (મતભેદ)ની પ્રાપ્તિ હોય છે. કોઈ નય જ્યાં દુભાતો નથી એવાં જ્ઞાનીનાં વચનને અમે નમસ્કાર કરીએ છીએ.” માટે તે વાણીને આપણે મધ્યસ્થતાથી - અવિરોધપણે સમજવી જોઈએ ને પછી જેમ શ્રેય થાય તેમ આચરવું જોઈએ, એમાં શો વિવાદ હોય ? એ વિતરાગ વચનને વિવેક બુદ્ધિથી શ્રવણ – મનન - નિદિધ્યાસન કરવા શિક્ષા દે છે. કારણ કે એક વચન ઉસૂત્ર બોલાઈ જાય તો અનંત સંસાર પરિભ્રમણ થાય. એ વાત ભગવાને કર્મ સિદ્ધાંત પ્રરૂપ્યો તેમાં સ્વચરિત્રથી દઢ કરી છે, કે – “જો ભાઈ ! મને પણ કર્મ મૂકતાં નથી. તો તમને કેમ મૂકશે ?” ઢાળમાં કહે છે, “મરિશી કહે ધર્મ ઉભયમાં – તેણે વચને વધ્યો સંસાર, એ ત્રીજો કહ્યો અવતાર.”
- શ્રી પરમકૃપાળુદેવે લખાવેલ પરમશ્રુત પ્રભાવક ફંડની વ્યવસ્થા સંબંધીનો ઉતારો કુલ તેર કલમમાં છે. જેમાંની ચાર કલમ અત્રે દર્શાવેલ છે.
૧) પાટણના જૈન ભંડારના પુસ્તકનું ભાષાંતર કરાવવું. ૨) ઉત્તમ એવાં નવીનશાસ્ત્ર રચવાનું બની શકે તો કરવું. ૩) પુસ્તકના ભાષાંતર માટે હાલ વાર્ષિક ખર્ચ – ૧OOO - નો રાખવો. એ વ્યાજમાંથી
રૂપિયા ઉપયોગમાં લેવા. ૪) છપાવેલાં પુસ્તકોનો સંગ્રહ રાખવા વિષે અને વ્યવસ્થા કેવી કરવી તે વિષે અમદાવાદના કોઈ જિજ્ઞાસુભાઈને કામ સોંપવું. તે ખાતાનો હિસાબ તપાસવાનું કામ ભાઈ અંબાલાલને સોંપવું. શ્રી સુબોધક પુસ્તકશાળાનું નામાભિધાન - ખંભાત
સં. ૧૯૫૭ સંવત ૧૯૫૭ના માગશર મહિનામાં પ.કૃ. દેવ અમદાવાદમાં આગાખાનના બંગલે બિરાજમાન હતા ત્યારે પૂ. શ્રી અંબાલાલભાઈ, પૂ. શ્રી નગીનદાસ ગુલાબચંદ તથા પૂ. ગાંડાભાઈ ભઈજીભાઈ પટેલ અમદાવાદ દર્શનાર્થે ગયા હતા. તે સમયે પ.કૃ. દેવની શરીરપ્રકૃતિ ઘણી નરમ
9૫
Page #77
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
७५
પૂ.શ્રી અંબાલાલભાઈ
અમદાવાદ આગાખાનના બંગલે સભામાં ૫૨મકૃપાળુદેવ દર્શાવે છે કે અમે સ્ત્રી અને લક્ષ્મીનો ત્યાગ કર્યો છે. શ્રી ૫૨મકૃપાળુદેવ ઉ૫૨ની વાત મુનિઓને ભાવસારની વાડીએ કહે છે.
શ્રી પરમકૃપાળુદેવે પૂ. અંબાલાલભાઈને બાર વ્રત લખી આપ્યાં અને જણાવ્યું કે આ બાજ વ્રત મુનિ પાસે માતુશ્રી દેવામાને લેવડાવો.
3
Page #78
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધુવ તારો
પૂ. શ્રી અંબાલાલાભાઈ
વર્તતી હતી. તેઓશ્રીએ પૂ. અંબાલાલભાઈને ઘણી ત્વરાથી મકાન ભાડે લઈ ખંભાતમાં પુસ્તકશાળા સ્થાપવા જણાવ્યું. સાથે શ્રી ગાંડાભાઈના હસ્તે સ્થાપના કરવા જણાવ્યું. તે જ સમયે ધવલપત્ર પર સ્વહસ્તાક્ષરે ‘શ્રી સુબોધક પુસ્તકાલય' નામ રાખવા લખી જણાવ્યું. પ.કૃ. દેવે આ પવિત્ર પાવનકારી સંસ્થાના નિભાવ અર્થે ટીપ કરવાની શરૂઆત કરી શ્રી ગાંડાભાઈ ભઈજીભાઈને ટીપમાં રૂા. ૨૦૧ ભરવા માટે જણાવ્યું ત્યારે પ્રભુને કહ્યું આપ જે કહો તે કબુલ છે. પછી સં. ૧૯૫૭ના મહા સુદી પાંચમના દિવસે કુમારવાડાના નાકે બીજે માળે પ.કૃ. દેવે દર્શાવેલ નામાભિધાન સાથે “શ્રી સુબોધક પુસ્તકશાળાની સ્થાપના થઈ. ટીપમાં પૂ. અંબાલાલભાઈએ રૂા. ૧૦૦, સબુરભાઈએ રૂા. ૨૦ અને બાબરભાઈએ રૂા. ૧૬ આજ્ઞાથી ભરાવ્યા હતા. રણછોડભાઈ મોદીએ રૂા. ૧૦૦ અને ખીમચંદ લક્ષ્મીચંદે રૂા. ૫ પરમકૃપાળુદેવની આજ્ઞાથી પુસ્તકશાળામાં મોકલાવ્યા હતા.
તે વખતે ટીપમાં રૂા. ૮૦૦ આશરે થયા હતા અને તે પુસ્તકશાળા માટે પુસ્તકો, અમદાવાદ - ભીમસિંહ માણેકને ત્યાંથી, આજ્ઞા કરેલ તે પ્રમાણે લાવ્યા હતા અને તે શાળાનું તમામ કામ પૂજ્ય અંબાલાલભાઈના હસ્તક ચાલતું હતું.
આગાખાનને બંગલે - અમદાવાદ
સં. ૧૯૫૭ એક દિવસ કૃપાળુદેવની સાથે પૂજય અંબાલાલભાઈ તથા છગનકાકા ઘોડાગાડીમાં બેસીને ફરવા પધાર્યા. ગામ બહાર મુનિ હતા ત્યાં અમો બંનેને ઉતાર્યા પછી પાછા વળ્યા. ગાડીમાં પૂજ્ય અંબાલાલભાઈ બહારની તરફ બેઠા. વળતીફેરે પૂજ્ય અંબાલાલભાઈએ કહ્યું કે તમે અંદર બેસો, પછી ચોપડીઓ લેવાને ઊતર્યા. ભીમસિંહ માણેકની દુકાને પુસ્તક લેવા રોકાણા - તે બપોરના બાર કે એક થઈ ગયો. કૃપાળુદેવ તેની ચોપડીઓ જુવે - તેમાં પ્રતાકાર આગળ-પાછળ બેય બાજુ વાંચતા ને તરત જ સાહેબજી કહેતા કે આ સૂત્ર લ્યો. શ્રી ભગવતિ સૂત્ર – શતક વિગેરે હતા. તેમાં ખૂબી એ કે જે જે ચોપડી લીધી તે પૂરી વાંચ્યા વિના એમને ખબર પડતી કે આમાં શું છે. સવારના આઠ વાગ્યે નીકળેલા હતા, પણ તે - ખંભાતની શાળા માટે ચોપડીઓ લેતાં કાંઈ જ શરીર-પ્રકૃતિ નરમ જ નથી તેવું આશ્ચર્યકારી જ લાગતું.
એક દિવસ રાત્રે સાત વાગ્યાની આસપાસ આગાખાનના દરવાજા બહાર નીકળીને - હું તથા પૂજય અંબાલાલભાઈ શ્રી કૃપાળુદેવની સાથે જઈને એક ઝાડ નીચે બેઠા. તે વખતે ઉપદેશનો - અમરતનો મેઘ વરસતો હતો, તેમાં શ્રી મનસુખભાઈ રવજીભાઈ ત્યાં આવ્યા ને કૃપાળુદેવને કહે, ‘આવી ઠંડી વરસે છે ને આંહી કેમ બેઠા છો?' ત્યારે કૃપાળુદેવ કહે – “છગન, આ ટાણે અમૃતનો મેહ વરસે છે તેમાં અંતરાય થયો !”
પછી મનસુખભાઈને દુઃખ ન લાગે માટે પૂજય અંબાલાલભાઈએ કહ્યું – હવે ચાલો, તે પછી કૃપાળુદેવ ઊઠ્યા. એમને શરદી જેવું કાંઈ ન હતું. વળી એક દિવસ પૂજ્ય અંબાલાલભાઈ, પૂજ્ય મનસુખ દેવશીભાઈ તથા પૂજ્ય પુંજાભાઈ ને હું એ ચાર જણને કહ્યું, તેમાં પહેલું મને કહ્યું
૭૭
Page #79
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
અમદાવાદ શ્રી રાજપુરના દહેરાસરજીમાં પૂ. મુનિભગવંતો સાથે પૂ. અંબાલાલભાઈ તથા પૂ. ભાઈશ્રી, શ્રી પરમકૃપાળુદેવની પરમાર્થસૂચક વાતને ધ્યાનથી સાંભળી રહ્યા છે.
શ્રી પ૨મકૃપાળુદેવના દેહોત્સર્ગસમયે પૂ. અંબાલાલભાઈની વિ૨હવેદના
Page #80
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
જે
· - છગન, “તારા મન – વચન – કાયા અમોને અર્પણ કરો.” એટલે મેં કહ્યું – “મારાં મન, વચન, કાયા અને આત્મા તમોને અર્પણ છે” પછી પૂજ્ય અંબાલાલભાઈને કહ્યું કે – તને કહીશું કે, “ચાલો, અમારી સાથે (સંસાર છોડીને) પછી દુકાનનું કે ઘર વિગેરે કામનું જોવાનું નહીં રહે.” તેમ સારી રીતે પૂછ્યું કે “તમે મન - વચન - કાયા અર્પણ કરશો ?” ખરી રીતે કહેવરાવીને તે બંનેએ અર્પણ કર્યું પછી અપૂર્વ બોધ ચાલતો તેમાં અસંગપણાનો અને આત્મ ઉપયોગ વિષે બોધ હતો તે વેળાએ તો જાણે કૃપાળુદેવ વિષે દેહ જ ન હતો ને સાહેબજીને આત્માનો ઉપયોગ હતો. પરમકૃપાળુદેવે આ રીતે પોતાપણું કઢાવી નાંખ્યું. વળી એવું બોલ્યા કે હું અંબાલાલને કહીશ - “તને વચનામૃતજી મળશે.’
અમદાવાદથી જે દિવસે મુંબઈ પધારતા હતા તે વેળાએ સ્ટેશન પર વળોટાવવા પૂજ્ય પોપટલાલભાઈ, ભાઈબા, પૂજ્ય અંબાલાલભાઈ વિગેરે આવ્યા હતા – સ્ટેશન પર હાથ જોડી ઊભા રહ્યા. તે વેળા ઉદાસીનતાથી કહ્યું - “તમે અમારા જેવા ક્યારે થશો ?”
પૂજ્ય અંબાલાલભાઈએ ખંભાત જવા માંડ્યું તે વેળાએ પ્રભુએ તેને કહ્યું કે - “તું પોપટલાલભાઈ પાસે જઈને - સમાધાન સંતોષ કરીને જજે. ખંભાતમાં સુબોધક પુસ્તકશાળા સ્થાપી તેમાં દુકાને જે રળે તેનો તારે ચોથો ભાગ આપવો.’” એવું અંબાલાલને કહ્યું - પછી હા, એમ કહ્યું. ત્યારે ફરીને કૃપાળુદેવે કહ્યું, “જે આ સાલનો જે રળે - તેનો એક વરસનો કમાણીનો ચોથો ભાગ આપજે. અને બીજે વરસે તારી મરજી મુજબ આપજે” તે પ્રમાણે પૂજ્ય અંબાલાલભાઈએ કબુલ કર્યું હતું.
એકવાર પૂજ્ય માતુશ્રી દેવ માએ જણાવ્યું - મને તો બરાબર સમજણ નહીં, પણ ભાઈએ સમજણ પાડી કે આ સૂત્ર - શાસ્ત્ર ‘ઉત્તરાધ્યયન’તમારા ખર્ચથી મંગાવેલ છે, તે તમે મને વહોરાવો. તેથી મેં કૃપાળુદેવને વહોરાવ્યું. એક દિવસે અંબાલાલભાઈ સાથે માતુશ્રી દેવમા અને નાનાં માતુશ્રી ભાવસારની વાડીએ આવ્યાં. પરમકૃપાળુદેવે માતુશ્રી દેવમાને વ્રત લેવા માટે બાર વ્રત સંક્ષિપ્તમાં લખી આપ્યા હતાં અને ‘જ્ઞાનાર્ણવ’માંથી બ્રહ્મચર્યનો અધિકાર સંભળાવવા કહ્યું હતું તે પ્રમાણે શ્રી દેવકરણજીએ વાંચી સંભળાવ્યું. આ વખતે પૂજ્ય પ્રભુશ્રી અને પૂજ્ય અંબાલાલભાઈ બેઠા હતા. વાંચન પૂર્ણ થઈ ગયા પછી મુનિ દેવકર્ણજીએ માતુશ્રીને કહ્યું કે, “માતુશ્રી હવે આજ્ઞા આપો કે જેથી કૃપાળુદેવ સર્વ વિરતિને ગ્રહણ કરે અને ઘણા જીવોનો ઉદ્ધાર કરે.” માતુશ્રી બોલ્યા કે - “મને બહુ મોહ છે. તેમના ઉપરનો મોહ મને છૂટતો નથી.” માતુશ્રી કહે “શરીર સારૂં થયા પછી હું રજા આપીશ.” આટલી વાતચીત થયા પછી પૂ. અંબાલાલભાઈ અને દેવમાતુશ્રી તેમજ નાનાં માતુશ્રી આગાખાનના બંગલે ગયાં.
એક દિવસ પ્રભુશ્રીજી ભાવસારની વાડીથી સરસપુરના ઉપાશ્રયમાં આવ્યા. ત્યાં એક વખત રાત્રિના બાર વાગ્યા પછી અંબાલાલભાઈને કૃપાળુદેવની આજ્ઞા થવાથી સરસપુર આવ્યા અને તેમણે વાત કરી કે - આજે મારા પર પરમ ગુરૂએ અપૂર્વ કૃપા કરી છે અને મારો જે પ્રમાદ હતો તે આજે નષ્ટ કરાવ્યો છે. વળી જાગૃતિ આપી – “મૂળ માર્ગ કેવી રીતે હોવો જોઈએ” તે સંબંધે વ્યવહાર અને પરમાર્થ બંનેનું સ્વરૂપ મને આજે કોઈ અલૌકિક પ્રકારે સમજાવ્યું. સાથે પરમાર્થ પોષણ થાય એવા સદ્વ્યવહારનું
७८
Page #81
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
સ્વરૂપ પણ મને સમજાવ્યું. બોધબીજની દૃઢતા અને શુદ્ધતા એ રીતે કરી. ઇત્યાદિ વાતો કરતાં સવાર થયું હોવાથી – અંબાલાલભાઈ શ્રી પરમગુરૂના ચરણ સમીપ પધાર્યા.
CO
ખંભાતના પૂજ્ય શ્રી ત્રિભોવનભાઈને પરમકૃપાળુદેવે કહ્યું કે, “મુમુક્ષુએ મુમુક્ષુને અર્થે (સેવામાં) આ દેહ જતો કરવા સુધીમાં અડચણ ગણવી નહીં.” શ્રી આગાખાનના બંગલે પૂજ્ય ભાઈશ્રી સેવામાં હતા. બંગલામાં નીચે રસોડું મુમુક્ષુઓ માટે હતું. ત્યાં પૂજ્ય અંબાલાલભાઈ પંદર દિવસ રહ્યા હતા ને ખંભાતના બીજા ભાઈઓ પણ ત્યાં રસોડે જમતા.
-
પૂજ્ય ભાઈશ્રીએ કહ્યું - સાહેબ ! મારે વચનામૃતજીની પ્રસાદી માટે અરજ છે, અંબાલાલભાઈ તે નથી આપતા. - તેઓશ્રીએ કહ્યું કે – “અંબાલાલભાઈને એનો મોહ થયો છે.” આ ત્રણ નોટો - હાથ નોંધની છે તે તમને મળશે, ફરીથી માંગણી પૂજ્ય ભાઈશ્રીએ વચનામૃતની કરી ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે – તને એ જ ગમે છે ? હા. ત્યારે કૃપા કરી પોતે જણાવ્યું કે - “અમો મુંબઈથી મોકલી આપીશું.” તે કૃપા કરી મુંબઈથી અંબાલાલભાઈના હસ્તાક્ષરની બે નોટો મોકલી આપી હતી.
પૂનાવાળા ગગલભાઈ બંગલે આવ્યા હતા. પ્રભુ સાથે વાત કરતા હતા તે વખતે શ્રી અંબાલાલભાઈ જરા દૂર સામે ઊભા હતા, ત્યારે પરમકૃપાળુદેવશ્રીએ અંબાલાલભાઈને પૂછ્યું કે - “શા માટે એમ છેટા ઊભા છો ?’ ત્યારે શ્રી અંબાલાલભાઈએ જવાબ આપ્યો કે, “આપ એકાંતમાં વાત કરતા હતા, તેથી ઊભો હતો.” ત્યારે કૃપાળુદેવે ભાઈશ્રીને પૂછ્યું, “કેમ પોપટ ! આ ઠીક કહે છે ?” ત્યારે જવાબ આપ્યો કે, “શું કહેવું જોઈએ ?” ત્યારે પરમકૃપાળુદેવે ખુલાસો કર્યો કે “જ્ઞાનીને એકાંત કેવી ? અધિકારી પરત્વે વાત થતી હતી એમ કહેવું જોઈએ.”
કૃપાળુદેવ અમદાવાદ શ્રી રાજપર દેરાસર જવાના હોવાથી પૂજ્ય પોપટલાલભાઈને આવવા આજ્ઞા થઈ તેથી પૂજ્ય ભાઈશ્રી પ્રભુના દર્શન કરવા ગયા. ત્યાં પહોંચ્યા પછી શ્રી જિનમંદિરમાં શ્રી આનંદઘનજી કૃત – છઠ્ઠા શ્રી પદ્મપ્રભુજીનું સ્તવન ભોંયરામાં શ્રી પરમકૃપાળુદેવે ગાયું હતું. તે ગંભીર અને મધુર સ્વરે હતું. તેનો અર્થ પણ કહી સંભળાવ્યો હતો. તે વખતે મુનિશ્રી દેવકરણજીનો હાથ પકડી શ્રી આદિશ્વર ભગવાનની પ્રતિમાજીને બતાવીને ભેટાડ્યા અને કહ્યું કે - “હે મુનિઓ ! જુઓ, આ મોક્ષનો નમુનો છે.” એમ કહી વૃત્તિઓ ઉજમાળ કરી હતી. અમદાવાદથી તિથ્થલ થઈ પરમકૃપાળુ પરમાત્મા શ્રી વઢવાણ પધાર્યા. સં. ૧૯૫૭ના મહા માસમાં પૂજ્ય અંબાલાલભાઈ પોતાના નાનાભાઈ નગીનદાસ મગનલાલ સાથે વઢવાણ કૃપાળુનાથની સેવામાં એક મહીનો રહ્યા હતા. પછી કૃપાળુદેવે જવાની આજ્ઞા કરી તેથી ખંભાત આવ્યા.
ખંભાતથી પૂજ્ય અંબાલાલભાઈ પરમકૃપાળુને પત્રથી શરી૨ પ્રકૃતિના યથાસ્થિત જાણવા લખે છે, તેના જવાબમાં પરમાત્મા લખે છે. (સ્વહસ્તથી) ત્યાં દેહાત્માનું ભિન્નપણું જ દર્શિત થાય છે. “શરીર પ્રકૃતિ ઉદયાનુસાર છે. ઘણું કરી આજે રાજકોટ પ્રત્યે ગમન થશે. શ્રી પ્રવચનસાર ગ્રંથ લખાય છે તે અવસરે મુનિવરોને પ્રાપ્ત થવા યોગ્ય છે.’’ વ. ૯૫૦
Page #82
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
“રાજકોટ થોડાક દિવસ સ્થિતિનો સંભવ છે.” થોડા દિવસ એટલે શું ? કેવો ગૂઢાર્થ, સાંકેતિક વાણી. પૂજ્ય અંબાલાલભાઈ રાગવશ સમજ્યા હોય કે કેમ ? પછી આગળના પત્રમાં કંઈક આશય સ્પષ્ટ થાય છે. “ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો, ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો - જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એ જ અભૂત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે.” - વ. ૯૫૧- આ અશરીરીભાવનું વેદન - અનુભવે છે. શ્રી પરમકૃપાળુદેવનો પૂજ્ય અંબાલાલભાઈ ઉપરનો છેલ્લો પત્ર છે.
- ખંભાત - શાળાના પુસ્તકો - પરમકૃપાળુદેવે ઘણા મુમુક્ષુઓને સશાસ્ત્ર ખરીદવાનું શિવમાં જણાવ્યું હતું. તેઓશ્રીની આજ્ઞા પ્રમાણે શ્રી પદમશીભાઈએ ખંભાત પુસ્તકશાળા માટે આ પુસ્તકો ખરીદી આપ્યાં હતાં તેનાં નામ ૧ શ્રી પ્રકરણ રત્નાકર ભાગ – ૪
૨ શ્રીપાળ રાસ ૩ યોગશાસ્ત્ર - શ્રી હેમચંદ્રાચાર્યકૃત
૪ શ્રી અધ્યાત્મ સાર પ વીશ સ્થાનકનો રાસ
૬ શ્રી તત્વાર્થ સૂત્ર ૭ શ્રી આચાર્ય હરિભદ્રાષ્ટક
૮ શ્રી દ્વાદશાનુપ્રેક્ષા ૯ શ્રી ધર્મ સર્વસ્વ અધિકાર
૧૦ શ્રી કર્મગ્રંથ ૧૧ શ્રી વિદુરનીતિ
૧૨ શ્રી પુનર્જન્મ
શ્રી રાજકોટ
વિ. સં. ૧૯૫૭ પોતાના પ્રાણાધાર પરમાત્માની શરીર પ્રકૃતિ અતિ ક્ષીણ થઈ ગયેલ હોવાથી પૂજય અંબાલાલભાઈ રાજકોટ પ્રભુ સેવામાં રહેવા આજ્ઞા મંગાવે છે, પરમકૃપાળુદેવને પૂછાવે છે. જેનો જવાબ લખવા પરમકૃપાળુદેવે શ્રી ધારશીભાઈને કહ્યું હતું કે તે અંબાલાલભાઈને પત્ર લખે, એટલે ધારશીભાઈ લખી જણાવે છે -
ભાઈશ્રી અંબાલાલ જોગ - ચૈત્ર સુદ પૂનમના રોજ આપને તથા મુનિઓને એક પત્ર લખવા પરમકૃપાળુ દેવશ્રીએ મને આજ્ઞા કરી હતી, તે મુજબ સેવાકાર્યથી પરવારી કાગળ લખી હું જ્યારે વંચાવવા લઈ ગયો ત્યારે શ્રી પરમકૃપાળુદેવ બોલ્યા કે, “- મારો કહેવાનો આશય ફરી ગયો છે” અમુક વાત પત્રમાં આશય બહાર લખાણી છે. તે પ્રમાણે ભૂલનો ઠપકો આપવાથી હું બહુ ખેદખિન્ન થયો હતો. તેની સાથે કેમ લખવું તે ફરી સૂચના થવાની હતી પરંતુ ફરીથી તે જોગવાઈ બની નહીં. હું મોરબી આવવા નીકળી ગયો. આ વાંચી અંબાલાલભાઈને શું વ્યથા વિયોગની થઈ હશે તે તેનું અંતર જાણે, પરંતુ એમ બનવામાં હરિઇચ્છા સમજી પ્રભુ વિરહમાં સતત ચિત્ત રાખી રહ્યા હતા.
૮૧
Page #83
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
‘પરિચય પ્રભાવ - પ્રતિભાવ' પુસ્તકમાંથી શ્રી રાજકોટમાં ચૈત્ર માસમાં પરમકૃપાળુદેવના દર્શને મુમુક્ષુઓ આવે, તેને શ્રી અંબાલાલભાઈના હસ્તથી ઉતારેલ શ્રી પ્રભુના બિછાના પાસે ટેબલ ઉપર વચનામૃતજીની બુક પડી હોય તેમાંથી કોઈ વચનામૃત કાઢીને વાંચવાનું કૃપાળુદેવ કહે, તે પત્ર મુમુક્ષુ વાંચીને સંતોષ પામે, અને પોતાના પર પ્રભુએ આજે કેવી કૃપા કરી એમ અહોભાવ વેદી સંતોષ પામીને જાય. તે વખતે કલોલથી શ્રી કુંવરજીભાઈ પ્રભુના દર્શને આવ્યા હતા. કૃપાળુદેવ સમીપે તે બુકમાંથી વચનામૃત વાંચી, જાણે મને કૃપાનાથે બોધ આપી કૃતાર્થ કર્યો છે, એવો ભાવ વેદતા. મુમુક્ષુ નમસ્કાર કરી બહાર નીકળી જતા.
પરમાત્મા સમક્ષ - આજ્ઞાથી વચનામૃતો વાંચતા તેની અલૌકિક અસર થતી હતી.
શ્રી અંબાલાલભાઈને પરમકૃપાળુદેવના નિર્વાણના સમાચાર મળતાં વિરહ વેદન થયું તે શ્રી કુંવરજીભાઈને લખી જણાવે છે. શ્રી કુંવરજીભાઈ જોગ,
પ્રભુ તો વિકટ અરણ્યને વિષે નિરાધાર મૂકી ચાલ્યા ગયા, જે પ્રભુનો વિયોગ વારંવાર બ્દયમાં ભરાઈ જઈ કાંઈ સૂઝતું નથી. આખો દિવસ અને રાત્રી સ્ક્રય ભરાઈ જઈ આંખોમાંથી આંસુ વહ્યા કરે છે. હવે કોના આધારે જીવીશું? હે નાથ ! આ પામર પર આવો ગજબ કોપ કર્યો તે ઠીક નહીં : પામરને નિરાધાર કરી ચાલ્યા, હવે તો આપનો આધાર છે.
લિ. અંબાલાલના સવિનય નમસ્કાર
કૃપાળુદેવના નિર્વાણ બાદ પૂજ્ય ભાઈશ્રીને મળતાં પૂજય અંબાલાલભાઈએ સત્સંગની દુર્લભતાનું વેદન જણાવ્યું કે – મોક્ષમાર્ગ ગયો. હવે વિનય કોનો કરીએ – વિનય કરવા યોગ્ય પુરુષ હતા તે તો ચાલ્યા ગયા.
સંતનો સંગ - સત્સંગ ૧) પહેલી ભક્તિ - નવધા ભક્તિ - જાણે કલ્પવૃક્ષ હેઠે બેઠા
એ ભક્ત હૃયના સ્વામીને આતમના આરામીનો સત્સંગ સંવત ૧૯૪૬ માં પ્રથમ થયો. એ પરમ સત્સંગ થયો ત્યારથી સં. ૧૯૫૭ સુધી એટલે બાર વર્ષ સુધી પ્રિય પ્રભુનો સહવાસ રહ્યો ત્યાં સુધી તે ભક્ત, ભગવાનના ભાવે આશ્રિત રહ્યા. એટલે આત્મભાવથી સમયે સમયે તેમાં જ નિવાસ (વ. ૨૯૧ માં) નિર્દિષ્ટ વૃત્તિએ ઈચ્છતા હતા. વ. ૪૩ર માં તેમને જ ઉદેશીને લખ્યું છે તેમ વારંવાર એ જ પ્રભુને નજર સમક્ષ જોતા હતા. નિરખતા હતા. “હસતા રમતાં પ્રગટ હરિ દેખું રે,” એના દયમંદિરમાં રાજ્યોતિ જળહળતી હતી. એ દિવ્ય જ્યોતિએ એના જીવનને અજવાળી દીધું. એના ચૈતન્યની ચિનગારી પ્રગટાવી ને ભવ વિસ્તાર કરી દીધો. જન્માંતરના અસતુ સંસ્કારોને સત્સંગે દિલના વિચારો પલટાવી દીધા. કૃપાળુદેવ કહે છે – “સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે.”
૮૨
Page #84
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
૨) બીજી ભક્તિ - શ્રવણ - હરિ કથામાં પ્રેમ
કેવો હતો ? જેમ “મન મહીલાનું વ્હાલા ઉપરે” તેમ બીજાં કાર્યો કરતાં પરમાત્માના અલૌકિક સ્વરૂપનું આકર્ષણ રહેતું તેથી ઘડી ઘડી મન સત્સંગમાં દોડી જતું. વ. ૧૨૧ માં પ્રભુએ કહ્યું તેમ – “તે ધાર્મિક કથા મુખ્ય કરીને તો સત્સંગને વિષે જ રહી છે.” એથી તત્ત્વશ્રધ્ધા જન્મે છે. તેઓ મુમુક્ષુભાઈઓ સાથે પ્રભુના ગુણગ્રામ, તેના મહાભ્યની કથા-વાર્તા કરતાં પ્રેમ ઊભરાતો, ગોપી બની જતા ને માધવ લ્યો, કોઈ માધવ લ્યો, હરિરસ પીવા જેવો છે. તે મગન થઈને પી લ્યો, પી લ્યો, એમ કહેતા. એની આંખમાંથી મુખમાંથી અરે ! સાંધે સાંધે રસ સંચરતો. એ કથામૃત ભવ સંતાપ બુઝાવનારૂં – સ્વપરને પ્રિય થઈ પડ્યું હતું. રસ ભીના થઈને ગુણગાન ગાતાં હરિકથા કરતાં જીવનના ખોટા વિચારનું પાનું ફેરવી નાંખે છે.
“જસ ગુણકથા ભવવ્યથા ભાંજે” - પૂજય યશોવિજયજી મહારાજ
પ્રભુના પ્રેમી જનને હરિ કથા કરતાં આનંદના સરોવર જેવી ટાઢક હૈયે થાય છે. એ સરોવરમાં ડૂબકી દઈ મોજ માણે છે. જ્ઞાન કથા, ભગવત્ કથાથી મનની મૂંઝવણનો ઉકેલ મળે છે. માયામય સંસારનો થાક ઉતારે છે, છેવટે સત્ કથાનો રસપ્રેમ આપણને પરમાત્માના દ્વારે પહોંચાડે છે.
પરમકૃપાળુ દેવ કહે છે - “માર્ગના દ્વાર પર આવી પહોંચેલાને વિલંબ નહીં હશે.” વ. ૫૪
૩) ત્રીજી ભક્તિ - ગુરૂચરણ સેવા અભિમાનરહિત બની : - પૂજ્ય અંબાલાલભાઈ વ્યવહાર શિક્ષણમાં વકીલનું ભણ્યા હતા. નાતના સંઘવી શ્રીમંતના શ્રેષ્ઠી પુત્ર છતાં રસોઈયા બની રાજચરણ સેવામાં તત્પર રહેતા. લૌકિક મોટાઈ એને ન નડતી. લોકલાજ આડી ન આવતી. એના ભગવાનની રીઝમાં પોતાની રીઝ માનતા હતા.
શ્રી રાજચરણના એ ખરેખરા અનુરાગી હતા. એની હૈયાની ઉકલત - ચતુરતા એવી કે આ તો માનવદેહે પરમાત્મા છે એવું અંતર જાગી ગયું હતું. સંસારના ત્રિવિધ તાપમાં એને પ્રેમ સમાધિ લાગી જતી. સતુ ચરણમાં ભ્રમણાઓ બધી ભાગી જવાથી જન્મની-જીવનની સાર્થકતા લાગતી. ચરણોદકની મહામૂલી ઔષધિનું સેવન કરતાં ભવરોગ મટાડે છે. અંતે તે પરમાત્માની ગતિને પિછાણી લે છે. “હું” ને “મારા”નો પડદો તૂટી જાય એટલે એ જ એની સાધનાનો અંત – સાધ્ય પ્રભુ સાંપડતાની સાથે એ જ એક લક્ષ – પ્રવાહ ચાલે છે. “ચરણ જહાજે પામીયે, અક્ષય શિવનગરનું રાજ રે, ભવતારણો ભગવંત રે.”
- પૂ. દેવચંદ્રજી મહારાજ ૪) ચોથી ભક્તિ - કપટનો ત્યાગ કરીને પ્રભુના ગુણોનું ગાન કરવું.
“જેના ગુણગ્રામ કરવાથી જીવ ભવમુક્ત હોય છે.” - વ. ૩૯૯ - “અસારભૂત વ્યવહાર સારભૂત પ્રયોજનની પેઠે કરવાનો ઉદય વર્યા છતાં જે પુરુષો તે ઉદયથી ક્ષોભ ન પામતાં સહજભાવ સ્વધર્મમાં નિશ્ચળપણે રહ્યા છે.” - વ. ૭૮૮ - એવા મારા સહજાન્મસ્વરૂપ સ્વામી શ્રી રાજચંદ્ર દેવ
Page #85
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
છે. તેના અનંત વીર્યને નમસ્કાર કરૂં છું. આવા પ્રભુના અદ્ભુત અપૂર્વ ગુણોનું પૂજ્ય અંબાલાલભાઈ ઉલ્લસીત હૃદયે ગાન કરતા.
દીર્ઘકાળની જેની સ્થિતિ છે, તેને અલ્પકાળની સ્થિતિમાં આણી, જેમણે કર્મક્ષય કર્યો છે.’’ - વ. ૭૯૧ - એવા પરમ પરાક્રમી, ધીર, વીર આ ભગવાનને ભજો .
દેહાભિમાન અને દેહાધ્યાસ નાનો સરખો રહ્યો હોય તે પણ પ્રભુએ છેદી નાંખ્યો. પૂ. અંબાલાલભાઈને મૂછ ઉપર હાથ ફેરવવાની ટેવ હતી. કૃપાળુદેવે કરૂણાથી શુદ્ધ કંચનરૂપ બનાવવા એક વેળા હજામને કહી દીધું કે - “તું તેની મૂછને બોડી નાંખજે.” હજામે તેમ કર્યું ને કહ્યું - “સાહેબજીની આજ્ઞા હતી તેથી મેં કર્યુ છે. એટલે અંબાલાલભાઈને વિકલ્પ ન થયો.” “હું જાણું છું.” એ અહં, ભક્તિમાર્ગમાં નડતરરૂપ છે. હું કંઈ નથી. હું પામર અબુધ છું.
“હું દીન માનવ સાધનહીન છું, આવ્યો છું તુમ શરણે.” - શ્રી પુનિત
“હું દાસ, ચાકર દેવ તારો શિષ્ય તુજ ફરજંદ રે.’' - પૂજ્ય યશોવિજયજી મહારાજ
આ એનો જીવનમંત્ર હતો. પરમકૃપાળુદેવનું જીવનવૃત્તાંત બાર પાનામાં આલેખ્યું છે. અનોખી એ શૈલી છે. તેમાં બાળવયની વિદેહી દશા, જ્ઞાન પ્રભાવ, પૂર્વની જન્મસિદ્ધ - યોગદશા, વીતરાગતાના સઉલ્લાસ ચિત્તથી ગુણગાન કર્યાં છે. તે માત્ર પોતાની આત્મશુદ્ધિના હેતુએ માનાદિની કામનાથી રહિત એ હિર ભેટ્યાનો ઉમળકો રહેતો. ચિત્ત તેમાં પ્રસન્ન થતું. “કપટરહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રેહ.”
૫) પાંચમી ભક્તિ - મંત્ર જાપ, દેઢતા, વિશ્વાસ
પૂજ્ય અંબાલાલભાઈ “મહાદિવ્યાઃ કુક્ષીરત્ન, શબ્દાજિત ૨વાત્મજમ્; શ્રી રાજચંદ્ર મહંવંદે, તત્ત્વલોચન દાયકમ્” તથા “સહજાત્મસ્વરૂપ પરમગુરૂ” - એ શ્રી સદ્ગુરૂ મંત્રનો જાપ અહોનીશ કરતા હતા અને તે આંગળીના ટેરવા પર હાથ ફેરવીને સતત નામ સ્મરણ કરતા, રટણ કરતા. માનસ જાપ, અજપા જાપ તો એના શ્વાસે શ્વાસે ચાલુ હતો. પ્રભુ નામ રસાયણ તુલ્ય તેમને લાગતું. શ્રી રાજ એ નામ લેતાં એ નામી પ્રભુ જાણે હાક મારીને બોલાવતા હોય તેમ તેને અનુભવાતું. નામનું ગુંજન રગે રગમાં પ્રસરી જતું - પદસ્થ ધ્યાનથી અંતર પડદો ખુલી ગયો, જગધણીને હૃદયનયને નિહાળ્યા.
એક સંત ‘મેરો પિયુ મેરી પાસ બસત હૈ, ગુંજ કરત દિનરાતી' એ પિયુ પિયુની લગની લાગી રહી ત્યાં જગતના માયિક પ્રપંચોની, સ્ત્રી, ધન-કુટુંબ વિગેરેની આસક્તિ ક્યાંથી હોય. એ લગનીની સાખ - એના સમાધિ મરણની ઘડી પૂરે છે. વજાશાહે પૂછ્યું કે તમારે કાંઈ ભલામણ કરવી હોય તે કરો. જવાબમાં કાંઈ ન કીધું. પ્રીતમદાસની વાણી - ‘નન્ના નામ નાવ છે સાર, જે બેસે તે ઉતરે પાર.” જીવનની દરેક પળનો ઉપયોગ નામ સ્મરણમાં કરતા. પ્રત્યેક ક્ષણ ઉપર નામનો સ્ટેમ્પ લગાવી તેને પસાર થવા દેતા એટલે એક પળ નકામી ન ગુમાવતા. પૂજ્ય કુંવરજીભાઈ કલોલવાળાએ એમના અનુભવની વાત જણાવી છે અને કૃપાળુદેવે બોધ્યું છે તેમ – “પળ એ અમૂલ્ય ચીજ છે.”
Page #86
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો.
પૂ. શ્રી અંબાલાલભાઈ
- એ વિચારી “આજના દિવસની ૨, ૧૬,000 વિપળનો ઉપયોગ કરજે.” મનુષ્યઅવતારે સમયે સમયે નવા કર્મ બાંધીને જીંદગીનો હીન ઉપયોગ કર્યો છે, તે અટકાવી અંબાલાલભાઈએ સફળતાનો માર્ગ સમજી લીધો. આ એક ભવમાં પર્યટનનો કીનારો લાવવા, - અમૂલ્ય કૌસ્તુભથી વિશેષ કિંમતી માનવદેહથી પરમપદ સાધ્ય કરવા પુરુષાર્થ કર્યો, એ નિશ્ચય અને પુરુષાર્થ છેલ્લી કસોટી મૃત્યુવેળાની, તે સમયે સાકાર થયો. તે સગાં-વહાલાં અને સ્વજનો પણ જોઈ શકતા હતા. ૬) છઠ્ઠી ભક્તિ - ઈન્દ્રિયદમન - સત્ કાર્ય પ્રીતિ :
અ) ઈન્દ્રિયદમન :
શ્રી સદ્ગુરૂ સેવામાં સેજે થતું. “સેવા ધર્મો પરમ ગહનો - સેવા - સૂશ્રુષા કરનારમાં નિદ્રાજય, રસના સંયમ, વિકથા ત્યાગ, પ્રમાદ જય, આહારનો જય, શાતાશીલીયાપણુ મૂકવું, ભય, દુગચ્છા-સ્વછંદ છોડવો જોઈએ, તો જ તન-મન-ધનની આસક્તિ છૂટે એમ સમજી એકાગ્રતાથી સેવા-સૂશ્રુષા કરતા.”
બ) સત્ કાર્ય પ્રીતિ :
પરોપકાર, દયા, દાનશીલ, તીર્થ યાત્રા, સ્વામિ વાત્સલ્ય, સંઘ ભક્તિ, દીન દુઃખીને મદદ કરવી, દર્દીને વ્યાધિથી પીડાતાને જે કંઈ સહાયતા થાય તે કરવી.
શ્રી સદૂદેવ ભક્તિ - સત્સંગ - સધર્મારાધન-સતુશાસ્ત્ર અધ્યયન-શ્રી પદ્મનંદીજી આદિ લેખન વિગેરે આત્મહિતના કાર્યોમાં પણ જાગૃત હતા. તેમની પાસે અધ્યાત્મની શુષ્ક વાતો ન હતી. બીજાનું દુઃખ જોઈ તેનું દિલ દ્રવતું, તેના બે દાખલા આગળ આવી ગયા છે. (પ્લેગના દર્દીની જાતે સારવાર કરી), ફેણાવના છોટાભાઈને પ્લેગના દર્દમાં સેવા કરીને સમાધિ મરણ કરાવ્યું.
૭) સાતમી ભક્તિ - આખા જગતને પ્રભુસ્વરૂપે જોવું :
શ્રી વ. ૧૬૩માં પરમકૃપાળુદેવની શિક્ષા છે. “હે હરિ સર્વને વિષે તું છો એમ હોવાથી દાસત્વભાવ રાખવો,” એ પરમધર્મના એ ઉપાસક હતા.
“સર્વરૂપે તું સમાન જ રહ્યો છે, માટે ભેદભાવનો ત્યાગ કરવો;” - વ. ૧૬૩
આ બોધ તેમના ઉરમાં પરિણમ્યો હતો. બધા જીવો હરિસ્વરૂપે છે. આ દૃષ્ટિ મળી પછી તે પ્રત્યે મોટાઈ કે માન કેમ રખાય એટલે વ્હાલા – દવલાના ભેદ નહીં. સમદષ્ટિવંત પોતાથી કોઈને હલકો અથવા નાનો જોતા નથી, તેમ જોવાથી તો એ જીવની સત્તામાં રહેલા હરિની આશાતના થાય, એવી વિલક્ષણ વૃત્તિ જેને કૃપાળુ દેવના બોધથી મળી હતી, એ કોઈની પ્રકૃતિ – સ્વભાવને જોતા નહીં. જીવથી પ્રકૃતિ જુદી છે, અને તે કર્મ પ્રકૃતિ દરેકને મૂકવાની છે. તલમાં તેલ રહ્યું છે તેમ એ દેહધારીમાં પરમાત્મા બેઠો છે. વ. ૧૫૯ એ પ્રભુ વચનનો વિચાર કરતાં છેવટે નિર્ણય થયો કે - “સર્વરૂપે એક શ્રી હરિ જ છે.” એમ લક્ષ રાખવો, ત્યારે જ સમાધિ-સમાધાન રહેશે. આ વચન તેમણે સમ્મત કર્યું હતું. વ. ૮૩૩ - સમ્યગદર્શનનું બળવીર્ય એ જ છે કે – “સર્વમાં સામ્યભાવ
૮૫
Page #87
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
ઉત્પન્ન થાય છે.” તેથી તેના મન વિશરામી શ્રી રાજના પરમાનંદસ્વરૂપમાં વૃત્તિનો પ્રવાહ નિરાબાધપણે વહ્યા કરે છે, અને ચોપાસના પ્રતિકૂળ નિમિત્તોમાં પણ અંતરંગમાં તો અકલેશ સમાધિ ભોગવી શકે છે. પ્રભુના ભક્તો મારા માથા ઉપર હો – હું તેની ચરણ રજ કે દાસાનુદાસ છું એવો દાસત્વભાવ એના વર્તનમાં દેખાતો. કોઈ એને પગે લાગે તો એ નમ્રતાની મૂર્તિ સામે હાથ જોડતા નમી પડતા અને કહેતા - ‘આ તમારું ઋણ હું ક્યારે ચૂકવીશ?' એ ભક્ત આટલું જ્ઞાન છતાં એક અંશ ગુરૂભાવ ન વેદતા. સમતા, ધીરજ, સહનતા આદિ ગુણ પ્રગટ્યા છતાં કાંઈ વિશેષ શક્તિ પ્રગટી એમ માનવા કદી તૈયાર ન હતા.
૮) આઠમી ભક્તિ - સંતોષ ને સ્વદોષ દર્શન :
પરમકૃપાળુદેવના બોધની અસરથી સૌપ્રથમ સંતોષરૂપ કલ્પવૃક્ષનો તેમણે આશ્રય કર્યો હતો. લક્ષ્મીને માટે મન ઝાંવા નાંખતું ન હતું. વડીલોપાર્જિત મૂડી - ખેતર – વાડી વિગેરે દાનમાં આપી દીધું. એટલે હિંસાના વ્યાપારથી નિવૃત્ત થયા. પોતાના ભાઈઓને પણ સંતોષ્યા અને તેમને પ્રેમના અમૃત પાયા - જીવનમાં કદી કડવાશ કરી નથી. તેમને સત્સંગમાં સાથ આપ્યો. પિતાજી મગનદાદા તથા ભાઈ નગીન અને મોહનભાઈને જ્ઞાનધનનો વારસો આપ્યો. (બધા કુટુંબીઓ અંબાલાલભાઈની પ્રેરણાથી કૃપાળુદેવના સત્સંગમાં આવ્યા ત્યારથી જ શ્રદ્ધાવાળા થયાં. તેમને સન્માર્ગે વાળવા કથા – વાર્તા પણ કરી છે.) એ રીતે પિતાનું ઋણ અદા કર્યું.
જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિષે સંતોષમાં રહેવું,” એ પ્રભુનો બોધ ઘટમાં ઉતર્યો હોવાથી સુખ-દુ:ખમાં, માન-અપમાન, લાભ-અલાભ સમ ગણી આત્મામાં વિષમ ભાવ ન થવા દેવાની સાધનાનો ઉપયોગ રાખતા. “દુઃખનું કારણ માત્ર વિષમાત્મા છે, તે જો સમ છે તો સર્વ સુખ જ છે.” પ્રભુ અર્પિત એ વૃત્તિને ધારણ કરી હતી. આશા, તૃષ્ણા, વાસનાનાં બીજને મૂળમાંથી દૂર કરવા કોશિશ કરતા હતા.
“શીલ રતન કો પારખો, મીઠા બોલે વેણ, સબ જગ સે ઊંચો રહે, નીચાં ઢાળે નેણ.”
“જીવનું મૂઢપણું ફરી ફરી, ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે વિચારવામાં જો સચેતપણું ન રાખવામાં આવ્યું તો આવો જોગ બન્યો તે પણ વૃથા છે.” - વ. ૪૭૯
“વાણીનું સંયમન શ્રેયરૂપ છે.” એ આજ્ઞા સમજી અંતર વિચારમાં રહી, સ્વદોષ દર્શન
કરતા.
૯) નવમી ભક્તિ - શરણાગતિ :
માયિક સુખની વાંછા છોડવા માટે શ્રી સદ્ગુરૂ પ્રત્યે તન, મન, ધન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી.” - વ. ૧૬૬ - તેમના પ્રત્યે જ કૃપાળુદેવે ઉપદેશ્ય છે કે - “વિદ્યમાન પુરુષની પ્રાપ્તિ અને તેના પ્રત્યે પરમ પ્રેમાર્પણ.” અનંતકાળે એ જ માર્ગ છે. - વ. ૨૫૪ - આ અમૂલ્ય વચનોને
Page #88
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
તેમણે ચરિતાર્થ કર્યાં હતાં. તેમનામાં એ જ ભાવનાનું જીવંત રૂપે પ્રાગટ્ય થયું હતું. જગતના શરણ બધા બળતરાવાળા જાણી તે પ્રત્યે વૈરાગ્ય ભાવ જાગ્યો.
—
તુલસીજી - મૈં ભરોંસે અપને રામ કે, ઓર ન હૈ કુછ કામકે.” જગત વ્યવહારનું માહાત્મ્ય ઊડી જવાથી પ્રભુ આશ્રયમાં તેમનું મન સ્થપાયેલું રહી શકતું. સંસાર મોહિનીનો રંગ ઓસરતો હતો.
“હિર ઇચ્છા જે હશે તે સુખદાયક જ હશે” “ધીરજ રાખવી અને હિરઇચ્છા સુખદાયક માનવી,’’ એટલું જ કર્તવ્ય સમજાયું હતું. ભક્તનું જીવન ભગવાન ભરોસે હોય છે, કારણ તે પ્રભુને તે જ સર્વસ્વ સોંપીને બેઠા હોય છે અને જગતમાં જન્મીને પ્રભુ મિલન સિવાય તેની બીજી ઝંખના હોતી નથી – કર્તવ્ય નથી માન્યું. એના નેણ અને વેણમાં પ્રભુ વસેલા હોય છે. ઈશ્વર પર વિશ્વાસ અજોડ હોય છે. તેથી જે પ્રભુ કરશે તે મમ હિતનું, એમ જ શરણાગતિ - ભક્તિનું રહસ્ય છે. “હું નું સ્થાન તેના અંતરમાં વિલય પામ્યું હોય છે.” “હું ને સ્થાને હરિને સ્થાપી - હું - ને પરમાત્માનું દાસત્વ આપે છે.” અર્થાત્ “હું” નહીં “તું”માં “હું” શમાઈ જાય છે. એ જુદો પડતો નથી. હિરથી ભેદભાવ તેને પોષાતો નથી. જો ચિત્ત કંઈ પણ બીજામાં જાય છે, તો તેને વ્યથા થાય છે.
ભક્તના જીવનમાં સરળતા ઓતપ્રોત વસી હોય છે. એ પ્રાર્થે છે. “પ્રભુ તારી છે હૂંફ, હૂંફે હૂંફે હું જીવું છું.” તેથી અંતર શાંતિ પામે છે.
હરિદર્શનની ચમત્કારિક પ્રભા કેવી છે તે વ.માં પ્રભુએ સૂચવ્યું છે કે – “જ્ઞાનીપુરુષને જોયા પછી, જ્ઞાનીપુરુષનાં વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં. ખરેખર પૃથ્વીનો વિકાર ધનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં.’’ - ૨. ૪૫૪
અંબાલાલભાઈને કૃપાળુના દર્શનથી એ જ પ્રકારે સંસારમાં પ્રવર્તવા પ્રત્યયી વીર્યમંદ પડી ગયું, જેથી તે સંબંધી - બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા - પ્રીતિ સ્ફૂર્યા કરતી અને પરિગ્રહની મર્યાદા - અલ્પતા હોવાથી પરમ પ્રભુના સત્સંગમાં ઘણીવાર અને લાંબો સમય રહેવાનું બનતું, નહીં તો નિવૃત્તિ ક્યાંથી મળે ?
કૃપાળુદેવ ત્યાગવૃત્તિને બળપૂરક શાલિભદ્રનું દૃષ્ટાંત આપે છે. “માથે રાજા વર્તે છે” એટલા વાક્યના ઇહાપોહ (વિચાર) થી ગર્ભશ્રીમંત એવા શ્રી શાળિભદ્ર તે કાળથી સ્ત્રી આદિ પરિચયને ત્યાગવારૂપ પ્રારંભ ભજતા હવા. આવા સત્પુરુષના વૈરાગ્યને સાંભળ્યા છતાં આ જીવ ઘણા વર્ષના આગ્રહે કાળનો વિશ્વાસ કરે છે, તે કિયા બળે કરતો હશે ? તે વિચારી જોવા યોગ્ય છે.” - વ. ૪૭૭ આ વચન આપણને પણ વિચારી જોતાં ગાઢ મોહનિદ્રામાંથી જગાડે છે.
“અલ્પ આહાર નિદ્રા વશ કરે, હેત સ્નેહ જગથી પરિહરે,
લોક લાજ વિ ધરે લગાર, એક ચિત્ત પ્રભુથી પ્રીત ધાર.’
એવા પ્રભુ માર્ગના પથિકનું વર્તન – આચરણ પણ બીજા સાધકોને શિક્ષા લેવા જેવું – દૃષ્ટાંત
૯૭
Page #89
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
હોય છે. એટલે જ ચિદાનંદજી જેવા જ્ઞાની પુરૂષ પ્રભુનું ધ્યાન કરવાને યોગ્ય કેવો જીવ હોય તે બોધ
શરણાગતિની બળવાન ઉત્કૃષ્ટતા, વિશિષ્ટતા અને અપૂર્વ ફળ પ્રાપ્ત થવા પરમકૃપાળુદેવે અંબાલાલભાઈને નિઃશંકતા કરાવી છે, તે વચન તેમણે હૃદયગત કર્યુ છે, આત્મ પરિણામ કર્યું છે. જનક રાજાનું દૃષ્ટાંત આપતાં બોધે છે કે – “વિદેહીપણે જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી; ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી; તથાપિ કોઈ માયાના દુરન્ત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત્ ડોલાયમાન થાય તેમ તે પરિણામનું ડોલાયમાન થવાપણું સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજગુરૂ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને સુખે તરી શકાય એમ થતું હતું, કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે.” - વ. ૩૨૧
શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુના ચરણમાં લોકસ્પૃહાદિનો ત્યાગ કરી, શુદ્ધ પ્રેમ ભાવે, અનન્ય આશ્રિતપણે વર્તી પરમાત્માની નિકટ થઈ ગયા. એનાથી પટંતર પામ્યા. આત્મજોગ આ જ દેહે સાધવા પરાક્રમ કર્યું. તન-મનની શક્તિ ગોપવ્યા વિના પંચમકાળ પર પગ દઈ, સમ્યગ્રજ્ઞાન, દર્શન, ચારિત્રની ઉપાસના રાખ્યા કરી છે. - વ. ૩૦૬
એ ભક્તિના આધારરૂપ એવા વિવેક, ધૈર્ય અને આશ્રય એ ત્રણ ગુણનું શિક્ષાપત્ર ગ્રંથમાં જે પ્રતિપાદન કર્યું છે, તે વિચારી સ્વગુણ કરવા ઉપયોગ આપ્યો છે.” - વ. ૪૮૯ તે યથાર્થ જાણી વિયોગમાં પણ ચિત્ત પ્રભુમાં રાખી – ધીરજનું અવલંબન લીધું છે.
સં. ૧૯૫૭ થી ૧૯૬૩ શ્રી પરમકૃપાળુદેવના વિરહની વ્યથા નિર્વાણ સમયે પૂજય ધારશીભાઈ પ્રત્યે પત્ર લખતાં વ્યક્ત થઈ છે. જે “ખેદ, ખેદ ને ખેદ એ વિના બીજું કંઈ સૂઝતું નથી. રાત્રિ દિવસ રડી રડીને કાટું છું.” આ શબ્દોમાં વેદાનું દર્દ પ્રભુનો પ્રેમી જન જાણે, એના વિના રાત-દિવસ કેવી રીતે કાઢ્યાં હશે ? મીરાંની પ્રભુમાં તદ્દરૂપ થવાની ઝંખના તે તેની પ્રભુ ભક્તિના પદોમાં નીતરે છે. શ્રી આનંદઘનજી, પૂજય દેવચંદ્રજી, પૂજય યશોવિજયજી મહારાજને પણ વિરહની બ્રાહ્મી વેદના લાગી
“જિમ વિરહો કદીયે નવિ હુવે, કીજીએ તેહવો સંચ, સેવક યશ કહે સાહીબા, ભાંજો તે ભેદ પ્રપંચ.”
પ્રભુ જણાવે છે – “જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે; તે જ “પિયુ પિયુ” પોકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય?” - વ. ૨૪૧ મીરાંબાઈ મહાભક્તિવાન હતાં. - તેને શ્રીકૃષ્ણ વિયોગનું દુ:ખ કેટલું આકરું હતું તે તેમના ભજનમાં જોવા મળે છે.
“એ રી મેં તો દઈ દીવાની મેરા દર્દ ન જાને કોઈ, ઘાયલ કી ગત ઘાયલ જાને.”
૮૮
Page #90
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
નિરંજન યાર મોયે કૈસે મિલેંગે, દૂર દેખું મેં દરિયા ડુંગર; ઊંચે બાદલ નીચે જમીયુ તલે. નિરંજન યાર.. આનંદઘન કહે જશ સુનો બાતા, યેહી મિલે તો મેરી ફેરી ટળે. નિરંજન યાર....
તેમને જ લખ્યું છે કે :- “તે સમૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે.” - વ. ૨૧૨ એવી વિરહની ઝુરણ દશા એ પતિવ્રતારૂપ મુમુક્ષુને હતી.
એક દેખિયે જાનિયે, રમી રહિયે ઇક ઠૌર.” - વ. ૨૧૯ - એવી લય - ગોપાંગનાની હતી એવી પરમાત્મા પ્રભુ રાજચંદ્રદેવ પ્રત્યે શ્રી અંબાલાલભાઈને હતી એ નિર્વિવાદ છે.
અંતર લક્ષને પ્રેમ પ્રભુ સાથે, એક પલક નવ ભૂલે.” - છોટમ્
“હવે એવો નિશ્ચય કરવો ઘટે છે, કે જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી. ......અમારા સમાગમનો હાલ અંતરાય જાણી ચિત્તને પ્રમાદનો અવકાશ આપવો યોગ્ય નહીં, પરસ્પર મુમુક્ષુભાઈઓનો સમાગમ અવ્યવસ્થિત થવા દેવો યોગ્ય નહીં; નિવૃત્તિનાં ક્ષેત્રનો પ્રસંગ ન્યૂન થવા દેવો યોગ્ય નહી; કામનાપૂર્વક પ્રવૃત્તિ યોગ્ય નહીં.” - વ. ૪૪૯
જ્ઞાનીપુરૂષના વિયોગમાં શું કરવું કે જેથી જીવ માર્ગમાં ઊભો રહે. - “હાલ અમારા સમાગમનો અપ્રસંગ છે એમ જાણ્યા છતાં પણ તમ સર્વ ભાઈઓએ જે પ્રકારે જીવને શાંત, દાંતપણું ઉભવ થાય તે પ્રકારે વાંચનાદિ સમાગમ કરવો ઘટે છે. તે વાત બળવાન કરવા યોગ્ય છે.” - વ. ૫૧૭
એ વિરહવેદન દરેક ભક્તિમાનને હોય જ છે ને પ્રભુવિરહમાં પરમાત્માનું સતતું રટણ – ધ્યાન - લયતા અવિરત રહે છે, તેથી પ્રભુની સાથે ઐક્યતા - અભેદ ભક્તિ પ્રગટે છે. એ પરાભક્તિ જ એને જ્યોતિમાં મિલાવી દે છે. પૂજ્ય માનવિજયજી મહારાજ ભગવાનને જાણે ઓલંભા દે છે.
“મનમાં હી આણી વાસિયો, હવે કેમ નિસરવા દેવાય; જો ભેદરહિત મુજશું મિલો, તો પલકમાંથી છૂટાય.”
સં. ૧૯૫૭ થી ૧૯૬૩ના વિયોગના સમયમાં પૂજ્ય ભાઈશ્રી, પૂજય મનસુખભાઈ કીરચંદ, શ્રી દામજીભાઈ, પૂજ્ય કુંવરજીભાઈ વિગેરે પર પત્રો લખી પરમાર્થ પ્રીતિ દેઢ કરી છે. એક એ જ શ્રી રાજ ભક્તિનું સિંચન કર્યું છે. આત્માને તે ભાવે પોપ્યો છે. માઠા દેશ-કાળ-સંગાદિના યોગે તે વિસર્જન ન થાય તેવી એમણે જાગૃતિ રાખી છે અને મુમુક્ષુને રખાવી છે.
સ્વાધ્યાય-ભક્તિ, નિવૃત્તિ, સત્સંગ ને વૈરાગ્ય કથાથી સંસાર ભાવનાનું શોષણ થાય તેવા વૈરાગ્ય રંગથી તેમનું હૃદય રંગાયેલું હતું. પોતે જીવનમાં સ્વાચરણ રાખ્યું હોવાથી બીજા પર એની છાપ પડતી.
Page #91
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
શ્રી સમયસારમાં બનારસીદાસે ભક્તિના નવ પ્રકાર બતાવ્યા છે.
(૧) શ્રવણ (૨) કીર્તન (૩) ચિંતવન (૪) વંદન (૫) સેવન (૬) ધ્યાન (૭) લઘુતા (2) સમતા (૯) એકતા
પૂજ્ય અંબાલાલભાઈએ પરમકૃપાળુ નાથની નવધા ભક્તિ જીવન પર્યંત અખંડ વૃત્તિથી ઉપાસી હતી. તેનાં ફળરૂપે સમાધિ મરણ પામી ભક્ત શબરીની જેમ આત્મારામ એવા શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના સ્વરૂપમાં સમાઈ ગયા છે. પરમકૃપાળુની કૃપાથી અનંતભવ એક ભવમાં ટાળવાનો ભગીરથ પુરૂષાર્થ કર્યો. એ આશ્ચર્ય સાથે આપણને અહોભાવ ઉત્પન્ન કરે છે. કૃપાળુદેવના નિર્વાણ પછીના વિરહકાળમાં તેમના ગુણે રંગાઈ ચેતના જાગૃત રાખી મુમુક્ષુને પણ ઉપકારભૂત થયા છે. પ્રભુભક્તના કાર્ય અગમ્ય હોય છે. એની મુખમુદ્રા બદલાય છે, પ્રેમતેજ મુખ પર અવનવું ઝળકે છે, તે પોતાની જાત ભૂલી જાય છે. મુશ્કેલીમાં પણ ચરણશ્રદ્ધા મક્કમ છે. શ્રી વચનામૃત ગ્રંથની પ્રથમવૃત્તિ સં. ૧૯૬૧માં પરમશ્રુત પ્રભાવક મંડળ તરફથી બહાર પડી તેમાં પૂજય અંબાલાલભાઈનો મુખ્ય સહકાર હતો. પરમકૃપાળુદેવે જ પરમશ્રુત પ્રભાવક મંડળનું કામ – જે જૂના શાસ્ત્ર સંશોધન કરવા, તેના અનુવાદ લખવા, શુદ્ધ અક્ષરથી ઉતારા કરવા, પાટણ - ખંભાત વિગેરેના જ્ઞાન ભંડારમાંથી શોધ કરવી – ખરીદવા વિગેરેની દોરવણી અંબાલાલભાઈને આપી હતી. કુટુંબ વ્યવહારની જવાબદારી છતાં એ કોઈની માયા મમતા તેના અંતરમાં ન હતી. એક જ ગુંજન - શ્રી રાજ નામ અને તેમની આજ્ઞા શિરોમાન્ય ગણી હતી.
એ રીતે પ્રભુ વિયોગના – છ વર્ષના ગાળામાં પોતે પ્રભુને પોતાના કરી લીધા. પ્રેમ ભક્તિના પૂર પ્રવહ્યા તેથી હરિને હાથ કરી લીધા.
શ્રી મરકન્દ દવે – સ્પેનના સંત જહોનના કાવ્યનો અનુવાદ કરતાં લખે છે :ઝંખા જુગ જુગની ધરી, હું તો ઊડ ચલી આકાશ જીવણ જોવાની સખી મુને એક જ આશ, મેં હરિને હાથ કરી લીધા મેરમ તો મોટા ધણી, અને અમે તણખલા તોલ પ્રીતમ તે પાયુ મુને, એવું શું અણમોલ હવે કહું ધડકતે ઢોલ, મેં હરિને હાથ કરી લીધા.”
સમાધિ-સાધના પૂજ્ય અંબાલાલભાઈના ભાઈ શ્રી મોહનભાઈએ મોટા ભાઈના સમાધિ મૃત્યુનું આલેખન કર્યું છે. તે નીચે પ્રમાણે –
ચૈત્ર વદ ૭ ને શુક્રવાર રાતના આશરે નવ વાગ્યાના સુમારે હું ત્યાં ગયો હતો તે વખતે પરમપૂજ્ય મોટાભાઈ અંબાલાલ બેઠા હતા. શનિવારે અગિયાર વાગતા સુધી તાવની સ્ટેજ સાજ શરૂઆત હતી. તે પછી શનિવારે કેશવની સાથે કહેવરાવ્યું કે મને તાવ આવ્યો છે માટે આવી જજો .
CO
GS,
Page #92
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
એટલે હું બપોરે દોઢ વાગ્યાના સુમારે જીરાળા પાડે ગયો ત્યારે પાટ ઉપર સૂતા હતા. તે દિવસ હું મુંબઈ જવાનો હતો. મને કહ્યું કે તું મુંબઈ જઈશ નહીં. તે પછી પિતાશ્રીને બોલાવવા માણસ મોકલ્યું. તે વખતે તેમની શ્રદ્ધા પરમકૃપાળુ દેવના ગુણગ્રામમાં તથા વિચાર ભક્તિમાં હતી. પછી ચાર વાગે પિતાશ્રી મગનલાલભાઈ પધાર્યા, તેમણે તથા મેં કહ્યું, “સુતારવાડે તમે ચાલો.” તે વખતે પોતાના ઘર ઉપરનો મમત્વભાવ તજી આવવા હા કહી અને આત્મામાં અખંડ લીન હતા અને અમો ત્યાં વાતચીત કરતા હતા તે ઉપર તેઓ બીલકુલ ધ્યાન આપતા નહીં.
સાંજે પાંચ વાગ્યાના અરસામાં સત્સંગી ત્રિભોવનભાઈ પધાર્યા. પૂજય અંબાલાલભાઈના પગે બે હાથ લગાડી નમસ્કાર કર્યા ત્યારે પૂજય અંબાલાલભાઈએ કહ્યું કે - “આ દેવું હું ક્યારે ચૂકવીશ ?” એમ કહી પોતે બેઠા થઈ જે સેવા બજાવતા હતા તે બંધ કરાવી
ત્યારપછી ઘોડાગાડી લાવવા મને કહ્યું પણ તું જમીને જા, એટલે જમીને ગયો. તે વખતે પોતે હિંચકા પર બેઠા હતા તે પોતાની મેળે ઊઠીને પાટ ઉપર બેઠા. પરમકૃપાળુદેવનું સ્મરણ કરીને ઘરની બહાર નીકળ્યા, મને ગાડીમાં બેસવા કહ્યું પછી પોતે પોતાની મેળે બેઠા. ગાડી બજારમાં આવી તે વખતે બોલ્યા કે આ સેજ સાજ તાવ રહ્યો છે. બીજું કાંઈ દુઃખ નથી એમ મને ધીરજ આપી. પછી સુતારવાડાની ખડકીમાં આવ્યા. મારા પિતાશ્રી ઊભા હતા. પિતાજીએ કહ્યું કે - હાથ ઝાલું, ઊતરો. ત્યારે જવાબ આપ્યો કે ના, હું ઊતરીશ એમ કહી ગાડીમાંથી ઘરે ઊતર્યા. તે વખતે વૈદ્ય મણીશંકરે નાડ તપાસી કહ્યું કે તાવ છે પણ દવા સંબંધી કાંઈ પૂછપરછ કરી નહીં. શરીર ઉપરથી મોહ દશા ઊતરી ગયાનું લાગતું. પછી રાતના દસના સુમારે સુંદરલાલના મકાને સૂતા અને કહ્યું કે મારી પાસે કોઈને સૂવાડશો નહીં. પરંતુ બિમારી તે પછી વધી ગઈ. બીજે દિવસે ચૈત્ર વદ આઠમ રવિવારે સવારના ઊડ્યા પણ ઈશ્વર ભક્તિમાં લીન હતા.
આખો દિવસ હે પરમકૃપાળુ, હે પરમ ગુરૂ, સર્વજ્ઞ દેવ તથા શાસ્ત્રોની ગાથાનું સ્મરણ કરતા હતા તે વખતે શ્રી છોટાભાઈ, શ્રી ત્રિભોવનભાઈ, શ્રી કીલાભાઈ, શ્રી લલ્લુભાઈ પટેલ, શ્રી મોહનલાલ, શ્રી જગજીવનદાસ વિગેરે અવારનવાર આવતા અને પૂજય અંબાલાલભાઈને જણાવતા કે – “પરમકૃપાળુદેવનું સ્મરણ – ધ્યાન અખંડ રાખવું. આત્મા અખંડ છે, જે આપ જાણો છો. સર્વજ્ઞ દેવનું સ્મરણ જે આપ કરો છો તેવી રીતે કર્યા કરશો.” તેવી હકીકત સાંભળવા પોતાની ઈન્દ્રિયો બરાબર સતેજ રાખતા અને પોતે અણસારો હાથની આંગળીથી બતાવતા હતા – “કે એ જ છે.” છાતિએ પિત્તનું જોર વધુ હતું.
રવિવારે બપોરે ટપાલ આવી, કેશવે કહ્યું - પૂજય દામજીભાઈ તથા પૂજ્ય મનસુખભાઈ કીરચંદની ટપાલ છે. તો કહ્યું - “શું લખે છે તે વાંચ.” કેશવે બેય પત્ર વાંચ્યા પણ કાંઈ બોલ્યા નહીં. શું જવાબ લખવો તે કહ્યું નહીં. તેવી મોહદશા ઊતારેલી ચોક્કસ જણાઈ. બાદ પાંચ વાગતાં મિત્ર રતનલાલ આવ્યા, પોતે શુદ્ધ રીતે ભાનમાં છતાં કહ્યું નહીં કે પધારો. તેમના મિત્ર ભાઈચંદભાઈ જ્યારે આવે ત્યારે ધર્મ સંબંધી તેમજ નીતિથી ચાલવું, વિવેકથી વર્તવું, અસત્યનો ત્યાગ કરવો એમ
૯૧
Page #93
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
મ
પૂ.શ્રી અંબાલાલભાઈ
સં. ૧૯૬૩ – ખંભાત જી૨ાળાપાડેથી પૂ. શ્રી અંબાલાલભાઇ માંગીના કારણે પોતાના ઘે૨ પીઠના સુતા૨વાડે આવ્યા તે દૃશ્ય.
સં. ૧૯૬૩ – પૂ. શ્રી અંબાલાલભાઈનું સમાધિમ૨ણ છેલ્લા દિવસના સમયમાં ગિોચ૨ થાય છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
હંમેશ વાતો કરતા. આ વખતે કંઈ પણ કહ્યું નહીં. બપોરના વખતે શ્રી ત્રિભોવનભાઈ વચનામૃત વાંચતા તે કાન દઈને બરાબર સાંભળતા. વળી વેદનાના ઉદયથી શ્વાસ વધારે ચડતો હતો. ૧૦૧૫ મિનિટ હા-હા, ત્યારે હે પ્રભુ ! હે નાથ ! એ રીતે બે દિવસ સુધી એમ કરતા. રવિવારે રાતના બાર વાગે તેમના પુત્ર નેમચંદના સસરા વજેચંદે પૂજય અંબાલાલભાઈને બેઠા કર્યા, અને કહ્યું કે છોકરા વિગેરેની તમો પિતાશ્રી તથા ભાઈઓને ભલામણ કરો. ત્યારે પૂજય ભાઈશ્રી અંબાલાલે આંખો મિંચી દીધી. વજેચંદે ફરી પાંચ-સાત વાર કહ્યું કે, તમો જે કહેવું હોય તે અમને કહો. તે સાંભળી આંખો મિંચી દેતા. ત્યારે વજાશાહે કહ્યું કે તમને ભાન નથી તેથી જવાબ દેતા નથી. વજેચંદે પૂછ્યું કે, “હું કોણ છું ? તમે ઓળખતા હો તો કહો.” ભાઈશ્રી કહે, ‘તમે વજાશાહ છો.’ ‘છોકરાવ વિગેરે માટે શું કહેવું છે ?” “મને સુવાડો.” તે વખતે સઘળા કુટુંબી હાજર હતા. પિતાશ્રીએ કહ્યું મને જે તમારે કહેવું હોય તે કહો. ત્યારે એટલું બોલ્યા - “હવે મને સુવાડો” - હે સહજાત્મસ્વરૂપ. આ રીતે ઘર, કુટુંબ પરથી, ખાવા-પીવાના પદાર્થો પરથી એકદમ મોહદશા ઊતારી નાંખી હતી. સોમવારે સવારે પિતાશ્રી, ભાઈ, પત્ની વિગેરેએ પુચદાન કરેલું તેની વિગત પોતે શાંત ભાવે સાંભળી લીધી હતી. સોમવારે આખો દિવસ મુમુક્ષુભાઈઓ ધર્મ સંબંધી શ્રવણ કરાવતા અને શ્રી સદ્દગુરૂનું શરણ તથા જિનેશ્વર દેવની ભક્તિ અને આત્મા અખંડ છે. આ વેદનીયનો ઉદય છે, શાંતિ આપ રાખો છો તેવી કાયમ રહે તેમ એક ધ્યાન ભક્તિમાં કરશો. વળી ગાંધી દોલતચંદે જીવરાશી સંભળાવ્યું અને ૮૪ લાખ જીવોને પોતે ખમાવ્યા ને સમાધિથી પોતે વેદનીય સહન કરતા હતા. - પોતે પૂછતા કે ભાઈ નગીનભાઈ તથા ભાઈચંદને આ રોગમાં કેમ છે ?
સોમવારના બપોર સુધીમાં સ્થિતિ ઘણી ભયંકર, વેદના ઘણી હતી. ચાર વાગ્યાના અરસામાં ભાઈશ્રી બોલ્યા કે હે પ્રભુ તારું શરણ ! કીલાભાઈ સાંજના પધારેલ તે વખત આખર સ્થિતિમાં હતા તો પણ હે પ્રભુ ! હે પ્રભુ ! દોહરા શુદ્ધ સ્થિતિથી બોલતા. છેવટે દેહ છોડવા સમયે સર્વે મુમુક્ષુ ભાઈઓ ધર્મનું વિવેચન કરતા હતા. વેદની પોતે શાંતભાવે વેદતાં દેહ છોડ્યો ત્યારે કોઈ જાતની અસ્વસ્થતા અનુભવી નથી. છેલ્લે શ્રી ત્રિભોવનભાઈ મોટું પુસ્તક વાંચતાં તે ધ્યાન દઈને સાંભળતા હતા.
છેવટ સુધી તેમનો દેહ છોડશે તેવા ચિન્હો થયા નથી અને રાતના સાડા નવે વિ.સં. ૧૯૬૩ના ચૈત્ર વદ બારસે સમાધિભાવે દેહ મૂક્યો. ધર્મના પૂર્ણ આહલાદમાં ટૂંકું આયુષ્ય પૂર્ણ કર્યું. દેહ મૂકતાં ભાઈશ્રીની કાંતિ શોભી ઊઠી હતી ને દેહ છોડતાં સુધી કાંતિ રમણીય દેખાતી હતી અને ડાબા પગનો અંગૂઠો ચમક ચમક થતો હતો.
ૐ શાંતિઃ નાથ જેવો નિભાવ્યો નિભાવી લેજે, આવ્યો તારે દ્વારે તું સ્વિકારી લેજે મારી સાથે સદાયે તું ઊભો રહેજે. તારા ચરણોને આંસુથી ધોવા દેજે. - પુનિત
Page #95
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
અનંતકાળે જે ‘સત’ પ્રાપ્ત નથી થયું - પરમાત્મા દર્શન, આજ્ઞા આરાધન - તે વિકટ કાર્ય તેમણે કર્યું. “પીછે લાગ સપુરૂષ કે” કૃપાળુની કેડે પડી ગયા, તે વચન તેમણે માથે ચડાવ્યું - “તો સબ બંધન તોડ.” અપૂર્વ પુરુષનું આરાધન કરી અપૂર્વ વસ્તુ મેળવી – અનંતકાળની ભૂલ ટાળી તો સઘળાં કાર્ય સિદ્ધ થયાં. “અનંત સુખધામનું ધ્યાન કરતાં અનંત શાંતિને વર્યા.
પૂજ્ય અંબાલાલભાઈનું આ એક પ્રકારનું સાગારી અણસણ જ કહેવાય. લૌકિક રીતે અણસણની ક્રિયા ન કરી પણ ભાવથી પચ્ચખાણ કર્યા જેથી તેઓ સુતારવાડે આવ્યા. પછી કોઈ સાથે કંઈપણ બોલ્યા નહીં. પૂછતાં છતાં એક અક્ષરનો જવાબ ન દીધો, તેમ શરીર માટે વૈદને દવાની પણ ઇચ્છા ન બતાવી. પિતાજી, પુત્ર કે ભાઈ કોઈનો વિકલ્પ રાખ્યો નહીં – ભલામણ કરી નહીં. પૂજ્ય સોભાગભાઈને પ્રભુએ લખ્યું છે, જોયું છે, તેવી અસંગતાની સાધના કરી લીધી. “કોઈને અર્થે વિકલ્પ નહીં આણતાં અસંગપણું જ રાખશો... શરીર નિર્વાહાદિ વ્યવહાર સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થવા યોગ્ય છે.” - વ. ૭૮૦ “તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે.”
- જેઓએ પોતાના સ્વહસ્તથી પ્રભુવાણીના ઊતારા કર્યા હતા તે કંઈ લખવા પૂરતા કે માન અર્થે નથી કર્યા પરંતુ શ્રી સદ્દગુરૂની આજ્ઞાથી અને શ્રુતભક્તિથી તે પરમ અમૃતસમ અમર બનાવનારા વચનામૃતોનો ઊતારો કરતાં – ઘટમાં ઉતરી ગયા હતા. એવું એક વચન શેઠશ્રી અનુપચંદ મલકચંદને મૃત્યુની ચિંતા થાય છે ત્યારે ભાવથી અણસણ કોને કહેવાય તે વાત સમજાવી છે.
“ઘણું કરીને ઉત્પન્ન કરેલાં એવાં કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. - - - સદ્વિચારે યથાર્થ આત્મદેષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા તો સર્વ જીવ સમૂહ જોતાં કોઈક વિરલ જીવને
ક્વચિત્ ક્વચિત્ હોય છે; .....દેહ અને તેના સંબંધી સંબંધનો વારંવારનો વિક્ષેપ છોડી દઈ, યથાર્થ આત્મભાવનો વિચાર કરવાનું લક્ષગત કરો તો તે જ સાર્થક છે. છેલ્લે અવસરે અનશનાદિ કે સંતરાદિક કે સંલેખનાદિક ક્રિયા ક્વચિત્ બનો કે ન બનો તો પણ જે જીવને ઉપર કહ્યો તે ભાવ લક્ષગત છે, તેનો જન્મ સફળ છે, અને ક્રમે કરી તે નિઃશ્રેયને પ્રાપ્ત થાય છે.” - વ. ૭૦૨
આ પ્રકારે જ્ઞાનીના માર્ગે પૂ. અંબાલાલભાઈએ જન્મ-જીવન સફળ કર્યું. અને પરમપદને મેળવી લેવાની ચાવી હાથ ધરી.
પૂ. અંબાલાલભાઈએ શ્રી મનસુખભાઈ ઉપર લખેલ પત્રો ૧) આત્માર્થી ભાઈશ્રી મનસુખભાઈ કીરતચંદ
વિ. કૃપા પત્ત એક મળ્યું છે. સિદ્ધિશાસ્ત્રનું વેચાણ લખ્યું તે જાણ્યું છે. બાકીના માટે યોગ્ય વ્યવસ્થાથી ફેલાવો થાય તેમ કરવા વિજ્ઞપ્તિ છે. માસિક બહાર પાડવા વિચાર છે તે જાણ્યું છે. માસિકનું નામ “સનાતન જૈન' હતું. ઠીક, સર્વત્ર દેશ, કાળ, ભાવ અને પરિણામ વિચારીને કરવું યોગ્ય છે. આ ખાસ વાંચશોજી.
આત્મ વિચારો, આત્મ જાગૃતિ માટે ગમે ત્યારે પણ નિવૃત્તિ કે સત્સંગ વગર જોગ બનવો
૯૪
Page #96
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
નથી અને તે પ્રવૃત્તિમાં રહ્યા કોઈક મહતું ભાગ્ય મુમુક્ષુને પ્રાપ્ત હોય છે. સામાન્ય વિચારવાનને સત્સંગ યોગ અવશ્ય મેળવવો ઘટે છે.
સિદ્ધિશાસ્ત્ર તથા ભાવના બોધના વેચાણ પૈકી ગ્રંથ એકના રૂપિયા તેર અડધો આનો શાહ રેવાશંકર જગજીવનને ત્યાં ભરી સિદ્ધિશાસ્ત્ર છપાવવા પડે તો ત્યાં છપાવી પહોંચ લખશો. હાલ એ જ. સેવક અંબાલાલના પ્રણામ. હાલ કેમ વર્તે છે તે લખશો.
સરનામું : ખંભાત સુબોધક પુસ્તકાલય.
તમામ જાતના જૈન ધર્મના અને શ્રીમદ્ રાજચંદ્ર મોક્ષમાળા, આત્મસિદ્ધિશાસ્ત્ર વિગેરે તથા બીજા સર્વધર્મને લગતા પુસ્તકો તેમજ નીતિ સંબંધી ઉપયોગી પુસ્તકો મળશે. શાળાના સરનામે મળશે.
શ્રી સુબોધક પુસ્તકાલય તા. ૯-૧૧-૧૯૦૪ વિ. સં. - ૧૯૬૦
શ્રી સદગુરૂ ચરણાય નમઃ ૨) આત્માર્થી ભાઈશ્રી મનસુખભાઈ કીરતચંદ તથા પૂજ્ય ભાઈશ્રી દામજીભાઈ કેશવજી મુંબઈ મધ્યે વિ. વિ. બોટાદવાળા ફોટોગ્રાફર ઠાકરજી મોરારજીએ સં. ૧૯૪૮ની સાલના કૃપાળુશ્રીના ચિત્રપટ છપાવી તે વેચે છે. તે ચિત્રપટો અત્રેથી જીવોની યોગ્યતાનુસાર વિધિપૂર્વક બતાવી અશાતના ન થાય અને તેનો પ્રેમ વધે તેમ જણાવી મફત આપવામાં આવે છે. હવે મચકર ધણી કમાવવાની આશાએ પોતે વેચે છે. તે યથાર્થ છે કે કેમ ? અથવા તે વેચાણ તે ચાલુ રાખે તો તેથી પરમાર્થ દુભાય કે કેમ ? અથવા તેને અટકાવવાનો વિચાર થાય તો શું પગલાં ભરવાં જોઈએ તેનો વિચાર કરી યોગ્ય ઉત્તર તરતમાં લખવા કૃપા કરશો. એ જ.
સેવક અંબાલાલના નમસ્કાર પત્રો - મુમુક્ષુના પૂ. અંબાલાલભાઈ પ્રત્યે ૧) શ્રી અંબાલાલ,
લિ. સોભાગના ઘટારથ વાંચજો . તાર કૃપાળુદેવનો આવેલ તમને વાંચવા બીડ્યો છે. ઘણી સમજવા જેવી વાત છે એમ જાણી ચોપડી બાંધી ન હોય તો તમે ચોપડીમાં છાપજો . કદાપિ બંધાઈ હોય તો નવી ચોપડીમાં છાપજો . આવા ખુલાસા આ કાળ અને આ ક્ષેત્રમાં બીજો કોઈ આપે એવો પુરુષ મારી સમજમાં નથી. આપણા પૂરણ ભાગ્ય છે કે આવા પુરુષનો સમાગમ મળ્યો છે. સર્વ ભાયુને મારા ઘટાઉથ કહેશો.
ફાગણ વદ – ૩ ગુરૂ (સાયલેથી)
૯૫
Page #97
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
૯
પૂ.શ્રી અંબાલાલભાઈ
૨) શ્રી સદ્ગુરૂદેવને નમસ્કાર :
પરમપૂજ્ય આત્માર્થી શ્રી સ્વરૂપ ઇચ્છાવંત શાહ અંબાલાલ લાલચંદ વિગેરે
જે જે પુરૂષને મોહ – અજ્ઞાન તથા મિથ્યાત્વનો ઉપશમ થયો છે, રાગ તથા દ્વેષ જેના મંદ પડ્યા છે, ઈન્દ્રિયો તથા આત્મા જેને પોતાને વશ વર્તે છે, કષાયઅગ્નિનો જેનામાં જય છે, તૃષ્ણાને ટાળીને સંતોષને વિષે અહોનીશ આત્મસ્વરૂપમાં રમણ કરી રહ્યા છે, પર પુદ્ગલથી ઉદાસીનતા વર્તે છે, પુરાતન કર્મના ઉદયે અનિચ્છા જેને વિષે રહે છે, સદાકાળ સ્વભાવરૂપી ધરમ પીને પરસ્વભાવમાં પેસી કર્મ બંધ થતા નથી એવા આત્મગુણ જ્ઞાનના રસિયા મહંત પુરુષને પરમ પૂજ્ય ઉપમા ઘટે. અમ સરીખાને આળરૂપ છે.
તમો અમદાવાદથી ભરૂચ સુધી કૃપાળુદેવના સમાગમમાં ગયા તે બહુ ધન્યવાદ છે. અમારે ઇચ્છા રહી ગઈ.
દ : ધોરીભાઈના નમસ્કાર સ્વિકારશો. સં. ૧૯૫૨ - આસો વદી - ૧૧
૩) પરમ દુર્લભ સત્સંગ પ્રાપ્ત અનેક ગુણાલંકૃત ભાઈશ્રી અંબાલાલભાઈ, નડીયાદ. વિશેષ વિનંતી કે આપનો કૃપાપત્ર તથા શ્રી આત્મસિદ્ધિ ગ્રંથ ક્ષુધાતુરને જેમ ભોજન મળે એવો વાંચતાં આનંદ પ્રાપ્ત થયો છે. એક વખત તે ગ્રંથ વાંચી ગયો છું. સરળ ભાષામાં અત્યંત ગંભીરતાદર્શક અને જેની ટીકા કે અનુવાદ ખરેખરા જ્ઞાની-અનુભવીથી જ થાય એવો આ ગ્રંથ છે. મને અનુભવ નથી. તેમ શાસ્ત્ર જ્ઞાનપણ નથી અને આ ગંભીર આશયના ગ્રંથનો શબ્દાર્થ મારે લખવો અતિ કઠણ છે, પણ સિંહના પ્રસાદથી જેમ બકરો હાથીના મસ્તક પર બેસી શક્યો હતો તેમ વિદ્યમાન સદ્ગુરૂની સહાયથી શ્રી આત્મસિદ્ધિના અનુવાદ તરીકે દર સપ્તાહે પાના - ૧૦ - દસ આપને બીડીશ. મને ભાષાજ્ઞાન નથી માટે તે સંબંધી મારા વિચારોમાં ફેરફાર હોય તો તે જણાવશો. વારંવાર વિનયપૂર્વક શ્રીમદ્ પ૨મોપકારી શ્રી સદ્ગુરૂ પ્રત્યે મારી વંદણા કહેશો. હંમેશ સંભાળ લેવા (મારી) વિનંતી કરશો.
લિ. સેવક માણેકલાલ ઘેલાભાઈના દંડવત્ પ્રણામ ૪) શ્રી સૌભાગ્યભાઈના સમાગમ અર્થે આપ સાયલે જશો. આજ્ઞાથી લખ્યું છે.
શ્રી આત્મસિદ્ધિ ગ્રંથ તથા ઉપદેશ પત્રો તમારા પ્રત્યેથી શ્રવણ કરવાની શ્રી સૌભાગ્યભાઈને વિશેષ જિજ્ઞાસા છે. પ્રસંગોપાત્ સામાન્ય મુમુક્ષુઓ સમાગમમાં હોય ત્યારે બનતા સુધી આધ્યાત્મિક પત્રો ન વાંચવા તેમજ આત્મસિદ્ધિ તો શ્રી સૌભાગ્યભાઈની સાથે એકાંતમાં વિચારાય તેમ કરશો. કેટલાક તેના આશય શ્રીમુખે કહ્યા છે તે સ્મ્રુતિમાં હોય તો શ્રી સૌભાગભાઈને દર્શાવશો.
મુંબઈ - જેઠ વદ ૧ ભોમ મનસુખ રવજીના પ્રણામ
Page #98
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
૫) શ્રી સદ્ગુરૂદેવને નમો નમઃ
સં. ૧૯૫૩ મહાસુદ ૧૪
આત્માર્થી ભાઈશ્રી અંબાલાલભાઈ. પરમ શીતળકારી એવી કલ્પદ્રુમની છાયા નીચે બેસી અમૃતમય રસનું પાન એટલે અનુભવની પ્રાપ્તિ માટે ઝંખના કરતા અલ્પજ્ઞજીવ પોપટ મનજીના પ્રણામ. આજે પરમ પૂજ્યશ્રીની આજ્ઞાથી મોરબી આવ્યો છું. શ્રી સદ્ગુરૂનો યોગ તેમજ આપ સર્વે મુમુક્ષુબંધુઓનો સત્સંગ આ જીવ પ્રાપ્ત કરવા એ કૃપાળુનાથની પાસે યાચના કરે છે, એ યોગની પૂર્ણ શ્રદ્ધા છે. ચિત્રપટ વિષે હકીકત લખી તે જાણી. પરમ પૂજ્યશ્રીનો અભિપ્રાય થોડા દિવસમાં ઈડર જવાનો છે. સર્વે ભાઈઓને પ્રણામ. માતુશ્રીજીને શરીર સુખવૃત્તિ છે.
લિ. સેવક પોપટના દંડવત્ પ્રણામ.
શ્રી પુરુષોત્તમ ગુરૂદેવને પળે પળે નમસ્કાર હો ! ૬) મુમુક્ષુ પૂજ્ય પવિત્રભાઈ શ્રી અંબાલાલ લાલચંદની સેવામાં
અમદાવાદથી વિનંતી સેવક લવજી મોતીચંદના દંડવત્ પ્રણામ વાંચશો. આપનો કૃપાપાત્ર પોંહતો છે. આપે જે કર્તવ્ય ધાર્યુ છે તે અતિ સ્તુતિ પાત્ર છે. હાલમાં હું અમદાવાદ છું, અને હજી તરતમાં રજા મળે તેમ નથી. અંજારમાં ઘર (વવાણિયામાં કૃપાળુદેવને ભણાવતા તે માસ્તર) આગળ કોઈ નથી જેથી કૃપાળુદેવ મહાત્માના કોઈપણ બોધિપત્રો મોકલી શકાતા નથી તેને માટે નિરૂપાય છું. આપ કેવા ભાગ્યશાળી છો કે મહાત્માને પુરણ ઓળખી શક્યા છો. અહીં તો સત્સંગ પણ મળતો નથી તેનું કારણ ઓછા પુન્યનું સમજું છું. વિશેષ મહાત્મા શ્રીજીનું સ્મરણ અહર્નિશ રાખશોજી, વળતો પત્ર લખશો.
અમદાવાદ કચ્છ દરબારી ઉતારો
૭) શ્રીમદ્ સદ્ગુરૂ ચરણાય નમઃ
પ્રિયભાઈ મુમુક્ષુભાઈ અંબાલાલ, આપનો પત્ર વાંચી સંતોષ ઉપજ્યો છે. આપે લખ્યું તે સત્ છે. ધર્મ આત્મામાં છે. પુદ્ગલિક તત્ત્વમાં ધર્મ નથી તે વાત સત્ય છે. તેમ કરવાની ઇચ્છા વર્તે છે. સત્સંગ મળેથી થશે. આ જીવ ઘણો અજ્ઞાનનો ભરેલો સત્સંગના અભાવે ઘણો વિક્ષેપ પામે છે, પરંતુ આપનો પત્ર આવે છે ત્યારે શાંતિ પામે છે. સત્પુરુષનું પધારવું ક્યારે થશે તે લખવા કૃપા કરશોજી. ભાઈ પોપટલાલની વૃત્તિ પણ તેમ જણાય છે. સત્શાસ્ર બતાવ્યા પ્રમાણે વાંચવા વિચારવાનું થોડું થોડું બને છે, પણ તેવા યોગના અભાવે લાચારી છે.
લિ. ગોધાવીથી વનમાળી
૮) હું અનંતદોષથી ભરેલો છું. કૃપાળુદેવના દર્શન થવા ઘણા જ આગ્રહ થયા કરે છે છતાં અંતરાયના ડુંગરા આડા આવવાથી તથા કર્મની બહોળતાથી યોગ મળવો ઘણો દુર્લભ જણાય છે. આપના લખવાથી જાણ થઈ કે કૃપાળુદેવ દેશ તરફ પધાર્યા છે. તેથી કૃપાળુનાથના દર્શનની જે જે આ આશા હતી તે હમણાં તુટી ગઈ તેથી અંતરાયનો ઉદ્દે હશે એમ જણાય છે. ખેડાના પત્રથી
૯૭
Page #99
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
કૃપાળુનાથ આણંદ કોરેનટાઈનમાં રહ્યા છે એવું જાણી કૃપાળુનાથને ગઈકાલે આણંદ તાર કરેલો પણ કાંઈ જુવાબ નોતો.
CC
એ જ લિ. વનમાળી ૧૯૫૫ વૈશાખ સુદ ૧૪ મંગળ
૯) શ્રી અંબાલાલભાઈની સેવામાં વિનંતી
જે આપનો કૃપાપાત્ર બીલકુલ નથી. શ્રીમદ્ પરમગુરૂ દેવાધિદેવશ્રી ગયા શનિવારે રાત્રે લીંબડી પધારી બીજે દિવસ બપોર સુધી રહી સાડાત્રણ બજે ઈડર તરફ પધારવાને અમદાવાદ પધાર્યા છે. કૃપાળુદેવશ્રીએ જે ગ્રંથ તમોને સુધારવાને સારૂં મોકલ્યો છે તેની નકલ લેવાને મને આજ્ઞા કરી છે કે જે મોક્ષમાર્ગ પ્રકાશ ગ્રંથ અમદાવાદમાં પોપટલાલ ભાઈ પાસે હતો, તે જો આપ સુધારી રહ્યા હોય તો અત્રે મોકલવાની કૃપા કરશો.
લિ. સે. કે.ના નમસ્કાર
૧૦) સુજ્ઞ દેવગુરૂ ભક્તિકા૨ક ભાઈશ્રી અંબાલાલ વિગેરે વિગેરે. સંવત ૧૯૫૬ વૈશાખ સુદ ૨ ભોમવાર ધરમપુરથી
આપનું પત્તું આજે પહોંચ્યું છે. પૂજ્યશ્રીની પ્રકૃતિ અત્રે વિશેષ બગડી હતી. આપણા પૂર્વ પુન્યથી દર્શન થયાં છે. તેઓને હાલ જો કે તાવ નથી પણ ખોરાક ખવાતો નથી, અશક્તિ ઘણી જ છે, અત્રેથી પાંચમને શુક્રવારે પેસેન્જર અથવા મેલ ટ્રેઈનમાં નીકળી આપને ત્યાં આણંદ છઠ્ઠને શનિવારે આવવું થશે. આપ સમયસાર તથા કાર્તિકેયાનુપ્રેક્ષા આદિના પુસ્તકો સાથે રાખી આણંદ સ્ટેશન ઉપર વૈશાખ સુદ ૬ની શનિવારે સવારે હાજર રહેજો. પોતાનો વિચાર અમદાવાદ કીવા વિરમગામ છઠ્ઠના સાંજના સુધી રોકાવાનો છે. રાતના ચાલી વઢવાણ જવા વિચાર છે. ગરમી સહન થઈ શકે નહીં માટે આમ વ્યવસ્થા રાખી છે. આપ બને તો સાથે જવાની તૈયારી કરી આવજો. ત્યાં વિનંતી કરજો પછી થાય તે ખરૂં.
લિ. માણેકલાલ ઘેલાભાઈના સવિનયપૂર્વક નમસ્કાર સં. ૧૯૫૬ ૧૧) શ્રી મહેરબાન મુરબ્બી ભાઈશ્રી અંબાલાલભાઈ જોગ લી. ધર્મસ્નેહીભાઈ ખીમચંદ દેવચંદના પ્રણામ વાંચશોજી.
ગઈકાલે અત્રે ભાઈ દામજી કેશવજી પૂજ્ય સાહેબજીના ચરણ ઉપાસના કરવા પધારેલ તે આવ્યા. તેમણે પૂજ્યશ્રીની તબિયત વિષે સારી ખબર દીધી છે તે સાંભળી બહુ જ આનંદ થયો છે. હંમેશા પૂજ્ય સાહેબની સારી સ્થિતિના ખબર દેવા કૃપા કરશોજી.
બહુ પુન્યના પ્રભાવથી આપ સાહેબજીના ચરણરજની સેવા કરો છો તેથી તમને તથા તમારા સંજોગને ધન્યવાદ છે. મારી એવા પ્રસંગાદિમાં આપ ભાઈઓના દર્શનનો તથા પૂજ્ય સાહેબજીના દર્શનનો તથા પૂજ્ય સાહેબજીની નબળી સ્થિતિમાં કશો લાભ લઈ શકતો નથી. મન
Page #100
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
ઘણા મુદત થયા આકાંક્ષા રાખી આકર્ષણ કરે છે, પણ કેટલાક સંજોગની ખામીને લીધે મારાથી કશું બની શક્યું નથી. સંસારીક નિયમનો તથા બીજા સંજોગો કેટલાક તો વિઘ્ન કરતા સન્મુખ રહે છે કે જેનું કહેવું પણ શું ? તેમ વળી તે મુર્માની પણ ખામી છે, જેથી વિશેષ બળ સ્ફરતું નથી, જેના કારણથી ધારેલું કામ પાર પાડી શકાતું નથી તો પણ મનમાં એવા વિચાર ઉપર આવું છું કે મહાત્માઓની કીરપાથી સર્વ હિત જ થશે. પૂજ્ય સાહેબજીને શાતા પૂછી પુનઃ પુનઃ પ્રદક્ષિણા દઈ દંડવત્ પ્રણામ કરશોજી અને સેવકના અનેક દોષની નિવૃત્તિરૂપ આધાર સદા જયવંત વર્તો એમ ઈચ્છે છે. મારી સામાન્ય મતિથી જે કાલુ ઘેલુ લખ્યું તે યોગ્ય જાણી સ્વીકારશોજી. વિશેષ લખવું એ છે કે શ્રીજી સાહેબની પ્રતિમા સં. ૧૯૪૮ની સાલની તથા હાલની કાયોત્સર્ગ મુદ્રા તથા જિનમુદ્રા મોકલવાની કૃપા કરશો એટલે મહેરબાની. તે માટે જે ખર્ચ થાય તે લખી વાળશો એટલી મહેરબાની. વળતો પત્ર અમારે દવાખાને કરશોજી. સર્વે મુમુક્ષુને પ્રણામ કહેશોજી.
૧૨) પૂજ્ય અંબાલાલભાઈ – આપ મુરબ્બી સાયલે પધાર્યા અને વળતી વખતે લીંબડીયે પધાર્યાનું કર્યું નહીં તેથી પૂરો ખેદ થયો છે તો આપ કૃપાળુના દર્શનની તેટલી અંતરાય, તો હવે હાલમાં કૃપા કરી પત્ર દ્વારે દર્શનનો લાભ આપશો. આપશ્રી મુરબ્બી પૂજય શ્રી સૌભાગ્યચંદ્રભાઈ સમાધિવત થયા તેમના દર્શનનો લાભ લીધો તો આપ પુરણ ભાગ્યવાન અને મારા જેવા પાપીને નજીક છતાં દર્શનનો લાભ લેવાનો નહીં એ હવે પશ્ચાતાપ થાય છે. તેમના ગુણો સદ્દગુરૂ પ્રત્યે એક નિષ્ઠા, અને સહજાત્મ સ્વરૂપનું સ્મરણ, તેવી દશાની ખબર આપે જણાવી તો તેમને મારા વતી ત્રિકાળ નમસ્કાર હો ! નમસ્કાર હો !
૧૩) શ્રીમદ્ સદ્દગુરૂદેવને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર
પૂજય કૃપાળુભાઈશ્રી અંબાલાલભાઈની પવિત્ર સેવામાં. આપનું અહીં ઉતર્યા સિવાય ખંભાત જવું થયું તેથી ખેદ થયો. હજુ સત્સંગનો જોગ વધારે મળે એવો પુન્યોદય મારો નથી. કૃપાળુ શ્રી સોભાગચંદ્રભાઈનું જીવન વૃતાંત મુમુક્ષુને અવધારવા લાયક છે. એ મહાત્મા શ્રેય સાધક વર્ગના છત્રરૂપ હતા, તેમ સર્વે બંધુને તેમના વિયોગથી ખેદ થયેલ છે. એક કૃપાળુશ્રીને વારંવાર નમસ્કાર હો ! તેમનો અમર આત્મા શીવપુરીમાં શાંતિથી બિરાજો. આ સાથે કૃપાનાથનું પત્તું મારા પર આવેલ મોકલ્યું છે.
અલ્પજ્ઞ છોરૂ સુખલાલના સાષ્ટાંગ દંડવત્ પ્રણામ. ૧૪) પૂજ્ય અંબાલાલભાઈની સેવામાં
આપના પત્તા વિષે વિશેષ વિચાર થતાં કૃપાળુશ્રીનું શરીર અતિ ક્ષીણતાને પામ્યું જણાય છે અને તે મનને ભયંકર લાગે છે, માટે કૃપા કરી આપ તેઓશ્રીની પ્રકૃતિના ખબર તુરત આપજો. હરસની પીડા કેવી છે ? અનાજ કેટલું લેવાય છે ? શરીરનું વલણ સુધારા પર છે કે કેમ ? જરૂર આટલી કૃપા કરશો. પરમ વીતરાગી અવ્યક્ત શુદ્ધ ચૈતન્યને ભજતા તે પરમયોગી શ્રી સદ્દગુરૂના ચરણમાં આ બાળના નમસ્કાર પુનઃ પુનઃ પ્રાપ્ત થાય. સર્વ આધિ, વ્યાધિ ને ઉપાધિમાં દ્રષ્ટારૂપ તે
-
Page #101
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
સ્વયંભૂ સ્વ ચૈતન્યની સત્તાની ઉજ્જવળતાથી અન્યની પણ વિભાવતાને નાશ કરતા મહાન યોગીન્દ્ર જ્યાં વિચરે છે તે ભૂમિને નમસ્કાર કરું છું. તે ક્ષેત્રને અને તેમની સેવામાં રહી પરમ ચૈતન્ય સ્વરૂપને ઉપાસતા એવા સર્વ ભાઈઓ તથા બહેનોને પુનઃ પુનઃ નમસ્કાર કરું છું. જેના ચરણ સેવવાથી સર્વ ઇચ્છિત પ્રાપ્ત થાય છે, જેના દર્શનથી સર્વ પાપનો નાશ થાય છે એવા પરમ વીતરાગ અસંગપણાને ભજતા તે શ્રી સદ્ગુરૂના ચરણ સદાય જયવંત રહો. શ્રી સદ્ગુરૂની આજ્ઞા પ્રમાણે વિવેક અને વિનયથી વર્તનાર આપ ભાઈઓ પરમગુરૂની વાણીના અમૃતનું પાન કરી કંચનરૂપ થયા છો પણ આ પાપી મંદબુદ્ધિ પ્રમાદી તરફ કૃપા કટાક્ષ નાખ્યા કરો છો તે માટે પુનઃ પુનઃ ઉપકાર માનું છું. લી. દાસાનુદાસ સુખલાલ છે. ના સવિનય નમસ્કાર સ્વીકારશોજી.
૧૫) સં. ૧૯૫૫ મહાસુદ ૬ પરમકૃપાળુ પરમાત્મા દેવ પ્રત્યે સમે સમે નમસ્કાર હો !
૫૨મ પૂજ્ય પ૨મ મુમુક્ષુભાઈ અંબાલાલભાઈ પ્રત્યે. આપે પરમ પૂજ્ય સુખલાલભાઈની મારફતે આ બાળ સારૂ ‘આત્માનુશાસન’ નામનો ગ્રંથ મોકલ્યો તે આજરોજ પ્રાપ્ત થયો, તેથી ઘણો આભારી છું. તેની કીંમતના પૈસા જણાવશો. હે ભાઈ ! હું તો ગામડામાં અધવચ પડ્યો છું તેથી સત્સંગનો ઘણો વિરહ પડે છે. કાંઈ પણ યથાતથ્ય વિચારાતું નથી તેમ વાંચવાનું બનતું નથી. પ્રસંગે પ્રસંગે અમદાવાદ વીરમગામ જવાય છે ત્યારે સત્સંગનો લાભ લેવાય છે. મારા માઠા ભાગ્યના ઉદયે કરી કૃપાળુદેવ અમદાવાદ એક રાત સ્થિતિ કરી મેલમાં બારોબાર બિરાજ્યા પણ મારા હીન ભાગ્યે ભગવંતના દર્શનનો પણ લાભ મલ્યો નથી, તેથી અનંત ખેદવાન છું. ધન્ય છે આપ જેવા પરમ મુમુક્ષુભાઈઓને જે વીતરાગના પ્રતાપે આપ પણ વીતરાગતા અનુભવો છો. હાલમાં વૃત્તિ ઠીક ચાલે
છે.
૬ : વનમાળી સં. ૧૯૫૫ વૈશાખ સુદ ૧૫ અમદાવાદથી
૧૦૦
૧૬) પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈની સેવામાં, ખંભાત
આપનો પત્ર આવ્યો હતો પણ તરતમાં ઉત્તર આપી શક્યો નથી તે માટે ક્ષમા ઇચ્છું છું. શ્રીમદ્ પરમકૃપાળુદેવશ્રી રવિવારના સાંજના વઢવાણની મિક્સમાં પધાર્યા હતા ને બારોબાર ઊઠી શેઠની વાડીના સામે પ્રેમાભાઈના બંગલામાં બિરાજ્યા હતા અને મંગળવારે સવારે ૧૦ની ટ્રેઈનમાં ઈડર પધાર્યા હતા. તે વચમાં અપૂર્વ બોધ મળ્યો હતો. વિરમગામથી સુખલાલ પણ સાથે આવ્યા હતા. સાંભળવાનો લાભ મળ્યો હતો. વનમાળીભાઈ તથા ઠાકરશીભાઈ પણ સાથે હતા. માણસ બંગલે ૨૦, ૨૫ હતું. વિશેષ હકીકત હમણાં લખી શકતો નથી, રૂબરૂમાં બની શકશે. બીજું કૃપાળુભાઈ દર્શનનો લાભ આપશો, સર્વ સત્સંગી ભાઈઓને નમસ્કાર. ‘ક્રિયા કોષ’ની ચોપડી નંગ ૪ લેવા જણાવી છે, આપના પાસે હોય તો વાંચવા જરૂર છે તે મોકલાવી આપશો. હાલમાં વ્યવહારિક ઉપાધિથી નિવર્યો છું; તો આપની તરફ ખંભાત કે વવાણીયા જવા વિચાર છે, તેમાં આપની અનુકૂળતા ઈચ્છું છું. હાલમાં મારે શું કર્તવ્ય છે ? તે જણાવશો. નિવૃત્તિ સ્થળે દસ, પંદર
Page #102
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
દિવસ જઈ શકાય તેવું બને તો ઠીક, જેમ યોગ્ય લાગે તેમ જણાવશો.
- સેવક પોપટના સવિનય નમસ્કાર ત્રણે કાળને જેણે મુઠ્ઠીમાં લીધો એવા સદૂગુરૂ વર્ધમાન શ્રીમદ્ રાજ્યચંદ્રને ત્રિકાળ નમસ્કાર !
મૃત્યુથી જે નિર્ભય થયા, મન જેનું નિંદામાં અને સ્તુતિમાં સમવર્તે છે તે મહાત્માઓને નમસ્કાર !
૧૭) પરમ પૂજય ભાઈશ્રી અંબાલાલભાઈ પ્રત્યે
આપની તરફથી આજે કાર્ડ પહોંચ્યું, વાંચી ઉપકાર થયો છે. હે ધર્મબંધુ ! આપના વગર આ મૂઢને આવી લાગણી કોણ આપત? આપનો પરમ ઉપકાર થયો છે તેથી સેવકને કૃપા કરી યોગ્ય અવસરે શિક્ષા આપવા કૃપા કરશો. હાલ સવારના ૮ થી ૧૦ સુધીમાં “મોક્ષમાર્ગ પ્રકાશ' ગ્રંથ સમજણ પ્રમાણે વિચારું છું. અત્રે હું તથા વનમાળીભાઈ સહજસાજ ભક્તિનો વિચાર કરીયે છીયે. સાણંદથી મોક્ષમાર્ગ પ્રકાશ ગ્રંથ વાંચવા સારૂ અત્રે આવી ગયો છે તે વાંચવાને ધારવા વિચાર રહે છે.... “માર્ગોપદેશિકા' પુસ્તક હાલમાં નવાં છપાય છે તેથી મળ્યાં નથી. સંસ્કૃત બીજી ચોપડીનો રૂપિયો એક આપ્યો છે. ‘પુરૂષાર્થ સિદ્ધિઉપાય' ગ્રંથના શ્લોક એકાવન ઉતાર્યા છે, કુલ ૨૨૫ છે. હાલ એ જ
સેવક પોપટ ૧૯૫ર અષાઢ વદ ૨ રવિ વિરમગામ
શ્રીમદ્ પ્રભુ મહાત્મા શ્રી રાજ્યચંદ્રજીને ત્રિકાળ નમસ્કાર ૧૮) મુરબ્બી પૂજ્ય બંધુ શ્રી અંબાલાલભાઈની પવિત્ર સેવામાં. આપનો કૃપામય પત્ર તથા વચનામૃતનું પુસ્તક મને મળ્યું હતું તે પુસ્તક ઉતારી લઈ આપની આજ્ઞા અનુસાર બંધાવી ભાઈશ્રી કુંવરજીભાઈને કલોલ મોકલાવ્યું છે. આપે મને સપુરુષના ચરણકમળમાં તલ્લીન થવાનો ઉપદેશ આપી ઉપકાર કરેલ છે. અવશ્ય મારા શ્રેયનો માર્ગ એ જ છે. આપને પણ પુરુષોમાં ટેકારૂપ એક છો એમ ગણું છું, કારણ કે શ્રી સદ્દગુરૂની કૃપારૂપ પ્યાલો જેણે પિધેલ છે. વચનામૃતનું પુસ્તક સર્વે વાતે શ્રેયકર છે. જેના વખાણ યથાયોગ્ય કરી શકવા આ લેખકની શક્તિ નથી. કૃપા કરી આ લેખકને કૃપાળુ ગુરૂથી મળેલા આશય સમજાવી પત્ર દ્વારા રસ્તે ચડાવવા વિજ્ઞપ્તિ છે. સદ્દગુરૂ તરફથી પવિત્ર થયેલ આપના વચનો મને હિતકર નિવડે એમ ઈચ્છું છું. જે પવિત્ર પુરૂષ વિષે આપ લખો છો તે પુરૂષ તરફ મારો પ્રેમ કેવો છે તે હું શું કહું? કદાચ પ્રેમના બદલામાં આત્મા અર્પણ થાય તો પણ થોડું એમ હું સમજું છું, પણ મારાથી જે પ્રેમ તેમની તરફ રખાય છે તે ખરા પ્રેમ સાથે સરખાવતા ઘણો અલ્પ છે, કારણ કે ભવ દુઃખના તારણહાર પવિત્ર સદ્દગુરૂની સેવા જયાં સુધી થઈ શકતી નથી ત્યાં સુધી સર્વ વૃથા છે. એ પવિત્ર પુરૂષના ચરણ ઉપાસવા આ જીવની ઉત્કંઠા છે પણ કર્મની બહુલતાને લીધે કે માયાનો મોહ છે એટલે એટલો પુરૂષાર્થ કરવા સમર્થ થતો નથી એ શ્રીજીની કૃપા થશે ત્યારે એ પણ થશે એમ મને નિશ્ચય છે. સંસાર તરફ હજી કેમ વર્તાય છે તે સૂઝ પડતી નથી,
૧૦૧
Page #103
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
કારણ ત્યાગ અવસ્થા ગ્રહણ કરી નથી ત્યાં સુધી સંસારમાંથી મન હઠ્યું છે કે નહીં તે કહી શકાય નહીં, પરમકૃપાળુશ્રી રસ્તો કરશે. આપ કૃપાળુના બોધની અહર્નીશ અભિલાષા છે.
પંચમ આરાને વિષે પરમ આત્મવીર્યને સ્ફુરનાર, પદર્શન જેને કરકમળવત્ હતા, વીતરાગતા, સમષ્ટિથી જેના રોમે રોમ ભિંજાયેલા હતા, જેના આત્મપ્રદેશ ધ્યાનની અવગાઢ દશાનું ઉલ્લંઘન કરી ગયા હતા તે પરમયોગી શ્રી સદ્ગુરૂએ પરમકૃપાથી અને અનંતદયાથી નિકટ આવતા જીવોને અપૂર્વ જ્ઞાન હૃદયથી હૃદયમાં રેડ્યું છે. જે પુરૂષોની જેટલે દરજ્જે અંતરવૃત્તિ છે તે પુરૂષોને તેટલે દરજ્જે તે જ્ઞાન પ્રાપ્ત થયું જણાય છે. આ જીવ ઉપર કૃપા કરી તે જ્ઞાન વર્ધમાન થાય એવો બોધ આપવા વિનંતી છે.
લિ. અલ્પજ્ઞ સેવક સંઘવી સુખલાલના જય સદ્ગુરૂ વંદન
૧૯) શ્રીમદ્ પરમકૃપાળુદેવ પ્રત્યે સમે સમે નમસ્કાર
આત્માર્થી પરમ પૂજ્ય ભાઈ અંબાલાલ પ્રત્યે. ગઈકાલે સાંજના સાડા છ વાગ્યાની અહમદનગરની ગાડીમાં પરમકૃપાળુ દેવાધિદેવ પોતે અમદાવાદ જવા બિરાજ્યા હતા અને શુક્રવારની મિક્સમાં સવારના સાડા નવ વાગ્યાની ટ્રેઈનમાં પરમકૃપાળુ દેવ તથા ચિ. છગનલાલભાઈ તથા ટોકરશીભાઈ મો૨બી ક્ષેત્રે પધાર્યા છે. હું વિરમગામ સીધો મેલમાં આવ્યો હતો.
ધન્ય છે આપ જેવા પુરુષવીરોને કે જેમણે ભક્તિરૂપી હથીયારથી મહાત્માઓને પણ વશ કર્યા છે. એ ભક્તિરૂપી ખડગની સત્તા આગળ મહાન પુરુષો પણ નમી અપૂર્વતા બક્ષે છે. લિ. અલ્પજ્ઞ સુખલાલ તથા પોપટ તથા બેનશ્રીના નમસ્કાર ૨૦) પૂજ્ય જુઠાભાઈનું લખાણપત્ર
ધૈર્ય એ ઉત્તમ છે. હું અલ્પજ્ઞ પ્રેમનું પાત્ર નથી. યોગ્ય ઉપમાને પણ લાયક નથી. કોલ કરવા યા રાખવા હું ચાહતો નથી તેમજ આપને એ રસ્તે ચડાવવા ઇચ્છાવાળો નથી, આપણે સર્વબંધુઓ એક જ ઇચ્છાવાળા છીયે એટલે હવે આપણે બંધાયેલાને છોડવા સારૂ સત્પુરુષના ચરણ નિવાસી થવા પ્રયત્ન કરીયે. તે સત્પુરુષ જે બોધ આપે તે ગ્રહવા આગ્રહી થઈએ. ઇ.ઇ. વસ્તુગતે એ જ કે જિનેશ્વરદેવના વાક્યની ખુબીનો ઓર રસ્તો છે. તેના મર્મને પામ્યા વિના ધર્મ નથી એ જ ટૂંકામાં છે.
ચૈતન્ય પોતાની સ્વદશાને ભૂલી જઈ અન્યને આધિન થઈ લંપટ અને વ્યભિચારી થયેલ છે. વ્યભિચારી માણસ લુચ્ચાખોર, લાસરીયા, દેવાદાર ગણાય છે તેમજ આ ચૈતન્ય કર્મરૂપી વેપારીનો દેવાદાર છે. તે પાંચ ભરતાં બીજાં પચવીશ ઉપાડે છે, પણ અહો બંધુ ! આશ્ચર્ય છે કે કર્મરૂપી વેપારી જેવો ઉમદા અને ધીરવાવાળો અણવિશ્વાસુ માણસ પ્રત્યક્ષમાં નથી માટે તેને નમસ્કાર કરીને તેમની પેઢીના દર્શન ન ઇચ્છતા ત્વરાથી તેઓનું દેણું આપવું એ ઉત્તમ ગણાય. વ્યભિચારી પરઘરને પોતાનું જાણી રહે છે અને પરીણામે ખત્તા ખાય છે તેમજ આ ચૈતન્ય પણ પુદગલી વસ્તુને પોતાની માની અમરદશા માની બેઠું છે, પણ કાળ આવ્યે તે વ્યભિચારીની માફક દુર્ગતિમાં જતાં
૧૦૨
Page #104
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
| ખત્તા ખાય છે માટે હવે તો તે બંધુઓ ! આ ચૈતન્ય જે સત્તાએ સિદ્ધ સમાન છે તેને પોતાના ઘરમાં જ આનંદ મનાવવા પ્રયત્ની થવું એ જ આપણો સર્વ સમ્મત ધર્મ છે.
લી. તથાસ્તુ
સ. ૧૯૪૬ પો. શુ. પૂનમ ૨૨) પૂજ્ય અંબાલાલભાઈ પ્રત્યે :
હું આટલા દિવસથી એમ જાણતો હતો કે જૈન રહસ્યના જાણનાર મારી નજરે આવતા નથી પણ આજે આપના પત્રથી ઘણો જ આનંદ પામ્યો છું. વસ્તુ છે એમ ખાત્રી થાય છે. હું બાળ અને મંદમતિ છું. પણ ઘણા દિવસથી ખોજ પૂરી થઈ એમ લાગે છે. તો હવે જણાવવાનું કે આજે અનંતાનુબંધીનું સ્વરૂપ જોતાં (વાંચતા) કાંઈક આગળ વિચાર પર આવવું થયું તો તે સ્વરૂપ આપ જે કંઈ જાણતા હો તે વિગતથી જણાવવા વિચાર કરશો. હું આટલા દિવસ ચોતરફ અગ્નિ સળગતો દેખતો હતો, પણ આપના બે કાગળથી ઘણો જ સંતોષવાન થયો છું માટે હાલ કાગળ લખવા કૃપા કરશો.
લિ. મુમુક્ષુનો દાસ પોપટના નમસ્કાર
રૂપક' - વિદેહક્ષેત્રના યાત્રીઓને પાસપોર્ટ પૂજ્ય બેનશ્રી જવલબેન તરફથી આપ સૌ પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુઓ પ્રત્યે કંઈક જણાવવા આજ્ઞા લઉં છું.
- પૂજ્ય મુનિશ્રી ભદ્રમુનિ આ તીર્થક્ષેત્રે પધારતા ત્યારે અહીં વસતાં સૌને માટે એમ કહી શક્યા કે તેઓ સૌ આ સંસારમાંથી નીકળી જવા શ્રી વિદેહક્ષેત્રના પરમાત્માનું સાનિધ્ય મેળવવા યોગ્ય પાસપોર્ટ લેવાની ઇચ્છાવાળા છે, તો તે સંબંધી થોડી વિગત સમજી લેવી ઉચિત છે. અમો અહીં પડ્યા છીએ તે પાસપોર્ટની જિજ્ઞાસાથી એ તો પ્રભુ જાણે પણ આપ સહુ પાસપોર્ટના જિજ્ઞાસુઓનો આવડો મોટો સમુદાય જરૂર અમને જાગૃત કરશે, અને શ્રી પ્રભુને ભેટવા, શરણે રહેવા તિવ્રતા કરાવશે, એ રીતે અમો અત્રે પધારેલ સૌ જિજ્ઞાસુઓનો આભાર માનીએ છીએ. હવે આપણી યોગ્યતાનો વિચાર કરીએ. પાસપોર્ટમાં પ્રથમ નામ લખાવવું પડે છે અને પછી જે ઠેકાણે ઊતરીયે ત્યાં પૂછે કે તમારું નામ શું ? ત્યાં બીજુ નામ બોલે તો ખાત્રી થાય કે નામ બનાવટી છે. હવે ત્યાં જવા માટે જે નામની જરૂર છે, તેને અહીં પાકકુ કરવાનું છે કે જેથી પૂછે ત્યારે અનાદિભ્રમ ઊભો ન થાય. તે નામ શું? તે ભગવાને જ જણાવ્યું છે, તે નામનો ઉચ્ચાર હું કરાવું છું તે મુજબ પ્રયોગ આપણે કરીએ. આપ સહુ શાંતિ અને ધીમાશયી વાક્ય ઉચ્ચારવામાં સાથ આપશો. કૃપાળુ ભગવાન પોતાનું ઓળખાણ અને નિશ્ચય કરાવે છે.
“હું અસંગ શુદ્ધ ચેતન્ય છું. વચનાતિત નિર્વિકલ્પ એકાંત શુદ્ધ અનુભવ સ્વરૂપ છું. હું પરમ શુદ્ધ, અખંડ ચિદ્ ધાતુ છું.”
૧03
Page #105
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
To Act કે ઈચ્છના મ મ મુકાશ જળ ૨ (ાઈ હતા ગટક વે નંબ..બે જ દહેજે. khL૧૧૬ લો , હા અમદે ઈ લ છે. ડે છે પણ »ળ . મિ. ૧ છે. 50 બાદ ઇન
*૧૦ના છે છે. તમે દે ! ૧૧ ભાવળ ૮૮ - | Jશw Mળ છેજો કે, જનન છે " laug૧ળી. ભખો તિહું છે. જેને પુત્રી ' |જાથ મિ છે, જે પાઈ ને ધ ગામતળીને તે જ8ને જjી.]
દીકરી મા ૨ ૧૧૨ otવા
ST B -- * Motએ છે. ૧% 1દદલ નો હામદિન જ છે. અને મેં 0.2 -ળીની
EAST INDIA : POST CARD
THE ADDRESS ONLY TO BE WRITTEN ON TA's fine.
A કા બાદ લા લા લાલ ન બT .
- 2 SCE
શ્રી પરમકૃપાળુદેવે પૂ. શ્રી અંબાલાલભાઈ ઉપ૨ સ્વહસ્તાક્ષરે લખેલ પત્ર
૧/૪
Page #106
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ પૂ. શ્રી અંબાલાલભાઈએ રચેલ પ્રબંધ રચના - “બે અક્ષરમાં માર્ગ રહ્યો છે.” આ અમૂલ્ય વાક્યને. પૂ. શ્રી અંબાલાલભાઈએ આઠ પ્રકારે ગૂંચ્યું છે. - વ. ૧૬૬
બે અક્ષરમાં માર્ગ હાો છે. અક્ષર બેમાં માર્ગ હો છે. માર્ગ હાો છે બે અક્ષરમાં. રહ્યો છે માર્ગ બે અઠ્ઠારમાં.
બે અઠ્ઠામાં ૨હયો છે માર્ગ. માર્ગ બે અક્ષરમાં હાો છે. રહ્યો છે બે અક્ષરમાં માર્ગ. માર્ગ હાો છે અક્ષર બેમાં.
(સ)
દી) વારી વાત કરી તો જાણી નજી ની હવા હોય છેi શાળા ના
માં
ન
-શવ શીdadni થી મોકલી શકે છે. જો કે, નિખાવો, મા એ લિil, it . રાણા શહીદ થી , શા હ રાશિના
amો. કે mi ia Alan Tી. ર શાષિત મારી જાન - | | ના થયા જ છુપા ગા", થઇ છે. આ જ ૬e, o વાઇN. ઝભ્ય પરીની છે
હા મોજ હ૬ ના જય શ8. ચોથા, સાદી કે શાબ ની મોડી આ જ ક જ ની, માથાનgીટ માં ની ૨ ધી બધા
દાય
બાકી આમ “માજ ના નt કળા છે.
પૂ. શ્રી અંબાલાલભાઈના હસ્તાક્ષર શ્રી મનસુખભાઈ કીરતચંદ ઉપર લખેલ પત્ર
૧૦૫
Page #107
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
અને તે દશાની નિઃશંકતાનું યથાર્થ દર્શન કરાવ્યું છે કે જેથી તેનું મનન થતાં આત્મત્વની દઢતા તદાશ્રિત જીવને થાય. તે સાચા જીવનદાતા કૃપાળુદેવના વચનો આ પ્રમાણે છે. સૌ સાથે બોલો.
- “જીવના અસ્તિત્વપણાનો તો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવના નિત્યપણાનો ત્રિકાળ હોવાપણાનો તો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવના ચૈતન્યપણાનો ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય.” આ પ્રમાણે નામનો પાસપોર્ટ મનમાં ધારી લઈએ. એ નામ સહિત પાસપોર્ટ સોંપીએ, સોંપ્યા બાદ ખાત્રી કરવા નામ પૂછે, તમારું નામ શું ? ત્યારે જો દઢ થયું ના હોય તો પ્રબળ દેહાધ્યાસથી બોલાઈ જવાય - મારું નામ મગનભાઈ, ફરી પૂછે તમે કેમ આવ્યા ? અને ક્યાંથી આવ્યા ? મગનભાઈ કહે ભાઈ સાબ, પરાણે આવ્યો છું, હજી છોકરાના છોકરાને પરણાવવાના છે અને બીજું કેટલુંયે કામ છે. કેવી અવિવેકતા અને મૂઢતા ! આને ભગવાનનો સંગ ગમતો નથી, ભલે ત્યારે, તને પાછો મોકલીયે, એમ પાસપોર્ટ લેનારાને કહ્યું ત્યારે મગનભાઈ – હા ભાઈ સાબ એમ કરો ! આવા જવાબનું પરીણામ શું તે આપણે જ વિચારી શકીયે છીએ. આને બદલે આપણે કહીયે - સ્પષ્ટ જવાબ દઈયે કે ‘હેરાન હેરાન થઈ ગયો છું.” કોઈએ બાપ કહ્યો, કોઈએ કાકા કહ્યો, કોઈએ મામો કહ્યો, વળી કોઈએ મહાત્મા, પંડિત અને ડાહ્યો કહ્યો તેમાં ગૂંચાઈ ગયો તેથી દુઃખી દુઃખી થઈ ગયો.”
કોઈ હરિના જનનો ભેટો થયો તેણે મને સાનમાં સમજાવ્યું - આ દેહ અને બધું અહીં પડ્યું રહેશે. તું જીવ છો. જા ભગવાનના ચરણમાં સંતને શરણ જા ! ત્યાં તને શાંતિ મળશે. સ્થિરતા અને શાશ્વતતા જડશે અને ખરા સુખનો, સ્વરૂપાનંદનો અનુભવ થશે. અરે ! તું જ પરમાત્મા છે. તેનું ભાન એ પરમકૃપાળુ ભગવાન કરાવશે. પણ આ નામ ભૂલીશ નહીં. – ‘શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું.” મારે પરમકૃપાળુ ભગવાનનું દાસત્વ કરવું છે, એટલા માટે જ આવ્યો છું. “હરિનો અંશ છું, તેનું પરમ દાસત્વ કરવાને યોગ્ય છું.”
| હે કરૂણાસિંધુ ભગવાન ! મને આપના ચરણનું પરમ દાસત્વ આપો ‘બોલ મા, બોલ મા, બોલ મા રે, ગુરૂરાજ વિના બીજું બોલ મા. શીવમ્
- પૂજ્ય શ્રી અમૃતભાઈ પરીખ શ્રી પરમકૃપાળુ શ્રીએ સંભારેલ જ્ઞાનીના સર્વોચ્ચ અપૂર્વ અદ્ભુત મુખ્ય ગુણનો સ્વાત્મદશાદર્શક - તે જ અપૂર્વ વાણીનો આધાર લઈ આપણે શ્રીમાન્ પરમકૃપાળુદેવની એવા અહોભાવપૂર્વક ગુણ સ્તવના રાખી આપણી મોહનિદ્રિત ચેતનાને જાગૃત કરીએ.
અખંડ સમાધિ સ્થિત, સ્વરૂપ સ્થિત, સહજાત્મ સ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વામી - શ્રી પરમકૃપાળુ ભગવંત, શ્રીમાન્ રાજચંદ્ર દેવ !
“અહો આપનું સામર્થ્ય ! અહો આપની અંતર ગવેષણા ! અહો આપનું ધ્યાન ! અહો આપની સમાધિ ! અહો આપનો સંયમ !
૧09
Page #108
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
અહો આપનો અપ્રમત્તભાવ ! અહો આપની પરમ જાગૃતિ ! અહો આપનો વીતરાગ સ્વભાવ !
1 અહો આપનું નિરાવરણ જ્ઞાન ! અહો આપના યોગની શાંતિ ! અહો આપના વચનાદિ યોગનો ઉદય ! તેનું રહસ્ય અને તેની આશય ગંભીરતા !
1 અહો ! અહો ! વારંવાર અહો !'' - શ્રી રા.વ. હાથ નોંધ ૨/૧૧
- પૂજ્ય શ્રી અમૃતભાઈ પરીખ અંતિમ સ્તુતિ - મંગલ શ્રી પરમકૃપાળુ, પરમજ્ઞાની, પરમ વીતરાગી, અધોગતિમાંથી બચાવનાર, સહજાત્મ સ્વરૂપ શ્રી રાજચંદ્ર પ્રભુના પરમ ઉપકારને વારંવાર નમસ્કાર હો ! નમસ્કાર હો !
હે પ્રભુ ! આ કાળે તારો યોગ ન મળ્યો હોત, વર્તમાનમાં આ દેહે કરી ઓથે પણ તમને ન ઓળખ્યા હોત તો આ પાપી આત્માની શી દશા થાત ? તારું નામ માત્ર સ્મરણ કરવાથી આ સંસારના ગમે તેવા ઉતાપ મૂંઝવણ કે પ્રતિકૂળતામાં શાંતિ આપે છે, જે ઘણા પ્રયત્ન પણ અંતર શાંતિ ન થાય તે તારા નામ સ્મરણમાં જયારે આટલું યોગબળ અને મહત્વ રહ્યું છે તો હે પ્રભુ ! જ્યારે તારા વચન પ્રત્યે, તારી આજ્ઞા પ્રત્યે વિશ્વાસ આવશે, તેના તો સુખની શી વાત !
હે પ્રભુ ! તારા સ્મરણ સિવાય જેટલું વિચારવામાં આવે છે, જેટલું ચિંતવન કરવામાં આવે છે, તેટલું અત્યંત દુઃખ આપનારું થાય છે. તારા સ્મરણ સિવાય જે સમય જાય છે તેમાં એકલો ભય, ખેદ, ચિંતા, ક્લેશ, સંકલ્પ વિકલ્પ, આકુળતા, વ્યાકુળતા, આદી દુ:ખો અનુભવ્યા કરું છું. તારા વચનામૃતનું સ્મરણ આવતાં પરમ શાંતિ અને પરમ ધીરજ આપે છે, આવું વખતોવખત અનુભવમાં આવે તો જ્યારે તારું રાત-દિવસ સ્મરણ રહે ત્યારે તો શાંતિ અને આનંદનો પાર જ ક્યાં ? હે પ્રભુ ! તારા સ્મરણ સિવાય એક અંશમાત્ર શાતાનું કારણ નથી. હું ગમે તેટલું પ્રભુ આપને વિસરી ગયો પણ તમો આ બાળની સંભાળ લેવામાં ચૂક્યા નહીં. હે પ્રભુ ! તારી પાસે એટલું જ માગું છું કે રાત-દિવસ મારા અંતઃકરણમાં તારું રટણ રહ્યા કરો.
તા. ૧-૧૨-૧૯ ૐ શાંતિ
1 - પૂજ્ય બાપુજી શેઠ પ્રભુ રાજચંદ્ર નામાવળી મહિમા
(રાગ - બહુ પૂન્ય કેરા પુંજથી) નિજ આત્મભાવ પ્રગટ થાવા, ગુરૂરાજની નામાવલી, શોભે મુમુક્ષુ કંઠમાં, પ્રભુ નામની માળા ભલી; પ્રભુ નામરૂપી નાવ, ભવજળ પાર જાવાને મળી, પ્રભુ નામરૂપી અમૃતે તૃષા મુમુક્ષુની ટળી ....૧ પ્રભુ સ્મરણ સૂર્ય પ્રકાશથી મિથ્યાત્વની રાત્રિ ટળી,
૧૦૭
Page #109
--------------------------------------------------------------------------
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પ્રભુ નામ શીતળ ચંદ્રથી, સમ્યક્ત્વની ખીલે કળી; કર્મો અનાદિના પ્રભુના નામથી જાતાં બળી, કોટિ જનમના પાપ ટાળે, ભવિકજન જે સાંભળી ....૨ ભગવાનના પુન્ય નામો (રાગ - પ્રભુનું નામ રસાયણ સેવે...)
....q
પરમગુરૂ સર્વજ્ઞ ભજો, ચાહે સહજાત્મ સ્વરૂપ ભો, કરૂણાસાગર દીન દયાળા, કૃપાળુદેવ અનુપ ભજો . રવજી સુત દેવાનો નંદન, ચાહે ઝબકનો કંત ભજો, ચાહે બોધ સ્વરૂપ ભજો, કે રાજચંદ્ર ભગવંત ભજો. ચાહે ધર્મકીય જીવનના ઇચ્છુક, ચાહે શ્રી નિગ્રંથ ભજો, ચાહે નામી ચાહે અનામી, ચાહે ઉપાધિ ગ્રાહ્ય ભજો. ....૩ ચાહે મન વીતરાગ ભાવ કે, ચાહે આજ્ઞાંકિત ભજો, ચાહે મિથ્યાનામ ધારીકે, ચાહે નિમિત્ત માત્ર ભજો. ....૪ ચાહે મન ઈશ્વરાર્પણને, સમાં અભેદ સ્વરૂપ ભજો, ચાહે મન અવ્યક્ત દશાને, ચાહે સમાધિરૂપ ભો. ચાહે અમોહ સ્વરૂપ ભજો, કે ચાહે સહજાત્મ સ્વરૂપ ભજો, જીવન મુક્ત દશાના ઇચ્છુક, અનંતગુણ ગંભીર ભજો. ....૬ મણિ શુદ્ધ ચૈતન્ય સ્વામી, શ્રી રાજચંદ્ર ગુરૂદેવ ભજો, શુકરાજના ભક્તિવત્સલ, નાથ કૃપાળુદેવ ભજો. ....૭ શ્રી સદ્ગુરૂની આરતિ
૧૦૮
પૂ.શ્રી અંબાલાલભા
પરમતત્વ ગુણ શાતા (૨) રવજી નંદન રાજ્ય બિરાજ્યા, સત્-ચિત્ત સુખ કંદુ, પ્રભુ સત્ ચિત્ સુખકંદુ કામાદિક રિપુ મર્દન (૨) મુમુક્ષુના પ્રતિપાલક, ભવ ભવ દુઃખ હારી, જગપાવન ભય મોચન (૨)
જય રાજ, જય રાજ, જય સહજાતમ સ્વામી, જય સહજાતમ સ્વામી
આત્માનંદ સ્વરૂપી, આત્માનંદ સ્વરૂપી, અક્ષણ પદ ગામી. જય રાજ, જય રાજ (૧)
યોગિરાજ અધિરાજ, જ્ઞાનામૃત સિંધુ, પ્રભુ જ્ઞાનામૃત સિંધુ;
...2
શ્રી શુકરાજ સોભાગી, સુદૃષ્ટિ ધારી, પ્રભુ ગુરૂગમ ગતિ ન્યારી, મણિ રહે શરણાગત (૨)
....4
પ્રણવામૃત ઈંદુ . જય રાજ, જય રાજ (૨)
ભક્ત પ્રિય બંધુ. જય રાજ, જય રાજ (૩) પ્રભુ ભવ ભય દુ:ખ હારી અવિચળ અવિકારી. જય રાજ, જય રાજ (૪)
પદ રજ અધિકારી. જય રાજ, જય રાજ (૫)
- પૂજ્ય બાપુજી શેઠ
Page #110
--------------------------------------------------------------------------
________________ શ્રી સુબોધક પુસ્તકાલય લોકાપરી, ખંભાત.