________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
પ્રભુ કૃપાના પરમ પાત્ર પૂજ્ય શ્રી અંબાલાલભાઈ રચિત શ્રી સદ્ગુરૂ તરણ તારણ કૃપાનાથ પ્રત્યેની પ્રેમરૂપા ભક્તિ પદ :
श्री सद्गुरु चरणाय नमः
श्री प्रार्थना
| છંદ - હરિગીત જય રાજ્યચંદ્ર કૃપાળુ ગુરૂ જય, યોગી જનમન રંજન; અગણિત ગુણ મણિ કોષ, ભવિ ઉર દોષ સકળ વિમોચન; જય સ્વાનુભૂતિ રતિ રમણ, અદ્યતમ હરણ કરણ નિશા હરં; જય ભૂષણ દૂષણ નિયુક્ત માયા, મુક્ત જય કલિમલ હર. ૧ મંજુલ મંગળ મોદ કરણી, પિયુષ ઝરણી વાણી છે; ભવમોહ રજની દલન હંસ, પ્રકાશ પરમ પ્રમાણી છે; એ નાથ કરૂણા કંદ, પદ પંકજ તણું શરણું ગ્રહું; નિર્મળ મતિથી સતત રહેવા, આપ ચરણે હું ચહું. ૨ મનથી ન જેને ફરક જીવન, મરણ યોગ વિયોગમાં; નહીં લેશ હર્ષ વિષાદ લાભ અલાભ સુખ-દુઃખ ભોગમાં; યોગી અભય અનુભવ રસી, ઉપયોગ સ્વ પર તણો સજ્યો; એ રાજચંદ્ર કૃપાળુ ગુરૂ, પદકુંજ શરણ સદા હજો. ૩ હે નાથ ! તવ શરણે પડ્યો, સાધન વિષે સમજું નહીં, છો સર્વ જ્ઞાતા તાત, વાત અધિક આ સ્થળે શું કહું ? હોડી તમારે હાથ નાથ, ઉતારજો કરૂણા કરી; કરવા ન શક્તિમાન છું, કંઈ આત્મબળથી હું જરી. ૪ નિર્બળ અને મતિ અલ્પ, મોહ વિકલ્પ વિધ વિધના નડે; બંધન થયું ચોપાસ, આશા એક નહીં નજરે પડે; નિજનો ગણીને નાથ, સાથે રાખજો હાથે ગ્રહી; નહીં તો ન રહેશે લાજ, પ્રભુ એ સત્ય કથન કર્યું સહી. ૫
R