________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
સ્વયંભૂ સ્વ ચૈતન્યની સત્તાની ઉજ્જવળતાથી અન્યની પણ વિભાવતાને નાશ કરતા મહાન યોગીન્દ્ર જ્યાં વિચરે છે તે ભૂમિને નમસ્કાર કરું છું. તે ક્ષેત્રને અને તેમની સેવામાં રહી પરમ ચૈતન્ય સ્વરૂપને ઉપાસતા એવા સર્વ ભાઈઓ તથા બહેનોને પુનઃ પુનઃ નમસ્કાર કરું છું. જેના ચરણ સેવવાથી સર્વ ઇચ્છિત પ્રાપ્ત થાય છે, જેના દર્શનથી સર્વ પાપનો નાશ થાય છે એવા પરમ વીતરાગ અસંગપણાને ભજતા તે શ્રી સદ્ગુરૂના ચરણ સદાય જયવંત રહો. શ્રી સદ્ગુરૂની આજ્ઞા પ્રમાણે વિવેક અને વિનયથી વર્તનાર આપ ભાઈઓ પરમગુરૂની વાણીના અમૃતનું પાન કરી કંચનરૂપ થયા છો પણ આ પાપી મંદબુદ્ધિ પ્રમાદી તરફ કૃપા કટાક્ષ નાખ્યા કરો છો તે માટે પુનઃ પુનઃ ઉપકાર માનું છું. લી. દાસાનુદાસ સુખલાલ છે. ના સવિનય નમસ્કાર સ્વીકારશોજી.
૧૫) સં. ૧૯૫૫ મહાસુદ ૬ પરમકૃપાળુ પરમાત્મા દેવ પ્રત્યે સમે સમે નમસ્કાર હો !
૫૨મ પૂજ્ય પ૨મ મુમુક્ષુભાઈ અંબાલાલભાઈ પ્રત્યે. આપે પરમ પૂજ્ય સુખલાલભાઈની મારફતે આ બાળ સારૂ ‘આત્માનુશાસન’ નામનો ગ્રંથ મોકલ્યો તે આજરોજ પ્રાપ્ત થયો, તેથી ઘણો આભારી છું. તેની કીંમતના પૈસા જણાવશો. હે ભાઈ ! હું તો ગામડામાં અધવચ પડ્યો છું તેથી સત્સંગનો ઘણો વિરહ પડે છે. કાંઈ પણ યથાતથ્ય વિચારાતું નથી તેમ વાંચવાનું બનતું નથી. પ્રસંગે પ્રસંગે અમદાવાદ વીરમગામ જવાય છે ત્યારે સત્સંગનો લાભ લેવાય છે. મારા માઠા ભાગ્યના ઉદયે કરી કૃપાળુદેવ અમદાવાદ એક રાત સ્થિતિ કરી મેલમાં બારોબાર બિરાજ્યા પણ મારા હીન ભાગ્યે ભગવંતના દર્શનનો પણ લાભ મલ્યો નથી, તેથી અનંત ખેદવાન છું. ધન્ય છે આપ જેવા પરમ મુમુક્ષુભાઈઓને જે વીતરાગના પ્રતાપે આપ પણ વીતરાગતા અનુભવો છો. હાલમાં વૃત્તિ ઠીક ચાલે
છે.
૬ : વનમાળી સં. ૧૯૫૫ વૈશાખ સુદ ૧૫ અમદાવાદથી
૧૦૦
૧૬) પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈની સેવામાં, ખંભાત
આપનો પત્ર આવ્યો હતો પણ તરતમાં ઉત્તર આપી શક્યો નથી તે માટે ક્ષમા ઇચ્છું છું. શ્રીમદ્ પરમકૃપાળુદેવશ્રી રવિવારના સાંજના વઢવાણની મિક્સમાં પધાર્યા હતા ને બારોબાર ઊઠી શેઠની વાડીના સામે પ્રેમાભાઈના બંગલામાં બિરાજ્યા હતા અને મંગળવારે સવારે ૧૦ની ટ્રેઈનમાં ઈડર પધાર્યા હતા. તે વચમાં અપૂર્વ બોધ મળ્યો હતો. વિરમગામથી સુખલાલ પણ સાથે આવ્યા હતા. સાંભળવાનો લાભ મળ્યો હતો. વનમાળીભાઈ તથા ઠાકરશીભાઈ પણ સાથે હતા. માણસ બંગલે ૨૦, ૨૫ હતું. વિશેષ હકીકત હમણાં લખી શકતો નથી, રૂબરૂમાં બની શકશે. બીજું કૃપાળુભાઈ દર્શનનો લાભ આપશો, સર્વ સત્સંગી ભાઈઓને નમસ્કાર. ‘ક્રિયા કોષ’ની ચોપડી નંગ ૪ લેવા જણાવી છે, આપના પાસે હોય તો વાંચવા જરૂર છે તે મોકલાવી આપશો. હાલમાં વ્યવહારિક ઉપાધિથી નિવર્યો છું; તો આપની તરફ ખંભાત કે વવાણીયા જવા વિચાર છે, તેમાં આપની અનુકૂળતા ઈચ્છું છું. હાલમાં મારે શું કર્તવ્ય છે ? તે જણાવશો. નિવૃત્તિ સ્થળે દસ, પંદર