________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
“યથાર્થ ઉપદેશ જેમણે કર્યો છે, એવા વીતરાગના ઉપદેશમાં પરાયણ રહો, એ મારી વિનયપૂર્વક તમને બન્ને ભાઈઓને અને બીજાઓને ભલામણ છે.”
- વ. ૧૧૫ વીતરાગનો એ પરમ રાગી – એના સત્સંગે પૂજય અંબાલાલભાઈને પરમ પ્રભુના સાક્ષાત દર્શનની ઝંખના લાગી – ખંભાત આવી પરમગુરૂને મુંબઈ પત્ર લખ્યો, દર્શનાકાંક્ષા જણાવી. પરમાત્માએ - હીરાપારખુ ઝવેરીએ - રતન પારખી લીધું, જવાબમાં જણાવ્યું.
તમે મારા મેળાપને ઇચ્છો છો” . મારી પાસેથી આત્મિક લાભ ઇચ્છો છો તે તે લાભ પામો એ મારી અંતઃકરણથી ઇચ્છા જ છે. “જાગ્યા ત્યાંથી પ્રભાત”, આમ સપુરુષની કૃપાદૃષ્ટિ થઈ. ભક્તનો હાથ ઝાલ્યો, વિશ્વાસ આપ્યો કે - “આ માર્ગ આપવાની સમર્થતાવાળો પુરૂષ તમારે બીજો શોધવો નહીં પડે. - અમે આ કળિયુગમાં જ્ઞાનાવતાર છીએ એ નિઃસંદેહ શ્રદ્ધા જ તમને ઇષ્ટ છે, કલ્યાણરૂપ છે.”
પરમકૃપાળુદેવશ્રીએ ખંભાત પધાર્યા પહેલાં પૂજ્ય અંબાલાલભાઈ વિગેરે પ્રત્યે સંવત્સરી ક્ષમાપનાના ગહન ભાવો પ્રકાશ્યો છે. અનંત ભવની ક્ષમાપના જાણે કરાવે છે. પૂર્વે ક્યારેય સાંભળ્યા ન હોય – ચિંતવ્યા ન હોય, તેવા ગંભીર વૈરાગ્ય ભાવો પ્રકાશ્યા છે, આશ્ચર્યકારક વાત તો એ લખે છે કે – “હવે પરિભ્રમણના પ્રત્યાખ્યાન લઈએ તો? લઈ શકાય.” અહો ! પોતાની સાથે રાખી ફરીથી જન્મ ન લેવાની પ્રતિજ્ઞા લેવડાવતા હોય એવો મર્મબોધ આપી દીધો છે, એમાં પોતાની અંતરંગ અપૂર્વ વીતરાગ દશાનું દર્શન પણ આપણને થાય છે.
- પૂજ્ય અંબાલાલભાઈની કેવી ઉત્તમોત્તમ પાત્રતા જોઈ હશે એટલે એની આગળ હૃદય ખોલ્યું છે – પરના પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી તો?” - વ. ૧૩૪
હરિમિલન
વિ. સં. ૧૯૪૬ આમ છ – સાત મહીનાના ગાળામાં પ્રભુને ખંભાત પધારવા વિનંતી પત્રો વારંવાર લખ્યા અને પરોક્ષ સત્સંગથી વીતરાગ પુરૂષના સમાગમનું આરાધન જાગી ગયું. ભવાંતરનો નિકટનો ઘનિષ્ટ સંબંધ નવપલ્લવીત થયો. અંતર એનું પોકારી રહ્યું.
પૂજય દેવચંદ્રજી મહારાજ “નિષ્કામી હો નિઃકષાયી નાથ કે સાથ હોજો નિત્ય તમ તણો; તો પણ મુજને હો શિવપુર સાધતાં, હોજો સદા સુસહાય.” એ ભક્તની ભાવભીની અરજી, કૃપાળુ પરમાત્માને પહોંચી ગઈ અને પરમકૃપાળુ નાથના આગમનનો – મેઘવર્ષાનો સંદેશ પત્ર આવ્યો. મેઘ જોઈ મયુર નાચે, તેમ પ્રિયતમના ચાહકનું દિલડું ડોલી ઊઠ્યું. જીવને શિવના મિલનની અણમોલ ઘડી આવી ઊભી.
૨૫