________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
GY
પૂ.શ્રી અંબાલાલભાઈ
“આત્મસિદ્ધિની’ ટીકાનાં પાનાં મળ્યાં છે.''
“જો સફળતાનો માર્ગ સમજાય તો આ મનુષ્યદેહનો એક સમય પણ સર્વોત્કૃષ્ટ ચિંતામણી
છે. એમાં સંશય નથી.”
“શ્રી સુભાગ્યાદિ પ્રત્યે લખાયેલા પત્રોમાંથી જે પરમાર્થ સંબંધી પત્રો હોય તેની હાલ બને તો એક જુદી પ્રત લખશો.’’ - વ. ૭૩૪
“આત્મસિદ્ધિ વિચારતાં આત્મા સંબંધી કંઈપણ અનુપ્રેક્ષા વર્તે છે કે કેમ ?’’ તે લખવાનું થાય તો લખશો. “કોઈ પુરુષ પોતે વિશેષ સદાચારમાં તથા સંયમમાં પ્રવર્તે છે તેના સમાગમમાં આવવા ઇચ્છતા જીવોને તે પદ્ધતિના અવલોકનથી જેવો સદાચાર તથા સંયમનો લાભ થાય છે, તેવો લાભ વિસ્તારવાળા ઉપદેશથી પણ ઘણું કરીને થતો નથી, તે લક્ષ રાખવા યોગ્ય છે.’’ - વ. ૭૪૦ પૂ. શ્રી સોભાગભાઈનું સમાધિમરણ
પરમ કૃપાળુદેવ પોતાના આશ્રિતનું કેવું ઘડતર કરે છે. આત્માની ખરેખરી સંભાળ રાખે છે. જીવનો પ્રમાદ - સુસ્તિ ઊડે તેવી રીતે ખબરઅંતર પૂછે છે. આ બધું આપણને પણ જીવન ઉપયોગી છે. આ સંયમ અને સદાચારમાં પ્રવર્તવાની શિખામણ - પરમાર્થ માર્ગ પ્રાપ્ત કરવામાં ઘણી જરૂરની છે એમ આપણને સમજાવે છે.
સંસ્કૃતનો પરિચય ન હોય તો કરશો. જે પ્રકારે બીજા મુમુક્ષુ જીવોનાં ચિત્તમાં તથા અંગમાં નિર્મળતા ભાવની વૃદ્ધિ થાય, તે તે પ્રકારે પ્રવર્તવું કર્તવ્ય છે. નિયમિત શ્રવણ કરાવાય તથા આરંભ પરિગ્રહનાં સ્વરૂપ સમ્યક્ પ્રકારે જોતાં નિવૃત્તિને અને નિર્મળતાને કેટલા પ્રતિબંધક છે તે વાત ચિત્તમાં દૃઢ થાય તેમ અરસપરસ જ્ઞાનકથા થાય તેમ કર્તવ્ય છે. - વ. ૭૪૨
પૂજ્ય અંબાલાલભાઈ નિરાશ થાય છે ત્યાં પત્ર આવે છે. “બે કાગળ મળ્યા છે. અત્રે ઘણું કરીને મંગળવાર પર્યંત સ્થિતિ થશે. બુધવારે સાંજે અમદાવાદથી મેલગાડીમાં મુંબઈ તરફ જવા માટે બેસવાનું થશે. .....કેવળ નિરાશા પામવાથી જીવને સત્સમાગમનો પ્રાપ્ત લાભ પણ શિથિલ થઈ જાય છે.
સત્સમાગમના અભાવનો ખેદ રાખતાં છતાં પણ સત્ઝમાગમ થયો છે એ પરમ પુન્યયોગ બન્યો છે.’’-વ. ૭૭૮
મુંબઈથી કૃપાળુદેવે ખંભાતના પોપટલાલ ગુલાબચંદને એક પત્ર લખી આપ્યો હતો. જેમાં અંબાલાલભાઈને સાયલા મુકામે સોભાગભાઈ પાસે જવાની આજ્ઞા ફરમાવેલ હતી.
ત્યારબાદ મનસુખભાઈ રવજીભાઈ પાસે અંબાલાલભાઈ પર પત્ર લખાવ્યો હતો કે તમને સોભાગભાઈ ઈચ્છે છે તો સાયલા તાકીદે જજો.
એ પ્રમાણે અંબાલાલભાઈ ત્રણ દિવસ અગાઉ પૂજ્ય સોભાગભાઈની સમીપે પહોંચી જાય છે અને સમાધિમરણ વખતે હાજર ઊભા છે.