________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
કારણ ત્યાગ અવસ્થા ગ્રહણ કરી નથી ત્યાં સુધી સંસારમાંથી મન હઠ્યું છે કે નહીં તે કહી શકાય નહીં, પરમકૃપાળુશ્રી રસ્તો કરશે. આપ કૃપાળુના બોધની અહર્નીશ અભિલાષા છે.
પંચમ આરાને વિષે પરમ આત્મવીર્યને સ્ફુરનાર, પદર્શન જેને કરકમળવત્ હતા, વીતરાગતા, સમષ્ટિથી જેના રોમે રોમ ભિંજાયેલા હતા, જેના આત્મપ્રદેશ ધ્યાનની અવગાઢ દશાનું ઉલ્લંઘન કરી ગયા હતા તે પરમયોગી શ્રી સદ્ગુરૂએ પરમકૃપાથી અને અનંતદયાથી નિકટ આવતા જીવોને અપૂર્વ જ્ઞાન હૃદયથી હૃદયમાં રેડ્યું છે. જે પુરૂષોની જેટલે દરજ્જે અંતરવૃત્તિ છે તે પુરૂષોને તેટલે દરજ્જે તે જ્ઞાન પ્રાપ્ત થયું જણાય છે. આ જીવ ઉપર કૃપા કરી તે જ્ઞાન વર્ધમાન થાય એવો બોધ આપવા વિનંતી છે.
લિ. અલ્પજ્ઞ સેવક સંઘવી સુખલાલના જય સદ્ગુરૂ વંદન
૧૯) શ્રીમદ્ પરમકૃપાળુદેવ પ્રત્યે સમે સમે નમસ્કાર
આત્માર્થી પરમ પૂજ્ય ભાઈ અંબાલાલ પ્રત્યે. ગઈકાલે સાંજના સાડા છ વાગ્યાની અહમદનગરની ગાડીમાં પરમકૃપાળુ દેવાધિદેવ પોતે અમદાવાદ જવા બિરાજ્યા હતા અને શુક્રવારની મિક્સમાં સવારના સાડા નવ વાગ્યાની ટ્રેઈનમાં પરમકૃપાળુ દેવ તથા ચિ. છગનલાલભાઈ તથા ટોકરશીભાઈ મો૨બી ક્ષેત્રે પધાર્યા છે. હું વિરમગામ સીધો મેલમાં આવ્યો હતો.
ધન્ય છે આપ જેવા પુરુષવીરોને કે જેમણે ભક્તિરૂપી હથીયારથી મહાત્માઓને પણ વશ કર્યા છે. એ ભક્તિરૂપી ખડગની સત્તા આગળ મહાન પુરુષો પણ નમી અપૂર્વતા બક્ષે છે. લિ. અલ્પજ્ઞ સુખલાલ તથા પોપટ તથા બેનશ્રીના નમસ્કાર ૨૦) પૂજ્ય જુઠાભાઈનું લખાણપત્ર
ધૈર્ય એ ઉત્તમ છે. હું અલ્પજ્ઞ પ્રેમનું પાત્ર નથી. યોગ્ય ઉપમાને પણ લાયક નથી. કોલ કરવા યા રાખવા હું ચાહતો નથી તેમજ આપને એ રસ્તે ચડાવવા ઇચ્છાવાળો નથી, આપણે સર્વબંધુઓ એક જ ઇચ્છાવાળા છીયે એટલે હવે આપણે બંધાયેલાને છોડવા સારૂ સત્પુરુષના ચરણ નિવાસી થવા પ્રયત્ન કરીયે. તે સત્પુરુષ જે બોધ આપે તે ગ્રહવા આગ્રહી થઈએ. ઇ.ઇ. વસ્તુગતે એ જ કે જિનેશ્વરદેવના વાક્યની ખુબીનો ઓર રસ્તો છે. તેના મર્મને પામ્યા વિના ધર્મ નથી એ જ ટૂંકામાં છે.
ચૈતન્ય પોતાની સ્વદશાને ભૂલી જઈ અન્યને આધિન થઈ લંપટ અને વ્યભિચારી થયેલ છે. વ્યભિચારી માણસ લુચ્ચાખોર, લાસરીયા, દેવાદાર ગણાય છે તેમજ આ ચૈતન્ય કર્મરૂપી વેપારીનો દેવાદાર છે. તે પાંચ ભરતાં બીજાં પચવીશ ઉપાડે છે, પણ અહો બંધુ ! આશ્ચર્ય છે કે કર્મરૂપી વેપારી જેવો ઉમદા અને ધીરવાવાળો અણવિશ્વાસુ માણસ પ્રત્યક્ષમાં નથી માટે તેને નમસ્કાર કરીને તેમની પેઢીના દર્શન ન ઇચ્છતા ત્વરાથી તેઓનું દેણું આપવું એ ઉત્તમ ગણાય. વ્યભિચારી પરઘરને પોતાનું જાણી રહે છે અને પરીણામે ખત્તા ખાય છે તેમજ આ ચૈતન્ય પણ પુદગલી વસ્તુને પોતાની માની અમરદશા માની બેઠું છે, પણ કાળ આવ્યે તે વ્યભિચારીની માફક દુર્ગતિમાં જતાં
૧૦૨