________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
હંમેશ વાતો કરતા. આ વખતે કંઈ પણ કહ્યું નહીં. બપોરના વખતે શ્રી ત્રિભોવનભાઈ વચનામૃત વાંચતા તે કાન દઈને બરાબર સાંભળતા. વળી વેદનાના ઉદયથી શ્વાસ વધારે ચડતો હતો. ૧૦૧૫ મિનિટ હા-હા, ત્યારે હે પ્રભુ ! હે નાથ ! એ રીતે બે દિવસ સુધી એમ કરતા. રવિવારે રાતના બાર વાગે તેમના પુત્ર નેમચંદના સસરા વજેચંદે પૂજય અંબાલાલભાઈને બેઠા કર્યા, અને કહ્યું કે છોકરા વિગેરેની તમો પિતાશ્રી તથા ભાઈઓને ભલામણ કરો. ત્યારે પૂજય ભાઈશ્રી અંબાલાલે આંખો મિંચી દીધી. વજેચંદે ફરી પાંચ-સાત વાર કહ્યું કે, તમો જે કહેવું હોય તે અમને કહો. તે સાંભળી આંખો મિંચી દેતા. ત્યારે વજાશાહે કહ્યું કે તમને ભાન નથી તેથી જવાબ દેતા નથી. વજેચંદે પૂછ્યું કે, “હું કોણ છું ? તમે ઓળખતા હો તો કહો.” ભાઈશ્રી કહે, ‘તમે વજાશાહ છો.’ ‘છોકરાવ વિગેરે માટે શું કહેવું છે ?” “મને સુવાડો.” તે વખતે સઘળા કુટુંબી હાજર હતા. પિતાશ્રીએ કહ્યું મને જે તમારે કહેવું હોય તે કહો. ત્યારે એટલું બોલ્યા - “હવે મને સુવાડો” - હે સહજાત્મસ્વરૂપ. આ રીતે ઘર, કુટુંબ પરથી, ખાવા-પીવાના પદાર્થો પરથી એકદમ મોહદશા ઊતારી નાંખી હતી. સોમવારે સવારે પિતાશ્રી, ભાઈ, પત્ની વિગેરેએ પુચદાન કરેલું તેની વિગત પોતે શાંત ભાવે સાંભળી લીધી હતી. સોમવારે આખો દિવસ મુમુક્ષુભાઈઓ ધર્મ સંબંધી શ્રવણ કરાવતા અને શ્રી સદ્દગુરૂનું શરણ તથા જિનેશ્વર દેવની ભક્તિ અને આત્મા અખંડ છે. આ વેદનીયનો ઉદય છે, શાંતિ આપ રાખો છો તેવી કાયમ રહે તેમ એક ધ્યાન ભક્તિમાં કરશો. વળી ગાંધી દોલતચંદે જીવરાશી સંભળાવ્યું અને ૮૪ લાખ જીવોને પોતે ખમાવ્યા ને સમાધિથી પોતે વેદનીય સહન કરતા હતા. - પોતે પૂછતા કે ભાઈ નગીનભાઈ તથા ભાઈચંદને આ રોગમાં કેમ છે ?
સોમવારના બપોર સુધીમાં સ્થિતિ ઘણી ભયંકર, વેદના ઘણી હતી. ચાર વાગ્યાના અરસામાં ભાઈશ્રી બોલ્યા કે હે પ્રભુ તારું શરણ ! કીલાભાઈ સાંજના પધારેલ તે વખત આખર સ્થિતિમાં હતા તો પણ હે પ્રભુ ! હે પ્રભુ ! દોહરા શુદ્ધ સ્થિતિથી બોલતા. છેવટે દેહ છોડવા સમયે સર્વે મુમુક્ષુ ભાઈઓ ધર્મનું વિવેચન કરતા હતા. વેદની પોતે શાંતભાવે વેદતાં દેહ છોડ્યો ત્યારે કોઈ જાતની અસ્વસ્થતા અનુભવી નથી. છેલ્લે શ્રી ત્રિભોવનભાઈ મોટું પુસ્તક વાંચતાં તે ધ્યાન દઈને સાંભળતા હતા.
છેવટ સુધી તેમનો દેહ છોડશે તેવા ચિન્હો થયા નથી અને રાતના સાડા નવે વિ.સં. ૧૯૬૩ના ચૈત્ર વદ બારસે સમાધિભાવે દેહ મૂક્યો. ધર્મના પૂર્ણ આહલાદમાં ટૂંકું આયુષ્ય પૂર્ણ કર્યું. દેહ મૂકતાં ભાઈશ્રીની કાંતિ શોભી ઊઠી હતી ને દેહ છોડતાં સુધી કાંતિ રમણીય દેખાતી હતી અને ડાબા પગનો અંગૂઠો ચમક ચમક થતો હતો.
ૐ શાંતિઃ નાથ જેવો નિભાવ્યો નિભાવી લેજે, આવ્યો તારે દ્વારે તું સ્વિકારી લેજે મારી સાથે સદાયે તું ઊભો રહેજે. તારા ચરણોને આંસુથી ધોવા દેજે. - પુનિત