________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
અનંતકાળે જે ‘સત’ પ્રાપ્ત નથી થયું - પરમાત્મા દર્શન, આજ્ઞા આરાધન - તે વિકટ કાર્ય તેમણે કર્યું. “પીછે લાગ સપુરૂષ કે” કૃપાળુની કેડે પડી ગયા, તે વચન તેમણે માથે ચડાવ્યું - “તો સબ બંધન તોડ.” અપૂર્વ પુરુષનું આરાધન કરી અપૂર્વ વસ્તુ મેળવી – અનંતકાળની ભૂલ ટાળી તો સઘળાં કાર્ય સિદ્ધ થયાં. “અનંત સુખધામનું ધ્યાન કરતાં અનંત શાંતિને વર્યા.
પૂજ્ય અંબાલાલભાઈનું આ એક પ્રકારનું સાગારી અણસણ જ કહેવાય. લૌકિક રીતે અણસણની ક્રિયા ન કરી પણ ભાવથી પચ્ચખાણ કર્યા જેથી તેઓ સુતારવાડે આવ્યા. પછી કોઈ સાથે કંઈપણ બોલ્યા નહીં. પૂછતાં છતાં એક અક્ષરનો જવાબ ન દીધો, તેમ શરીર માટે વૈદને દવાની પણ ઇચ્છા ન બતાવી. પિતાજી, પુત્ર કે ભાઈ કોઈનો વિકલ્પ રાખ્યો નહીં – ભલામણ કરી નહીં. પૂજ્ય સોભાગભાઈને પ્રભુએ લખ્યું છે, જોયું છે, તેવી અસંગતાની સાધના કરી લીધી. “કોઈને અર્થે વિકલ્પ નહીં આણતાં અસંગપણું જ રાખશો... શરીર નિર્વાહાદિ વ્યવહાર સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થવા યોગ્ય છે.” - વ. ૭૮૦ “તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે.”
- જેઓએ પોતાના સ્વહસ્તથી પ્રભુવાણીના ઊતારા કર્યા હતા તે કંઈ લખવા પૂરતા કે માન અર્થે નથી કર્યા પરંતુ શ્રી સદ્દગુરૂની આજ્ઞાથી અને શ્રુતભક્તિથી તે પરમ અમૃતસમ અમર બનાવનારા વચનામૃતોનો ઊતારો કરતાં – ઘટમાં ઉતરી ગયા હતા. એવું એક વચન શેઠશ્રી અનુપચંદ મલકચંદને મૃત્યુની ચિંતા થાય છે ત્યારે ભાવથી અણસણ કોને કહેવાય તે વાત સમજાવી છે.
“ઘણું કરીને ઉત્પન્ન કરેલાં એવાં કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. - - - સદ્વિચારે યથાર્થ આત્મદેષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા તો સર્વ જીવ સમૂહ જોતાં કોઈક વિરલ જીવને
ક્વચિત્ ક્વચિત્ હોય છે; .....દેહ અને તેના સંબંધી સંબંધનો વારંવારનો વિક્ષેપ છોડી દઈ, યથાર્થ આત્મભાવનો વિચાર કરવાનું લક્ષગત કરો તો તે જ સાર્થક છે. છેલ્લે અવસરે અનશનાદિ કે સંતરાદિક કે સંલેખનાદિક ક્રિયા ક્વચિત્ બનો કે ન બનો તો પણ જે જીવને ઉપર કહ્યો તે ભાવ લક્ષગત છે, તેનો જન્મ સફળ છે, અને ક્રમે કરી તે નિઃશ્રેયને પ્રાપ્ત થાય છે.” - વ. ૭૦૨
આ પ્રકારે જ્ઞાનીના માર્ગે પૂ. અંબાલાલભાઈએ જન્મ-જીવન સફળ કર્યું. અને પરમપદને મેળવી લેવાની ચાવી હાથ ધરી.
પૂ. અંબાલાલભાઈએ શ્રી મનસુખભાઈ ઉપર લખેલ પત્રો ૧) આત્માર્થી ભાઈશ્રી મનસુખભાઈ કીરતચંદ
વિ. કૃપા પત્ત એક મળ્યું છે. સિદ્ધિશાસ્ત્રનું વેચાણ લખ્યું તે જાણ્યું છે. બાકીના માટે યોગ્ય વ્યવસ્થાથી ફેલાવો થાય તેમ કરવા વિજ્ઞપ્તિ છે. માસિક બહાર પાડવા વિચાર છે તે જાણ્યું છે. માસિકનું નામ “સનાતન જૈન' હતું. ઠીક, સર્વત્ર દેશ, કાળ, ભાવ અને પરિણામ વિચારીને કરવું યોગ્ય છે. આ ખાસ વાંચશોજી.
આત્મ વિચારો, આત્મ જાગૃતિ માટે ગમે ત્યારે પણ નિવૃત્તિ કે સત્સંગ વગર જોગ બનવો
૯૪