________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
છે. તેના અનંત વીર્યને નમસ્કાર કરૂં છું. આવા પ્રભુના અદ્ભુત અપૂર્વ ગુણોનું પૂજ્ય અંબાલાલભાઈ ઉલ્લસીત હૃદયે ગાન કરતા.
દીર્ઘકાળની જેની સ્થિતિ છે, તેને અલ્પકાળની સ્થિતિમાં આણી, જેમણે કર્મક્ષય કર્યો છે.’’ - વ. ૭૯૧ - એવા પરમ પરાક્રમી, ધીર, વીર આ ભગવાનને ભજો .
દેહાભિમાન અને દેહાધ્યાસ નાનો સરખો રહ્યો હોય તે પણ પ્રભુએ છેદી નાંખ્યો. પૂ. અંબાલાલભાઈને મૂછ ઉપર હાથ ફેરવવાની ટેવ હતી. કૃપાળુદેવે કરૂણાથી શુદ્ધ કંચનરૂપ બનાવવા એક વેળા હજામને કહી દીધું કે - “તું તેની મૂછને બોડી નાંખજે.” હજામે તેમ કર્યું ને કહ્યું - “સાહેબજીની આજ્ઞા હતી તેથી મેં કર્યુ છે. એટલે અંબાલાલભાઈને વિકલ્પ ન થયો.” “હું જાણું છું.” એ અહં, ભક્તિમાર્ગમાં નડતરરૂપ છે. હું કંઈ નથી. હું પામર અબુધ છું.
“હું દીન માનવ સાધનહીન છું, આવ્યો છું તુમ શરણે.” - શ્રી પુનિત
“હું દાસ, ચાકર દેવ તારો શિષ્ય તુજ ફરજંદ રે.’' - પૂજ્ય યશોવિજયજી મહારાજ
આ એનો જીવનમંત્ર હતો. પરમકૃપાળુદેવનું જીવનવૃત્તાંત બાર પાનામાં આલેખ્યું છે. અનોખી એ શૈલી છે. તેમાં બાળવયની વિદેહી દશા, જ્ઞાન પ્રભાવ, પૂર્વની જન્મસિદ્ધ - યોગદશા, વીતરાગતાના સઉલ્લાસ ચિત્તથી ગુણગાન કર્યાં છે. તે માત્ર પોતાની આત્મશુદ્ધિના હેતુએ માનાદિની કામનાથી રહિત એ હિર ભેટ્યાનો ઉમળકો રહેતો. ચિત્ત તેમાં પ્રસન્ન થતું. “કપટરહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રેહ.”
૫) પાંચમી ભક્તિ - મંત્ર જાપ, દેઢતા, વિશ્વાસ
પૂજ્ય અંબાલાલભાઈ “મહાદિવ્યાઃ કુક્ષીરત્ન, શબ્દાજિત ૨વાત્મજમ્; શ્રી રાજચંદ્ર મહંવંદે, તત્ત્વલોચન દાયકમ્” તથા “સહજાત્મસ્વરૂપ પરમગુરૂ” - એ શ્રી સદ્ગુરૂ મંત્રનો જાપ અહોનીશ કરતા હતા અને તે આંગળીના ટેરવા પર હાથ ફેરવીને સતત નામ સ્મરણ કરતા, રટણ કરતા. માનસ જાપ, અજપા જાપ તો એના શ્વાસે શ્વાસે ચાલુ હતો. પ્રભુ નામ રસાયણ તુલ્ય તેમને લાગતું. શ્રી રાજ એ નામ લેતાં એ નામી પ્રભુ જાણે હાક મારીને બોલાવતા હોય તેમ તેને અનુભવાતું. નામનું ગુંજન રગે રગમાં પ્રસરી જતું - પદસ્થ ધ્યાનથી અંતર પડદો ખુલી ગયો, જગધણીને હૃદયનયને નિહાળ્યા.
એક સંત ‘મેરો પિયુ મેરી પાસ બસત હૈ, ગુંજ કરત દિનરાતી' એ પિયુ પિયુની લગની લાગી રહી ત્યાં જગતના માયિક પ્રપંચોની, સ્ત્રી, ધન-કુટુંબ વિગેરેની આસક્તિ ક્યાંથી હોય. એ લગનીની સાખ - એના સમાધિ મરણની ઘડી પૂરે છે. વજાશાહે પૂછ્યું કે તમારે કાંઈ ભલામણ કરવી હોય તે કરો. જવાબમાં કાંઈ ન કીધું. પ્રીતમદાસની વાણી - ‘નન્ના નામ નાવ છે સાર, જે બેસે તે ઉતરે પાર.” જીવનની દરેક પળનો ઉપયોગ નામ સ્મરણમાં કરતા. પ્રત્યેક ક્ષણ ઉપર નામનો સ્ટેમ્પ લગાવી તેને પસાર થવા દેતા એટલે એક પળ નકામી ન ગુમાવતા. પૂજ્ય કુંવરજીભાઈ કલોલવાળાએ એમના અનુભવની વાત જણાવી છે અને કૃપાળુદેવે બોધ્યું છે તેમ – “પળ એ અમૂલ્ય ચીજ છે.”