Book Title: Aatmnishtha Dhruv Taro Ambalalbhai
Author(s): Bhavprabhashreeji
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 83
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ. શ્રી અંબાલાલભાઈ ‘પરિચય પ્રભાવ - પ્રતિભાવ' પુસ્તકમાંથી શ્રી રાજકોટમાં ચૈત્ર માસમાં પરમકૃપાળુદેવના દર્શને મુમુક્ષુઓ આવે, તેને શ્રી અંબાલાલભાઈના હસ્તથી ઉતારેલ શ્રી પ્રભુના બિછાના પાસે ટેબલ ઉપર વચનામૃતજીની બુક પડી હોય તેમાંથી કોઈ વચનામૃત કાઢીને વાંચવાનું કૃપાળુદેવ કહે, તે પત્ર મુમુક્ષુ વાંચીને સંતોષ પામે, અને પોતાના પર પ્રભુએ આજે કેવી કૃપા કરી એમ અહોભાવ વેદી સંતોષ પામીને જાય. તે વખતે કલોલથી શ્રી કુંવરજીભાઈ પ્રભુના દર્શને આવ્યા હતા. કૃપાળુદેવ સમીપે તે બુકમાંથી વચનામૃત વાંચી, જાણે મને કૃપાનાથે બોધ આપી કૃતાર્થ કર્યો છે, એવો ભાવ વેદતા. મુમુક્ષુ નમસ્કાર કરી બહાર નીકળી જતા. પરમાત્મા સમક્ષ - આજ્ઞાથી વચનામૃતો વાંચતા તેની અલૌકિક અસર થતી હતી. શ્રી અંબાલાલભાઈને પરમકૃપાળુદેવના નિર્વાણના સમાચાર મળતાં વિરહ વેદન થયું તે શ્રી કુંવરજીભાઈને લખી જણાવે છે. શ્રી કુંવરજીભાઈ જોગ, પ્રભુ તો વિકટ અરણ્યને વિષે નિરાધાર મૂકી ચાલ્યા ગયા, જે પ્રભુનો વિયોગ વારંવાર બ્દયમાં ભરાઈ જઈ કાંઈ સૂઝતું નથી. આખો દિવસ અને રાત્રી સ્ક્રય ભરાઈ જઈ આંખોમાંથી આંસુ વહ્યા કરે છે. હવે કોના આધારે જીવીશું? હે નાથ ! આ પામર પર આવો ગજબ કોપ કર્યો તે ઠીક નહીં : પામરને નિરાધાર કરી ચાલ્યા, હવે તો આપનો આધાર છે. લિ. અંબાલાલના સવિનય નમસ્કાર કૃપાળુદેવના નિર્વાણ બાદ પૂજ્ય ભાઈશ્રીને મળતાં પૂજય અંબાલાલભાઈએ સત્સંગની દુર્લભતાનું વેદન જણાવ્યું કે – મોક્ષમાર્ગ ગયો. હવે વિનય કોનો કરીએ – વિનય કરવા યોગ્ય પુરુષ હતા તે તો ચાલ્યા ગયા. સંતનો સંગ - સત્સંગ ૧) પહેલી ભક્તિ - નવધા ભક્તિ - જાણે કલ્પવૃક્ષ હેઠે બેઠા એ ભક્ત હૃયના સ્વામીને આતમના આરામીનો સત્સંગ સંવત ૧૯૪૬ માં પ્રથમ થયો. એ પરમ સત્સંગ થયો ત્યારથી સં. ૧૯૫૭ સુધી એટલે બાર વર્ષ સુધી પ્રિય પ્રભુનો સહવાસ રહ્યો ત્યાં સુધી તે ભક્ત, ભગવાનના ભાવે આશ્રિત રહ્યા. એટલે આત્મભાવથી સમયે સમયે તેમાં જ નિવાસ (વ. ૨૯૧ માં) નિર્દિષ્ટ વૃત્તિએ ઈચ્છતા હતા. વ. ૪૩ર માં તેમને જ ઉદેશીને લખ્યું છે તેમ વારંવાર એ જ પ્રભુને નજર સમક્ષ જોતા હતા. નિરખતા હતા. “હસતા રમતાં પ્રગટ હરિ દેખું રે,” એના દયમંદિરમાં રાજ્યોતિ જળહળતી હતી. એ દિવ્ય જ્યોતિએ એના જીવનને અજવાળી દીધું. એના ચૈતન્યની ચિનગારી પ્રગટાવી ને ભવ વિસ્તાર કરી દીધો. જન્માંતરના અસતુ સંસ્કારોને સત્સંગે દિલના વિચારો પલટાવી દીધા. કૃપાળુદેવ કહે છે – “સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે.” ૮૨

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110