Book Title: Aatmnishtha Dhruv Taro Ambalalbhai
Author(s): Bhavprabhashreeji
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 91
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ. શ્રી અંબાલાલભાઈ શ્રી સમયસારમાં બનારસીદાસે ભક્તિના નવ પ્રકાર બતાવ્યા છે. (૧) શ્રવણ (૨) કીર્તન (૩) ચિંતવન (૪) વંદન (૫) સેવન (૬) ધ્યાન (૭) લઘુતા (2) સમતા (૯) એકતા પૂજ્ય અંબાલાલભાઈએ પરમકૃપાળુ નાથની નવધા ભક્તિ જીવન પર્યંત અખંડ વૃત્તિથી ઉપાસી હતી. તેનાં ફળરૂપે સમાધિ મરણ પામી ભક્ત શબરીની જેમ આત્મારામ એવા શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના સ્વરૂપમાં સમાઈ ગયા છે. પરમકૃપાળુની કૃપાથી અનંતભવ એક ભવમાં ટાળવાનો ભગીરથ પુરૂષાર્થ કર્યો. એ આશ્ચર્ય સાથે આપણને અહોભાવ ઉત્પન્ન કરે છે. કૃપાળુદેવના નિર્વાણ પછીના વિરહકાળમાં તેમના ગુણે રંગાઈ ચેતના જાગૃત રાખી મુમુક્ષુને પણ ઉપકારભૂત થયા છે. પ્રભુભક્તના કાર્ય અગમ્ય હોય છે. એની મુખમુદ્રા બદલાય છે, પ્રેમતેજ મુખ પર અવનવું ઝળકે છે, તે પોતાની જાત ભૂલી જાય છે. મુશ્કેલીમાં પણ ચરણશ્રદ્ધા મક્કમ છે. શ્રી વચનામૃત ગ્રંથની પ્રથમવૃત્તિ સં. ૧૯૬૧માં પરમશ્રુત પ્રભાવક મંડળ તરફથી બહાર પડી તેમાં પૂજય અંબાલાલભાઈનો મુખ્ય સહકાર હતો. પરમકૃપાળુદેવે જ પરમશ્રુત પ્રભાવક મંડળનું કામ – જે જૂના શાસ્ત્ર સંશોધન કરવા, તેના અનુવાદ લખવા, શુદ્ધ અક્ષરથી ઉતારા કરવા, પાટણ - ખંભાત વિગેરેના જ્ઞાન ભંડારમાંથી શોધ કરવી – ખરીદવા વિગેરેની દોરવણી અંબાલાલભાઈને આપી હતી. કુટુંબ વ્યવહારની જવાબદારી છતાં એ કોઈની માયા મમતા તેના અંતરમાં ન હતી. એક જ ગુંજન - શ્રી રાજ નામ અને તેમની આજ્ઞા શિરોમાન્ય ગણી હતી. એ રીતે પ્રભુ વિયોગના – છ વર્ષના ગાળામાં પોતે પ્રભુને પોતાના કરી લીધા. પ્રેમ ભક્તિના પૂર પ્રવહ્યા તેથી હરિને હાથ કરી લીધા. શ્રી મરકન્દ દવે – સ્પેનના સંત જહોનના કાવ્યનો અનુવાદ કરતાં લખે છે :ઝંખા જુગ જુગની ધરી, હું તો ઊડ ચલી આકાશ જીવણ જોવાની સખી મુને એક જ આશ, મેં હરિને હાથ કરી લીધા મેરમ તો મોટા ધણી, અને અમે તણખલા તોલ પ્રીતમ તે પાયુ મુને, એવું શું અણમોલ હવે કહું ધડકતે ઢોલ, મેં હરિને હાથ કરી લીધા.” સમાધિ-સાધના પૂજ્ય અંબાલાલભાઈના ભાઈ શ્રી મોહનભાઈએ મોટા ભાઈના સમાધિ મૃત્યુનું આલેખન કર્યું છે. તે નીચે પ્રમાણે – ચૈત્ર વદ ૭ ને શુક્રવાર રાતના આશરે નવ વાગ્યાના સુમારે હું ત્યાં ગયો હતો તે વખતે પરમપૂજ્ય મોટાભાઈ અંબાલાલ બેઠા હતા. શનિવારે અગિયાર વાગતા સુધી તાવની સ્ટેજ સાજ શરૂઆત હતી. તે પછી શનિવારે કેશવની સાથે કહેવરાવ્યું કે મને તાવ આવ્યો છે માટે આવી જજો . CO GS,

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110