________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
“રાજકોટ થોડાક દિવસ સ્થિતિનો સંભવ છે.” થોડા દિવસ એટલે શું ? કેવો ગૂઢાર્થ, સાંકેતિક વાણી. પૂજ્ય અંબાલાલભાઈ રાગવશ સમજ્યા હોય કે કેમ ? પછી આગળના પત્રમાં કંઈક આશય સ્પષ્ટ થાય છે. “ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો, ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો - જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એ જ અભૂત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે.” - વ. ૯૫૧- આ અશરીરીભાવનું વેદન - અનુભવે છે. શ્રી પરમકૃપાળુદેવનો પૂજ્ય અંબાલાલભાઈ ઉપરનો છેલ્લો પત્ર છે.
- ખંભાત - શાળાના પુસ્તકો - પરમકૃપાળુદેવે ઘણા મુમુક્ષુઓને સશાસ્ત્ર ખરીદવાનું શિવમાં જણાવ્યું હતું. તેઓશ્રીની આજ્ઞા પ્રમાણે શ્રી પદમશીભાઈએ ખંભાત પુસ્તકશાળા માટે આ પુસ્તકો ખરીદી આપ્યાં હતાં તેનાં નામ ૧ શ્રી પ્રકરણ રત્નાકર ભાગ – ૪
૨ શ્રીપાળ રાસ ૩ યોગશાસ્ત્ર - શ્રી હેમચંદ્રાચાર્યકૃત
૪ શ્રી અધ્યાત્મ સાર પ વીશ સ્થાનકનો રાસ
૬ શ્રી તત્વાર્થ સૂત્ર ૭ શ્રી આચાર્ય હરિભદ્રાષ્ટક
૮ શ્રી દ્વાદશાનુપ્રેક્ષા ૯ શ્રી ધર્મ સર્વસ્વ અધિકાર
૧૦ શ્રી કર્મગ્રંથ ૧૧ શ્રી વિદુરનીતિ
૧૨ શ્રી પુનર્જન્મ
શ્રી રાજકોટ
વિ. સં. ૧૯૫૭ પોતાના પ્રાણાધાર પરમાત્માની શરીર પ્રકૃતિ અતિ ક્ષીણ થઈ ગયેલ હોવાથી પૂજય અંબાલાલભાઈ રાજકોટ પ્રભુ સેવામાં રહેવા આજ્ઞા મંગાવે છે, પરમકૃપાળુદેવને પૂછાવે છે. જેનો જવાબ લખવા પરમકૃપાળુદેવે શ્રી ધારશીભાઈને કહ્યું હતું કે તે અંબાલાલભાઈને પત્ર લખે, એટલે ધારશીભાઈ લખી જણાવે છે -
ભાઈશ્રી અંબાલાલ જોગ - ચૈત્ર સુદ પૂનમના રોજ આપને તથા મુનિઓને એક પત્ર લખવા પરમકૃપાળુ દેવશ્રીએ મને આજ્ઞા કરી હતી, તે મુજબ સેવાકાર્યથી પરવારી કાગળ લખી હું જ્યારે વંચાવવા લઈ ગયો ત્યારે શ્રી પરમકૃપાળુદેવ બોલ્યા કે, “- મારો કહેવાનો આશય ફરી ગયો છે” અમુક વાત પત્રમાં આશય બહાર લખાણી છે. તે પ્રમાણે ભૂલનો ઠપકો આપવાથી હું બહુ ખેદખિન્ન થયો હતો. તેની સાથે કેમ લખવું તે ફરી સૂચના થવાની હતી પરંતુ ફરીથી તે જોગવાઈ બની નહીં. હું મોરબી આવવા નીકળી ગયો. આ વાંચી અંબાલાલભાઈને શું વ્યથા વિયોગની થઈ હશે તે તેનું અંતર જાણે, પરંતુ એમ બનવામાં હરિઇચ્છા સમજી પ્રભુ વિરહમાં સતત ચિત્ત રાખી રહ્યા હતા.
૮૧