________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
જે
· - છગન, “તારા મન – વચન – કાયા અમોને અર્પણ કરો.” એટલે મેં કહ્યું – “મારાં મન, વચન, કાયા અને આત્મા તમોને અર્પણ છે” પછી પૂજ્ય અંબાલાલભાઈને કહ્યું કે – તને કહીશું કે, “ચાલો, અમારી સાથે (સંસાર છોડીને) પછી દુકાનનું કે ઘર વિગેરે કામનું જોવાનું નહીં રહે.” તેમ સારી રીતે પૂછ્યું કે “તમે મન - વચન - કાયા અર્પણ કરશો ?” ખરી રીતે કહેવરાવીને તે બંનેએ અર્પણ કર્યું પછી અપૂર્વ બોધ ચાલતો તેમાં અસંગપણાનો અને આત્મ ઉપયોગ વિષે બોધ હતો તે વેળાએ તો જાણે કૃપાળુદેવ વિષે દેહ જ ન હતો ને સાહેબજીને આત્માનો ઉપયોગ હતો. પરમકૃપાળુદેવે આ રીતે પોતાપણું કઢાવી નાંખ્યું. વળી એવું બોલ્યા કે હું અંબાલાલને કહીશ - “તને વચનામૃતજી મળશે.’
અમદાવાદથી જે દિવસે મુંબઈ પધારતા હતા તે વેળાએ સ્ટેશન પર વળોટાવવા પૂજ્ય પોપટલાલભાઈ, ભાઈબા, પૂજ્ય અંબાલાલભાઈ વિગેરે આવ્યા હતા – સ્ટેશન પર હાથ જોડી ઊભા રહ્યા. તે વેળા ઉદાસીનતાથી કહ્યું - “તમે અમારા જેવા ક્યારે થશો ?”
પૂજ્ય અંબાલાલભાઈએ ખંભાત જવા માંડ્યું તે વેળાએ પ્રભુએ તેને કહ્યું કે - “તું પોપટલાલભાઈ પાસે જઈને - સમાધાન સંતોષ કરીને જજે. ખંભાતમાં સુબોધક પુસ્તકશાળા સ્થાપી તેમાં દુકાને જે રળે તેનો તારે ચોથો ભાગ આપવો.’” એવું અંબાલાલને કહ્યું - પછી હા, એમ કહ્યું. ત્યારે ફરીને કૃપાળુદેવે કહ્યું, “જે આ સાલનો જે રળે - તેનો એક વરસનો કમાણીનો ચોથો ભાગ આપજે. અને બીજે વરસે તારી મરજી મુજબ આપજે” તે પ્રમાણે પૂજ્ય અંબાલાલભાઈએ કબુલ કર્યું હતું.
એકવાર પૂજ્ય માતુશ્રી દેવ માએ જણાવ્યું - મને તો બરાબર સમજણ નહીં, પણ ભાઈએ સમજણ પાડી કે આ સૂત્ર - શાસ્ત્ર ‘ઉત્તરાધ્યયન’તમારા ખર્ચથી મંગાવેલ છે, તે તમે મને વહોરાવો. તેથી મેં કૃપાળુદેવને વહોરાવ્યું. એક દિવસે અંબાલાલભાઈ સાથે માતુશ્રી દેવમા અને નાનાં માતુશ્રી ભાવસારની વાડીએ આવ્યાં. પરમકૃપાળુદેવે માતુશ્રી દેવમાને વ્રત લેવા માટે બાર વ્રત સંક્ષિપ્તમાં લખી આપ્યા હતાં અને ‘જ્ઞાનાર્ણવ’માંથી બ્રહ્મચર્યનો અધિકાર સંભળાવવા કહ્યું હતું તે પ્રમાણે શ્રી દેવકરણજીએ વાંચી સંભળાવ્યું. આ વખતે પૂજ્ય પ્રભુશ્રી અને પૂજ્ય અંબાલાલભાઈ બેઠા હતા. વાંચન પૂર્ણ થઈ ગયા પછી મુનિ દેવકર્ણજીએ માતુશ્રીને કહ્યું કે, “માતુશ્રી હવે આજ્ઞા આપો કે જેથી કૃપાળુદેવ સર્વ વિરતિને ગ્રહણ કરે અને ઘણા જીવોનો ઉદ્ધાર કરે.” માતુશ્રી બોલ્યા કે - “મને બહુ મોહ છે. તેમના ઉપરનો મોહ મને છૂટતો નથી.” માતુશ્રી કહે “શરીર સારૂં થયા પછી હું રજા આપીશ.” આટલી વાતચીત થયા પછી પૂ. અંબાલાલભાઈ અને દેવમાતુશ્રી તેમજ નાનાં માતુશ્રી આગાખાનના બંગલે ગયાં.
એક દિવસ પ્રભુશ્રીજી ભાવસારની વાડીથી સરસપુરના ઉપાશ્રયમાં આવ્યા. ત્યાં એક વખત રાત્રિના બાર વાગ્યા પછી અંબાલાલભાઈને કૃપાળુદેવની આજ્ઞા થવાથી સરસપુર આવ્યા અને તેમણે વાત કરી કે - આજે મારા પર પરમ ગુરૂએ અપૂર્વ કૃપા કરી છે અને મારો જે પ્રમાદ હતો તે આજે નષ્ટ કરાવ્યો છે. વળી જાગૃતિ આપી – “મૂળ માર્ગ કેવી રીતે હોવો જોઈએ” તે સંબંધે વ્યવહાર અને પરમાર્થ બંનેનું સ્વરૂપ મને આજે કોઈ અલૌકિક પ્રકારે સમજાવ્યું. સાથે પરમાર્થ પોષણ થાય એવા સદ્વ્યવહારનું
७८