Book Title: Aatmnishtha Dhruv Taro Ambalalbhai
Author(s): Bhavprabhashreeji
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 78
________________ આત્મનિષ્ઠ ધુવ તારો પૂ. શ્રી અંબાલાલાભાઈ વર્તતી હતી. તેઓશ્રીએ પૂ. અંબાલાલભાઈને ઘણી ત્વરાથી મકાન ભાડે લઈ ખંભાતમાં પુસ્તકશાળા સ્થાપવા જણાવ્યું. સાથે શ્રી ગાંડાભાઈના હસ્તે સ્થાપના કરવા જણાવ્યું. તે જ સમયે ધવલપત્ર પર સ્વહસ્તાક્ષરે ‘શ્રી સુબોધક પુસ્તકાલય' નામ રાખવા લખી જણાવ્યું. પ.કૃ. દેવે આ પવિત્ર પાવનકારી સંસ્થાના નિભાવ અર્થે ટીપ કરવાની શરૂઆત કરી શ્રી ગાંડાભાઈ ભઈજીભાઈને ટીપમાં રૂા. ૨૦૧ ભરવા માટે જણાવ્યું ત્યારે પ્રભુને કહ્યું આપ જે કહો તે કબુલ છે. પછી સં. ૧૯૫૭ના મહા સુદી પાંચમના દિવસે કુમારવાડાના નાકે બીજે માળે પ.કૃ. દેવે દર્શાવેલ નામાભિધાન સાથે “શ્રી સુબોધક પુસ્તકશાળાની સ્થાપના થઈ. ટીપમાં પૂ. અંબાલાલભાઈએ રૂા. ૧૦૦, સબુરભાઈએ રૂા. ૨૦ અને બાબરભાઈએ રૂા. ૧૬ આજ્ઞાથી ભરાવ્યા હતા. રણછોડભાઈ મોદીએ રૂા. ૧૦૦ અને ખીમચંદ લક્ષ્મીચંદે રૂા. ૫ પરમકૃપાળુદેવની આજ્ઞાથી પુસ્તકશાળામાં મોકલાવ્યા હતા. તે વખતે ટીપમાં રૂા. ૮૦૦ આશરે થયા હતા અને તે પુસ્તકશાળા માટે પુસ્તકો, અમદાવાદ - ભીમસિંહ માણેકને ત્યાંથી, આજ્ઞા કરેલ તે પ્રમાણે લાવ્યા હતા અને તે શાળાનું તમામ કામ પૂજ્ય અંબાલાલભાઈના હસ્તક ચાલતું હતું. આગાખાનને બંગલે - અમદાવાદ સં. ૧૯૫૭ એક દિવસ કૃપાળુદેવની સાથે પૂજય અંબાલાલભાઈ તથા છગનકાકા ઘોડાગાડીમાં બેસીને ફરવા પધાર્યા. ગામ બહાર મુનિ હતા ત્યાં અમો બંનેને ઉતાર્યા પછી પાછા વળ્યા. ગાડીમાં પૂજ્ય અંબાલાલભાઈ બહારની તરફ બેઠા. વળતીફેરે પૂજ્ય અંબાલાલભાઈએ કહ્યું કે તમે અંદર બેસો, પછી ચોપડીઓ લેવાને ઊતર્યા. ભીમસિંહ માણેકની દુકાને પુસ્તક લેવા રોકાણા - તે બપોરના બાર કે એક થઈ ગયો. કૃપાળુદેવ તેની ચોપડીઓ જુવે - તેમાં પ્રતાકાર આગળ-પાછળ બેય બાજુ વાંચતા ને તરત જ સાહેબજી કહેતા કે આ સૂત્ર લ્યો. શ્રી ભગવતિ સૂત્ર – શતક વિગેરે હતા. તેમાં ખૂબી એ કે જે જે ચોપડી લીધી તે પૂરી વાંચ્યા વિના એમને ખબર પડતી કે આમાં શું છે. સવારના આઠ વાગ્યે નીકળેલા હતા, પણ તે - ખંભાતની શાળા માટે ચોપડીઓ લેતાં કાંઈ જ શરીર-પ્રકૃતિ નરમ જ નથી તેવું આશ્ચર્યકારી જ લાગતું. એક દિવસ રાત્રે સાત વાગ્યાની આસપાસ આગાખાનના દરવાજા બહાર નીકળીને - હું તથા પૂજય અંબાલાલભાઈ શ્રી કૃપાળુદેવની સાથે જઈને એક ઝાડ નીચે બેઠા. તે વખતે ઉપદેશનો - અમરતનો મેઘ વરસતો હતો, તેમાં શ્રી મનસુખભાઈ રવજીભાઈ ત્યાં આવ્યા ને કૃપાળુદેવને કહે, ‘આવી ઠંડી વરસે છે ને આંહી કેમ બેઠા છો?' ત્યારે કૃપાળુદેવ કહે – “છગન, આ ટાણે અમૃતનો મેહ વરસે છે તેમાં અંતરાય થયો !” પછી મનસુખભાઈને દુઃખ ન લાગે માટે પૂજય અંબાલાલભાઈએ કહ્યું – હવે ચાલો, તે પછી કૃપાળુદેવ ઊઠ્યા. એમને શરદી જેવું કાંઈ ન હતું. વળી એક દિવસ પૂજ્ય અંબાલાલભાઈ, પૂજ્ય મનસુખ દેવશીભાઈ તથા પૂજ્ય પુંજાભાઈ ને હું એ ચાર જણને કહ્યું, તેમાં પહેલું મને કહ્યું ૭૭

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110