Book Title: Aatmnishtha Dhruv Taro Ambalalbhai
Author(s): Bhavprabhashreeji
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 76
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ. શ્રી અંબાલાલભાઈ વ. ૪૯૧માં તો સ્પષ્ટ લખ્યું છે કે, “તીર્થકર વારંવાર નીચે કહ્યો છે, તે ઉપદેશ કરતા હતા.” વાક્યની રચના ખૂબી ભરેલી છે કે - તીર્થકરે ઉપદેશ કર્યો હતો એમ ન કહ્યું પણ - ઉપદેશ કરતા તે અમે સાંભળતા હતા. તે વખત પોતે હાજર હતા એમ ભાવ નીકળે છે. આ સ્વાનુભવની વાત જીવની ભ્રમણા – શંકાઓ ટાળવા કહી દીધી. કૃપાળુદેવના વચનને પ્રામાણિકપણે આત્મહિતની દૃષ્ટિથી સમજી ઉપકારી કરી લઈએ એ જ ઈચ્છવા યોગ્ય છે. એક વચનને માન્ય કરીએ અને બીજાં વચનને અમાન્ય ગણીએ – (તેમાં ભૂલ જોઈએ) તો તેને અન્યાય કર્યો ગણાય. વીતરાગ વાણી તો અનંતનય ગર્ભિત છે, તેને એક નયથી વિચારીએ તો વિરોધ આવે, દોષ લાગે. જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે; અને અનુભવસહિતપણું હોવાથી આત્માને સતતુ જાગૃત કરનાર હોય છે.” - વ. ૬૭૯ માર્ગ જેને નથી પ્રાપ્ત થયો એવાં મનુષ્યો નયનો આગ્રહ કરે છે; અને તેથી વિષમફળ (મતભેદ)ની પ્રાપ્તિ હોય છે. કોઈ નય જ્યાં દુભાતો નથી એવાં જ્ઞાનીનાં વચનને અમે નમસ્કાર કરીએ છીએ.” માટે તે વાણીને આપણે મધ્યસ્થતાથી - અવિરોધપણે સમજવી જોઈએ ને પછી જેમ શ્રેય થાય તેમ આચરવું જોઈએ, એમાં શો વિવાદ હોય ? એ વિતરાગ વચનને વિવેક બુદ્ધિથી શ્રવણ – મનન - નિદિધ્યાસન કરવા શિક્ષા દે છે. કારણ કે એક વચન ઉસૂત્ર બોલાઈ જાય તો અનંત સંસાર પરિભ્રમણ થાય. એ વાત ભગવાને કર્મ સિદ્ધાંત પ્રરૂપ્યો તેમાં સ્વચરિત્રથી દઢ કરી છે, કે – “જો ભાઈ ! મને પણ કર્મ મૂકતાં નથી. તો તમને કેમ મૂકશે ?” ઢાળમાં કહે છે, “મરિશી કહે ધર્મ ઉભયમાં – તેણે વચને વધ્યો સંસાર, એ ત્રીજો કહ્યો અવતાર.” - શ્રી પરમકૃપાળુદેવે લખાવેલ પરમશ્રુત પ્રભાવક ફંડની વ્યવસ્થા સંબંધીનો ઉતારો કુલ તેર કલમમાં છે. જેમાંની ચાર કલમ અત્રે દર્શાવેલ છે. ૧) પાટણના જૈન ભંડારના પુસ્તકનું ભાષાંતર કરાવવું. ૨) ઉત્તમ એવાં નવીનશાસ્ત્ર રચવાનું બની શકે તો કરવું. ૩) પુસ્તકના ભાષાંતર માટે હાલ વાર્ષિક ખર્ચ – ૧OOO - નો રાખવો. એ વ્યાજમાંથી રૂપિયા ઉપયોગમાં લેવા. ૪) છપાવેલાં પુસ્તકોનો સંગ્રહ રાખવા વિષે અને વ્યવસ્થા કેવી કરવી તે વિષે અમદાવાદના કોઈ જિજ્ઞાસુભાઈને કામ સોંપવું. તે ખાતાનો હિસાબ તપાસવાનું કામ ભાઈ અંબાલાલને સોંપવું. શ્રી સુબોધક પુસ્તકશાળાનું નામાભિધાન - ખંભાત સં. ૧૯૫૭ સંવત ૧૯૫૭ના માગશર મહિનામાં પ.કૃ. દેવ અમદાવાદમાં આગાખાનના બંગલે બિરાજમાન હતા ત્યારે પૂ. શ્રી અંબાલાલભાઈ, પૂ. શ્રી નગીનદાસ ગુલાબચંદ તથા પૂ. ગાંડાભાઈ ભઈજીભાઈ પટેલ અમદાવાદ દર્શનાર્થે ગયા હતા. તે સમયે પ.કૃ. દેવની શરીરપ્રકૃતિ ઘણી નરમ 9૫

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110