________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
=
-
જવાબમાં કહ્યું હતું કે – “પરમ સશ્રુતના પ્રચારરૂપ એક યોજના ધારી છે, તે પ્રચાર થઈ પરમાર્થમાર્ગ પ્રકાશ પામે તેમ થશે.’’ સશ્રુતનું લીસ્ટ વચનામૃતમાં છાપ્યું છે તે સંબંધી કેટલાક મુમુક્ષુ એમ માને છે - કહે છે કે - કૃપાળુદેવે ફક્ત દિગમ્બર શાસ્ત્રોને જ સદ્ભુત કહ્યાં છે, શ્વેતાંબર આગમને નહીં, તે માન્યતા યથાતથ્ય નથી લાગતી. એ માન્યતા મતભેદ દૃષ્ટિથી કલ્પી હોય એમ બીજાં વચનામૃતો વિચારતાં સમજાય છે. વ. ૩૭૫માં કૃપાળુદેવ લખે છે કે – “તે ‘સૂત્રકૃતાંગ’ની રચના જે પુરુષોએ કરી છે, તે આત્મસ્વરૂપ પુરુષ હતા, એવો અમારો નિશ્ચય છે.” કૃપાળુદેવ જેને માટે દાવાનની છાપ આપે છે તો તેને કેમ ઉત્થાપાય ? કેમ કે “આત્મસ્વરૂપ પુરુષ આત્મસ્વરૂપાર્થે અત્યંત પ્રતીતિ યોગ્ય છે.’’ વળી ‘મોક્ષમાર્ગ પ્રકાશ' વાંચતાં પૂજ્ય દેવકરણજી મહારાજને શંકા થાય છે, તેના સમાધાનમાં વ. ૮૦૭ - માં પ્રકાશે છે. - “દિગંબર અને શ્વેતાંબરપણું દેશ, કાળ, અધિકારીયોગે ઉપકારનો હેતુ છે.” “મોક્ષમાર્ગ પ્રકાશ” માં વર્તમાન જિનાગમ કે જે શ્વેતાંબર સંપ્રદાયને માન્ય છે તેનો નિષેધ કર્યો છે, તે નિષેધ કર્તવ્ય નથી.’’ બીજી એક વાત વિચારવા જેવી છે - કૃપાળુદેવે મુમુક્ષુ પોપટભાઈ ગુલાબચંદને (ખંભાતના) શ્રી સુબોધક પુસ્તકશાળા માટે પુસ્તકો ખરીદવાનું કહ્યું છે, તેનાં નામ પણ આપ્યાં છે તો તે શું અસત્ શાસ્ત્ર કહી શકાય ? બાકી તો આત્મસિદ્ધિજી ગાથા ૯માં જોઈશું તો શાસ્ત્ર પણ સદ્ગુરૂ આજ્ઞાએ ઉપકારી કહ્યાં છે.
७४
“ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે.” વચનામૃતજીમાં તો ઠામ ઠામ એ આગમ વિષે, સૂત્રકૃતાંગ આદિ શ્વેતાંબર આગમના આદર સહિતનો ઉલ્લેખ છે. - વ. ૧૨૮. “શ્રી મહાવીરદેવને ગૌતમાદિ મુનિજન એમ પૂછતા હતા કે હે પૂજ્ય ! ‘માહણ’, ‘શ્રમણ’, ‘ભિક્ષુ’ અને ‘નિગ્રંથ’ એ ચાર શબ્દનો અર્થ શો છે, તે અમને કહો. તે અર્થ ત્યારપછી શ્રી તીર્થંકર વિસ્તારથી કહેતા હતા.’’
- ૧. ૪૪૮
પૂજ્ય અંબાલાલભાઈ ભગવતીજીના પાઠ માટે પૂછાવે છે ત્યાં કહે છે – “પાઠમાં બોધ ઘણો સુંદર છે.” કૃપાળુદેવ તો આત્મસ્વરૂપપુરુષ છે. હું કોઈ ગચ્છમાં નથી એમ સ્પષ્ટભાન આપ્યું છે, તે કેમ ભગવાનના મૂળમાર્ગમાં મતભેદ ઊભા કરે ? કારણ “ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે કે હૃદયને વિષે મૃત્યુથી અધિક વેદના થાય છે. સ્થિતિ કાં તમે જાણો છો કાં સ્થિતિ વીતી ગઈ છે તે જાણે છે, અને હિર જાણે છે.” - વ. ૨૭૭ - દિગંબર કે શ્વેતામ્બર બંને આગમ સત્શાસ્ત્ર જ છે. જિનના જ પ્રરૂપેલા છે. વ. ૭૫૫માં “તે દ્વાદશાંગના મૂળ ઉપદેષ્ટા સર્વજ્ઞ વીતરાગ છે.’’ એટલે તેનો આશય પ્રતીત કરવા યોગ્ય, સેવનીય જિનવાણી છે એમ સમજવું. ઉપદેશ છાયા બેમાં “– સિદ્ધાંતના બાંધા વિષે એમ સમજવું કે આપણી બુદ્ધિ ન પહોંચે તેથી તે વચનો અસત્ છે એમ ન કહેવું; કારણ કે જેને તમે અસત્ કહો છો તે શાસ્ત્રથી જ પ્રથમ તો તમે જીવ, અજીવ એવું કહેતાં શીખ્યા છો; અર્થાત્ તે જ શાસ્ત્રોને આધારે જ તમે જે કાંઈ જાણો છો તે જાણ્યું છે; તો પછી તેને અસત્ કહેવાં તે ઉપકારને બદલે દોષ કરવા બરાબર ગણાય.” “વળી શાસ્ત્રના લખનારાઓ પણ વિચારવાન હતા; તેથી તે સિદ્ધાંત વિષે જાણતા હતા. મહાવીરસ્વામી પછી ઘણે વર્ષે લખાણાં છે માટે અસત્ કહેવાં તે દોષ ગણાય.”
..