Book Title: Aatmnishtha Dhruv Taro Ambalalbhai
Author(s): Bhavprabhashreeji
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 84
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ. શ્રી અંબાલાલભાઈ ૨) બીજી ભક્તિ - શ્રવણ - હરિ કથામાં પ્રેમ કેવો હતો ? જેમ “મન મહીલાનું વ્હાલા ઉપરે” તેમ બીજાં કાર્યો કરતાં પરમાત્માના અલૌકિક સ્વરૂપનું આકર્ષણ રહેતું તેથી ઘડી ઘડી મન સત્સંગમાં દોડી જતું. વ. ૧૨૧ માં પ્રભુએ કહ્યું તેમ – “તે ધાર્મિક કથા મુખ્ય કરીને તો સત્સંગને વિષે જ રહી છે.” એથી તત્ત્વશ્રધ્ધા જન્મે છે. તેઓ મુમુક્ષુભાઈઓ સાથે પ્રભુના ગુણગ્રામ, તેના મહાભ્યની કથા-વાર્તા કરતાં પ્રેમ ઊભરાતો, ગોપી બની જતા ને માધવ લ્યો, કોઈ માધવ લ્યો, હરિરસ પીવા જેવો છે. તે મગન થઈને પી લ્યો, પી લ્યો, એમ કહેતા. એની આંખમાંથી મુખમાંથી અરે ! સાંધે સાંધે રસ સંચરતો. એ કથામૃત ભવ સંતાપ બુઝાવનારૂં – સ્વપરને પ્રિય થઈ પડ્યું હતું. રસ ભીના થઈને ગુણગાન ગાતાં હરિકથા કરતાં જીવનના ખોટા વિચારનું પાનું ફેરવી નાંખે છે. “જસ ગુણકથા ભવવ્યથા ભાંજે” - પૂજય યશોવિજયજી મહારાજ પ્રભુના પ્રેમી જનને હરિ કથા કરતાં આનંદના સરોવર જેવી ટાઢક હૈયે થાય છે. એ સરોવરમાં ડૂબકી દઈ મોજ માણે છે. જ્ઞાન કથા, ભગવત્ કથાથી મનની મૂંઝવણનો ઉકેલ મળે છે. માયામય સંસારનો થાક ઉતારે છે, છેવટે સત્ કથાનો રસપ્રેમ આપણને પરમાત્માના દ્વારે પહોંચાડે છે. પરમકૃપાળુ દેવ કહે છે - “માર્ગના દ્વાર પર આવી પહોંચેલાને વિલંબ નહીં હશે.” વ. ૫૪ ૩) ત્રીજી ભક્તિ - ગુરૂચરણ સેવા અભિમાનરહિત બની : - પૂજ્ય અંબાલાલભાઈ વ્યવહાર શિક્ષણમાં વકીલનું ભણ્યા હતા. નાતના સંઘવી શ્રીમંતના શ્રેષ્ઠી પુત્ર છતાં રસોઈયા બની રાજચરણ સેવામાં તત્પર રહેતા. લૌકિક મોટાઈ એને ન નડતી. લોકલાજ આડી ન આવતી. એના ભગવાનની રીઝમાં પોતાની રીઝ માનતા હતા. શ્રી રાજચરણના એ ખરેખરા અનુરાગી હતા. એની હૈયાની ઉકલત - ચતુરતા એવી કે આ તો માનવદેહે પરમાત્મા છે એવું અંતર જાગી ગયું હતું. સંસારના ત્રિવિધ તાપમાં એને પ્રેમ સમાધિ લાગી જતી. સતુ ચરણમાં ભ્રમણાઓ બધી ભાગી જવાથી જન્મની-જીવનની સાર્થકતા લાગતી. ચરણોદકની મહામૂલી ઔષધિનું સેવન કરતાં ભવરોગ મટાડે છે. અંતે તે પરમાત્માની ગતિને પિછાણી લે છે. “હું” ને “મારા”નો પડદો તૂટી જાય એટલે એ જ એની સાધનાનો અંત – સાધ્ય પ્રભુ સાંપડતાની સાથે એ જ એક લક્ષ – પ્રવાહ ચાલે છે. “ચરણ જહાજે પામીયે, અક્ષય શિવનગરનું રાજ રે, ભવતારણો ભગવંત રે.” - પૂ. દેવચંદ્રજી મહારાજ ૪) ચોથી ભક્તિ - કપટનો ત્યાગ કરીને પ્રભુના ગુણોનું ગાન કરવું. “જેના ગુણગ્રામ કરવાથી જીવ ભવમુક્ત હોય છે.” - વ. ૩૯૯ - “અસારભૂત વ્યવહાર સારભૂત પ્રયોજનની પેઠે કરવાનો ઉદય વર્યા છતાં જે પુરુષો તે ઉદયથી ક્ષોભ ન પામતાં સહજભાવ સ્વધર્મમાં નિશ્ચળપણે રહ્યા છે.” - વ. ૭૮૮ - એવા મારા સહજાન્મસ્વરૂપ સ્વામી શ્રી રાજચંદ્ર દેવ

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110