Book Title: Aatmnishtha Dhruv Taro Ambalalbhai Author(s): Bhavprabhashreeji Publisher: Subodhak Pustakshala View full book textPage 9
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ. શ્રી અંબાલાલભાઈ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાંથી લાવેલા અને પૂ. શ્રી અંબાલાલભાઈ ભાવનગરથી આત્માનંદ સભાના મેમ્બર બનેલા એટલે શ્રી ત્રિષષ્ઠી શલાકાપુરૂષ ચરિત્ર, જૈન કથા રત્નકોષ, ભાવનગર સભાએ મોકલાવેલ છે. જ્ઞાન પિપાસુઓને વીતરાગના શ્રુતજ્ઞાનનો લાભ લેવા, શ્રવણ મનન કરવા, એ સુબોધને અનુસરવા, ઉમંગી થવા આ સુબોધક પુસ્તકાલયની શ્રુતજ્ઞાનની પરબ શ્રી પરમકૃપાળુદેવે માંડી છે. તે સત્કૃતના પરિચયથી, અભ્યાસથી, સંસારતાપથી બચી જીવ શીતળ થાય એવા હેતુએ આ શાળાનો જ્ઞાનભંડાર એકત્રિત થયેલ છે. જેમાં પ્રભુની કૃપા અને પ્રેરણા આશિર્વાદરૂપ છે. ૫) વિશેષમાં શ્રી પરમકૃપાળુદેવના ઓરીજીનલ પગલાં જે પૂ. શ્રી રણછોડભાઈને ઘરે દીધેલાં તે પગલાંની ચાંદીમાં બનાવેલ પ્રતિકૃતિ અત્રે દર્શનાર્થે રાખવામાં આવેલ છે. ૬) સંવત ૧૯૬૧ના શ્રી પરમશ્રત પ્રભાવક મંડળ તરફથી પ્રથમ પ્રગટ થયેલ શ્રી વચનામૃતજી ગ્રંથ ચાંદીના પૂંઠા સહિત સુશોભિત છે. ૭) પૂજ્ય શ્રી અંબાલાલભાઈની ભક્તિથી મેળવેલા પરમકૃપાળુદેવના થોડાંક મૂળ ઓરીજીનલ પોસ્ટકાર્ડ તે સમયના સંભાળપૂર્વક સન્માનથી સાચવી રાખેલા છે. ૮) શ્રી પરમકૃપાળુદેવ પૂ. શ્રી છોટાભાઈને ત્યાં (હાલમાં જે ‘રાજછાયા'ના નામે ઓળખાય છે) પધારેલા, અહીં ૧૮ દિવસ સ્થિરતા કરી હતી તે વખતે ઉપયોગમાં લીધેલ સ્મૃતિ ચિન્હરૂપ પલંગ શાળામાં મૂકેલ છે. આ શાળાની મૌલિકતા એ છે કે જેના દર્શનથી શ્રી પરમકૃપાળુ સગુરૂદેવની જીવંત છાયાનો અને પરમાણુના સ્પર્શનો અનુભવ થાય છે. પરમકૃપાળુદેવમાં નિષ્ઠા ધરાવનાર અને શ્રોતાગણને પ.કૃ. દેવમાં શ્રધ્ધા-ભક્તિની દઢતા કરાવનાર આજીવન બ્રહ્મચર્યવ્રતધારીપણે પવિત્ર જીવન ગાળનાર પૂ. શ્રી પ્રકાશભાઈ ડી. શાહે પોતાની આત્મહિત સાધનામાંથી અવકાશ મેળવી તેમજ સ્વપર હિતકારી સત્સંગ-સ્વાધ્યાય આદિ ધર્મકાર્યોમાં સહભાગી બની ઉત્સાહ આપનાર પૂ. શ્રી પ્રકાશભાઈએ પોતાનો અમૂલ્ય સમય ફાળવી આ લઘુ પુસ્તિકામાં ટૂંકી પણ શ્રદ્ધાપૂરક પ્રસ્તાવના અમારી વિનંતીથી લખી આપી અમોને જે સહકાર આપ્યો છે અને જે ઉપકૃતિ સ્વભાવનું દર્શન કરાવ્યું છે તે માટે અમો ટ્રસ્ટીગણ તેઓશ્રીના ઋણી છીએ અને તેઓશ્રીનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. આ ગ્રંથનું પ્રિન્ટીંગ કામ કરનાર અમૃત પ્રિન્ટર્સનો પણ અમો આભાર માનીએ છીએ. બાકી જે કોઈ મુમુક્ષુ ભાઈ-બહેનોએ આ પુસ્તક તૈયાર કરવામાં જે કાંઈ સાથ-સહકાર આપ્યો છે તે બદલ તે સહુનો પણ આભાર માની વિરમીએ છીએ. શ્રી સુબોધક પુસ્તકશાળા ટ્રસ્ટ મંડળ અમૃતલાલ જે. શાહ પ્રમુખ હરિભાઈ પી. ભાવસાર સેક્રેટરી ચંદ્રકાન્ત એસ. ઝવેરી ઉપપ્રમુખ મહેશભાઈ એમ. ભાવસાર સહસેક્રેટરીના નવિનચંદ્ર બી. શાહ નાણામંત્રી જય સદ્ગુરૂવંદનPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 110