________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
વિગેરે સમીપમાં બેઠા હતા. ઘણા વખત સુધી પોતે મૌન રહ્યા. સફેદ અંગરખુ પહેરેલ હતું અને જાણે પરમ યોગી દેખાતા હતા. થોડીવાર પછી બોલ્યા કે – “જ્ઞાની પુરૂષ ૫૦ કે તેથી વધુ માણસ બેઠા હોય તે વખતે એમ જાણતા હોય કે આમાંથી આટલા જીવ જરૂર આટલા ભવે બોધ પામશે, જ્ઞાન પામશે તથા અમુક અમુક જીવોની ભવિષ્યમાં આમ ગતિ થશે. ઇત્યાદિ વ્યાખ્યા કરી હતી.’ એક વખત કૃપાળુદેવે કહ્યું કે - “અંબાલાલને વિનય ભક્તિથી લબ્ધિ પ્રાપ્ત થઈ છે, અને તે તમો બધા કરતાં ચડિયાતા છે.’’
શ્રી અંબાલાલભાઈમાં ઉદારતાનો ગુણ સારો હતો અને શ્રી કૃપાનાથના સમાગમથી તેમની દશા અદ્ભૂત વર્તતી હતી. પરમકૃપાળુદેવની ભક્તિ તેમણે અનન્ય કરી હતી. જેમ પતિવ્રતા સ્ત્રી ભક્તિ કરે એવી અખંડ પ્રેમ - વિનયથી ભક્તિ કરતા હતા. નિદ્રા લે નહીં - પાંગથે રાતના બેસતા હતા અને પગ તળાંસતા હતા. ત્યાંના ત્યાં જ સૂઈ રહેતા હતા. તેમનામાં વિનય ગુણ અનન્ય હતો. પ્રભુ પ્રત્યેનું પરમ દૈન્યત્વ - દાસીભાવને વરેલ હતા એટલે રસોઈ પણ પોતે જ કરતા હતા. તેમનામાં રસોઈની આવડત હતી - વિશેષ પ્રકારે સારી આવડત હતી. પૂજ્ય અંબાલાલભાઈ એકાંતવાસમાં હંમેશ - અસંગ ભાવે ઊઠતા-બેસતા હતા. અને રાત-દિવસ “મહાદિવ્યા કુક્ષિરત્ન” એ શ્લોકનું રટણ કરતા હતા.
તેમનો વિનય જોઈને મુમુક્ષુઓમાં માંહો માંહે વાત થતી કે જગતમાં બીજે સ્થળે જોવા ન મળે તેવો ભક્તિભાવ તેમનામાં છે. ઘણા પ્રેમથી મુમુક્ષુ એકબીજાને ચાહતા હતા. પૂજ્ય અંબાલાલભાઈના પ્રતાપથી મુમુક્ષુઓમાં વિનય ગુણના બીજ રોપાયેલ છે.
પૂ. અંબાલાલભાઈની મોક્ષમાર્ગની અધિકારીતા જાણી મુખ્ય ઉપાય સ્પષ્ટ દર્શાવે છે. “આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈપણ મુખ્ય ઉપાય હોય તો આત્મારામ એવા જ્ઞાનીપુરૂષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિયોગરૂપ સંગ છે.’’ - વ. ૪૩૨. જે માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિ કાળથી પરિભ્રમણ કર્યુ છે તે પ્રત્યે પ્રભુએ અંગુલીનિર્દેશ કર્યો છે કે - “વારંવાર તે પુરૂષરૂપ ભગવાનને પરમપ્રેમે ભજવા યોગ્ય છે.’’
ધર્મનો મૂળ પાયો શ્રી વીરે શ્રદ્ધાને કહ્યો છે. તે શ્રદ્ધા - નિષ્ઠા સબળ કરવા ૫.કૃ.દેવ ભલામણ કરે છે. જે નીચે જણાવેલ વચનામૃતથી પ્રતીત થવા યોગ્ય છે.
“સત્ શ્રદ્ધા પામીને જે કોઈ તમને ધર્મ નિમિત્તે ઇચ્છે તેનો સંગ રાખો.’’ - વ. ૧૭૧. “સત્પુરૂષની શ્રદ્ધા વિના છૂટકો નથી. સત્સંગની વૃદ્ધિ કરશો.” - વ. ૧૭૪
“પરમ સમાધિ છે. તમારા બધાનો જિજ્ઞાસુ ભાવ વધો એ નિરંતરની ઇચ્છા છે.” - વ.
૧૭૫
“તમારાં પ્રશ્ન મળ્યાં. યોગ્ય વખતે ઉત્તર લખીશ. આધાર નિમિત્તમાત્ર છું. તમે નિષ્ઠા સબળ કરવાનું પ્રયત્ન કરો એ ભલામણ છે.’ - વ. ૧૮૪
39