Book Title: Aatmnishtha Dhruv Taro Ambalalbhai
Author(s): Bhavprabhashreeji
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 69
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ.શ્રી અંબાલાલભાઈ એક દિવસ પૂજ્ય ભાઈશ્રીને વૃત્તિ થઈ કે પ્રભુ સાથે બહાર ફરવા જવાની રજા આપે તો સારૂં. પરમકૃપાળુદેવે તે વિચાર જાણી લઈ પૂજ્ય અંબાલાલભાઈને કહ્યું કે - પોપટભાઈને કહો કે તમો સાથે ચાલો - પ્રભુની આજ્ઞા મળી છે. એક દિવસ વસો ગામ બહાર રાયણના વૃક્ષ તળે શ્રી મલ્લિજિન સ્તવન – ‘સેવક કિમ અવગણીએ’ - તેના વિશેષાર્થ પોતે અલૌકિક રીતે કર્યા પછી ત્યાંથી આનંદની ધૂનમાં ગાથા બોલતા ગામ તરફ સીધાવ્યા, “રાગીશું રાગી સહુ રે, નિરાગીશો રાગ,” અને મનહર પદમાંથી - “જેનો કાળ તે કિંકર થઈ રહ્યો,” એ પદ આકર્ષક અવાજથી મોટા સૂરથી બોલતા હતા અને પ્રેમાવેશમાં બીજાના હૃદયમાં પણ દિવ્યાનંદનો સંચાર થાય અને હૃદય પ્રેમથી છલોછલ ઊભરાઈ જાય એવા આનંદ સહિત ગામમાં પધાર્યા. તેઓશ્રીની પાછળ મુનિઓ ને તેની પાછળ મુમુક્ષુ ભાઈઓએ ઉતારે પ્રવેશ કર્યો, ત્યાં એક માસ પૂર્ણ રહ્યા. પરમગુરૂના યોગબળથી વૈરાગ્ય-ભક્તિના કાવ્યો તેઓશ્રીની સમક્ષ ગવાતા ત્યારે ચોપાસ શાંત-વૈરાગ્યમય વાતાવરણ થતું. પૂજ્ય અંબાલાલભાઈના કર્ણમાં તે સૂર ગૂંજ્યા કરતા, ત્યાંથી ખસવું ન ગમતું. ઉત્તરસંડા SC નડીયાદ અને ઉત્તરસંડાની વચમાં નિવૃત્તિ માટે યોગ્ય સ્થળની ગોઠવણી થઈ એટલે પૂજ્ય અંબાલાલ, શ્રી લહેરાભાઈ અને મોતિલાલ એ ત્રણની સાથે કૃપાળુદેવ ઉત્તરસંડાને બંગલે ‘વનક્ષેત્ર’ પધાર્યા. પંદર દિવસ સુધી શ્રી અંબાલાલભાઈ સેવામાં રહ્યા અને રસોઈ વિગેરેની બધી વ્યવસ્થા પોતે કરી. પરંતુ પ્રભુને તદ્દન એકાંત નિવૃત્તિમાં શ્રી જિનકલ્પની સાધના કરવાની હતી. પૂજ્ય અંબાલાલભાઈ રસોઈનો સામાન, ગાદલા-વાસણ વિગેરે ખંભાતથી લાવ્યા હતા તે બધું જ પરત લઈ જવાની આજ્ઞા કરી, એક મોતિલાલને સેવામાં રાખ્યા. પૂજ્ય અંબાલાલભાઈ બંગલો ખાલી કરી બધો સામાન ગાડામાં ભરાવી લઈ નડીયાદ ગયા. શ્રી મોતિલાલભાઈને સૂચના આપતા ગયા હતા કે રાત્રે બે-ત્રણ વખત પ્રભુની તપાસ રાખતા રહેજો. પછી મોતિલાલે પૂછ્યું. પ્રભુ ! ખાવા-પીવા માટે કેમ છે ? પરમકૃપાળુએ કહ્યું - “તમે નડીયાદ જાઓ. તમારાં બાઈને નવરાવીને રોટલી તથા શાક કરાવજો. વાસણ લોખંડનું વાપરે નહીં અને શાક વિગેરેમાં પાણી તથા તેલ નાંખે નહીં.” આમ જિનકલ્પીવત્ ધ્યાન મુદ્રામાં રહેતા. મચ્છર કરડતા તો પણ અડોલ રહેતા. આ વનક્ષેત્રે બે રૂપિયા ભાર રોટલી તથા થોડું દૂધ વાપરતા. આ વનક્ષેત્રે વર્તતા મહાત્મા અદ્ભુત યોગિન્દ્ર પરમ શાંતશીતળ બિરાજે છે એવી નિઃસંગદા વર્ણવતા હતા. ખેડા શ્રી પરમકૃપાળુદેવના સમાગમમાં શ્રી છોટાભાઈ, નગીનભાઈ, ગાંડાભાઈ, પૂજ્ય ભાઈશ્રી વિગેરે ખેડા ગયેલા. પૂજ્ય અંબાલાલભાઈ કૃપાળુદેવની સાથે જ આવ્યા હતા. લલ્લુભાઈ ત્યાંથી વિદાય થતી વેળા પ્રભુ પાસે રજા મેળવવા ગયા હતા. તે વખતે મનમાં એમ થયું કે પરમાત્માના દર્શન માટે ચિત્રપટ મળી શકે તો સારૂં એટલે પ્રભુ પાસે જઈ નમસ્કાર કરી ઊભા રહ્યા એટલે પરમકૃપાળુદેવે જણાવ્યું કે ‘કેમ ચિત્રપટ જોઈએ છે ?’ લલ્લુભાઈએ - હા, જી કહ્યું - કૃપાળુદેવે જણાવ્યું કે જાવ,

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110