________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
“અમુક સગ્રંથો લોકહિતાર્થે પ્રચાર પામે તેમ કરવાની વૃત્તિ જણાવી તે લક્ષમાં છે.......કેવળ અંતર્મુખ થવાનો સત્પરષોનો માર્ગ સર્વ દુઃખક્ષયનો ઉપાય છે. પણ તે કોઈક જીવને સમજાય છે. .....હે આર્ય ! અંતર્મુખ થવાનો અભ્યાસ કરો.” શ્રી પરમકૃપાળુદેવ શ્રી પર્યુષણ નિવૃત્તિ અર્થે મુંબઈથી નીકળી શ્રી કાવિઠા પધારે છે તે વિષે વવાણિયા લખે છે. શ્રાવણ વદ - ૯ - ૧૯૫૪ બુધવારની રાત્રિએ મુંબઈથી નિવૃત્ત થઈ ગુરૂવારે સવારે આણંદ આવવાનું બન્યું હતું, અને તે જ દિવસે રાત્રિના આશરે ૧૧ વાગ્યે અત્રે આવવું થયું. અહીં ૧૦ થી ૧૫ દિવસ પર્યત સ્થિતિ થવાનો સંભવ છે. - વ. ૮૪૨ આ સમયે પૂ. અંબાલાલભાઈ ત્યાં હાજર રહે છે.
વસો
વિ. સં. ૧૯૫૪ કાવિઠાથી પ્રભુશ્રી પર શુભ સમાચાર આવ્યા કે શ્રી પરમકૃપાળુદેવ - કાવિઠા ક્ષેત્રથી નડીયાદ ઊતરી વસો પધારશે. બાદ પરમકૃપાળુ તથા અંબાલાલભાઈ શ્રી નડીયાદ સ્ટેશને ઊતરી વસોના વાહનની રાહ જોયા વગર બેલગાડીમાં બેસી વસો તરફ વિદાય થયા, તેને રથ સામો મળતાં પૂજ્ય અંબાલાલભાઈએ પૂછ્યું કે આ રથ ક્યાં જાય છે? અત્રે પરમકૃપાળુદેવ પધાર્યા છે તેમને લેવા. બાદ રથમાં બિરાજી ગામમાં પધાર્યા. કાવિઠામાં પર્યુષણ પર્વ કરી શ્રી વસો મુકામે ભાદરવામાં પધાર્યા હતા. ત્યાં શ્રી નવલખાના ડેલામાં ઊતર્યા હતા. પ્રભુશ્રીજીનું ચાતુર્માસ ત્યાં જ હતું. તેમની ખાસ વિનંતીથી એક માસની સ્થિરતા કરી હતી. ત્યાં પરમકૃપાળુદેવના મુખથી અપૂર્વ બોધ થતો હતો. ત્યાં દરેકને વ્રત - નિયમો લેવા માટે પરમકૃપાળુદેવ આજ્ઞા કરતા હતા અને પચ્ચકખાણ કરાવવા માટે પૂજ્ય મુનિશ્રી પાસે સઘળાઓને મોકલતા હતા. સાત વ્યસનો સંબંધી ઘણો જ બોધ કરતા હતા. દરેકને તેનો ત્યાગ કરાવ્યો હતો. વસોમાં નગીનદાસ ગુલાબચંદ, પૂજ્ય પોપટલાલભાઈ, પૂજય અંબાલાલભાઈ, પૂજ્ય સુખલાલભાઈ, પૂજ્ય વનમાળીભાઈ વિગેરે પચાસ ભાઈઓ બહારગામથી આવ્યા હતા. સમાગમમાં આવેલા મુમુક્ષુ ભાઈઓ તેમજ પરમકૃપાળુદેવ પોતે એક વખત આહાર કરતા. અમે મુનિઓ બે વખત આહાર લેતા, તેથી લજ્જા આવી અને એક ટંક આહાર લેવાનો વિચાર કર્યો. આ વખતે પૂ. અંબાલાલભાઈનું સ્વાભાવિક ઉપાશ્રયે આગમન થયું, તેમને વાત જણાવી ત્યારે પૂ. અંબાલાલભાઈએ કહ્યું - પરમકૃપાળુદેવ અત્રેથી પધાર્યા પછી એક વખત આહાર ગ્રહણ કરજો . હાલ આહાર-પાણી કરીને તુર્ત જ પરમકૃપાળુદેવના સમાગમમાં આવવાનું થાય છે તેથી પ્રમાદ ન થાય તેમ સૂક્ષ્મ આહારનું રાખવું. બપોરના કૃપાળુદેવ પાસે જતાં પ્રભુએ આજ્ઞા કરી કે – “હાલ અમે કહીયે તેમ કરો - હવેથી એક જ ટંક આહાર લેશો.” એક રાત્રિએ બધા મુમુક્ષુઓને પ્રભુએ અંબાલાલભાઈ અને ભાઈશ્રી સર્વેને સમી સાંજથી ઊભા રહેવાની આજ્ઞા કરી, તે બધા હાથ જોડી સામે ઊભા રહ્યા. આખી રાત નવથી પરોઢીયે પાંચ વાગ્યા સુધી બોધ ચાલ્યો હતો. બીજે દિવસે જમવાનું આમંત્રણ થતાં બોધમાં રસના ઈન્દ્રિય પર વિવેચન ચાલ્યું કે “રસલોલુપી ન થવું.”
ઉ9