________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
તે સમયની પૂજ્ય સોભાગભાઈની આત્મદશાનું માહાત્મ્ય અને પોતાને થયેલ લાભનું વર્ણન પરમકૃપાળુદેવને પત્રથી મુંબઈ જણાવે છે.
લિ. અલ્પજ્ઞ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર.
જેઠ વદી ૮ ભોમ સં. ૧૯૫૩ના સાંજે છ વાગ્યે સાયલે જઈ પૂજ્ય સોભાગભાઈના પવિત્ર દર્શનનો કલ્યાણકારી લાભ મેળવ્યો હતો. એ પવિત્રાત્માની એક નિષ્ઠા અને આત્માની શુદ્ધ જાગૃતતા જોઈ વારંવાર આશ્ચર્યવંત થાઉં છું. ધન્ય છે એવા ધર્માત્માને. મારા પ્રત્યેની તે પુરૂષની દયા અને અનુકંપા જોઈ હું બહુ જ આનંદ પામું છું, પણ ચાર દિવસ અગાઉ જવાનો જોગ બન્યો હોત તો બહુ જ આનંદ થાત એટલું જરા ખેદ રહે છે. એક જ સદ્ગુરૂનું સ્મરણ - ચિંતવન - ધ્યાન એ તો એક
જ આત્મામાં પ્રકાશ્યું હતું. ૧૦ ને ૪૮ મિનિટે મેં સ્મરણ આપ્યું તે વખતે ઈન્દ્રિયો સાવ મંદ પડી ગઈ હતી અને જાણે આત્મા જ બોલતો હોય તે રીતે ભાષણ કર્યું. “હા. સહજાત્મ સ્વરૂપ. મારો એ જ ઉપયોગ છે. હું સમાધિમાં છું. તું સમાધિમાં રહેજે. હવે મને કંઈ કહીશ નહીં. કારણ તું જે બોલે છે તેમાં મારે ઉપયોગ દેવો પડે છે, તેથી ખેદ રહે છે. વધુ શું લખું. ખચિત મારે પૂજવા યોગ્ય – સ્મરણ કરવા યોગ્ય એવા ધર્માત્માનો વિયોગ થવાથી અને તેમના ઉત્તમોત્તમ ગુણો સાંભરી આવવાથી હૃદય ભરાઈ જાય છે. લિ. અલ્પજ્ઞ.
છેલ્લે સોભાગભાઈ કૃપાળુદેવને લખે છે કે મને આત્મસિદ્ધિ ટીકા - અર્થની ચોપડી અને અંબાલાલ પાસે આપના ઉપદેશ પત્રોની પ્રત છે તે મોકલવા કૃપા કરશો. અને - ૪ દિવસ અંબાલાલ વેલા આવે તો આત્મસિદ્ધિજીના આપના શ્રી મુખે તેણે ધારેલા અર્થ પણ મારે તેની પાસેથી સાંભળવા છે, કાને થોડું સંભળાય છે ત્યાં સુધી ધારી શકું, કેટલાક ખુલાસા થઈ શકે.
જુઓ ! પ્રભુના હૃદય સખા, વયોવૃદ્ધ, જ્ઞાન વૃદ્ધની કેવી જ્ઞાન પિપાસા અને સરળતા - નમ્રતા. આપણે સર્વેએ સંભારી આત્મગુણ ક૨વા યોગ્ય છે. વળી અંબાલાલભાઈને પોતાના આત્મિય જન માને છે તેથી કૃપાળુદેવની પાસેથી લાભ અપાવવા જાણે વકીલાત કરતા હોય તેમ લખે છે કે અંબાલાલ શિષ્ય પરખવા જેવો રહ્યો નથી તો આપે તેને બોધબીજ આપ્યું હશે, નહીં તો આંહી આવે ત્યારે હું કરાવું.
આવા હરિના પ્રેમીજનની જોડ અખંડ રહો.
પૂજ્ય સોભાગભાઈના દેહવિલયના ખબર મુંબઈ પૂજ્ય અંબાલાલભાઈએ તારથી આપ્યા
હતા.
કાવિઠા
વિ. સં. ૧૯૫૪
પૂજ્ય અંબાલાલભાઈ નિવૃત્તિમાં પ્રભુ સાથે રહે અને પ્રભુ મુંબઈમાં બિરાજતા હોય ત્યારે પ્રેમ સંબંધ પત્ર દ્વારા અવિહડ રાખે છે. મોક્ષમાળા વિગેરે ગ્રંથોનો પ્રચાર લોકહિત માટે થાય તેમ વિનંતી કરે છે તેના જવાબમાં પ્રભુ દર્શાવે છે કે -
પ