________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
કરવા જેટલોય પરિશ્રમ નથી.” એમ પરમકૃપાળુદેવે પ્રકાણ્યું હતું.
ધરમપુર
વિ. સં. ૧૯૫૬ સંવત ૧૯૫૬માં રેવાશંકર જગજીવનની કંપની સાથે નગીનદાસને ચોખાનો વેપાર ચાલતો હતો. વ્યવહાર કામ માટે ત્યાં રોકાયા હતા તે વખતમાં પૂજ્ય અંબાલાલભાઈ પણ ત્યાં જ પ્રભુની ચરણસેવામાં એક મહીનો રોકાયા હતા - ત્યાં પરમ લાભ પામ્યા.
- શ્રી રણછોડભાઈની વિનંતીથી પરમકૃપાળુદેવ ધરમપુર પધારે છે, ત્યાંથી પ.કૃ.દેવ શ્રી અંબાલાલભાઈને ધરમપુર આવવા અનુમતિ આપે છે. ‘સમયસાર’ અને ‘કાર્તિકેયાનુપ્રેક્ષા' વિગેરેની પ્રત કરવા આજ્ઞા આપે છે. - જુઓ વ. ૯૦૯
સર્વ સાવધ આરંભની નિવૃત્તિપૂર્વક બે ઘડી અર્ધ પ્રહર પર્યત “સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા’ આદિ ગ્રંથની પ્રત કરવાનો નિત્યનિયમ યોગ્ય છે.” (ચાર માસ પર્યત) - વ. ૮૯૯
શુદ્ધ ગુર્જર ભાષામાં સમયસાર’ની પ્રત કરી શકાય તો તેમ કરતાં વધારે ઉપકાર થવા યોગ્ય છે. જો તેમ ન બની શકે તો વર્તમાન પ્રત પ્રમાણે બીજી પ્રત લખવામાં અપ્રતિબંધ છે.” - વ. ૯૦૭
“જો “સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા’ અને ‘સમયસાર'ની પ્રતો લખાઈ રહી હોય તો અત્રે મૂળ પ્રતો સાથે મોકલાવશો. અથવા મૂળ પ્રતો મુંબઈ મોકલાવશો અને ઉતારેલી પ્રતો અત્રે મોકલાવશો. પ્રતો ઉતારતાં હજુ અધૂરી હોય તો ક્યારે પૂર્ણ થવાનો સંભવ છે તે જણાવશો.” - વ. ૯૦૯
શ્રી ‘સમયસાર” અને “કાર્તિકેયાનુપ્રેક્ષા’ મોકલવા વિષેનું પત્ર મળ્યું હશે. આ પત્ર સંપ્રાપ્ત થતાં અત્ર (ધરમપુર) આવવાની વૃત્તિ અને અનુકૂળતા હોય તો આજ્ઞાનો અતિક્રમ નથી.” - વ. ૯૧૦
“ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મ-મરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો ! જેમણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમપદનો જય કર્યો.” - વ. ૯૩૫
“તે માટે ઊભા કરજોડી, જિનવર આગળ કહીયે રે, સમયચરણ સેવા શુધ્ધ દેજો, જેમ આનંદઘન લહીએ રે.”
- શ્રીમાનું આનંદઘનજી