Book Title: Aatmnishtha Dhruv Taro Ambalalbhai
Author(s): Bhavprabhashreeji
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 58
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ.શ્રી અંબાલાલભાઈ ખસી શકતો નથી.’’ વ્યા. ૧ - ૨૨૦ કલમ પ્રભુનો ઉપદેશ શાંત રીતે સાંભળી - કૃપાળુદેવ પ્રત્યે વીતરાગતાનો ભાસ તાદશ થતો હતો. એક વખત પરમકૃપાળુદેવે પૂજ્ય અંબાલાલભાઈને પૂછ્યું કે – “નડીયાદ તળાવમાં પાણી કેટલું ઊંડું છે ?’’ તરત જ અંબાલાલભાઈએ આજ્ઞાધીનવૃત્તિથી એકદમ કુદીને તળાવમાં પડવા માંડ્યું એટલે તરત જ કૃપાળુદેવે હાથ ઝાલીને ખેંચી લીધા. કેવી આજ્ઞાવશવૃત્તિ ! આપણા તેમને શતઃ શતઃ નમસ્કાર હો ! હું કીલાભાઈ – નડીયાદ ગયો હતો. પરમકૃપાળુદેવશ્રી તથા મનસુખભાઈ દેવશી તથા પૂ. અંબાલાલભાઈ ફરવા જતા હતા ત્યાં તળાવ આગળ પૂજ્ય અંબાલાલભાઈએ પરમકૃપાળુદેવને પ્રશ્ન કર્યુ કે - તળાવમાં જે લીલફૂલ છે તેમાં અનંતકાય જીવ છે કે કેમ ? ઉત્તર - ઠપકો આપીને કૃપાળુદેવે જણાવ્યું – “તેં વિનય સહિત પૂછ્યું નથી, સાડ ત્રણ હાથ છેટે રહીને પૂછ્યું નથી, નમસ્કાર વિગેરે કરીને પૂછ્યું નથી.” વિગેરે વિનયના ૧૭ - પ્રકાર જણાવ્યા ને ચાલતાં ચાલતાં પૂછ્યું છે તેથી ઠપકો આપીને વિનય માર્ગ બતાવ્યો. ઉપયોગ ન રહ્યો તેથી ૧૭ પ્રકાર વિનયના - શ્રી ઉત્તરાધ્યયન અધ્યયનના જણાવ્યા હતા. - પોતાના ઉપકારી પુરૂષના કપડાં આદિ દુરસ્ત કરવા, સાંધવા - ધોવા ઇત્યાદિ દરેક કામમાં ધ્યાન દેવું જોઈએ. પૂજ્ય શ્રી અંબાલાલભાઈની જીવનચર્યાનું વિહંગાવલોકન કરીએ તો પૂર્વભવથી લઈ આવેલ શ્રી સદ્ગુરૂ સાથ અને ભક્તિની ઉપાસના મુખ્ય તરવરે છે. જન્માંતરમાં પરમકૃપાળુદેવના આશ્રિત હોઈ નામ સાંભળતાંની સાથે અનુસંધાન થઈ ગયું. કદી એ પ્રભુનો વિયોગ ન થાય એવો જનમ જનમનો સંગાથી ધણી ધાર્યો. એ ભક્તિના પ્રતાપે પુન્યોદય જાગ્યો. શ્રી આત્મસિદ્ધિજીના અવતરણને નિહાળવાનો સુઅવસર આવ્યો. અનેક મુમુક્ષુઓના પણ મહાભાગ્ય ઉદય થતાં, એક સોનેરી પળે - અમૃત ચોઘડીયે શ્રી સદ્ગુરૂ ભગવાનના હૃદયમાંથી અમૃત પ્રવહતું હતું, તે અમૃત સ્વરૂપે અક્ષર દેહધારણ કરી પ્રગટપણાને પામ્યું. ચૌદ પૂર્વના સારરૂપ, સકળ આગમનું નવનીત, જ્ઞાનીનાં હૃદયરૂપ, મુમુક્ષુને અભય આપનાર, મોક્ષનો મહામાર્ગ બતાવનાર, બોધબીજદાયક, અચિંત્ય ચિંતામણી સ્વરૂપ શ્રી આત્મસિદ્ધિજીનું શ્રી સ્વરૂપની લેખિની દ્વારા ગંગાવતરણ થયું. એ ‘ગંગાવહી’ ઘટમાં અને પૂજ્ય અંબાલાલભાઈની પ્રેમભક્તિની સરિતા એ શ્રુતસાગરમાં શમાઈ ગઈ. ચોથા કાળમાં જે દુર્લભ - અનંતગુણ ગંભીર જ્ઞાનાવતાર - ગુણાતિશયથી ભરેલા એવા પ્રભુની કલમથી મોતીબિંદુઓ જેવી આત્મસિદ્ધિજીને પોતે અનિમેષ નયનથી નિહાળી રહ્યા. સ્થિરપણે ઊભા રહી, મન તન્મય બની, દેહભાન ક્ષણભર વિસરાઈ ગયું હોય એવી લીનતાથી દીવી ધરીને પ્રભુના જ્ઞાન પ્રકાશભુવનનું, પ્રભુની પ્રભુતાનું દર્શન કર્યું. તે ક્ષણે એ ભક્તની પ્રસન્નતા - ધન્યતા - અહોભાવ કેવા અલૌકિક અકલ્પ્ય હશે ! એણે વિસ્ફારીત નેત્રથી અમૃત રસ આસ્વાદ્યો. એક કલાક અડગ ઊભા રહેવાથી થાક ન લાગ્યો. ઊલ્ટો પ્રભુ સાનિધ્યમાં અંતરનો વિશ્રામ મળ્યો. જે કેવળ નેત્ર વડે જગત ૫૭

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110