________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
કૃપાળુદેવ ત્યાં થોડા કલાક રહ્યા હતા. તેના આત્મલાભ અર્થે શ્રી કૃપાળુદેવે પોતાનો ખેસ આપ્યો હતો, એમ પૂજ્ય અંબાલાલભાઈએ પછીથી વાત કરી હતી.
ચરણન્યાસ વડે પૃથ્વીને પાવન કરતાં ધર્મજથી કૃપાળુદેવ વીરસદ પધાર્યા હતા.
સાંજના બધા વીરસદની ધર્મશાળામાં રહ્યા હતા. ત્યાંથી બીજા દિવસે ખંભાતથી ત્રણ ગાઉ દૂર ઉદેલ ગામે પધાર્યા હતા. પ્રભુની સાથે ઝવેરી માણેકલાલ ઘેલાભાઈ પણ હતા. ત્યાં પૂજ્ય અંબાલાલભાઈ રસોઈ બનાવતા. ઉંદેલ આઠ દિવસ રહ્યા હતા.
રાતનાં ત્યાં જ્ઞાન-દર્શનાદિ વિષે ઘણોજ બોધ કર્યો હતો. બીજે દિવસે વૈરાગ્યનો અથાગ બોધ ચાલ્યો હતો. બીડીનું જે વ્યસન ત્યાગવા સંબંધી જોસભેર બળ આપ્યું હતું. બીડી જેવા તુચ્છ વ્યસનને માટે ચર્ચા ચાલી હતી. જેથી ઘણા મુમુક્ષુઓએ તેની પ્રભુ સમક્ષ પ્રતિજ્ઞા કરી હતી. બીજા નિયમો પણ ત્યાં જીવદયાના ગ્રહણ કર્યા હતા.
પૂજ્ય અંબાલાલભાઈના પ્રશ્નના ઉત્તરમાં સમજાવ્યું કે
“ક્રમે જેમ વય વધે છે, તેમ તેમ ઇન્દ્રિયબળ વધે છે, તેમ તે બળને વિકારના હેતુ એવાં નિમિત્તો મળે છે; અને પૂર્વ ભવના તેવા વિકારના સંસ્કાર રહ્યા છે, તેથી તે નિમિત્તાદિ યોગ પામી વિશેષ પરિણામ પામે છે. (દા.ત. બીજ જેમ વૃક્ષાકારે પરિણમે છે તેમ) પૂર્વના બીજભૂત સંસ્કારો ક્રમે કરી વિશેષાકારે પરિણમે છે.'' - - વ. ૬૩૨
“અનાદિથી વિપરીત અભ્યાસ છે, તેથી વૈરાગ્ય ઉપશમાદિ ભાવોની પરિણતિ એકદમ ન થઈ શકે - - - તથાપિ નિરંતર તે ભાવો પ્રત્યે લક્ષ રાખ્યે અવશ્ય સિદ્ધિ થાય છે. - - - સૌ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે, તો અનંતકાળથી અનભ્યસ્ત એવી મુમુક્ષુતા માટે તેમ હોય એમાં કંઈ આશ્ચર્ય નથી.” - વ. ૬૪૪ ત્યાંથી આસો સુદ ૧૦ના નીકળી શ્રી મુંબઈ પધાર્યા છે. વ. ૬૪૦માં પૂજ્ય સોભાગભાઈને વિદિત કરે છે. - “આજે સવારે અત્રે કુશળતાથી આવવું થયું છે.’
સં. ૧૯૫૨
વ. ૬૮૫ મુંબઈથી પરમકૃપાળુદેવ અંબાલાલભાઈને શ્રી કુંવરજીભાઈ તથા શ્રી સુખલાલભાઈને સમ્યગ્ દર્શનાદિ લક્ષણાદિવાળા પત્રો - ઉપદેશ વચનો લખી મોકલવા લખે છે. તે પત્રો વિચારવાથી વૃત્તિ ઉત્કર્ષ પામે, સદ્વિચારનું બળ વર્ધમાન થાય, ક્ષયોપશમની વિશેષ શુદ્ધિ થઈ શકવા યોગ્ય – પરમ લાભ સમાયા છે. આ લાભ વચનામૃતથી આપણે લેવા યોગ્ય છે. ભવિષ્યમાં મુમુક્ષુઓને “અવલંબનરૂપ” છે. એમ શ્રીમુખે પ્રકાશ્યું હતું.
વ. ૬૯૭ - માં અંબાલાલભાઈને
મુંબઈથી પ્રારબ્ધ પ્રતિબંધનું વેદન જણાવી પત્રની પહોંચ પણ લખવાનું કર્યું નથી, - તેથી એ કૃપાળુનું હૃદય દયાદ્રે થયું છે.
૪૯