________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
પરના દાદર પાસે જઈને ઊભા રહ્યા, તે સીડીના પગથિયામાં પૂજય ભાઈ શ્રી અંબાલાલભાઈ બેઠા હતા. અમોએ દર્શન જવા આજ્ઞા માંગી ત્યારે પૂજ્ય અંબાલાલભાઈએ પ્રભુ સન્મુખે જઈ બે હાથ જોડી વિનયપૂર્વક પૂછ્યું કે - આપશ્રીના દર્શનાર્થે ખંભાતથી ત્રણ જણ આવ્યા છે અને અત્રે આપશ્રી પાસે દર્શને આવવા ધારે છે માટે આજ્ઞા મેળવવા હું આપની પાસે આવ્યો છું. ત્યારે પ્રભુએ જણાવ્યું કે ભલે આવવા દો. પૂ. અંબાલાલભાઈએ હોલમાંથી બહાર આવી જણાવ્યું કે સાહેબજી પાસે જવાની આજ્ઞા મેળવી આવ્યો છું, હવે તમારે જવું હોય તો ખુશીથી જાઓ.
- પર્યુષણમાં ભાદરવા સુદ પને દિવસે સંવત્સરીનો ઉપવાસ આજ્ઞા વિના કેટલાક મુમુક્ષુએ કરેલ. છઠ્ઠના પારણા સમયે સવારના - ચા, રાબડીની ઇચ્છા રહે. ત્યારે પૂજ્ય સોભાગભાઈએ કહ્યું કે બધાને ઉપવાસના પારણા છે. કૃપાળુદેવે કહ્યું કોને પૂછીને કર્યા? કૃપાળુદેવે એવો એકધારા અખંડ બોધ કર્યો કે આ જીવે જે કાંઈ કર્યું છે તે સ્વચ્છેદથી ને અભિમાન સહિત કર્યું છે, અને પૂર્વાનુપૂર્વની ફુરણા થાય છે. એ સંબંધી જે કૃપાનાથે બોધ કર્યો તે એક ધારા અખંડ ત્રણ કલાક સુધી દેશના દીધી જેથી ઉપવાસ કર્યાનું અભિમાન હતું તે ગળી ગયું ને સમજાયું કે આ જીવે કાંઈ કર્યું નથી.
રાળજ પ્રભુ સાથે પૂજ્ય સોભાગભાઈ, પૂજય મનસુખ દેવશી તથા કુંવરજીભાઈ વિ. ઘણા જ મુમુક્ષુઓ આવ્યા હતા. શ્રી પરમકૃપાળુદેવનું યોગમુદ્રાનું ચિત્રપટ ૨૪ વર્ષનું નડીયાદવાળાએ તે સ્થળે પાડ્યું હતું તે પૂજ્ય અંબાલાલભાઈને આપ્યું હતું.
| શ્રી વડવા
વિ. સં. ૧૯૫૨ શ્રી પરમકૃપાળુદેવ રાળજથી ભાદરવા સુદ ૧૦ના રોજ વડવા પધાર્યા હતા. મકાનના ઉપરના ઓરડાની બારીમાંથી પૂજય અંબાલાલભાઈને કૃપાળુદેવે જણાવ્યું કે - આ સુવર્ણ ભૂમિ છે. અહીં ચંદ્રપ્રભુ સ્વામીની સ્થાપના થશે.
ખંભાતથી તે વખતે આશરે એક હજાર માણસ આવેલ હતું. વડ નીચે બોધ ચાલતો. પરમકૃપાળુ પર તડકો આવતો હતો તેથી પૂજય અંબાલાલભાઈએ આડા-ઊભા રહી છાંયડો કર્યો હતો. વડ નીચે જાજમ ઉપર બિરાજ્યા અને સૌ કુંડાળુવાળી બેઠા તે સમોસરણ જેવી રચના અમને આબેહૂબ લાગતી. ‘શ્રી ભરતેશ્વર મન હી મેં વૈરાગી' – એ સજ્જાય કહેવા આજ્ઞા કરી ને પછી પોતે પણ ઉચ્ચ સ્વરે જોસભેર આ ગાથાઓ વારંવાર ઉચ્ચારતા હતા. વૈરાગ્ય - ભક્તિનો રંગ તેથી મુમુક્ષુને લાગતો –
ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમભાવે”
એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે” આ સાલ – ૧૯૫૨માં તેમને ત્રણેક માસ સળંગ સમાગમ રહ્યો. કાવિઠા-વડવા-આણંદ
પ3