________________
આત્મનિષ્ઠ ધુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
પ્રભુની આજ્ઞા મુજબ રાણપુર (હડમતિયા)માં મહાદેવની ધર્મશાળામાં ઓરડી રાખી લીધી. રસોઈ – સામાન વિગેરે બધી વ્યવસ્થા સેવા માટે કરી લીધી. વ. ૬૩૮માં લખ્યા મુજબ ભાદરવા વદ ૧૨ના દિવસે પ્રભુ પૂજય સોભાગભાઈની સાથે હડમતિયા પધાર્યા, તે વિષે શ્રી ધારશીભાઈને જણાવ્યું છે કે - “બે પત્ર મળ્યાં હતાં. ગઈ કાલે અત્રે એટલે રાણપુરની સમીપના ગામમાં આવવું થયું છે.”
હડમતાલામાં શ્રી મણીલાલ રાયચંદ પરિચયમાં પ્રથમવાર જ આવ્યા હતા. તેમના મનના સમાધાન માટે કૃપાળુદેવ બોધ આપ્યા બાદ ગામ બહાર જવાને ચાલ્યા. પ્રભુએ કંઈ પણ હજુ વાપર્યું ન હતું, તેથી પૂજય અંબાલાલભાઈએ દૂધનો પ્યાલો ધરી પીવા માટે વિનંતી કરી, ત્યારે કૃપાળુદેવે પીવાનો વખત નથી, જમવાનો સમય થવા આવ્યો છે અને આ મણીલાલે બોટાદથી રવાના થતાં દઢ સંકલ્પ કર્યો છે કે – મારા મનનો ખુલાસો મારા વગર કહ્યું કરી આપે તો જ અનાજ ખપે, નહીં તો એ જમવા બેસે નહીં, ત્યાં સુધી આપણાથી કેવી રીતે બેસી શકાય ?
આત્મજ્ઞાન (સમકિત) પ્રાપ્ત થવાની જેને તૈયારી હોય - સમકિતની તાલાવેલી લાગી હોય તો તેની પૂર્વભૂમિકા કેવી હોય - હૃદયભૂમિ કેવી સ્વચ્છ હોય – ઉખર ભૂમિમાં બીજ કદી ન ઊગે, ફળ ન આપે - તેમ સત્પરૂષ આપણા ચિત્તને સાફ કરવા માટે વ.માં જણાવે છે કે – “મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. .. વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લોક દુઃખે કરી આર્ત છે, ભયાકુળ છે, રાગદ્વેષના પ્રાપ્ત ફળથી બળતો છે, એવો વિચાર નિશ્ચયરૂપ જ વર્તે છે.” - વ. ૫૩૭
- “સત્સમાગમ અને સશાસ્ત્રના લાભને ઇચ્છતા એવા મુમુક્ષુઓને આરંભ, પરિગ્રહ અને રસ સ્વાદાદિ પ્રતિબંધ સંક્ષેપ કરવા યોગ્ય છે, એમ શ્રી જિનાદિ મહાપુરુષોએ કહ્યું છે.”
નિવૃત્તિ ક્ષેત્રે રોકાવા સંબંધી વિચાર વધારે સ્પષ્ટતાથી જણાવવાનું બનશે તો કરીશ.” શ્રી હડમતિયા પાંચ દિવસ રહી પ્રભુ રાણપુર પધાર્યા છે તે વ. ૬૩૯માંથી ખાત્રી થાય એવું છે. રાણપુરથી પ્રભુએ ધર્મજ જતાં કહ્યું કે – સોભાગભાઈ, ગોસળીયા તથા હું બધા ધર્મજ જઈને રહેવું થશે, ત્યારબાદ સુદ છઠ્ઠ બધા ભાઈઓ ધર્મજ અંબારામને ત્યાં આવ્યા અને અંબારામ પોતે પોતાને પ્રભુ તરીકે માનતા, પોતાને જ્ઞાન પ્રાપ્તિ છે તેમ માનતા, તેથી કૃપાળુદેવે તેમને કરૂણા કરીને અગાધ જ્ઞાનનો બોધ કર્યો, પછી અંબારામ કૃપાળુદેવને પ્રભુ માનતા.
- રાણપુરથી પેટલાદ થઈ ૧૯૫૧ના આસો માસમાં કૃપાળુદેવ ધર્મજ પધાર્યા હતા. અગાઉ પૂજય અંબાલાલભાઈને ધર્મના મહંત શ્રી કબીરપંથી અંબારામજી પાસે મોકલ્યા હતા. તેમને પૂર્વભવની ઓળખાણ આપી જાગૃત થવા સૂચવ્યું હતું અને જ્ઞાનમાં જાણી કહેવરાવ્યું હતું કે... “ઇશ્વરેચ્છા હશે તો આપને થોડા વખતમાં તેમનો સમાગમ થશે.” તે મુજબ તે મહંતને આસોમાં ધર્મજના આશ્રમમાં મળવા ગયા હતા. સાથે પૂજ્ય અંબાલાલભાઈ, પૂજ્ય સોભાગભાઈ તથા શ્રી કીલાભાઈ વિગેરે હતા. સમાગમથી કૃપાળુદેવ પ્રત્યે તેમને થોડી ઘણી માહાભ્યપણાની પ્રતીતિ આવી હતી તેવા ઉદ્ગાર તેમના મુખમાંથી નીકળ્યા પણ હતા.