________________
આત્મનિષ્ઠ ધુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
સામું જોઈ તેની પ્રકૃતિ સ્વભાવને જોઈ ખાનગીમાં શ્રી અંબાલાલભાઈને કહ્યું કે આને લાડુ ખવડાવજો . આજ્ઞાથી અંબાલાલભાઈએ તેને લાડુ જમાડ્યા હતા. તે માણસને લાડુ જમવા મળે તો ખુશ રહેતો. આમ થવાથી કૃપાળુદેવના તેમજ તેમના જ્ઞાનના ઘણા જ ગુણગ્રામ કરવા લાગ્યો. કૃપાળુદેવ ઉંદેલમાં અખંડ રાત્રિ દિવસ નવી નવી ગાથાઓની ધૂન લગાવ્યા કરતા હતા. કોઈ મુમુક્ષુ કંઈ વસ્તુ લેતાં દેતાં આ મારી વસ્તુ છે એમ બોલી જાય તો તેને ઉપયોગ આપતા હતા, આ જડ પદાર્થ તમારો કેવી રીતે ? એમ પ્રસંગે પ્રસંગે જડ-ચૈતન્યના જુદાપણાનો બોધ આપી વાણી બોલતા “આ મારી છે” એમ બોલવું અટકાવીને વસ્તુ સ્વરૂપ તરફ વાળતા હતા. એક વખત ડુંગરશીભાઈ બોલ્યા, ‘મારાં પગરખાં લાવો,' ત્યારે કૃપાળુદેવે કહ્યું કે ફરીથી બોલો, આ પગરખાં તે તમારાં છે કે ચામડાંનાં છે ? તેવી રીતે દરેક કાર્ય કાર્યો ભૂલ થતાં આત્મ જાગૃતિ કરાવતા. ત્યાં પંડિતો આવતા હતા, તેઓ પ્રશ્ન પૂછતા, કૃપાળુદેવના ખુલાસાથી તેઓ સંતોષ પામી ઘેર જતા. એક વખત એક જ્યોતિષશાસ્ત્રી કૃપાળુ પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે મને જ્યોતિષ શાસ્ત્રો સાચા નથી લાગતા, બાકી કાશી દેશમાં
જ્યોતિષનો ગ્રંથ ભૃગુ સંહિતાનું નામ કૃપાળુએ આપ્યું હતું તે ગ્રંથ બરાબર સાચો છે તે જોવાથી તમને ખાત્રી થશે, પછી કૃપાળુદેવે જયોતિષના દાખલા આપી સમજાવ્યું કે આમ હોય તો પુત્ર જન્મ્યો છે એમ માલુમ પડે, તેથી તે જયોતિષશાસ્ત્રી ઘણો જ આનંદ પામી કૃપાળુને નમસ્કાર કરી ત્યાંથી ચાલ્યો ગયો હતો.
એક વખત ડુંગરશીભાઈ બોલ્યા કે ઝવેરી માણેકલાલ ક્યારે મારગ પામશે ? તથા ભરૂચવાળા અનુપચંદભાઈ ક્યારે મારગ પામશે ? ત્યારે કૃપાળુદેવ બોલ્યા કે “માણેકલાલભાઈને ત્રણ વરસની વાર છે અને અનુપચંદભાઈને હજુ વાર છે.”
શ્રાવણ વદી અમાસની રાત્રે અગિયાર વાગે મુમુક્ષુભાઈ શ્રી કીલાભાઈને શ્રી કૃપાળુદેવ પાસેથી સમ્યત્વ પ્રાપ્ત થયું હતું. શ્રી રાજછાયા’વાળા છોટાભાઈના સુપુત્ર મણીલાલ ઉર્ફે બાપુજી શેઠનો પરિચય
ૐ નમઃ શ્રી પરમકૃપાળુ પરમ દયાળુ પ્રભુ શ્રી રાજચંદ્રદેવને નમસ્કાર હો !
સં. ૧૯૪૯ની સાલમાં શ્રી પરમકૃપાળુદેવ કંસારી પધારેલા ત્યારે મને પૂજ્ય કાકા સુંદરભાઈએ કહ્યું કે આપણા ઘરે ભગવાન પધારવાના છે તે જાણી ચિત્ત અતિ ઉલ્લાસમાં આવ્યું કે ભગવાન કેવા હશે? તે જોવાની ઇચ્છા રહ્યા કરે. જ્યારે પ્રભુ માંડવીની પોળના મકાને પધાર્યા ત્યારે તેમની સમીપમાં તેમના સામું ને સામું દષ્ટિ કરી જોવાનું મન રહ્યા કરે, બીજું કાંઈ પણ સમજતો ન હતો, કારણ ૮ વરસની ઉંમર, પણ કોઈ સંસ્કારના બળે તેમની પાસેથી - કૃપાળુદેવની પાસેથી ખસવું ગમતું નહીં. અંતરમાં કોઈ અપૂર્વભાવ રહ્યા કરે, એમ સ્વાભાવિક થતું. સંવત ૧૯૫૧માં બેન જીજીબાનો લગ્ન પ્રસંગ હતો
ત્યાં પણ પૂ. અંબાલાલભાઈ તથા નગીનભાઈ સાથે જવું થયું હતું. તે બાળવયમાં હેજે બીજાઓનો સંગ કે બોલવું ચાલવું ઓછું ગમતું. સમજ્યા વિના પણ ઓધે પરમકૃપાળુનું સ્મરણ ચિત્તમાં રહેતું. જે ઘણા
४४