Book Title: Aatmnishtha Dhruv Taro Ambalalbhai
Author(s): Bhavprabhashreeji
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 43
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ. શ્રી અંબાલાલભાઈ પૂજ્ય શ્રી કીલાભાઈનો પરિચય | વિ. સંવત ૧૯૪૯ પૂ. શ્રી કીલાભાઈ જણાવે છે કે સંવત ૧૯૪૮માં અમો આણંદ સ્ટેશન ઉપર પ.કૃ.દેવને લેવા ગયા હતા. ટ્રેઈન આવી કે તુરત કૃપાળુદેવ ડબ્બામાંથી ઊતરી પેટી વિગેરેની કાંઈપણ લેવાની ભલામણ કર્યા વગર સાપ જેમ કાંચળી છોડી ચાલ્યો જાય તેમ ચાલતા થયા. અમો બધાએ દંડવતુ નમસ્કાર કર્યા. કૃપાળુદેવે સામું પણ જોયું નહીં. તેથી તેમની નિરાગી દશા વિષે બહુ ચમત્કાર લાગ્યો, ત્યારથી હું સદ્દગુરૂ તરીકે કૃપાળુદેવને માનવા લાગ્યો. એકવખત કૃપાળુદેવે મુંબઈથી પત્ર લખ્યો કે આણંદ સ્ટેશને એક બે મુમુક્ષુઓને આવવામાં આજ્ઞાનો અતિક્રમ નથી. તે વખતમાં પર્યુષણ બેસનારા હતા, જેથી કૂળરૂઢીથી પર્યુષણમાં બહાર જવામાં કેટલાક મુમુક્ષુઓ સંકોચાવા લાગ્યા. પૂજય અંબાલાલભાઈના કહેવાથી હું તથા કરસનદાસ બન્ને જણા આણંદ ગયા. ત્યાં કૃપાળુદેવનો હસ્તલિખિત એક કાગળ પોપટલાલે મને આપ્યો, તેમાં જણાવેલું હતું કે તમારે વડોદરા આવવું હોય તો ઝવેરી માણેકલાલને ત્યાં આવવું. હું એકલો વડોદરા ગયો. ત્યાં શ્રી કૃપાળુદેવ બનારસીદાસના સવૈયાની ધૂન લગાવી રહેલા હતા. ત્યાં ડુંગરશીભાઈ, શ્રી સોભાગભાઈ તથા ખીમજીભાઈ સાથે હતા. એક વખત શહેર બહાર ફરવા પધાર્યા હતા, સાથે ડુંગરશીભાઈ, સોભાગભાઈ તથા હું સાથે હતા. ડુંગરશીભાઈ બોલ્યા કે ‘સાહેબજી ! આખા જગતમાં અંધકાર વ્યાપિ રહ્યો છે, તેમાં અમારા ટુંઢિયામાં તો બહુ અંધકાર વ્યાપ્યો છે. આપ ધર્મનો ઉદ્યોત ક્યારે કરશો ?' તે સાંભળીને કૃપાળુદેવ હસમુખે બોલ્યા કે ‘ડુંગરશીભાઈ ! તમો સ્થાનકવાસી કૂળમાં જન્મ્યા તેથી તેની તમોને વધારે દયા આવે છે પણ વખત આવ્યે સ્થાનકવાસીનું તો શું આખા જગતનું કલ્યાણ થશે.” એક વખત સાંજે શહેર બહાર કૃપાળુદેવ એક કૂવાના થાળા પર બેઠેલા હતા. પૂજ્ય શ્રી સોભાગભાઈ લઘુશંકા કરવા એક વાડ તરફ જતા હતા. કૃપાળુદેવે તેમને રોક્યા ને કહ્યું કે એ તરફ સાપ પડેલો છે તેથી બીજી તરફ જાવ. તેથી આશ્ચર્ય પામી હું ત્યાં જોવા ગયો, ત્યાં દૂર વાડને ઓથે સાપ પડેલો જોયો, આથી મારા મનમાં કૃપાળુદેવને અદ્ભુત જ્ઞાન છે એમ ભાસ્યું. - એક વખત ગાયકવાડ સરકારનું ઝવેરાત દેખાડવા શેઠ ફકીરભાઈ આવ્યા હતા, તેમાં એક નવ લાખનો હીરો પણ હતો. તે કૃપાળુદેવને બતાવ્યો. કૃપાળુદેવ બોલ્યા કે અચિંત્ય જેનું મહાભ્ય છે એવા આત્માનું જીવને મહાભ્ય કે ચમત્કાર કંઈ ભાસતું નથી અને આવા ચોખ્ખા પથરાનું મહાભ્ય આવે છે. આવું સાંભળી મને લાગ્યું કે આ પુરૂષ બહુ નિસ્પૃહ જણાય છે. મેં ઢુંઢિયાકૂળના આગ્રહ વિષે પ્રશ્નો પૂછવા નક્કી કરેલા હતા ત્યારે સવારના આઠ-નવ વાગે જે ઉપદેશ ચાલતો હતો તેમાં તેના ખુલાસા મારા પૂછ્યા વગર કરી નાખ્યા. એક વખત કૃપાળુદેવે મને પૂછ્યું કે તમો શું સમજીને અહીં આવ્યા છો ? મેં જવાબ દીધો કે મારા કલ્યાણ અર્થે આવ્યો છું ત્યારે કૃપાળુદેવ બોલ્યા કે અમારાથી તમારું કલ્યાણ થશે એની શી ખાત્રી ? મેં જવાબ આપ્યો કે આપના દર્શન તેમજ વચનામૃતોથી ખાત્રી થઈ છે કે આપથી જ મારું કલ્યાણ થશે. કૃપાળુદેવ - તમને અમારા પ્રત્યે ૪૨

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110