________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
“સજીવનમૂર્તિ પ્રાપ્ત થયે જ સત્ પ્રાપ્ત થાય છે, સત્ સમજાય છે, સતુનો માર્ગ મળે છે, સતુ પર લક્ષ આવે છે. સજીવનમૂર્તિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે; આ અમારું હૃદય છે.” - વ. ૧૯૮. આ પરમાત્મા પોતાનું અંતરંગ હૃદય ખુલ્લું કરે છે. કેવી કરુણા !
પૂજ્ય અંબાલાલભાઈ પૂર્વે કૃપાળુદેવની સાથે ઋણ બાંધીને આવ્યા છે જેથી તેમને મહતું મહતુ પુન્ય યોગ, સજીવનમૂર્તિના ચરણ સમીપનો નિવાસ મળ્યો છે. આ પૂર્ણ પુન્યોદય દીનબંધુની કૃપાથી તેની સાથે આપણને પણ અંશે મળ્યો. આવા ઉચ્ચગામી મુમુક્ષુ પ્રગટ કરી આપણને ચોથા કાળના ભગવાન, ચોથા કાળના મુનિ, ચોથા આરાના મુમુક્ષુ દેખાડ્યા, ચોથા કાળની જિનવાણી પ્રત્યક્ષ કરી, એ આશ્ચર્યકારી દેન છે.
પૂજ્ય યશોવિજયજી મહારાજ “અચરીજવાળે અચરજ કીધું, ભક્ત સેવક કારજ સિધ્યું.”
આ એનો દિવ્ય સંદેશ - અમૂલ્ય વચનામૃતોનો પરમ આધાર આપી કૃપાળુદેવે શ્રી અંબાલાલભાઈ પર અને આપણા ઉપર કરૂણાનો ધોધ વરસાવ્યો છે. અતૂટ અમૃતધારારૂપે મન મૂકીને બોધ વૃષ્ટિએ વરસ્યા છે. અનાદિના મોટા રોગ એથી ખસ્યા છે. સુજાણ ધવંતરી વૈદ અને ગંભીર દર્દી જેવી વાત બની ગઈ છે. સમ્યગુ દર્શનથી લઈ ઠેઠ પૂર્ણ દશા સુધી પહોંચાડી અગમ – ઘરની ઝાંખી કરાવી દેવા તત્પર થયા દેખાય છે. એ મધુર અને નિર્મળ વાણી આપણા અંતરમાં પ્રસરો અને સૌના કલ્યાણરૂપ થાઓ.
ૐ સગુરૂ દયાળ
सर्वस्य आप्तस्य दयार्द हृदयंस्ति અર્થ :- સર્વનું હિત ઇચ્છનાર અને દયાથી પીગળેલું હૈયું છે જેનું; અને એક સરખી રીતે જગતમાં સંપૂર્ણત્વ યશ ફેલાયેલો છે જેનો, તે કોણ ? મારા શ્રી સદગુરૂ – રાજચંદ્રજી એવા નામે છે. હે ગુરૂ ! બે હાથ જોડી હું મો મજાવંત આપને નમસ્કાર કરું છું. “નિરાધાર કેમ મૂકી, શ્યામ મને નિરાધાર કેમ મૂકી, જન્મારો કેમ જાશી.” આમ છેક નિરાધાર મૂકવાથી આ પામરના દિવસ કેમ જશે ? સહજ પણ અમૃત તુલ્ય પ્રસાદી મળવાની ઇચ્છા રાખ્યા કરૂં છું.
- લિ. અંબાલાલના પુનઃ પુનઃ નમસ્કાર જવાબ વ. ૫૧૫. “જેમ આત્મબળ અપ્રમાદી થાય તેમ સત્સંગ, સત્વાંચનાનો પ્રસંગ નિત્ય પ્રત્યે કરવા યોગ્ય છે.” ઉપરના પત્રમાં પૂજ્ય અંબાલાલભાઈની પ્રભુના ચરણ સહવાસ પ્રતિની પ્રબળ ઝંખના જોતાં હૃદય ઢીલું કરે છે.