________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
પ્રયત્ન પણ સંસાર ભૂલાય નહીં તે સમયમાં સ્ટેજે કાંઈ સાંભરતું નહીં અને ચિત્ત વૈરાગ્યવાળું રહેતું. વવાણીયે પરમકૃપાળુદેવ સવારમાં બહાર દિશાએ જતા ત્યાં સાથે બધા ભાઈઓ જતા. આગળ પરમકૃપાળુદેવ અને પાછળ બધા ભાઈઓ ચાલે, તે વખતે મને પૂજય અંબાલાલભાઈએ સૂચન કર્યું કે તું વખતોવખત કહેતો કે મોક્ષ આપો તો હવે પરમકૃપાળુદેવ પાસે માંગ ત્યારે મેં આગળ ચાલી પરમકૃપાળુ દેવનું ધોતિયું પકડીને જણાવ્યું કે મને મોક્ષ આપો ત્યારે પરમકૃપાળુદેવે મોઢું મલકાવી હાથ હલાવ્યો. પછી અંબાલાલભાઈ કહે, હવે તું ધોતિયું છોડી દે એટલે મેં છોડી દીધું.
તે પછી ઉંદેલમાં સમાગમ થયો અને ત્યારપછી સંવત ૧૯૫૪માં કાવિઠા, વસો અને ખેડામાં એક મહિનો લગભગ સમાગમ રહ્યો અને ત્યાં પ્રભુની સામું ને સામું જોયા કરવાનું ચિત્ત રહે. તે વખતે મુનિ શ્રી લઘુરાજ સ્વામી જણાવતા કે બાપુ તો કૃપાળુદેવની સામું મોરલીની માફક જોયા કરે છે. પરમકૃપાળુદેવનો યોગ મોટા ચક્રવર્તી રાજા કરતાં પણ ઘણો વધી જાય તેવો યોગબળ તેની મુદ્રામાં અને વાણીમાં હતો. બાળપણમાં તે પ્રભુના યોગબળે શું કામ કર્યું. એક વખત વસોમાં સાંજના વખતે પૂજ્ય શ્રી ડુંગરશીભાઈ સાથે બહાર ફરવા જતા તે વખતે પૂજ્ય અંબાલાલભાઈ વિગેરે ઘણા ભાઈઓ તેમની પાછળ જતા. પછી પરમકૃપાળુ હાથથી ઇશારો કરે જે કોઈએ પાછળ આવવું નહીં એટલે કોઈપણ ભાઈ પાછળ જતા નહીં. અંબાલાલભાઈ કહે તું બહુ નાની ઉંમરનો એટલે તારે જવામાં વાંધો નહીં. પરમકૃપાળુદેવ ક્યાં જાય છે ? અને ક્યાં બેસે છે ? તે તું પાછળ જઈને જોઈ આવ, એટલે અંબાલાલભાઈના કહેવાથી હું ગયો. પરમકૃપાળુદેવ આગળ અને હું પાછળ પાછળ તેઓશ્રી ન દેખે તેમ જઉં. પરમકૃપાળુદેવ એક વાવની ઉપર તેઓશ્રી તથા ડુંગરશીભાઈ બેઠા અને હું ત્યાં ગયો. મને જોતાંની સાથે પરમકૃપાળુદેવે એટલું જ કહ્યું. અહીં કેમ આવ્યો? આટલું કહેતાંની સાથે હું પોકે પોકે રડવા મંડી પડ્યો અને રોતો રોતો અંબાલાલભાઈ પાસે ગયો. અંબાલાલભાઈએ પૂછ્યું કે કેમ આટલું બધું રોવે છે ? પણ હું કાંઈ જવાબ દઈ શક્યો નહીં. પછી થોડીવારે કહ્યું જે પ્રભુએ મને કહ્યું કે અહીં કેમ આવ્યો ? એટલે મને રોવું આવી ગયું, પછી અંબાલાલભાઈને પણ બહુ પસ્તાવો થયો, કે તેમની આજ્ઞા નહીં છતાં તને મોકલ્યો એ ખોટું થયું. બીજે દિવસે સવારે કૃપાળુ પાસે ગયો ત્યારે મને કહ્યું કે કાલે તને કહ્યું તેથી બહુ રોવું આવી ગયું ? હવે આવજે. જેના એક વચનમાં એટલું બધું યોગબળ હતું તે અત્યારે યાદ આવે છે.
-
કઠોર
વિ. સં. ૧૯૫૧ પૂજ્ય પ્રભુશ્રીજીની વારંવાર સત્સંગની માગણી - વિનંતીથી – કઠોર ૨ – ૩ દિવસ પધારી સ્થિરતા કરી હતી અને ત્યાં પૂજ્ય અંબાલાલભાઈને આવવા આજ્ઞા કરી હતી તેથી “ઘણું કરીને શ્રી અંબાલાલ તે વખતમાં કઠોર આવી શકે તે માટે તેમને જણાવીશ... અમારે માટે બીજી વિશેષ તજવીજ કરવાનું પણ કારણ નથી.... અને કદાપિ વાહનનું કે કંઈ કારણ હશે તો શ્રી અંબાલાલ તે વિષે તજવીજ કરી શકશે.” - વ. ૫૫૩
પ