Book Title: Aatmnishtha Dhruv Taro Ambalalbhai
Author(s): Bhavprabhashreeji
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 18
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ. શ્રી અંબાલાલભાઈ પૂજ્ય શ્રી અંબાલાલભાઈને -: ગુણાનુવાદરૂપ સ્મરણાંજલિ : શ્રી જિનેશ્વરની સ્તુતિ હે જગદાનંદ ! મોક્ષ માર્ગ વિધાયક ! તમને નમસ્કાર કરું છું. હે વચનાતિત ત્રણ લોકના સ્વામી ! તમને નમસ્કાર કરું છું. હે પ્રભુ ! અનંત પરમાનંદ પૂર્ણ ધામમાં રહેવા આપશ્રીને, ભવ્યો પ્રેમ ભક્તિથી અહીં જ સાક્ષાત્ જુએ છે. આપની મૂર્તિમાં મને તો આપનો જ સાક્ષાત્કાર જણાય છે. - શ્રી સિધ્ધર્ષિગણિ | વર્ષ ઉપર વર્ષ વીતતાં પૂજય અંબાલાલભાઈના સ્વર્ગવાસને આ સાલ સો વર્ષ પૂરાં થયાં. વિનાશીક દેહ વડે અવિનાશી વસ્તુ તત્વ જેમણે પ્રાપ્ત કરી લીધું હતું, તેઓ અલૌકિક વસ્તુજ્ઞાનનો અમર વારસો સાથે લઈ ગયા. તેઓશ્રીએ ભક્તિની પૂર્ણ પ્રસન્નતામાં જીવનલીલા સંકેલી લીધી. આયુષ્યની અવધિ જાણતા જ હતા, તેનો વાત વાતમાં ઇસારો કરી દીધો હતો, છતાં કંઈ મૃત્યુનો ભય ન હતો, કારણ અમરત્વની સિદ્ધિ વરી હતી. ઉંમર નાની છતાં દિલ મોટું હતું. વ્યાપાર, વહીવટ, સ્ત્રી, પુત્રાદિ અને સગા-સ્નેહીઓની હાજરી નજર સામે હતી, છતાં જાણે પોતાનું કંઈ નથી, એક સહજાત્મસ્વરૂપ જ પ્રિય છે, એવી રીતે સર્વ મમતાને મૂકી, કોઈ સ્વજનો પ્રત્યે દૃષ્ટિ સરખી માંડી નહીં. કુટુંબીઓની ભાળ-ભલામણનો ભાવ પણ આવા પુરુષોને ક્યાંથી હોય ? ટૂંકા આયુષ્યમાં સ્વપર હિતનું અદ્ભુત કામ કર્યું. શ્રી વચનામૃતના મૂળપત્રો ઉપરથી ૧૯૪૬ની સાલથી જ ઉતારા કરવા શરૂ કર્યા. પ્રથમ તો પૂજય શ્રી જૂઠાભાઈ પાસેથી મળેલા તેમના પરના પત્રો, નિત્ય સ્મૃતિ, શ્રી સજ્જનતા વિષે, સંયતિ ધર્મ વ.૨૧ના ૧૨૬ વાક્યો, પ્રશ્નોત્તર વિગેરે શરૂઆતનું લખાણ (બુક નં.૧ પાના ૬00) હાલ સુબોધક પુસ્તકશાળામાં છે. પૂજય પ્રભુશ્રી પરના પત્રો પણ મેળવીને ઉતારેલ છે. તેમાં મરોડદાર, છાપેલા જેવા સુંદર અક્ષરો છે. બુકમાં ક્યાંય અક્ષરની અશુદ્ધિ નથી. શબ્દની છેકછૂકી કરી નથી. કેવી એકાગ્રતા હશે ! વચનો પ્રત્યે કેવી તલ્લીનતા હશે ! આટલું લખાણ કરતાં સમય કેટલો ગયો હશે ! નં. ૨ની બુકની સાઇઝ મોટી છે. તેમાં પણ ૬૦૦ પાના હાથથી લખેલા છે. જેમાં પૂજ્ય શ્રી સોભાગભાઈના ૬૦ થી ૭૦ પત્રો છે. નં.૩ની બુકમાં હજાર પાના લખેલા છે. બીજી ત્રણ નાની બુકમાં પાના અઢીસો છે. કુલ છ બુકો પૂ. અંબાલાલભાઈના હાથના ઉતારાની છે, તેમાં લગભગ વચનામૃત આખું શમાવી દીધું છે. શ્રી વચનામૃત ગ્રંથ પ્રથમ છપાયો તે આ પૂજય શ્રી અંબાલાલભાઈના સ્વહસ્તે લખાયેલ બુકો અત્રેથી (ખંભાતથી) લઈ જઈ શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળે સં. ૧૯૬૧માં બહાર પાડ્યો. આ લેખન પ્રવૃત્તિ ઉપરાંત મુમુક્ષુ ઉપર પત્રો લખવા, પ્રભુ સેવા, સત્સંગ, મુમુક્ષુ સાથે १७

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110