________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
નિત્યનો ખંભાતમાં સ્વાધ્યાયક્રમ, સંસ્કૃત અભ્યાસ, નિવૃત્તિક્ષેત્રમાં નિવૃત્તિ નિવાસ, અધ્યયન, ધ્યાન, નિત્ય નિયમ ઈં. આત્મહિત કાર્યમાં રત રહેતા. શરીરના અધ્યાસ ખાન, પાન, નિદ્રા, આરામ ઈત્યાદિ ક્યારે કર્યાં હશે ? તે બધાંનો વિચાર થતાં તેમના પુરૂષાર્થની ગુણ સ્મૃતિ થઈ આશ્ચર્યથી મસ્તક નમી જ જાય છે. આ જીવે ક્ષણ ક્ષણ જાગૃતિ રાખી આ અપૂર્વ, અત્યંત દુર્લભ પરમાત્માનો ચરણ યોગ સાધી જીવનની કૃતાર્થતા મેળવવા આત્મબળ સ્ફુરાવી દૃઢ ભક્તિ પ્રાપ્ત કરવી તે આ ગુણાનુવાદનું સમ્યક્ ફળ છે.
શ્રી પરમકૃપાળુ દેવનો અદ્ભુત નિધિ જ્ઞાન ખજાનો જે પોતાને મળ્યો તેમાં અનેકને ભાગ્યશાળી બનાવવા તેમણે શ્રમ લઈ આપણા પર અથાગ ઉપકાર કર્યો છે. એ હસ્તલિખિત હાથના ઉતારાની કૃતિઓ સો વર્ષ થયા છતાં જાણે હજુ કાલ સવારની વાત હોય એ રીતે આપણી પાસે મોજુદ છે. ગહુલી પ્રબંધ, ધનુષ પ્રબંધ, કંપાસ અને ઘડી પ્રબંધ દ્વારા વચનામૃતમાં પ્રેમભાવના રંગ પૂર્યા છે. ૧૬૬ના વચનામૃતજીનું એક અમૂલ્ય વાક્ય હૃદયમાં કોતરી રાખવા જેવું – “બે અક્ષરમાં માર્ગ રહ્યો છે.” તેને આઠ પ્રકારે ગૂંથી - ગોઠવણ કરી કોઈ અનેરો ઓપ આપ્યો છે. તેનું વર્ણન આપણે કયા શબ્દોમાં કરીશું ? તેનું ગુણ દર્શન કરી, અનુમોદન કરી, આત્માને ઉજ્જવળ કરીએ, આત્મસિદ્ધિ સાધીએ એ જ અભ્યર્થના.
१८
-
પૂજ્ય અંબાલાલભાઈએ કૃપાળુદેવની આજ્ઞાથી મુમુક્ષુભાઈઓ પાસેથી પત્રો મંગાવી નોટબુકમાં સ્વહસ્તે ઉતારા કર્યા. તદ્ઉપરાંત નાની વયનું લખાણ, જળહળ જ્યોતિ, પુષ્પમાળા, અવધાન કાવ્યો, ઇ. તથા આત્મસિદ્ધિ મૂળ વિવેચન સહિત, હાથનોંધ ૧, સઘળું લખાણ શ્રી પરમકૃપાળુ દેવની વિદ્યમાનતામાં પૂર્ણ કર્યું હતું. એટલે જ આપણે આ ભગવાનની વાણીનો લાભ લેવા મહભાગી બન્યા છીએ, નહીં તો આપણને આ અદ્ભુતિનિધ મળવો મુશ્કેલ હતો. આ નિધિમાં પરમકૃપાળુદેવે જ્ઞાનીઓનું હ્રદય અને અનંતજ્ઞાનીની સાક્ષી આપી છે એ કોઈ નાનીસૂની વાત નથી. કેવો નિર્મળ જ્ઞાન પ્રભાવ અને આત્મ સામર્થ્ય તેની અંદર સમાયેલું દ્રષ્ટિગોચર થાય છે !
શ્રી પરમકૃપાળુ દેવના નિર્વાણ બાદ પૂજ્ય મનસુખભાઈ રવજીભાઈ તથા શ્રી રેવાશંકરભાઈએ તુર્ત જ નિર્ણય લીધો કેઃ- પૂજ્ય અંબાલાલભાઈએ વચનામૃતજીનું લખાણ કર્યું છે તે પુસ્તક પરમકૃપાળુ દેવ પોતે તપાસી ગયા છે અને પોતાના સ્વહસ્તે તેમાં કેટલાક સુધારાવધારા કર્યા છે. તે જ સાહિત્ય હાલ બહાર પાડીએ. બીજા શાસ્ત્રોની મૂળ પ્રતો ઉપરથી શુદ્ધ લખાણ કરવું, શાસ્ત્રોનો શોધ કરી સંગ્રહ કરવો, વિ. કાર્યને ઘણીવાર લાગે તેવું છે અને ગ્રાહકોની ઉતાવળ છે, માટે મુમુક્ષુઓની સમ્મતિ લીધી. જે જે મુમુક્ષુઓએ પ૨મશ્રુત ખાતામાં જ્ઞાનદાન કર્યું હતું તે સર્વેએ હર્ષપૂર્વક ‘હા’ જણાવી. જેના ફળ સ્વરૂપે આજે આપણે આ શ્રી વચનામૃતજી - શ્રી પરમકૃપાળુ દેવના અનુભવજ્ઞાનનો રસાસ્વાદ માણવા ભાગ્યશાળી થયા છીએ.
શ્રી પરમકૃપાળુ દેવના સર્વે મુમુક્ષુઓમાં તેઓ અત્યંત પ્રિય હતા. ગુણાનુરાગથી તેમના પ્રત્યે પૂજ્યભાવ ધરાવતા હતા. પૂજ્ય શ્રી ત્રિભોવનભાઈ, પૂજ્ય શ્રી છોટાભાઈ, પૂજ્ય શ્રી કીલાભાઈ,