________________
| ૐ હૂ અહં શ્રી યુગાદિનાથાય નમઃ | I dૐ હૂ અહં શ્રી વર્ધમાન સ્વામિને નમઃ |
I હ્રીં શ્રીં ક્લીં બ્લે એ નમઃ |
યાત્રા: ભુકિતથી મુકિતની છે.
જૈનશાસનને બે શબ્દો માન્ય છે. ભક્તિ અને બહુમાન. એમાં ભક્તિ એ બાહ્ય સેવારૂપ છે. જ્યારે બહુમાન એ ચિત્તનાં સમર્પણરૂપ છે.
જિનશાસનમાં જિન, ગુરૂ, સંઘ, સાધર્મિક ઇત્યાદિ અનેકોનું બહુમાન જાળવવાનું અને અલગ-અલગ અનેક રીતે આ સૌની ભક્તિ કરવાનું ફરમાન કર્યું છે.
પ્રસ્તુત પ્રકરણમાં શ્રી ભક્તિના પ્રકારો વિવિધ રીતે ખૂબ વિસ્તારથી શાસ્ત્રપાઠો સહિત જણાવવામાં આવ્યાં છે. જૈનધર્મમાં ઇષ્ટદેવ તરીકે શ્રી જિન અરિહંત ભગવાન અને શ્રી સિદ્ધભગવાનને માનવામાં આવે છે. ભક્તિ દ્વારા બહુમાન પ્રગટે છે. અને બહુમાન પૂર્વકની ભક્તિથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
અહીં એ સમજવાની જરૂર છે, કે જિન ભક્તિ એ કોઇ તાંત્રિક ક્રિયા નથી પરંતુ, શુદ્ધ ધાર્મિક ક્રિયા છે. જૈનધર્મ આત્મશુદ્ધિનો ધર્મ છે. જેમ અહિંસા, સંયમ, તપ દ્વારા આત્મશુદ્ધિ શક્ય છે, તેમ ભક્તિ દ્વારા પણ શુદ્ધિ શક્ય જ છે. જે ક્રિયાઓ આત્મશુદ્ધિ કરનારી હોય, તેને તાંત્રિક ક્રિયા શી રીતે માની શકાય ?
વળી, ઘણાનું એમ કહેવું છે, કે “જૈનધર્મમાં પૂજાપદ્ધતિ દ્વારા ભક્તિ પ્રચલિત ન હતી. તે તો વૈદિકધર્મનું અનુકરણ છે. વૈદિકો પ્રતિમાની અનેક રીતે પૂજા કરતાં, તે જોઇને જૈનધર્મમાં પાછળથી એ તત્ત્વ દાખલ થયું છે.” તો આ કથન સાવ જ નિરાધાર સમજવું. શ્રી જિન ભગવાનને “અહ” કહે છે. આ શબ્દ સંસ્કૃત છે અને “કઈ ધાતુમાંથી બન્યો છે. જેનો અર્થ થાય છે કે ભગવાન દેવો-અસુરો-માનવોની પૂજાને યોગ્ય છે. તેથી તેમને “લત” કહેવાય છે. અર્થાત્ ભગવાનને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થવાની સાથે જ પૂજાનો માર્ગ-ધર્મ માર્ગ સ્થપાય છે. યાત્રા ભક્તિથી મુક્તિની ૧