________________
સાથે, જે અભિષેક કરાતો હતો તેજ આ સ્નાત્ર મહોત્સવ હતો. તેમ જે અઢાર અભિષેકનું વિધાન આવે છે, તે પણ આ સ્નાત્ર મહોત્સવ છે. સ્નાત્ર એટલે નાન-અભિષેક.
વર્તમાનમાં સ્નાત્રપૂજા કરતી વખતે એવી ભાવના કરાય છે કે જન્મ વખતના ભગવાન હાજર છે અને તેમનો જન્માભિષેક મહોત્સવ ચાલી રહ્યો છે. વર્તમાન નાત્રપૂજામાં ભગવાનને ત્રિગડા પર સ્થાપિત કરાય છે. ત્યારે ત્રિગડાનો આકાર સમવસરણના ત્રણ ગઢ જેવો હોય છે, પરંતુ, હકીકતમાં ત્રિગડું' એ મેરૂપર્વતના ત્રણ ગઢ છે, જ્યાં જન્મ વખતે ભગવાનનો સ્નાત્ર મહોત્સવ ઉજવાયો હતો. કુસુમાંજલિમાં આજે પલાળેલા ચોખા રાખવાનો રિવાજ છે. હકીકતમાં “કુસુમ' એટલે કુલ હતાં. કુલની અંજલિ રાખવાનો વિધાન છે.
લૂણ ઊતારવાનો વિધિઃ એક પાત્રમાં અગ્નિ રાખી તેના પર લૂણ નાખવું અને તે હાથમાં રાખીને પ્રતિમાજી ફરતી ત્રણ પ્રદક્ષિણા દેવી. અથવા, હાથમાં જળ લઇ તેમાં થોડું લૂણ(નમક) નાંખવું અને પ્રતિમાજી ફરતી ત્રણ પ્રદક્ષિણા દેવી. આને પણ લૂણ ઉતારવાની ક્રિયા કહે છે. પૂજાના ઠાઠને કોઇની નજર ન લાગે માટે, કોઇ નુકસાન ન થાય માટે, આ ક્રિયા કરવાની હોય છે.
છેલ્લે આરતિ-મંગળ દીવો આવે છે. આનો મૂળ સંસ્કૃત શબ્દ “મારાત્રિ” છે. જેનો અર્થ થાય છે, રાત્રિ પડવા વખતનો દીવો. પણ ધીરે ધીરે આ વસ્તુ પૂજાના અંત સમયનો દીવો આ રીતે પ્રચિલત બની. આરતી ઉતારતી વખતે નાસિકાથી ઉપર અને નાભિથી નીચે ન લઇ જવી જોઇએ. તથા આરતી દક્ષિણાવર્ત રીતે ઉતારવી. નીચે ૩ વાર અને ઉપર ૩ વાર આવર્ત લેવા. આ આરતીનો વિધિ થયો.
ત્યારબાદ મંગળદીવો કરાય છે. એ વખતે કપૂરનો ઉપયોગ પણ ઇષ્ટ મનાયો છે. તેનાથી જિનાલયનો પ્રભાવ વધે છે. અશુભ ઊર્જાઓ નીકળી જાય છે. જ્યાં મચ્છર વગેરેના ઉપદ્રવ હોય, ત્યાં આરતી કરતી વખતે કપૂર ખાસ વાપરવું જોઇએ. કપૂરની વાસને કારણે મચ્છર વગેરે દૂર રહે છે, આરતીનાં અગ્નિમાં તેની વિરાધના થતી નથી.
છેલ્લે અખંડ ધારાપૂર્વક શાન્તિનાત્રનું વિધાન કરવામાં આવે છે. જે વિધાન ખરેખર શાન્તિનું પ્રદાન કરનારું છે. સ્નાત્રપૂજા અથવા સ્નાત્ર અભિષેક
માં ૭૪ જેન ભક્તિમા...