________________
આશય છે, જીતવાની-અહંકાર પુષ્ટ કરવાની ભાવના છે. અહીં તો પ્રભુના ચરણોમાં દ્રવ્યનું સમર્પણ કરવાની ભાવના છે. મને પ્રથમ પૂજાનો લાભ મળે તો મારૂં કેવું સૌભાગ્ય ! આવી ધન્યતાની, નમ્રતાની ભાવના છે માટે આ પરંપરા મોક્ષનો જ માર્ગ છે.
પૂર્વના કાળમાં મોટા મોટા તીર્થોનો નિર્વાહ કરવા માટે દ્રવ્ય સમર્પણ કરવાની એક પરંપરા હતી. ઘરડાં માજી મરતી વખતે પોતાની જમીન જાયદાદ શ્રી સંઘને ચોપડે લખાવી દે. જેનાથી સંઘ જિનાલય વગેરેનો નિભાવ કરે. એ જમીન-જાયદાદની આવકનો સંઘમાંજ ઉપયોગ થાય. વ્યક્તિગત ઉપયોગ ન
થાય.
મરણપથારીએ પડેલો બાપ દીકરાને કહેતો, “બેટા ! તારામાં સામર્થ્ય હોય તો તારા પોતાના પૈસાથી તારા જીવનનો નિર્વાહ કરજે. અને મારું ધન બધુ સંઘને અર્પણ કરજે'' અને દીકરો એવું કરતો પણ ખરો. આવું પેથડશામહામંત્રી પોતાનાં પુત્ર શ્રી ઝાંઝણશાને કહીને ગયા હતા અને તેમણે અક્ષરશઃ તેનું પાલન પણ કર્યું હતું. આ જૈન ભક્તિમાર્ગ હતો.
મોટા મોટા તીર્થોને રાજાઓ ભેટમાં ૫-૧૦, ૨૫ - ૫૦ ગામો આપતા હતા. તેથી તે તે ગામની બધી આવક તે તે તીર્થાંના નિભાવમાં અને વિકાસ માં જ વપરાતી હતી. આ પણ સમર્પણ જ હતું. આજે શ્રી કેશરિયાજી તીર્થને ભેટ મળેલા અનેક ગામોની વાત, જિન ભક્તિ જ છે.
ગામમાં અનાજ દળવા માટે હાથથી ચલાવવાની ઘંટી આવતી હતી. ઘરડાં માજી ઘરના ખૂણે બેસીને આ ઘંટી ફેરવ્યા કરતા. પછી શરીર થાકે ત્યારે પોતાની ઘંટીના અધિકરણનો દોષ પરભવમાં ન લાગે, અને પોતાની ઘંટીનો કોઇ દળવા માટે=પાપ માટે ઉપયોગ ન કરે, એ માટે આ ઘંટીના બન્નેય પડને અલગ કરી એક પડ દેરાસરના મેદાનમાં કે પગથિયામાં અને એક ઉપાશ્રયના મેદાન કે પગથિયામાં જડી દેતા. આમ કરવાથી જિનાલય કે ઉપાશ્રય માટે દ્રવ્ય-સમર્પણ કર્યાનો સંતોષ અનુભવાતો.
યાત્રાઃ ભક્તિથી મુક્તિની
૮૧
32.