Book Title: Yatra Bhaktithi Muktini
Author(s): Tirthbodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 98
________________ આ જ ભાષામાં રચ્યું. એમના શિષ્ય આચાર્યશ્રી રામચંદ્રસૂરીશ્વરજી એક સ્વતંત્ર કવિ ગણાતા હતા. એ સમયે એમણે રચેલા મહાપુરૂષોના નાટ્યો પાટણમાં ઘેર ઘેર ગવાતા અને ભજવાતા હતા. ઉમાશંકર જોશી નામના આજના અભ્યાસ પ્રબુદ્ધ કવિએ એટલે જ લખ્યું છે. “જે જન્મતાં આશિષ હેમચંદ્રની પામી વિરાગી જિનસાધુઓ તણી” વગેરે.... આગળ વધતાં ગુજરાતી ભાષાનો સૌથી પ્રાચીન રાસ “શાલિભદ્રરાસ” જૈન શ્રમણના હાથે રચના પામ્યો. ત્યાર પછી ઘણા રાસ રચાતા ગયા. રાસની રચના મુખ્યત્વે જીવનચરિત્ર રૂપ હતી. જે-તે મહાપુરૂષના આખા જીવન ચરિત્રને=જીવનની ઘટનાઓને રાસ-ગેય કાવ્ય રૂપે ઢાળવામાં આવતી. આ રસાળ પદ્ધતિ પણ જૈન ભક્તિમાર્ગમાં અપનાવવામાં આવી. ગૌતમસ્વામીનો રાસ આજે પણ બેસતા વર્ષે વંચાય છે. આ જ રીતે છંદ કાવ્યો પણ અસ્તિત્વમાં આવ્યાં. આ દરેક છંદ કાવ્યોનું કથયિતવ્ય અલગ અલગ રહેતું. પરંતુ દરેકની તર્જ લગભગ એક સમાન રહેતી. જાણે પડઘમ વાગતા હોય, એમ એકધારા આ છંદના શબ્દો ગવાતા હતા.. કુદરતી સૌંદર્ય-વસંત-વર્ષા વગેરે ઋતુઓના સૌંદર્યનો જે નિખાર ગામડાઓમાં છલકાતો-ઉભરાતો તેની ઉપર તે કાળે અનેક કાવ્યો રચાતા, જે ફાગુકાવ્ય તરીકે ઓળખાતા, આ ફાગુકાવ્યોમાં પણ જિનભક્તિને ગૂંથવામાં આવી. અનેક ફાગુકાવ્યો આજે પણ મળે છે. ત્યારબાદ પંડિત શ્રી સત્યવિજયજીથી માંડીને પૂજ્યપાદ આત્મારામજી મહારાજા સુધી એક આખી પરંપરા એવી પ્રગટી જેમણે અનેક પૂજાઓની રચના કરી. આ દરેક પૂજા પૂજનોનું નાનું સ્વરૂપ હતું. પૂજ્ય પંડિતશ્રી શુભવિજયજી મ.નાં શિષ્ય વીરવિજયજી મ. ની પૂજાઓ ખૂબ મનનીય રસાળ લોકજીભે ચડી જાય એવી છે. આ જ આખી પરંપરામાં અનેક સ્તવનોની પણ રચના થઇ. ગુજરાતી સ્તવનોની આ રચના આ પરંપરાની પૂર્વેના કાલથી હતી ને પછી પણ આજ દિન સુધી થતી રહી. ચોવીસ ભગવાનના સ્તવનોની રચના એક એક મહાત્માઓએ કરી. આજે પણ તે સ્તવનની ચોવીસીઓ મળે છે. અનેક કવિઓ યાત્રા ભક્તિથી મુક્તિની આ ૭૯ પર 2

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106