Book Title: Yatra Bhaktithi Muktini
Author(s): Tirthbodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar
Catalog link: https://jainqq.org/explore/023303/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ યાત્રા : ભક્તિથી મુક્તિની સાર્થક અને સાત્ત્વિક પ્રભુભક્તિનો જૈન માર્ગ પ્રેરક ૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી Page #2 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. સકલસંઘહિતચિંતક પ્રભુભક્તિનિમગ્ન આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રભુભક્તિમાં ઉપયોગી વિવિધ ઉપકરણ पुष्प नैवेद्य 90000 कलश चामर अंगलुछणा घंटा धूप 100 13 दीपक फल चंदन बरास तिलक पंखा मोर पीछी अक्षत फ्र दर्पण वालाकुंची Page #4 -------------------------------------------------------------------------- ________________ // જયઉ સવષ્ણુસાસણ-શ્રી વર્ધમાન સ્વામિને નમઃ | // શ્રી પ્રેમ-ભુવનભાનુ-પદા-જયઘોષ-હેમચંદ્રગુરૂભ્યો નમઃ | યાત્રા: ભક્તિથી મુક્તિની (સાર્થક અને સાત્વિક પ્રભુભક્તિનો જૈન માર્ગ) -: પ્રેરક :પ.પૂ. સકલસંઘહિતચિંતક ભક્તિયોગાચાર્ય આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા -: લેખક :પ.પૂ. શાસનપ્રભાવક પંન્યાસજી શ્રી પદાબોચિવિજયજી મ.સા.ના શિષ્ય પ.પૂ. મુનિરાજશ્રી તીર્થબોધિવિજયજી મ.સા. -: સંયોજક :પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. પંન્યાસજી શ્રી સંયમબોધિવિજયજી મ.સા. -: પ્રકાશક : જૈન પરિવાર Sા તેની સરખા Page #5 -------------------------------------------------------------------------- ________________ વીર સં. ૨૫૪૦ વિ. સં. ૨૦૭૦ • ઇ.સ. ૨૦૧૪ N યાત્રા : ભક્તિથી મુક્તિની Yatra : Bhakti thi Muktini M Author's પ.પૂ. મુનિરાજશ્રી તીર્થબોધિવિજયજી મ.સા. Name P.P. Munirajshree Teerthbodhivijayji M.S. સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન...© પ્રથમ આવૃત્તિ • ૩૦૦૦ નકલ (મૂલ્ય રૂા. ૮૦.૦૦) -: સંશોધક :પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅજિતશેખરસૂરિજી મ.સા. પ.પૂ. પંન્યાસજી શ્રી મહાબોધિવિજયજી મ.સા. -: પ્રાપ્તિ સ્થાન :a જૈનમ્ પરિવાર, અમદાવાદ. મો. ૮૯૮૦૧૨૧૭૧૨ 2 દિવ્યદર્શન, ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા, જિ. અમદાવાદ. 2 મયંકભાઇ પી. શાહ, મો. ૯૮૨૧૦ ૯૪૬૬૫ દેવાંગ અરવિંદભાઇ શાહ, મો. ૯૩૨૨૨૭૭૩૧૭ 3 અમિતભાઇ કે. શાહ, વડોદરા મો. ૯૮૯૮૫૮૬૨૨૪ 3 હસિત દિપકભાઇ બંગડીવાલા, સુરત મો. ૯૪૨૭૧ ૫૮૪૦૦ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વસંપત્તિના સર્વ્યય દ્વારા જેમણે શાસનને સમૃદ્ધ અને પોતાના પરલોકને સદ્ધર બનાવ્યા માતુશ્રી તારાબહેન રસિકલાલ કાપડિયા પરિવાર ગોવાલિયા ટેંક-મુંબઇ. શ્રી બાવાભાવી ી પરિક્ષણ વિ અનુષી જીવકલ્યા છતા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિ પૂજક તપગચ્છ જૈન સંઘ-ઘાટકોપર (ઇ.) • શ્રી રાંદેર રોડ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ-સુરત श्री भुवनभानु-पदार्थ-परिचय श्रेणि तत्त्वज्ञानश्रेणि के प्रस्तुत प्रकाशन में श्री घाटकोपर श्वेतांबर मूर्तिपूजक जैन संघ नवरोजी लेन, घाटकोपर (वे.), मुंबई ने अपने ज्ञाननिधिसे सुंदर लाभ लिया है । मूल्य चुकाये बिना जैन गृहस्थ इस की मालकियत न करे Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીનો અgs(પત્ર Male/29.21 स र५- १00 RD RRBARINED ६.dia2.५४ 21-niga2414047-Amen as Gagain namai na 24112५ 200 240P4R५२१111 imarnan on 22८१ स rani स1310 Modinnear Ran250राज्य A ngulkalama Avti 2084 2014-Sam 951Hnt dan६९ ५२ 3 and garnie 2018) से 1 4nelhi-2, ७२०५12.६८ 25 minat canayer actihisti2004 neivो 'सwaitne 2012-rals सहिदinitter N EMAnna E Shin+41 messI440202 MAND2052483 runnine 2142 -१९१ २०n 4-40 YAAmnmai: 100 2040 4z HIN D unchine HTRanand५ Grumtarinालापन in aman Pat anana 441- ८ .५५ ५ ५१ ५२० Arari amarthatar Lamilaytgan D 201020) 2017 hisanmGroknayantiy 201480 2 512. 16120 Cain) को 1240 hi garnad RSONS स724 12 २०22 5 20 am alie n atomitra al Page #9 -------------------------------------------------------------------------- ________________ 23 24เค H1 หt20% 23 นวเศ! 3),ศฯ (0x 4*ก 440) หน3 559 1251หt?rt 2 ใกว" ห ตาก 22 “นดๆ) 42 - ทด์ 41 2491 Rubศส เยศ ศ 2530) 30 % 29 2030เล (849921 5:19. ริชเขฯ ก 97 หรูเว 455 40 45 2 เกเบ 94 ug0434เห r t4 ศ: 259)5 kgs/44 2 3 4 5 494663 464Ch61 22+y7n47เหย 251ค 2 พี่ๆๆ 2144 44ซเ 54 55 ท” น?(404 4401 21(453 Zuฯ 8 9มง 59 หทศรา ก 2054 135 #6นเสี d14689) เLn: 21(+93 ใฯ +4 254 3 ใด 8 หนา 2459 vฯ1994-1941 1ฎห d4(44ว 64 Gau ?โ9414 41 257M 49+0de คนเhsign นา ศy สเศเห8) ส! หากฯหn: 23 AM 54 ) Aut y3vict, *ส ๒90 247 2487 หif 99 % ถหng(r 2(42:yr 12 m๔๖) 6489 หiฐ ห88 - หya4794 29,212 21312 419 40 คน 44284%ea 24wg412 23เทศ 42 99 ดผ4. 249เซอร์(ที่ ราก Gym: skyเศ 2x y mui 2484 เค วิวก ใกเ%43 25m: 446 21 ห gs: 24 42476 4 % .4เด4 6 2464 2064 เห็44) เy #ge 234 หรรษ (3324 mg 34.23&pv44 254 คน 4-Cyprx421453 5 216 ตz559 สหHy81Mๆ หth 1080 4G42 143 14 8 25% 28 จึง 24+G614 29 21(64 190เค คส์ [เต:31 4124 1941 Roat 4.48 . Page #10 -------------------------------------------------------------------------- ________________ आहार HOMBODIO D621 2012 24mni, m 417M _246५२. २८/2rxKADIReabnam Panta 2 4 14 ) 22 44 82 81 80% =< 159 PM 27 7. My 210504 0 2gnqia sar20५. in 21 oxymr0 30%APPinार 200 2168 - 24MN 34Mona 2411.44 adina मोरया SHRIMADcf userni ५९.२८/22ashaina.xomg 2200,200 ninxgf Head Can23 ५ ५ 201Puna14 ५{tent - 4 4 84122 ५६ier Summ4/2dreng2, ५८1310m 344. Sign 42020nmant Ragnnar niRIF पु 212424 Himanian Miniatrinaran hidiindan Amraat z a2a92m aaung 164200 Y.45-27 04251-sainD82112842Drung Helan 20ratset Manun 2013 BuRi Gear 241127 1-441L• 203054YArglund 2nt StyaHamazintain Savte OARNach anning) zir Rronnessions 2056842Ti-2amruit. Page #11 -------------------------------------------------------------------------- ________________ नाणं पयासगं પ્રકાશકીય અનંતજ્ઞાનગુણસંપન્ન તીર્થકર ભગવંતો મોહના અંધકારમાં અથડાતા જીવોને સુખની ઓળખ અને સાચા સુખનો માર્ગ મળે તે માટે જ્ઞાનના પ્રકાશનું છૂટે હાથે દાન કરવા કેવલજ્ઞાની બન્યા પછી રોજ બે દેશના=૭ કલાક જિનવાણી પ્રકાશે છે. શાસનની સ્થાપના બાદ તુર્ત જ ગણધર ભગવંતોએ વ્યક્ત કરેલી તત્ત્વ-જિજ્ઞાસાના પ્રત્યુત્તરમાં પ્રભુએ સમગ્ર સંસાર સ્વરૂપને ઓળખવાની ચાવી રૂપ ત્રિપદી પ્રકાશી, ‘ઉષ્પન્ન ઇ વા, વિગમે ઇ વા, ધુવે ઇ વા', અને એ ત્રિપદીના નાના દ્વારમાં છુપાયેલો મહાતત્ત્વખજાનો ગણધર ભગવંતોએ પોતાની વિશિષ્ટ પ્રજ્ઞાથી દ્વાદશાક્નીરૂપે પ્રગટ કર્યો. જિનશાસનના સારસર્વસ્વસમો એ દ્વાદશાંગીનો પ્રવાહ કાળબળે વિલુપ્ત થતો રોકવા પૂર્વાચાર્યોએ લેખન-વિવેચનસર્જન અને પ્રકરણ-ભાષ્ય આદિ ઉદ્ધરણરૂપે સતત પુરૂષાર્થ કરી ટકાવ્યો...પરંતુ કાળનું વિષમ આક્રમણ નિતનવા રૂપો ધારણ કરે છે. સંસ્કૃત-પ્રાકૃત ગિરાનો પ્રવાહ રુંધાયો અને પુણ્યપુરૂષોએ લોકબોલીમાં પ્રભુવાણીની ધારા વહાવી... a પ.પૂ. સકલસં ઘહિતચિંતક યુ વાજનો દ્ધારક આચાર્યદેવે શ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાએ કોઇ પુણ્યવંતી ધન્યપળે જિનશાસનના તત્ત્વજ્ઞાનને વિષયવાર વિભાજિત કરી સરળ ભાષામાં પ્રકાશિત કરવાનો વિચાર વહેતો મૂક્યો...વર્ષો બાદ પ.પૂ. પરમાત્મભક્તિનિમગ્ન આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પ.પૂ. પંન્યાસજી શ્રી સંયમબોધિવિજયજી મ.સા.એ ગુરૂભક્તિથી એ વિચારને સાકાર કરવા કમર કસી, જબરદસ્ત જહેમત ઉઠાવી. અનેક મહાત્માઓને વિનંતી કરતા તે મહાત્માઓએ પણ શ્રુતભક્તિ, ગુરૂભક્તિ અને સંઘભક્તિના આ અવસરને વધાવી લીધો, જેની અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. પ.પૂ. શાસ્ત્ર-શાસનમર્મજ્ઞ આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅજિતશેખરસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. બહુશ્રુત પ્રવચનપટુ પંન્યાસજી શ્રી મહાબોધિવિજયજી મ.સા. એ આવેલ તમામ લખાણને પોતાની શાસ્ત્ર-પરિકર્મિત મતિથી સંશોધિત કરી આપ્યું છે તે બદલ પૂજ્યશ્રીઓના અત્યંત ઋણી છીએ. નિશ્ચિત કરેલા ૪૦ થી અધિક વિષયોમાંથી પ્રથમ ચરણ રૂપે ૧૧ પુસ્તકોનો સેટ પ્રકાશિત કરી રહ્યા છીએ, તેમાં યાત્રા : ભક્તિથી મુક્તિની (સાર્થક અને સાત્વિક પ્રભુભક્તિનો જૈન માર્ગ) પુસ્તક પ.પૂ. મુનિરાજ શ્રી તીર્થબોધિવિજયજી મહારાજ સાહેબશ્રીએ આગવી શૈલીમાં અને તમામ તત્ત્વોનો સમાવેશ કરીને લખી આપેલ છે. પૂજ્યશ્રીની શ્રુતભક્તિની અંતરથી અનુમોદના...અમારી વિનંતિને માન આપી ગાગરમાં સાગર જેવી પ્રસ્તાવના લખી આપનાર પ.પૂ.આચાર્ય ભ. શ્રી વિજયકલ્યાણબોધિસૂરિજી મ.સા.ના ચરણોમાં નતમસ્તકે વંદના...પ્રિન્ટીંગનું કાર્ય દિલ દઇને કરી આપનાર શુભાય આર્ટ્સવાળા દિનેશભાઇ મુડકર્ણીને પણ હજારો સલામ. પ્રાન્ત, શાસનની, સંઘની, શ્રતની સર્વતોમુખી સેવા સાતત્યપૂર્વક, સમર્પણપૂર્વક અને સફળતાપૂર્વક કરી શકીએ એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના.. જૈનમ્ પરિવાર Page #12 -------------------------------------------------------------------------- ________________ ભવોદધિતારક પ.પૂ. ગુરૂદેવશ્રીનો આશિર્વાદ પત્ર नमो नमः 9APमर२ये। सुपm १२७) स्व. (समानामार्थ Ea 20६य मान 420 HR)) . त्यो नमन (412 समी संवत १८ Ciscos) AQमसि ) स्च-गुस्सा यार San Enा स्थायि- 2411 हयात 24JD COICAD) Q MI) ug dj H1) मन शान, AURAHA. AAH fanCOLL - य ) (42010 समुदायनो dat जन्य). dansom 242, mएन १२ सुधा 22 MINA) Urvant f 26 मा २५. ५न्य सहच जायला हपन्य मुEAN2melim. श्र य, B५ सा ANM . मा ममी (4) NISAL. सन २॥स ने संघ सेवामा नाम समर्षित थु. Hingबायो . coH DE0 A41 १० 49 साधना सा ते RAM- समाधि साथै ५) MAI यी, 224लि यही , ते संधना । ल्युयमाट प्रा योजनाको तमना मनमा मा. सलु 11 Ruk सधन) CLE भो यानी At0 साधु 4200 समुयसन २. (२) RTHAN QU21110 RICCL) २१+२८०.6. मात20 न0 2306२८, (27240५-21tenan (नम सेयमन म 42310 Ke Aadiuo. Mile+ LELO कोनता Eleी नाय। Page #13 -------------------------------------------------------------------------- ________________ (4) HITA) बायुमो 2246 AM 0804मना मितोमा स्थित २८ मेरो ) अनुसM) + त्या जो वा माय सु मन पाटी. ____omन यम1) स्६० ५ सयमलनु AILAS24 साये पल2011 MA स ल्Y६५ मारा गया. _un nामन) Cavne 4124 2yHI - BHOur 80. 2) साया भु यसको २७ PAR 224 नाम से CRR 201210 oth RAपा ) भयो Anim, cार प्रवृत्ति स्व य मुन सु2 व्य160 २२० मनु0AAINA M 12 mलम 2000 मा ५२ आ माल ) स्थापना ५ थाम) या या 2141 2000 रु। २५ दिर) C ) CELL ( यो ५. नाना 0 + 200 2212 2 0 ) ल 20 mi) I +0 (4ME H पुक्या RARNic 440+ YLA20) रवाना रेल मा COM संभोMrum 20२, 19 HOME 2014 DAय . सयमबाघ(4rAur सारी 48. AAMA५ला ) 12 204+00AM youn ) 26.58 205120ोर Avaran +2 रन 4 400 45 न ) साये म २ - यी ५) जन्य 1234 ५ २4) M61 आने 20 साले कर ला - . धनत 221, २०५५ १२मानार Page #14 -------------------------------------------------------------------------- ________________ सदा मेऽस्तु भवे भवे ભારત દેશ કેવો ? આ પ્રશ્નનો એક શબ્દમાં જવાબ આપવો, એ “ભારત'ને બરાબર જાણનારા માટે શક્ય નથી. આ પ્રશ્ન થતાંની સાથે જ તેના માનસમાં વેષ, ભાષા, સ્વભાવ અને સૃષ્ટિનું એ વૈવિધ્ય ઉપસી આવે છે, કે જેનું નામકરણ કરવા માટે કોઈ શબ્દ જ ઉપલબ્ધ નથી. “જૈન ભક્તિમાર્ગનું વૈવિધ્ય સમજવા માટે આ એક દ્રષ્ટાંતમાત્ર છે. વિહંગાવલોકનથી જોઇએ તો જૈન દર્શનના અગણિત ભક્તિમાર્ગો દ્રષ્ટિગોચર થાય છે... ત્વમાત્ય સર્વ UિTમત્રા તવેવ તે નાથ ! વિવૃદ્ધત્નફલામ્ ! આ તત્ત્વગર્ભિતા ભક્તિ છે. • ઉમણો સુÇ áવસૂચિમ્ | આ વ્યંગગર્ભિતા ભક્તિ છે. • TUT ન વરિયલ્વો તત્ય ત્તિ શિડ્યાન રે આ શોકગર્ભિતા ભક્તિ છે. • શુદ્વાનુમવસંવેદ્ય તકૂપ પરમાત્મન: કે આ નિશ્ચયગર્ભિતા ભક્તિ છે. • વૃર્થવ સર્વ તવ મવિત્તરીનમ્ * આ ભક્તિગર્ભિતા ભક્તિ છે. • તુમ હી નીવડ નઝીવ દૈ સવઠ્ઠી, દ્ધિ ગનંત પારા 1૬ આ મહિમાગર્ભિતા ભક્તિ છે. • ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો, ઔર ન ચાહું રે કંત ° આ પ્રેમગર્ભિતા ભક્તિ છે. • તું તો સમય સમય બદલાયે, ઇમ કિમ પ્રીતિ નિવાહો થાય ?“ આ નર્મગર્ભિતા ભક્તિ છે. • શિવપદ દેવા જો સમરથ છો, તો જશ લેતા શું જાય ? આ અનુશયગર્ભિતા ભક્તિ છે. • અમે ભક્તિયોગે આણશું મનમંદિર તુમ આજ.° આ આગ્રહગર્ભિતા ભક્તિ છે. • નિજ સ્વરૂપ જે ક્રિયા સાથે તેહ અધ્યાત્મ લહિયે રે.'' આ અધ્યાત્મગર્ભિતા ભક્તિ છે. • ધ્યાન અરૂપી તો સાંઇ અરૂપી.* આ ધ્યાનગર્ભિતા ભક્તિ છે. • કાશી દેશ વારાણસી નગરી, જન્મ લિયો પ્રભુ ક્ષત્રિય કુલ મેં.'' આ ચરિત્રગર્ભિતા ભક્તિ છે. • વીર વહેલા આવો ને, ગૌતમ કહી બોલાવો ને.'' આ વિરહગર્ભિતા ભક્તિ છે. • એકેન્દ્રિયમાં આથડ્યો નિરધનીઓ નિરાધાર.' આ વિરાગગર્ભિતા ભક્તિ છે. પંથો અગણિત છે, પ્રાપ્તવ્ય એક જ છે -પરમાત્મપદ. કર્તત્વવાદ અને અકર્તુત્વવાદ, સાકારવાદ અને નિરાકારવાદ, સગુણવાદ અને નિર્ગુણવાદ-આ બધા જ અગ્નિમાંથી પસાર થઇને જૈન દર્શન સમ્મત પરમાત્મતત્ત્વ જેમ શુદ્ધ સુવર્ણની જેમ ઝળકે છે, બરાબર એ જ રીતે સાફલ્યવાદ અને વૈફલ્યવાદ, તત્ત્વવાદ અને સમ્મોહવાદ, કર્તવવાદ અને અકર્તવ્યવાદના અગ્નિમાંથી પસાર થઇને જૈન દર્શનીય પરમાત્મભક્તિ ૧. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિકૃત દ્વાદિંશદ્ દ્વાર્નિંશિકા ૧- ૨૮ / ૨. કલિકાલ સર્વજ્ઞકૃત અન્યયોગવ્યવચ્છેદ દ્વાáિશિકા |૧૭ના ૩. મહાકવિ ધનપાલકૃત ઋષભપંચાશિકા. ૪. મહો. શ્રી યશોવિજયજી કૃત પરમાત્મપંચવિંશતિકા //૪ TT ૫. મહો. શ્રી યશોવિજયજી કૃત શંખેશ્વર સ્તોત્ર /૧૫ ની ૬. મહો. શ્રી યશોવિજયજી કૃત શ્રી શીતલનાથસ્તવન. ૭. મહાયોગી શ્રી આનંદઘનજીકૃત શ્રી ઋષભદેવ સ્તવન. ૮. વાચક શ્રી માનવિજય કૃત શ્રી ઋષભદેવ સ્તવન. ૯. શ્રી મોહનકવિકૃત શ્રી આદિ સ્તવન. ૧૦. શ્રી રામવિજયજી કૃત શ્રી ચન્દ્રપ્રભ સ્તવન. ૧૧. મહાયોગી શ્રી આનંદઘનજી કૃત શ્રી શ્રેયાંસ સ્તવન. ૧૨. શ્રી વીરવિજયજી કૃત શ્રી શાન્તિનાથ સ્તવન. ૧૩. શ્રી ઉદયરત્નજી કૃત શ્રી પાર્શ્વનાથ સ્તવન. ૧૪. શ્રી વીર વિજયજી કૃત શ્રી વીર સ્તવન. ૧૫. શ્રી ન્યાયવિજયજી કૃત શ્રી વીર સ્તવન. Page #15 -------------------------------------------------------------------------- ________________ પણ એવા વિશુદ્ધ સ્વરૂપે ઝગારા મારી રહી છે કે જેનાથી આજે પણ વિશ્વના મૂર્ધન્ય મનીષીઓની આંખો અંજાઇ રહી છે. અકાઢ્ય તર્કોની હારમાળા સર્જનારા ન્યાયાચાર્યો ય અહીં પ્રભુભક્તિમાં તન્મય થઇને ઝુમ્યા છે. અઢાર દેશોના મહારાજા ય અહીં પ્રભુચરણોમાં શિશુભાવે આળોટ્યા છે. એક એક પ્રભુભક્ત સંપત્તિને ન્યોચ્છાવર કરીને સર્જલા મહાતીર્થો આજે સેંકડો વર્ષ પછી ય વિના આમંત્રણે વિશ્વને આકર્ષિત કરી રહ્યા છે. | અપરંપાર પ્રભુભક્તિ એ જૈન દર્શનનો માત્ર ઇતિહાસ નથી, વર્તમાન વાસ્તવિકતા પણ છે. આજે મંદિરો અને તીર્થોના સર્જનોમાં અગણિત સંપત્તિ પાણીની જેમ અનેક ભાવિકો વહાવી રહ્યા છે. આજે ય તર્માચાર્યો દ્વારા વિપુલ ભક્તિ સાહિત્ય નિર્માણ પામી રહ્યું છે. આજે ય ઉદ્યોગપતિઓ અને સુશિક્ષિતો પ્રભુની સમક્ષ ભક્તિનૃત્યમાં ઝુમી રહ્યા છે. આજે ય ચાર વર્ષનો બાળક ચાર કલાક સુધી ખાવાપીવા-રમવાનું ભૂલીને પ્રભુનો શણગાર કરવામાં તલ્લીન બની રહ્યો છે. સાચી ભક્તિ એ છે, જેમાં પ્રભુની માત્ર ખુશામત નહીં, માત્ર પગચંપી નહીં, પણ પ્રભુ પ્રત્યે સમર્પણની સંવેદના છે...પ્રભુના વચનનું અનુસરણ છે. જૈન જગતે પરમાત્મભક્તિનાં માધ્યમે પ્રભુના ઉપદેશને પણ આત્મસાત્ કર્યો છે. પૂર, દુકાળ, સુનામી કે ભૂકંપ જેવા સંકટોએ જેનો દ્વારા અપાતું કરોડોનું દાન, એ ય ભક્તિમાર્ગ છે, જેનો દ્વારા સતત સર્જાતી રહેતી માનવતાના કાર્યોની શ્રેણિ, એ ય ભક્તિમાર્ગ છે. જાનના જોખમે ને પૈસાનાં પાણી કરીને સાકાર થતા જીવદયાના કાર્યો, એ ય ભક્તિમાર્ગ છે. વિકૃતિઓના વાવાઝોડાઓની વચ્ચે સુસંસ્કૃત સદાચારી જીવન, એ ય ભક્તિમાર્ગ છે અને શિક્ષિત, શ્રીમંત, રૂપવાન જૈન યુવા-યુવતીઓ સાંસારિક પ્રલોભનોને લાત મારીને ખુમારીભેર પ્રભુના સંયમપંથે પ્રયાણ કરી રહ્યા છે, એ પણ ભક્તિમાર્ગ છે. જૈન દર્શન એટલે ભક્તિદર્શન. ફરી એ શબ્દો યાદ આવે છે. વર્થવ સર્વ તવ મંવિત્તિરીનમ્ | જ્યાં ભક્તિ નથી, ત્યાં વ્યર્થતા છે...શૂન્યતા છે. જૈન અસ્મિતાને જગત સમક્ષ પ્રસ્તુત કરવાનું પુણ્યકાર્ય ગુરુબંધુ પંન્યાસપ્રવર શ્રી સંયમબોધિવિજયજી ગણિવર્ય કરી રહ્યા છે. જે કાર્યના એક વિશિષ્ટ ભાગ રૂપે મુનિરાજ શ્રી તીર્થબોધિવિજયજી મ.સા. એ “જૈન ભક્તિમાર્ગ' પર આ પ્રબંધમાં અનેક પાસાઓ દ્વારા વિશદ પ્રકાશ પાથર્યો છે. ભક્તિમય આ પ્રકાશ વિશ્વના અંધારાઓને ઉલેચી દે, એ જ શુભાભિલાષા સાથે વિરમું છું. જિનાજ્ઞાવિરૂદ્ધ લખાયું હોય, તો મિચ્છામિ દુક્કડમ્ આસો વદ-૭, વિ.સં ૨૦૬૯, પ્રાચીન શ્રતોદ્ધારક પ.પૂ. આચાર્ય શ્રી સુરેન્દ્રનગર જૈન સંઘ, શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણસેવક આચાર્ય કલ્યાણબોધિસૂરિ Page #16 -------------------------------------------------------------------------- ________________ | ૐ હૂ અહં શ્રી યુગાદિનાથાય નમઃ | I dૐ હૂ અહં શ્રી વર્ધમાન સ્વામિને નમઃ | I હ્રીં શ્રીં ક્લીં બ્લે એ નમઃ | યાત્રા: ભુકિતથી મુકિતની છે. જૈનશાસનને બે શબ્દો માન્ય છે. ભક્તિ અને બહુમાન. એમાં ભક્તિ એ બાહ્ય સેવારૂપ છે. જ્યારે બહુમાન એ ચિત્તનાં સમર્પણરૂપ છે. જિનશાસનમાં જિન, ગુરૂ, સંઘ, સાધર્મિક ઇત્યાદિ અનેકોનું બહુમાન જાળવવાનું અને અલગ-અલગ અનેક રીતે આ સૌની ભક્તિ કરવાનું ફરમાન કર્યું છે. પ્રસ્તુત પ્રકરણમાં શ્રી ભક્તિના પ્રકારો વિવિધ રીતે ખૂબ વિસ્તારથી શાસ્ત્રપાઠો સહિત જણાવવામાં આવ્યાં છે. જૈનધર્મમાં ઇષ્ટદેવ તરીકે શ્રી જિન અરિહંત ભગવાન અને શ્રી સિદ્ધભગવાનને માનવામાં આવે છે. ભક્તિ દ્વારા બહુમાન પ્રગટે છે. અને બહુમાન પૂર્વકની ભક્તિથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. અહીં એ સમજવાની જરૂર છે, કે જિન ભક્તિ એ કોઇ તાંત્રિક ક્રિયા નથી પરંતુ, શુદ્ધ ધાર્મિક ક્રિયા છે. જૈનધર્મ આત્મશુદ્ધિનો ધર્મ છે. જેમ અહિંસા, સંયમ, તપ દ્વારા આત્મશુદ્ધિ શક્ય છે, તેમ ભક્તિ દ્વારા પણ શુદ્ધિ શક્ય જ છે. જે ક્રિયાઓ આત્મશુદ્ધિ કરનારી હોય, તેને તાંત્રિક ક્રિયા શી રીતે માની શકાય ? વળી, ઘણાનું એમ કહેવું છે, કે “જૈનધર્મમાં પૂજાપદ્ધતિ દ્વારા ભક્તિ પ્રચલિત ન હતી. તે તો વૈદિકધર્મનું અનુકરણ છે. વૈદિકો પ્રતિમાની અનેક રીતે પૂજા કરતાં, તે જોઇને જૈનધર્મમાં પાછળથી એ તત્ત્વ દાખલ થયું છે.” તો આ કથન સાવ જ નિરાધાર સમજવું. શ્રી જિન ભગવાનને “અહ” કહે છે. આ શબ્દ સંસ્કૃત છે અને “કઈ ધાતુમાંથી બન્યો છે. જેનો અર્થ થાય છે કે ભગવાન દેવો-અસુરો-માનવોની પૂજાને યોગ્ય છે. તેથી તેમને “લત” કહેવાય છે. અર્થાત્ ભગવાનને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થવાની સાથે જ પૂજાનો માર્ગ-ધર્મ માર્ગ સ્થપાય છે. યાત્રા ભક્તિથી મુક્તિની ૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ તેમજ, આગમ સૂત્રોમાં “gવાસાનિ” શબ્દ-પ્રયોગ થયો છે. જેનો અર્થ થાય છે પૂજા કરવી, અર્ચના કરવી. આથી, આ અવસર્પિણીમાં પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ અરિહંત થયાં, ત્યારથી જ જૈનધર્મમાં પૂજાનો માર્ગ સ્થપાયો અને વૈદિક ધર્મ પ્રતિમા-પૂજનાદિ ભક્તિનું જૈનધર્મમાંથી અનુકરણ કર્યું છે. આવું માનવું જોઇએ. આમ, જિનની ભક્તિ તો માત્ર દર્શન-વંદન રૂપ જ થાય, પરંતુ પૂજા રૂપે ન થાય. આ વાત પણ ખોટી છે. ભક્તિનાં અનેક પ્રકારોમાંથી એક પ્રકાર છે-પ્રભુ પૂજા.... શંકાઃ ભગવાન તો સર્વકર્મમુક્ત થઇને મોક્ષ અવસ્થામાં સ્થાયી થયા છે. એમની સેવાથી તે ખુશ નથી થવાના, તો સેવકોને લાભ શું ? સમાધાનઃ જિનભક્તિથી થતાં અનેકવિધ લાભો ૧) જેમ ચિંતામણિ રત્ન માંગણી કરનારનાં સર્વ ઇચ્છિતોનો પ્રદાતા બને છે. તેમ નામ-સ્થાપનાદ્રવ્ય કે ભાવ કોઇપણ ભેદે રહેલાં પ્રભુની ભક્તિ સર્વ ઇચ્છિતોની પ્રદાતા બને છે. ૨) શ્રી આવશ્યક નિર્યક્તિ સૂત્ર ગાથા ૧૦૯૮ની ટીકામાં એક અવતરણ ટાંક્યું છે. भत्तीइ जिणवराणं, परमाए खीणपिज्जदोसाणं । आरु-ग्गबोहिलाभ, समाहिमरणं च पावेंति ॥ અર્થાત્ વીતરાગ અરિહંત પ્રભુની પરમ ભક્તિ કરવાથી ભક્તને આરોગ્યનો લાભ થાય છે-સમ્યકત્વ રૂપી રત્નની પ્રાપ્તિ થાય છે. અને જીવનનાં અંતકાળે સમાધિમરણની પ્રાપ્તિ થાય છે. આ ત્રણ ઉત્તમોત્તમ લાભો જિન ભક્તિ દ્વારા મળે છે. ( ૩) “જિનની ભક્તિ કરતાં કરતાં જિન બની જશો” આ ઉક્તિ ખરેખર વાસ્તવિક છે. મનુષ્યનાં અંતઃકરણમાં નિરંતર જેનો વાસ હોય છે એવો એ થઇ જતો હોય છે. અહીં શાસ્ત્રકારો ઇયળ અને ભમરીનું ઉદાહરણ દર્શાવે છે. "इलिका भ्रमरीध्यानात्, भ्रमरीत्वं यथाऽश्नुते । तथा ध्यायन्परात्मानं, परमात्मत्वमाप्नुयात् ।। જ છે . જેને ભક્તિમાર્ગ.... Page #18 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્, ઇયળ ભમરીને વારંવાર વિચારવાથી, વારંવારના એની તરફના આકર્ષણને કારણે જેમ ઇયળ મરીને ભમરી જ બની જાય છે. તેમ, પરમાત્માનું વારંવાર ધ્યાન કરવાથી જીવાત્મા પણ પરમાત્મા જેવી જ વીતરાગ અવસ્થાને પામે છે, માટે વીતરાગ બનવાનાં લક્ષ્યસહિત ભક્તિ કરવી. ( ૪) “વીતરાગ સ્તોત્ર'માં પૂજ્ય આચાર્ય શ્રી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મ.સા. ફરમાવે છે – "अनाहूतसहायस्त्वं, त्वमऽकारणवत्सलः । अनभ्यर्थितसाधुस्त्वं, त्वमऽसम्बन्धबान्धवः ॥" હે પ્રભુ ! આપ વગર બોલાવ્યે મદદ કરવા આવો છો, કારણ વિના જ વાત્સલ્ય આપો છો, વગર પ્રાર્થનાએ પણ સૌજન્ય દાખવો છો, સંબંધ વિનાનું સગપણ રાખો છો.” આવાં પરમાત્મા છે, માટે એમની ભક્તિથી આપણું કલ્યાણ અવશ્યભાવી સમજવું. ૫) જિનભક્તિ દોષનાશિકા છે. માણસને પરેશાન કરતાં સૌથી મોટાં બે દોષો છે, કામ અને માન. આ બન્ને દોષો પર ભક્તિ દ્વારા જ વિજય મેળવી શકાય છે. બડા બડા પંડિતો-તપસ્વીઓ પણ આ બે દોષોને હરાવવામાં હાંફી ગયા છે, ત્યારે ભગવાનનાં ચરણે બેઠેલા ભક્તજને આસાનીથી આ દોષોને ચૂરી નાંખ્યા છે. ૬) જિનભક્તિ દુઃખનાશિકા છે. જીવનમાં જ્યારે જ્યારે દુઃખ આવ્યું ત્યારે ત્યારે તેમાંથી પાર ઉતરવા સમકિતી શ્રાવક-શ્રાવિકાઓએ ભગવાનની ભક્તિનો જ ઉપાય અજમાવ્યો છે. જેના કારણે દુઃખ પણ ટળ્યું છે, અને ભક્તની શ્રદ્ધા મજબૂત બની છે. સુલતાએ પુત્રપ્રાપ્તિ માટે ભગવાનની ભક્તિ વધારી. મયણાએ પતિનો કોઢ નિવારવા ગુરૂની આજ્ઞાથી નવપદની આરાધના દ્વારા જિનભક્તિ કરી. કુંતા માતા અને દ્રૌપદીએ પાંડવોની રક્ષા માટે કાઉસગ્નધ્યાન દ્વારા ભગવાનની આરાધના કરી. આવાં ઢગલાબંધ પ્રસંગો દ્વારા સમજાય છે, કે જીવનમાં અસમાધિ કરનારાં દુઃખોને ટાળવાં શ્રદ્ધા-બહુમાન પૂર્વક ભગવાનની જ ભક્તિ કરવી, ભગવાન પાસે જ માંગણી કરવી, જેથી દુઃખ ટળે, અને શ્રદ્ધા મજબૂત થાય. ૭) ભલભલા પંડિતો જ્યારે ભક્તિમાર્ગે આગળ વધ્યાં, ત્યારે તેમણે યાત્રા ભક્તિથી મુક્તિની ૩ો જરૂર Page #19 -------------------------------------------------------------------------- ________________ હાર્દિક ઉદ્ગારો કાઢ્યા છે, કે જિનભક્તિ તો પરમાનંદની કુંચી છે. પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. જણાવે છે. "सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं, परमानन्द सम्पदाम् ||" અર્થાત્ ‘સમસ્ત શ્રુત-જ્ઞાન રૂપી સમુદ્રનું અવગાહન કરીને મેં આટલો સાર મેળવ્યો છે કે ભગવાનની ભક્તિ જ પરમાનન્દની સંપત્તિનું મુખ્ય કારણ છે...'’ 1 થાય. ૮) એક અતિ પ્રચલિત શ્લોક છે– ''ઉપસર્ગા: ક્ષયં યાન્તિ, દ્યિન્તે વિઘ્નવયિ: I મનઃ પ્રસન્નતામેતિ, પૂન્યનાને બિનેશ્વરે ।।'' આમાં જણાવ્યું કે ‘જેમ-જેમ ભગવાનની પૂજા-ભક્તિ કરતાં જઇએ, તેમ-તેમ ૧) ઉપસર્ગો-આપત્તિઓ-દુઃખો નાશ પામે, ૨) જીવનમાં આવતાં વિઘ્નો-અંતરાયો દૂર થાય. ૩) મન પ્રસન્નતાસભર બની જાય. આ ત્રણ ફાયદા ૯) ભગવાનની ભક્તિથી જેમ દુઃખોથી મુક્તિ મળે છે, એમ દુઃખોમાં સમાધિની પ્રાપ્તિ પણ થાય છે, દુઃખની વચ્ચે પણ સાધક ‘‘ભગવાન મારી સાથે છે’’ આમ વિચારી સમાધિમાં રહી શકે છે. ૪ BE202 જૈન ભક્તિમાર્ગ... Page #20 -------------------------------------------------------------------------- ________________ છે પ્રકરણ: ૧ છે. ''नामाकृतिद्रव्यभावैः पुनतस्त्रिजगज्जनम् । क्षेत्रे काले च सर्वस्मिन्नऽर्हतः समुपास्महे ||'' “શ્રી સકલાઈ સ્તોત્ર' નામના કાવ્ય-ગ્રંથમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. જણાવે છે કે અરિહંતો નામ-સ્થાપના-(આકાર) દ્રવ્ય અને ભાવ આ ચાર ભેદો વડે આખા સમગ્ર ત્રણ લોકના જીવોને પવિત્ર કરે આ ચાર ભેદોને ચાર નિક્ષેપો પણ કહે છે. ચાર નિક્ષેપે શ્રી જિન અરિહંત પ્રભુની આરાધના જેને ભક્તિમાર્ગને માન્ય છે. નામજિન, સ્થાપનાજિન, દ્રવ્ય જિન અને ભાવજિન આ ચારેય નિપાની ભક્તિથી જીવને એક સરખો જ લાભ થાય છે. नामजिणा जिणनामा, ठवणजिणा पुण जिणिंदपडिमाओ । दवजिणा जिणजीवा, भावजिणा समवसरणत्था ।। શ્રી જિન ભગવાનનાં ઋષભ-અજિત વગેરે નામો, તે નામજિન, શ્રી જિનભગવાનની આકારની પ્રતિમાઓ તે સ્થાપનાજિન, જેઓ ભાવિ તીર્થકર બનવાનાં છે, એવા જીવો તે દ્રવ્ય જિન, અને સમવસરણમાં બેસી ચાર મુખે ભવ્ય જીવોને દેશના દઇ રહ્યા છે તે ભાવજિન. પૂજ્ય આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિજી પણ આવી જ વાત કરતાં કહે છે. नामादिभेदैर्विशदैश्चतुर्भि-र्ये लोककालत्रितयं पुनन्तः । भवोद्विजां मुक्तिपदं ददन्ते, सर्वेऽपि ते सर्वविदो जयन्तु || અર્થાત્, સ્પષ્ટ એવા નામાદિ ચાર ભેદો વડે જેઓ ત્રણેય લોક અને ત્રણેય કાલને પવિત્ર કરનારા છે, સંસારથી વિરક્ત થયેલાને જેઓ મોક્ષપદ આપનારાં છે તેવા સર્વજ્ઞ ભગવંતો જય પામો. તેમ જ શ્રી લક્ષ્મીસૂરીશ્વરજી મહારાજાએ વિશસ્થાનકની પૂજામાં આ બહુ પ્રચલિત દૂહો મૂક્યો છે. --- યાત્રાઃ ભક્તિથી મુક્તિની મન પર Page #21 -------------------------------------------------------------------------- ________________ "परमपंच परमेष्टिमां, परमेश्वर भगवान, चार निक्षेपे ध्याइये, नमो नमो जिनभाण. ' "I અર્થાત્ આ દરેક પાઠો વડે એવું સિદ્ધ થાય છે, કે શ્રી જિનેશ્વ૨ પરમાત્માની ભક્તિ નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ આ ચારે'ય નિક્ષેપાથી ક૨વી એ શાસ્ત્ર- સમ્મત છે અને એ જૈન ભક્તિમાર્ગ છે. શંકા : નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ-આ ચાર નિક્ષેપામાં વસ્તુતઃ ભાવનિક્ષેપો જ સાચો છે ને ! તેથી ભક્તિ પણ ભાવજિનની (કેવલજ્ઞાન પ્રાપ્ત થયાં પછી સદેહે વિચરતાં અરિહંતોની) જ કરવાની હોય, પરંતુ બીજા બધા નિક્ષેપાની ભક્તિ કેમ કરવાની ? એનાથી શું લાભ થવાનો ? સમાધાન : “ગુરુતત્ત્વવિનિશ્ચય'' ગ્રંથમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. ૧૫માં શ્લોકમાં જણાવે છે. जह गोयमाइआणं, णामाई तिन्नि हुंति पावहरा । अंगारमद्दगस्सय, णामाई तिन्नि पावयरा ||१५|| અર્થાત્ ‘‘ગૌતમાદિ સદ્ગુરૂઓનાં નામ-સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપા પણ પાપનો નાશ કરનારા છે. જ્યારે અંગારમર્દક આદિ અસદ્ગુરૂઓનાં તે ત્રણે'ય નિક્ષેપા પાપનો બંધ કરાવનારાં છે.'' આ ઉક્તિ પરથી જણાય છે કે તે-તે ભાવનાથી સંબંધિત તે-તે નામ વગેરે પણ ભાવ જેટલું જ ફળ આપવામાં સમર્થ છે. શ્રી રાયપસેણિય આગમ સૂત્રમાં કહ્યું છે ‘“માાં હતુ તફાવાળ થેરાનું માવંતાનું ગામનોત્તસ્સ વિ સવાયાÇ'' અર્થાત્ તેવાં પ્રકારનાં (મહાસંયમી) સ્થવિર ભગવંતો (ગુરુ ભગવંતો)નાં નામ-ગોત્ર (કુલ)ના શ્રવણથી પણ મહાન લાભ મળે છે.’' આ આગમ-પાઠ દ્વારા જણાય છે. કે નામ વગેરે નિક્ષેપા પણ વસ્તુરૂપ જ છે ખોટા નથી. આ રીતે જ શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે, ``નાનાવો વિ માવા, ને તં િદુ વત્યુપન્નાયા II’’ અર્થાત્ નામ આદિ નિક્ષેપા પણ ભાવવાસ્તવિક છે, કારણ કે ભાવનિક્ષેપાના જ તે પર્યાયો=ગુણધર્મો છે. આથી જ, જ્યારે જ્યારે ભગવાનના નામ, સ્થાપના (મૂર્તિ) કે દ્રવ્ય ఈ ఎం? જૈન ભક્તિમાર્ગ... Page #22 -------------------------------------------------------------------------- ________________ ઉપસ્થિત થાય, ત્યારે ત્યારે એ ધર્મો-પર્યાયો જે ભગવાનનાં છે, તે ભગવાન મનમાં ઉપસ્થિત થાય છે. આ વાતને ઉદાહરણથી સમજીએ. ૧૦ વર્ષનાં રાજુની મમ્મી અચાનક મૃત્યુ પામી. એને ખૂબ દુ:ખ થયું. બે વર્ષ પસાર થઇ ગયાં. રાજુ મેળામાં ગયો. ત્યાં એણે એક બેનને જોયાં. જેમણે બરાબર પોતાની મમ્મી જે સાડી પહેરતી એવી જ સાડી પહેરી હતી એ સાડી જોઇને એ રડવા લાગ્યો. એને મમ્મી યાદ આવી ગઈ. અહીં, સાડી દ્વારા મમ્મી કેમ યાદ આવી ? કારણ કે એ સાડી મમ્મીની જેવી હતી તેવી હતી અર્થાત્ મમ્મીની હતી, અર્થાત્ મમ્મી સંબંધી હતી માટે. બસ એજ રીતે, જે નામાદિ જિન સંબંધી હોય, તેને સાંભળતા, યાદ કરતાં, તેનું ધ્યાન કરતાં કે તેની માળા ગણતાં સાક્ષાત્ અરિહંત પરમાત્માનું સ્મરણ થાય છે. આ જ વાતને સ્તવનકાર શ્રી માનવિજયજી પોતાનાં સ્તવનમાં જણાવે છે. “નામ પ્રત્યે આવી મિલે રે મન ભીતર ભગવાન” અર્થાત્ ભક્ત ભગવાનનું નામી લીધું. અને પ્રભુ એનાં મન મંદિરમાં પધારી ગયાં. પ્રતિમાશતક' ગ્રંથમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાની આ પંક્તિઓ જોઇ લઇએ. नामादित्रयमेव भावभगवत्ताहप्यधीकारणम् । शास्त्रात्स्वानुभवाच्च शुद्धहृदयैरिष्टं च द्रष्टं मुहुः ।। तेनाऽर्हत्प्रतिमामनादृतवतां, भावं पुरस्कुर्वताम् । अन्धानामिव दर्पणे निजमुखालोकार्थिनां का गतिः ।। “નામાદિ ત્રણેય નિક્ષેપા ભાવ અરિહંતનાં તાદ્રષ્યની બુદ્ધિનાં કારણ છે. એમ શુદ્ધ હૃદયવાળાં ગીતાર્થ ભગવંતોએ તેને શાસ્ત્રથી અને પોતાનાં અનુભવથી માન્ય કરાવેલ છે અને અનુભવેલ છે. આથી, અરિહંતોની પ્રતિમા રૂપ સ્થાપનાનિપાનો અનાદર કરીને, જેઓ ભાવનિપાને જ માને છે. તેઓની વાત અંધ જેમ દર્પણમાં પોતાનું મુખ જોઇ ન શકે, તેમ અશક્ય અને અસત્ય સમજવી. યાત્રાઃ ભક્તિથી મુક્તિની Page #23 -------------------------------------------------------------------------- ________________ આથી, સર્વ નિક્ષેપાઓની એકસરખી જ ભક્તિ કરવી એવો ભાવ સાધકે રાખવો જોઇએ. ચાર નિક્ષેપોમાંથી પ્રથમ કોની ભક્તિ કરીએ ? ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રમાં દશમા પર્વમાં એક પ્રસંગ આવે છે, જેનો સાર એમ છે, કે એક શ્રાવક ઉદ્યાનમાં દરરોજના ક્રમ મુજબ જિનાલયમાં ભગવાનની સ્થાપના મૂર્તિની પૂજા કરવા જઇ રહ્યા હતા. એ જિનાલયની નજીકમાં જ છદ્મસ્થપણે વિચરતા ભગવાન-દ્રવ્યજિન પ્રભુ વીર કાઉસગ્ગ ધ્યાનમાં ઉભા હતા. શ્રાવકના હાથમાં પૂજાની સામગ્રી હતી અને દ્રવ્ય જિનને ઓળંગીને શ્રાવક સ્થાપના દિનની પૂજા કરવા જતો હતો. ત્યારે ઇન્દ્ર આવીને એને અટકાવ્યો. અને કહ્યું કે “જીવંત પ્રભુને ઓળંગી મૂર્તિરૂપ પ્રભુની પૂજા કેમ કરો છો ? પ્રથમ આમની પૂજા કરો. પછી દેરાસરમાં પૂજા કરજો.” આ પ્રસંગ દ્વારા સમજાય છે. કે નામજિન કરતાં સ્થાપનાજિન, સ્થાપનાજિન કરતાં દ્રવ્યજિન અને દ્રવ્યજિન કરતાં ભાવજિનની પૂજા પ્રથમ કરવી જોઇએ. એમને વધારે મહત્તા આપવી જોઇએ.આ એક સામાન્ય નિયમ છે. ફોર હિટ જનભક્તિમાર્ગ... Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ નામજિનની ભક્તિ. આપણે ત્યાં રિવાજ એવો છે કે ક્યારેક છીંક, ઉધરસ, બગાસુ આદિ આવે ત્યારે શ્રાવક ‘નમો અરિહંતાણં' બોલે. અંધારામાં દીકરાને ચાલતાં ડર લાગે, તો માતા કહેતી ‘અરિહંત અરિહંત બોલ.' નાનાં છોક૨ાઓને ૨૪ ભગવાનનાં નામ ગોખાવવામાં આવે છે. કોઇપણ શુભકાર્યનો પ્રારંભ પોતાને ગમતા ભગવાનનાં નામસ્મરણપૂર્વક કરવામાં આવે છે. ભગવાનનું નામ વિઘ્નનાશક અને કાર્યમાં ઉત્સાહપ્રેરક મનાય છે. મોટા મોટા મહાત્માઓ પણ જ્યારે કાળધર્મ પામે છે. ત્યારે તેમના મુખમાં ‘વીર-વીર’’ યા તો ‘અરિહંત-અરિહંત'' નામોનું રટણ હોય છે. ભગવાનનાં નામનું ભાવપૂર્વક સ્મરણ કરવાથી સમસ્યામાંથી માર્ગ મળે, અંધારામાં અજવાળા ફેલાય, અનહદ આનંદ અભવાય છે. દરેક જૈન માટે એક હિતકર છે કે નગર-ગામ ક્ષેત્રમાં પોતે રહેતો હોય તે એરિયાનાં મૂળનાયક ભગવાનની ૧૦૮ વાર સ્મરણ રૂપે માળા એણે અવશ્ય ગણવી જોઇએ. આનાથી તે ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, અને એમનાં ઉપકારોનું સ્મરણ થાય છે. આજે પણ એવાં અનેક મહાત્માઓ છે. જેમનાં મનમાં ‘અરિહંતઅરિહંત' આ નામનો અજપાજાપ ચાલે છે. અજપાજાપ એટલે જે જાપ કરવાની જરૂર નથી. શ્વાસની જેમ, કે હૃદયનાં ધબકારાની જેમ જે નિરંતર પ્રવર્તતો હોય. (કેટલાકને એમ થશે. કે વારંવાર પ્રભુનું નામ લેવાથી શું વળવાનું ? પોપટ વારંવાર રામ-રામ બોલ્યાં કરે છે. તો એનું શું કલ્યાણ થવાનું ?) તેમને કહેવાની જરૂર છે કે વારંવા૨ નામસ્મરણ થવાથી પ્રભુ સાથે આપણો સંબંધ બંધાય છે, અને જો બંધાયો હોય, તો પાકો થાય છે. ધીરે ધીરે પ્રભુ ૫૨ પ્રીતિ જામે. પછી એવી ભક્તિ થાય, કે કોઇક પ્રભુનું નામ બોલે, એનાં શ્રવણમાત્રથી જ શરીર વિકસ્વર થાય, રોમાંચિત થઇ જવાય. યાત્રાઃ ભક્તિથી મુક્તિની 2 ૯ Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ સાથે આંતરિક સંબંધ રચાવા દ્વારા મુક્તિની નિકટતા મળે. વળી આપણે પોપટ નથી. આપણું મન ઘણું વિકસિત છે. ભલે જાપ કરતી વખતે ઘણીવાર મન વિના થતા હોય વળી એકાદ વખત પણ મન જો એમાં ચોંટી જશે તો છેક કેવળજ્ઞાન સુધી પહોંચાડી દે. જ્યાં નવરા પડીએ, ત્યારે અન્ય કાર્યો-વ્યર્થ ચિંતાઓમાં ફિજૂલ વિચારોમાં મન દોડાવ્યા કરતાં મનને જિન નામસ્મરણનાં એક ખીલે બાંધી દેવામાં મજા છે. જેથી વ્યર્થચિંતાથી થતાં પાપો અટકે. નામસ્મરણથી પુણ્ય બંધ થાય અને ભક્તિ દ્વારા આત્મવિશુદ્ધિકરણ ચાલે. પણ, પોપટની જેમ રટે રાખવું, આ પોપટપાઠ કહેવાય છે. જો માત્ર પોપટની જેમ બોલ્ય રાખીએ, હૃદયનું બહુમાન ન ભળ્યું હોય, મનડું ભમતું હોય, તો એવાં પોપટ-પાઠનો બહુ સાર નથી એ સમજવું. “કરશ્ય ફિરે નોકારવાલી ને ચિત્તડું ફિરે જગમાંય” આવી પરિસ્થિતિ ન થાય તે વિચારવા જેવું છે. નવકારવાળી ગણતાં મન સ્થિર કેવી રીતે કરવું ? આ ખૂબ મોટો અને લગભગ બધાનાં મનમાં રહેલો એક સામાન્ય પ્રશ્ન છે. જેની ઉપર ઘણું બધું લખી શકાય પણ ટૂંકમાં એટલું કહેવાનું. જે સ્તવનકાર મહાત્માએ લખ્યું છે. “જિમ ઉપકાર સંભારીયે, તિમ ઉમટે આનંદપૂર” પ્રભુનું નામસ્મરણ હું કરું છું. કેમ? કારણ કે પ્રભુએ મારા પર અનંત ઉપકાર કર્યા છે. મારી અત્યંત દયનીય દીન અવસ્થામાંથી મારો હાથ ઝાલી પ્રભુએ મને બચાવ્યો છે. એ ભગવાનનાં ઉપકારોને કેવી રીતના ચૂકવું ? આવી ભાવના જાપ કરતાં પૂર્વે વિચારવાથી ભગવાનની મહાનતાનું ભાન થાય, અને ભગવાનની ભક્તિનામસ્મરણ કરવામાં મનની સ્થિરતા અનુભવાય છે. Pray to God આમ કહીને આજનાં પશ્ચાત્ય ધર્મો પણ જેની મહત્તાને જાણનારા બન્યા છે, તે પ્રાર્થનાયોગ પણ નામ-સ્મરણરૂપ જ છે. ભક્ત અંતરના અંતરથી આર્તસ્વરે પ્રભુનું નામ પુકારી પ્રભુને પ્રાર્થના કરે છે. અસંખ્ય આપત્તિઓમાંથી બહાર નીકળે છે. લખલૂટ કર્મનિર્જરા કરે. ૧૦ . જેન ભક્તિમાર્ગ... Page #26 -------------------------------------------------------------------------- ________________ અજિતશાંતિસ્તવમાં શ્રી નંદિષેણ મહારાજા લખે છેઃ अजिअ जिण ! सुहप्पवत्तणं; तव पुरिसुत्तम नामकित्तणं; तह य धिइ-मइ-पवत्तणं, तव य जिणुत्तम संतिकित्तणं ।। અર્થાત્ “હે પુરૂષોત્તમ અજિતનાથ ! તમારું નામસ્મરણ શુભને પ્રવર્તાવનારું છે, તથા ધૃતિ અને મતિને આપનારું છે. તથા હે જિનોત્તમ શાંતિનાથ ! આપનું પણ નામસ્મરણ એવું જ છે.” શ્રીમાનતુંગસૂરિજીએ ભક્તામરની છેલ્લી ગાથામાં લખ્યું છે, “પગથી ગળા સુધી લાંબી સાંકળોથી જેમનું શરીર વીંટળાયેલું હોય, લાંબી બેડીઓથી જેમની જંઘા ઘસાઇ, ખેંચાઇ ગઇ હોય, તેવાં પણ મનુષ્યો આપનું નામ સ્મરણ નિરંતર રટ્યા કરે, તો તૂર્ત જ જાતે જ બંધનનાં ભયથી રહિત બને કલ્યાણ મંદિર સ્તોત્રમાં શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી પણ કહે છે, કે “આપનું સ્તવન તો દૂરની વાત છે. પરંતુ હે પ્રભુ ! આપનું નામ પણ સંસારમાંથી રક્ષણ કરે છે. ગ્રીષ્મ ઋતુમાં તીવ્રતાપથી ત્રસ્ત થયેલાં મુસાફરને પઘસરોવર જ નહિં. પરંતુ, તેનો ઠંડો-સુગંધી વાયુ પણ આનંદ આપે છે.” આપણે માટે આજે દ્રવ્યજિન અને ભાવજિનનો પ્રાયઃ અભાવ છે. આપણે માટે સાક્ષાત્ એમની પૂજા પ્રાયઃ અશક્ય છે. હવે રહ્યાં સ્થાપનાનામજિન. સ્થાપના દિનની ભક્તિ તો જિનાલયમાં જ થાય પરંતુ નામજિનની ભક્તિ કોઇપણ જગ્યાએ કોઇપણ કાળમાં કોઇપણ ક્ષેત્રમાં કરી શકાય એમ છે. બહુમાનથી નામનું સ્મરણ અથવા રટણ કરતા રહેવું. આથી જ સ્તવનકાર કહે છે :“સૂતા બેસતા જાગતા, નિત રહો હૈયા હજૂર, જબ ઉપગાર સંભારીયે, તબ ઉમટે આનંદપુર.” સુલતાને પ્રભુવીરની સાથે એવી આંતર પ્રીતિ બંધાઇ હતી કે કોઇ એની આગળ આવી પ્રભુ વીરનું નામ લે, તો પણ એની રોમરાજી વિકસ્વર થઇ જતી. શ્રી રામવિજયજી મહારાજ એક સ્તવનમાં જણાવે છે ! “સુણતાં જનમુખ પ્રભુની વાત, વિકસે મારી સાતે ધાત....” યાત્રા: ભક્તિથી મુક્તિની જેમ ૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ લોકોનાં મુખે પ્રભુની વાત સાંભળું, અને મારી સાતેય ધાતુઓ વિકસિત થઇ જાય છે. આવો ઉત્કૃષ્ટ ભક્તિસંબંધ, ભગવાનની નામ-સ્મરણની ભક્તિથી આપણો બંધાય એવી અભિલાષા કરીએ.. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજીને સૌધર્મેન્દ્ર સ્વપ્નમાં આવીને પ્રભુનાં નામનું એક સ્તવન જણાવ્યું. એને શ્રી આચાર્ય ભગવંતે કાવ્યમાં ઢાળ્યું. જેનું નામ “શ્રી વર્ધમાનશ સત્તવાહ” આવું છે. આ સ્તોત્ર આજે પણ મળે છે. એમાં ભગવાનનાં પ્રાયઃ ૨૭૨ વિશેષણો છે. આ વિશેષણોનો દરરોજ પાઠ કરવાથી ભવ્યજીવોને તે સ્તવનની છેલ્લે બતાવેલાં અનેક લાભો થાય છે. એ જ રીતે ગણધર ભગવંતો વિરચિત જે “લોગસ્સ સૂત્ર છે, જેનું નામ જ“નામસ્તવ” અથવા “ચતુર્વિશતિ સ્તવછે. આમાં ચોવીશે ભગવાનનાં નામો ને યાદ કરી પ્રભુને વંદના કરી છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૯મું અધ્યયન ૯મું સૂત્ર આનાં મહિમાનું ગાન કરે છે. વરવીન્દ મંતે ! નીવે ક્રિ નાયડુ ? એકવીસસ્થાને રંસ વિહિં નાયડુ ? “ અર્થાત્ ચતુર્વિશતિસ્તવ લોગસ્સ સૂત્ર દ્વારા સમ્યગ્દર્શન નિર્મલ બને છે. ચતુર્વિશતિ સ્તવ એ નામજિનની શ્રેષ્ઠ ભક્તિ છે. આમાં ઘણા રહસ્યો છૂપાયા છે. ભક્તિયોગના મર્મજ્ઞ પુરૂષો સાધનામાં આગળ વધવા લોગસ્સ સૂત્રને અનન્ય માધ્યમ ગણાવે છે. એટલે જ જ્યારે કાઉસ્સગ્ન કરીએ છીએ ત્યારે લોગસ્સ ગણવાના હોય છે, કારણ કે લોગસ્સથી ધ્યાનની સિદ્ધિ જલ્દી થાય છે. રહસ્યનાં જાણનારા કહે છે, કે “વહેલ્ફી નિવિરા, તિસ્થયરા ને પક્ષીયંતુ આ પદનો પાઠ ભાવપૂર્વક કરવાથી તીર્થકરોની કૃપા પ્રાપ્ત થાય છે. ઉપસંહાર, નામજિનની ભક્તિ જેને ભક્તિમાર્ગમાં ઠેર-ઠેર પ્રચલિત છે. * ૧૨ . જેને ભક્તિમાર્ગ Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ દ્રવ્ય જિનની ભક્તિ ) નામ પછી સ્થાપના નિક્ષેપો ક્રમ પ્રમાણે આવતો હોય છે. પરંતુ પ્રસ્તુતમાં તે ક્રમનું ઉલ્લંઘન કરી પૂર્વે દ્રવ્યનિક્ષેપો બતાવવામાં આવશે. કારણ કે સ્થાપના નિક્ષેપ વિશે ઘણું કથનીય છે, તે બધું છેલ્લે એકી સાથે લેવાશે. દ્રવ્ય અને ભાવ આ બે શબ્દો જૈનશાસનનાં ગહન પદાર્થોથી યુક્ત છે. સામાન્યથી સમજીએ તો દ્રવ્ય એટલે કારણ અને ભાવ એટલે કાર્ય. જેમકે માટીનો પિંડ એ દ્રવ્ય અને ઘડો એ ભાવ. એમ, દ્રવ્ય એટલે પૂર્વની કે પછીની અવસ્થા અને ભાવ એટલે અપેક્ષિત અવસ્થા. જેમ-રાજકુમારને દ્રવ્યરાજા કહે અને રાજા બન્યા પછી ભારરાજા કહે. પ્રસ્તુતમાં જિન અરિહંત એ અપેક્ષિત અવસ્થા છે. અરિહંત પ્રભુ સમવસરણમાં બિરાજીત હોય, આઈન્ય અર્થાત્ તીર્થકર નામકર્મનું સંપૂર્ણ ફળ (વિપાક) ભોગવી રહ્યા હોય, તે વખતે તેઓ ભાવજિન કહેવાય પરંતુ, તેની પૂર્વની અવસ્થામાં તેઓ દ્રવ્યજિન કહેવાય. જ્યારે આપણને જ્ઞાત હોય, કે શ્રેણિક મહારાજા આવતી ચોવીસીમાં પાનાભસ્વામી નામે પ્રથમ તીર્થંકર થવાના છે. સાથોસાથ એ પણ આપણે જાણતાં હોઇએ કે હમણાં શ્રેણિક મહારાજાનો જીવ ૧લી નરકમાં છે, છતાં પણ જ્યારે જ્યારે આપણે “પાનામસ્વામી” આવું નામ બોલીશું, ત્યારે આપણને તેઓની ભવિષ્યની તીર્થકર અવસ્થા યાદ આવે છે અને આપણે એ તીર્થકરના જીવને મનમાં યાદ કરીને એમને નમન કરીએ છીએ. આમ વર્તમાનમાં અન્ય અવસ્થામાં રહેલાને પણ ભવિષ્યની પૂજ્ય અવસ્થાને મનમાં રાખી કરાતા વંદન તે દ્રજિનને નમસ્કાર છે. આ જ રીતે શ્રી ઋષભદેવ પ્રભુને શ્રી ભરત મહારાજાએ પ્રશ્ન કર્યો કે આપના જેવા તીર્થકર થનારા કોઇ મહાત્મા આપનાં સમવસરણમાં હાલ યાત્રાઃ ભક્તિથી મુક્તિની ૧૩ . Page #29 -------------------------------------------------------------------------- ________________ મોજૂદ છે ! ત્યારે ભગવાન ઋષભદેવે તેમને મરીચિનું નામ આપ્યું કે “તેઓ છેલ્લાં તીર્થકર શ્રી મહાવીર સ્વામી બનવાનાં છે.” એ વખતે મરીચિ દીક્ષાને છોડી દઇ નવા પ્રકારના પોતાની બુદ્ધિથી કલ્પલા સંન્યાસીના વેશમાં હતા, અર્થાત્ સાધુ ન હતા. છતાંય ભરત મહારાજા જેવા ચુસ્ત સમ્યકત્વધારીએ એમને ત્રણ પ્રદક્ષિણા દીધી. વંદન કર્યા, કેમ ? કારણકે તેઓ તીર્થકર થવાના છે. આ જાણ ભરત ચક્રવર્તીને થઇ પણ, ભાવથી તીર્થકર થાય નહીં, ત્યાં સુધી એઓ દ્રવ્યથી તીર્થકર કહેવાય, આમ, ભાવ અવસ્થાની પૂર્વની અવસ્થા હોવાથી દ્રવ્ય તીર્થકર વંદનીય બને છે, માટે વંદન કર્યા. એમ, શ્રી પ્રતિમાશતક ગ્રંથમાં કહ્યા પ્રમાણે “આ ચોવીસીમાં શ્રી આવશ્યક સૂત્રો શાશ્વત છે. તેથી લોગસ્સ સૂત્ર=ચતુર્વિશતિ સ્તવ પણ શાશ્વત છે. આથી ઋષભદેવ પ્રભુના શાસનમાં પણ આ પાઠ થતો જ હતો. એ વખતે ઋષભદેવ પ્રભુ તો ખરેખર ભાવજિન હતા. પરંતુ, અજિતનાથથી માંડી મહાવીર સ્વામી સુધીનાં દરેક શ્રી જિન પ્રભુ ત્યારે ચતુર્ગતિમાં જ હતા. તીર્થંકર તરીકે તો ન જ હતા. તેથી જેમ “પદ્મનાભ સ્વામી' નામ બોલતા તેઓની ભવિષ્યની તીર્થકર અવસ્થા યાદ આવે છે તેમ “અજિતનાથ' વગેરે નામ બોલતા જ હાલ ચાર ગતિમાં રહેલા, પરંતુ ભાવિમાં તે-તે ભાવજિનની અવસ્થા રૂપે જ યાદ આવવાના અને એમને વંદના પણ થવાની. આ વંદના દ્રવ્ય જિનને વંદન છે.” દઢ સમક્તિધારીશ્રી શકેન્દ્ર, ભરત વગેરે ક્ષેત્રમાં જન્મેલા સર્વ તીર્થકરોના પાંચ કલ્યાણકોની ભવ્ય ઉજવણી કરે છે. આ વાત શ્રી જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ વગેરે આગમ સૂત્રો દ્વારા સુવિદિત છે. ત્યાં ભગવાનના કેવલજ્ઞાન કલ્યાણકના સમયે સૌધર્મેન્દ્ર ભાવજિનની ભક્તિ કરે છે. એ સિવાય ચ્યવન-જન્મ-દીક્ષા અને નિર્વાણ કલ્યાણકના અવસરે શક્રેન્દ્ર દ્રવ્ય જિનની પૂજા કરે છે. ગણધર ભગવંત દ્વારા વિરચિત શ્રી નમુત્થણ સૂત્રમાં અરિહંત પ્રભુનાં ૩૩ વિશેષણો છે. પ્રભુનાં ઓવન વગેરે કલ્યાણકો વખતે ભગવાન સમક્ષ ઇન્દ્ર મહારાજ ચૈત્યવંદન મુદ્રાને ધારણ કરી મધુર સ્વરમાં આ શકસ્તવનો પાઠ કરે છે, આ દ્રવ્યજિનની ભક્તિ જેન ભક્તિમાર્ગ... Page #30 -------------------------------------------------------------------------- ________________ જેમ, અપેક્ષિત ભાવની પૂર્વાવસ્થા એ દ્રવ્ય છે, તેમ તેની ઉત્તરાવસ્થા એ પણ દ્રવ્ય છે. આથી જેમ દીક્ષા કે જન્મ વખતના ભગવાનની પૂજા એ ભાવજિનની પૂર્વની અવસ્થાની પૂજા હોવાથી દ્રવ્યજિનની પૂજા છે, તેમ નિર્વાણ વખતે ભગવાનનાં અચેતન દેહની પૂજા એ પણ ભાવિજનની ઉત્તરાવસ્થા સ્વરૂપે દ્રવ્યજિનની પૂજા છે. જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ સૂત્રમાં લખેલું છે, કે ઋષભદેવ પ્રભુનાં જન્મ સમયે પ્રભુને શક્રેન્દ્રે નમન કર્યા, શક્રસ્તવથી સ્તવના કરી. પછી હરિણૈગમેષી દેવ દ્વારા પોતાનાં હિત અને સુખ માટે શ્રી તીર્થંક૨ પ્રભુનો જન્મ મહોત્સવ કરવા માટે જવા બધા દેવોને જણાવ્યું. તેમજ, ભગવાનનાં નિર્વાણ વખતે પણ ઇન્દ્ર ત્યાં હાજર રહ્યાં, સર્વ સામગ્રી સાથે ભગવાનનાં અચેતન શરીર પાસે આવી ત્રણ પ્રદક્ષિણા દીધી અને અંતિમસંસ્કા૨ યોગ્ય સર્વ વિધિ કરી...આ બધી વાતો એજ આગમ સૂત્રમાં આવે છે. આમાં ભગવાનનાં શરીરની ત્રણ પ્રદક્ષિણા, વિલેપન, વસ્ત્રા-લંકાર સ્થાપન આ બધું દ્રવ્યજિનની પૂજાની મહતા બતાવે છે. છદ્મસ્થાવસ્થામાં વિચરતા દ્રવ્ય જિનની ભક્તિના અનેક પ્રકારો છે. એમની ૫૨ આવતાં ઉપસર્ગોનું નિવા૨ણ ક૨વા દ્વારા, એમને આહાર દાન કરવા દ્વારા, એમને વસતિદાન કરવા દ્વારા, ઇત્યાદિ રીતે તેમની ભક્તિ થાય છે. પાર્શ્વનાથ ભગવાન વિહાર કરતાં દક્ષિણમાં પધાર્યા ત્યારે જંગલનો હાથી એમને જોઇ પ્રતિબોધ પામ્યો. એ હાથીનું નામ ‘કલિ’ હતું. તેણે બાજુનાં પાણીના ‘કુંડ’ માંથી કમળો લાવી ભગવાનનાં ચરણે ચડાવી પૂજા કરી. તેથી તે જગ્યાએ ‘કલિકુંડ’ તીર્થ સ્થપાયું જેનો અપભ્રંશ ‘કાલિકટ’ થયો. આજે પણ દક્ષિણ ભારતમાં કોચીનની બાજુમાં આ સ્થાન વિદ્યમાન છે. તીર્થ તો વિચ્છેદ પામ્યું છે, પરંતુ એનું સ્થાપના-તીર્થ ગુજરાતમાં ધોળકાની બહાર સ્થપાયું છે. જીરણશેઠને દ્રવ્યજિનની ભક્તિ ક૨વાના પરિણામોની ધારાથી કેવલજ્ઞાનની ભૂમિકા ઊભી થઇ હતી. તથા ૧૨ મા દેવલોકની પ્રાપ્તિ થઇ હતી... યાત્રા: ભક્તિથી મુક્તિની 2 ૧૫ Page #31 -------------------------------------------------------------------------- ________________ ખરક વૈધે પોતાની વૈદ્ય વિદ્યાનો ઉપયોગ કરી ભગવાન મહાવીર સ્વામીનાં કાનમાંથી ખીલાં કાઢ્યા હતા, આ તેની દ્રવ્યજિનની ભક્તિ હતી. આ ભગવાનની અશાતા દૂર કરવાને કારણે એને સદ્ગતિની પ્રાપ્તિ થઇ હતી. આ બધાં દ્રષ્ટાંતોથી સ્પષ્ટપણે જણાય છે, કે જેન-ભક્તિમાર્ગમાં દ્રવ્ય જિનની પૂજા પહેલેથી પ્રચલિત છે. 'ભાવજિન ભક્તિ આ વિષયમાં તો ઝાઝું લખવાની જરૂર નથી. “ભાવજિન” ને વિશે, સાત નયોની પોતપોતાની માન્યતા છે. લોકમાં સમવસરણમાં રહેલાં, વિહાર કરતાં, દેવજીંદામાં વિશ્રામ લેતા આ બધા તીર્થંકર પ્રભુને કે જેમનો તીર્થકર નામ કર્મનો વિપાકોદય તીવ્ર કક્ષાનો ચાલતો હોય, એના પ્રભાવે ૩૪ અતિશયો, આઠ મહાપ્રાતિહાર્યો વગેરે વૈભવ એમની સેવામાં હોય, ઓછામાં ઓછાં ૧ કરોડ દેવતા એઓનું સાંનિધ્ય ઝંખતા સાથે ને સાથે રહે, છએ છ ઋતુઓ અનુકુળ થઇ એકી સાથે સેવામાં ઉપસ્થિત થાય, સવાસો યોજનના ક્ષેત્રમાં રોગ-મારી-મરકી દૂર ભાગી જાય, વૃક્ષો પણ ઝૂકી જાય, પંખીઓ પણ પ્રદક્ષિણા આપે, કાંટા ઊંધા થઈ જાય, દુકાળ-યુદ્ધ-પૂરનાં મહાભયો જેમના સાન્નિધ્યથી દૂર હટી જાય, જન્મજાત વૈર ધરાવનારા પશુઓ પણ ઝઘડો કરવાનું ભૂલી મિત્ર બની જાય, અહિંસાનું-શાંતિનું પ્રસન્નતાનું-અનાસક્તિનું આખું વાયુમંડલ જેમની હાજરીથી રચાઇ જતું હોય, એવા તીર્થંકર પ્રભુને ભાવજિન કહેવામાં આવ્યાં છે. એમની ભક્તિમાં તો આખી કુદરત તેહનાત હોય છે. તો દેવો અને મનુષ્યો ભક્તિ કેમ ન કરે ? જૈન ભક્તિમાર્ગ. Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૪ - સ્થાપના નિક્ષેપાની સિદ્ધિ છે “શ્રી સ્થાનાંગ સૂત્ર'માં દશમા સ્થાનમાં ૧૦ પ્રકારનાં સત્ય બતાવ્યાં છે. जणवयसम्मयठवणा, नामे रूवे पडुच्च सच्चेय । ववहारभावजोगे, दसमे उवम्मसच्चे अ ||१|| ૧) જનપદસત્ય ? એકનાં એક શબ્દનાં તે-તે દેશને હિસાબે અલગ અલગ અર્થો થાય છે, તો તે બધાંય જનપદ સત્ય કહેવાય છે. જનપદ=દેશ. તે જ રીતે એક જ અર્થમાં જુદા જુદા દેશમાં અલગ-અલગ શબ્દ વપરાય છે. જેમકે પાણીને કોઇ દેશમાં જલ કહે, કોઇ દેશમાં વોટર કહે, કોઇ દેશમાં પિચ્ચ કહે...તો પાણી એટલે માત્ર જલ જ એવું ન કહેવાય. જલ પણ સાચું, વોટર પણ સાચું. આ તે-તે દેશને હિસાબે સત્ય થયું. ૨) સમ્મતસત્યઃ સકલ આપ્તજનમાં જે સમ્મત હોય, તે વખતે તેવા શબ્દનો બીજો અર્થ ભલે નીકળતો હોય, તો પણ જનસમ્મત અર્થ જ માન્ય કરાય, બીજા અર્થો સાચાં હોવાં છતાંય અમાન્ય કરાય આ સમ્મત સત્ય છે. જેમ કે પંકજ' આ શબ્દનો અર્થ છે-“કાદવમાં ઉત્પન્ન થનાર'. જેમ કમળ કાદવમાં જન્મે છે, એમ બીજાં ઘણાં પુષ્પો તથા કીડા, ઇયળ આદિ પણ કાદવમાં જન્મે છે. છતાંય લોકમાં પંકજ તરીકે માત્ર કમલ જ માન્ય છે. આથી, પંકજ એટલે કમળ જ મનાય. આ સમ્મત સત્ય થયું. ૩) સ્થાપના સત્યઃ માટી આદિમાંથી નિર્મિત અરિહંત પ્રતિમાને પણ અરિહંત માનવા એ સ્થાપના સત્ય છે. આ રીતે, જ્યાં એકડો (“1') લખ્યો હોય, ત્યાં તેને એક માનવો એ સ્થાપના સત્ય છે. કારણ કે એ અંક નથી, અંકની સ્થાપના છે. અક્ષરોનો આકાર-જેને લિપિ કહે છે-એ પણ અક્ષર રૂપ મનાય છે, કારણ કે સ્થાપના સત્ય છે. ૪) નામસત્ય : “ધનવાન' શબ્દનો અર્થ છે-ધનવાળો. કોઈ ગરીબનું નામ “ધનવાન' રાખ્યું, તો શબ્દનો અર્થ તો ઘટતો નથી, માટે એ ખોટું છે એમ ન માનવું. શબ્દાર્થ ન ઘટવા છતાં'ય લોકો એને ધનવાન જ કહેવાના યાત્રાઃ ભક્તિથી મુક્તિની ૧૭ Page #33 -------------------------------------------------------------------------- ________________ કારણ કે એ જ એનું નામ છે. તો આ નામ સત્ય કહેવાય. એ નામથી સત્ય છે. એમ, ડરપોકનું નામ ‘વીર’ હોય, તો તેને નામથી વીર જ બોલાવાય, એ ખોટું નથી. ૫) રૂપસત્ય ઃ જે જાતજાતનાં વેશ ભજવતો હોય, એણે ક્યારેક રામનો વેશ ભજવીને નાટક કર્યું. બધાં એને રામ કહેશે. હકીકતમાં એ રામ નથી, તો'ય એને રામ કહે છે, એનું કારણ છે, કે એણે રામનો વેશ (રૂપ) ધારણ કર્યો છે. આ રૂપસત્ય છે. આમ, એક ભાઇ અમેરિકા ગયાં તો પાણીને વોટર કહેવાં લાગ્યાં. ભારતમાં આવ્યાં તો પાણીને જલ કહેવાં લાગ્યો. એ વખતે એમની સાથેનાં નાનાં છોકરાંને થયું કે સાચું શું ? પાણી વોટર કહેવાય કે જલ કહેવાય ? ત્યારે સમજવું પડે, બન્ને સાચું. કારણ કે દેશને કારણે જલ કે વોટર કહેવાય. આમ, બન્ને સાચા હોવાનું કારણ દેશ બન્યો તો જનપદસત્ય આમ, જેની સત્યતાનું કારણ જનસમ્મતત્વ બન્યું, તે સમ્મતસત્ય કહેવાય. જેની સત્યતાનું કારણ આકાર બન્યો કે સ્થાપના બની, તે સ્થાપનાસત્ય. જેની સત્યતાનું કારણ નામ બન્યું તે નામસત્ય, જેની સત્યતાનું કારણ રૂપ બન્યું, વેશ બન્યો તે રૂપસત્ય. ૬) પ્રતીત્યસત્ય : પ્રતીત્ય=અપેક્ષા, આપેક્ષિક સત્ય. અનામિકા આંગળી કનિષ્ઠિકાની (ટચલી આંગળી) અપેક્ષાએ દીર્ઘ પણ કહેવાય, અને મધ્યમાની અપેક્ષાએ હ્રસ્વ=નાની પણ કહેવાય. આ બધું આપેક્ષિક સત્ય છે, આથી અનામિકા લઘુ પણ કહેવાય અને દીર્ઘ પણ કહેવાય. ૭) વ્યવહારસત્ય : પર્વત પર બળે છે ઘાસ, પણ કહેવાય છે, ‘પર્વત બળે છે’'. એમ પાણી આવે તો કહે છે, “નળ આવ્યો''...આ બધાં વ્યવહા૨ પ્રચલિત વાક્યો છે. ત્યાં કોઇ એમ કહી ન શકે, કે પર્વત બળી જ ન શકે અથવા નળ તો ક્યારનો આવી ગયો છે હમણાં તો પાણી આવ્યું એમ બોલો. ‘નળ આવ્યો' એમ વ્યવહારમાં બોલાતું હોવાથી તે વ્યવહારથી સત્ય જ કહેવાશે. જ્યારે જે ભાવની ઉત્કટતા હોય ત્યારે તે ભાવ બતાવવો આ પણ વ્યવહાર સત્ય. જેમકે દરેક અનેકપ્રદેશી ઔદારિક-પુદ્ગલોમાં પાંચ વર્ણ હોય છે. એથી ભમરામાં પણ પાંચે'ય વર્ણ હોય છે. પણ કાળો રંગ ઉત્કટ છે, મુખ્યતયા છે. આથી ભમરાને કાળો જ કહે છે. તે વ્યવહારથી સત્ય છે. ૧૮ bas જૈન ભક્તિમાર્ગ... Page #34 -------------------------------------------------------------------------- ________________ ૮) ભાવસત્ય : કેવળજ્ઞાની કે અતિશય જ્ઞાનીની દૃષ્ટિએ જે સત્ય છે એ જ સત્ય આપણા હૃદયમાં ઉગે તે ભાવસત્ય. આપણું મંતવ્ય તાત્વિક હોય તે ભાવસત્ય....દા.ત. જગતના તમામ પદાર્થોને અપેક્ષાએ નિત્ય અને અપેક્ષાએ અનિત્ય જાણવા ૯) યોગસત્ય ? કોઇ વસ્તુનાં સંબંધથી જે બીજી વસ્તુ તેનાવાળું કહેવાય, તે યોગસત્ય, જેમ કે, દંડના યોગથી દંડી કહેવું, છત્રનાં યોગથી છત્રી' (છત્રવાળો) કહેવું.. ૧૦) ઉપમા સત્યઃ મુખને ચંદ્રની ઉપમા અપાય, ત્યારે “ચંદ્ર જેવું મુખ” આવું બોલાય છે. અહીં ચંદ્ર જેવો છે, એવું ને એવું તો મુખ થઈ જવું શક્ય નથી. છતાં પણ ચંદ્રનાં ઘણાં ખરા ધર્મો મુખમાં ઘટે છે. આથી મુખ ચંદ્ર જેવું કહેવાય છે. આમ “સામાઇય વયજુરો' સૂત્રમાં લખ્યું છે કે “સમનો રૂવ સાવો' સામાયિકમાં શ્રાવક સાધુ જેવો થઇ જાય છે. સાધુ જેવો સંપૂર્ણ રીતે બની નથી શકતો. આથી ત્યાં સાધુની ઉપમા આપી છે, માટે ઉપમા સત્ય છે. સમગ્ર ગુણો ઘટતા હોય, ત્યાં સામાન્યથી ઉપમા ન આપી શકાય. આ ૧૦ પ્રકારના સત્ય છે. સત્યના આ ૧૦ ભેદો જિનશાસનમાં માન્ય છે. આથી જ આ દસ પ્રકારમાં સમાવેશ પામેલી “સ્થાપના” પણ સત્ય છે. આવું આગમ પ્રમાણથી સિદ્ધ થાય છે. સ્થાપના નિર્જીવ હોવા છતાં પણ તે સત્ય જ ગણાય છે. અર્થાત્ વસ્તુરૂપ જ ગણાય છે. એ માટેના આટલાં તર્કો જોઇ લઇએ. ૧) સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે રાણી એલિઝાબેથના પૂતળાને કોઇએ જૂતાંનો હાર પહેરાવ્યો હતો. ત્યારે સમસ્ત અંગ્રેજોમાં ખળભળાટ મચી ગયો હતો. અહીં સ્થાપનાને રાણી સ્વરૂપ જ માની. સ્થાપનાનું અપમાન એ રાણીનું અપમાન ગયું. ૨) ન્યૂયોર્કમાં સ્વાતંત્ર્ય દેવીનું પૂતળું શું છે ?? સ્વાતંત્ર્યની સ્થાપના છે. એને જોતાં જ સ્વાતંત્ર્ય યાદ આવે છે. સ્થાપનાને જોતાં જ વસ્તુ યાદ આવે છે. માટે, સ્થાપનામાં વસ્તુનો સાચો ઉપચાર કરાય છે. ૩) પોતાના પતિની છબી જોઇને પતિવ્રતા સ્ત્રી ખૂબ પ્રસન્ન થાય છે. જાણે કે પતિ જ ન મળી ગયો હોય ? યાત્રા: ભક્તિથી મુક્તિની જે ૧૯ ર. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૪) પરાક્રમી રાજાઓનાં પૂતળાંઓ પ્રજાને પ્રેરણા માટે થાય છે. નાનો છોકરો પૂછે કે આ કોણ છે ? તો વડીલ કહેશે કે શિવાજી છે કે મહારાણા પ્રતાપ છે. ૫) કામશાસ્ત્રમાં કહેલાં સ્ત્રી-પુરૂષનાં વિષય-સેવનનાં ૮૪ આસનો જોવા માત્રથી જ કામીજનોને તૂર્તજ કામ-વિકાર ઉત્પન્ન થાય છે. ) યોગાસનોનાં ચિત્રો જોઇને પુરૂષોનું મન યોગાભ્યાસ માટે તૈયાર થાય છે. ૭) છોકરીએ ટીચરને પ્રશ્ન કર્યો-“જંગલ છે, પણ ઝાડ નથી, નદી છે પણ પાણી નથી, પર્વત છે પણ પથ્થર નથી...આવી જગ્યા કઇ ?” ટીચરે બે દિવસ વિચાર્યું. જવાબ ન મળ્યો. ત્રીજે દિવસે છોકરીએ કહ્યું. ટીચર ! તમે ભણાવો છો, એ જ “નકશો'. એમાં તમે બતાવો છો કે અહીં આ જંગલ છે, પણ ઝાડ તો હોતાં નથી. નકશામાં શું છે ? ઝાડ વિનાનું જંગલ ? ના, જંગલ નથી, પણ જંગલની સ્થાપના છે. તો એમાં જંગલનો જ ઉપચાર કરાય છે. જે “સ્થાપના સત્ય” છે. ૮) પરદેશવાસી સ્વજન આદિના અક્ષરોવાળી ટપાલને વાંચતાં જાણે સ્વજનોનો મેળાપ જ ન થયો હોય, એવો સંતોષ અનુભવાય છે. ટપાલની રાહ પણ એવી રીતે જોવાય છે, જાણે ખુદ સ્વજનની રાહ જોવાતી હોય. અક્ષરો કે પત્ર એ સ્થાપના સ્વજન છે. ૯) ખેતરોમાં પંખીઓથી પાકનું રક્ષણ કરવા માટે મનુષ્યની આકૃતિનાં ચાડીયા ઉભા કરે છે. એને મનુષ્ય સમજીને પક્ષીઓ દૂર ભાગે છે. (અર્થાત્, સ્થાપનાને પંખીઓ જેવાં અજ્ઞાની જીવો પણ સત્ય તરીકે સ્વીકારવા તૈયાર છે.) ૧૦) એકલવ્ય નામના ભીલ બાલકની ઘટના શ્રી પાંડવ ચરિત્રમાં આવે છે. જે આપણને સુવિદિત છે એનાં વિશે એક કવિએ લખ્યું છે. એક હતો અંગૂઠો, એ પણ માંગી બેઠાં દ્રોણ, એકલવ્યનું કોણ, બોલો એકલવ્યનું કોણ ?” અર્જુન કરતાં પણ ચડી જાય એવી બાણવિદ્યા જેણે હસ્તગત કરી હતી. એ એકલવ્યનાં ગુરૂ કોણ હતા ? દ્રોણાચાર્યની પ્રતિમા અથવા સ્થાપનાનિલેપે રહેલાં દ્રોણાચાર્ય. જો સ્થાપના નિક્ષેપે રહેલા લૌકિક ગુરૂ પાસેથી જ્ઞાન મેળવી ૨૦ છે . જેને ભક્તિમાર્ગ... Page #36 -------------------------------------------------------------------------- ________________ શકાતું હોય તો સ્થાપના જિન પાસેથી કેવલજ્ઞાન-આત્મશુદ્ધિ કેમ ન મેળવી શકાય? ઉપસંહાર, આ રીતે સ્થાપના પણ સત્ય અથવા વાસ્તવિક અથવા સમાન ફલદાતા છે આવું સિદ્ધ થયું. અહીં અંતિમ તર્ક તરીકે બે મુખ્ય વસ્તુઓ જોવા જેવી છે. “શ્રીમદ્ ભગવતી સૂત્ર'' નામના આગમમાં શરૂઆતમાં જ “મો વમી ત્રિવિણ'' આવા શબ્દો બતાવી, ગણધર ભગવંતોએ બ્રાહ્મીલિપિને નમન કર્યું છે. જેમ પૂર્વે જોઇ ગયાં, તેમ આ લિપિ એ અક્ષરોની રચના-આકાર છે. “અ” એવાં ધ્વનિ રૂપ શબ્દની સ્થાપના “'' આવા આકારમાં કરવામાં આવી છે. લિપિને વંદન કરવાં એનો અર્થ સ્થાપનાને વંદન કરવાં. ગણધરોએ પણ જો સ્થાપનાને સન્માન્ય ગણી હોય, તો તેનો વિરોધ શી રીતે કરી શકાય ? બીજી વાત એ કે સમસ્ત જૈનશાસનમાં જેઓ પોતાને જેન માને છે, એ બધાને માન્ય એવું એક પ્રભાવિક સૂત્ર છે. “શ્રી હવસહિર સૂત્ર'. આની ઉત્પતિનો ઇતિહાસ પણ પ્રાયઃ સર્વમાન્ય છે. શ્રી ભદ્રબાહુસ્વામીજી રાજાને કહે છે, કે તારો પુત્ર સાત દિવસમાં બિલાડીથી મૃત્યુ પામશે. અને વરાહમિહિર નામનો જ્યોતિષી કહે છે, કે તમારો પુત્ર ૧૦૦ વર્ષ જીવશે. રાજા ગભરાઇને બધી બિલાડીઓને નગરની બહાર તગેડી મૂકે છે. પરંતુ ૭મે દિવસે બારણામાં જડેલો બિલાડીના આકારનો આગળિયો (સ્ટોપર) બાળકનાં માથે ઝીંકાય છે. અને બાળકનું મોત નિપજે છે. વરાહમિહિરની મશ્કરી થાય છે. એ ગુસ્સામાં આવી મરીને વ્યંતર બને છે. નગરમાં જૈનસંઘમાં ઉપદ્રવો ફેલાવે છે. જેમાંથી સંઘની રક્ષા કરવા શ્રી ભદ્રબાહુવામીજી ઉવસગ્ગહર સ્તોત્રની રચના કરે છે. આમાં, ભદ્રબાહુસ્વામીનું કથન એ હતું, કે બિલ્લીથી બાળકનું મોત છે. એ સાચું કે ખોટું ? જો ખોટું કહીએ, તો મહાત્માની આશાતનાનું પાપ લાગે અને લોકવિરૂદ્ધ જવાની વાત આવે, કારણકે આખા સમાજે એ વખતે એમના કથનને સત્ય તરીકે જ સ્વીકાર્યું હતું. અને જો સાચું કહો, તો બિલ્લીનાં આકારને પણ બિલ્લી માનવાની વાત આવે. એટલે કે સ્થાપનાને વાસ્તવિક વસ્તુ માનવી જ રહી. બિલ્લી એટલે જેમ બિલાડી, એમ બિલ્લી એટલે બિલ્લીનો આકાર. અરિહંત પ્રભુ એટલે જેમ વિચરતાં ભાવજિન, તેમ અરિહંત પ્રભુ એટલે જિન અરિહંતની પ્રતિમા-સ્થાપના... યાત્રા ભક્તિથી મુક્તિની આ ૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૫ સ્થાપનાનાં તત્વ-ભેદ-પર્યાય... કોઇપણ પદાર્થની વ્યાખ્યા તત્ત્વ-ભેદ અને પર્યાય દ્વારા કરવામાં આવે છે. તત્ત્વ એટલે જે તે પદાર્થનું સ્વરૂપ. એવું સ્વરૂપ, જે બીજામાં ન ઘટે, એ જ પદાર્થમાં ઘટતું હોય, તેને તત્ત્વ કહેવાય. બીજા નંબ૨માં આવે છે ભેદ, ભેદ એટલે અલગ અલગ પ્રકારો. જે-તે પદાર્થનાં અલગ અલગ મળતાં બધાં જ ભેદ-પ્રભેદો બતાવવાં તે. ત્રીજી વાત છે પર્યાયની. પર્યાય એટલે સમાનાર્થી શબ્દો. જે-તે પદાર્થના સમાનાર્થી જેટલા શબ્દો હોય, તે-તે બધાંયને પર્યાય કહે છે. આ ત્રણેય પ્રકારોમાંથી કોઇ એક પ્રકારે પણ વ્યાખ્યા થઇ શકે, અથવા ત્રણેય પ્રકારે પણ વ્યાખ્યા કરી શકાય છે. “જેનું મોટું પેટ, નાનું મોઢું, ગળે કાંઠલો આવો આકાર હોય, એ ઘડો કહેવાય’’. આ ઘડાની તત્ત્વ પ્રકારની વ્યાખ્યા થઇ. અર્થાત્ તત્ત્વથી વ્યાખ્યા થઇ. ‘માટીનો, તાંબાનો, પિત્તળનો વગેરે હોય એને ઘડો કહેવાય.’ આ ઘડા માત્ર તાંબા, સોના વગેરેના હોય એ રીતે ઘડાનાં ભેદોની નિરૂપણા થઇ. 99 અર્થાત્ ભેદોથી ઘડાની વ્યાખ્યા થઇ. “ઘડો એટલે કુંભ, કળશ...' આ ઘડાની સમાનાર્થી શબ્દોથી, અર્થાત્ પર્યાયોથી વ્યાખ્યા થઇ. ,, “જે પશુને ગળાનાં ભાગે ગોદડી જેવો સ્નાયુ હોય, એ પશુ ગાય કહેવાય'' આ ગાયનું તત્ત્વ થયું. તત્ત્વથી ગાયની વ્યાખ્યા થઇ.'' લાલ, કાળી, સફેદ, ગીરની, ગાયો હોય છે.'' આ ભેદો વડે ગાયની વ્યાખ્યા થઇ. ભેદથી વ્યાખ્યા કરો, ત્યારે જેને જે ભેદ ખ્યાલમાં હોય, તેને તે ભેદ દ્વારા ગાયનું સ્વરૂપ સમજાય છે. ‘ગાય એટલે ગો, ધેનુ, સુરભિ' આ પર્યાયો વડે ગાયની વ્યાખ્યા થઇ. આમાં પણ, જેને જે પર્યાયનો ખ્યાલ હોય, તેને તે પર્યાય દ્વારા શબ્દાર્થ સમજાય છે. હવે સ્થાપનાની તત્ત્વ-ભેદ-પર્યાયથી વ્યાખ્યા કરવી છે. તો સ્થાપના તત્ત્વ શું છે ? એના જવાબમાં સમજવું, કે ભાવોનો આરોપ એ સ્થાપના છે. ૨૨ જૈન ભક્તિમાર્ગ... Page #38 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્, જેમાં આ ઇન્દ્ર છે, આવો ભાવ-અભિપ્રાયનો આરોપ કરાય, એ કોઇપણ પદાર્થ, પછી સ્થાપનાથી ઇન્દ્ર કહેવાય. આજે નિયમ છે કે ડ્રાફ્ટ-ચેક પાસ કરાવવો હોય, તો ચેક આપનારની સમ્મતિ જોઇએ. પરંતુ એ સમ્મતિ તો એક ભાવ છે. એને સમજવો શી રીતે ? માટે એ ભાવની સ્થાપના હસ્તાક્ષર-સહીમાં કરાય છે. ‘સહી-સાઇન’ એ સ્થાપના સમ્મતિ છે. કારણ કે એને જોઇને કોઇપણ કહેશે, કે આ સમ્મતિ છે. આને સમ્મતિ કેમ કહેવી ? સમ્મતિ તો ભાવરૂપ છે, જ્યારે આ તો અક્ષરો છે, ભાવ નથી. પરંતુ, લખનારે લખીને પોતાનો સમ્મતિનો અભિપ્રાય એમાં સ્થાપિત કર્યો. તેથી જોનારને પણ તે દેખીને લખનારની સમ્મતિનાં ભાવનો આરોપ સહીમાં થવાથી, તે કહેશે કે લખનાર સમ્મત છે. એમ, કોઇ વસ્તુ કોઇની માલિકીની હોય, અર્થાત્, માલિકનો વસ્તુની સાથે સંબંધ રહ્યો હોય, તો એને બતાવવાં માટે શું કરવું ? વસ્તુ દેખાય છે, માલિક દેખાય છે, પણ એમાં માલિકનો સંબંધ તો દેખાતો જ નથી. એ તો અદૃશ્ય છે. એ મમત્વ ભાવરૂપ છે. એ વખતે માલિક તે વસ્તુ પર પોતાનું નામ કોતરાવે-લખાવે છે. અને એમાં પોતાનાં માલિકીપણાની મમત્વની સ્થાપના કરે છે. આથી વસ્તુ પર કોતરેલું નામ વાંચીને કોઇપણ કહેશે કે આ વસ્તુ અમુક ભાઇની છે, અથવા આ વસ્તુ પર અમુકનું મમત્વ રહ્યું છે. આથી તે નામ એ સ્થાપના મમત્વ છે. એમ સમજવું. સારાંશ, પોતાનાં ભાવોનો આરોપ કરવો, અર્થાત્ ભાવોની સ્થાપના કરવી. ભાવોને જે દ્રવ્યના આલંબને સ્થાપિત કરાય, અર્થાત્ જે દ્રવ્યમાં પોતાના સારાં કે ખરાબ ભાવોની સ્થાપના કરાય, તે દ્રવ્ય, સ્થાપના સત્ય બને. સ્થાપનાનાં ભેદો : અનુયોગ દ્વાર સૂત્રમાં દસ પ્રકારનાં દ્રવ્યોમાં સામાન્યથી ભાવની સ્થાપના થાય છે. અર્થાત્ ૧૦ પ્રકારની સ્થાપના છે. (અથવા, ૧૦ પ્રકારે સ્થાપના સત્ય છે.) આવું જણાવ્યું છે. ૧) લાકડાની મૂર્તિમાં ઇન્દ્રાદિ અભિપ્રાયની સ્થાપના થાય ત્યારે મૂર્તિ સ્થાપના ઇન્દ્ર-સત્ય ઇન્દ્ર બને. એ જ રીતે ૨) ચિત્ર ૩) પુસ્તક ૪) લેપકર્મ= પૂતળીઓ ૫) ફૂલ વગેરેની ગૂંથણી ૫) વસ્ત્ર વગેરેને વીંટળાવવાથી બનેલ દ્રવ્ય ૬) ધાતુના રસથી ભરવામાં આવેલી પ્રતિમા. ૭) ઘણા વસ્ત્રોના ટુકડાઓ યાત્રાઃ ભક્તિથી મુક્તિની ૨૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ ભેગા કરીને કરેલું દ્રવ્ય. ૮) વસ્ત્રની ઢીંગલી વગેરે ૯) અક્ષ એટલે શંખ અને ૧૦) કપર્દક એટલે કોડી..આટલા દ્રવ્યોમાં બહુધા જે તે અભિપ્રાયની સ્થાપના થતી હોય છે. આથી આટલા દ્રવ્યો એ સ્થાપનાનાં ભેદો કહેવાય છે. આમાં અમુક સ્થાપના સાકાર હોય છે, અમુક નિરાકાર હોય છે. અર્થાત્ જ્યારે મૂર્તિ વગેરેમાં ગુરૂની સ્થાપના કરીએ. ત્યારે તે સાકાર સ્થાપના છે, કારણ કે મૂર્તિનો ગુરૂ જેવો જે આકાર છે. પરંતુ, કોડી કે શંખમાં ગુરૂની સ્થાપના કરીએ, તે નિરાકાર સ્થાપના છે. અમુક સ્થાપના ઇત્વરિક-ટેમ્પરરી =હંગામી હોય છે. અમુક સ્થાપના યાવસ્કૃથિકપરમેનન્ટલી કાયમી હોય છે. સ્થાપનાચાર્યજીનાં પાંચ શંખોમાં પાંચ પરમેષ્ઠિની કાયમી સ્થાપના થાય છે. જ્યારે, શ્રાવક સામાયિક કરતી વખતે સાપડા પર પુસ્તક મૂકી નવકાર અને પંચિંદિય સૂત્રનો પાઠ કરી પુસ્તકમાં જે ગુરૂતત્ત્વની, પોતાનાં અભિપ્રાયની સ્થાપના કરે છે, આ ઇવરિક છે. કારણ કે સામાયિક પત્યા પછી પોતાનો ભાવ ઉઠાવી, સ્થાપના ઉઠાવી અર્થાત્ ઉત્થાપન કરી લે છે. એ રીતે ગુરૂવંદન સૂત્ર=વાંદણા આપતી વખતે શ્રાવક ચરવળા પર સ્થાપેલી મુહપત્તિમાં અને સાધુ ઓઘાની દશીમાં ગુરૂદેવનાં ચરણકમલનો આરોપ કરે છે. “અહોકાયં કાયસંફાસં' આનો અર્થ છે. કે અધોકાય એટલે કે ચરણકમલને કાય સ્પર્શે એટલે કે મસ્તકનો સ્પર્શ કરાવવો. આ બોલતી વખતે સાધક દશીને પોતાનાં મસ્તકનો સ્પર્શ કરાવે છે ત્યારે દશીમાં ગુરૂનાં ચરણની જે કલ્પના=ભાવારોપ કર્યો, તે તાત્કાલિક આરોપ છે. પછી એ આરોપ ઊઠાવી લેવાનો છે. આ આરોપ પણ સકારણ છે. બધાને આવશ્યક ક્રિયા વખતે સાક્ષાત્ ગુરૂનાં ચરણોનો સ્પર્શ તો થઈ શકતો નથી. તેથી ત્યાં ગુરૂચરણોનો આરોપ દશમાં કરીને તેનો જ સ્પર્શ કરાય છે. સ્થાપનાનાં પર્યાયવાચી શબ્દોઃ સ્થાપના-પ્રાણ પ્રતિષ્ઠા-પ્રાણ આરોપભાવ-આરોપ-ઉપચાર-ભાવઉપચાર વગેરે સ્થાપનાના પર્યાયવાચી શબ્દો છે. આમ, સુજ્ઞજનોને સમજાશે કે સ્થાપના કોને કહે છે ? સ્થાપના શું છે ? RD * ૨૪ ) બુ ૨૪ ) . . 02 જેને ભક્તિમાર્ગ Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૬ નામ કરતા સ્થાપનાની બલવત્તરતા જગતનાં સર્વધર્મો સર્વ સંપ્રદાયો એકી અવાજે માને છે કે ભગવાનને પ્રાર્થના કરવાથી આપણને આંતરિક આત્મિક શાંતિ મળે છે. દુઃખ-આપત્તિઓનાં દાવાનલ વચ્ચે રક્ષણાત્મક કવચ રૂપ પરમાત્માનું નામસ્મરણ અર્થાત્ નામજિનની ભક્તિ છે. શું હિન્દુ, શું મુસલમાન, શીખ અથવા ઇસાઇ, જૈન અથવા વૈષ્ણવ, આર્ય અથવા અનાર્ય, સઘળાંને આ બાબતમાં અવિરોધ છે. આથી જ, તેઓ નામસ્મરણ રૂપ નામજિનની ભક્તિ કરવારૂપે પ્રાર્થના કરતાં જણાય છે. શ્રી પ્રતિમાશતક ગ્રંથમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા જણાવે છે, કે જેઓ નામરૂપે ઇષ્ટદેવને માનતાં હોય, તેઓ સ્થાપના રૂપે માનવાનો કેવી રીતે ઇન્કાર કરી શકે ? અર્થાત્ એમણે સ્થાપના ઇષ્ટદેવ પણ માનવાં જ જોઇએ. આથી જ જગતનાં સર્વધર્મોએ સ્થાપનાનો સ્વીકાર કર્યો છે. મૂર્તિને ન માનતાં ધર્મ તરીકે જે મુસલમાન ધર્મ પ્રસિદ્ધ છે, તેઓ પણ ધર્મસ્થાનક મસ્જિદનો વિરોધ નથી કરી શકતાં. ઇશ્વરને તેઓ નિરાકાર માને છે. તેથી તેનું ચિત્ર કે મૂર્તિ બનાવરાવતાં નથી. પરંતુ, તેઓ જ્યારે હજ કરવાં જાય છે, ત્યારે ત્યાં એક કાળા પથ્થરને ચુંબન કરી જાતને પવિત્ર માને છે. આમ માનવાનું કારણ એ છે કે ત્યારે એઓ પવિત્ર પરમાત્માનો ભાવા૨ોપ તે પથ્થરમાં કરી એને ચુંબન ક૨વાથી પરમાત્માનાં હાથને ચુંબન કરવા જેવી ધન્યતા અનુભવે છે. આ સ્થાપના જ છે. રામકૃષ્ણ પરમહંસ કાલી દેવીની મૂર્તિનાં આલંબને એનાં ધ્યાનમાં રત થવાથી અનેક યોગોની સાધનાઓની સિદ્ધિઓને મેળવી શક્યા હતા. આમ પોતપોતાના ઇષ્ટતત્ત્વની પ્રતિમાઓના ધ્યાનથી અનેક મહાત્માઓ મોક્ષને પામ્યા. ક્યા ધર્મને પ્રતિમા વગર ચાલ્યું છે ? કારણ કે બધાં જ સમજે છે કે જો ભગવાનનું નામ છે, તો ભગવાનનો આકાર પણ છે જ. જેનું નામ હોય, એનો આકાર અવશ્ય હોય જ. જો નામ પૂજ્ય હોય, તો આકાર પણ અવશ્ય પૂજ્ય જ હોય. યાત્રાઃ ભક્તિથી મુક્તિની ૨૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ એક રીતે જોઇએ તો નામ કરતાં સ્થાપનાની વધારે અગત્ય છે. જેવો ભાવવિશેષ નામશ્રવણથી થાય છે. એથી વિશેષ ભાવવિશેષ ભગવાનની પ્રતિમાનાં દર્શનથી થતો હોય છે. શ્રી અનુયોગ દ્વાર સૂત્રના સૂત્ર-૧૨ની ટીકામાં લખ્યું છે, કે નામસ્થાપનાનો શું ભેદ છે ? તો કહ્યું છે, કે “જેમ ઇન્દ્રની પ્રતિમા સ્થાપનામાં કુંડલ-બાજુબંધ આદિથી ભૂષિત, જેની બાજુમાં ઇન્દ્રાણી અને વજ રહ્યાં છે. એવો આકાર સ્પષ્ટ જણાય છે, તે રીતે નામેન્દ્રમાં દેખાતો નથી. કારણકે નામેન્દ્ર અર્થાત્ ઇન્દ્રનું નામ, તેનો ઇન્દ્ર જેવો આકાર નથી.'' એવી રીતે ઇન્દ્રની સ્થાપના જોવાથી જેવા ભાવ ઉછળે છે, તેવો ભાવ ઇન્દ્રનાં નામશ્રવણ ભાવથી થતો નથી.’' ‘‘તેમ જ લોકોની માનતા-પૂજા-ભક્તિ વગેરે તથા ઇચ્છિત લાભ આદિ પ્રતિમામાં=પ્રતિમાના આલંબને થાય છે. પરંતુ ‘‘ઇન્દ્ર’’ નામમાં કોઇ માનતા, નામની પૂજા, નામ દ્વારા ઇચ્છિતનો લાભ વગેરે વગેરે કરતાં દેખાતા નથી'' સૂ.૧૨ ટીકાર્થ...સ્થાપના વગર કોનું આલંબન લેવું ? ધ્યાન કોની સામે કરવું ? ધ્યાન દ્વારા કોના જેવાં થવાનો ભાવ કરવો ? શ્રીમદ્ દેવચંદ્રજી એ સ્તવનમાં કહ્યું છે! ‘અતિ દુસ્તર જે જલધિ સમો સંસાર જો; તે ગોપદ સમ કીધો પ્રભુ આલંબને બને રે લોલ !' સાગર સમાન અગાધ સંસારને અમે પ્રભુના આલંબને એટલે કે પ્રભુની મૂર્તિના આલંબને ગાયના પગલાં-ખાબોચિયાં સમો નાનો બનાવી દીધો. જ્યાં સુધી જીવ વીતરાગ અવસ્થાને ન પામે, ત્યાં સુધી તેને આલંબન જરૂરી છે. આલંબન વિના માણસ આગળ વધી શકતો નથી. નામના આલંબન કરતા સ્થાપનાનું આલંબન વધુ બળવાન છે. એ તો આ પ્રકરણથી સિદ્ધ થઇ ગયું છે. હવે એ આલંબનને સાર્થક બનાવવાની જરૂર છે. આલંબન શબ્દ જિનશાસનનો અગત્યનો શબ્દ છે. એનો અર્થ થાય છે. આગળ વધવા, ઊંડા ઉતરવા માધ્યમ. જેમકે માણસે અગાશીમાં જવું હોય તો સીડી મૂકવી પડે. સીડી વાપરવી પડે. ઉપર પહોંચી ગયાં પછી સીડીને છોડી દે તો ચાલે. આમ, વીતરાગતા મેળવવા માટે જે સ્વયં વીતરાગ છે, એવા ૫૨માત્માની પ્રતિમા જે વીતરાગ ભાવને બતાવનારી છે. એનું આલંબન લેવાનું અને વીતરાગ થયાં પછી એને છોડી દેવાનું. જો નામનું આલંબન સ્વીકારાય તો મૂર્તિનું આલંબન કેમ ન સ્વીકારવું ? ૨૬ 102 જૈન ભક્તિમાર્ગ... Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૭ છે સ્થાપના જિન (જિન મૂર્તિ) છે. શ્રી ચૈત્યવંદન મહાભાષ્ય નામના ગ્રંથમાં વાદીવેતાલ શ્રી શાંતિસૂરિજી મ.સા. જણાવે છે. जं पुण असरीराणं, अंगोवंगाइसंगया मुत्ती । तत्थ वि निमित्तमेयं, उवइटुं पुव्वसूरीहिं ।।७७|| अरहंता भगवंता असरीरा निम्मला सिवं पत्ता । तेसिं संभरणत्थं पडिमाओ एत्थ कीरंति ||७८|| उद्धट्ठाणठियाओ, अहवा पलियंकसंठिआ ताओ । मुत्तिगयाणं तेसिं, जं तइयं नत्थि संठाणं ||७९।। આ ત્રણ ગાથાનો ભાવાર્થ એ છે, ભગવાન તો અત્યારે મોક્ષાવસ્થામાંઅશરીરી છે, છતાંય એમની પ્રતિમા અંગોપાંગથી યુક્ત જ કરાય છે. હકીકતમાં જો પ્રતિમા પ્રભુની જ હોય તો પ્રભુનો તો શરીર જેવો આકાર નથી તો ભગવાનની પ્રતિમાનો પણ શરીર જેવો નિશ્ચિત આકાર ન જોઇએ. આવું જ્યારે કોઇ પૂછે, તો એને પ્રત્યુત્તર અપાય છે કે પ્રભુનાં સ્મરણ માટે જ પ્રતિમા કરાય છે. જ્યારે પ્રભુ મોક્ષમાં ગયાં ત્યારે તેમને શરીર ન હતું, શરીરનો આકાર ન હતો. પરંતુ મોક્ષગમનની પૂર્વ ક્ષણો સુધી, ભવની અંતિમ ક્ષણોમાં પ્રભુનું શરીર જે આકારમાં હતું, અર્થાત્ પ્રભુએ જે આસન ધારણ કરેલું, (ત્યારબાદ તૂર્તજ ભગવાનનું મોક્ષગમન થયું. માટે ઉપચારથી સિદ્ધ અવસ્થાની પૂર્વની ક્ષણોનું આસન) એજ સિદ્ધ અવસ્થાનું આસન કલ્પીને સિદ્ધ થયેલા ભગવાનનું સ્મરણ કરવા મૂર્તિ બનાવવામાં આવી. શ્રી ઋષભદેવ પ્રભુ, શ્રી નેમિનાથ સ્વામી અને શ્રી મહાવીર સ્વામી મોક્ષમાં ગયા, ત્યારે પર્યકાસનમાં હતા. બાકીના બધા ભગવાન કાયોત્સર્ગાસનમાં હતા. તેથી પ્રતિમા પણ સામાન્યથી યા તો કાયોત્સર્ગ આસનમાં હોય છે, ક્યાં તો પર્યકાસનમાં. કાયોત્સર્ગાસન તો સુવિદિત છે. પર્યકાસનમાં પગની મુદ્રા પદ્માસન જેવી હોય. ડાબો પગ જમણી જાંઘ ઉપર અને એની યાત્રા ભક્તિથી મુક્તિની ૨૭ 2 Page #43 -------------------------------------------------------------------------- ________________ ઉપર જમણો પગ ડાબી જાંઘ ઉપર તથા બન્ને હાથની હથેળી પગનાં મધ્યભાગમાં, જમણા હાથની હથેળી ઉપર ડાબા હાથની હથેળી, એ રીતે મૂકવામાં આવે છે. જૈનધર્મને આત્મશુદ્ધિ માન્ય છે. અરિહંત પ્રભુ મોક્ષે જતી વખતે અતિશય વિશુદ્ધ હતાં અને એ વખતે તેમનો આકાર આ બન્નેમાંથી એક હતો. આ આકારમાં રહેલા અરિહંત પ્રભુ (મોક્ષગમનની નિકટ હોવાથી) અતિશય વિશુદ્ધિમાં હતા. કર્મમુક્તતાની પ્રકર્ષ અવસ્થા પામેલાં હતા. માટે પ્રભુનાં આ આકારને યાદ કરતાંની સાથે જ વીતરાગાવસ્થા શુદ્ધાત્મદશા, કર્મમુક્ત આત્મ-ભાવ ખ્યાલમાં આવે છે. એ ભાવનું પ્રતિસંધાન થવાથી મૂર્તિ એ તો મોટું આલંબન બને છે. ઐતિહાસિક ધારાનગરી. (આજનું ધાર M.P.), સાહિત્યજ્ઞ રાજા ભોજનાં દરબારમાં ધનપાલ નામે કવિ હતો. જે પૂર્વે બ્રાહ્મણ ધર્મ પાળતો હતો, પછીથી જેન થયો હતો. અમુક ઇર્ષાળુઓ-વિજ્ઞસંતોષીઓએ રાજાને ફરીયાદ કરી કે ધનપાલ કવિએ ધર્માતરણ કર્યું છે. કાનભંભેરણી કરીને રાજાને ઉશ્કેર્યા. રાજાએ ધનપાલને એક ફૂલની માલા ધરી. અને કહ્યું કે “આપણી ધારાનગરીમાં જે શ્રેષ્ઠ દેવ દેખાય, એને તમારે આ માળા પહેરાવવાની.” ધનપાલ ચાલ્યો. એની પાછળ રાજાએ ગુપ્તચરો મોકલ્યા. આખા નગરમાં ફરીને છેલ્લે ધનપાલ કવિ જિનમંદિરમાં ગયા અને પ્રભુના કંઠે માળા પધરાવી. ગુપ્તચરોએ રાજાને ખબર દીધા. રાજાએ કવિને જરાક ગુસ્સામાં કરડાકીથી પૂછ્યું. આમ કેમ કર્યું ? ત્યારે ધનપાલ કવિએ કહ્યું “રાજન્ ! આપની ફૂલમાળા લઇને રામના મંદિરમાં ગયો, ત્યાં તો બાજુમાં સીતા ઉભાં હતાં. પતિ-પત્ની એકાંતમાં હોય તો ત્યાં શી રીતે જવાય ? તેથી હું બહાર નીકળી ગયો. પછી વિષ્ણુનાં મંદિરમાં ગયો. તો હાથમાં ચક્ર ગોળ-ગોળ ફરતું જોયું, ગભરાઇને પાછો નીકળી ગયો. શંકરે તો નરમુંડની માળા પહેરી હતી. વાઘનું ચામડું વીંટાળ્યું હતું. મશાનની રાખ ચોળેલી હતી. એમનું રૂપ જોઇને જ હું તો ડરી ગયો અને ભાગી ગયો. અંબામાએ ત્રિશૂલ તાણેલું અને મહાકાલીમાં લોહીનું ખપ્પર લઇને જીભ કાઢી ઉભાં હતાં. બધી ય જગ્યાએ સંગ્રામ-સંઘર્ષ, રાગ અને દ્વેષ, સ્ત્રી અને શસ્ત્ર મને દેખાયા. મને આ બધા દેવોમાં વીતરાગતાના દર્શન ન થયાં. અંતે થાકીને કંટાળીને હું જિનમંદિરમાં ગયો. મને થયું કે આ દેવ પણ જેન ભક્તિમાર્ગ. Page #44 -------------------------------------------------------------------------- ________________ બીજા બધા દેવ જેવા જ હશે. પણ ના, અંદર જઇને મેં જોયું અને હું ઠરી ગયો. એ સાચા દેવ હતાં. શું એમનું વર્ણન કરું ? प्रशमरसनिमग्नं, द्रष्टियुग्मं प्रसन्नं, વતનનનનg, piીનીસફન્ય: | करयुगमपि यत्ते शस्त्रसम्बन्धवयं , तदसि जगति देवो, वीतरागस्त्वमेव || હે રાજન્ ! મારાં મુખમાંથી અનાયાસ આ પંક્તિઓ સરી પડી. મેં પ્રભુની સ્તુતિ કરી : “હે પ્રભુ ! આપની બે આંખો પ્રશમરસમાં લીન બની છે. આપનું મુખકમલ પ્રસન્ન છે. આપની બાજુમાં કોઇ સ્ત્રી નથી અને આડે હાથે કે ખભે કોઇ શસ્ત્ર ધારણ નથી કર્યું. તેથી જગતમાં વીતરાગી દેવ તો માત્ર આપ જ છો પ્રભુ, અને મેં એમનાં ગળે માળા આરોપી દીધી. રાજા ભોજ કવિનો આ ચતુરાઇભર્યો અને તર્કભર્યો પ્રત્યુત્તર સાંભળી અવાક થઈ ગયા. આ ઘટના ઘણું ઘણું કહી જાય છે. મૂર્તિ આલંબન છે. આ સંદર્ભમાં જ રૂપાવતાર નામના શિલ્પકલાના શાસ્ત્રના સાતમા અધ્યાયમાં શ્રી મંડન સૂત્રધારે લખેલો આ શ્લોક પણ વિચારણીય છેઃ मुक्त्यर्थे विश्वमेतद् भ्रमति च बहुधा देवदैत्याः पिशाचाः, रक्षो गन्धर्वयक्षो नरमृगपशवो नैव मुक्तिं विजग्मुः । एकश्रीवीतरागः परमपदसुखे मुक्तिमार्गे विलीनो, वन्द्यस्तेनाद्यजैनः सुरगणमनुजैः सर्वसौख्यस्य हेतुः ।। આ વિશ્વ બહુધા મુક્તિને માટે ભ્રમણ કરતું જણાય છે, પરંતુ તેમાંના દેવો, દેત્યો, પિશાચો, રાક્ષસો, ગંધર્વો, યક્ષો, મનુષ્યો, મૃગો કે અન્ય પશુઓ તેમની આકૃતિ પરથી-મૂર્તિ પરથી, મુક્તિમાં ગયા હોય તેવું જણાતું નથી. માત્ર એક શ્રી વીતરાગ પ્રભુ જ તેમની મૂર્તિ પરથી પરમપદનું સુખ આપતા મોક્ષમાર્ગમાં વિલીન થયા હોય, તેવું લાગે છે. તેથી સર્વસુખોનાં હેતુભૂત શ્રી અરિહંત પ્રભુની પ્રતિમા જ દેવગણ અને મનુષ્યો વડે વંદન કરવા યોગ્ય છે.” એક જૈનેતર કલાકારનાં મુખમાંથી નીકળેલા આ શબ્દો સૂચવે છે કે મુક્તિમાં જવું હોય, તો તે શ્રદ્ધાળુજનો ! અરિહંતોની મૂર્તિનું આલંબન લો. યાત્રા ભક્તિથી મુક્તિની જ ૨૯ોટ Page #45 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા વીતરાગસ્તોત્રમાં કહે છે કે, "लावण्यपुण्यवपुषि, त्वयि नेत्रामृताञ्जने । મધ્યરીપિ રૌ:રાય, જિંપુનર્વેષવિપ્લવ: ||* અર્થાત્, લાવણ્યથી પવિત્ર, આંખ માટે અમૃતનાં અંજન સમાન શીતલતા આપનારાં હે પ્રભુ ! આપને વિશે માધ્યચ્ય ભાવ કેળવવો, અર્થાત્ ઉપેક્ષાભાવ રાખવો, એ પણ દુર્ગતિનું કારણ બને છે, તો આપની પર દ્વેષનો આતંકભાવ રાખવાથી તો શું થવાનું? અર્થાત્ અવશ્ય દુર્ગતિ મળે જ એમાં શું નવાઇ? આજથી ૯૦૦ વર્ષ પૂર્વે થઇ ચૂકેલા સુવિદિત ગીતાર્થ આચાર્ય ભગવંતની આ વાણી સાંભળી વીતરાગ જિનપ્રતિમાનાં વિરોધમાંથી અટકી જવું જોઇએ. છેલ્લે પ્રભુપ્રતિમાની સ્તવના કરતાં બે કાવ્યો જોઇ લઇએ. नेत्रानन्दकरी भवोदधितरी, श्रेयस्तरोर्मअरी, श्रीमद्धर्ममहानरेन्द्रनगरी व्यापल्लताधूमरी | हर्षोत्कर्षशुभप्रभावलहरी, रागद्वेषान्जीत्वरी, मूर्तिः श्री जिनपुङगवस्य भवतु श्रेयस्करी देहिनाम् ।। શ્રી જિન અરિહંત ભગવાનની નેત્રને આનંદ કરનારી, સંસારસમુદ્રને તરી જવા નૌકા સમાન, કલ્યાણ-મોક્ષરૂપી વૃક્ષને માટે મંજરી સમાન, શ્રીમાન ધર્મરાજાની નગરી સમાન, વિશેષ આપત્તિ રૂપ લતા માટે હિમપાત સમાન, હર્ષના ઉત્કર્ષના શુભ પ્રભાવના તરંગો સમાન, રાગ અને દ્વેષને જિતનારી એવી મૂર્તિ જીવોને કલ્યાણ કરનારી થાવ. किं कर्पूरमयं सुधारसमयं किं चन्द्ररोचिर्मयं, किं लावण्यमयं महामणिमयं कारुण्यकेलिमयम् । विश्वानन्दमयं महोदयमयं शोभामयं चिन्मयं, शुक्लध्यानमयं वपुर्जिनपतेर्भूयाद् भवालम्बनम् ॥ “શું આ માત્ર કપૂરની બનેલી છે કે શું ચંદ્રનાં નિર્મલ કિરણોને એકત્રિત કરી બનાવેલી છે. શું સકલ લાવણ્ય ભેગું કરીને બનાવી છે કે શું મણિઓનાં સાર રૂપ છે ? કે કરૂણાની ક્રીડાનું સ્થાન છે? વિશ્વને આનંદ દેનારી, મહાન ઉદયના કારણભૂત, શોભાથી ભરપુર જ્ઞાનથી પૂર્ણ, શુકુલ-ધ્યાનમય એવી આ જિનપ્રતિમા સંસારમાં આલંબનરૂપ થાવ, જેથી સંસાર પાર પમાય. ૩૦ ) જેને ભક્તિમાર્ગ... Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૮ આગમિક તથા ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જિનમૂર્તિ તથા મૂર્તિપૂજા... जिनार्चाकारकाणां न कुजन्म कुगतिर्न च । " न दारिद्र्यं न दौर्भाग्यं, न चान्यदपि कुत्सितम् ॥ ત્રિષષ્ઠિશલાકાપુરૂષ ચરિત્ર નામનાં મહાકાવ્યાત્મક મહાગ્રંથમાં ૧૦મા પર્વમાં ૧૧મા સર્ગમાં ૩૭૮ નંબરના શ્લોકમાં પૂજ્યપાદ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી મ.સા. જણાવે છે કે જેઓ જિનેશ્વર ભગવાનની પૂજા કરે છે, તેમને દરિદ્રતા, દુર્ભગતા, હલકો જન્મ, દુર્ગતિ અને બીજું પણ બધુ નીચું, હલકું અને જુગુપ્સિત કહી શકાય, એવું પ્રાપ્ત થતું નથી. ત્રણ પ્રકારની શંકા આજે ઘણાના મનમાં રમે છે. ૧) સ્થાપના નિક્ષેપો તો માન્યો. મૂર્તિ છે, મૂર્તિ સત્ય છે. એવું માન્યું, પણ એની પૂજાની શું જરૂર? ૨) આલંબન માટે તો નામ (નામજિન) પણ છે જ, તો સ્થાપનાની શું જરૂર ? ૩) પૂર્વે ચૈત્યવાસીઓ હતાં. તેઓ મંદિરમાં રહેતાં, સાધુનાં વેશમાં જ રહેતા, પણ વ્રતપાલનમાં શિથિલ હતાં. મંદિરની આવક પર પોતાનો હક ગણાવતાં. આથી તેઓ ખૂબ જોરશોરથી ગાન કરતાં કે ભગવાનની પૂજા કરો, જેથી એમને જ લાભ થાય, આમ યતિઓના સ્વાર્થ માટે શ્રાવકો ચૈત્યપૂજા કરતા ગયા અને પછી જિનપૂજા શાશ્વતી બની ગઇ...પરંતુ એ અસલ માર્ગ છે કે નથી ? આ ત્રણેય પ્રકારની શંકાનું સમાધાન કરવા અહીં અમુક આગમપાઠો અને અમુક ઐતિહાસિક સંદર્ભો ૨જૂ ક૨વામાં આવે છે. આગમપાઠો જોવાથી અંદાજ આવશે, કે આગમોમાં ઠેર-ઠેર જિન પ્રતિમા-વંદન પૂજન બતાવ્યા છે. તથા, ઐતિહાસિક દસ્તાવેજો પણ આ હકીકત જણાવે છે. યાત્રા: ભક્તિથી મુક્તિની ૩૧ 2 Page #47 -------------------------------------------------------------------------- ________________ જિનપ્રતિમા પૂજન-વંદન આગમસાણિપાઠ. ૧) શ્રી “મહાકલ્પ સૂત્ર' આગમમાં (કે જે આગમ-સૂત્રનો ઉલ્લેખ શ્રી નંદીસૂત્ર નામનાં આગમસૂત્રમાં લખવામાં આવ્યો છે.) આ રીતનો વાર્તાલાપ છે. જેનો ભાવાર્થ – હે ભગવન્! તથારૂપ શ્રમણ અને માહણ (સાધુ) જિનમંદિરમાં જાય ?' “હા ગૌતમ ! હંમેશા પ્રતિદિન જાય.” ભગવન્! જો નિત્ય ન જાય, તો પ્રાયશ્ચિત્ત આવે ?” “હા ગૌતમ ! પ્રાયશ્ચિત આવે છે.” “ભગવન્! જિનમંદિરમાં કેમ જાય છે ?” “ગૌતમ ! જ્ઞાન, દર્શન, ચારિત્રની રક્ષા માટે જાય છે.” જેમ સાધુને (જિનાલય ન જવાથી) પ્રાયશ્ચિત્ત આવે, એમ શ્રાવકને પણ (જિનમંદિર ન જતા) આવે છે.' ૨) અન્યત્ર શ્રી મહાકલ્પ સૂત્રમાં જ જણાવ્યું છે “તે વખતે તંગીયા નગરીમાં ઘણાં શ્રાવકો હતાં. તેઓ જિનમંદિરમાં જિનપ્રતિમાઓની ત્રિકાલ ચંદન, પુષ્પ, વસ્ત્રાદિક દ્વારા પૂજા કરતાં નિરન્તર વિચરે છે.” “હે પૂજ્ય ! પ્રતિમા-પૂજાનો ઉદ્દેશ્ય શું છે ?” હે ગૌતમ ! જિનપ્રતિમાને જે પૂજે છે તે સમ્યગ્દષ્ટિ, જે નથી પૂજતા તે મિથ્યાદૃષ્ટિ જાણવા. મિથ્યાષ્ટિને જ્ઞાન નથી થતું, દર્શન નથી થતું, મોક્ષ નથી મળતો. સમ્યગ્દષ્ટિને જ્ઞાન, દર્શન, મોક્ષ મળે છે. આથી તે ગૌતમ ! સમ્યગ્દષ્ટિ જીવોએ જિનમંદિરમાં જિનપ્રતિમાની ચંદન, ધૂપ આદિ દ્વારા પૂજા કરવી જોઇએ. ૩) શ્રી ભગવતી સૂત્રમાં લખેલું છે ? શ્રાવકો કેવા હોય ! "ણાયા વચ્ચનિવા ’’ પર્થાત “સ્નાન કરીને દેવપૂજા કરવાવાળા.” ૪) શ્રી ઓપપાતિક સૂત્રમાં – ચંપાનગરીનાં વર્ણનમાં જણાવ્યું છે. ''બાહું મરદંતવેરૂમાડું” “નગરીમાં અનેક અરિહંત ચૈત્યો જિનમંદિરો હતાં. આ ૩૨ ) જૈન ભક્તિમાર્ગ... Page #48 -------------------------------------------------------------------------- ________________ ૫) શ્રી આવશ્યક સૂત્રમાં લખાણ છેઃ "तत्तो य पुरिमताले, वग्गुर ईसाग अच्चए पडिमं । मल्लि जिणायण पडिमा, उण्णाए वंसि वहुगोठी ।।" ભાવાર્થ : પુરિમતાલ નગરનાં વન્ગર શ્રાવકે પ્રતિમાના પૂજન માટે મલ્લિનાથ સ્વામીનું મંદિર બનાવ્યું. ૬) શ્રી ભગવતી સૂત્ર વસમું શતક નવમા ઉદ્દેશામાં લખાણ છે : "नंदीसर दीवे समोसरणं करेइ, करेइत्ता तहिं चेइयाई वंदइ, वंदइत्ता इहमागच्छइ, इहमागच्छइत्ता इह चेइआइं वंदइ ।।" ભાવાર્થ: જંઘાચારણ વિદ્યાચારણ મુનિ શ્રી નંદીશ્વર દ્વીપમાં સમવસરણ (રોકાણ) કરે છે. ત્યાં શાશ્વત ચૈત્યો(જિનમંદિરો)ની વંદના કરે છે. વંદના કરીને અહીં ભરતક્ષેત્રમાં આવે છે. અને ચેત્યો-અશાશ્વત પ્રતિમાઓને વંદના કરે છે. ૭) શ્રી ભગવતીજી સૂત્રમાં જણાવ્યું છે કે ચમરેન્દ્ર નામે ભવનપતિનો ઇન્દ્રદેવતા ત્રણ જણાનું શરણ-આલંબન સ્વીકારી ઉપર દેવલોકમાં જાય છે. "મરિહંતે વા મરિહંતરેફયા વા ભાવિગપ્પો સTIRT ” ભાવાર્થ : અમરેન્દ્રના ત્રણ શરણ છે. (૧) અરિહંત, (૨) અરિહંતોના ચૈત્ય-પ્રતિમા. ૩) ભાવિત આત્માવાળા સાધુ. ૮) છઠ્ઠા અંગ-શાતાસૂત્રમાં દ્રોપદી શ્રાવિકાએ કઇ રીતે વિસ્તારથી ભગવાનની પૂજા કરી, તે બતાવ્યું છે. (દ્રૌપદીએ ઘર-મંદિરની પૂજા કરી, અને પછી સ્વચ્છ કપડાં પહેરી બહાર જિનમંદિરમાં ગઇ. આ પ્રમાણે આજના શ્રાવકો પણ વિધિ સાચવે છે.) . ૯) શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં એક પાઠ છે. જેનો ભાવાર્થ : (આનંદ શ્રાવક કહે છે, “હે પ્રભુ આજથી માંડી મારે અન્યતીર્થી (જેનેતર સંન્યાસી વગેરે), અન્યતીર્થીનાં દેવ (જેનેતર હરિહર આદિ) તથા અન્યતીર્થીઓથી ગ્રહણ કરાયેલા અરિહંત ચેત્યો (પ્રતિમા) અવંદનીય છે, અર્થાપત્તિથી નીકળે છે, કે જૈનગૃહીત પ્રતિમાઓ વંદનીય છે. વળી, અહીં ચૈત્ય શબ્દનો અર્થ અમુક જણા “સાધુ” કે “જ્ઞાન” એવો કરે છે, જે સંગત થતો નથી. ૧૦) શ્રી વ્યવહાર સૂત્રમાં કહ્યું છે કે સાધુ જિનપ્રતિમાની સમક્ષ પ્રાયશ્ચિત્ત લે છે. યાત્રા ભક્તિથી મુક્તિની જ છે, Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૧) શ્રી મહાનિશીથ સૂત્રમાં ૧૨મા અધ્યયનમાં જિનમંદિરા બનાવનારાં શ્રાવકને ૧૨મા દેવલોકમાં ગમન સૂચવ્યું છે. આથી જિનમંદિર પ્રતિમાપૂજા એ બધું સગતિનું કારણ બને છે, તથા ત્યાં જ અન્યત્ર અષ્ટપ્રકારી પૂજા કેમ કરવી ? એનું પણ સવિસ્તર વર્ણન છે. ૧૨) શ્રી આવશ્યક સૂત્રમાં ભરત ચક્રવર્તીએ અષ્ટાપદ તીર્થ બનાવ્યાનો ઉલ્લેખ છે. જેમાં જિનમંદિર અને ચોવીસ જિનબિંબો પધરાવવાનું કહ્યું છે. ૧૩) એ જ શ્રી આવશ્યક સૂત્રમાં કહ્યું છે કે પ્રભાવતી દેવીએ અંતઃપુરમાં જિનમંદિર બનાવ્યું. ત્યાં ત્રણ કાલ પૂજા કરે છે. ક્યારેક ત્યાં તે નૃત્ય કરે છે, અને રાજા વીણા-વાદન કરે છે. જિનપ્રતિમા-વંદન-પૂજન ઐતિહાસિક સંદર્ભો. ૧) ગડદેશનાં આષાઢ નામના શ્રાવકે પોતાના આત્મકલ્યાણ માટે લાખ્ખો વર્ષો પૂર્વે ૨૧મા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનનાં શાસનકાળમાં ત્રણ જિનપ્રતિમાઓ ભરાવી એની પ્રતિષ્ઠા કરાવી હતી. એમાંથી એક ચારૂપ નગરે, બીજી શ્રીપત્તન નગર અને ત્રીજી સ્થંભનતીર્થમાં (ખંભાતમાં) સ્થાપિત કરવામાં આવી. કાલક્રમે ચારૂપ અને શ્રીપત્તનની પ્રતિમા જોવામાં ન આવી. પરંતુ, ખંભાતમાં શ્રી પાર્શ્વનાથની પ્રતિમા આજે પણ મોજૂદ છે, અને એની પાછળ આ શિલાલેખ છે... नमेस्तीर्थकृतस्तीर्थे, वर्षे द्विकचतुष्टये | आषाढश्रावको गौडो-ऽकारयत् प्रतिमात्रयम् ॥ “શ્રી તત્ત્વનિર્ણય પ્રાસાદ” ૨) તક્ષશિલાની બાજુમાં ખોદકામ કરતાં આખી નગરી મળી આવી. જે “મોહન નો ડો’ કહેવાય છે. એ દરમ્યાન ૫૦૦૦ વર્ષ પ્રાચીન શ્રી જિનપ્રતિમા મળી આવી, તેથી જણાય છે કે ઇ. સ. થી ૫૦૦૦ વર્ષ પૂર્વે પણ જૈન ધર્મમાં મૂર્તિપૂજા હતી. એ રીતે સિંધ અને પંજાબની સરહદ પર ખોદકામ કરતા જે નગર નીકળ્યું તેને હરપ્પા' નામ આપ્યું છે. તેમાં પણ અને જિનપ્રતિમાઓ મળી આવી છે. (એક મંતવ્ય પ્રમાણે આ બંને “વીતભય નગર'નાં વિભાગો હતા-જ્યાંનો રાજા ઉદયન હતો. તેમને દીક્ષા બાદ ઝેરી ભિક્ષા આપી ૩૪ કે એ છે દિનબાઈ... Page #50 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુ નિપજાવાયા પછી કોપિત થયેલા પ્રભાવતી દેવે નગરને ધૂળમાં દાટી દિીધું હતું. ૩) મહાત્મા બુદ્ધ જ્યારે સૌ પ્રથમ ઉપદેશ માટે રાજગૃહીમાં આવ્યા, ત્યારે સુપાર્શ્વનાથ પ્રભુના ચૈત્યમાં રોકાયા હતા. આવું મહાવગ્ન નામના બૌદ્ધ ગ્રંથમાં લખ્યું છે. ૪) ભગવાન મહાવીર વિહાર કરતાં છદ્મસ્થાવસ્થામાં જ્યારે ૭મા વર્ષે આબુની નજીક મુંડસ્થલ ગામમાં પધાર્યા, ત્યારે રાજા નંદીવર્ધન દર્શન માટે આવ્યાં, અને એમની ચિરસ્મૃત્યર્થે ત્યાં મંદિર બનાવ્યાં અને શ્રી વીર ભગવાનની જ પ્રતિમા ભરાવી. પ્રતિષ્ઠા શ્રી કેશીશ્રમણ આચાર્યે કરી. આ વાત ત્યાંના ખંડેરોમાંથી મળેલા શિલાલેખ દ્વારા જણાય છે. ૫) આજે ભારતભરમાં ઠેર ઠેર પ્રાચીનતમ જૈન તીર્થો છે. ભારતની બહાર પણ દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં, ઓસ્ટ્રિયામાં, હંગેરીમાંથી તથા મંગોલિયા વગેરે અનેક પ્રાન્તોમાંથી ખોદકામ થતાં જિનમંદિરો-પ્રતિમાઓ મળી આવી છે. તથા પાટણ-ખંભાત જેવા ગામોમાં ખોદકામ કરતાં અનેક પ્રાચીન પ્રતિમાઓ નીકળે છે. ) અજન્ટા-ઇલોરાની ગુફાઓમાં અનેક જૈન મૂર્તિઓનાં પણ દ્રશ્યો છે. આ બધાં સંદર્ભો જણાવે છે કે પ્રતિમાપૂજા અને મંદિરનિર્માણ જૈન ધર્મના જ એક અંગ છે. તેનો વિરોધ એ જૈનધર્મનો વિરોધ છે, જે મિથ્યાત્વનું કારણ છે. માટે પ્રતિમાની પૂજા દ્વારા અને મંદિરના નિર્માણ દ્વારા ભક્તિ કરતાં કરતાં મુક્તિ મેળવવી જોઇએ. યાત્રા ભક્તિથી મુક્તિની ૩૫. Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૯ 6 જિનમંદિર નિર્માણ વિધિ શ્રી ષોડશક પ્રકરણ ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂ.મ. શાસ્ત્રસિદ્ધ એવી જિનમંદિર નિર્માણની વિધિ આ રીતે જણાવે છે. જેને જૈનમંદિર બનાવવું હોય, તે શ્રદ્ધાળુમાં નિમ્નોક્ત ગુણો હોવા જરૂરી છે. ૧) નીતિપૂર્વક જેણે ધન કમાવ્યું હોય. ૨) જેની મતિમાં ભાવિનું હિત સમાયું હોય. ૩) જેનો આશય નિર્મલ હોય. ૪) જેના આચાર-વ્યવહાર અનિા હોય. ૫) માતા-પિતા આદિ વડીલોને તથા રાજા-મહામંત્રી વગેરે ગુરૂજનોને જે સમ્મત હોય. અહીં એટલો વિવેક કરવો, કે જે વ્યક્તિ અનીતિથી ધન કમાયો, આ લોક પૂરતું જ જોવાવાળો હતો, એવાં કામ કર્યા છે કે માતા-પિતા આદિને એ માન્ય નથી, એવાના જીવનમાં ક્યારેક નિમિત્તવિશેષને પામીને પરિવર્તન આવ્યું, તો એને મંદિર બંધાવવાની ઇચ્છા થઈ. એનામાં આશયની નિર્મલતા અને આચારની અનિદિતતા આપોઆપ સમાઈ જાય છે, અને એ બન્નેના કારણે પછી ધન-અર્જનમાં નીતિમત્તા, ભાવિનું હિત જોવાની દૃષ્ટિ અને ગુરુજન સમ્મતતા આપોઆપ પ્રગટે છે, માટે તેવો વ્યક્તિ પણ અધિકારી ગણાય છે. ટૂંકમાં ઉત્સર્ગ / અપવાદ, વિધિ/નિષેધના જ્ઞાતા ગીતાર્થ ગુરૂભગવંતો સામેની વ્યક્તિની યોગ્યતાને પારખી એને અનુજ્ઞા આપે છે. યોગ્યતાના પાંચ ગુણો તો દિશાસૂચન માત્ર સમજવા. હવે, જિનમંદિર બનાવતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોગ છે. ૧) શુદ્ધભૂમિ, ૨) લાકડું-ઇંટ વગેરે શુદ્ધ સાધન-દળ ૩) કારીગરોની સાથે ઉચિત વ્યવહાર, ૪) પોતાનાં શુભ ભાવોની, શુભ-આશયોની વૃદ્ધિ.... ૧) શુદ્ધભૂમિઃ જે ભૂમિની શુદ્ધિ કરી હોય, વાસ્તુશાસ્ત્રમાં કહેલા ઉપાયો વડે, ભૂમિને ખોદીને હાડકા વગેરેને દૂર કરવા દ્વારા ખાત વગેરે મુહૂર્તો સાચવી જેને શુદ્ધ કરી હોય. (આનાથી સમજાય છે કે વાસ્તુશાસ્ત્ર પણ જૈન શાસ્ત્રો-૧૨ મા અંગ નો જ વિષય હતો. જિનભવન નિર્માણમાં એનો ઉપયોગ થતો હતો. આજે પણ થાય છે. વાસ્તુશાસ્ત્ર જૈનધર્મમાંથી જ બહાર ૩૬ ર્સ જેન ભક્તિમાર્ગ... Page #52 -------------------------------------------------------------------------- ________________ આવ્યું છે. જો કે પાછળથી એમાં લોકોએ પોત-પોતાની રીતે ફેરફાર કર્યા છે.) તથા, જેની પાસેથી જમીન ખરીદી હોય, તેની પાસેથી અત્યંત ન્યાયનીતિપૂર્વક ઉપાર્જિત કરી હોય, અર્થાત્ જમીનના માલિકને સંતોષ આપીને ખરીદેલી હોય. અને, જે આડોશી-પાડોશીએને હેરાનગતિનું કારણ ન બનતી હોય, જમીન ખરીદવાથી આડોશી-પાડોશી કે બીજા કોઇને ઘરનો અવરજવરનો માર્ગ રોકાતો હોય, એના પશુઓની જગ્યા રોકાતી હોય, કોઇ ઝૂંપડું બાંધીને ત્યાં રહ્યું હોય, અને એને તકલીફ થવાની હોય, તો એવી જગ્યા ન લેવી. (અપવાદે પૂરતો સંતોષ આપીને લેવી.) આ ત્રણ શરતો જેને ઘટતી હોય, તેવી જગ્યા શુદ્ધભૂમિ કહેવાય. જે દેરાસર માટે ઉચિત છે. આવું એટલા માટે કહ્યું છે કે શાસ્ત્રના બહુમાનથી, શુભ ચેષ્ટાથી અને પરપીડાના ત્યાગથી જ ધર્મની સાર્થકતા થાય છે. આથી, વાસ્તુરૂપ શાસ્ત્રના બહુમાનથી, શુભ ન્યાયથી લેવારૂપ સારી ચેષ્ટાથી અને બીજાને પીડા ન થાય પરપીડાના ત્યાગથી આ ભૂમિનું સંપાદન ધર્મભૂમિના સંપાદનરૂપ બને છે. અર્થાત્ ધર્મરૂપ બને છે. એજ રીતે, જિનભવનની ભૂમિની નજીક રહેતા હોય, તેઓને પણ દાન-માન અને સત્કાર આપવા દ્વારા પ્રસન્ન અને અનુકૂળ કરવા, જેથી એમને મનમાં થાય-આ જૈનધર્મ ખૂબ સુંદર છે, જેમાં આવું સરસ ઔચિત્ય છે. આવો શુભભાવ-કુશલભાવ જો એને પ્રગટે, તો એને પણ આ ભાવસમ્યગ્દર્શનનું કારણ બને છે. આમ, આ વિધિ અવશ્ય સાચવવો જોઇએ. ૨) શુદ્ધદળઃ જેનાથી જિનાલય બને, તેવી સામગ્રી ઇંટ-પત્થર અથવા પૂર્વના સમયમાં જિનાલયો લાકડાના બનતા હતા, માટે લાકડું વગેરે પણ શુદ્ધ જોઇએ. શુદ્ધ એટલે જે તેને બનાવનારા મજૂર વર્ગ પાસેથી ઉચિત મૂલ્ય આપીને ખરીદ્યું હોય, અને લોકશાસ્ત્રમાં જણાવેલા ઉચિત વિધિ વડે તેમજ લાવતી વખતે પણ ભારવહન કરનારાઓને વધુ પીડા ન થાય, એ રીતે જે લાવવામાં આવ્યા હોય, તે કાષ્ઠ-ઇટ-પથ્થર વગેરે સર્વ સાધન-સામગ્રી શુદ્ધ કહેવાય છે. અહીં પણ ઉચિત ચેષ્ટા છે, પરપીડનનો ત્યાગ છે અને શાસ્ત્રબાહુમાન છે. આથી આ દલ શુદ્ધ બને છે. યાત્રા: ભક્તિથી મુક્તિની ૩૭ . Page #53 -------------------------------------------------------------------------- ________________ આમાં જો લાકડું લાવવું હોય, તો તે દેવતા આદિના ઉપવનમાંથી અર્થાત્ સારા ઉપવનમાંથી પ્રયત્નથી લાવેલું હોય, જે પ્રગુણ=વાંકું ન હોય સારવાળું, ખવાઇ ગયેલું ન હોય નવું હોય, અને ગાંઠ આદિ દોષોથી રહિત હોય. વિશેષથી એ ધ્યાન રાખવું કે જિનાલય સંબંધી કાંઇપણ દલ વગેરે લાવવું-ખરીદવું-લેવા જવું આદિ સર્વ ઠેકાણે શકુનપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઇએ. શકુનનાં બે પ્રકાર છે. બાહ્યશકુનઃ પૂર્ણકલશ, દહીં, દૂર્વા-ધોનું ઘાસ, અક્ષત, માટી વિગેરે...આંતરિકશકુનઃ આત્માનો ઉત્સાહ-તત્પરતા, ગુરૂની આજ્ઞા. આ બધા આંતરશકુનને તેમજ બાહ્યશકુનને અનુસરીને કાર્ય પાર પાડવું. ૩) કારીગરોને ન ઠગવા-ઉચિત વ્યવહાર કરવો - સોમપુરા, કારીગર વગેરેને “તમે પણ જિનાલય-નિર્માણમાં સહાયક છો.” આવું કહેવા દ્વારા પ્રસન્ન રાખવા, જેથી તેઓ પણ ઉત્સાહથી કામ કરે. આ આપણા “ધર્મમિત્રો” છે. તેમને ક્યારેય ઠગવા નહીં. તેમને અવસરે અવશ્ય વેતન આપતા રહેવું. કારણ કે સારા કામમાં માયા રાખવાથી ધર્મનું ફળ મળતું નથી. માટે ઉદારતા અને સરળતા રાખવા.... ૪) શુભ આશયની વૃદ્ધિઃ “આ જિનાલય એ ભક્તિ અને મોક્ષના જ માત્ર આશયથી શ્રાવકોને કરણીય છે.” આલોક-પરલોકની આશંસાથી રહિત શુદ્ધ ભાવને શુભાશય કહે છે. (જોકે આમાં પણ વિવેક છે, જે ગીતાર્થો પાસેથી જાણવા યોગ્ય છે.) પછી દરરોજ આ જિનાલય “કેટલું થયું અને કેટલું બાકી ?” આનું જાતનિરીક્ષણ કરતા રહીને, કુશલ આશયની વૃદ્ધિ કરતા રહેવી. તે આ રીતેઅરિહંત પ્રભુનું આ જિનાલય જોઈ ઘણા ભવ્યાત્માઓ સુગતિને પામ્યા અને ઘણા પામશે. યાત્રા-સ્નાત્ર વગેરે જેટલા પણ મોક્ષપ્રાપક અનુષ્ઠાનો અહીં થયા અને થશે એ બધાનું મુખ્ય બીજ મારૂં બંધાવેલું જિનાલય બને છે, અહો ! મારા હાથે આ એક સુંદર કાર્ય થયું-આવા ભાવથી શ્રાવકે શ્રદ્ધા વધારતા રહેવી, અને ભક્તો “હું પહેલો-હું પહેલો” કરતાં ભગવાનની ભક્તિ કરે, તેમને જોઇને પણ મંદિર બંધાવનારનાં શ્રદ્ધા-શુભ-આશય પછી વધતા જ રહેવાના. આવા પ્રકારની આશયની શુદ્ધિ અને વૃદ્ધિપૂર્વક બંધાવેલું જિનાલય જૈનશાસનને માન્ય છે. આ પ્રકારે વિધિપૂર્વક બનાવેલું જિનાલય શ્રાવકને ૩૮ રાજેન ભક્તિમાર્ગ... Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રભુભક્તિનો સહુથી પ્રચલિત પ્રકાર मुष्टापूहा चंदन - जल पूजा पूजा पुष्प पूजा LEKEERICURDAR धूप पूजा अक्षतादि पूजा चैत्य वंदन मुद्रा काउस्सग्ग 19LSIP मुद्रा ह दीपक पूजा अंग पूजापरमात्माको स जल पूजा गणाधणमा परमात्मा के सामने होती है। चन्दन पूजा ODXC पुष्प पूजा धूप पूजा दीपपूजा अक्षत नैवेद्य फलपूजा अक्षत पूजा नैवेध पूजा फल पूजा HTOOOOO DILJODOOU भाव पूजा चैत्यवंदनादि स्तुति स्तवन द्वारा होती है। Page #55 -------------------------------------------------------------------------- ________________ પિડOધ્યાન S3ISGADHEETE HOTI यायालामाका THE GOLD Sats Jalso जन्मावस्था-जन्म के समय मेरुपर्वत पर परमात्मा के जन्माभिषेक का चिंतन करना चाहिए। राज्यावस्था-परमात्मा की अंगरचना करते समय राज्यावस्था का चिंतन करना चाहिए। श्रमणावस्था-देखकर मैं कब श्रमण बनूँगा, इस भाव का चिंतन करना चाहिए। Page #56 -------------------------------------------------------------------------- ________________ બ્રુભક્તિનું સ્વરૂપ છે (1) सगुण भक्ति ल) श्रवण 0000 (2) कीर्तन (3) प्रभु नाम स्मरण (5) अर्चना 4 (6) प्रभु मूर्ति की वन्दना SERIEN POORIOR ) मूर्ति की पूजा (2) निर्गुण भक्ति (9) आत्म-समर्पण (8) मैत्री भाव (7) दास्यभाव Page #57 -------------------------------------------------------------------------- ________________ દેવાધિદેવ તીર્થંકર પરમાત્માની વિવિધ મુદ્દાઓ Page #58 -------------------------------------------------------------------------- ________________ અભ્યદય સ્વર્ગાદિ વૈભવ અપાવીને ક્રમશઃ ઉત્તરોત્તર મોક્ષનું કારણ બને છે. ચૈત્ય બંધાવ્યા પછી, શ્રાવકે એવો અક્ષયભંડાર રાખવો, જેથી ભવિષ્યમાં જીર્ણોદ્ધારાદિ પણ એમાંથી જ થતા રહે, પરંતુ, સાધુભગવંતોએ એમાં વચ્ચે ન પડવું જોઇએ. કારણ કે-“બાહોશ-શ્રદ્ધાળુ-જ્ઞાની શ્રાવકે સાવ અટકી જ પડ્યું હોય, એવી પરિસ્થિતિ વિના સાધુઓને દ્રવ્યસ્તવમાં જોડવા ન જોઇએ.” આ રીતે બંધાવેલું, રક્ષેલું જિનાલય આખા વંશને તરવા માટે હોડકાની ગરજ સારે છે. શંકાઃ જિનાલયના નિર્માણમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રણ આ છ એ કાયના જીવોની હિંસા થવાની છે. એમાં ય પૃથ્વી-પાણી આદિની હિંસા તો ચોક્કસ જ છે. તો હિંસારૂપ-આરંભરૂપ કાર્યથી ધર્મની વૃદ્ધિ કેવી રીતે માની શકાય ? આથી, જિનાલય ન બનાવવું જોઇએ, કારણકે એમાં હિંસા છે, અને જ્યાં જ્યાં હિંસા હોય, ત્યાં ત્યાં સુજ્ઞજનો પ્રવર્તતા નથી... સમાધાન : શાસ્ત્રોમાં હિંસાના બે પ્રકાર બતાવ્યાં છે: દ્રવ્યહિંસા અને ભાવહિંસા, એમાંથી ભાવહિંસા એ અજયણા છે. કોઇપણ કાર્યમાં જયણા ન હોય, તો હિંસાનું પાપ લાગે. જયણા હોય, તો હિંસા ન લાગે, આવું શાસ્ત્રકારો કહે છે. જિનાલય નિર્માણ આદિમાં જયણાનો ભાવ હોય છે. જયણા એટલે રાગ-દ્વેષથી રહિત શાસ્ત્રાજ્ઞાથી શુદ્ધ એવો પ્રયત્ન. આવો યતનાનો ભાવ ત્યાં ભાવહિંસાનો વિરોધી છે. માટે ત્યાં ભાવહિંસા નથી. શંકા : ત્યાં ભાવહિંસા નથી, પણ દ્રવ્યહિંસા તો આવી જ ગઈને ? એને કારણે પછી ગમે ત્યારે ભાવહિંસા ઘૂસતાં શી વાર લાગે ? સમાધાન: હિંસાના ભાવ વિના બહારથી થતી બાહ્ય-દ્રવ્ય હિંસા તો સાધુ ભગવંતને વિહાર વગેરે ક્રિયા વખતે પણ થવાની જ, કારણકે અમુક દ્રવ્યહિંસા નથી જ રોકી શકાતી. આથી દ્રવ્યહિંસાનું એટલું મહત્ત્વ નથી. તમે કહ્યું કે વારંવારની દ્રવ્યહિંસાથી ભાવહિંસા આવી જતાં વાર ન લાગે. પરંતુ, તે દ્રવ્યહિંસા વખતે અંદરમાં રહેલો યતનાનો ભાવ જ ઊલટું, હિંસામાંથી અટકાવવાનો છે. કારણ કે એક તો યતના રાખવાથી જે કાર્ય વધુ જીવહિંસા વડે શક્ય બનવાનું હતું તે ઓછી જીવહિંસાથી શક્ય બન્યું. આ રીતે યાત્રા: ભક્તિથી મુક્તિની જન ૩૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ યતના દ્વારા હિંસા (અધિક હિંસા) અટકી. વળી જિનાલયનિર્માણમાં વપરાનાર જેટલો સમય-સંપત્તિ આદિ પાપમાર્ગમાં-ધંધામાં વપરાવાના હતા, તે હવે જિનાલયમાં રોકાયા. જો ધંધામાં રોક્યા હોત તો આવક થાત, એનાથી નવો આરંભ કરત, એનાથી આવક થાત, એથી વળી નવો આરંભ ઊભો કરત. આમ, હિંસાનો અનુબંધ ચાલત. જે અનુબંધ જિનાલય નિર્માણને કારણે અટકી ગયો. અને શુભ આશયની વૃદ્ધિ દ્વારા ઉલટું, શુભ અનુબંધ ચાલ્યો. આથી, અધિક હિંસાનો ત્યાગ થયો. અને મોક્ષના બીજની પ્રાપ્તિ થઇ. વળી, જિનભવનનિર્માણ એ શાસ્ત્રમાં પણ વિહિત મનાયું છે. જેનું વિધાન શાસ્ત્રમાં હોય, એ કયારેય દોષિત ન મનાય. માટે ચૈત્યનિર્માણ અદુષ્ટ જ છે. શંકા ઃ શાસ્ત્રમાં તો વિહિત તરીકે સામાયિક વગેરે બતાવ્યા જ છે, અને એમાં કોઇ આરંભ જ નથી. માટે સામાયિકાદિ કરવા જોઇએ, જિનભવન નિર્માણ નહી. સમાધાન: વિહિત એવું એક અનુષ્ઠાન વિહિત એવા બીજા અનુષ્ઠાનનો અપલાપ નથી કરી શકતું. બધા જ વિહિત છે, તેથી બધાજ આચરણીય છે. નહીં તો દાન વગેરે પણ અનુષ્ઠાન ન જ આચરી શકાય. ફક્ત સામાયિક જ કરવું જોઇએ. જિનમંદિર સંબંધી વિચારણાઓ ઃ કોઇપણ ગામ કે નગરમાં જેટલી જરૂર જલાશયો, શાળાઓ, બજાર અને દવાખાનાની છે, તેટલી જ બલકે તેથી પણ વધારે જરૂર ધર્મસ્થાનો-મંદિરોની છે. જળાશય જળ પૂરું પાડે, બજાર કરિયાણા-અનાજ પૂરાં પાડે છે. શાળાઓમાંથી બાળકોને વ્યવહારિક જ્ઞાન મળે છે. દવાખાનાઓ રોગની ચિકિત્સા કરે છે તેમ ધર્મસ્થાનો ભાવના શુદ્ધ રાખે છે અને કર્તવ્યબુદ્ધિ જાગૃત કરે છે. પૂર્વે કોઇ પણ નગર વસાવતી વખતે મધ્યમાં મંદિર બનાવાતું. એની આસપાસ નગરનો વસવાટ થતો. ખાસ કરીને દક્ષિણ ભારતમાં આ વાત જોવા મળે છે. ત્યાંના નગરોના નામો પણ દેવમંદિર પરથી જ આપવામાં આવતાં, ત્રિચિનાપલ્લીનું અસલ નામ “ત્રિજિનપલ્લી' હતું. ત્યાં ત્રણ જિનમંદિરોનો સુંદર સમૂહ હતો. “રામેશ્વરમ્” નગરનું નામ પણ એ જ રીતે પાડવામાં આવ્યું છે. જ ૪૦ ટ ન ભક્તિમાર્ગ.... Page #60 -------------------------------------------------------------------------- ________________ જૈન મંદિરોને આશ્રયે શિલ્પ-ચિત્ર-સ્થાપત્ય-કાવ્ય અને સંગીત આ પ્રત્યેક કલાઓને પ્રોત્સાહન મળ્યું. ભારતમાં આજે ય ૩૬૦૦૦ ઉપરાંત જૈન મંદિરો વિદ્યમાન છે. પ્રશ્નઃ જેનોએ પાષાણમાં બહુ પૈસો રેડ્યો. હવે સ્કુલો અને હોસ્પિટલો બનાવવી જોઇએ. સમાધાન : સ્કુલો અને હોસ્પિટલો બનાવીને છેવટે તો સંસ્કારી અને સ્વસ્થ બનાવવાની વાત છે. બાળકોને સંસ્કારી બનાવવાની જવાબદારી વહન કરનાર શિક્ષકો અને રોગીઓને આરોગ્યદાન કરવાની જવાબદારી ધરાવતા વૈદ્યો-ડૉકટરો અને કંપાઉંડર-નર્સ-વોર્ડબોયમાં સેવાભાવના, નિઃસ્વાર્થ પરગજુપણુ આદિ શુભ સંસ્કાર તો જિનાલયના પ્રભાવે આવે છે. આથી જિનમંદિર તો સમાજસુરક્ષાનો પાયો છે. દેરાસર વગેરેના નિર્માણ પાછળ ધર્મભાવના જાગૃત કરવાનો આશય છે. દરેક કાળમાં મનુષ્યને શાંતિ-ધર્મભાવવિવેક-સમતા પ્રદાન કરવાનું કામ વર્ષોથી અડીખમ ઉભેલા આ જિનાલયો કરે છે. વળી જિનમંદિરની આકૃતિમાં પણ શક્તિ-ઊર્જાનો સંગ્રહ કરવાની તાકાત છે. મંદિરના ઘંટારવમાં મનુષ્યને શાંતિ અને સ્વસ્થતા અર્પવાની ક્ષમતા છે. જગતમાં અક્કડ થઇને ફરતાં માણસને નમ્રતા અને વંદનાનો ભાવ આ મંદિર શીખવાડે છે. કારીગરો અને કલાકારોની કલાને જીવંત રાખવાનું કામ મંદિરો કરે છે, અને પરંપરાએ મોક્ષનું કારણ બને છે. આથી એની ઉપેક્ષા ક્યારેય કરવા જેવી નથી. સૌ પ્રથમ તો એને સાચવીને પછી કાળની માંગ પ્રમાણે બીજા બધા સ્થાપત્યોનાં નિર્માણનો વિચાર કરવો જોઇએ. જેનોએ ખાલી દેરાસરો જ નથી બંધાવ્યા, પ્રજાની ઉન્નતિ માટે પણ ખર્ચો કર્યો છે. આખા ભારતમાં દુકાળ પડ્યો, ત્યારે અનાજનાં ભંડારો જગડૂશાહે ખોલી નાખ્યા અને જેનોને “મહાજન' પદ મળ્યું. રાણા પ્રતાપની સામે ભામાશાહે ખજાનો ખુલ્લો મૂક્યો અને સંસ્કૃતિની રક્ષા કરી. આજે પણ ભારતભરમાં ચાલતી સેંકડો પાંજરાપોળોમાંથી અડધા ઉપરની પાંજરાપોળો જૈનો ચલાવે છે-ઠેરઠેર ખીચડીઘરો-અનુકંપાદાન-છાસ વિતરણ વગેરે કરતા, દરેક જગ્યાએ રાહત કાર્યમાં માતબર રકમનો ફાળો આપતા જૈનો માટે એવું કેમ કહેવાય કે તેઓ ફક્ત પથ્થર પાછળ જ પૈસા ખર્ચે છે? યાત્રા: ભક્તિથી મુક્તિની જ ૪૧ ડી. Page #61 -------------------------------------------------------------------------- ________________ પૈસા મોજશોખમાં, વાહવાહમાં, લગ્નપ્રસંગોમાં, હરવા-ફરવામાં વપરાય, અથવા સંસારના કાર્યોમાં વપરાય, એના કરતા તો આવા ધર્મકાર્યોમાં વપરાય, એ પરંપરાએ આરંભમાંથી અટકાવી, મોક્ષની પ્રાપ્તિ કરાવનારા બને છે. મંદિરોના જીર્ણોદ્ધાર વખતે એની કલાકારીગરીને નુકસાન ન થાય, એ વિચારવું, ચૂનાના લપેડા લગાવવાથી શિલ્પ ઢંકાઇ જાય છે. બીજી બાજુ શિલ્પી-વર્ગને પણ શિલ્પોનું સંપૂર્ણ જ્ઞાન આપવાની વધુ જરૂરિયાત છે. જિનમંદિરનું નિર્માણ શુદ્ધ ધનદ્રવ્ય, શુદ્ધ પાષાણદ્રવ્ય અને શુદ્ધ ભાવપૂર્વક શિલ્પની સંપૂર્ણ મર્યાદાને અનુસરીને થવું જોઇએ. નાનકડી પાયામાં થતી ભૂલ આગળ વધતા મોટી બને છે, અને શ્રી સંઘને નુકશાનકર્તા બને છે. મંત્રી યશોધરે આબુમાં વસ્તુપાલ-તેજપાલ નિર્મિત જિનાલયમાં ૧૦ ભૂલો શોધી હતી જેના કારણે જિનાલય ખૂબ જલ્દી ધ્વસ્ત થયું અને પ્રભાવ એટલો ન વધ્યો, કુલપરંપરા પણ અટકી ગઈ... જૈન ભક્તિમાર્ગ.. Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૦ ( જિનપ્રતિમા નિર્માણ સર્વ સિદ્ધાંતોક્ત વિધિનાં સંગ્રહ રૂપ ૭મા ષોડશકમાં પૂજ્યપાદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા જિન-બિંબ નિર્માણની વિધિ આ રીતે જણાવે છે. જિનાલય નિર્માણ થયા પછી તે ભવન અનાયક-નાયક વિનાનું ન રખાય. આથી તેને જલ્દીથી સાધિષ્ઠાન=અધિષ્ઠાયક-નાયક સહિતનું કરવું જોઇએ. અને જ્યાં સુધી (સારા મુહૂર્તાદિના અભાવમાં) જિનબિંબોનો પ્રવેશ ચિત્યાલયમાં ન કરાય, ત્યાં સુધી શ્રીફળ આદિ રાખવા રૂપે મુખ્ય ગભારો ભરી રાખવો જોઇએ, પરંતુ ખાલી ન રાખવો જોઇએ. બનાવેલા જિનાલયમાં ભગવાનનો પ્રવેશ કરાવી શુભ મુહૂર્તમાં, જે આગળ જોવાશે, અંજનશલાકા, પ્રતિષ્ઠાદિ મહાવિધાનપૂર્વક ગભારામાં ભગવાનની સ્થાપના કરવી જોઇએ, જેથી સાધિષ્ઠાન એવું ભવન પુણ્યની વૃદ્ધિ કરનારું બને. જિનબિંબ જિનાલય દ્વારા બંધાયેલાં પુણ્યને વધારનારું બને. આ માટે સૌ પ્રથમ જિનબિંબ જોઇએ. અને જિનબિંબ પ્રાયઃ કરીને પાષાણમાંથી બનાવાય છે. આથી જિનબિંબ નિર્માણકાર્ય સોમપૂરા શિલ્પીઓને સોંપવામાં આવે છે. ૧) જે શિલ્પીને કામ સોંપવું હોય, તેનો શુભમુહૂર્ત ભોજન-પહેરામણીતાંબૂલાદિ દ્વારા પૂજા-સત્કાર કરી પોતાના વૈભવ મુજબ ધન સોંપી, નિર્માણનું કાર્ય શરૂ કરાવવું. જો શિલ્પી વ્યસનવાળો હોય. તો એને પહેરામણી વગેરે પહેલેથી ન આપવા, પરંતુ, પહેલેથી ઉચિત મૂલ્ય ઠરાવી યોગ્ય સમયે દૈનિક કે માસિક વેતન આપતા રહેવું, કારણકે વ્યસની વારેવારે મૂડી ખોઇ બેસે, એટલે વારેવારે માંગ્યા કરે, ત્યારે શેઠને એમ થાય, કે “મેં આને ક્યાં કામ આપ્યું ?” અને સામે શિલ્પીને એ ઠપકો આપે. તેથી શિલ્પી પણ મનદુઃખ પામે. આમ બન્નેના મન ખારા થઇ જાય અને શુભકાર્યમાં મનનો આવો ખેદ નિષિદ્ધ કરાયો છે, યાત્રા ભક્તિથી મુક્તિની ૪૩ સ્ટ Page #63 -------------------------------------------------------------------------- ________________ કારણ કે એનાથી ઉલટું-વિપરીત ફળ મળતું હોય છે. બિમ્બના નિમિત્તે જેટજેટલા શુભભાવો થાય, એ બધા બિમ્બના નિમિત્તે થવાથી ભગવાનની ભક્તિરૂપ છે, તો બિમ્બના નિમિત્તને પામીને જેટલી અપ્રીતિ-અસમાધિ થાય, તે ભગવાન પરની અપ્રીતિરૂપ હોવાથી ભગવાનની આશાતનારૂપ છે. તેથી આ ન કરવી જોઇએ. ૨) જિનબિંબ બનાવનાર શિલ્પી ક્યારેક બાલ ક્યારેક યુવાન તો ક્યારેક પ્રૌઢ અવસ્થાવાળો હોય છે. તેમાં મૂર્તિ કરાવનાર-ભરાવનારે જો બાલ શિલ્પી હોય તો ભગવાનનું બાલરૂપ વિચારી, ભગવાનની જ ભક્તિ કરતા હોય એવા મનોરથોથી રમકડાં-મીઠાઇ વગેરે આપીને બાલશિલ્પીની ભક્તિ કરવી. આ રીતે ભગવાનની તે-તે અવસ્થાની કલ્પના કરી તેની ભક્તિ કરતા હોય, એમ શિલ્પીની ભક્તિ કરવી. આ રીતે પ્રસન્ન કરેલો શિલ્પી પોતાના ભાવોને પ્રસન્નતાથી પ્રતિમામાં અવતારી શકે છે. કલાની કદરદાનીથી કલાકાર પ્રસન્ન થાય છે. ( ૩) ભાવથી શુદ્ધ થયેલા ન્યાયાર્જિત ધન વડે બિંબ કરાવવું જોઇએ. તેમાં ધન તો ન્યાયથી કમાયેલું જ હોય છે. પરંતુ, તેમાં કદાચકોઇકનું અણહકનું આવી ગયું હોય, તો “મારે અણહકનું ધન જે અહીં કદાચ વપરાયું હોય, તો તે ધનથી ઉત્પન્ન થયેલું પુણ્ય તેના માલિકને મળો.” આવા શુદ્ધ આશયથી જે ધન પ્રતિમામાં વપરાય, તે અન્યાયથી મિશ્રિત બનતું નથી. ૪) જિનબિંબ બનાવવાનું હોય, તેની ઉપર મંત્ર-ન્યાસ કરવો. અર્થાત્ ૐકાર, નમઃ પદ, પછી જે તે ભગવાનનું નામ આ રીતે મંત્રની સ્થાપના કરવી. જેમકે-ઋષભદેવ પ્રભુનું બિંબ હોય, તો “ૐ નમઃ ઋષભાય” (કેટલાક ના મતે “3% ઋષભાય નમઃ”) આ રીતે મંત્રનો ન્યાસ કરવો. ) ૧) આગમાનુસારિતા (આગમમાં બતાવેલ માર્ગને અનુસરવાપણું) ૨) આગમધારકો પર ભક્તિ-બહુમાન-સેવા-વિનય અને ૩) સર્વ પ્રવૃત્તિઓમાં આગમનું વારંવાર બહુમાનપૂર્વકનું સ્મરણ-આ ત્રણ વિશેષતાઓથી વિશુદ્ધ આશય સાથે જિનબિંબ કરાવવાથી શુદ્ધ લાભ મળે છે. (૭) નિદાન (નિયાણા-આલોક-પરલોક માટેની ભોગસામગ્રીની તીવ્ર ૪૪ જેન ભક્તિમાર્ગ... Page #64 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છા) રહિતના શુદ્ધ આશયથી બનાવેલા=ભરાવેલા જિનબિંબને કા૨ણે તાત્કાલિક તથા ભવાંતરમાં પુણ્ય-અભ્યુદયની પ્રાપ્તિ થાય છે જ, અને મોક્ષરૂપ ફલ પણ મળે છે. પરંતુ, આલોકની કીર્તિ આદિ આશંસાથી જે જિનબિંબ બનાવ્યું હોય, તેને કારણે આ લોકમાં અભ્યુદય થાય છે. પરંપરાએ લાભ થતો નથી. ૮) જિનબિંબ પ્રાયઃ પાષાણનું જ હોય. ક્યારેક ક્યારેક ધાતુને ગાળીને ભરાવેલું પણ હોય. ભરત મહારાજાની વીંટીમાં જડેલા માણેક મણિમાંથી શ્રી આદિનાથ પ્રભુનું બિંબ બનાવાયું હતું...જે આજે હૈદ્રાબાદની બાજુમાં ફુલપાકજી તીર્થ તરીકે પૂજાય છે. સોનાનાં-રત્નોનાં-મરગજમણિ-નીલમ-પન્ના વગેરેનાં જિનબિંબો પણ હોય છે. હાથીગુફામાં કોતરેલા લેખ પરથી અંદાજ આવે છે, કે પાટલીપુત્રનો ધન લોભી આઠમો નંદ કલિંગમાંથી સોનાની પ્રતિમા ઊઠાવી ગયો હતો. જે પુષ્યમિત્રના શાસનમાં એને હરાવી કલિંગાધિપતિ રાજા ખારવેલ પાછા લઇ આવ્યા હતાં. લખનૌ વગેરેનાં શ્વેતામ્બર મંદિરોમાં, તેમ મૂડબિદ્રી વગેરેનાં દિગંબર જિનમંદિરોમાં અનેક રત્નોની પ્રતિમા જોઇ શકાય છે. એવી કિંવદન્તી છે કે ત્યાંના ધર્મશ્રદ્ધાળુ શ્રાવકો મોટે ભાગે વહાણવટુ ખેડતા હતા. વ્યાપાર માટે દૂર-દૂરનાં પ્રદેશોમાં જતાં. ત્યાં અઢળક ધન કમાતાં. રત્નો ખરીદતા અને અહીં આવી ભગવાનનાં ચરણોમાં ધરી દેતા. તેની આ મૂર્તિ બની. આ સિવાય અનેક મહાપુરુષો-મહાસતીઓ અચાનક યાત્રા માટે જાય, પ્રતિમા રાખવાનું ભૂલી ગયાં હોય, પૂજા કરવાનો નિયમ હોય તો તેઓ ભીની માટી- રેતીની પ્રતિમા બનાવતા એની પૂજા કરતા. પાછળથી દેવનું અધિષ્ઠાન થવાથી આ પ્રતિમાઓ પાષાણવત્ નક્કર બની જતી. આવી અનેક પ્રતિમાઓ આજે ખ્યાલમાં છે. એક તો શ્રી અંતરીક્ષજી પાર્શ્વનાથ ભગવાનની મહાપ્રભાવિક પ્રતિમા, બીજી સુરતમાં આવેલી શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા...ત્રીજી ચાણસ્મામાં બિરાજમાન શ્રી ભટેવા પાર્શ્વનાથની પ્રતિમા, ચોથી ડભોઇમાં બિરાજમાન શ્રી લોઢણ પાર્શ્વનાથની પ્રતિમા...આવા તો અનેકાનેક પ્રભુજી આજે પણ શીલ અને ભાવધર્મનો મહિમા જગમાં પ્રસારે છે. ઠક્કર ફેરુના વાસ્તુસાર પ્રકરણના બીજા પ્રકરણમાં, મંડન સૂત્રધાર કૃત રૂપાવતારમાં, વિશ્વકર્મા રચિત દીપાર્ણવમાં, ભુવનદેવ આચાર્ય કૃત યાત્રાઃ ભક્તિથી મુક્તિની ૪૫ 60 20 Page #65 -------------------------------------------------------------------------- ________________ અપરાજિત પૃચ્છામાં તથા માનસાર વગેરે ગ્રંથોમાં પ્રભુની પ્રતિમાને શી રીતે બનાવવી એનું વર્ણન છે. પ્રતિમાઓ પદ્માસનમાં, અર્ધપદ્માસનમાં અથવા કાયોત્સર્ગ મુદ્રામાં હોય છે. ક્યારેક પરિકર સહિત હોય છે. ક્યારેક પરિકર રહિત હોય છે. પ્રવાદ પ્રમાણે સપરિકર પ્રતિમાઓ અરિહંતની કહેવાય છે, અને પરિક૨ વિનાની પ્રતિમાઓ સિદ્ધ ભગવંતની કહેવાય છે. પરિકર બનાવવા પાછળ ખૂબ મહેનત-જહેમત ઊઠાવી કલાનો કસબ ઠાલવતા હોય છે. ખૂબ ઝીણી અને સુરમ્ય કો૨ણી કરવામાં આવે છે. પ્રાચીન જિનપ્રતિમાઓ જેટલી નયનાભિરામ હોય છે, એટલાં જ સૌંદર્યવાળા એમનાં પરિકરો પણ હોય છે. જિનબિંબ અંગે કિંચિત્ બજારમાં તૈયાર મળતી મૂર્તિ ખરીદવાને બદલે આપણે ત્યાં શિલ્પીને બોલાવી ઘડાવવી જોઇએ. તૈયાર મૂર્તિ ઘણીવાર ખંડિત, ડાઘવાળી, કુલક્ષણયુક્ત હોય છે જેને શિલ્પી સાંધીને, ભરીને ઉપરથી કલ૨ ક૨ીને વેંચી દે છે. માટે અખંડ પાષાણ લાવી નજર સામે જ મૂર્તિ ઘડાવવી. ભગવાનની પ્રતિમા પ્રમાણયુક્ત જોઇએ. ભગવાન પદ્માસનમાં બિરાજીત હોય તો ડાબા પગથી જમણા ખભા સુધીનું, જમણા પગથી ડાબા ખભા સુધીનું, અને પંજાના અગ્રભાગથી મસ્તકના મધ્યભાગ સુધીનું, આ ત્રણેય પ્રમાણ એક સરખા થવા જોઇએ. પ્રતિમાના મસ્તકની વચ્ચે આજે ઉપસેલો ભાગ રખાય છે, જે શોભાસ્પદ નથી. ભગવાનના મસ્તક પર શિખા હોય. એ શિખાનો આકાર અલગ પ્રકારનો હોય છે, પરંતુ અત્યારે બનાવાતો આકાર શિખા જેવો પણ નથી, અને શોભામાં વધારો નહીં ઉલટું ઘટાડો કરે છે. ભગવાનનાં વક્ષસ્થળ ૫૨ મધ્યભાગમાં શ્રીવત્સનું ચિહ્ન કરાય છે. હકીકતમાં શ્રીવત્સ એ એક મત પ્રમાણે વાળનો-રૂંવાટીનો એવો પ્રશસ્ત આકા૨ છે. તે કોઇ મણિ નથી. આથી આજે બનાવાતી પ્રતિમાઓમાં તે ભાગ ઉપસેલો ૪૬); જૈન ભક્તિમાર્ગ... Page #66 -------------------------------------------------------------------------- ________________ બતાવાય છે, જે યોગ્ય પણ નથી, અને શોભાસ્પદ પણ નથી. પ્રભુપ્રતિમાઓનો આજનો જે આકાર છે, તે પ્રમાણે ભગવાનની છાતી ખૂબ ચપટી બતાવાય છે, જે ઉચિત નથી. એક પણ પ્રાચીન પ્રતિમાઓ આવી ચપટી છાતીવાળી હોતી નથી. વિશાળ ખુલ્લી પહોળી ટટ્ટાર છાતી એ સાધનાની તત્પરતા અને ઉપસર્ગો વચ્ચે અચલતાની સૂચિકા છે. તેથી મૂર્તિનિર્માણમાં આ અંશ ધ્યાનમાં લેવા જેવો છે. પ્રતિમા અતિશય હૃષ્ટપુષ્ટ ન હોવી જોઇએ તેમજ અતિકૃશ પણ ન હોવી જોઇએ. અતિપાતળી-કૃશકાય, જેનાં ગાલ બેસી ગયા હોય, હાથ પેટ પ્રમાણ કરતાં વધુ કૃશ હોય, તો ભાવના૨-સ્થાપના કરનાર શ્રી સંઘની ક્યારેય પ્રગતિ થતી નથી. મૂર્તિ બનાવનારની પ્રસન્નતા અને પવિત્રતા જળવાય, એમ જે સ્થળમાં પ્રતિમા રચાતી હોય, એ સ્થળની પણ પવિત્રતા સચવાવી જોઇએ. શાંત પક્ષીઓના કલરવવાળું, ધીમું કુદરતી સંગીત ચાલતું હોય, ધૂપધાણાંની સુગંધ હોય એવે સમયે અખંડ દીપક પ્રગટાવીને પ્રતિમા ઘડવી. યાત્રાઃ ભક્તિથી મુક્તિની ૪૭ અં Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૧ જિનબિંબ પ્રતિષ્ઠા વિધાન છે આ રીતે વિધિપૂર્વક નિર્માણ પામેલા જિનબિંબની ૧૦ દિવસની અંદર પ્રતિષ્ઠા કરી દેવી જોઇએ આવી મર્યાદા છે. જો કે આ પ્રાચીન વિધિ છે. વર્તમાનમાં આ મર્યાદા ચુસ્ત રીતે પછાતી જોવામાં નથી આવતી. પરંતુ સાચવવા જેવી છે. કદાચ ૧૦ દિવસમાં બિંબની પ્રતિષ્ઠા ન થાય, તો પણ ૧૦ દિવસમાં જિનાલયમાં જિનબિંબનો પ્રવેશ તો થઇ જ જાય, એવું કરવું. જિનાલય વિના જિનબિંબ ન શોભે, એમ જિનબિંબ વિના જિનાલય ન શોભે. પૂજ્ય હરિભદ્રસૂરિજી મ.ના “પ્રતિષ્ઠાવિધિ' નામનાં ષોડશકમાં જે વર્ણન મળે છે, તે મુજબ પૂર્વેનાં કાળમાં “અંજનશલાકા”નું વિધાન અલગથી પ્રચલિત નહીં હોય, એવું લાગે છે. તે વખતે પ્રતિષ્ઠા કરનારા દ્વારા જ પ્રતિષ્ઠા-પ્રાણપ્રતિષ્ઠા કરાવવામાં આવતી અને પ્રતિષ્ઠા પૂર્વે અધિવાસનાનો વિધિ થતો. પાછળથી વિધિ બદલાઇ. સૌ પ્રથમ તો પાષાણ વગેરેથી બનાવાયેલી પ્રતિમા પર જાતજાતનાં અભિષેકાદિ વિધાનો કરાવાતા. પછી લગભગ મધ્યરાત્રિએ પવિત્ર શુદ્ધ વસ્ત્રોમાં સજ્જ થયેલા આચાર્ય ભગવંત સૌભાગ્ય મુદ્રાને ધારણ કરી, આંગળીમાં સોનાની શલાકા ધારણ કરી, શલાકાને કુંવારી કન્યા દ્વારા અનેક ઉત્તમદ્રવ્યોને ઘૂંટીને બનાવેલા અંજનમાં બોળી ભગવાનની આંખને આંજે છે. આ પ્રક્રિયા દ્વારા આચાર્ય ભગવંતો પ્રતિમામાં પ્રાણનું આરોપણ કરે છે. પછીથી એ પ્રતિમા પૂજાયોગ્ય બને છે. એવી પ્રતિમાની ૨-૪ દિવસમાં પ્રતિષ્ઠા કરવામાં આવે છે. પાછળથી વિધિમાં હજી ઉમેરો થયો. એ મુજબ વિધિપૂર્વક નિર્મિત પ્રતિમા ઉપર પાંચેય કલ્યાણકોનું વિધાન કરવામાં આવે છે. એ પ્રતિમારૂપ ભગવાનના અવનથી માંડી નિર્વાણ સુધીના દરેક કલ્યાણકોના વિધાન થાય છે. છેલ્લે નિર્વાણ કલ્યાણકના અભિષેક કરાવીને જાણે કે ભગવાનની મોક્ષમાં સ્થાપના કરતાં હોય એમ પબાસન પર કાયમી પ્રતિષ્ઠા કરવામાં આવે છે. * ४८ જેને ભક્તિમાર્ગ... Page #68 -------------------------------------------------------------------------- ________________ છેલ્લા થોડાક વર્ષથી પાંચેય કલ્યાણકોને નાટ્યાત્મક રીતે લોકભોગ્ય રીતે ઊજવવાની શરૂઆત થઇ છે. ત્યારે પ્રાત:કાળે તે-તે કલ્યાણકોના વિધિ વિધાન થાય છે, અને વિશાળ મંડપમાં તે-તે કલ્યાણકોની ઉજવણી રજૂ કરવામાં આવે છે. તે પણ જિનભક્તિનો જ પ્રકાર છે. અનેક ભવ્યજીવોને તરવાનું મોટું આલંબન છે. અંજનશલાકાને પ્રાણપ્રતિષ્ઠા પણ કહે છે અને ભગવાનની મંદિરમાં સ્થાપનાને પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. આ અંજનશલાકા-પ્રતિષ્ઠાનું વિધાન બહુ અસરકારક છે. આચાર્ય ભગવંતો એ વખતે પોતાને વીતરાગતુલ્ય ગણે છે, અને પોતાનો તે ભાવ મૂર્તિમાં આરોપે છે. અમુક મતે આચાર્ય પોતાની સૂરિમંત્રની માંત્રિક ઊર્જા પણ આરોપતા હોય છે, જેથી મૂર્તિ પ્રભાવશાળી બને છે. આ જ કારણે, આ વિધાન થયા પછી આચાર્ય ભગવંત શરીરમાંથી શક્તિનો થોડો હ્રાસ અનુભવે છે. જે શક્તિ જાપ-આહાર વગેરે દ્વારા લગભગ છ મહિને પર્યાપ્ત માત્રામાં પાછી આવી જાય છે. (આથી એક પ્રતિષ્ઠા કર્યા પછી ૬ મહિના સુધી બીજી પ્રતિષ્ઠા ન કરવી, એ આચાર્ય મહારાજના આયુષ્ય પર ઘાત અટકાવવા ખૂબ જરૂરી છે. આવું કોઇનું મંતવ્ય છે.) એક પ્રવાદ મુજબ શ્રી વિદ્યામંડનસૂરીશ્વરજી આદિએ જ્યારે શત્રુંજય તીર્થાધિરાજના વર્તમાન શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરી, ત્યારે પ્રભુએ ૭ વખત શ્વાસોચ્છવાસ લીધા હતા. શંકા (પૂર્વકાળે પ્રતિષ્ઠાકારક શ્રાવકો દ્વારા અને વર્તમાનકાળે આચાર્ય ભગવંતો દ્વારા કરવામાં આવતી) આ પ્રતિષ્ઠા હકીકતમાં છે શું ? બે વિકલ્પો બતાવીએ-૧) શું મુખ્ય દેવ કે જે મોક્ષમાં છે, તેમનું સન્નિધાન કરવામાં આવે છે ? તે તો શક્ય જ નથી. કારણકે જે મોક્ષમાં જ ગયા છે, તેમને મન્નાદિ સંસ્કારો દ્વારા અહીં લાવવા-બોલાવવાનું શક્ય નથી. ૨) એ પ્રતિષ્ઠાથી શું મોક્ષમાં રહેલા ભગવાનના કોઇ ભક્ત એવા દેવતાનું સંનિધાન કરવામાં આવે છે ? તે પણ શક્ય નથી. કારણકે સંસારમાં રહેલાં કોઇપણ દેવ અમુક સંસ્કારો વડે કાયમ સંનિધાન પામે જ છે, એવું નથી હોતું. ક્યારેક એવા દેવનું સંવિધાન થતું હોય, તો એને કાયમ પ્રતિષ્ઠાનું ફળ ન માનવું જોઇએ. આથી બન્નેમાંથી એકેયની પ્રતિષ્ઠા જો ઘટતી ન હોય, તો આ પ્રતિષ્ઠા હકીકતમાં છે કોની ? યાત્રા ભક્તિથી મુક્તિની ૪૯ 2 Page #69 -------------------------------------------------------------------------- ________________ સમાધાન : બે પ્રકારની પ્રતિષ્ઠા છે. ૧) બાહ્ય ૨) આંતરિક. આમાંથી મુખ્ય પ્રતિષ્ઠા તો આંતરિક છે. જેમાં ભગવાન મુખ્ય દેવના ઉદ્દેશથી સર્વગુણોથી યુક્ત એવા ભગવાનની પોતાના આત્મામાં સ્થાપના કરવી. જ્યારે બાહ્ય પ્રતિષ્ઠા એટલે, જિનબિંબમાં ભગવાનના સર્વ ગુણોની સ્થાપના કરવી એ છે. ટૂંકમાં, “તે જ (પરમાત્મા જ) હું છું” આ રીતે ભાવ દ્વારા પોતાના આત્મામાં ભગવાનની આંતરિક પ્રતિષ્ઠા અને “તે જ આ (બિંબ) છે.” આ રીતે ભાવ દ્વારા ભગવાનની પ્રતિમામાં ભગવાનની બાહ્ય પ્રતિષ્ઠા-આ રીતે અહીં ભાવની પ્રતિષ્ઠા કરવામાં આવે છે. કોઇ દેવના સંનિધાન રૂપ પ્રતિષ્ઠા નથી. શંકા : પ્રતિષ્ઠા કરનારે “તે જ આ છે' આવા પોતાના ભાવની જે પ્રતિમામાં સ્થાપના કરી, આ તો એક આરોપ થયો-ઉપચાર થયો. આ ઔપચારિક પ્રતિષ્ઠા છે. તો લોકો પૂજા કેમ કરે છે ? સમાધાન : લોકોને ખ્યાલ આવે છે, કે આ સાદી પ્રતિમા નથી. પ્રતિષ્ઠિત થયેલી પ્રતિમા છે આવું જ્ઞાન થાય, એટલે એના કારણે લોકોને એક વિશેષ પ્રકારની ભક્તિ પ્રગટે છે, જેથી વિશિષ્ટ એવી પૂજા લોકો કરે છે. આથી, વિશિષ્ટ ભાવ એ જ પ્રતિષ્ઠા છે. જો તેનું જ્ઞાન થાય તો લોકો પ્રતિમાની પૂજા કરવાના છે. માટે કોઇ એમ કહેતું હોય, કે પ્રતિમામાં રહેલી એક જાતની શક્તિ એ પ્રતિષ્ઠા છે, તો તેની તે વાત મિથ્યા સમજવી. આમ, પ્રતિષ્ઠાનું ફળ છે-વિશિષ્ટ પૂજા, લોકોના મનમાં એક વિશેષ પ્રકારની ભક્તિ જેનાથી ઉત્પન્ન થાય છે, તેથી પ્રતિષ્ઠા કરવી જોઇએ. કારણકે પ્રતિષ્ઠાનાં જ્ઞાનથી લોકોને ભક્તિ-ભાવ વધે છે. તથા, કોઈ કહે કે જાતે જ પ્રતિષ્ઠા કરવી, તો કોઈ કહે છે-વડીલો પાસે પ્રતિષ્ઠા કરાવવી, કોઈ કહે કે વિશિષ્ટ વિધિથી સ્થાપના કરવી જોઇએ. આમ જેને જે વિકલ્પ દ્વારા ભક્તિપૂજા વિશેષ પ્રગટતાં હોય, તેણે તે રીતે પ્રતિષ્ઠા કરવી, કારણ કે ભક્તિવિશેષ પ્રગટવો એજ પ્રતિષ્ઠાનું ફળ છે. વળી, પ્રતિષ્ઠા અમુક લૌકિક દેવોની પણ હોય તે લૌકિક પ્રતિષ્ઠા અને લોકોત્તર વીતરાગ દેવોની પણ હોય તે લોકોત્તર પ્રતિષ્ઠા. આ બન્ને પ્રકારની જૈન ભક્તિમાર્ગ.. Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠાઓની વિધિ લગભગ સરખી જ હોય છે. પરંતુ ફરક એટલો છે, કે લોકોત્તર પ્રતિષ્ઠા કરતી વખતે કુળપરંપરામાં આવેલાં જે મંત્રો હોય, તેનો ઉપયોગ કરવો જોઇએ. મેઘકુમારદેવ આહ્વાન વગેરે જેટલાં પણ વિધિ વિધાનો થાય, તે બધા કુળપરંપરાથી આવેલાં મંત્રો દ્વારા જ કરવામાં આવે છે. વર્તમાન પ્રચલિત પ્રતિષ્ઠા સબંધી સર્વ વિધિઓ મુખ્યત્વે “કલ્યાણ-કલિકા” નામનાં ગ્રંથમાં સંગ્રહિત થઇ છે તથા તે સિવાય પણ ગુરૂભગવંતોની ગુરુપરંપરાથી અલગ-અલગ વિશેષવિધિ આવેલી હોય છે, તેને અનુસાર આજે પ્રતિષ્ઠા વિધિ આચરાય છે. આ ષોડશક ગ્રંથમાં પ્રતિષ્ઠાવિધિ પત્યા પછી ૮ દિવસ સુધી સળંગ મહોત્સવ કરવાની વાત આવે છે. આજના કાળે પ્રતિષ્ઠા પૂર્વેના ૮ દિવસોમાં અષ્ટાનિકા મહોત્સવ કરવામાં આવે છે. પ્રતિષ્ઠાના દિવસે શ્રી શાંતિસ્નાત્ર પૂજન અને બીજા દિવસે સત્તરભેદી પૂજા થાય છે. પ્રતિષ્ઠાનાં બે પ્રકાર છે. ભગવાન ક્યારેય હલે જ નહીં, એ રીતે ઉચિત દ્રવ્યોથી સ્થાપવા, તેને સ્થિર પ્રતિષ્ઠા કહે છે. ધાતુના ભગવાન જે નાના હોય, જેનું સ્નાત્ર વગેરે પૂજામાં પ્રયોજન હોય એવા પંચતીર્થી, ચોવીશી ભગવાનની પ્રતિમાની ચલપ્રતિષ્ઠા કરવામાં આવે છે. એ પ્રતિમાઓની પ્રતિષ્ઠા થતી નથી, માત્ર પ્રવેશ થાય છે. જે અમુક કાળ માટે જ સ્થિર કરવામાં આવે પછી ત્યાંથી ઉત્થાપવામાં આવે, એ ચલ પ્રતિષ્ઠા છે. પ્રતિષ્ઠા થયા પછી પણ તેમને હલાવી શકાય છે. તેમ અમુક રથયાત્રા-તીર્થયાત્રાદિમાં જે મોટા પાષાણના પ્રતિમાજી લઇ જવાના હોય છે, તેમની પણ ચલપ્રતિષ્ઠા કરવાની હોય છે. ભગવાનની પ્રતિષ્ઠા વખતે જે શુભભાવ આત્મામાં પ્રગટે છે. એ કેવો છે ? (૧) નિરપાય - વિનનાશક છે. (૨) આત્માની ચૈતન્ય શક્તિરૂપ છે. (૩) ખરેખરૂં મનન અને રક્ષણ કરવાનાં ગુણવાળો છે. માટે મંત્રરાજ છે. (૪) આનંદ સ્વરૂપ છે. (૫) બ્રહ્મ સ્વરૂપ છે. (૬) વારંવાર ચિંતન કરવા યોગ્ય છે. (૭) તત્ત્વજ્ઞાનના સારરૂપ છે. પ્રતિષ્ઠા વખતે આવો જે ભાવ થયો હોય છે તેને ઉત્તરોત્તર વધારવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. યાત્રા ભક્તિથી મુક્તિની મ પ ોરી Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૨ સાત પ્રકારની શુદ્ધિ છે. वपुश्च वसनं चैव, मनोभूमिस्तथैव च । पूजोपकरणं न्याय्यं, द्रव्यं विधिक्रिया तथा । અંગ-વસન-મન-ભૂમિકા, પૂજોપકરણ સાર / ન્યાયદ્રવ્ય-વિધિશુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર || સાત પ્રકારની શુદ્ધિ યથાવિધિ નિર્મિત જિનાલયમાં યથાવિધિ નિર્મિત જિનબિંબની પ્રતિષ્ઠા કર્યા પછી તે જિનબિંબની પૂજા કરતી વખતે આ સાત શુદ્ધિ જાળવવાની હોય છે. ૧) અંગશુદ્ધિઃ શરીરને સ્વચ્છ કર્યા પછી જ ભગવાનની પૂજા થાય. શરીરને સ્નાન દ્વારા સ્વચ્છ કરવાનું હોય. સ્નાનનો વિધિ આ પ્રમાણે છે. भूमिपेहण-जलछाणणाइ जयणा उ होइ ण्हाणाओ । एतो विसुद्धभावो, अणुहवसिद्धो च्चिय बुहाणं ||११।। શ્રી પૂજા પંચાશકમાં સ્નાનની વિધિમાં અનેક પ્રકારની જયણા રાખવાની કહી છે. (૧) ત્રસ વગેરે જીવોની રક્ષા માટે ભૂમિ-જ્યાં સ્નાન કરવું હોય તે જગ્યા-જોઇ લેવી. (૨) પાણીમાં રહેલાં જીવોની રક્ષા માટે પાણી ગાળેલું વાપરવું. અળગણ પાણીથી સ્નાન નહીં કરવું. (૩) પાણીમાં નાખી વગેરે ન પડે તેનું ધ્યાન રાખવું. આ સિવાય (૪) નીતિ વાક્ય છે, કે સંપૂર્ણ વસ્ત્રરહિત થઇને ક્યારેય સ્નાન ન કરવું. (૫) ખપ પૂરતું જ પાણી વાપરવું. ફુવારા વગેરે માં સ્નાન કરી મોટી હિંસા ન કરવી. (૬) સ્નાનનું પાણી ગટરમાં ન જવા દેતા મોટા થાળમાં ગ્રહણ કરી ખુલ્લામાં-નિર્જીવ ભૂમિ પર પરઠવી દેવું. આ અને આવી વિશેષ જયણાપૂર્વક સ્નાન કરવાનું હોય છે. શરીરમાં જખમમાંથી લોહી-પરૂ નીકળતું હોય તો અંગશુદ્ધિ નથી રહેતી. માટે પૂજા કરવા જવાય નહીં. તથા M.C. પીરીયડ દરમ્યાન આજ કારણે બહેનોએ પણ નિયત સમય સુધી પૂજા કરવા જવાય નહીં. પરોઢ જેન ભક્તિમાર્ગ... Page #72 -------------------------------------------------------------------------- ________________ (૨) વસ્ત્રશુદ્ધિઃ શ્રી પૂજા ષોડશકનો પમો શ્લોકાર્ધ : शुचिनात्मसंयमपरं, सितशुभवस्त्रेण वचनसारेण । આની ટીકામાં ટીકાકાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાના શબ્દો છે કે, દ્રવ્ય-ભાવ બન્ને પ્રકારના સ્નાનથી જેઓ પવિત્ર છે, અર્થાત્ દ્રવ્યથી જલ આદિ દ્વારા અને ભાવથી શુદ્ધભાવો દ્વારા જેઓ પવિત્ર હોય. તેમણે સફેદ શુભવસ્ત્રો દ્વારા અર્થાત્ સિત પદથી સફેદ વસ્ત્રો લેવા અને શુભ પદથી સફેદ સિવાયનાં પણ લાલ-પીળા વગેરે રંગના તથા રેશમી વગેરે વસ્ત્રો દ્વારા શાસ્ત્રાનુ- સારે પૂજા કરવી જોઇએ. આથી જેઓ કહે છે કે પૂજાના વસ્ત્રો ફક્ત સફેદ જ અને રેશમી જ હોવા જોઈએ એવું નથી. સફેદ સિવાયના વર્ણના અને રેશમી સિવાયની જાતિના પણ યોગ્ય વસ્ત્ર પરિધાન કરવા. અહીં એ વાત ધ્યાનમાં લેવી કે વસ્ત્રો પવિત્ર, ઉજ્જવળ-સ્વચ્છ હોવા જોઇએ, પણ બીજાના આકર્ષણનું કેન્દ્ર બને એવા જોઇએ નહીં, કેમ કે તેથી બીજાઓની પરમાત્મભક્તિમાં ખલેલ પહોંચે છે. શુદ્ધ વસ્ત્ર-ક્યારેય પૂજા સિવાય) બીજા કામમાં ન વાપરેલાં વસ્ત્ર પૂજા વખતે પહેરવા. વળી, આ વસ્ત્રો મલમલિન ન હોવા જોઇએ. શાસ્ત્રોક્ત વિધિ મુજબ તો ધોયેલા અને સુગંધી ધૂપથી વાસિત કરેલા હોવા જોઇએ. વિધિ પ્રમાણે સિલાઇવાળા વસ્ત્રો ન પહેરવા જોઇએ. પુરૂષોએ ધોતીયું-ખેસ અને બહેનોએ સાડી વગેરે યથાયોગ્ય વસ્ત્રો ધારણ કરવાનો વિધિ છે. પુરૂષોએ ૨ વસ્ત્ર, સ્ત્રીઓએ ૩ વસ્ત્ર ધારણ કરવાં. આજે દેરાસરમાં પૂજા-વસ્ત્રોની જોડનો જથ્થો રાખવામાં આવે છે. તેમજ નવકારવાળીઓ પણ રાખેલી હોય છે. પરંતુ હકીકતમાં પૂજાના વસ્ત્રો અને નવકારવાળી દરેકની પોતાની અલગ અલગ જ હોય, એ શ્રેષ્ઠ માર્ગ છે. પોતાની ઊર્જા પોતાના જ વસ્ત્રોમાં રહેવી જોઇએ. શ્રાવકે ઉત્તરાસંગ (એસ) દશીવાળો રાખવો, જેથી ભૂમિ પ્રમાર્જના કરી શકાય. તેમજ દર્શન માટેનાં વસ્ત્રો પણ શુદ્ધ અને ઉચિત હોવા જોઇએ. અભદ્ર વસ્ત્રો અને શુભ સ્થળોએ ન પહેરવા જેવા વસ્ત્રો પહેરીને દેરાસરમાં ન આવવું. (૩) મનશુદ્ધિઃ બહારથી ઘસી ઘસીને સાફ કરેલાં ઘડામાં જો અંદર અશુચિ જ પડી હોય, તો એમાં સારી વસ્તુ રાખી શકાતી નથી. એમ બહારથી યાત્રાઃ ભક્તિથી મુક્તિની પ૩) . Page #73 -------------------------------------------------------------------------- ________________ શરીર-વસ્ત્ર શુદ્ધ કર્યા પછી પણ જો અંદરમાં અંતઃકરણની વિશુદ્ધિ ન જ હોય, તો પૂજાનું ફળ જેવી પવિત્ર વસ્તુની પ્રાપ્તિ નથી થતી. આથી, પૂજા કરતી વખતે મનનાં પરિણામો શુભ રાખવા જોઇએ. એ માટે ભગવાન પરનો અત્યંત બહુમાનભાવ અને જે પૂજાની ક્રિયા કરાઇ રહી છે એના પરનો તીવ્ર અનુરાગ ઉત્પન્ન થવો જોઇએ. ભગવાનની ભક્તિથી મન એવું ભરાઇ જાય, કે ત્યાં બીજા વિચારોનો અવકાશ જ ન રહે. માટે મનમાં શુદ્ધિ રાખવાનો પ્રયત્ન કરવો. (૪) ભૂમિશુદ્ધિઃ સ્થાન અને વાતાવરણની માણસના મનમાં સારીનરસી અસરો ઊભી થતી હોય છે. માટે, શરીર-વસ્ત્ર અને મન શુદ્ધ થયા પછી સ્થાનની શુદ્ધિ જરૂરી છે. જો સ્થાન પવિત્ર હોય તો મને પણ પવિત્ર બને છે, અને જો સ્થાન અપવિત્ર હોય તો પવિત્ર મન પણ અશુદ્ધ બનતાં વાર નથી લાગતી. માટે જ શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે જિનાલયો ઉદ્યાનની વચ્ચે રહેતા. ચારે બાજુ મનોહર વાતાવરણની વચ્ચે જિનાલયો રચવામાં આવતા. આ સ્થાન- ભૂમિશુદ્ધિ કહેવાય છે. (૫) પૂજોપકરણ શુદ્ધિઃ દેરાસરમાં ભગવાનની પૂજા માટે લેવાતી દરેક સામગ્રી શુભ હોવી જોઇએ. અભિષેક જળ, દૂધ, પુષ્પ વગેરે વાસી ન હોય, કેસર-બરાસ કેમીકલવાળા ન હોય, સુખડ ઘસવાનો ઓરસીયો, પૂજાની થાળી, વાટકી, ધૂપ, દીપ, અક્ષત, ફળ, નૈવેદ્ય, જિનપૂજા માટે થાળ, રકાબી, દીવી, ફાનસ..મંગલદીવો, ધૂપદાની, પાટ-પાટલા, ચામર, દર્પણ, ઝાલર વગેરે બધી સામગ્રીઓ ઉત્તમ દ્રવ્યથી નિર્મિત હોય, ખામી વિનાની હોય, લગીરેય ઊતરની કક્ષાની ન હોવી જોઇએ. સફાઇ વગેરે દ્વારા રોજ સ્વચ્છ થવી જોઇએ, ભાંગી ગઇ હોય તો તરત બદલવી જોઇએ. એઠી-જૂઠી, કૂતરા-બિલાડાઉંદરથી બોડેલી, નીચે પડેલી, કોઇપણ કારણે અશુદ્ધ યા અપવિત્ર થયેલી વસ્તુ દેવપૂજામાં વાપરવી ન જોઇએ. () દ્રવ્યશુદ્ધિ દ્રવ્ય એટલે પૈસો. ન્યાય-નીતિ-પ્રામાણિકતાથી મેળવેલા ધન વડે પૂજા કરવી. અન્યાયથી, વિશ્વાસઘાતથી ઠગીને, બનાવટ કરીને, ચોરી - ૫૪ જેન ભક્તિમાર્ગ... Page #74 -------------------------------------------------------------------------- ________________ કરીને કે બળાત્કાર, લાંચ-રુશ્વત, જુગાર વગેરે અનુચિત સાધનોથી મેળવેલું ધન અશુદ્ધ છે. આજના સંદર્ભમાં રાજ્યતંત્ર અને લોકવ્યવહારને ગણનાપાત્ર હાનિ પહોંચે એવું ધન અનીતિનું ધન સમજવું. આથી ચાલુ પ્રચલિત વ્યવહારને અન્યાયની કક્ષામાં લઇ જવાની ઉતાવળ ન કરવી. તેમ જેમ ફાવે તેમ ધન મેળવી શકાય છે અને વાપરી શકાય છે એવું પણ એકાંતે ન માનવું. વિવેકથી વિચારવું. . (૭) વિધિશુદ્ધિઃ આગામી પ્રકરણોમાં હવે જે વિધિ જિનપૂજા માટેની બતાવવામાં આવશે, તેને અનુસારે જ પૂજા કરવી અતિ લાભદાયી બને છે. જો મંત્રના દેવતાની વિધિપૂર્વક આરાધના કરવાથી લાભ થાય, અવિધિથી આલોકનું નુકસાન થતું હોય, તો વિધિપૂર્વક તીર્થંકરદેવની ઉપાસનાથી લાભ થાય, અવિધિથી ભવભ્રમણરૂપ ભવોભવનું નુકસાન થતું હોય છે. માટે વિધિ-વાદી બનવું. મન ફાવે તેમ, અથવા મનમાં ગમે, તેમ અલગ અલગ વિધિઓ બહાર ન પાડવી. પરંપરાનુસારે વિધિ કરવી એ વિધિશુદ્ધિ. યાત્રા: ભક્તિથી મુક્તિની ૫૫ ટ Page #75 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૩. જિન-દર્શન-પૂજન વિધિ | देवपूजा गुरूपास्तिः, स्वाध्यायः संयमस्तपः । दानश्चेति गृहस्थानां, षट्कर्माणि दिने दिने ।। શ્રાવક-ગૃહસ્થોએ રોજ છ કાર્યો કરવાં જોઇએ. દેવપૂજા, ગુરૂની ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ, અને દાન આ ષકર્મ જે રોજ આચરતા હોય તે શ્રાવક. जिनपूजनं विवेकः सत्यं शौचं सुपात्रदानं च । महीमक्रीडागारः शृङ्गारः श्रावकत्वस्य ।। જિનપૂજા, વિવેક, સત્ય, શૌચ અને સુપાત્રદાન એટલો શ્રાવકપણાનો મહિમાશાલી શૃંગાર-શણગાર છે. તત્વાર્થભાષ્યમાં સેંકડો વર્ષો પૂર્વે થઇ ગયેલા ઉમાસ્વાતિ વાચકવર્ય જણાવે છે. अभ्यर्चनादर्हतां, मनःप्रसादस्तत: समाधिश्च । तस्मादपि निःश्रेयसमतो हि तत्पूजनं न्याय्यम् ।। જિનપૂજનથી ચિત્તનિર્મળતા-પ્રસન્નતા પ્રગટે છે-તેનાથી સમાધિ મળે છે, તેનાથી મોક્ષ મળે છે, આથી પૂજા કરવી ન્યાયસંપન્ન જ છે.” શંકા : પૂજા વ્યર્થ છે. આથી બુદ્ધિમાનોએ કરવી ન જોઇએ. (૧) ભગવાનના અભિષેકાદિમાં પ્રાણહિંસા થાય છે. (૨) ભગવાન તો મોક્ષમાં જ સ્થિર થયા છે. આ પૂજા દ્વારા એમને કોઇ ઉપકાર તો થવાનો જ નથી. (૩) ભગવાન તો કૃતાર્થ જ થઇ ગયા છે, આપણે એમના માટે કાંઇ કરવાનું ન હોય. સમાધાનઃ તમારાં ત્રણેય મુદ્દાનું ટૂંકમાં સમાધાન જોઇ લ્યો. (૧) કૂવો ખોદતી વખતે ખોદનારને તરસ લાગે છે, થાક લાગે છે, શરીર પર કાદવ ચોંટે છે, પણ અંદરથી પાણી જ્યારે નીકળે, ત્યારે મેલ, થાક અને તરસ આપો-આપ છીપાઇ જાય છે. વળી લાંબાગાળા સુધીની ચિંતા મટી જાય છે. આથી પરંપરામાં કે અનુબંધથી લાભ જ થાય છે. પૂજામાં જે સ્વરૂપહિંસા છે, તે થોડી પણ નુકસાનરૂપ નથી, અનિવાર્ય અશક્યપરિહારૂપ છે. એ વિના પૂજા સિદ્ધ થતી નથી, જે વિધાનરૂપ હોય, તે સર્વથા નિર્દોષ જ હોય, દા.ત. વિધિપ્રાપ્ત નદી ઉતરવી. પૂજાનું સ્વરૂપ હિંસારૂપ નથી, ભક્તિરૂપ છે. એ કરવા જેન ભક્તિમાર્ગ.. Page #76 -------------------------------------------------------------------------- ________________ જતાં જે જળગત હિંસા આદિ થાય છે, તે સ્વરૂપહિંસા છે. આથી તે સ્વરૂપહિંસા કહેવાય છે, પરંતુ પરંપરાએ અને તત્કાળ પણ ભાવથી અહિંસારૂપ છે, હિંસારૂપ નથી. આથી તે ફળથી અનુબંધ અહિંસા કહેવાય છે. બગલો એક ટાંગે ઊભો રહીને જાણે કે ધ્યાન કરતો હોય એવું લાગે છે. આ તેની સ્વરૂપથી અહિંસા છે. પરંતુ, આના ફળસ્વરૂપે એ હિંસા જ કરવાનો છે,-માછલી પકડવાનો છે માટે તે અનુબંધ હિંસા છે. ડોકટર દર્દીને છરીનો પ્રયોગ કરે તે સ્વરૂપથી હિંસા છે, પરંતુ તેનાં ફળમાં દર્દીનું જીવન લાંબુ ટકે છે. માટે તે ફળથી, તે અનુબંધથી અહિંસા છે તેથી જ આ હિંસા નુકસાનરૂપ નથી. વ્યવહારમાં સર્વત્ર અનુબંધને હિસાબે હિંસા અથવા અહિંસાની ગણતરી થાય છે. તો જિનપૂજા પણ અનુબંધ અહિંસારૂપ છે માટે હકીકતમાં અહિંસારૂપ જ છે. તેને છોડવી ન જોઇએ. (૨) જેમ મંત્રને યાદ કરો, અગ્નિનું સેવન કરો. તો મંત્ર અને અગ્નિને કાંઇ ઉપકાર નથી થતો, પરંતુ મંત્રના અને અગ્નિના તેવા પ્રકારના સ્વભાવથી જેમ વિષ અને ઠંડી દૂર થાય છે, તેમ જિનપૂજાથી પ્રભુને કશો ઉપકાર ન થવા છતાંય પૂજનારને વિશિષ્ટ પુણ્યનો લાભ થાય છે. (૩) ભગવાન કૃતાર્થ છે. એથી જ તો ભગવાન પૂજ્ય છે. સકલ લોકમાં જે પ્રધાન હોય, એજ પૂજ્ય બને છે. ભગવાન ૧૪ રાજલોકમાં પ્રધાન છે. માટે ભગવાનની જ પૂજા કરવી જોઇએ. આમ, જિનપૂજા વ્યર્થ નથી, અતિશય ઉત્કૃષ્ટ ફળવાળી છે. શંકા: કૂવો ખોદનારનું ઉદાહરણ બતાવીને તમારે એ જ સિદ્ધ કરવું છે ને, કે “જિનપૂજા દ્વારા ઉત્પન્ન થયેલા આરંભ-હિંસા રૂપ દોષનો નાશ કરવા દ્વારા બીજા અનેક ગુણોને આપવાની શક્તિ આ જિનપૂજામાં છે. માટે જિનપૂજા કરવી જ જોઇએ. જો એવું છે, તો એના અધિકારી તરીકે માત્ર શ્રાવકો જ કેમ કહ્યાં ? સાધુને ત્યાં કેમ અધિકાર નથી ? હવે તમે એમ કહો, કે સાધુઓ સાવદ્યના ત્યાગી હોય માટે જિનપૂજામાં સાવદ્ય હોવાથી પ્રવૃત્તિ ન કરે તો પછી ગૃહસ્થો કેમ પ્રવૃત્તિ કરે ? ગૃહસ્થ કુટુંબને માટે સાવદ્ય કર્મ આચરતો હોય, તો તેણે ધર્મને માટે સાવદ્ય કર્મ આચરવું જ જોઇએ એવો તો નિયમ નથી જ. વળી સંસારમાં સાવદ્ય કર્મ છોડી શકવાનો નથી, તો ધર્મમાં તો સાવદ્ય કર્મ છોડવું જ જોઇએ એવો નિયમ બનાવવો વધુ ઉચિત લાગે છે.. સમાધાનઃ શ્રાવક આરંભની વચ્ચે જીવે છે. સ્નાન કરતી વખતે એને યાત્રા ભક્તિથી મુક્તિની ૫૭ 2 Page #77 -------------------------------------------------------------------------- ________________ જળનો ઉપયોગ થાય જ છે. વાપરતી વખતે વનસ્પતિની હિંસા થાય જ છે. આમ, હિંસા એનાં વ્યવહાર-આચારમાં ખૂબ વણાયેલી છે. હિંસા એના માટે નવાઇની વાત નથી. આવો ગૃહસ્થ સંસાર માટે જે હિંસા કરે તેને અસદ્ આરંભ કહે છે. ધર્મ માટે કરે તો સદ્ આરંભ કહેવાય. જે અસદ્ આરંભમાં મગ્ન જ છે, તેવો ગૃહસ્થ સદ્ આરંભરૂપ જિનપૂજા દ્વારા અસદ્ આરંભનો નાશ કરવા માટે જિનપૂજામાં પ્રવૃત્તિ કરે છે. સ્નાન કરતી વખતે મનમાં પૂજાના ભાવ રમવાથી એને સ્નાન અસદ્ આરંભરૂપ બનતું નથી. એમ શરીર પર અત્તર છાંટતી વખતે જેવો રાગભાવને પોષવાનો ભાવ હોય છે, તેવો ભગવાનના અંગપર લગાડતી વખતે હોતો નથી. માટે તે સદ્ આરંભો છે. આ સદ્ આરંભો દ્વારા જ ભગવાનનું સમર્પણ સિદ્ધ થવાથી સંસારનો રાગ ઘટે છે, ભગવાનનો અનુરાગ વધે છે અને તે ગૃહસ્થ સંસારનો ત્યાગ કરી મોક્ષમાં જઇ શકે છે તો કેટલાક તો ભગવાનની પૂજા કરતાં કરતાં જ કેવળજ્ઞાનને મેળવી શકે છે. આમાં સ્વરૂપહિંસામાં રત રહેલા ગૃહસ્થને અનુબંધ હિંસામાંથી અટકાવી અનુબંધ અહિંસામાં ઝીલતો કરવા માટે જિનપૂજા છે. જ્યારે સાધુ ભગવંતો સર્વથા હિંસાનો ત્યાગ કરી બેઠા છે. સ્નાન કરાવતી વખતે એમના મનમાં “આ સાવદ્ય છે” “આ હિંસા છે !' આવો ભાવ જ રમવાનો છે. (જવો ભાવ શ્રાવકને મનમાં આવતો નથી.) માટે તેમને ત્યાં અધિકાર નથી. વળી, કુવો ખોદવાના ઉદાહરણથી કદાચ સાધુ ભગવંત પૂજામાં પ્રવૃત્તિ કરે તો તેઓ તો શુદ્ધ હતા તેમાંથી મલિન થઇને પાછાં શુદ્ધ થવું આવી વાત આવે. જે વસ્ત્ર ચોખ્ખું હોય એને મલિન કરીને ચોખ્ખું કરવું આ મૂર્ખની ક્રિયા છે. સુજ્ઞજન ચોખાને ચોખ્ખું જ રાખે છે. માટે સાધુજનો જિનપૂજામાં, આરંભવાળાં ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ કરતા નથી. અસ આરંભવાળો ગૃહસ્થ જ ત્યાં પ્રવૃત્તિ કરે છે. હવે, શ્રાવકે પૂજાની વિધિ શું કરવીતે કહેવાશે.શ્રી ચૈત્યવંદન મહાભાષ્ય અનુસારે શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કરતાં પણ પ્રાચીન એવી આચાર્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થયેલી બે ગાથામાં જિનદર્શન-વંદન-પૂજનવિધિનો સમાવેશ થાય છે. જે દસ ત્રિકના નામે ઓળખાય છે. જિનપૂજા કરનારે દસેયત્રિકનું પાલન કરવું જરૂરી છે. જ્યારે જિનદર્શન કરનારે યથાયોગ્ય ત્રિકને સાચવવી એ વિધિ છે. ૩ નિસીહી, ૩ પ્રદક્ષિણા, ૩ પ્રણામ, ૩ પ્રકારે પૂજા, ૩ પ્રકારની જેને ભક્તિમાર્ગ... Page #78 -------------------------------------------------------------------------- ________________ અવસ્થાની વિચારણા, ૩ દિશાનો ત્યાગ, ૩ વાર ભૂમિ પ્રમાર્જન, વર્ણાદિ ૩, ત્રણ મુદ્રા અને ૩ પ્રણિધાન. | ઋદ્ધિવંત શ્રાવકે (પોતાની ઋદ્ધિ મુજબ) સ્નાન-વસ્ત્રાલંકારોથી સુશોભિત થઇ સકલ પરિવાર સહિત પોતાના વૈભવને ઉચિત વાહન-(વર્તમાનમાં બંધ દ્વારવાળી કાર કે સ્પીડમાં જતાં સ્કુટરને ઉચિત વાહન સમજવાના નથી.) પર બેસી, દિવ્યગીત, ઉત્તમ વાજિંત્રોનાં નાદપૂર્વક અનુકંપાદાન વગેરે વડે શાસનની પ્રભાવના કરતા ઠાઠ-માઠ સાથે જિનમંદિરના દ્વારે જવું. જિનના દર્શન થતા જ સંભ્રમપૂર્વક નીચે ઉતરે. વાહનનો અને પગરખા વગેરેનો ત્યાગ કરે, તથા પ્રભુનો વિનય સાચવવો રૂપ પાંચ પ્રકારના અભિગમ કરે. (૧) સચિત્ત ત્યાગ : પોતાનાં ઉપભોગ માટે લાવેલી ફલ વગેરે સચિત્ત વસ્તુઓ ત્યાગે. પ્રભુપૂજા માટે તે વસ્તુને ગ્રહણ કરે. (૨) અચિત્તનું ગ્રહણ : પ્રભુપૂજામાં ઉપયોગી ચોખા-નાણું, સોપારી-બદામ વગેરે ગ્રહણ કરી જાય, ખાલી હાથે ન જાય કારણ કે દેવ-ગુરૂ-રાજાના દર્શન ખાલી હાથે ન કરાય. (પોતાના ઉપભોગ માટેના અચિત્તનો ત્યાગ કરતો જાય. આથી દવા વગેરે ખાવાની વસ્તુ લઇને દેરાસરમાં ન જવું એવો વિનય છે.) (૩) મનની એકાગ્રતા રાખે. (૪) ઉત્તરાસંગ ઃ બે બાજુ દશાવાળો અખંડ ખેસ ધારણ કરે. (પૂજા કરતી વખતે તો પહેર્યો જ હોય. દર્શન કરતી વખતે પણ પહેરવો જોઇએ, વિનય છે. (૫) અંજલિઃ મુખ જોતાં જ બે હાથની અંજલિ કરી મસ્તક ઝુકાવે. (આમાં ૪થો, પમો અભિગમ સ્ત્રીને ન હોય. રાજા વગેરેને અન્ય પાંચ અભિગમ છે. (૧) તલવાર (૨) છત્ર (૩) મોજડી (૪) મુગટ (૫) ચામર. આ રાજચિહ્નોનો ત્યાગ કરી પ્રવેશે. પછી કારની પાસે જઇને બે હાથ જોડીને રોમાંચિત શરીરવાળો પ્રણામત્રિકમાંનો એક અર્ધાવનત પ્રણામ કરે. અર્થાત્ કેડેથી ઝૂકીને પ્રભુને વંદન કરે. પછી દ્વારમાં પ્રવેશ કરતાં જ ત્રણ વખત 'નિશીહિ નિસાહિનિસીહિ' એવું બોલે. જેનો અર્થ એવો ચિંતવે “હવે હું ઘરસંબંધી કાર્યો નહીં કરું, નિષેધ કરૂં .” ત્યારબાદ પુનઃ અર્ધાવનત પ્રણામ કે પંચાંગ પ્રણિપાત (ખમાસમણ) રૂપ પ્રણામ કરીને જેમના હાથમાં પૂજાનાં ઉપકરણો છે એવા પરિવારથી પરિવરેલો પ્રભુગુણોના વર્ણનવાળા માંગલિક શ્લોકોને ગંભીર સ્વરે બોલતો હાથથી (યોગમુદ્રા=બે હાથ જોડેલાં મસ્તક ઝુકાવેલું આંગળીઓ એકબીજાના ખાંચામાં યાત્રાઃ ભક્તિથી મુક્તિની આ પ૯ છે Page #79 -------------------------------------------------------------------------- ________________ બીડેલા કમલના ડોડા જેવો હાથનો આકાર) યોગમુદ્રાને ધારણ કરી ડગલે પગલે જીવરક્ષાના ઉપયોગવાળો ત્રણ પ્રદક્ષિણા આપે. જો પ્રદક્ષિણા આપી શકાય એમ ન હોય (ભમતી ન હોય) પણ પ્રદક્ષિણાના ભાવને ન મૂકે. અર્થાત્ ભાવથી પ્રદક્ષિણા આપે. પછી નિસીહી બોલીને જિનમંડપમાં પ્રવેશ કરી, ત્રણ ખમાસમણપંચાંગ પ્રણિપાત કરે. પછી મુખકોશ બાંધીને જિનપ્રતિમા ૫૨ લાગેલા નિર્માલ્યને મોરપીંછીથી સાફ કરે. પછી ભગવાનની પ્રમાર્જના કરે અથવા કરાવે. ત્યારબાદ જિનપૂજા કરે. હવે પૂર્વે કોઇએ વૈભવથી પૂજા કરીજ હોય, તો એને સાફ કરવાને બદલે બિંબ વધુ શોભાવાળું બને તેમ કરે. મૂળનાયક પ્રભુને વિશેષથી પૂજવા. કારણ કે સૌની નજર પહેલાં ત્યાંજ પડતી હોય છે. પૂજાનાં ત્રણ પ્રકાર અનેક રીતે પડે છે. (૧) અંગપૂજા (૨) આમિષપૂજા (૩) સ્તુતિ સ્તોત્ર પૂજા. અંગપૂજા : મુખકોશ બાંધીને ભગવાનના ગભારામાં જઇ વસ્ત્ર અર્પણ, અલંકાર અર્પણ, વિલેપન, સુગંધી ચૂર્ણાદિ અર્પણ અને ધૂપ તથા પુષ્પો વડે પ્રભુની અંગપૂજા કરવી. ગભારામાં વાતચીત, શરીરને ખંજવાળવું વગેરે કોઇપણ શારીરિક ચેષ્ટાનો ત્યાગ કરવો. પ્રક્ષાલ પૂજાનો વિધિ છે કે, ઘી-દૂધ-દહીં-સુગંધી જળ આદિથી ભગવાનની સ્નાનપૂજારૂપ અંગપૂજા પણ કરે. (અલગ શ્લોક મૂક્યો હોવાથી દરરોજ ન પણ કરે.) પર્વ દિવસોમાં ગીત-વાજિંત્ર સાથે ઠાઠમાઠથી શાસનપ્રભાવના કરનારી પ્રક્ષાલ પૂજા કરે. આવી અંગપૂજા જાતે કરવી. તાકાત ન હોય, તો તેની ભાવના તો અવશ્ય ભાવવી. આમિષ પૂજા :- આમિષ પૂજામાં પાંચે'ય વર્ણનો સ્વસ્તિક રચવો (વિવિધ ધાન્યોથી). વિવિધ ફળો, ભક્ષ્ય વસ્તુઓ ધરવી, પૂજન સામગ્રી મૂકવી. આ આમિષપૂજા છે. ગીત-નૃત્ય-વાજિંત્ર-લૂણ ઉતારવું, જલપાત્ર ધરવું, આરતી કરવી. આ બધાનો સમાવેશ પણ આમિષ-પૂજામાં જ થાય છે. (અર્થાત્ આ બધું પણ યથાશક્તિ કરે). સ્તુતિ પૂજા :- સ્તુતિપૂજામાં યોગ્ય સ્થાને કોઇને ચૈત્યવંદનામાં અંતરાય ન પડે એ રીતે ઉભા રહીને ભગવાનના સ્તોત્રો બોલવા તે સ્તોત્રપૂજા. આ ૬૦ $ ), જૈન ભક્તિમાર્ગ... Page #80 -------------------------------------------------------------------------- ________________ પૂજાનો સાધુ-સાધ્વીને પણ અધિકાર છે. માટેજ સાધુ-સાધ્વીજી ભગવંતો પણ અનેક સ્વરચિત કે પૂર્વ મહાત્માઓ વિરચિત સ્તુતિ-સ્તોત્રો દ્વારા પૂજા કરે છે. આ સ્તોત્ર ગંભીર અર્થવાળા, ભક્તિભાવનાથી છલકાતા હોવા જોઇએ. જેનશાસનમાં શ્રી સત્યવિજય પંન્યાસથી માંડીને ૧૦૦-૧૫૦ વર્ષના ગાળામાં અનેક વિદ્વાનું મહાત્માઓએ લોકભોગ્ય ભાષામાં અતિગંભીર સ્તોત્રો-સ્તવનોની રચના કરી છે. તેવા સ્તોત્રો બોલવા, અર્વાચીન જે સ્તવનોની નીચે પ્રાચીન મહાત્માઓના નામ લખી દેવામાં આવ્યા હોય, તેવા સ્તવનો ન બોલવા જોઇએ. એ સાંજના ભાવના વગેરેમાં બોલી શકાય. શ્રી પૂજા ષોડશકમાં અન્ય રીતે ૩ પ્રકારની પૂજા બતાવી છે. ૧) પંચોપચારી ૨) અષ્ટોપચારી, ૩) સર્વોપચારી. આમાં, પુષ્પ, અક્ષત, ગંધ, ધૂપ અને દીપક આ પાંચથી થતી પૂજા એ પંચોપચારી છે. આ પાંચની પૂજાની સાથે ફળ, જલ અને નૈવેદ્ય સમર્પણ દ્વારા અષ્ટોપચાર પૂજા થાય છે. તથા પર્વ વગેરે દિવસોમાં સ્નાન, અર્ચન, નૃત્ય, ગીત વગેરે દ્વારા જે કરાય, તે સર્વોપચાર પૂજા. અમુક પૂજા કાયયોગની પ્રધાનતાવાળી, અમુક વચનયોગની પ્રધાનતાવાળી અને અમુક મનોયોગની પ્રધાનતાવાળી છે. પહેલીમાં સ્વયં કરે, બીજીમાં મંગાવે એટલે કે કરાવે અને ત્રીજીમાં ત્રણ લોકમાં જે સુંદર વસ્તુઓ હોય તે મનથી જ સંપાદિત કરી, પૂજા કરે. આમાં પહેલી પૂજાને વિનોપશમની કહે છે, બીજીને અભ્યદયકારણી કહે છે, અને ત્રીજીને નિર્વાણકારણી કહે છે. વર્તમાનકાળમાં અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા એ રીતે ત્રણ પ્રકારની પૂજા શ્રી ચૈત્યવંદન ભાષ્યનાં આધારે ગણવામાં આવે છે અને આચાર્ય ભગવંતો અંગપૂજાને વિનોપશમની, અગ્રપૂજાને અભ્યદયસાધની અને ભાવપૂજાને નિર્વાણ સાધની એમ વિભાગો પાડે છે.) જો દરરોજ સર્વે પ્રકારની પૂજા થઈ શકે એમ ન હોય, તો પણ શક્ય એટલી (અક્ષત મૂકવા વગેરે રૂપ) પૂજા કાયમ કરવી જ જોઇએ. આમ પૂજા કર્યા પછી જિનની પિંડસ્થ-પદસ્થ અને રૂપાતીત આ ત્રણ અવસ્થાને વિચારવી. ભગવાન પર નજર સ્થિર કરી પિંડી અવસ્થા એટલે જન્મ, રાજ્ય અને છઘી (સાધના) અવસ્થા, પદસ્થ અવસ્થા એટલે કેવલજ્ઞાનીની અવસ્થા, રૂપાતીત અવસ્થા એટલે મોક્ષાવસ્થા ચિંતવવી. પિંડસ્થમાં યાત્રાઃ ભક્તિથી મુક્તિની એ ૬૧ ર Page #81 -------------------------------------------------------------------------- ________________ જન્મ, રાજ્ય અને શ્રમણ અવસ્થા એવા ત્રણ ભેદો છે. પરિકરમાં રહેલા દેવો વગેરેને જોઇને જન્મનો મહોત્સવ વિચારવો. એવી રીતે આઠ પ્રાતિહાર્ય વગેરેને જોઇને પદસ્થ તીર્થંકર અવસ્થા ભાવવી અને સિદ્ધની અવસ્થા એ ભગવાનની મુદ્રાને જોઇને વિચારવી. આ વખતે ભગવાનને જોવામાં જ સ્થિર થવા માટે ડાબી-જમણી અને પાછલી દિશામાં જોવાનો ત્યાગ કરવો. આને ત્રણ દિશાના વર્જન રૂપ છઠ્ઠાત્રિક કહે છે. પછી ચૈત્યવંદનને યોગ્ય ભૂમિનું, જીવરક્ષા માટે દશાવાળા ખેસ વડે ૩ વાર પ્રમાર્જન કરવું. સાધુ ભગવંતો રજોહરણથી પ્રમાર્જન કરે છે. આ પ્રમાર્જનત્રિક. શબ્દ-અર્થ અને પ્રતિમારૂપ આલંબન, આ ત્રણેમાં એકાકાર થઇ શકાય એ રીતે ચૈત્યવંદનના સૂત્રો બોલવા. સૂત્રો બોલતી વખતે ત્રણ પ્રકારની મુદ્રા જાળવવી. તેમાં નમુત્થણ-લોગસ્સ વગેરે યોગમુદ્રામાં કરવાના હોય છે. યોગમુદ્રા પહેલા કહેવાઇ ગઇ છે. પ્રણિધાન સૂત્રો-જયવીયરાય વગેરે મુક્તાશુક્તિ મુદ્રામાં કહેવાના હોય છે. મુક્તાશુક્તિ એટલે બન્ને આંગળીઓને એકબીજાની સામે અડેલી રાખવી. હાથ બંધ રાખી, વચ્ચેથી કમળનાં ડોડાંની જેમ પોલો રાખવો, મસ્તકે અંજલિ કરવી. આ મુક્તાશક્તિ છે. તથા કાયોત્સર્ગ વખતે પગના આગળના ભાગે બે પંજા વચ્ચે ચાર આંગળ જેટલું અને પાછળ ૪ આંગળથી કાંઇક ઓછું, એવું પ્રમાણ રાખી જેમ ભગવાન રહેતા હતા તેમ રહેવું તે જિનમુદ્રા. આ સમગ્ર ક્રિયામાં મન-વચન-કાયા એ ત્રણના પ્રણિધાન અર્થાત એકાકારતા રાખવી, એ પ્રણિધાન-ત્રિક થઇ. આમ, આ ત્રણ પ્રણિધાન છેક પહેલેથી છેલ્લે સુધી જાળવવા જોઇએ. અથવા બીજી રીતે ત્રણ પ્રકારે પ્રણિધાન છે (૧) જાવંતિ ચેઇઆઇ સૂત્ર દ્વારા દેવપ્રણિધાન. (૨) જાવંત કેવિસાહૂ સૂત્ર દ્વારા સાધુપ્રણિધાન. (૩) જયવીયરાય સૂત્ર દ્વારા પ્રાર્થનારૂપ પ્રણિધાન. इय दहतियपरिसुद्धं, वंदणयं जो जिणाण तिकालं | कुणइ नरो उवउत्तो, सो पावइ सासयं ठाणं ।. આ પ્રમાણે દશત્રિકથી પરિશુદ્ધ એવું વંદન ત્રણેય કાળ જે કરે છે, તે મોક્ષને પામે છે. પૂજાનો અવસર : પંચાશક વગેરે શાસ્ત્રો મુજબ ઉત્સર્ગથી સવારબપોર અને સાંજ, આ ત્રણ સંધ્યાઓએ જિનપૂજાનો કાળ જાણવો. અપવાદથી ૬૨ોરાટ જેન ભક્તિમાર્ગ... Page #82 -------------------------------------------------------------------------- ________________ આજીવિકા-વેપારધંધાને નુકસાન ન થાય, એવાં યોગ્ય કાળે પૂજા કરવી. પરંતુ અભિગ્રહ લેવો-ભાવના રાખવી કે મારે ત્રિકાળે પૂજા કરવી જ છે. તેનાથી સંજોગો અનુકૂળ થાય છે, અથવા પ્રતિકુળ સંજોગોમાંય લાભ જ થાય છે. આમાં મધ્યાહ્ન પૂજા યથાયોગ્ય સર્વોપચારવાળી વગેરે કરાય છે. પ્રાતઃપૂજા અને સાયંપૂજા યથાયોગ્ય આરતી આદિ રૂપ કરાય છે. તથા, દેરાસરમાં પુરૂષોએ ભગવાનની જમણી બાજુ અને સ્ત્રીઓએ ડાબી બાજુ રહીને દર્શન-વંદન-પૂજન આદિ કરવા. ભગવાનથી કેટલા દૂર રહેવું ? તેને અવગ્રહ કહે છે. ઓછામાં ઓછું ૯ હાથ, વધારેમાં વધારે ૬૦ હાથ (૧ હાથ એટલે દોઢ ફૂટ લગભગ થાય) ભગવાનથી દૂર રહેવું. ૧૦ થી ૫૯ હાથ દૂર રહે તો મધ્યમ અવગ્રહ કહેવાય. અવગ્રહની મર્યાદાથી અંદર જવું હોય, અર્થાત્, ૯ હાથની અંદર જવું હોય, તો નિસીહી બોલીને મુખકોશ બાંધીને પૂજાનાં વસ્ત્રો હોય ત્યારે જ જઇ શકાય છે. સાધુએ કરવાના ૭ ચૈત્યવંદન ૧) સવારના પ્રતિક્રમણમાં જગચિંતામણિનું. ૨) સવારના પ્રતિક્રમણમાં વિશાલલોચનદબંનું. ૩) દેરાસરમાં પ્રભુજીની સન્મુખ ચૈત્યવંદન. ૪) પચ્ચકખાણ પારતી વખતે જગચિંતામણિનું. ૫) વાપર્યા પછી જગચિંતામણિનું. ૬) સાંજના પ્રતિક્રમણમાં નમોસ્તુનું. ૭) સંથારા પોરસી ભણાવતી વખતે ચઉક્કસાયનું. શ્રાવકે કરવાના ૭ ચૈત્યવંદન ૧-૨) સવારના પ્રતિક્રમણમાં જગચિંતામણિ | વિશાલલોચન દલનું. ૩-૫) ત્રિકાળ દેવની વંદના વખતે ચૈત્યવંદન. ૬) સાંજના પ્રતિક્રમણમાં નમોડસ્તુનું. ૭) મુનિ પાસે સંથારાપોરસી સાંભળે ત્યારે ચઉક્કસાયનું. (અત્યારે પરંપરા મુજબ પ્રતિક્રમણ પારતીવખતે ચઉક્કસાયનું ચૈત્યવંદન કરાય છે.) ચૈત્યવંદન એ ભાવપૂજા રૂપ છે. માટે પૂજાની સાથે એની વાત કરી. પ્રાચીન કાળમાં ૯ પ્રકારના ચૈત્યવંદન પ્રચલિત હતા. વર્તમાનમાં ચૈત્યવંદનના ૩ પ્રકાર છે. જે હવે કહેવાશે. યાત્રાઃ ભક્તિથી મુક્તિની ૬૩) Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૪ વર્તમાન જિનપૂજન પદ્ધતિ અને તેમાં થતી અવિધિઓ પ્રત્યે નિર્દેશ સર્વોપચારી પૂજામાં શક્ય એટલી દરેક પૂજાસામગ્રીથી ભગવાનની પૂજા કરી શકાય. ગીત-નૃત્ય-વાજિંત્ર-છત્ર-પુષ્પવૃષ્ટિ-જાપ-ધ્યાન વગેરે સર્વ પૂજાનો સમાવેશ થાય છે. વર્તમાનકાળે આમાંથી અમુક પૂજા રોજિંદી છે, અમુક પૂજાઓ પ્રાસંગિકી છે. સુવિહિત ગુરૂ ભગવંતો રચિત અષ્ટાપદ પૂજા, અંતરાય કર્મ-નિવારણ પૂજા, સ્નાત્રપૂજા, સત્તરભેદી પૂજા વગેરે પ્રસંગોપાત થતી હોય છે, માટે પ્રાસંગિકી છે. જ્યારે અષ્ટપ્રકારી પૂજા તથા ચામર-દર્પણ-વીંઝણો આટલી પૂજા દરરોજ કરવામાં આવે છે. માટે તે રોજિંદી પૂજા છે. અષ્ટપ્રકારી પૂજાનાં ૩ ભેદ છે. અંગપૂજાઃ જે ભગવાનને સ્પર્શ કરીને થાય તે. જલપૂજા (અભિષેકપૂજા), પુષ્પ-ચંદનપૂજા...અગ્રપૂજા : જે ભગવાનની આગળ થોડા અંતરે થાય તે, ધૂપ-દીપ-અક્ષત-ફળ-નૈવેદ્ય વગેરે... ભાવપૂજાઃ અવસ્થાચિંતન-ચૈત્યવંદન-સ્તોત્રગાન-ધ્યાન-જાપ વગેરે. વર્તમાન દ્રવ્યપૂજા-સંક્ષેપ : નિર્માલ્ય ઉતારવું, પ્રભુનું મો૨પીંછીથી પ્રમાર્જન-મુલાયમ કપડાંને ભીનું કરી કેશરને કાઢવું, ક્યાંક થોડા હલકા હાથે કેસ૨ જામી ન જાય એટલા માટે વાળાકુંચીનો ઉપયોગ, દૂધનો પ્રક્ષાલ, પ્રતિમાજી સાફ કરવા જળનો પ્રક્ષાલ, અંગપૂંછણાથી પ્રતિમાજી લૂંછવા, ચંદન-વિલેપનકેસરથી નવાંગી પૂજા, સુગંધીદાર પુષ્પોથી પૂજા, ગભારાની બહાર આવી ડાબી બાજુ ઊભા રહી ધૂપપૂજા, જમણી બાજુ ઊભા રહી દીપકપૂજા, પાટલા ૫૨ સ્વસ્તિક રચના, સાથિયા ૫૨ નૈવેદ્ય-સિદ્ધશિલા પર ફળ મૂકી નૈવેદ્યફળપૂજા, ચામર-દર્પણ-વીંઝણોદર્શન... પ્રાચીન વિધિ પ્રમાણે વૈભવોચિત વાહન વગેરેમાં આવવું એવું કહ્યું છે. પરંતુ વર્તમાન વિધિ મુજબ ખુલ્લા પગે-પગપાળા આવવું એવો સુવિહિત આચાર છે. તથા દૂરથી જ ભગવાનનાં જિનાલયની ધ્વજાના દર્શન થતા ભાવથી મસ્તક ઝુકાવી ‘નમો જિણાણું'' બોલવું. અને ભગવાનના મુખના દર્શન થતાં જ અર્ધાઅંગથી ઝૂકીને ‘નમો જિણાણં’ પુનઃ બોલવું. પાંચ અભિગમપૂર્વક ૬૪ જૈન ભક્તિમાર્ગ... 30, 2000. Page #84 -------------------------------------------------------------------------- ________________ જિનાલયમાં “નિશીહિ નિસીહિ નિસીહિ' ૩ વાર ઉચ્ચારી પ્રવેશ કરવો. આ નિરીતિનો અર્થ છે-નિષેધ. “જિનાલયમાં પેસતાં સાંસારિક પ્રવૃત્તિઓનો નિષેધ કરું છું.” આવા સંકલ્પ સાથે આ ઉચ્ચારણ કરાય છે. પ્રવેશ કરતી વખતે ઘણા ઉંબરામાં ૩ વાર પગે લાગે છે. જે ભાવવિશેષનું કારણ હોય, તો વાંધો નથી. પરંતુ એવો કોઇ વિધિ નથી. હકીકતમાં ઉંબરામાં જે ગ્રાહ (જલચર પ્રાણી વિશેષ) મુખના બે આકાર હોય છે, તે રાગ અને દ્વેષ તરીકે કલ્પવામાં આવે છે. ભગવાનનો ભક્ત એના માથા પર પગ મૂકીને પ્રવેશ કરે છે. પ્રવેશ કરતી વખતે મૃદુ-મધુર શબ્દોથી નિસહિનો ૩ વાર પાઠ કરે છે. ત્યાર પછી ભગવાન સન્મુખ ઊભા રહી (પુરૂષે જમણી બાજુ, સ્ત્રીએ ડાબી બાજુ) કોઇને અંતરાય ન પડે એ રીતે ભાવથી પ્રાચીન સંસ્કૃત વગેરે, અર્વાચીન ગુજરાતી વગેરે ભાષામાં બનેલાં અર્થગંભીર સ્તુતિ-સ્તોત્રોનો ભાવપૂર્વક પાઠ કરવો. પછી સ્તોત્ર બોલતાં બોલતાં જ પ્રદક્ષિણા દેવી. કોઇક કહે છે, કે પહેલા પ્રદક્ષિણા આપવી, પછી સ્તુતિ બોલવી, ત્યારબાદ મુખકોશ બાંધીને ઓરસીયા પર સુખડથી કેસર ઘસવું. તે બે વાટકીમાં ભરવું. એકનો ઉપયોગ પોતાના અંગે તિલક કરવા, બીજાનો ઉપયોગ પ્રભુપૂજા કરવા. તિલકનો પણ વિધિ છે. પ્રથા પ્રમાણે પાટલા પર પદ્માસને બેસી, વાટકીમાંથી હાથમાં કેસર ગ્રહણ કરી, કપાળે, ગળે, હૃદયે, પેટે તિલક કરવા. દરેક વખતે ભાવના કરવી, કે પ્રભુની આજ્ઞાને મસ્તકે ચડાવું છું. ગળેથી પ્રભુવચનાનુસારી જ શબ્દો નીકળશે. હૃદયમાં જિનાજ્ઞા જ રમશે. પેટમાં ભક્ષ્ય વસ્તુ જ જશે, તથા ત્યાર પછી પણ બાજુબંધ, હાથકંકણ, કાન પર કર્ણિકા, આવા બધા ભૂષણો આલેખવા. પરંતુ આ પ્રથા ધીરે ધીરે વિસરાતી-બદલાતી ચાલી. આજે એક જગ્યાએ રાખેલા કેસરમાં ગોઠવેલી સળી બોળી કપાળે કે કોઇ કપાળે અને કાને તિલક કરે છે. શ્રાવકને માટે દીવા કે બદામના આકારનું મોટું તિલક અને શ્રાવિકાને માથે બિંદી આકારનું ગોળ તિલક હોવું જોઇએ. તિલક માટે અનેક યુગલોએ બલિદાન આપ્યા છે. માટે તિલક વિના જિનાલયમાં પ્રવેશ ન કરવો. શ્રાવકનું કપાળ પ્રભુના તિલક વિના શોભતું નથી. ત્યારબાદ સૌપ્રથમ તો જિનાલયમાંથી મોટી મોરપીંછીની પંજણી વડે કાજો લેવો. આ ભક્તિ એવી છે, કે પ્રભુનો કાજો લેનારને ભવોભવમાં ક્યારેય લોકોના ઘરમાં કચરા સાફ કરવાનો અવતાર અર્થાત્ નીચકુળમાં જન્મ મળતો નથી. ત્યારબાદ પૂજા સિવાયના તમામ કાર્યોનો ત્યાગ કરવારૂપ બીજી નિસહિ યાત્રાઃ ભક્તિથી મુક્તિની જ પત્ર Page #85 -------------------------------------------------------------------------- ________________ બોલી ગભારામાં પ્રવેશ કરવો. ત્યારબાદ જિનબિંબ પરથી નિર્માલ્ય ઉતારવું. ચૈત્યવંદન મહાભાષ્યમાં કહ્યું છે કે જે દ્રવ્ય ભોગવિનષ્ટ થયું હોય, અર્થાત્ ઉતરી ગયું હોય, નકામું થયું હોય, બીજીવાર કામ લાગે એમ ન હોય તે નિર્માલ્ય કહેવાય. આ વ્યાખ્યા મુજબ વસ્ત્રો-આભૂષણો વગેરે નિર્માલ્ય કહેવાતું નથી. પુષ્પ વગેરેને નિર્માલ્ય જાણવું. તેને યોગ્ય જગ્યાએ પાઠવવું. - નિર્માલ્ય ઉતાર્યા પછી મોરપીંછીથી જિનબિંબની વ્યવસ્થિત પ્રમાર્જન કરવી. ભગવાનની બેઠક વગેરેને પૂંજણીથી સાફ કરવા. આમ તો આટલું પર્યાપ્ત છે. પરંતુ, અત્યારે જિનબિંબ પર લાગેલાં સૂકાઇ ગયેલાં કેસર વગેરેને કાઢવા ભીનાં કોમળ કપડાનો ઉપયોગ થતો હોય છે. કપડું દબાવી હલકા હાથે કેસર કાઢવું જોઇએ, અને ક્યાંક ખાંચામાં કેસર ભરાઈ ગયું હોય તો તાંબાની સલી વડે, અથવા વાળાકુંચી વડે સાફ કરાય છે. પરંતુ, આ બન્નેમાં એ ધ્યાન રાખવું, કે વાળાકુંચીના ઉપયોગથી ભગવાનની પ્રતિમા એવી રીતે ન ઘસવી, કે ભગવાનને નુકસાન થાય. ઘણાં પૂજારીઓ એવી રીતે ભગવાનને ઘસતા હોય છે, કે જાણે તાંબાના લોટાને માંજવાનો હોય..એ ખૂબ અવિધિઆશાતનાકારક છે. તે અટકાવવું જોઇએ. પછી આવે છે જલપૂજા. તેમાં વિવેક રાખવો જરૂરી છે. કોથળીના દૂધથી, જે વાસી જ લગભગ હોય છે. તેનાથી અભિષેક ન કરવો. દરેક ભગવાનને દૂધ યુક્ત પાણી/પંચામૃત/ઔષધિયુક્ત પાણીનો જ પ્રક્ષાલ કરવાનો હોય છે. શુદ્ધ પાણીનો અભિષેક તો માત્ર ભગવાનને સાફ કરવા પૂરતો જ હોય છે. આજે બન્ને પુજાઓ અલગ થાય છે. જેટલા જણ દૂધનો પ્રક્ષાલ કરે, તેટલાં જ પાણીનો કરે છે, આ ઉચિત નથી. ક્ષીરોદધિનું પાણી-જેનાથી દેવોએ ભગવાનનો અભિષેક કરેલો, તે દૂધવર્ણ જેવું હતું તેથી આપણે અનુકરણ રૂપે પાણીમાં દૂધ ઉમેરી એનાથી પ્રક્ષાલ કરીએ છીએ. એ જ અભિષેકપૂજા છે. પાણીની પૂજા અલગ નથી. ઘણાં જિનાલયોમાં પક્ષાલ પૂર્વે અને પછી ભગવાનને સાફ કરવાના નામે અનેક બાલ્ટીઓ ભરી ભરીને પાણી છૂટું રેડાય છે. જે અજયણા છે, આશાતના છે. પૂજામાં જો જયણા ન રાખીએ, તો એ પણ હિંસારૂપ જ કહેવાય. માટે તેવી અજયણાથી બચવું જોઇએ. ' જલપૂજા વખતે જલપૂજાનો દુહો બોલવો “મેરુ શિખર નવરાવે”. “લાવે લાવે.” જેવાં ગીતો મંદ-મધુર સ્વરે ગાવા. ઘોંઘાટ ન કરવો. ઘણાં કહે છે-ભગવાનનો અભિષેક આખા શરીર પર કરવો પરંતુ, જ ૬૬ોટ જેન ભક્તિમાર્ગ.... Page #86 -------------------------------------------------------------------------- ________________ સામાન્યથી અભિષેક મસ્તક પર જ કરવાનો હોય છે. મસ્તક પરથી ઝરતી દૂધની ધારામાં પ્રભુનું મુખારવિંદ જોઇ વિભાવના કરવાની કે “પ્રભુના સ્નાન દ્વારા મારો આત્મા નિર્મળ બનો.” ત્યારબાદ અંગભૂંછન કરવું. પ્રાચીન વિધિમાં બે અંગભૂંછણાનો વિધિ છે. પણ તે ઉત્તમ પ્રકારના વસ્ત્રોના હિસાબે. આજના વસ્ત્રોના હિસાબે ત્રણ અંગલુછણાં કરવા. ક્યાંય પણ પાણી ન રહી જાય એ રીતે ખૂબ મૃદુતાપૂર્વક ચીવટપૂર્વક ભગવાનના અંગને લૂછવાનો વિધિ સમાપ્ત કરવો. હવણ પછી સુગંધી પદાર્થો વડે ભગવાનને વિલેપન કરવું જોઇએ. વિલેપન શીતલ હોય છે. ભગવાનને કરાતું શીતલ વિલેપન આત્માને શીતલતા અર્પનારું બને છે, એવી ભાવના સાથે તે પૂજા કરવી. ત્યારબાદ પ્રભુની અંગરચનાનો-આભૂષણ-અલંકારઅર્પણનો ક્રમ આવે છે. તીર્થની યાત્રામાં ભાવુકોએ શરીર પર રહેલાં ઘરેણા ભગવાનને ચડાવી દીધા, એવા સેંકડો દાખલા મળે છે. સોના-ચાંદીના વરખ, ઉત્તમ બાદલું જેવા ઉત્તમોત્તમ દ્રવ્યોથી ભગવાનના શરીરનો શણગાર કરવો જોઇએ. તીર્થયાત્રા આદિ પ્રસંગવિશેષ સિવાય જ્યાં રોજિંદી પૂજા કરવાની છે, ત્યાં ભગવાન માટે નવા ઘડાવેલા આભૂષણ ચડાવવા જયોગ્ય લાગે છે. પ્રાચીનકાળમાં આભૂષણનો અલંકાર કરી વસ્ત્રયુગલ અર્પણ કરતા હતા. આજે એવો વિધિ નથી. પરંતુ ભગવાનના હાથ ખાલી ન રહેવા જોઇએ. સોના-રૂપાનું બીજોરુ, સોનામહોર, વીંટી, શ્રીફળ, સોપારી, નાગરવેલના પાન કે મોદક-આમાંનું કાંઇ પણ અત્યારે ભગવાનના હાથમાં સ્થાપવું જોઇએ. શ્રીપાલચરિત્રમાં ઉલ્લેખ છે કે શ્રીપાલે પ્રથમ જ વખત આદીશ્વર પ્રભુના દર્શન કર્યા ત્યારે પ્રભુના હાથમાં રહેલું બીજોરું ઉછળીને એના હાથમાં આવી ગયું. ત્યારબાદ નવાંગી પૂજાનો વિધિ આવે છે. પૂજા માટેનું કેસર ઉત્તમ હોવું જોઇએ. સુખડ પણ સારું જોઇએ. આજે કેસર બનાવટી આવે છે. સુખડનાં નામે લાકડાના વપરાશ થાય છે. આવા ચંદનથી મિશ્રિત કેસરનું પાણી પ્રતિમાજી પર લાંબો સમય પડ્યું રહેતા પ્રતિમામાં ખાડા પડી જાય છે, કાણાં થઇ જાય છે. માટે વ્યવસ્થાપકો તે ભાગમાં ચાંદી કે ધાતુનાં ટીકા જડી દે છે. પરંતુ એનાથી પ્રતિમાની શોભા હણાય છે. માટે શુદ્ધ દ્રવ્યો વાપરવા. છતાંય પ્રતિમાની હાનિનો ભય રહેતો હોય, તો દસ દસ મિનિટે ભગવાનનાં અંગોને કોમળ વસ્ત્રોથી લૂંછી લેવા. બીજા ઉપાયો કરવા, જેથી આશાતનાથી બચી શકાય. યાત્રાઃ ભક્તિથી મુક્તિની જગમાં ૬૭ Page #87 -------------------------------------------------------------------------- ________________ પૂર્વના કાળમાં પાંચ કે છ અંગે પૂજા થતી હોવાની વાત છે. ઉમાસ્વાતિજી કૃત પૂજા પ્રકરણમાં ફક્ત નવ તિલકોનો જ ઉલ્લેખ છે. ત્યારબાદ આ નવાંગી પૂજાનો મત સ્થિર થયેલો જણાય છે. - પ્રત્યેક અંગ પર પૂજા કરતી વખતે કવિવર્ય શ્રી વીરવિજયજી મહારાજ રચિત નવ અંગના દુહા બોલવાથી, એના અર્થ વિચારવાથી, વિશેષભાવ પ્રગટે છે. પરંતુ, તે દુહા મનમાં કે એકદમ ધીમા સ્વરે બોલવા. આ દુહા ગુજરાતીમાં હોવાથી એનો અર્થ સમજાય તેમ છે. ત્યારબાદ પુષ્પપૂજાનું વિધાન આવશે. પ્રાચીન વિધિ મુજબ શ્રાવક સાંજ પડે ઉદ્યાનમાં ઝાડ-છોડ નીચે શુદ્ધ વસ્ત્ર પાથરી આવતા અને સવારે તથા સ્વભાવથી પુષ્પો નીચે ખરી પડતા. એ પુષ્પોથી શ્રાવક પૂજા કરતા, જેથી પુષ્પો ચૂંટવાની જરૂર ન રહે. આજે ચૂંટેલા પુષ્પોથી પણ કરવી. શક્ય જયણા સાચવવી. પુષ્પો સુગંધવાળાં, કોમળ-રંગબેરંગી જોઇએ. ૧) સૂકાં ૨) જમીન પર પડેલાં ૩) તૂટેલી પાંખડીવાળાં ૪) અશુભ વસ્તુ સાથે સ્પર્શ પામેલાં ૫) અવિકસિત ૬) ચીમળાઇ ગયેલાં ૭) વાસી ૮) કરોળીયાએ જાળ ગૂંથી હોય, ૯) જેમાં ગંધ ન હોય, ખરાબ ગંધ હોય, ખટાશવાળી ગંધ હોય તેવા પુષ્પો ભગવાનને ન ચડાવાય. પુષ્પોની ગૂંથણી વગેરે દ્વારા હાર-મુગટ એ રીતે બનાવવો, જેમાં પુષ્પો વીંધાઇ ન જાય. હવે ગભારામાંથી ભગવાનને પૂંઠ ન પડે એમ બહાર નીકળી અગ્રપૂજા કરવી. સૌ પ્રથમ ધૂપપૂજા આવે. આજે જે ધૂપ હોય છે તેમાંથી કોઇ સુગંધ નીકળતી નથી. દશાંગધૂપ, અષ્ટાંગ ધૂપ જેવા ઉત્તમ ધૂપો વાપરવા જોઇએ. આખું દેરાસર સુવાસિત થાય એમ કરવું. તે વખતે ધૂપપૂજાનો દુહો વિચારવો. ત્યારબાદ દીપક પૂજામાં ગાયનાં ઘીનો દીપક ભગવાન સન્મુખ ધરવો. દીપકમાં ગાયનું ઘી જ વાપરવું. સંધ્યાકાળે પણ દેરાસરમાં ગાયના ઘીના દીવા મૂકવા. વિજળીના દીવાનો શક્ય હોય તો ઉપયોગ ટાળવો. દેવીતત્ત્વને આમંત્રણ આપતો પ્રકાશ ગાયના ઘીના દીવાનો છે. તેના પ્રકાશમાં પ્રભુની પ્રતિમા પણ સુંદર ભાસે છે. હવે આવશે અક્ષત પૂજા. સારાં પાટલા પર અક્ષત એટલે અખંડ ચોખા વડે, અષ્ટમંગલનું આલેખન કરવું, તે રૂપ અક્ષતપૂજા હતી. આજે તો તેના સ્થાને અષ્ટમંગલની શિલ્પવાળી પાટલીઓ જ આવી ગઇ. એ પાટલી પ્રભુને બતાવવાની હોય છે. જીવનમાં આઠ મંગલ યાચવાના હોય છે. પણ એ વિધિનો ૬૮૪ જેન ભક્તિમાર્ગ... Page #88 -------------------------------------------------------------------------- ________________ ખ્યાલ ન હોવાથી બધાં આજે એ પાટલીની પણ પૂજા કરે છે. અષ્ટમંગલનું આલેખન ભૂલાઇ ગયું, માત્ર સ્વસ્તિક અથવા નંદ્યાવર્ત નામનાં બે મંગળો આલેખવાની પ્રથા ઊભી રહી. આજે નીચે સ્વસ્તિક અથવા નન્દાવર્ત આલેખી, ઉ૫૨ દર્શન-જ્ઞાનચારિત્રની આરાધના રૂપ ત્રણ ઢગલી રચી ઉ૫૨ સિદ્ધશિલાનો આકાર રચવામાં આવે છે. સિદ્ધશિલાનો આકાર અષ્ટમીના ચન્દ્ર જેવો અને ઉપર પાતળી લીટી, આ રીતે રચવો જોઇએ. એ જ અસલ આકાર છે. કોઇ બીજના ચંદ્ર જેવો અને વચ્ચે ગોળાકાર બિંદી રચે છે જે સિદ્ધશિલાનો ચોક્કસ આકાર નથી. આ વખતે પણ ભાવવાહી દુહાનો પાઠ અથવા સ્મરણ રાખવું. પછી નૈવેદ્યપૂજામાં ભગવાનને ઉત્તમોત્તમ ઘીથી લચપચ, સોડમ ભરપૂર મીઠાઇ આદિ રૂપ નૈવેદ્ય ધરાવી તે સાથિયા ૫૨ સ્થાપિત કરાય છે. અને ફળપૂજામાં ઋતુ-જન્ય ભક્ષ્ય ફળ ધરાવી તેને સિદ્ધશિલા પર મૂકવામાં આવે છે. નૈવેદ્ય-ફલપૂજાના સુંદર દુહાનો આ વખતે પાઠ કરાય છે. નૈવેદ્યપૂજાથી અણ્ણાહારી પદની માંગણી કરાય છે અને ફળ પૂજા દ્વારા મોક્ષફળના દાનની પ્રાર્થના કરાય છે. આ પછી નૃત્યપૂજાના એક સ્વરૂપ તરીકે ચામરપૂજા થાય છે. દર્પણપૂજામાં પ્રભુનું મુખ દર્પણમાં ઝીલવાનું છે અને દર્પણને હૃદય ઉપર ધારણ કરવાનું છે, હૃદયની બાજુમાં નહીં. જેથી પ્રભુ મારાં હૃદયમાં પધાર્યા એ ભાવના કરવાની છે. પછી વીંઝણો નાંખવાના ભાવથી કપડાનો વીંઝણો-પંખો ધરવાનો છે. આજે પંખો ધાતુનો હોય છે. પંખો હકીકતમાં હવા માટે હોય છે. ધાતુના પંખાથી હવા ન આવે, એ સામાન્ય વાત છે. માટે પંખો કપડાનો હોય એ વધુ સંગત છે. દર્પણ અને-પંખાની પૂજા સાથે નથી ક૨વાની. ૫૬ દિકુમારિકાઓએ આ પૂજા અલગ અલગ કરી હતી. આ પૂજા અલગ અલગ જ છે, માટે અલગ જ કરવી જોઇએ. ઉપરોક્ત વિધિમાં ભગવાનના પગ પકડવાના, ખોળામાં માથું મૂકવાનું, ભગવાનના ગાલે હાથ ફેરવવાનો, આવો વિધિ ક્યાંય આવતો નથી. માટે એ બધો અવિધિ જ સમજવો. રાજાની પાસે જઇએ તો વિવેક અને વિનય સાચવતાં હોઇએ છીએ, એમ ભગવાનનું પણ ઔચિત્ય સાચવવું જોઇએ. આવો અવિવેક ન શોભે. (શું રાજાનાં ખોળામાં માથું મૂકાય ? ગાલે સ્પર્શ કરાય ?) પૂર્વે કહ્યું તેમ જો કોઇએ ભગવાનની વિશેષ પૂજા કરી હોય, તો તે યાત્રાઃ ભક્તિથી મુક્તિની ૬૯ 2. Page #89 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પર ફરીથી અંગરચના ઉતારીને પ્રક્ષાલ વગેરે કરવા ન કલ્પે. એની પૂજામાં વધારો થાય, એ રીતે કરવું જોઇએ. ઘણા દેરાસરોમાં ભગવાન બધાના બાંધેલા હોય છે. જે-તે ભગવાન પર જે-તે શ્રાવક જ પ્રક્ષાલ વગેરે કરે. બીજો કોઇ કરવા જાય તો પહેલાના શ્રાવકને અસમાધિ થાય. જે ઉચિત નથી. બધા ભગવાનની બધી પૂજા બધા કરી શકે, તેથી બીજો પૂજા કરે તો દુઃખ થવું અજ્ઞાન છે. પૂજાનું ફળ જ્ઞાન છે. નવાંગી પૂજા નવ અંગે અને ૧૩ તિલકથી થવી જોઇએ. ઘણાં એક એક અંગે ૨-૪ તિલકો કરે છે, જેથી ૧૩ થી વધુ તિલકો થઇ જાય છે. તે બધી અવિધિઓ સમજવી. દેરાસરમાં આવ્યા પછી સીધું જ પૂજા કરવા ભાગવું, આ પણ ઉચિત નથી. સ્તુતિ બોલી, પ્રદક્ષિણા આપી પછી જ પૂજા વગેરે કરવા જોઇએ. આટલું કર્યા પછી હવે ભાવપૂજાનો અવસર આવે છે. ભાવપૂજા કરતાં પૂર્વે ફરીથી ત્રણ નિશીહિ બોલવી, જે કોઇપણ પ્રકારની વાતચીતાદિનો નિષેધ સૂચવે છે. ત્રણ પ્રમાર્જના, ત્રણ દિશા ત્યાગ, ત્રણ વર્ણાદિ, ત્રણ મુદ્રા અને ત્રણ પ્રણિધાન આ ભાવપૂજામાં સાચવવા. ભાવપૂજા : ચૈત્યવંદન મહાભાષ્યમાં ભાવપૂજાના=ચત્યવંદનના ૯ પ્રકારો બતાવ્યા છે. તેમાંથી વર્તમાનમાં ૩ પ્રકારે ચૈત્યવંદન પ્રચલિત છે. ૧) જઘન્ય ચૈત્યવંદનઃ ૩ પંચાંગ પ્રણિપાત વંદન (ખમાસમણ) કરી, અરિહંત ચેઇયાણ૦, અન્નત્થ૦ બોલી ૧ નવકારનો કાઉસગ્ગપાળીને નમોડતુ૦ ૧. પ્રાચીન-અર્વાચીન-સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી અર્થગંભીર સ્તુતિ કે થોય બોલી, એક ખમાસમણું દેવું. ૨) મધ્યમ ચૈત્યવંદન : ખમા, ઇચ્છા. ઇરિયાવહિયં પડિ., તસ્સ., અન્નત્થ., ચંદે સુનિમ્મલયરા સુધી ૧ લોગસ્સનો કાઉ., પ્રગટ લોગ, ૩ ખમાસમણ, ઇચ્છા-ચૈત્યવંદન કરૂં ?, સકલકુશલવલ્લી, ગુજરાતી વગેરે ભાષાનું એક ચૈત્યવંદન, જંકિંચિ૦, નમુત્યુસંવ, જાવંતિ), ખમાસમણ૦, જાવંત કેવિ સાહૂ૦, નમોડસ્તુ, પ્રાચીન પદલલિત અર્થગંભીર સ્તવન બોલવું, ન આવડે તો ઉવસગ્ગહરં સ્તોત્ર બોલવું, જયવીયરાય૦, ઊભા થઇને અરિહંત ચેઇયાણ૦, અન્નત્થ૦, ૧ નવકાર પાળીને નમોહત્ત્વ ૧ સ્તુતિ), ખમાસમણો. ૩) ઉત્કૃષ્ટ ચૈત્યવંદનઃ ૧ ખમાસમણું, ઇરિયાવ, અન્ન, તસ્સવ, ૧ લોગસ્સ ચંદેસુ, પારીને પ્રગટ લોગઇ, ત્રણ ખમાસમણ૦, ચૈત્યવંદનનાં આદેશ પૂર્વક ચૈત્યવંદન બોલી જંકિંચિ૦, નમુત્યુઘંટ, અડધા જય૦, ફરીથી દર ૭૦ જેને ભક્તિમાર્ગ... Page #90 -------------------------------------------------------------------------- ________________ ખમા૦, ચૈત્ય૰, જંકિંચિત્, નમુ૦, ઊભા થઇ અરિહંત૦ અન્નત્થ૦, ૧ નવકારનો કાઉ૦ પારીને નમો૦ ૧ થોય, પછી લોગ૦ સવ્વલોએ૦, અન્ન૦ ૧ નવકારનો કાઉ પા૨ીને બીજી થોય, પછી પુખરવ૨દી, વંદણ૦, અન્નત્થ૦ ૧ નવકારનો કાઉ પા૨ીને ત્રીજી થોય, પછી સિદ્ધાણં વૈયાવચ્ચ૦, અન્ન૦ ૧ નવકા૨ પારીને નમોર્હત્॰ થોય, પછી નમુન્થુણં, પછી ઉભા થઇને ફરીથી અરિહંત૦ થી લગાવી સિદ્ધાણું૦ સુધી બીજો ચાર થોયોનો જોડો, પછી નમુ॰, જાવંતિ, ખમા૰, જાવંત∞, સ્તવન, જયવીયરાય (સેવણા આભવમખંડા સુધી), પછી ખમા૦, ચૈત્યવંદન૰, જંકિંચિત્, નમ્રુત્યુછ્યું, પૂરા જયવીય૨ાય. આમાં, જાવંતિ ચેઇયાઇં, જાવંત કેવિ સાહૂ, જયવીયરાય. આ ત્રણ પ્રણિધાનસૂત્રો મુક્તાશુક્તિ મુદ્રામાં બોલવાં. એ સિવાયના નમ્રુત્યુાં વગેરે સૂત્રો યોગમુદ્રામાં બોલવા. ઊભાં થતી વખતે જિનમુદ્રામાં રહેવું અને હાથ યોગમુદ્રામાં રાખવાં. કાયોત્સર્ગ વખતે જિનમુદ્રા રાખવી, આ મુદ્રાઓનો પણ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રભાવ પડે છે. ચૈત્યવંદનના શબ્દો-અર્થોમાં ઉપયોગ રાખવો. સાથે-સાથે જિનબિંબમાં એકાકાર થઇ જવું. पिण्डक्रियागुणगतै गम्भीरैर्विविधवर्णसंयुक्तैः । आशयविशुद्धिजनकैः, संवेगपरायणैः पुण्यैः ॥ पापनिवेदनगर्भैः, प्रणिधानपुरस्सरैर्विचित्रार्थैः । अस्खलितादिगुणयुतैः स्तोत्रैश्च महामतिग्रथितैः ।। પૂજ્ય હરિભદ્ર સૂ. મ.નાં આ શબ્દો એમ દર્શાવે છે, કે પૂજા કરતી વખતે, કે ચૈત્યવંદનમાં જે સ્તવન-સ્તુતિ-થોય કે કોઇપણ દુહા વગેરે સ્તોત્રો બોલાય. તે કેવા હોય ? ૧) શરીરનાં ૧૦૦૮ લક્ષણો વગેરે જણાવનારા ૨) ભગવાનનાપરીષહોને જીતવા વગેરે રૂપ સુંદર આચારો દર્શાવનારા ૩) આત્માના સ્વભાવરૂપ જ્ઞાનાદિગુણોનું વર્ણન કરતા ૪) ગંભીર અર્થવાળા ૫) છંદ-અલંકારથી યુક્ત ૬) શાંતરસને વ્યક્ત કરવા દ્વારા આશયને વિશુદ્ધ કરનારા ૭) પુણ્યના કારણ ૮) પોતાના પાપનું નિવેદન કરનારા ૯) અનેક પ્રકારના અર્થવાળા અને ૧૦)-બોલતી વખતે અસ્ખલિત, અમિલિત, અવ્યત્યાપ્રેડિત આ ત્રણ ગુણવાળાં. અસ્ખલિત=સ્ખલના ન થાય, વચ્ચે અટકી જવું ન પડે. યાત્રાઃ ભક્તિથી મુક્તિની ૭૧ 200 }, Page #91 -------------------------------------------------------------------------- ________________ અમિલિત એક-બીજા પદો એક-બીજામાં ભળી ન જાય એ રીતે. અત્યાપ્રેરિત પહેલું પદ પછી ન બોલાય. પછીનું પદ પહેલાં ન બોલાય છે. __ थयथुइमंगलेणं भंते जीवे किं जणयइ ? थयथुइमंगलेणं णाणदंसणचरित्तबोहिलाभं जणयइ, नाणदंसणचस्तिबोहिलाभसंपन्ने य जीवे अंतकिरिय-कप्पविमाणोववत्तियं आराहणं आराहेइ । ત્તરાધ્યયન સૂત્ર અધ્ય.૨૯ સૂ.૧૪ “હે ભગવાન ! સ્તવ-સ્તુતિ-મંગલ દ્વારા જીવ શું મેળવે છે ?” સ્તવસ્તુતિમંગલ દ્વારા જીવ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને બોધિના લાભને મેળવે છે. “જ્ઞાન-દર્શન-ચારિત્ર અને બોધિથી સંપન્ન એ જીવ મોક્ષમાં જાય અથવા વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય, એવી આરાધનાને આરાધે છે.” આ ગૌતમ સ્વામીજી અને પ્રભુવીરનો સંવાદ ભાવપૂજાની મહત્તા જણાવે છે. મંત્રજાપ-ધ્યાન-ત્રણ અવસ્થાની ભાવના આ બધું જ ભાવપૂજામાં જ સમાવેશ પામે છે. આપણી ભાવપૂજા વર્તમાનમાં ચૈત્યવંદન-સ્તવનના ગાન પૂરતી જ સીમિત થઇ ગઇ છે. જાપ અને ધ્યાનનો એમાં સમાવેશ જ નથી થતો. હકીકતમાં અમુક મતે જિનાલય અને જિનપ્રતિમાનો પ્રાણ પુષ્ટ કરવાના બે માધ્યમો છે. ક્યાં તો દરરોજ ઘીથી લચપચ નૈવેદ્ય ધરવામાં આવે, ક્યાં તો કોઇ યોગી પુરૂષ દ્વારા ધ્યાન ધરવામાં આવે. અહીં જોવા જઇએ, તો નમસ્કાર મહામંત્ર, જે-તે ભગવાન હોય તેમના નામરૂપ મંત્રનો જાપ ભગવાનની સમક્ષ ગણવો તેને જાપ કહે છે, અને ભગવાનના આલંબને તેમના સ્વરૂપમાં લીન થવું તેને ધ્યાન કહે છે. ભગવાનની ત્રણ અવસ્થાઓ વિચારવી, એ ધ્યાનનો પ્રકાર છે. આ માટે મંદિરમાં જાપ અને ધ્યાનને અનુકૂળ વાતાવરણ હોવું જરૂરી છે. સ્તવન ગાતી વખતે, આવતાં જતાં કોઇને અંતરાય ન પડે, એનો વિવેક રાખવો જરૂરી છે. સ્નાત્રપૂજા વગેરે સામૂહિક અનુષ્ઠાનો જિનાલયની બહારના મંડપમાં ઉજવાય તો વધુ સારૂ. જિનાલયની અંદર એટલી શાંતિ, વ્યવસ્થિતતા અને લયબદ્ધતા હોવી જોઇએ કે આવનાર સાધકને ધ્યાન લાગતા વાર ન લાગે, લાગેલા ધ્યાનમાં કોઇ અવરોધ ન થાય. સામાન્યથી નિયમ એવો છે, કે જે ભગવાનની નિશ્રામાં આપણે જીવતાં હોઇએ, એ ભગવાનનો ૧૦૮ વાર જાપ કરવો જોઇએ. તે જાપ માટે માળા એક પોતાની અલગ જ રાખવી. જાપ કરતી વખતે ઉનના વસ્ત્રનો (કટાસણું) જૈન ભક્તિમાર્ગ.. Page #92 -------------------------------------------------------------------------- ________________ બેસવા માટે ઉપયોગ કરવો. ભગવાનમાં એકાકાર બની જવું. આજે સાથિયો રચતા અનેક ભાવિકો દેરાસરમાં જોવા મળે છે, પરંતુ જાપ કરતા ભાવિકો વિશેષ દેખાતા નથી. આ રીતે દરરોજ ભગવાનના આલંબને કોઇને કોઇ ધ્યાન કરવું. ભગવાનના અપ્રતિમ રૂપની વિચારણા કરવી. ભગવાનના પ્રાતિહાર્યની ભાવના કરવી. ભગવાનનાં સમવસરણની વિચારણા કરવી. ક્યારેક ભાવથી જ ભગવાનના ચરણોમાં બેસી ક્ષીરોદધિના જલ વડે, નંદનવનના પુષ્પો વડે, પદ્મદ્રહ સરોવરમાં રહેલા કમલના કુલો વડે ભગવાનની ભાવથી ભક્તિ કરવી. ભગવાનના ૩૪ અતિશયોમાં અનેક અતિશયોની દરરોજ ભાવના કરવી. અનંતજ્ઞાનઅનંતદર્શન-અનંતચારિત્ર-અનંતવીર્યરૂપ અનંત ચતુષ્ટયની વિભાવના કરવી. ધ્યાન કરવાથી પ્રતિમાજીનો પ્રાણ પણ પુષ્ટ બને છે, અને ધ્યાન કરનારનો પણ મોક્ષ નિકટ બને છે. આ રીતે સર્વ વિધિ યથાયોગ્ય સાચવી, અંતે ઘંટનાદ કરવો. ભગવાનને પૂંઠ ન પડે, એ રીતે બહાર નીકળવું. પ્રાસંગિક પૂજા પ્રાસંગિક પૂજાઓની અંતર્ગત સ્નાત્રપૂજા (અભિષેક મહોત્સવ) આવે છે તથા મહાપૂજા-દેવભવનનો દેવલોક જેવો શણગાર પૂરવો. મહાપૂજામાં જાતજાતના પુષ્પોની રચનાઓ, રંગોળીઓ, દીવડાંઓ, વિશિષ્ટ અંગરચના દ્વારા ભગવાનની અને આખા જિનાલયની શોભા કરવી. ઠાઠમાઠ અને શણગાર કરવા, જેથી આખા દેરાસરનો પ્રાણ પુષ્ટ બને અને જોવા આવવાથી અનેક ભાવિકોને સમ્યકત્વની પ્રાપ્તિ થાય, અનેકોનું સમ્યગ્દર્શન નિર્મળ થાય, યાવત્ મોક્ષ સુધીની પ્રાપ્તિનું પણ તે મહાન આલંબન બને. આજે આ મહાપૂજામાં પ્રદર્શન જેવું પણ ગોઠવી શકાય. જાતજાતની લાકડાકપડાં વગેરેની રચનાઓ દ્વારા જૈનધર્મના તત્ત્વજ્ઞાન-સામાયિક વગેરે આચારોને લોકોના દિલમાં વસાવવા જોઇએ. આ પણ એક મહાપૂજાનો જ પ્રકાર છે. સૌથી જૂની પૂજા સ્નાત્રપૂજા છે. જોકે હમણાં જે સ્નાત્રપૂજા ભણાવવામાં આવે છે તે વીરવિજયજી મ. રચેલી છે. પરંતુ, એની પહેલેથી જ સ્નાત્ર પૂજાનો વિધિ પ્રચલિત છે. પ્રાચીન વિધિ પ્રમાણે દર વર્ષે-પર્વ દિવસોમાં ગીત-વાજિંત્રની યાત્રા: ભક્તિથી મુક્તિની ૭૩ 2. Page #93 -------------------------------------------------------------------------- ________________ સાથે, જે અભિષેક કરાતો હતો તેજ આ સ્નાત્ર મહોત્સવ હતો. તેમ જે અઢાર અભિષેકનું વિધાન આવે છે, તે પણ આ સ્નાત્ર મહોત્સવ છે. સ્નાત્ર એટલે નાન-અભિષેક. વર્તમાનમાં સ્નાત્રપૂજા કરતી વખતે એવી ભાવના કરાય છે કે જન્મ વખતના ભગવાન હાજર છે અને તેમનો જન્માભિષેક મહોત્સવ ચાલી રહ્યો છે. વર્તમાન નાત્રપૂજામાં ભગવાનને ત્રિગડા પર સ્થાપિત કરાય છે. ત્યારે ત્રિગડાનો આકાર સમવસરણના ત્રણ ગઢ જેવો હોય છે, પરંતુ, હકીકતમાં ત્રિગડું' એ મેરૂપર્વતના ત્રણ ગઢ છે, જ્યાં જન્મ વખતે ભગવાનનો સ્નાત્ર મહોત્સવ ઉજવાયો હતો. કુસુમાંજલિમાં આજે પલાળેલા ચોખા રાખવાનો રિવાજ છે. હકીકતમાં “કુસુમ' એટલે કુલ હતાં. કુલની અંજલિ રાખવાનો વિધાન છે. લૂણ ઊતારવાનો વિધિઃ એક પાત્રમાં અગ્નિ રાખી તેના પર લૂણ નાખવું અને તે હાથમાં રાખીને પ્રતિમાજી ફરતી ત્રણ પ્રદક્ષિણા દેવી. અથવા, હાથમાં જળ લઇ તેમાં થોડું લૂણ(નમક) નાંખવું અને પ્રતિમાજી ફરતી ત્રણ પ્રદક્ષિણા દેવી. આને પણ લૂણ ઉતારવાની ક્રિયા કહે છે. પૂજાના ઠાઠને કોઇની નજર ન લાગે માટે, કોઇ નુકસાન ન થાય માટે, આ ક્રિયા કરવાની હોય છે. છેલ્લે આરતિ-મંગળ દીવો આવે છે. આનો મૂળ સંસ્કૃત શબ્દ “મારાત્રિ” છે. જેનો અર્થ થાય છે, રાત્રિ પડવા વખતનો દીવો. પણ ધીરે ધીરે આ વસ્તુ પૂજાના અંત સમયનો દીવો આ રીતે પ્રચિલત બની. આરતી ઉતારતી વખતે નાસિકાથી ઉપર અને નાભિથી નીચે ન લઇ જવી જોઇએ. તથા આરતી દક્ષિણાવર્ત રીતે ઉતારવી. નીચે ૩ વાર અને ઉપર ૩ વાર આવર્ત લેવા. આ આરતીનો વિધિ થયો. ત્યારબાદ મંગળદીવો કરાય છે. એ વખતે કપૂરનો ઉપયોગ પણ ઇષ્ટ મનાયો છે. તેનાથી જિનાલયનો પ્રભાવ વધે છે. અશુભ ઊર્જાઓ નીકળી જાય છે. જ્યાં મચ્છર વગેરેના ઉપદ્રવ હોય, ત્યાં આરતી કરતી વખતે કપૂર ખાસ વાપરવું જોઇએ. કપૂરની વાસને કારણે મચ્છર વગેરે દૂર રહે છે, આરતીનાં અગ્નિમાં તેની વિરાધના થતી નથી. છેલ્લે અખંડ ધારાપૂર્વક શાન્તિનાત્રનું વિધાન કરવામાં આવે છે. જે વિધાન ખરેખર શાન્તિનું પ્રદાન કરનારું છે. સ્નાત્રપૂજા અથવા સ્નાત્ર અભિષેક માં ૭૪ જેન ભક્તિમા... Page #94 -------------------------------------------------------------------------- ________________ મહોત્સવ અને મહાપૂજા આ બન્ને શ્રાવકે કરવાના વાર્ષિક ૧૧ કર્તવ્યોમાં આવે છે. તેથી આ બન્ને વર્ષમાં એકવાર અવશ્ય કરવા જ જોઇએ. યાત્રા ત્રિક : ૧) રથયાત્રા : રથ દ્વારા જે યાત્રા હોય. જે યાત્રામાં રથની મુખ્યતા હોય તે રથયાત્રા કહેવાય છે. આમાં રથમાં પ્રભુજીની પ્રતિમા પધરાવવામાં આવે છે. તે રથને શ્રાવકો જ ખેંચે છે અને રથની પાછળ શ્રાવકશ્રાવિકા વગેરે ચાલે છે. આજે આ “ભગવાનનો વરઘોડો' કહેવાય છે. હકીકતમાં વરઘોડો સંસારીઓનો લગ્ન વખતે થાય છે. ભગવાનની રથયાત્રા નીકળે છે. રથયાત્રાનો વિધિ અતિશય પ્રાચીન છે. ૯૦૦ વર્ષ પૂર્વે થયેલા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના ત્રિષષ્ઠિ-શલાકા-પુરૂષ-ચરિત્ર નામના ગ્રંથમાં આ વિધિ આલેખાયેલો છે. આજે રથને યાત્રામાં મધ્યમાં રખાય છે. મોખરે ગુરૂ ભગવંતો, પછી શ્રાવકો, વચ્ચે રથ પાછળ સાધ્વીજીઓ અને એની પાછળ શ્રાવિકાઓ આ રીતે યાત્રા નીકળે છે. આ યાત્રામાં જાતજાતની મંડળીઓ, વાદ્યકારો, હાથીઓ ઘોડાઓ, સૈનિકો, જાતજાતની રચનાઓ દ્વારા બધી શોભા વધારવી જોઇએ. પ્રણાલિકા મુજબ રથયાત્રામાં મોખરે શ્રી ઇન્દ્રધ્વજા ચાલતી હોય છે. તીર્થંકર પ્રભુ વિચરતાં હોય, ત્યારે તેમની આગળ ઇન્દ્ર ધજા વિદુર્વે છે. જે એમની વિજયગાથા ગાતી હોય છે. એનાં અનુકરણ સ્વરૂપે આજે આ ઇન્દ્રધ્વજા રખાય છે. કલક્તા જૈન સંઘની ઇન્દ્રધ્વજા ખૂબ વખણાય છે. ત્યારબાદ બીજી મહત્ત્વની વસ્તુ છે રથ, જે ચાંદીનો ઉત્તમ કલાકારીગરીવાળો હોય છે. પછી બીજી વિશેષ મહત્ત્વની વસ્તુ છે-ધારાવાહી, જેનો અસલ શબ્દ “ધારાવળી” હશે. ભગવાનનાં સ્નાત્રાભિષેકનું જે ન્ડવણજળ હોય, તેનાથી જ્યાં જ્યાં વરઘોડો ફરે, ત્યાં ત્યાં અખંડ ધારા પાડવી આ ધારાવાહી કહે છે. આ ધારાવાહી જ્યાં જ્યાં પડે છે, ત્યાં ત્યાં તેના પ્રભાવથી રોગ-ઉપદ્રવો નાશ પામે છે. એવા દાખલાઓ મળે છે, કે કોઇ એક વખતે આ ધારાવાહીનું કામ કોઇ કામદાર માણસોને સોંપવામાં આવ્યું, તેઓ અડધા ગામમાં ફર્યા પણ છેલ્લે કંટાળી જવાથી અડધા ગામમાંથી નીકળી ગયા. ૧૫ દિવસે ગામમાં આગ લાગી. જે જગ્યાએ ધારાવળીનો છંટકાવ હતો, ત્યાં કાંઇ ન થયું. જે જગ્યાએ છંટકાવ ન હતો ત્યાં આગમાં બધું ભસ્મીભૂત થઇ ગયું. ત્યાં સુધી, કે જે ઘરની વચ્ચેથી યાત્રઃ ભક્તિથી મુક્તિની પોસ્ટર Page #95 -------------------------------------------------------------------------- ________________ ધારાવળી કરી હતી, તે ઘરનો અડધો ભાગ બળી ગયો. અડધો ભાગ બચી ગયો. રથયાત્રામાં આની સાથે બાકુળાં ક૨વાનો પણ વિધિ હોય છે. આખા ગામમાં (કે એરિયામાં) વરઘોડો ફરે, ત્યારે દરેક જગ્યાએ દરેક શેરીઓ અને મહોલ્લાઓમાં આ બાકુળાં ઊછાળવામાં આવે છે. અને ક્ષેત્રદેવતાઓને પ્રસન્ન કરાય છે, જેથી તેઓ દ્વારા કોઇ ઉપદ્રવ વગેરે ન થાય, અને તેઓ પ્રસન્ન રહે. આની સાથે અનુકંપાદાન પણ કરવું જોઇએ જેથી વિશેષ શાસનપ્રભાવના થાય. રથયાત્રા જ્યાં જ્યાં જાય, ત્યાં ત્યાં ઘરોની નીચે આવીને ભાવિકો, પ્રભુની આગળ ગહુંલી કરે છે અને ૩ ખમાસમણાંપૂર્વક પ્રભુને જુહારે છે. રથયાત્રા ઉતર્યા પછી પોંખણાનાં વિધિ સાથે ભગવાનનો જિનાલયમાં પ્રવેશ થાય છે. ૨) અષ્ટાનિકા યાત્રા : આઠ દિવસનો મહોત્સવ. જિનમંદિરોની મહાપૂજા-જિનબિંબોની મહાન અંગરચના-વિવિધ પ્રકારની પૂજાઓ-જાત ભાતના અભિષેકવિધાનો-વિવિધ પ્રકારના પૂજનો-રાત્રિભાવનાઓરાત્રિજાગરણો-પ્રભાતિયા-વિશિષ્ટ પ્રભાવનાઓ...આ રીતે ૮ દિવસ ઉત્તમોત્તમ દ્રવ્યોથી અને ઉત્તમોત્તમ ચડિયાતા ભાવોથી ભગવાનની ભક્તિ કરવામાં આવે છે. પ્રતિષ્ઠા થયા પછી આ અષ્ટાનિકા મહોત્સવ કરવાનું પ્રયોજન એ બતાવ્યું છે કે પ્રથમ પૂજા જેટલા ભાવથી કરીએ, એટલી જ સંઘની ઉત્તરોત્તર ઉન્નતિ થતી હોય છે. એ જ પ્રયોજનથી ભગવાનની અષ્ટાહ્નિકા યાત્રા વર્ષમાં એક વખત કરવી એ શ્રાવકનું કર્તવ્ય છે. પૂર્વે લગ્નપ્રસંગોમાં પણ લગ્નનો ખર્ચો ઓછો કરી જિનાલયોમાં અષ્ટાનિકા મહોત્સવ ક૨વામાં આવતો. દેવો શાશ્વતા દિવસોમાં, પર્વ અવસરે અને ભગવાનના કલ્યાણકો વખતે ૮મા શ્રી નંદીશ્વર દ્વીપમાં જઇને ભક્તિ-મહોત્સવ અષ્ટાહ્નિકા ઉત્સવ કરે છે. ૩) તીર્થયાત્રા : છ'રી પાળતો સંઘ કઢાવવો એ તીર્થયાત્રા છે. ૧) બ્રહ્મચારી ૨) એકાહારી (એકાસણું કરવું) ૩) દર્શનધારી (આવશ્યકકારીસવાર-સાંજ પ્રતિક્રમણ કરવું.) ૪) ભૂશયનકારી (ભોંયે સંથારા ૫૨ સૂવું), ૫) સચિત્તપરિહારી, (સચિત્ત દ્રવ્યનો ત્યાગ), ૬ પાદચારી. (પગે વિહાર કરવો.) તીર્થયાત્રા વખતે ૧) દાન આપતાં રહેવું. વચ્ચે વચ્ચેના ગામોના જે ૭૬ જૈન ભક્તિમાર્ગ... 4, 2002), Page #96 -------------------------------------------------------------------------- ________________ જે સંઘ આવે તેને-તેને યથાશક્તિ સાતેય ક્ષેત્રમાં દાન દેવું, અનુકંપાદાન કરવું, ગામનાં સામાજિક કાર્યોમાં દાન દેવું. ૨) ઉચિત વેશભૂષા રાખવી. સ્ત્રીઓ અથવા પુરૂષોએ યોગ્ય મર્યાદાસભર વસ્ત્રો પહેરવા. પોતાનો રાગભાવ અને બીજાનો વિકાર પોષાય નહીં, એનું ધ્યાન રાખવું. ઉભટ વેશ, અપૂરતા વસ્ત્રો ધારણ ન કરવા. ૩) ગીત-વાજિંત્રનો ઉપયોગ કરવો. ભક્તિ રસને ઝીલતાં ભાવિકો ચાલતા હોય, ને ભક્તોનો સંઘ લાગે, તે ખૂબ શોભે છે અને ભાવુકોના મનમાં તીર્થકર નામકર્મના બીજ નંખાય છે. વ્યર્થ વાતચીતો, નિંદાઓમાંથી બચી જવાય છે. ૪) દરેક ગામે ગામમાં રાત્રિભાવનાઓનાટકો-નૃત્યો-રાસગરબા વગેરે અનુષ્ઠાનો થાય, આખું ગામ એમાં લાભ લે. બધાના દિલમાં ભક્તિનો રંગ જામે એમ કરવું. આટલા બધા લાભો સંઘયાત્રા કરવાથી જ મળે છે. પરંતુ, આજે જે બસ દ્વારા યાત્રા-પ્રવાસો નીકળે છે, એમાં આવા લાભ દેખાતા નથી. ઊલ્યું, અનેક દોષો પોષાય છે. માટે, તેવા સંઘો યોજતા વિચાર કરવો. જો તેવા સંઘો કાઢો તો પણ “સંઘવી' પદને માટે યોગ્યતા મળતી નથી માટે તેવા સંઘો કાઢ્યા પછી તીર્થ-માળા પહેરવી વગેરે જરાય ઉચિત નથી. સંઘ કાઢવાનો તથા સંઘ પત્યા પછીનો વિધિ યોગ્ય ગુરૂગમથી જાણવો. આ યાત્રા ત્રિક પણ શ્રાવકના વાર્ષિક કર્તવ્યોની અંતર્ગત છે. सुत्तभणिएण विहिणा, गिहिणा णिव्वाणमिच्छमाणेणं । तम्हा जिणाण पूया, कायव्वा अप्पमत्तेणं ॥ एक्कंपि उदगबिंदु, जह पक्खित्तं महासमुइंमिं । जायइ अक्खयमेवं, पूया जिणगुणसमुद्देसु ॥ उत्तमगुणबहुमाणो, पयमुत्तमसत्तमज्झयारंमि । उत्तमधम्मपसिद्धि, पूयाए जिणवरिंदाणं ॥ પૂજા પંચાશકના આ શ્લોકો જણાવે છે, કે મોક્ષને ઇચ્છતા ગૃહસ્થ અપ્રમત્ત રીતે જિનોની પૂજા કરવી જોઇએ. જેમ સમુદ્રમાં નાંખેલું પાણીનું એક બિંદુ અક્ષચ થઇ જાય છે, તેમ જિનપ્રભુના ગુણસમુદ્રમાં કરેલી પૂજા અક્ષય થઇ જાય છે. અર્થાત્ જિનપૂજા પૂજા કરનારને જિન બનાવે છે. જિન ભગવાનની પૂજાથી ઉત્તમોના ગુણો પ્રત્યેનું બહુમાન, ઉત્તમ જીવોની વચ્ચે સ્થિતિ, ઉત્તમ ધર્મની પ્રસિદ્ધિ આટલી વસ્તુ સહજ રીતે સિદ્ધ થાય છે. યાત્રા ભક્તિથી મુક્તિની જેમ ૭૭ . Page #97 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિમાર્ગના મર્મજ્ઞ પુરૂષોએ દરેક કાળમાં જૈનભક્તિ વધુને વધુ લોકો સુધી પહોંચે એ માટેના પ્રયત્નો કર્યા. જેમ અજૈન સંત પરંપરામાં નરસિંહ મહેતા, પ્રેમાનંદ, અખાભગત, શામળાભદ્દ, મીરાં, તુલસીદાસજી વગેરે ભક્ત કવિઓએ લોકોમાં પોતાના ભગવાનની ભક્તિને ઉતારવા માટે લોકભાષામાં ભજન-ચોપાઇ-છપ્પા વગેરેની રચનાઓ કરી એમ, જૈનશાસનના પણ સાધુ ભગવંતો અને શ્રાવકો લોકમાં જૈન ભક્તિનો રંગ ઉતારવા માટે હંમેશાં તત્પર રહ્યા હતા અને તે તત્પરતા આજ દિન સુધી અખંડ ચાલી રહી છે. જૈન ભક્ત કવિઓએ પણ પૂજા-પૂજનો-રાસ-ફાગુ-છંદ-સ્તુતિ-સ્તવનસ્તોત્ર-સ્મરણ-વંદનાવલી આદિ અનેક પ્રકારનની રચનાઓ તે તે કાળની માંગ મુજબ કરી, અને જૈન ભક્તિમાર્ગને લોકોના હૃદયમાં ઉતાર્યો. આ દરેક રચના પ્રકારોમાં સૌથી પ્રાચીન રચના જો કોઇ હોય, તો તે પ્રાયઃ પૂજનની પદ્ધતિ છે. સિદ્ધચક્રયંત્ર અને એના પૂજનની વિધિ શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં આવેલા શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજાએ શ્રીપાલ અને મયણાને બતાવ્યો હતો. લગભગ એને અનુસરીને શ્રી જૈન સંઘમાં આજે અનેક પ્રકારના પૂજનો ઉપલબ્ધ છે. આ પૂજનો દ્વારા ત્રણે પ્રકારની સ્તોત્રપૂજાઅંગપૂજા અને આમિષપૂજા તથા અન્ય રીતે દ્રવ્યપૂજા અને ભાવપૂજા આ બન્ને પ્રકારની પૂજા થઇ શકે છે. ધનપાલ કવિ જેવા અનેક શ્રાવકોએ અને શ્રીમાન્ સિદ્ધસેનદિવાકરસૂરિ જેવા અનેક કવિ પૂજ્ય સાધુભગવંતો ત્થા આચાર્યભગવંતોએ સંસ્કૃતમાં અને પ્રાકૃતમાં સ્તોત્ર અને સ્મરણોની રચના કરી, અને તે-તે કાળે જૈન ભક્તિમાર્ગને પુષ્ટ કર્યો. આમાંના અનેક સ્તોત્રો ચમત્કારિક હતા. ખરતરગચ્છના આચાર્ય શ્રી જિનદત્તસૂરિજીએ અગણિત સ્તોત્રો રચીને તપાગચ્છના આચાર્ય શ્રી સોમસુંદરસૂરિજીને ભેટ ર્યા હતા. સ્તોત્રોની રચનાનું પ્રયોજન ક્યારેક કેવળ જિનભક્તિ જ હતું તો ક્યારેક સંઘની રક્ષા પણ એનું પ્રયોજન રહ્યું. પાછળથી અપભ્રંશભાષા અસ્તિત્વમાં આવી, અપભ્રંશ એટલે ગુજરાતીમારવાડી-કચ્છી-માલવી વગેરે ભાષાઓની જનેતા. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ આના વ્યાકરણની રચના કરી. ત્યારબાદ તેમના શિષ્ય સમુદાયમાં રહેલા અનેક સાધુ ભગવંતોએ વિશાળ જિનભક્તિનું સાહિત્ય 2. જૈન ભક્તિમાર્ગ... ૭૮ Page #98 -------------------------------------------------------------------------- ________________ આ જ ભાષામાં રચ્યું. એમના શિષ્ય આચાર્યશ્રી રામચંદ્રસૂરીશ્વરજી એક સ્વતંત્ર કવિ ગણાતા હતા. એ સમયે એમણે રચેલા મહાપુરૂષોના નાટ્યો પાટણમાં ઘેર ઘેર ગવાતા અને ભજવાતા હતા. ઉમાશંકર જોશી નામના આજના અભ્યાસ પ્રબુદ્ધ કવિએ એટલે જ લખ્યું છે. “જે જન્મતાં આશિષ હેમચંદ્રની પામી વિરાગી જિનસાધુઓ તણી” વગેરે.... આગળ વધતાં ગુજરાતી ભાષાનો સૌથી પ્રાચીન રાસ “શાલિભદ્રરાસ” જૈન શ્રમણના હાથે રચના પામ્યો. ત્યાર પછી ઘણા રાસ રચાતા ગયા. રાસની રચના મુખ્યત્વે જીવનચરિત્ર રૂપ હતી. જે-તે મહાપુરૂષના આખા જીવન ચરિત્રને=જીવનની ઘટનાઓને રાસ-ગેય કાવ્ય રૂપે ઢાળવામાં આવતી. આ રસાળ પદ્ધતિ પણ જૈન ભક્તિમાર્ગમાં અપનાવવામાં આવી. ગૌતમસ્વામીનો રાસ આજે પણ બેસતા વર્ષે વંચાય છે. આ જ રીતે છંદ કાવ્યો પણ અસ્તિત્વમાં આવ્યાં. આ દરેક છંદ કાવ્યોનું કથયિતવ્ય અલગ અલગ રહેતું. પરંતુ દરેકની તર્જ લગભગ એક સમાન રહેતી. જાણે પડઘમ વાગતા હોય, એમ એકધારા આ છંદના શબ્દો ગવાતા હતા.. કુદરતી સૌંદર્ય-વસંત-વર્ષા વગેરે ઋતુઓના સૌંદર્યનો જે નિખાર ગામડાઓમાં છલકાતો-ઉભરાતો તેની ઉપર તે કાળે અનેક કાવ્યો રચાતા, જે ફાગુકાવ્ય તરીકે ઓળખાતા, આ ફાગુકાવ્યોમાં પણ જિનભક્તિને ગૂંથવામાં આવી. અનેક ફાગુકાવ્યો આજે પણ મળે છે. ત્યારબાદ પંડિત શ્રી સત્યવિજયજીથી માંડીને પૂજ્યપાદ આત્મારામજી મહારાજા સુધી એક આખી પરંપરા એવી પ્રગટી જેમણે અનેક પૂજાઓની રચના કરી. આ દરેક પૂજા પૂજનોનું નાનું સ્વરૂપ હતું. પૂજ્ય પંડિતશ્રી શુભવિજયજી મ.નાં શિષ્ય વીરવિજયજી મ. ની પૂજાઓ ખૂબ મનનીય રસાળ લોકજીભે ચડી જાય એવી છે. આ જ આખી પરંપરામાં અનેક સ્તવનોની પણ રચના થઇ. ગુજરાતી સ્તવનોની આ રચના આ પરંપરાની પૂર્વેના કાલથી હતી ને પછી પણ આજ દિન સુધી થતી રહી. ચોવીસ ભગવાનના સ્તવનોની રચના એક એક મહાત્માઓએ કરી. આજે પણ તે સ્તવનની ચોવીસીઓ મળે છે. અનેક કવિઓ યાત્રા ભક્તિથી મુક્તિની આ ૭૯ પર 2 Page #99 -------------------------------------------------------------------------- ________________ એવા થયા, જેમણે સ્તવનોની રચના કરીને જૈનભક્તિમાર્ગને પુષ્ટ કર્યો. છેલ્લાં પ્રાયઃ ૭૦ વર્ષથી જિનભક્તિ માર્ગમાં એક નવી પદ્ધતિ પ્રાદુર્ભાવ પામી, જે છે “સ્તુતિ''. “હરિઝંદ' નામના છંદમાં ખૂબ મનનીય શબ્દોમાં આ સ્તુતિઓની રચના કરાતી હતી, આજે ૩૪ અતિશયોની, અરિહંતના ગુણવૈભવની વગેરેનું વર્ણન કરતી અનેક સ્તુતિઓ-વંદનાવલિઓ મળે છે. જેની ઉપર મહાત્માઓ આજે પણ પ્રવચનો ગોઠવે છે. આ પણ જેન ભક્તિમાર્ગ છે... શ્રાવકોમાં પૂર્વના કાલથી જ પૂજા માટે ખૂબ હોંશ રહી છે. અને એમાંય પ્રભુની પૂજા મને જ મળો એ માટે દરેક શ્રાવકને ખૂબ ઉત્સાહ-ઉમંગ હોય છે. ત્યાં પ્રથમ પૂજા કોને આપવી ? એ માટે ઉછામણીનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો. જે શ્રાવક પ્રભુના ચરણે વધુને વધુ દ્રવ્ય સમર્પણ કરે તે પ્રથમ પૂજા કરે. આમ કરવાથી જિનાલયનો નિભાવ પણ નિર્વહતો, અને શ્રાવકોને લાભ મળતો. તે વખતે જેનો જિનપૂજામાં જિનાલયમાં વધુ વપરાશ થતો હતો તેવા ઘીની ઉછામણી બોલાવા લાગી. આ ઘી મણમાં બોલાતું હતું. પાછળથી “મણ'ની બોલી ઉભી રહી પરંતુ, ઘીના સ્થાને ૧ મણ ઘીના જેટલાં રૂપિયા થતા હોય, તે રૂપિયાનું સમર્પણ ચાલુ થયું. આ ઉછામણી વિશે એક ઐતિહાસિક ઉલ્લેખ મળે છે. ગિરનાર તીર્થ પર દીગંબર સંપ્રદાય પોતાનો હક્ક દર્શાવતો હતો. તે વખતે માંડવગઢના મંત્રી પેથડશા છ'રિપાલિત યાત્રા લઇને ત્યાં ગયા. તે જ વખતે દીગંબર સંઘ યાત્રાર્થે આવેલો. તેમને ખબર પડી તો તેઓએ દગંબર સંપ્રદાયને કહેણ મોકલ્યું કે “ઉછામણી બોલો. જે વધુ ઉછામણી બોલે એને તીર્થ મળશે'' સોનાની ઉછામણી બોલવામાં આવી એ વખતે સોનાને માટે “ધડી' માપ વપરાતું હતું. આખા દીગંબર સંપ્રદાયે મળીને ૨૫ થી ૩૦ ધડી સોનું જાહેર કર્યુ. એની સામે પેથડશા મહામંત્રીએ પ૬ ધડી સોનું જાહેર કર્યું. ઉછામણી દ્વારા તીર્થ શ્વેતામ્બર જૈન સંઘને અપાવ્યું. તીર્થ પરનું વિઘ્ન ટાળ્યું. આવો ઉછામણીની પરંપરાનો ચમત્કાર છે. કોઇ વસ્તુની હરાજી કરતી વખતે જે બોલી બોલાય છે, તે અને ઉછામણી એકસરખા ન વિચારવા જોઇએ. ત્યાં સંસારનો ભાવ છે, દેખાડાનો જેન ભક્તિમાર્ગ.. Page #100 -------------------------------------------------------------------------- ________________ આશય છે, જીતવાની-અહંકાર પુષ્ટ કરવાની ભાવના છે. અહીં તો પ્રભુના ચરણોમાં દ્રવ્યનું સમર્પણ કરવાની ભાવના છે. મને પ્રથમ પૂજાનો લાભ મળે તો મારૂં કેવું સૌભાગ્ય ! આવી ધન્યતાની, નમ્રતાની ભાવના છે માટે આ પરંપરા મોક્ષનો જ માર્ગ છે. પૂર્વના કાળમાં મોટા મોટા તીર્થોનો નિર્વાહ કરવા માટે દ્રવ્ય સમર્પણ કરવાની એક પરંપરા હતી. ઘરડાં માજી મરતી વખતે પોતાની જમીન જાયદાદ શ્રી સંઘને ચોપડે લખાવી દે. જેનાથી સંઘ જિનાલય વગેરેનો નિભાવ કરે. એ જમીન-જાયદાદની આવકનો સંઘમાંજ ઉપયોગ થાય. વ્યક્તિગત ઉપયોગ ન થાય. મરણપથારીએ પડેલો બાપ દીકરાને કહેતો, “બેટા ! તારામાં સામર્થ્ય હોય તો તારા પોતાના પૈસાથી તારા જીવનનો નિર્વાહ કરજે. અને મારું ધન બધુ સંઘને અર્પણ કરજે'' અને દીકરો એવું કરતો પણ ખરો. આવું પેથડશામહામંત્રી પોતાનાં પુત્ર શ્રી ઝાંઝણશાને કહીને ગયા હતા અને તેમણે અક્ષરશઃ તેનું પાલન પણ કર્યું હતું. આ જૈન ભક્તિમાર્ગ હતો. મોટા મોટા તીર્થોને રાજાઓ ભેટમાં ૫-૧૦, ૨૫ - ૫૦ ગામો આપતા હતા. તેથી તે તે ગામની બધી આવક તે તે તીર્થાંના નિભાવમાં અને વિકાસ માં જ વપરાતી હતી. આ પણ સમર્પણ જ હતું. આજે શ્રી કેશરિયાજી તીર્થને ભેટ મળેલા અનેક ગામોની વાત, જિન ભક્તિ જ છે. ગામમાં અનાજ દળવા માટે હાથથી ચલાવવાની ઘંટી આવતી હતી. ઘરડાં માજી ઘરના ખૂણે બેસીને આ ઘંટી ફેરવ્યા કરતા. પછી શરીર થાકે ત્યારે પોતાની ઘંટીના અધિકરણનો દોષ પરભવમાં ન લાગે, અને પોતાની ઘંટીનો કોઇ દળવા માટે=પાપ માટે ઉપયોગ ન કરે, એ માટે આ ઘંટીના બન્નેય પડને અલગ કરી એક પડ દેરાસરના મેદાનમાં કે પગથિયામાં અને એક ઉપાશ્રયના મેદાન કે પગથિયામાં જડી દેતા. આમ કરવાથી જિનાલય કે ઉપાશ્રય માટે દ્રવ્ય-સમર્પણ કર્યાનો સંતોષ અનુભવાતો. યાત્રાઃ ભક્તિથી મુક્તિની ૮૧ 32. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧ પરિશિષ્ટ-૧ ) જિનાલયમાં વર્જવાની (૧૦ મુખ્ય આશાતના) ૧) પાન, સોપારી ચાવવા (મોઢું ચોકખું જોઇએ.) ૨) પાણી પીવું. ૩) ભોજન કરવું. ૪) મોજડી-ચપ્પલ પહેરી જવું. ૫) કામ-ચેષ્ટા કરવી. ૬) પથારી કરવી કે સૂવું. ૭) થંક-ગળફો કાઢવો. ૮) લઘુનીતિ કરવી. ૯) વડનીતિ કરવી. ૧૦) જુગાર રમવો. આ દસ ચેષ્ટા મહાઆશાતનારૂપ છે, તેથી આ દસેયનો ત્યાગ કરવો. આમાં ૩૨ બીજા મુદ્દા ઉમેરતાં (૪૨ આશાતના.) ૧૧) કોઇ જુગાર વગેરે રમે તો એની અનુમોદના કરવી. ૧૨) પલાંઠી વાળીને બેસવું. (અર્થાત્ આરામ કરવો.) ૧૩) પગ લાંબા કરીને બેસવું. ૧૪) પરસ્પર વાદ-વિવાદ કરવો. ૧૫) કોઇની મશ્કરી કરવી. ૧૬) કોઇ રીતે અભિમાન કરવું. ૧૭) ઊંચા આસન પર બેસવું. ૧૮) વાળ ઓળવા. ૧૯) પોતાના માથે છત્ર ધારણ કરવું. ૨૦) સાથે ખગ્ન રાખવું. ૨૧) માથે મુગટ રાખવો. ૨૨) ચામર વીંઝાવવા. * ૮૨ 802. જેને ભક્તિમાર્ગ... Page #102 -------------------------------------------------------------------------- ________________ ૨૩) કોઇની સાથે વાંધો પડે તો ત્યાં ભૂખ-હડતાળ પર ઉતરવું. ૨૪) ઠઠ્ઠા-મશ્કરી કરવા. ૨૫) લંપટ, સ્ત્રી-પુરુષ-વેશ્યાના દલાલને ત્યાં બોલાવવો, આવેલો દેખાય તો વાતચીત કરવી. ૨૬) મુખકોશ વિના પૂજા કરવી. ૨૭) સ્નાન વિના મૂર્તિને અડવું. ૨૮) મલિન વસ્ત્રોમાં મૂર્તિને અડવું. ૨૯) અવિધિથી પૂજા ક૨વી. ૩૦) મન ભટકતું રાખી પૂજા કરવી. ૩૧) સચિત્ત અંદર લઇ જવું. (પૂજા માટે ચાલે.) ૩૨) ઉત્તરાસંગ વિના પૂજા કરવી. ૩૩) ભક્તિભાવથી અંજલિ ન કરવી. ૩૪) પૂજાના ઉપકરણો અશુદ્ધ રાખવા. ૩૫) પુષ્પો વગેરે હલકા વાપરવા. ૩૬) જિનમૂર્તિનો અનાદર કરવો. ૩૭) જિનેશ્વર પ્રત્યે શત્રુભાવે વર્તનારને વારવો નહીં. ૩૮) ચૈત્ય-દ્રવ્ય ભક્ષણ કરવું. ૩૯) વિનાશ પામતા ચૈત્યદ્રવ્યની ઉપેક્ષા કરવી. ૪૦) છતી શક્તિએ પૂજા, વંદન આદિમાં મંદતા કરવી. ૪૧) દેવ-દ્રવ્યના ભક્ષણ કરનારા સાથે વેપાર-મૈત્રી કરવા. ૪૨) દેવ-દ્રવ્ય ભક્ષણ કરનારને આગેવાન તરીકે ચૂંટવો, મત આપવો. આ બેંતાલીશ આશાતનાઓ મહાપાપરૂપ છે. તેથી આ બધાનો ત્યાગ કરવાનો છે. જિનમંદિરમાં વર્જવાની ૮૪ આશાતના. ૧) બળખા નાખવા. ૨) જુગાર રમવો. ૩) કલહ કરવો. ૪) ધનુર્વેદનો અભ્યાસ કરવો. ૫) કોગળા કરવા. ૬) પાન-સોપારી ખાવા. ૭) પાન વગેરેના કૂચા ખાવા. ૮) ગાળો દેવી. ૯) ઝાડો-પેશાબ કરવા. ૧૦) નાહવું. ૧૧) વાળ યાત્રાઃ ભક્તિથી મુક્તિની ૮૩ 2 Page #103 -------------------------------------------------------------------------- ________________ ઓળવા. ૧૨) નખ કાઢવા. ૧૩) લોહી-માંસ નાંખવું. ૧૪) શેકેલાં ધાન્ય વગેરે નાંખવા. ૧૫) ચામડી વગેરે નાંખવા. ૧૬) ઉલટી કરવી (ઔષધ ખાઇને). ૧૭) ઉલટી કરવી (સહજથી). ૧૮) દાતણ કરવું. ૧૯) આરામ કરવો, પગ દબાવવા. ૨૦) બકરી, ભેંસ, ગાય, ઘોડા, હાથી બાંધવા. ૨૧) થી ૨૭) દાંત, આંખ, નખ, ગંડસ્થળ, નાક, કાન, માથા આદિ સર્વનો મેલ કાઢવો. ૨૮) સૂવું. ૨૯) મંત્ર, ભૂત, રાજા વગેરેનો વિચાર કરવો. ૩૦) વાદ-વિવાદ કરવો. ૩૧) નામ લખવા. (હિસાબના ચોપડા લખવા.) ૩૨) ધન વગેરેની વહેંચણી કરવી. ૩૩) પોતાનો દ્રવ્ય-ભંડાર ત્યાં આપવો. ૩૪) પગ પર પગ ચડાવી બેસવું. ૩૫) છાણાં થાપવા. ૩૬) કપડાં સૂકવવા. ૩૭) દાળ વગેરે ઉગાડવું. ૩૮) પાપડ વણવા. ૩૯) સેવ વણવી, વડી મૂકવી. ૪૦) રાજા વગેરેનાં ભયથી મંદિરમાં સંતાઇ જવું. ૪૧) શોકથી રડવુ. ૪૨) વિકથા કરવી. ૪૩) હથિયાર ઘડવા કે સજવા. ૪૪) ગાય, ભેંસ રાખવા. ૪૫) તાપણી તાપવી. ૪૬) અન્નાદિ રાંધવું. ૪૭) નાણું પારખવું. ૪૮) નિસીહ વિના દેરાસરમાં જવું. ૪૯) થી પ૨) છત્ર, પગરખાં, હથિયાર-ચામર સાથે પ્રવેશ કરવો. પ૩) મનને ચંચલ રાખવું. ૫૪) તેલ વગેરે ચોપડવું. ૫૫) સચિત્ત પુષ્પ-ફલ બહાર ન મૂકવા. પ૬) હાર, વીંટી વગેરે બહાર મૂકી શોભા વિનાના થઇ દેરાસરમાં દાખલ થવું. પ૭) ભગવાન જોતાં જ હાથ ન જોડવા. ૫૮) ઉત્તરાસંગ ન રાખવું. ૫૯) મસ્તકે મુગટ ધરવો. ૬૦) બુકાની બાંધી હોય તે છોડવી નહીં. ૬૧) કુલનાં હાર-તોરા મૂકીને ન જવું. ૬૨) શરત મારવી ૬૩) ગેડીદડે રમવું. ૬૪) મહેમાન વગેરેનો સત્કાર કરવો. ૬૫) ભાંડ વગેરેની રમતો કરવી. ૬૬) કોઇને હુંકારે બોલાવવો. ૬૭) લેવા-દેવા વિશે ધરણું માંડવું, લાંઘણ કરવી. ૬૮) રણ-સંગ્રામ કરવો. ૬૯) માથું ખંજવાળવું, વાળ જુદા કરવા. ૭૦) પલાંઠી વાળી બેસવું. ૭૧) ઊંચે આસન બેસવું. ૭૨) પગ લાંબા કરી બેસવું. ૭૩) સિટી વગેરે બનાવવી. ૭૪) પગનો મેલ કાઢવો. ૭૫) કપડાં ઝાટકવા. ૭૬) માંકડ-જૂ વીણવા. ૭૭) મૈથુનક્રીડા કરવી. ૭૮) જમણ કરવું. ૭૯) વેપાર-લેવું, દેવું, વેચવું કરવો. ૮૦) વૈદું કરવું. ૮૧) પથારી-ખાટલો ખંખેરવા. ૮૨) ગુહ્ય ભાગ ઉઘાડવો કે સમારવો. ૮૩) મુક્કાબાજી, કૂકડા વગેરેનું યુદ્ધ કરાવવું. ૮૪) ચોમાસામાં પાણી ત્યાં ૮૪ જેન ભક્તિમાર્ગ... Page #104 -------------------------------------------------------------------------- ________________ સંઘરવું, તેનાથી સ્નાન કરવું અને પીવાના પાણીના પાત્ર ત્યાં રાખવા. શક્ય પ્રયત્નપૂર્વક આ આશાતનાઓ ત્યાગવી જરૂરી છે. છે. પરિશિષ્ટ-૨ આધાર ગ્રંથો • શ્રી ષોડશક પ્રકરણ. • શ્રી પંચાશક પ્રકરણ. • શ્રી પ્રતિમાશતક ગ્રંથ. • શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-શ્રી અનુયોગદ્વાર સૂત્ર. • શ્રી ચૈત્યવંદન મહાભાષ્ય-વીતરાગ સ્તોત્ર • શ્રી ચૈત્યવંદન ભાષ્ય-ત્રિષષ્ઠિશલાકાપુરૂષ ચરિત્ર. • જિનોપાસના • પ્રતિક્રમણ સૂત્રો પર પ્રબોધ ટીકા. • મૂર્તિ પૂના પ્રાચીન તિરસ | •પ્રતિમાપૂઝન | • દર્શન શતક, તથા અનેક આગમ ગ્રંથો. યાત્રા ભક્તિથી મુક્તિની યાત્રા: ભા. જુન ૮૫ Page #105 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ , • જિનમંદિરે જવાની ઇચ્છા કરે ત્યાં-એક ઉપવાસનું ફળ મળે. - જિનમંદિરે જવા ઊભો થાય-બે ઉપવાસનું ફળ મળે. • જિનમંદિરે જવા તૈયારી કરે-ત્રણ ઉપવાસનું ફળ મળે. • જિનમંદિરે ચાલવા માંડે-ચાર ઉપવાસનું ફળ મળે. જિનમંદિરે જવા થોડું ચાલે-પાંચ ઉપવાસનું ફળ મળે. જિનાલય દેખાય ત્યાં એક મહિનાના ઉપવાસનું ફળ મળે. • જિનાલયે પહોંચતા છ મહિનાના ઉપવાસનું ફળ મળે. • જિનાલયના દરવાજે પહોંચે-૧ વર્ષનાં ઉપવાસનું ફળ મળે. - જિનનું નિર્માલ્ય ઉતારી પ્રમાર્જના કરતાં ૧૦૦ ઉપવાસનું ફળ. • ત્રણ પ્રદક્ષિણા દેતાં ૧૦૦ વર્ષનાં ઉપવાસનું ફળ મળે. • પ્રભુપૂજા કરતા ૧૦૦૦ વર્ષનાં ઉપવાસનું ફળ. • પ્રભુને માળા અર્પણ કરતા ૧ લાખ વર્ષનાં ઉપવાસનું ફળ. • પ્રભુજીની સ્તુતિ-સ્તવના કરતાં અનંતગુણું ફળ... • ધૂપપૂજા પાપને બાળે છે. * દીપકપૂજા મૃત્યુનો નાશ કરે છે. • નૈવેદ્યપૂજાથી વિશાળ સામ્રાજ્યની પ્રાપ્તિ થાય છે. - અંગપૂજા-વિનનાશિકા છે. અગ્રપૂજા-અભ્યદય કારિણી છે. જ ભાવપૂજા-નિર્વાણ પદ આપનારી છે. * પ્રાતઃ કાળની પૂજા રાત્રે કરેલા પાપનો નાશ કરે છે. * મધ્યાહુનની પૂજા-આ જન્મના પાપનો નાશ કરે છે. • સંધ્યાકાળની પૂજા-સાત ભવના પાપનો નાશ કરે છે. * પૂજાની ઉત્કૃષ્ટ ભાવપૂર્વક આરાધનાથી નાગકેતુની જેમ અંતમુહૂર્તમાં જ મોક્ષને આપનારી બને છે. જેને ભક્તિમાર્ગ... Page #106 -------------------------------------------------------------------------- ________________ ( tit: : :: ::: ::: TI नाणं पयासगं - - શ્રી ભુવનભાનું પદાર્થ પરિચય શ્રેણિ JH; = = જૈનમ પરિવાર SHUBHAY Cell:98205 30299 નેટ,