________________
યતના દ્વારા હિંસા (અધિક હિંસા) અટકી. વળી જિનાલયનિર્માણમાં વપરાનાર જેટલો સમય-સંપત્તિ આદિ પાપમાર્ગમાં-ધંધામાં વપરાવાના હતા, તે હવે જિનાલયમાં રોકાયા. જો ધંધામાં રોક્યા હોત તો આવક થાત, એનાથી નવો આરંભ કરત, એનાથી આવક થાત, એથી વળી નવો આરંભ ઊભો કરત. આમ, હિંસાનો અનુબંધ ચાલત. જે અનુબંધ જિનાલય નિર્માણને કારણે અટકી ગયો. અને શુભ આશયની વૃદ્ધિ દ્વારા ઉલટું, શુભ અનુબંધ ચાલ્યો. આથી, અધિક હિંસાનો ત્યાગ થયો. અને મોક્ષના બીજની પ્રાપ્તિ થઇ. વળી, જિનભવનનિર્માણ એ શાસ્ત્રમાં પણ વિહિત મનાયું છે. જેનું વિધાન શાસ્ત્રમાં હોય, એ કયારેય દોષિત ન મનાય. માટે ચૈત્યનિર્માણ અદુષ્ટ જ છે.
શંકા ઃ શાસ્ત્રમાં તો વિહિત તરીકે સામાયિક વગેરે બતાવ્યા જ છે, અને એમાં કોઇ આરંભ જ નથી. માટે સામાયિકાદિ કરવા જોઇએ, જિનભવન નિર્માણ નહી.
સમાધાન: વિહિત એવું એક અનુષ્ઠાન વિહિત એવા બીજા અનુષ્ઠાનનો અપલાપ નથી કરી શકતું. બધા જ વિહિત છે, તેથી બધાજ આચરણીય છે. નહીં તો દાન વગેરે પણ અનુષ્ઠાન ન જ આચરી શકાય. ફક્ત સામાયિક જ કરવું જોઇએ.
જિનમંદિર સંબંધી વિચારણાઓ ઃ કોઇપણ ગામ કે નગરમાં જેટલી જરૂર જલાશયો, શાળાઓ, બજાર અને દવાખાનાની છે, તેટલી જ બલકે તેથી પણ વધારે જરૂર ધર્મસ્થાનો-મંદિરોની છે. જળાશય જળ પૂરું પાડે, બજાર કરિયાણા-અનાજ પૂરાં પાડે છે. શાળાઓમાંથી બાળકોને વ્યવહારિક જ્ઞાન મળે છે. દવાખાનાઓ રોગની ચિકિત્સા કરે છે તેમ ધર્મસ્થાનો ભાવના શુદ્ધ રાખે છે અને કર્તવ્યબુદ્ધિ જાગૃત કરે છે.
પૂર્વે કોઇ પણ નગર વસાવતી વખતે મધ્યમાં મંદિર બનાવાતું. એની આસપાસ નગરનો વસવાટ થતો. ખાસ કરીને દક્ષિણ ભારતમાં આ વાત જોવા મળે છે. ત્યાંના નગરોના નામો પણ દેવમંદિર પરથી જ આપવામાં આવતાં, ત્રિચિનાપલ્લીનું અસલ નામ “ત્રિજિનપલ્લી' હતું. ત્યાં ત્રણ જિનમંદિરોનો સુંદર સમૂહ હતો. “રામેશ્વરમ્” નગરનું નામ પણ એ જ રીતે પાડવામાં આવ્યું છે.
જ ૪૦
ટ
ન ભક્તિમાર્ગ....